CIA ALERT

વાયરલ Archives - Page 18 of 67 - CIA Live

November 15, 2021
t20_world.jpg
1min230

ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં  બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.   

November 14, 2021
t20_world.jpg
1min247

દુબઈ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની આજે 14/11/21 રમાનારી ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. 

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની ટીમે જે રીતે સેમિફાઈનલમાં તેમની પ્રતિસ્પર્ધી ટીમ સામે મૅચ જીતી હતી તે જોતા ફાઈનલમાં પણ નાટ્યાત્મક અંત જોવા મળે તેવી શક્યતા છે. વન ડેમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આશ્ર્ચર્યજનક રીતે ટી-૨૦માં હજુ સુધી એક પણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની શક્યું નથી. 

બીજી તરફ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલૅન્ડનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે અને કૅન વિલિયમ્સનના નેતૃત્વ હેઠળ ટીમ ખીલી ઊઠી છે. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલી જ વાર ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે અને જો તે આ વર્લ્ડકપ જીતશે તો તેમના માટે આ અસાધારણ સિદ્ધિ હશે. જોકે, ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહેશે. સૌથી સારું બૉલિંગ આક્રમણ ધરાવતી ન્યૂ ઝીલૅન્ડની ટીમે સેમિફાઈનલમાં સુંદર બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની ટીમ: 
આરોન ફિન્ચ (કૅપ્ટન), ઍશ્ટોન અગર, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ, જૉશ ઈન્ગલીશ, મિશૅલ માર્શ, ગ્લૅન મૅક્સવેલ, કૅન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશૅલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઈનિસ, 
મિશૅલ સ્વેપસન, મૅથ્યુ વૅડ (વિ.કી.), ડૅવિડ વૉર્નર, આદમ ઝમ્પા. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), ટૉડ ઍસ્લે, ટ્રૅન્ટ બૉલ્ટ, માર્ક ચૅપમેન, આદમ મિલ્ને, માર્ટિન ગપ્તીલ, કાયલે જૅમિસન, ડૅરિલ મિશૅલ, જિમી નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સાન્ટનર, ટીમ સૅફર્ટ (વિ,કી.), ઈશ સોઢી, ટીમ સાઉધી.

November 7, 2021
t20_world.jpg
1min259

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 4, 2021
rahul-dravid.jpg
1min313

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.  

November 3, 2021
cia_multi-1280x1045.jpg
1min1109

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્સીસ દ્વારા ધો.12 પછી મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટસ હાથવગા રાખવા પડશે તેની વિગતો પ્રકાશિત કરી છે.

એક મહત્વના મુદ્દા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જેમનો જન્મ ગુજરાતમાં થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની કોઇ જ જરૂરીયાત નથી. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ડોમિસાઇલ કઢાવવા માટે ધક્કા ખાય રહ્યા છે. તેમણે આ બાબત ધ્યાનમાં લેવી.

નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ હાથવગા રાખવા.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min562

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

November 1, 2021
t20_world.jpg
1min284

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

October 31, 2021
t20_world.jpg
1min745

ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.

ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.

ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું. 

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.

વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે. 

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min454

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes. 

October 30, 2021
t20_world.jpg
1min225

આઇસીસી ટી-20 વિશ્વ કપના ગ્રુપ વનના શનિવારના મેચમાં બે પરંપરાગત હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ મુકાબલો રોચક અને રસાકસીભર્યોં બની રહેશે, કારણ આ બન્ને ટીમ તેમના પહેલા બે મેચ જીત ચૂકી છે.

ગ્રુપ-વન ગ્રુપ ઓફ ડેથ છે. આ મુશ્કેલ ગ્રુપમાં આ મેચની વિજેતા ટીમની સેમિ ફાઇનલની રાહ નક્કી થઇ જશે અને ગ્રુપ પર વર્ચસ્વ પણ મેળવી લેશે. ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા મેચમાં સંઘર્ષ બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી, બીજા મેચમાં શ્રીલંકા સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી.

શ્રીલંકા વિરૂધ્ધના આ મેચમાં કાંગારૂ ટીમ માટે સકારાત્મક વાત એ રહી હતી કે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સ્ટાર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચે ફોર્મમાં વાપસી કરી હતી.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગલાદેશ સામે મોટી જીત મેળવીને હવે મજબૂત હરીફનો સામનો કરવા તૈયાર છે. પહેલા બે મેચમાં તેમની જીત આસાન રહી હતી, પણ ઓસિ. વિરૂધ્ધ આકરો પડકાર નક્કી છે. ઇંગ્લેન્ડ માટે મોઇન અલી હુકમનો એક્કો બની રહ્યો છે. તેને બે મેચમાં 4 વિકેટ લીધી છે. ઝડપી બોલર ટાઇમન મિલ્સે પ્રભાવિત કર્યાં છે. આ ઉપરાંત શનિવારના મેચમાં આદિલ રશીદ કાંગારૂ બેટધરોને તેની સ્પિન જાળમાં ફસાવી શકે છે.

જો કે ઈંગ્લેન્ડના બેટસમેનોની પણ કાંગારૂ પેસ બેટરી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે અગ્નિપરીક્ષા થશે. ઇંગ્લીશ કપ્તાન ઇયોન મોર્ગનના બેટિંગ પ્રદર્શન પર પણ આ મેચમાં સહુની નજર રહેશે. વિશ્વ કપના અગાઉના મેચોની જેમ આ મુકાબલામાં પણ ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.