દસ લાખથી વધુની વસતિને ભાજપા સરકાર તરફથી આનાથી મોટી દિવાળી ભેંટ શું હોઇ શકે?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તા.12 નવેમ્બર 2020ના રોજ એક મહત્વનો પરિપત્ર જારી કરીને એવો નિર્દેશ કર્યો છે કે 20 હિન્દુ પેટાજ્ઞાતિઓ અને 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓ મળીને કુલ 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવી છે. હવે આ નવી ઉમેરાયેલી જ્ઞાતિઓના યુવક-યુવતિઓને ગુજરાત સરકારના બિન અનામત આયોગ સંચાલિત જુદી જુદી અભ્યાસ તેમજ અર્થોપાર્જન યોજનાઓનો લાભ મળતો થશે.
આ પહેલા ગુજરાત સરકારે જ્યારે બિનઅનામત જ્ઞાતિ આયોગની રચના કરી હતી ત્યારે કુલ 69 જ્ઞાતિઓને સમાવવામાં આવી હતી. બાદમાં જુદી જુદી જ્ઞાતિઓના અરજદારો તરફથી મળેલી રજૂઆતો બાદ ફરી વખત તેમાં તા.12મી નવેમ્બર 2020ના રોજ વધુ 32 જ્ઞાતિઓ ઉમેરવામાં આવી છે. હવે કુલ 101 જ્ઞાતિઓ બિનઅનામત જ્ઞાતિ આયોગની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવી શકશે.
બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ હિન્દુ પેટા જ્ઞાતિઓ
- હિંદુ વાલમ બ્રાહ્મણ
- ખંડેલવાલ
- મોઢવણિક
- મોઢ વાણિયા
- ખેડાવાળ બ્રાહ્મણ
- બાજ ખેડાવાળ બ્રાહ્મણ
- સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
- જેઠી મલ્લ , જેષ્ઠિ મલ્લ , જયેષ્ઠિ મલ્લ
- પુરબીયા રાજપુત ક્ષત્રિય
- હિંદુ આરેઠિયા
- વાવિયા
- હિંદુ મહેતા
- મોરબીયા
- જોબનપુત્રા
- પુરોહિત, રાજપુરોહિત
- મારુ રાજપુત
- અમદાવાદ રાવત (રાજપુત)
મુસ્લિમ જ્ઞાતિઓ
- કુરેશી મુસ્લિમ
- સુન્ની મુસલમાન
- વ્હોરા પટેલ
- સુન્ની મુસલમાન
- ખેડવાયા મુસલિમ
- મુસ્લિમ ખત્રી
- બુખારી
- મોમીન સુથાર
- મોમીન
- સુથાર મુમન
- મુસ્લિમ રાઉમા મુસ્લિમ રાયમા
- મુસ્લિમ વેપારી
બિન અનામત વર્ગ માટે ગુજરાત સરકાર આટલી યોજનાઓ ચલાવી રહી છે

દસ લાખ ઉપરાંતની વસતિને આનાથી મોટી દિવાળી ગીફ્ટ શું હોઇ શકે
ગુજરાત સરકારે 32 જ્ઞાતિઓને બિન અનામત વર્ગમાં મૂકી છે. આ જ્ઞાતિઓની કુલ વસતિ અંદાજે 10 લાખથી વધુની થવા જાય છે. આ જ્ઞાતિઓ માટે દિવાળીથી મોટી ગીફ્ટ શું હોઇ શકે. બીજી તરફ એ પણ બાબત નોંધપાત્ર છે કે ભાજપા મુસ્લિમ વિરોધી પાર્ટી તરીકે જે બદનામી તેના વિરોધીઓ દ્વારા કરવામાં આવી છે તેનાથી વિપરીત ગુજરાતમાં ભાજપા સરકારે નવી 12 મુસ્લિમ પેટાજ્ઞાતિઓને બિન અનામત વર્ગ કેટેગરીમાં સમાવેશ કર્યો છે અને એ પણ તેની કોઇ ગાઇ વગાડીને જાહેરાત કર્યા વગર.
પેટા ચૂંટણી પછી અને જોરશોર વગર ચૂપકેથી આ નિર્ણય જાહેર કરી દેવાયો
સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતની ભાજપા સરકાર માટે આ પ્રક્રિયા એક ક્રેડિટ કેસ તરીકે માઇલેજ અપાવી શકે તેવી છે. આમ છતાં ગુજરાત સરકારે પેટાચૂંટણીઓ પછી જાહેરાત કરી છે અને એ પણ કોઇપણ પ્રકારની જોરશોરથી જાહેરાત કર્યા વગર ચૂપકેથી.
અમારા તરફથી સી.આઇ.એ. લાઇના એક્ઝીક્યુટિવ એડિટર જયેશ બ્રહ્મભટ્ટે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારને સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે બધી ડિટેઇલ આવે એટલે તમને કહું છું પરંતુ, તેમનો કોલ આવ્યો નથી.





























