CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 32 of 41 - CIA Live

February 27, 2019
bharat_k_veer1-1280x720.jpg
3min12490

ભારતની રક્ષા કાજે પોતાના જીવ ન્યોછાવર કરી દેતા શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની બાબતમાં ભારતીયો હરહંમેશ ઉદારતા દાખવતા હોય છે. 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર સૈનિકોના પરિવારજનોને જ્યારે મદદની વાત આવી ત્યારે પણ ભારતીયોએ એટલા ઉત્સાહ અને તત્પરતાથી દરેક શહીદોના બેંક અકાઉન્ટ છલકાવી દીધા કે ખુદ શહીદોના પરિવારજનો માટે ફંડિંગ મેનેજમેન્ટ કરતી ભારત કે વીર વેબસાઇટના સંચાલકોએ લખવું પડ્યું કે શહીદોના પરિવારજનોના બેંક અકાઉન્ટમાં મેક્સીમમ લિમીટની રકમ પહોંચી ચૂકી છે હવે જે દાન ભારત કે વીર વેબસાઇટ મારફતે મળી રહ્યું છે તે ભારત કે વીર કોર્પસ ફંડસમાંં જશે અને આ રકમ પણ શહીદોના પરિવારજનોના કલ્યાણાર્થે જ ઉપયોગમાં લેવાશે.

ભારતીયો દ્વારા આપવામાં આવતું દાન ભારતની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવી દેનારા વીર શહીદ સૈનિકોના પરિવારજનોના સીધા જ બેંક અકાઉન્ટમાં જમા થાય તેવું વ્યવસ્થા તંત્ર ભારત કે વીર નામની વેબસાઇટ તેમજ એપ્લિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. કોઇપણ ભારતીય વિશ્વના કોઇપણ છેડેથી ઓનલાઇન આર્થિક સહાય સીધી જ જે તે શહીદના પરિવારજનોને https://bharatkeveer.gov.in મારફતે કે તેની એપ્લિકેશન મારફતે જમા કરાવી શકતા હતા.

પરંતુ, ભારત કે વીર https://bharatkeveer.gov.in વેબસાઇટ પર હવે સીધા જ શહીદ પરિવારોના બેંક અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ જમા કરવાની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. વેબસાઇટ સંચાલકોએ વેબસાઇટ પર લખ્યું છે કે શહીદોના પરિવારજનો સુધી દાનની મહત્તમ લિમીટ સુધીની રકમ જમા થઇ ચૂકી છે. હવે ભારતીયો જે દાન આપી રહ્યા છે તે ભારત કે વીર કોર્પસ ફંડ Bharat Ke Veer Corpus Fund માં જમા થશે.

ભારત કે વીર https://bharatkeveer.gov.in  વેબસાઇટ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

એવી જ રીતે ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન પર પણ આ પ્રકારે સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ભારત કે વીર વેબસાઇટ પર ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનને આ મુજબના ફોર્સીસના શહીદ સૈનિકોના પરિવારજનોમાં વિતરીત કરવામાં આવે છે.

The CAPFs are armed forces under the Ministry of Home Affairs and comprise of the following forces :

  1. Assam Rifles (AR) engaged in border guarding along Indo-Myanmar border, as well as in counter insurgency operations in the North East.
  2. Border Security Force (BSF) guards Indias borders with Pakistan and Bangladesh, and are also deployed for anti insurgency operations.
  3. Central Industrial Security Force (CISF)provides security to the key sectors including Airports, Metro systems, important industries in the public and private Sector, heritage monuments, Government buildings and security to protected persons.
  4. Central Reserve Police Force (CRPF) is the primary force for internal secruity including anti naxal operations, counter insurgency duties in J&K and North East, and Law & Order problems.
  5. Indo-Tibetan Border Police (ITBP) guards Indias borders with China. Specially trained to operate in high altitude mountainous terrain, it is also engaged in internal security duties from time to time.
  6. National Disaster Response Force (NDRF) is for specialized response to natural and man-made disasters, saving lives and livelihood and prepares communities in disaster resilience and disaster risk reduction.
  7. National Security Guard (NSG)is a Special Force mandated to conduct counter-terrorist, counter-hijack, and hostage-rescue operations as well as provide `mobile security to designated protectees.
  8. Sashastra Seema Bal (SSB)with the motto of “Service Security Brotherhood” is primarily mandated to guard Indias borders with Nepal and Bhutan. The force is also performing internal security duties and is deployed to deal with LWE / Counter-insurgency in many states.
February 25, 2019
tapi1-1280x720.jpg
1min15750
  • તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
  • ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
  • લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
  • મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
  • ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.

તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.

February 19, 2019
suratairport1.jpg
2min15130

સુરત એરપોર્ટ પરથી હવે દેશના અન્ય ભાગોને જોડતી એટલી બધી ફ્લાઇટ્સ આવવા માંડી છે કે કઇ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને ક્યારે ઉપડે છે તે અંગે પણ મુલાકાતીઓ, સુરતના લોકોને ગૂંચવાડો થવા માંડ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ હવે નિયમિત રીતે સુરત એરપોર્ટની ફ્લાઇટ્સના શિડ્યુલની સત્તાવાર માહિતી રજૂ કરશે. અહીં અમે સુરત એરપોર્ટરથી ઉપડી અને આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેમજ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સુરત શારજાહની ફ્લાઇટના સત્તાવાર ટાઇમ ટેબલ રજૂ કર્યા છે.

સુરત એરપોર્ટ પરથી ઉપડતી ડોમેસ્ટીક ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019
Flight Schedule - Domestic Departures

Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

સુરત એરપોર્ટ પર દેશના વિવિધ એરપોર્ટસ પરથી આવતી ફ્લાઇટ્સનું સમયપત્રક

Domestic Arrivals

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February, 2019

Flight Schedule - Domestic Arrivals
Surat International Airport – Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

International Departures

Winter Schedule – Effective from 28th October 2018 to 30th March 2019

Updated on 1st February,2019

Surat International Airport - International Departure Schedule

Surat International Airport [STV] – Direct & Connecting International Departures

NOTE:

The above Time Table has been compiled based on Flight Schedules published by the Airlines, as required of a Scheduled Operator.

Please note despite of a detailed schedule announced weeks in advance, intermittent changes are very likely to happen & it is subject to changes as per the Airlines and approvals by the Regulatory Authority

February 17, 2019
b1.jpg
2min5610
  • માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ધ્યેય સાથે હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ મેરેથોન દોડમાં ઉમટી પડ્યા
  • સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડમાં ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અટકાવવા અંગે લોકોને જાગૃત્ત કરાયા
  • હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કર્યું
  • બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા

લોખંડી પુરૂષ સરદાર પટેલની કર્મભૂમિ એવું બારડોલી શહેર વહેલી સવારે ‘રન ફોર સેફ લાઈફ’ની થીમ પર આયોજિત હાફ મેરેથોનના રંગે રંગાયું હતું. સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા આયોજિત હાફ મેરેથોન દોડને સ્વરાજ આશ્રમથી મેરેથોનને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવાના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલી હાફ મેરેથોનમાં હજારો બારડોલીવાસીઓ દોડવા માટે ઉમટી પડ્યા હતા. મેરેથોનમાં બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ અને અભિનેતા ચંકી પાંડે તેમજ ગ્રાન્ડમાસ્ટર શિફૂજીએ વિશેષ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. હજારો પ્રેક્ષકોએ ડી.જે. સંગીતના તાલે દોડવીરોને ચિયરઅપ કરી મેરેથોનનો નજારો માણ્યો હતો.

૦૫ કિ.મી., ૧૦ કી. કિ.મી, અને ૨૧ કિ.મી.એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજીત હાફ મેરેથોન દોડના રૂટમાં બારડોલી ટાઉન અને બારડોલી સીટીની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો.

સુરત ગ્રામ્ય પોલિસ દ્વારા ટ્રાફિક નિયમ જાગૃત્તિ અને રોડ અકસ્માતો અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.મુનિયા દ્વારા પોલીસ મહાનિરીક્ષક, (સુરત વિભાગ) ડૉ.રાજકુમાર પાંડીયનના માર્ગદર્શનમાં ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. રનર્સને આવકારવા માટે મેરેથોન રૂટને સુંદર સુશોભિત વેલકેમ ગેટથી સુસજ્જ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગ પૂર્વે કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ દોડવીરો અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી માટે શપથ લેવડાવ્યા હતા.

February 11, 2019
tv_reviews.jpg
1min3980
  • 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરી
  • 6.5 કરોડ કેબલ ટીવી અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો નવી વ્યવસ્થામાં જોડાયા
Widescreen high definition TV screen with video gallery.

 

દૂરસંચાર નિયામક ટ્રાઈના કહેવા પ્રમાણે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને ડીટીએચ ગ્રાહક પોતાને ગમતી ચેનલ પસંદ કરીને નવી વ્યવસ્થામાં જોડાઈ ગયા છે. જેમાં’ 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. ઉપભોક્તાઓને કોઈપણ જાતની પરેશાની ન પડે તે માટે ટ્રાઈ સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માના કહેવા પ્રમાણે સામે આવી રહેલા આંકડા પ્રમાણે’ નવી વ્યવસ્થામાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને આશા છે કે બાકી રહેલા લોકો પણ પોતાની પસંદગીની ચેનલ મેળવી લેશે. શર્માના કહેવા પ્રમાણે જે 9 કરોડ લોકોએ મનગમતી ચેનલ પસંદ કરી છે. તેમાં 6.5 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકનો સમાવેશ થાય છે. શર્માએ ઉમેર્યું હતું કે, કુલ 17 કરોડ ગ્રાહકોમાંથી 9 કરોડે ઓપરેટર પાસે પસંદગીની ચેનલ માટે નોંધણી કરાવી છે. જે મોટી સંખ્યા છે.

શર્માએ ભાર દેતાં કહ્યું હતું કે, જ્યાં પણ જરૂર પડે ત્યાં ઓપરેટરોની મદદ કરવામાં આવી રહી છે અને દિશાનિર્દેશ થઈ રહ્યા છે. આટલું જ નહી મુશ્કેલીઓના નિરાકરણ માટે નિયમિત રૂપે બેઠકો પણ થઈ રહી છે. આગામી સમયમાં નિયમકની ગ્રાહકો સુધીની પહોંચ વધારવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની પણ યોજના છે. જેમાં સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, વિજ્ઞાપન અને અન્ય કાર્યક્રમો થકી અભિયાન ચલાવવામાં આવશે.’

February 9, 2019
mba-1280x725.png
1min3620

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનારને સીધો ₹20 લાખનો વાર્ષિક પગાર મળવાનું સામાન્ય થઈ ગયું છે. અગાઉ માત્ર ટોપ-3 બિઝનેસ સ્કૂલ્સના ગ્રેજ્યુએટ્સને જ ઊંચો પગાર મળતો હતો.

  • મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ,
  • IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી)
  • ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈ

આ વખતની પ્લેસમેન્ટ સીઝનમાં ઓછામાં ઓછી ચાર બિઝનેસ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પહેલી વખત સરેરાશ વાર્ષિક ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે. જેમાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI) ગુડગાંવ, IIM કોઝિકોડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (દિલ્હી) અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS), મુંબઈનો સમાવેશ થાય છે.

પ્લેસમેન્ટના આંકડા જણાવે છે કે, કંપનીઓ ટોપ ટેલેન્ટ માટે મંદ બજારમાં પણ મોટો ખર્ચ કરવા તૈયાર છે. ઓનલાઇન એસેસમેન્ટ પ્લેટફોર્મ Mettlના કેમ્પસ સેલરી હાયરિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ 2018ના અહેવાલ મુજબ ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે છે.

ભારતમાં મેનેજમેન્ટ સ્નાતકોને સરેરાશ વાર્ષિક ₹9.3 લાખનો પગાર મળે

શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ

ડેટામાં પ્રથમ હરોળનાં શહેરોની 31 અને બીજી હરોળનાં શહેરોની 49 બિઝનેસ સ્કૂલ્સનો સમાવેશ કરાયો છે. પ્રથમ હરોળનાં શહેરોની કોલેજોનો સરેરાશ પગાર ₹15.38 લાખ અને બીજી હરોળનાં શહેરોનો પગાર ₹5.34 લાખ રહ્યો છે.

સ્ટાર્ટ-અપ્સથી માંડી ટોપ કન્સલ્ટન્ટ્સ અને મલ્ટિનેશનલ્સ ઉત્કૃષ્ટ ટેલેન્ટની પાછળ દોડે છે. દરેક કંપની સમાન ટેલેન્ટની આશા રાખે છે અને અમુક લાયકાતવાળી ટેલેન્ટ માટે ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ્સના સ્નાતકોને હંમેશા પ્રીમિયમ સેલરી મળે છે.

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર

અમદાવાદ, બેંગલુરુ અને કલકાતા IIMના મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સને 2018માં સરેરાશ ₹22.7-24.4 લાખનો પગાર મળ્યો હતો. જોબ માર્કેટની સ્થિતિ બહુ સારી ન હોય ત્યારે પણ ટોચની બિઝનેસ સ્કૂલ્સના સ્નાતકોને ખાસ અસર થતી નથી અથવા ઓછી અસર થાય છે.

ચાલુ વર્ષે જે ઇન્સ્ટિટ્યૂટ્સે સરેરાશ ₹20 લાખના પગારનો આંકડો વટાવ્યો છે તેમાં આ રકમના પેકેજ ચૂકવતી કંપનીઓમાં 20-25 ટકા વધારો નોંધાયો છે. જેમ કે, MDI ગુડગાંવ ખાતે ચાલુ વર્ષે 55 કંપનીએ ₹20 લાખ કે વધુનો પગાર ચૂકવ્યો છે, જે આંકડો ગયા વર્ષે 46 હતો.

TISS મુંબઈમાં આવી કંપનીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 25 ટકા વધી છે. IIFT દિલ્હીમાં વાર્ષિક ₹20 લાખથી ઊંચો પગાર આપનારી કંપનીઓની સંખ્યા આ વખતે વધીને 48 થઈ છે, જે ગયા વર્ષે 27 હતી. IIFTના કોર્પોરેટ અને પ્લેસમેન્ટ એડ્વાઇઝર હરકિરત સિંઘે જણાવ્યું હતું કે, “આ બ્રેકેટમાં ઓફર્સની સંખ્યા 2016-’18ના 87થી 54 ટકા ઊછળી 134 થઈ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ વર્ષે સરેરાશ પગારનો આંકડો ₹20.07 લાખે પહોંચ્યો છે.

કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર ₹20 લાખથી વધુનો વાર્ષિક પગાર ચૂકવતી કંપનીઓમાં એરટેલ, એમેઝોન, એશિયન પેઇન્ટ્સ, એવેન્ડસ, બજાજ ઓટો, સિટીબેન્ક, કોલગેટ પામોલિવ, ડેલ EMC, ડેલોઇટ ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ITC, લોઢા ગ્રૂપ, લો’રિયાલ, M&M, મેરિકો, નેસ્લે, રેકિટ બેન્કાઇઝર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેમસંગ R&D, ઓયો રૂમ્સ, રિવિગો, સ્વિગી, TAS અને ઉબર જેવી કંપનીઓ સામેલ છે.

February 5, 2019
a2-1280x853.jpg
1min11110

અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)

આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.

  • ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે મેં ગનદેવીનો ગલો
  • ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન
  • સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી
  • હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે

ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.

અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.

February 5, 2019
facebook.jpeg
8min12820

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 15 વર્ષ પહેલા કોલેજના દોસ્તો સાથે સંપર્કમાં રહી શકાય એ માટે નેટવર્ક સ્થાપ્યું હતું, આજે 232 કરોડ લોકો ફેસબુકના બંધાણી થઇ ગયા છે, વિશ્વમાં સૌથી શક્તિશાળી માધ્યમ બન્યું છે ફેસબુક

(ફાઇલ ફોટો)

દુનિયાભરમાં 232 કરોડ યુઝરવાળી ફેસબુક (એફબી)એ સોમવારે, તા.4 ફેબ્રુઆરી 2019ના રોજ 15 વર્ષ પૂરાં કરી લીઘા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પોતાની કોલેજના શરૂઆતી દિવસો દરમિયાન સ્ટુડન્ટ્સના નેટવર્કિંગ માટે ફેસબુક સોફ્ટવેયર બનાવ્યો હતો, જે ધીમે ધીમે એટલો પ્રચલિત બની ગયો કે આજે માધ્યમની કુલ કિંમત રૂ. 34 લાખ કરોડ રૂપિયાની કંપની છે.

ફેસબુકના લોન્ચિંગના 2 વર્ષ પછી યાહૂએ તેને 7100 કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ એફબીના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગને લાગ્યું કે યાહુએ વેલ્યુ ઓછી આંકી છે, એટલે ડીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફેસબુકની હાલની વેલ્યુ આજે યાહૂની પેરેન્ટ કંપની વેરિઝોન કોમ્યુનિકેશન્સ કરતા બેગણ છે. વેરિઝોનની માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયા છે. તેણે 2017માં યાહૂને 34,080 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

  • દુનિયામાં ટાઇમ પાસિંગનું એવું માધ્યમ બન્યું કે લોકો એકલા એકલા કલાકો ફેસબુક પર વિતાવી રહ્યા છે
  • દુનિયામાં ગ્રીટ (શુભેચ્છા) આપવા માટેનું સૌથી સસ્તું માધ્યમ અને હાથવગું માધ્યમ બન્યું
  • 100 કરોડથી વધુ લોકો ફેસબુકના માધ્યમથી રૂપિયા કમાઇ રહ્યા છે
  • ઓછામાં ઓછા 10 કરોડથી વધુ લોકોને ફેસબુકએ જીવન સાથી અપાવવામાં મદદ કરી

Daily Active Users

  • 1 280 Million
  • Outside USA 85 %

Monthly Active Users

  • All Users 1 940 Million
  • Mobile Users 92 %

Facebook Pages Stats in India

1
country image

Narendra Modi INDIA

Total Fans

43 393 618

2
country image

Priyanka Chopra INDIA

40 027 879
3
country image

Virat Kohli INDIA

37 207 026
4
country image

Salman Khan INDIA

36 375 827
5
country image

Deepika Padukone INDIA

34 347 644
6
country image

Amitabh Bachchan INDIA

30 363 059
7
country image

Laughing Colours INDIA

29 851 644
8
country image

Yo! Yo! Honey Singh INDIA

29 741 941
9
country image

Shah Rukh Khan INDIA

29 522 954
10
country image

Indian Cricket Team INDIA

28 852 099

 

February 4, 2019
bus.gif
1min3300

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.

February 3, 2019
sunday.png
1min29120

અઠવાડીયામાં 7 દિવસ હોય છે પણ રવિવારે જ ભારતમાં કેમ રજાનો દિવસ હોય છે, એ અંગે મોટેરાઓને ભલે વિચાર ન આવતા હોય પરંતુ, નાના, શાળાએ જતા બાળકોને આ પ્રશ્ન જરૂર થાય છે અને તેઓ જેને આ અંગે પૂછતા હોય છે એવા મોટેરાઓ પાસે આનો જવાબ હોતો નથી. હકીકતમાં રવિવારે રજા રાખવાની પરંપરા શરૂ થવા પાછળના ઐતિહાસિક કારણો બહુ જ રસપ્રદ છે અને કોઇપણ વ્યક્તિએ આ ઇતિહાસ જાણવો જોઇએ.

હકીકતમાં 1843માં ભારતમાં રવિવારે રજા આપવાની પ્રથા શરૂ થઇ હતી. અંગ્રેજ શાસકો પોતે રવિવારના દિવસે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જતા હતા પરંતુ, ભારતીય મજદૂરો પાસે રવિવારે પણ કામ કરાવતા હતા, એ સમયે અંગ્રેજ શાસકોને ભારતીય આગેવાનોએ રજૂઆતો કરીને રવિવારના દિવસે રજા રાખવા માટે અપીલ કરી હતી. એ પછીથી અંગ્રેજોએ ભારતમાં 6 ડે વર્કિંગ પરંપરા શરૂ કરી હતી જે આજે પણ અકબંધ છે.

Sunday officially became an off day since 1843 . It took the British government a decade long on making Sunday an official holiday in India as was the case in Britain. The story behind it is – According to Christianity God created the world in 6 days and on the 7th day he took rest i.e. Sunday .