CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 33 of 41 - CIA Live

February 2, 2019
unnati.png
1min6450

પુસ્તકોમાં રહેલું જ્ઞાન કલ્પના સમું હોય છે, બાળકો જ્યાં સુધી એ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા નહીં શીખે ત્યાં સુધી એ જ્ઞાન ફક્ત પુસ્તકિયું જ્ઞાન બની રહે છે. પુસ્તકોમાં રહેલા જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ નહીં કરી શકવાના કારણે જ આજે મોટી મોટી ડિગ્રીધારકો નોકરી વિહોણા રહી જાય છે. આ ભેદ પારખી ગયેલા સુરતના ઉમરા ખાતે આવેલી ઉન્નતી ઇંગ્લિશ એકેડમીના શ્રી નવીનભાઇ ઉમરીગર અને તેમની ટીમે પ્રી-પ્રાઇમરી એજ્યુકેશનથી જ બાળકોને બુક્સમાં રહેલા નોલેજનો વ્યવહારુ ઉપયોગ અને તેના વપરાશનું રિયાલિટી ભરેલું શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. તા.2 ફેબ્રુઆરી 2019ને શનિવારે ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના યોજાયેલા એજ્યુકેશનલ કમ જનરલ અવેરનેસ એક્ઝિબિશન બાળકોએ બુક્સમાં રહેલા ઇમેજિનેશન્સને રિયાલિટીમાં કન્વર્ટ કરી દેખાડયા હતા.

ઉમરા સ્થિત ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી ખાતે યોજાયેલા એજ્યુકેશનલ કમ જનલર અવેરનેસ એક્ઝિબિશનનું ઉદઘાટન સંસ્થાના ટ્રસ્ટી અને જાણીતા નાટ્યવિદ શ્રી યઝદી કરંજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ઉન્નતી એકેડેમીના બાળભવનથી શરૂ કરીને ધો.6 સુધીના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દૈનિક જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ, જીવન ચક્ર સાથે સંકળાયેલી તમામ બાબતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેનું ડિસપ્લે કરીને મુલાકાતીઓને અચંબામાં મૂકી દીધા હતા. તદુપરાંત વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકોમાં નિર્દેશિત વિવિધ પ્રકારના નમૂનાઓ, સેલ્ફ સ્ટડી માટેના મોડેલ, ટ્રાફિક અવેરનેસ પ્રોજેક્ટ, કરીયર ગાઇડન્સ માટેની માહિતીઓ રજૂ કરી હતી.

બાળભવનના બાળકોની કૌશલ્ય કલાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એવી જ રીતે યોગ અને આયુર્વેદિક ટેકનિક્સ, ભારતના રાજ્યોની લોકસંસ્કૃતિ, ગુજરાતના તમામ જિલ્લાઓની માહિતી, જાણીતા સ્થળોનું ડિસ્પ્લે, પ્રાથમિક વિભાગના બાળકોએ વિજ્ઞાનના નિયમો આધારિત પ્રયોગોના વર્કિંગ મોડેલ રજૂ કરીને એક ખરા અર્થમાં નોલેજ કાર્નિવલને સાકાર કર્યો હતો.

January 31, 2019
voterlist1-1280x720.jpg
1min7400

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણીની નવી મતદાર યાદી જાહેર

ગુજરાતમાં 26 બેઠકો માટે યોજાનાર લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યની નવી મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 4 કરોડને 47 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ પહેલાની યાદી કરતા આ વર્ષે અગાઉની યાદી કરતા અંદાજે નવા સાત લાખ મતદારોનો વધારો નોંધાયો છે.

2019ની ચૂંટણી પહેલાંની આખરી મતદાન યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ પહેલા સુધી મતદાર યાદીમાં સુધારા કરી શકાશે. દરેક મતદારો પોતાની મતદાન યાદીમાં ઓનલાઇન પોતાનું નામ ચૅક કરી શકશે. વેબસાઈટ, ટોલ ફ્રી નંબર તેમજ મતદાર નોંધણી કચેરી ઉપર ચેક કરી શકાશે. ૧૯૫૦ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પાર મતદાન યાદી ચકાસી શકાશે. મતદાર યાદીમાં નામ ન હોય તો 6 નંબર નું ફોર્મ ભરી નામ ઉમેરી શકાશે.

– મતદાન યાદીમાં કુલ 4 કરોડ 47 લાખ મતદારો
– કુલ મતદારો પૈકી 2 કરોડ 32 લાખ પુરુષ અને 2 કરોડ 14 લાખ મહિલાઓ સામેલ
– થર્ડ જેન્ડરના 1053 મતદારો નોંધાયા
– કુલ 51709 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
– 8 લાખ યુવા મતદારો પહેલીવાર પોતાના મતનો ઉપયોગ કરશે
– જે લોકો મૃત્યુ પામ્યા હોય અને શિફ્ટ થયા હોય એની સંખ્યા ૩૧ હજાર
-1૦૦ વર્ષથી વધુ ઉમરનાં લગભગ 1૦૦ જેટલા મતદારો.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 જાન્યુઆરીએ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી. જોકે ચૂંટણી પંચ દ્વારા આ તારીખ 31મી જાન્યુઆરી સુધી આવી છે. જે મુજબ આજે યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંપૂર્ણ રીતે ચાલી રહી છે અને આખરી તબક્કામાં પહોંચી છે. નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી ફેબ્રુઆરી મહિનામાં પૂરી કરી દેવામાં આવશે. ચૂંટણીપંચના જોઈન્ટ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે, 4 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કુલ ચાર કરોડની 47 લાખ આંકડો છે. જેમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોની સંખ્યામાં આઠ લાખ જેટલો વધારો નોંધાયો છે. પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે એવો ઉત્સાહિત છે.

January 27, 2019
nano.jpg
2min5750
  • નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી
  • 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે
  • બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી
  • રતન ટાટાની ડ્રીમ કાર ‘ટાટા નેનો’ કે જે સૌથી સસ્તી ફેમિલી કાર તરીકે જગવિખ્યાત બની હતી તેનું ઉત્પાદન અને વેચાણ એપ્રિલ-2020થી અટકાવી દેવામાં આવશે.
(નેનો કાર)

નેનો સામે શરૂઆતથી જ વિધ્નો હતા

પશ્ચિમ બંગાળના સિંગુરમાં તીવ્ર વિરોધના પગલે ટાટા નેનોનો પ્લાન્ટ રિલોકેટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાને ‘વેલકમ’નો એસએમએસ કરીને રાતોરાત સાણંદમાં જમીન ફાળવી હતી તે નેનો અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહોતી અને હવે બીએસ-6ના નવા નિયમો આવી રહ્યા છે ત્યારે કંપની અન્ય કાર સાથે ટાટા નેનોને પણ અપગ્રેડ કરવાની યોજના ધરાવતી નથી તેથી એમ કહી શકાય કે એપ્રિલ-૨૦૨૦માં નવા નિયમો અમલી બનવા સાથે જ ટાટા નેનોનું ઉત્પાદન અને વેચાણ અટકી જશે.

ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગઇ તા.24મી જાન્યુઆરી 2019ના રોજ હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. જાન્યુઆરીમાં નવા સેફ્ટી નિયમો આવ્યા છે, એપ્રિલમાં વધુ કેટલાક નિયમો આવશે અને ઓક્ટોબરમાં નવા સેફ્ટી નિયમો આવશે અને 1 એપ્રિલ 2020થી બીએસ-6 અમલી બનશે, તેથી તમામ પ્રોડક્ટ્સ (બીએસ-૬ નિયમો)નું પાલન નહીં કરે અને અમે તમામ પ્રોડક્ટ્સને અપગ્રેડ કરવા માટે રોકાણ નહીં કરીએ અને નેનો તે પૈકીની એક છે.” બીએસ-૬ના અમલ બાદ ટાટાની અન્ય કેટલીક કારનું ઉત્પાદન પણ અટકી જશે એવો સંકેત તેમણે આપ્યો હતો.

ટુ-વ્હીલર પર મુસાફરી કરતાં ભારતનાં કુટુંબોને સલામત અને એફોર્ડેબલ વિકલ્પ આપવા માટે રતન ટાટાએ નેનોનું સ્વપ્ન જોયું હતું અને લગભગ ₹1 લાખમાં ૨૦૦૯માં આ એન્ટ્રી લેવલ કાર લોન્ચ કરી હતી પરંતુ ભારતીય ગ્રાહકોએ તેને ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. જૂન ૨૦૧૮માં માત્ર એક નેનો કાર બનાવવામાં આવી હતી.

બીએસ-6 વાહનો અંગે પરીકે જણાવ્યું હતું કે તે ઓટો કંપનીઓ માટે એક પડકાર છે કારણ કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ૧ એપ્રિલ ૨૦૨૦ બાદ બીએસ-૬ સિવાયનાં વાહનોના રજિસ્ટ્રેશનની પરવાનગી આપતી નથી.

ઉલ્લેખનીય છે કે ટાટા નેનો પ્લાન્ટનું આગમન ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં નિર્ણાયક સાબિત થયું છે. નેનો પ્લાન્ટ સાણંદમાં આવ્યા બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા સ્કૂટર્સ એન્ડ મોટરસાઇકલ્સ, સુઝુકી મોટર્સ જેવી ઓટો જાયન્ટ કંપનીઓ અને તેમને સંલગ્ન અનેક વેન્ડર્સ કંપનીઓ ગુજરાતમાં આવી હતી અને ગુજરાત ભારતનું નવું ઓટોમોબાઇલ હબ બન્યું છે.

ટાટા મોટર્સ હાલમાં સાણંદ પ્લાન્ટ ખાતે તેની લોકપ્રિય કાર ટિયાગો અને ટિગોરનું ઉત્પાદન કરે છે અને અહીં તેણે ઇલેક્ટ્રિક વાહનોનું પણ ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની હાલમાં 60 ટકા કાર માર્કેટમાં ઓપરેટ કરે છે અને 2021-’22 સુધીમાં નવી પ્રોડક્ટ્સ લોંચ કરીને 90 ટકા માર્કેટને આવરી લેશે.

What are Bharat Stage norms?
The Bharat Stage are standards instituted by the government to regulate emission of air pollutants from motor vehicles. The norms were introduced in 2000. With appropriate fuel and technology, they limit the release of air pollutants such as nitrogen oxides, carbon monoxide, hydrocarbons, particulate matter (PM) and sulphur oxides from vehicles using internal combustion engines. As the stage goes up, the control on emissions become stricter. Thus Bharat Stage VI norms are two stages ahead of the present Bharat Stage IV norms in regulating emissions. These norms are based on similar norms in Europe called Euro 4 and Euro 6.

Differences between two stages
The extent of sulphar is the major difference between Bharat Stage IV and Bharat Stage VI norms. BS-IV fuels contain 50 parts per million (ppm) sulphur, the BS-VI grade fuel only has 10 ppm sulphur. BS VI can bring PM in diesel cars down by 80 per cent . The new norms will bring down nitrogen oxides from diesel cars by 70 per cent and in petrol cars by 25 per cent. BS VI also make on-board diagnostics (OBD) mandatory for all vehicles. OBD device informs the vehicle owner or the repair technician how efficient the systems in the vehicle are.

January 26, 2019
liquor.jpg
1min6090
  • રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ
  • રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી
  • અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ
  • મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી
  • એક તરફ સરકારે દારુબંધીનો કડક અમલ ફક્ત અમીર, વીઆઇપી, ધનવાન લોકો પર કરાવ્યે રાખ્યો છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાના પરવાનાઓ પણ સરકાર ધડાધડ મંજૂર કરી રહી છે
લિકર શોપનો પ્રતિકાત્મક ફોટો

ગુજરાતમાં એક તરફ રૂપાણી સરકારે દારુબંધીનો કડક અમલ કરાવવાના બહાને ધનવાન ઘરના, ખાનદાન ઘરના, મોટા લોકો પર દારબંધીના કેસો ઠોકાવ્યા છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાની પરવાનગી પણ આ જ રૂપાણી સરકાર આપી રહી છે. દારુબંધીના મુદ્દે સરકારના બેવડા વલણો હોવાની હદ તો ત્યારે દેખાઇ રહી છે કે ગુજરાતમાં દારુબંધી જેના કારણે અત્યારપર્યંત અણનમ રહી છે એ પૂ.મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમના 500 મીટર વિસ્તારમાં બબ્બે સ્થળોએ સત્તાવાર રીતે દારુ વેચવા માટે નોટીફાઇડ લિકર શોપની મંજૂરી આપી દેવામાં આવી છે.

રાજ્યમાં એક તરફ દારુબંધીના કડક અમલના નામે પોલીસે રીતસર જુલ્મો કરવા માંડ્યા છે. પીધેલા પોલીસવાલાઓ જ દારુડીયા લોકોને પકડી પકડીને કેસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એવા લોકોની સામે પગલાં ભરવાની જગ્યાએ દારુ પીનારાઓને પકડી પકડીને પોલીસ મીર માર્યો હોય તેવો ડોળ કરી રહી છે. દારુબંધીના કડક અમલના નામે આજકાલ મહિલાઓને પાર્ટીઓમાંથી પકડી લાવીને પોલીસ મિડીયા માઇલેજ મેળવીને દારૂબંધીનું પ્રમોશન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. દેશી દારુ પીને રસ્તે રખડતા લોકો પર કોઇ દારુબંધી જોવા મળતી નથી. પોલીસ મથક કે પોલીસ સ્ટેશનની સામેથી લથડીયા ખાતા ખાતા પસાર થતા દારુડીયાઓ પોલીસ તંત્ર માટે કામના નથી. ફક્ત ધનવાન, જાણીતા, વીઆઇપી લોકો પર જ પોલીસ દારુબંધીનો અમલ કરાવી રહ્યાની ફરીયાદો ઉઠી છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે. દારૂના વેચાણ માટે હોટલમાં પરમીટ માટેની અરજીઓની સમીક્ષા કરતી હાઇ-પાવર કમિટી તેની આગામી મીટિંગમાં વધુ 12 હોટલોને કાયદેસર રીતે દારુ વેચવાના લાયસન્સ આપશે એમ મનાય છે. નશાબંધી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 15 હોટલો કે જેમણે લાયસન્સ માગ્યા છે તેમાં 10 નવી હોટલો એકલા અમદાવાદની છે.

ગુજરાતમાં ચાર નવી હોટલો કે જ્યાં દારુ વેચવાની સરકારે પરવાનગી આપી છે એ અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે હોટેલોને ઉદારતાથી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ છે.

માત્ર અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં શરાબનું વેચાણ કરતી હોટલોની સંખ્યા માત્ર પાંચ હતી. સરકારે સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શરાબ વેચતી હોટલોની સંખ્યા 13 થવા જાય છે.

January 24, 2019
railway-recruitment-board.jpg
1min6760

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતીય રેલ સૌથી મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરવા જઇ રહ્યું છે. લગભગ દરેક પ્રકારનો અભ્યાસ તેમજ સ્નાત્તક કે અન્ય ડિગ્રી ધારકોને ભારતીય રેલની નોકરી ઉપલબ્ધ બની શકશે. કેમકે ભારતીય રેલ ચાલુ કેલેન્ડર વર્ષમાં કમસે કમ 4 લાખ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

  • આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક
  • રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી
  • રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી
  • બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે
  • સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી

રેલ મંત્રી પીયૂષ ગોયલે બેરોજગારો માટે એક મોટું એલાન કર્યું છે. ગોયલના કહેવા અનુસાર ગત વર્ષે સરકારે દોઢ લાખ લોકોને નોકરીની તકો પ્રદાન કરી હતી અને આગામી બે વર્ષમાં સેવા નિવૃત્તિના કારણે ખાલી થનારી જગ્યા અને અન્ય સ્થાનો માટે કુલ મળીને 4 લાખ લોકોને નોકરીની તક રેલવે આપવા જઈ રહ્યું છે. રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યા માટે નોકરી બહાર પાડવામાં આવશે. રેલવેમાં અત્યારે 1.32 લાખ જગ્યા ખાલી પડી છે. બે વર્ષમાં 1 લાખ લોકો નિવૃત્ત થવાના છે. આમ કુલ મળીને બે વર્ષમાં રેલવે ચાર લાખ જેવી ભરતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2.30 લાખ નવા પદ માટે થનારી ભરતીમાં આર્થિક કમજોર ઉમેદવારોને 10 ટકા અનામતનો લાભ પણ આપવામાં આવનાર છે. આ ભરતી બે તબક્કામાં થશે. પહેલા ચરણમાં 1.31 લાખ પદો માટે જાહેરનામું બહાર પડશે. જે ફેબ્રુઆરી કે માર્ચમાં આવવાની સંભાવના છે. જ્યારે બીજા તબક્કામાં 99 હજાર પદો ઉપર ભરતી થશે. તેનાં માટે મે-જૂન 2020માં નોટીફિકેશ જારી કરવામાં આવશે.

January 23, 2019
gpsc_logo.jpg
1min25820

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષ 2019 દરમિયાન ગુજરાત સરકાર માટે જુદા જુદા સંવર્ગ અને જુદા જુદા ખાતાઓ માટે કુલ 4500થી વધુ ક્લાસ વન, ક્લાસ ટુ અને ક્લાસ થ્રી વર્ગની પોસ્ટસ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન ધરાવે છે.

આજરોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેલેન્ડર વર્ષ 2019માં કઇ કઇ પરીક્ષાઓ હાથ ધરાવામાં આવશે તે અંગેની સઘળી વિગતો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ માટેની સઘળી વિગતો આ મુજબના કેલેન્ડર પરથી સરળતાથી જાણી શકાશે. લગભગ દરેકેદરેક ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતિઓ માટે આ ભરતી પ્રક્રિયાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માનવામાં આવી રહી છે. આવો જાણીએ જીપીએસસી કઇ કઇ પરીક્ષાઓ લેવાનું છે.

આ તમામ ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે અને રસ ધરાવતા યુવક યુવતિઓએ ઓજસ (ઓનલાઇન જોબ એપ્લિકેશન) જે ગુજરાત સરકારની વેબસાઇટ છે તેના પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે.

January 22, 2019
Auro-University-min1.jpg
4min6410

(તા.22 જાન્યુઆરી 2019ના રોજ ઑરો યુનિવર્સિટી ખાતે યોજાયેલી પ્રેસકોન્ફરન્સને સંબોધી રહેલા યુનિ.ના પ્રેસિડેન્ટ શ્રી હસમુખભાઇ રામા તેમજ અન્ય પદાધિકારીઓ)

ભવિષ્યની પેઢીને સંપૂર્ણ શિક્ષણ આપતી અને નેતૃત્વ માટે સજ્જ કરતી અગ્રિમ યુનિવર્સિટી બનવાનાં લક્ષ્ય સાથે હાલ યુ.એસ.એ. સ્થિત રામા પરિવાર દ્વારા વર્ષ 2011માં ઑરો યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. છેલ્લાં આઠ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા સેંકડો યુવાનોને તાલીમબદ્ધ કરીને કુશળ પ્રૉફેશનલ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. ઑરો યુનિવર્સિટીનું લક્ષ્ય શૈક્ષણિક જગત તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાનું છે.

ગત ડિસેમ્બર 2018માં જ ઑરો યુનિવર્સિટી યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) દ્વારા માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. ઑરો યુનિવર્સિટીના કાર્યોની વૈશ્વિક સ્વીકૃતિની સાથે સાથે યુજીસી દ્વારા મળેલી આ માન્યતાથી ઑરો યુનિવર્સિટીમાં ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાશે અને તેના માટે આર્થિક સહાય પણ મેળવી શકાશે.

  • ઑરો યુનિવર્સિટીની પ્રવર્તમાન પાંચ સ્કૂલ્સ –
  • બિઝનેસ સ્કુલ
  • હોસ્પિટાલિટી સ્કુલ
  • આઈટી સ્કુલ
  • લૉ સ્કુલ તેમજ
  • સ્કૂલ ઑફ ડીઝાઇન

2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ

વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશન

કાર્યરત છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2018-19માં સ્કૂલ ઑફ લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સિસ તથા સ્કૂલ ઑફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો પણ પ્રારંભ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2020 સુધીમાં સ્કૂલ ઑફ સાયન્સિસ અને સ્કૂલ ઑફ એજ્યુકેશનની શરૂઆત કરવાનું પણ ઑરો યુનિવર્સિટીનું આયોજન છે. ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. આ ઉપરાંત રૂરલ ઇમર્ઝન પ્રોગ્રામ સાથે નવા શૈક્ષણિક કેન્દ્રો પણ શરૂ કરવાનું આયોજન છે.

ટૂંક સમયમાં જ નવા શૈક્ષણિક કાર્યક્રમો જેવા કે માસ્ટર્સ ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, તથા ડેટા ઍનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ઇન્ટિગ્રલ યોગા વિષયમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે

યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેની નવી માળખાકીય સુવિધાઓ જેવી કે ક્લાસરૂમ્સ, હોસ્ટેલ, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ, વિદ્યાર્થી સુવિધા કેન્દ્ર તથા રમતગમત માટેની અદ્યતન સુવિધાઓનું નિર્માણ થશે.

સુરત શહેર અને સુરતવાસીઓ સાથે સાતત્યપૂર્ણ ઘનિષ્ઠતા કેળવવા માટે યુનિવર્સિટી આગામી સમયમાં પોતાના કેમ્પસમાં જ ‘શ્રી ઑરોબિંદો ઇન્ટેગ્રલ લાઇફ સેન્ટર’ની રચના કરશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા નજીકનાં ભવિષ્યમાં વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ પણ શરૂ કરવામાં આવશે, જેનો લાભ કામ કરતાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો, ગૃહિણીઓ તથા અન્ય યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ પણ લઈ શકશે.

ઑરો યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે

આગામી રવિવારથી યુનિવર્સિટી ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહી છે. 27, 28, અને 29 જાન્યુઆરી, 2019 દરમિયાન યોજાનારા આ સેમિનારનો વિષય – ‘ચેલેન્જિંગ પ્રિકેરિટી’ રહેશે. આ સેમિનારનું આયોજન યુ.કે. સ્થિત યુનિવર્સિટી ઑફ નોર્થેમ્પટન, ડબ્લિન સ્થિત ટ્રિનિટી કૉલેજ સાથે મળીને થઈ રહ્યું છે. આ સેમિનારમાં અમેરિકા, યુ.કે., યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં 29 અધ્યાપકો અને નિષ્ણાતો ભાગ લેશે.

હાઇલાઇટ્સ

  • હાલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ બિઝનેસ તથા સ્કૂલ ઑફ આઈટીમાં પીએચ.ડી. કાર્યક્રમ સહિત કુલ 29 શૈક્ષણિક કાર્યક્રમો ચાલુ છે. આ ઉપરાંત લિબરલ આર્ટ્સ, લૉ, તથા હોસ્પિટાલિટી સ્કૂલ્સમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં પીએચ.ડી. કાર્યક્રમોની શરૂઆત થશે.
  • ઑરો યુનિવર્સિટી યુજીસીની માન્યતા મેળવનારી દક્ષિણ ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે.
  • યુનિવર્સિટી આર્થિક પડકારો ધરાવતાં વિદ્યાર્થીઓને બોર્ડિંગ સહિતના શૈક્ષણિક ખર્ચને આવરી લેતી 100 ટકા સ્કૉલરશીપ પૂરી પાડે છે. આ ઉપરાંત અન્ય તમામ વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કૉલરશીપ આપે છે.
  • યુનિવર્સિટીના અધ્યાપકોના સંશોધન કાર્યમાં મદદરૂપ બનવા માટે ઑરો યુનિવર્સિટીએ મોનોગ્રાફ પબ્લિકેશન ગ્રાન્ટ તથા સીડ મની ફોર રિસર્ચ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે.

Press Release in English

 AURO University was established in 2011 with the vision ‘To be a premier University of Integral and Transformational Learning for future leaders’ by the Rama Family based now in the USA. After 8 years of transforming hundreds of young minds and helping them turn into fine professionals, AURO Universityaspires to achieve new milestones in academic world and provide higher education.

As you must be aware, last month, the University became the first private university in South Gujarat and one of the few in Gujarat to receive the UGC approval. In addition to a globally acceptable validation of our endeavours, this recognition will allow us to host many a national and international collaborative projects and receive funds for research activities.

We are happy to announce that in addition to existing four schools of Business, Hospitality, IT and Law, the University started School of Design in the last academic year. School of Liberal Arts and School of Journalism and Mass Communication were launchedin the current academic year 2018-19.The University plans to start a School of Sciences as well as a School of Education by the year 2020.Soon, we are going to start new programmes like Masters in Hospitality Management, PG Diplomas in Date Analysis, Artificial Intelligent, Internet of Things and Certificate course in Integral Yoga, along with Rural Immersion Program and new centres.

The University is going to add infrastructural facilities in the form of new academic building, hostel, international transit house, students’ facilities centre, and state of the art sports facilities.

Increasing our engagement with the city and the people of Surat, the University will soon have Sri Aurobindo Integral Life Centre on its campus. The University will be also announcing several certificate programmes in near future, which will be open to all.

Starting this Sunday, the University will be holding a three day international seminar               during 27, 28 and 29 January, 2019 on ‘Challenging Precarity’. This seminar, held in collaboration with the University of Northampton (UK) and Trinity College (Dublin), has large number of participants with 29 foreign participants from USA, UK, Europe and Australia.

 Highlights

  • Currently University has 29 programs with PhD in School of Business & School of IT. Ph.D. in Liberal Arts, Law & Hospitality will be starting in 2019 – 20.
  • AURO University is the first private university in South Gujarat to be approved by UGC under section 2(f) & 22 of the UGC Act and the UGC Regulations 2003.
  • The University provides merit scholarships and supports full education of financially challenged students inclusive of boarding, by offering them 100% scholarship.
  • In order to support research by faculties, the University has started Monograph Publication Grant and Seed Money for Research Projects for its faculty.
January 19, 2019
ragha1-1280x926.jpg
1min8710
  • જેઇઇ પેપર-1 2019માં સુરતના રાઘવ સોમાણીએ કુલ 99.99 પર્સન્ટાઇલ માર્કસ મેળવી રાજ્યમાં ટોપ કર્યું છે
  • સુરતમાં જીએસટી અધિકારીનો દિકરો છે રાઘવ સોમાણી
  • જેઇઇ પેપર-1 જાન્યુઆરી 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવએ આઇઆઇટી મુંબઇથી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે

(Raghav Somani, Jee Main Gujarat Topper & Student of Aakash Institute)

સુરતમાં જીએસટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારીનો દિકરો રાઘવ સોમાણી આજે સમગ્ર ગુજરાતના શિક્ષણમાં છવાય જવા પામ્યો છે. સુરતમાં ઉછરીને મોટા થયેલા રાઘવ સોમાણીએ ચાલુ મહિનામાં જ લેવાયેલી ઇજનેરી માટેની નેશનલ ટેસ્ટ જેઇઇ પેપર-1માં સમગ્ર ગુજરાતમાં નંબર વન હાંસલ કર્યો છે.

  • ધો.10માં મહેશ્વરી વિદ્યાપીઠમાં 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા રાઘવ સોમાણીએ
  • આશ્ચર્યજનક રીતે ધો.11-12 સાયન્સમાં કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવએ

રાઘવ સોમાણી માટે કહેવાય છે કે ધો.10 સુધી એ સુરતની મહેશ્વરી સ્કુલમાંથી ભણ્યો હતો.  ધો.10માં રાઘવ સોમાણીએ 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા. આટલા સીજીપીએ મેળવ્યા પછી પણ રાઘવ સોમાણીએ એવી સ્કુલમાં પ્રવેશ મેળવ્યો કે જ્યાં રાઘવને ભણવા માટે વધુ સમય મળી શકે એટલે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો રાઘવ એ એવું તેમના પિતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ધો.11-12 સાયન્સમાં ભણવા માટે વધુ સમય મળી શકે તે માટે કહેવાતી ડમી સ્કુલ ડીવાઇન ચાઇલ્ડ સ્કુલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે જ્યારે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં રાઘવ સોમાણીની ચર્ચા સર્વત્ર થતી હતી ત્યારે ડીવાઇન ચાઇલ્ડ સ્કુલના સંચાલકો સાવ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણી જેઇઇ મેઇન જેવી અઘરી પરીક્ષામાં ગુજરાત ટોપર આવ્યો છે. આવું સ્વભાવિક છે કેમકે અગાઉ ડીવાઇન સ્કુલનું નામ ટોપર લિસ્ટમાં ભાગ્યે જ આવ્યું છે. આજે જ્યારે પરીણામ જાહેર થયું ત્યારે પણ રાઘવ સોમાણી આકાશ મજૂરાગેટ ખાતે જ હતો.

  • આખા ગુજરાતના શિક્ષણ જગતમાં ડીવાઇન ચાઇલ્ડ સ્કુલનું નામ ચર્ચાતું હતું ત્યારે તેના સંચાલકો જ બેખબર હતા કે તેમની સ્કુલના વિદ્યાર્થી રાઘવ સોમાણીએ જેઇઇ મેઇન પેપર-1 જેવી અઘરી પરીક્ષામાં ગુજરાતમાં સૌથી પહેલો ક્રમ મેળવ્યો છે.

ખેર વાત કરીએ રાઘવ સોમાણીની. જેઇઇ મેઇન પેપર-1માં ગુજરાત ટોપર આવેલા રાઘવ સોમાણીએ જણાવ્યું કે તે મુંબઇ આઇ.આઇ.ટી.માં કમ્પ્યૂટર સાયન્સ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક છે અને તેણે મજૂરા ગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યૂટ નામના કોચિંગ ક્લાસીસમાં ધો.9થી જ પ્રવેશ મેળવી લીધો હતો. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાઘવ સોમાણીની અદ્વિતિય સિદ્ધિમાં આકાશનો જ સિંહફાળો રહ્યો છે પરંતુ, ખેલદિલ રાઘવ સોમાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ સિદ્ધિ માટે ક્રેડિટ કોને આપશો ત્યારે તેણે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ અને આકાશ બન્નેને શ્રેય આપ્યો હતો.

ફરીથી આકાશ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

જેઇઇ મેઇન પેપર-1 2019માં ગુજરાત ટોપર બનેલા રાઘવ સોમાણીને પત્રકારો સમક્ષ રજૂ કરનાર સુરતના મજૂરાગેટ સ્થિત આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોએ જણાવ્યું હતું કે ફરીથી તેમના વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન જેવી પરીક્ષામાં ઝળકી ઉઠ્યા છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટના અનેક વિદ્યાર્થીઓએ 97થી 99 પર્સન્ટાઇલ વચ્ચે માર્કસ મેળવ્યા છે.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min3590

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.

January 18, 2019
agri-1.jpg
1min9360

(Symbolic Photo DAM)

2018માં નબળા રહેલા ચોમાસાને કારણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટ તરફ આગળ વધી રહ્યું છે, હાલ શિયાળાનો માહોલ છે છતાં પાણીની તકલીફો પડવા માંડી છે પરંતુ, આગામી દિવસોમાં અને ખાસ કરીને ઉનાળો શરૂ થશે ત્યારથી સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અભૂતપૂર્વ જળસંકટમાં સપડાયેલું હશે તેવા ભણકારા સંભળાય રહ્યા છે. ઉકાઇ ડેમમાં હાલ સંગ્રહિત પાણીનો જથ્થો તેમજ ખેતી સિંચાઇ માટેના રોટેશનની સ્થિતિને જોતા ઉનાળામાં ઉકાઇ ડેમમાંથી સિંચાઇનું પાણી મેળવીને ઉનાળું પાક પકવતા ખેડૂતોને પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી જેને પરીણામે ડાંગર, શેરડી અને શાકભાજી મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાનીની દહેશત વર્તાય રહી છે. ખેતી માટે સિંચાઇ નહીં મળતા અંદાજે 3 લાખથી વધુ પરિવારો માટે આફતના ઓળા ઉતરી આવે તેમ છે. ગુજરાતની ભાજપા સરકારની નિર્ણય શક્તિની ટીકા ત્યારે કરવી પડી રહી છે જ્યારે ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી નહીં આપવાનો નિર્ણય સિંચાઇ ખાતું કરી ચૂક્યું છે પરંતુ, તાપી નદીમાથી મનફાવે તેટલું પાણી ઉલેચીને અબજો રૂપિયાની ધીકતી કમાણી કરી રહેલા ઉધોગો ઉપર પાણી કાપ તો દૂરની વાત રહી તેમને એક ટીપું પાણી ઓછું મળે તો ઉદ્યોગોના સરકારી દલાલો લોબીંગ કરવા પહોંચી જાય છે.

સિંચાઇ વિભાગના સુરત સુપરિટેન્ડન્ટ અધિકારી શ્રી સુનિપ મહાકાલ સાથે પત્રકારની થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઉનાળુ પાક માટે ઉકાઇમાંથી પાણી મળવાનું છે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં આવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ઉકાઇ ડેમમાંથી થતા સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ પૂરી થયા બાદ ઉકાઇ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કર્યા બાદ ખેતી સિંચાઇ માટે પાણી આપવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. સિંચાઇની વર્તમાન રોટેશન અવધિ 16મી મે 2019 સુધીની છે.

ઉનાળામાં ખેતીને પાણી મળે તેવી કોઇ શક્યતા નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉનાળુ પાક માટે ખેડૂતોને ઉકાઇ ડેમમાંથી પાણી મળે તેવી કોઇ જ શક્યતા નથી. કેમકે ડેમમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે અને જુલાઇ 2019 સુધી પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવો પડે છે. ગણતરી પ્રમાણે જ પાણીના જથ્થો વપરાશમાં લેવો પડે છે. ઉકાઇ ડેમમાંથી સિંચાઇના એક રોટેશન માટે 450 એમસીએમ જેટલો પાણીનો જથ્થાની જરૂરિયાત રહે છે, હાલમાં ઉકાઇ ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ જોતા ઉનાળામાં ખેતીને સિંચાઇ માટે પાણી મળવાની કોઇ શક્યતાઓ જણાતી નથી.

ખેતી અને ખેડૂતોને 1600 કરોડના જંગી નુકસાનની દહેશત

બીજી તરફ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ (પાલ)એ જણાવ્યું કે ઉનાળુ પાક માટે પાણી નથી તેવી દહેશત અમને ક્યારની વર્તાય રહી છે પણ જો હયાત પાણીના જથ્થાના વિતરણ અંગે યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકસાનીથી બચાવી શકાય તેમ છે. તેમણે કહ્યું કે ઉનાળુ પાક માટે જો ઉકાઇ ડેમ પર નભતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જો પાણી પૂરૂં પાડવામાં નહીં આવે તો ડાંગરના પાકને રૂ.250 કરોડ, શેરડીના પાકને રૂ.600 કરોડ, શાકભાજીને રૂ.250 કરોડથી વધુ તેમજ દુધ ઉત્પાદનને રૂ.250 કરોડ મળીને અંદાજે રૂ.1600 કરોડથી વધુ રકમની નુકસાની સહન કરવાનો વખત આવે તેમ છે.

19મીએ ખેડૂતો સિંચાઇ સલાહકાર સમિતિને મળશે

શ્રી જયેશ પાલએ જણાવ્યું કે સિંચાઇ વિભાગને ઉનાળુ પાક અંગે સિંચાઇનું પાણી ખેડૂતોને વિતરણ કરવા સંદર્ભે રજૂઆતો કરવા માટે તા.19 જાન્યુઆરી 2019ના રોજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સિંચાઇ વિભાગના અધિકારીઓને મળવા જઇ રહ્યું છે.

તાપી નદી પોતાના બાપની જાગીર હોય એમ હજીરાના ઉદ્યોગો પાણી ઉલેચી રહ્યા છે, તેમના પર હજુ સુધી કોઇ પાણી કાપ મૂકાયો નથી

આમ, સિંચાઇના અભાવે દક્ષિણ ગુજરાતમાં એક તરફ ખેતી અને ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ તાપી નદીમાંથી હજીરા સમેતના ઉદ્યોગ સમૂહો બેરોકટોક પાણી ઉલેચી રહ્યા છે અને પાણીનો મનસ્વી ઉપયોગ કરી રહ્યા છે. હજુ સુધી ખેડૂતો પર અનેક પાણીના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પરંતુ, હજીરા સમેતના ઉધોગો જેઓ તાપી નદી પોતાના બાપની જાગીર હોય એ રીતે નદીનું પાણી ઉલેચી રહ્યા છે તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. ખેડૂત આગેવાન શ્રી દર્શનભાઇ નાયકે જણાવ્યું હતું કે આ સરકાર ઉદ્યોગોનું હિત વિચારી રહી છે, એક તરફ વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ બિછાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં સરકારને કેમ રસ રહ્યો નથી.