CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 47 of 48 - CIA Live

May 29, 2018
cbse1.jpg
1min8840
આ વર્ષે 16 લાખ વિદ્યાર્થીઓએ CBSE 10 Std. પરીક્ષા આપી હતી. CBSE 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 86.70 ટકા પાસ પર્સેન્ટેજ છે. પ્રખર મિત્તલ, રિમઝિમ અગ્રવાલ, નંદિની ગર્ગ અને શ્રીલક્ષ્મી 500માંથી 499 અંક સાથે પ્રથમ આવ્યા છે.
વિસ્તાર પ્રમાણે પરીણામની વાત કરીએ તો આ વર્ષે ત્રિવેંદ્રમ 99.60 ટકા સાથે પ્રથમ, 97.73 ટકા સાથે ચેન્નાઇ બીજા અને 91.86 ટકા સાથે અજમેર ત્રીજા ક્રમ પર છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે દિવ્યાંગ છાત્રોમાં 489 અંક સાથે અનુષ્કા અને સાન્યા ગાંધી પ્રથમ સ્થાન પર તો સૌમ્યદીપ પ્રધાન 484 અંક સાથે ત્રાીજા સ્થાન પર છે.
બોર્ડમાં ટોપ કરવાવાળા 4 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ, આરપી પબ્લિક સ્કૂલ- બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, સ્કોટિશ ઇન્ટરનેશનલ સ્કૂલ-શામલની નંદિની ગર્ગ અને ભવાની વિદ્યાલય કોચિનની શ્રીલક્ષ્મીએ ધો.10ની પરીક્ષામાં ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ 500માંથી 499 માર્ક્સ મેળવ્યા છે. ધો.10ની પરીક્ષા આ વર્ષે 5 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન દેશભરમાં 4453 પરીક્ષા કેન્દ્રો પર લેવાઇ હતી. વિદેશમાં ધો.10ના કુલ 78 પરીક્ષા કેન્દ્ર હતા. આ વર્ષે કુલ 16,38,428 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં 6,71,103 છોકરીઓ અને 9,67,325 છોકરાઓનો સમાવેશ હતો.
May 29, 2018
free-textbook.jpg
1min10660

ધો.12 પછી વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓનું માધ્યમ અંગ્રેજી હોવા ઉપરાંત આર્ટસને બાદ કરતા મોટા ભાગના કોલેજ-યુનિવર્સિટી ખાતેના અભ્યાસક્રમોમાં મિડીયમ ઓફ ટીચીંગ અંગ્રેજી  જ હોવાના કારણે રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ વધતો જાય છે. દરેક માતા-પિતા પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે એવી અદમ્ય ઇચ્છા ધરાવતા હોય છે.

સુરતમાં દર વર્ષે નવરાત્રીથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં બાળમંદિરોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતા માબાપ પોતાના સંતાનને સી.બી.એસ.સી. (સેન્ટ્રલ બોર્ડ) અગર તો ગુજરાત બોર્ડની અંગ્રેજી મિડીયમની શાળામાં પ્રવેશ અપાવવા માટે દોડધામ મચાવી મૂકતા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની વધેલી માગને લીધે જ અંગ્રેજી માધ્યમની સ્વનિર્ભર શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

2012-13ના શૈક્ષણિક વર્ષથી અત્યાર સુધીમાં રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 1226 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી તેની સામે સરકારી અંગ્રેજી માધ્યમની માત્ર 32 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આથી મધ્યમ પરિવારના બાળકોને પણ ઊંચી ફી આપીને ખાનગી શાળાઓમાં ભણાવવાની ફરજ પડી રહી છે. ટૂંકમાં, કહીએ તો ગુજરાત રાજ્યમાં અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા ભાગે ખાનગી, સેલ્ફફાઇનાન્સ સ્કુલોના શરણે જ જવું પડે છે. રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સ્કુલોને પ્રોત્સાહન આપતી નથી. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો રાજ્ય સરકારે કોઇ માળખાગત સુવિધા કે ઢાંચો તૈયાર કર્યો નથી. મોટા ભાગે અંગ્રેજી માધ્યમની સ્કુલોનો ઇજારો ખાનગી ધંધાદારી સંચાલકોને સોંપી દેવામાં આવ્યો છે.

લમાં અંગ્રેજી શિક્ષણની માગ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે અંગ્રેજીથી ગરીબ બાળકો વંચિત રહે તેના માટે અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવામાં સરકારની ભારે ઉદાસીનતા જોવા મળી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓનો સિનારીયો શું બયાં કરે છે

ગુજરાત રાજ્યમાં 33,788 સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં 33,281 પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમની છે, જ્યારે અંગ્રેજી માધ્યમની માત્ર 120 પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમજ અન્ય માધ્યમની 387 શાળાઓ કાર્યરત છે.

રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓ 10,579 જેમાં 6,974 શાળાઓ ગુજરાતી માધ્યમની છે જ્યારે 3,098 શાળાઓ અંગ્રેજી માધ્યમની છે તથા અન્ય માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાઓ 507 કાર્યરત છે. આમ રાજ્ય સરકાર ખુદ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ ન કરી ખાનગી સ્કૂલોને પ્રાત્સાહિત કરે છે.

સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન કેન્દ્રીય વિદ્યાલયો અને સરકારી સ્કૂલોનું બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ખાનગી સ્કૂલોની સરખામણીમાં પર્ફોર્મન્સ ટોપ પર હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં સરકારી સ્કૂલોનું જ પર્ફોર્મન્સ નબળું જોવા મળે છે. આમ બોર્ડનાં પરિણામો પરથી જ સીધો ભેદ જોવા મળે છે અને રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી સ્કૂલોના શિક્ષણને સુધારવામાં નબળું પુરવાર થાય છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી

એ પણ એક વરવી વાસ્તવિક્તા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી. માર્ચ 2018માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાના પરીણામમાં ગુજરાતી વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1.07 લાખની છે.

ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરીણામ 25 ટકા ઉંચુ

ધો.10ના પરીણામમાંથી એ બાબત પણ ઉડીને આંખે વળગે તેવી છે કે ગુજરાત બોર્ડના ધો.10ના પરીણામમાં ગુજરાતી માધ્યમની શાળાઓનું ઓવરઓલ પરીણામ 65.16 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરીણામ 90.69 ટકા આવ્યું છે. આ જોતા રાજ્યમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ તો વધ્યો છે પણ ત્યાં માહોલ પણ ભણવા માટેનો યોગ્ય હોવાનું પુરવાર થઇ રહ્યું છે.

May 28, 2018
gseb.png
1min10720

 

કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ એ-વન રેન્કમાં

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ      100

સંસ્કારભારતી અડાજણ           28

એક્સપેરિમેન્ટલ ગુજરાતી        32

ભૂલકાવિહાર શાળા                 22

ભૂલકાભવન શાળા                  28

એલ.પી.સવાણી ગ્રુપ               50

સ્વામીનારાયણ ગુરુકુળ           20

એલ.પી.ડી.શાળા, પૂણા           16

અર્ચના વિદ્યાલય                      09

સંસ્કારદીપ વિદ્યાસંકુલ             09

શારદા વિદ્યામંદિર                    07

કૌશલ વિદ્યાભવન                     30

માધવબાગ વિદ્યાભવન             04

દિપદર્શન વિદ્યાસંકુલ                06

પંચશીલ બેંક સ્કુલ                     03

કે.સી.કોઠારી સ્કુલ, વરાછા        06

સંસ્કાર વિદ્યાલય                       02

પ્રેરણા વિદ્યાલય, પૂણા              04

સરસ્વતી વિદ્યાલય,અડાજણ    01

પ્રેસિડેન્સી સ્કુલ                        01

 

May 28, 2018
gseb.png
1min13730

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 100થી વધુ એ-વન રેન્કર્સ

સુરતના નાના વરાછા ખાતે આવેલી આશાદીપ સાયન્સ એન્ડ કોમર્સ ભવનમાં આજે સુરતના 100 જેટલા ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા પાસ કરનાર એ-વન રેન્કર્સ એકત્રિત થતાં આ પ્રકારની ભવ્ય તસ્વીર ઉપસી આવી હતી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ પૈકીની આશાદીપ વિદ્યાલય-3ના 22 એ-વન રેન્કર્સ, આશાદીપ વિદ્યાલયના કુલ 22 એ-વન રેન્કર્સ, સીમાડા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 13 એ-વન રેન્કર્સ અને કૃષ્ણકુંજ સોસાયટી નાના વરાછા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 42 એ-વન રેન્કર્સ મળીને કુલ 100 જેટલા એ-વન રેન્કર્સ સાથે તસ્વીરમાં શાળાના સંચાલકો સર્વ શ્રી મહેશભાઇ રામાણી, શ્રી શૈલેષભાઇ રામાણી, શ્રી મહેશભાઇ શ્યાની વગેરે દ્રશ્યમાન છે.

 

રૂસીમા પુણાવાલા એક્સપેરિમેન્ટલ સ્કુલના રેન્કર્સનો ગ્રુપ ફોટો

શહેરના પાર્લે પોઇન્ટ સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલના ધો.10ના કુલ 32 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2018ની પરીક્ષામાં એ-વન રેન્ક હાંસલ કરતા શાળા સંચાલકો અને સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પરીણામના દિવસે તા.28મી મે ના રોજ શાળા ખાતે ઉપસ્થિત રેન્કર્સ સાથે શાળાના આચાર્યા શ્રીમતી મિનાક્ષીબેન વખારીયાએ સમૂહ તસ્વીર ક્લીક કરાવી હતી.

ભૂલકાવિહાર સ્કુલના 22 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર બન્યા

શહેરના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળાના 22 વિદ્યાર્થીઓએ આજે ગુજરાત માધ્યમિક  શિક્ષણ બોર્ડના ધો.10ના પરીણામમાં એ-વન રેન્ક હાંસલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ટ્રસ્ટી-પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલે દરેક વિદ્યાર્થીઓને તેમણે કરેલી મહેનત બદલ શુભેચ્છા પાઠવી હતી.

કોસાડ રોડની માધવબાગ શાળામાંથી 4 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર્સ બન્યા

May 28, 2018
aashadeep1.jpg
1min18120

આ શહેરમાં સારા અને મોટા બનવું એ ગુનો ગણાય, આશાદીપ વિદ્યાલયના સંચાલકોને પણ અનુભવ થઇ ગયો

છેલ્લા 5 વર્ષના બોર્ડના પરીણામોમાં એક તરફ આશાદીપ વિદ્યાલયના રેન્કર્સ અને સામે સુરતની બધી સ્કુલોના રેન્કર્સનો સરવાળો બન્ને સંખ્યા સરખી હશે

 

છેલ્લા 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં સાયન્સ અને કોમર્સમાં સુરતનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ, દેશભરમાં રોશન કરનાર નાના વરાછાના આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં જેટલા રેન્કર્સ સ્ટુડન્ટ આપ્યા હશે એ શહેરની બાકીની તમામ સ્કુલના રેન્કર્સ સ્ટુડન્ટ્સનો સરવાળો કરતા પણ વધારે હશે. દર વર્ષે નિયમિત રીતે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ કાબિલે તારીફ હોય છે. સ્વાભાવિક છે કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સની આવી પ્રગતિ જોઇને અન્ય ધંધાદારીઓના પેટમાં તેલ રેડાતું હોય અને આ જ કારણે આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર કાદવ ઉછાળની પ્રવૃતિ ચાલી રહી છે. પરંતુ, આ પ્રવૃતિ હવે માઝા મૂકી છે.

આ શહેરમાં સારા બનવું અને મોટા બનવું જાણે ગુનો હોય એમ કેટલાક હિતશત્રુઓ તેમની બદબોઇ કરવામાં પાછું વળીને જોતા નથી. આવો જ પ્રયાસ કરનારી ટોળકીની સામે આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ નમતું નહીં જોખતા આખરે જેલભેગા થવાનો વખત આવ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીની મુલાકાત વખતે ફેસબુક પર કોમન્ટ કરીને તેમનું સ્વાગત કાળી શાહીથી કરવાનું એલાન કરનાર ડોંડાએ ફરીથી પોત પ્રકાશીને આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર ગંભીર આરોપ મૂક્યો હતો કે તેઓ વિદ્યાર્થીઓનું તેમજ શિક્ષિકાનું જાતિય શોષણ કરે છે. સાવ ધડ, માથા વગરની વાહિયાત વાતના આક્ષેપને પગલે સ્વભાવિક છેકે સંવેદનશીલ એવા આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ આવી કોમેન્ટ ફેસબુક પર પોસ્ટ કરીને બદનામી કરવાનો પ્રયાસક કરનાર લલીત ડોંડા અને અલ્પેશ ડોંડાને પાઠ ભણાવવા માટે તેમની વિરુધ્ધ પોલીસ ફરીયાદ આપી અને પોલીસે પણ આવા તત્વો માઝા ન મૂકે તે માટે એકને જેલ ભેગો કરીને સબક જરૂર શીખવાડ્યો છે.

આશાદીપ વિદ્યાલયના યુવાન સંચાલક શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે, અમારી સામે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલાક લોકોએ મૂહીમ ચલાવી છે કે કેવી રીતે આશાદીપ વિદ્યાલયની છબી ખરડી શકાય. પરંતુ, અમે કશું ખોટું કરતા નથી એટલે કોઇનાથી ડરવાનો પ્રશ્ન નથી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા બોર્ડના પરીણામોમાં જે પરફોર્મન્સ આપવામાં આવ્યું છે એ જગજાહેર વાત છે. અમારી ટીમ, અમારા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસો થકી અમારા વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરીણામ છે. અમે કોઇને હરીફ માનતા નથી, પણ કેટલાક લોકો અમને હરીફ માને છે. કેટલાક અમારી પાસે પ્રવેશ માટે દાબદબાણ અને ધાકધમકી આપે છે, આ બધું સહન કરી લઇએ છીએ પરંતુ, જ્યારે ફેસબુક જેવા માધ્યમથી અમારી સામે સામાજિક હેરાનગતિ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે નક્કી કર્યું કે નઠારા તત્વોને પાઠ ભણાવીને જ ઝંપીશું. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો વહીવટ પાણી જેવો પારદર્શી છે. વિદ્યાર્થીઓ માટે અમે મહેનત કરીએ છીએ. સવારે 7થી રાત્રે 7 સુધી અમે જ્યારે મહેનત કરતા હોઇએ છીએ, મહેનતના પરીણામથી લોકોને બળતરા થતી હોય તો અમે શું કરી શકીએ

આ શહેરમાં અગાઉ પણ એવા અનેક પ્રયાસો થઇ ચૂક્યા છે જેમાં આપ બળે, સ્વબળે, પોતાની ટીમ સાથે મહેનત કરીને સમાજમાં આગવું સ્થાન કરનારા લોકો પર કાદવ ઉછાળવા માટે મનઘંડત આક્ષેપો કરાયા હોય. સી.આઇ.એ. ન્યુઝ ટીમ સ્વબળે ઉપર ઉઠેલા લોકોની પડખે છે અને વાચકોને અપીલ છે કે જો તેઓ સાચા લોકોની હેરાનગતિ થતી હોવાનું જાણતા હોય તો અમારો સંપર્ક કરે અમે તેમના માટે મૂહીમ ઉપાડીને નઠારા તત્વોને શબક શીખવાડીશું.

May 28, 2018
gseb.png
1min11320

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ધો.10ના પરીણામો આજે સવારે 7 વાગ્યે વેબસાઇટ પરથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરીણામની વિગતવાર એનાલિસીસ આ મુજબ છે.

May 26, 2018
cbse.jpg
1min8380
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12નું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીણામમાં છોકરીઓએ બાજી મારી છે. ટોપર્સ લિસ્ટમાં નોઇડા અને ગાઝિયાબાદના વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ટોપ 10માંથી પાંચ વિદ્યાર્થીઓ નોઇડા અને ગાઝિયાબાદના છે. આ ટોપ નવ વિદ્યાર્થીઓમાંથી છ છોકરીઓનો સમાવેશ થાય છે. ક્ષેત્ર પ્રમાણે પરીણામ જોવા જઇએ તો ત્રિવેન્દ્રમ સેન્ટર 97.32 ટકા સાથે પહેલા, ચેન્નાઇ સેન્ટર 93.87 ટકા સાથે બીજા અને દિલ્હી 89.0 ટકા સાથે ત્રીજા ક્રમે છે.
બોર્ડના વરિષ્ઠ અધિકારીના જણાવ્યું કે ‘આ વખતે ધો. 12ની એક્ઝામમાં 11 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.’ પરીક્ષામાં 500માંથી 499 અંક લાવનાર નોઇડાની મેઘના શ્રીવાસ્તવ દેશમાં પ્રથમ ક્રમે, 498 અંક સાથે અનુષ્કા ચંદ્રા બીજા ક્રમે અને 497 અંક સાથે ચાહત બોધરાજ ત્રીજા ક્રમે છે.
આ સાથે આ વર્ષે કુલ 2914 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી 2482 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત CBSEની પરીક્ષામાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. આ વર્ષે લગભગ 88.31 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. અને CBSE ધો.12ની પરીક્ષામાં કુલ 83.01 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. HRD મિનિસ્ટરમાં સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે ટ્વિટ કરી પરીણામની માહિતી આપી હતી.
May 26, 2018
gseb.png
1min10610

તા.6 જુલાઇથી શરૂ થનારી પરીક્ષા તા.9મી જુલાઇ સુધી ચાલશે

– ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૨૮મીએ જાહેર થવાનું છે. ત્યારે આ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. કોઇપણ ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. તા.૬ જુલાઇએ પરીક્ષા શરૂ થશે ને તા.૯મી જુલાઇ સુધી ચાલશે.

ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલા બોર્ડ દ્વારા આ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા કયારે લેવાશે તેની સ્પષ્ટતા કરી દીધી છે. જેમાં તા.૬ જુલાઇને શુક્રવારે ગુજરાતી (પ્રથમ ભાષા) તથા અન્ય પ્રથમ ભાષાની પરીક્ષા લેવામાં આવશે. આજ દિવસે બપોરે ૩ થી ૬-૨૦ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીની પરીક્ષા લેવામાં આવશે. તા.૭મી જુલાઇને શનિવારે સવારે ૧૦ થી ૧-૨૦ દરમિયાન સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. આજ દિવસે બપોરે અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા લેવામાં આવશે. તા.૮મીને રવિવારે સવારે ૧૦થી ૧-૨૦ દરમિયાન ગણિત અને બપોરે દ્વિતીય ભાષાની પરીક્ષા લેવાશે. જયારે તા.૯મીને સોમવારે સવારે ૧૦થી બપોરે ૧-૨૦ દરમિયાન ગુજરાતી દ્વિતીયભાષાની પરીક્ષા લેવામાં આવશે. આમ, આ વખતે રવિવારે પણ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

May 26, 2018
baroda1.jpg
1min13290

ખખડધજ રસ્તા પર સરળતાથી ચાલી શકે, પણ રસ્તાને અનુકૂળ મોટરસાઇકલની ઉંચાઇ અને લંબાઇ વધારી શકાય તેવી મોનોશેક એર સસ્પેન્શન સિસ્ટમ સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાખાના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ અનોખી મોટરસાયકલ બાઇક બનાવી છે. વિવિધ કંપનીનીની મોટરસાઇકલના પાર્ટસ્ એકઠા કરીને મોડીફાય કરેલી આ બાઇક પર કરેલ સંશોધન અંગે વિદ્યાર્થીઓએ પેટર્ન પણ ફાઇલ કરવાની કવાયત આરંભી દીધી છે.

વડોદરા એમ.એસ. યુનિ.ના મિકેનિકલ ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓએ બનાવી સમાજ માટે ઉપયોગી બાઈક

મોટરબાઇકની હાઇટ છ ફૂટની છે, તેને લંબાવીને આઠ ફૂટની બાઇક થતી હોય છે. તેની રસ્તાની અનુકુળતાને પણ ધ્યાનમાં લેવાય છે.

મોટરસાઈકલની લંબાઈ છ ફૂટ તેમજ ઊંચાઈ એક ફૂટ સુધી વધારી શકાય છે
મોટરસાઈકલની લંબાઈ છ ફૂટ તેમજ ઊંચાઈ એક ફૂટ સુધી વધારી શકાય છે

તેમના જણાવ્યા અનુસાર કોલેજમાં જ્યારે અમને પ્રોજેક્ટ બનાવવાનું કહેવામાં આવ્યુ ત્યારે અમે પલ્સર મોટરસાઇકલને મોડીફાય કરીને તેના પર આ પ્રકારની બાઇક બનાવવાનો પ્રયોગ કરવાનું વિચાર્યુ હતુ.

આ યુનિક બાઈકની પેટન્ટ મેળવવા વિદ્યાર્થીઓનો પ્રયાસ
આ યુનિક બાઈકની પેટન્ટ મેળવવા વિદ્યાર્થીઓનો પ્રયાસ

આ વિચારને આધારે એક ડિઝાઇન બનાવીને લગભગ ચાર મહિનાની ભારે જહેમત બાદ દોઢ લાખનો ખર્ચ કરીને અમે અમારા પ્રોજેક્ટમાં સફળ થયા હતા. આ સંશોધન અનોખુ હોવાથી તેની પેટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ અમે શરૂ કરી દીધી છે.