CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 46 of 48 - CIA Live

June 18, 2018
sudixa-copy.jpg
1min12440

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 12, 2018
ramresp.png
1min13270

મુલુંડના નવભારત નૂતન વિદ્યાલયમાં ૪૨ વર્ષ સેવા આપનાર પ્યુન મૂળ નેપાળના રામસિંહ રાઉતનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યું થયું એ પછી તેમને માનભેર આપવામાં આવી અાખરી વિદાય

 

૧૯૭૫માં નેપાલથી આવીને મુંબઇના મુલુંડ વેસ્ટ ખાતે આવેલા નવભારત નૂતન વિદ્યાલયમાં પહેલાં પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરી શરૂ કરનાર રામસિંહ રાઉતે 42 વર્ષ સુધી શાળાન નિષ્ઠાપૂર્વક ફરજ તો બજાવી પણ નિવૃતિ પછી પણ શાળાની કામગીરીમાં જોતરાયેલા રહ્યા અને જીંદગીનો આખરી શ્વાસ પણ શાળા પરિસરમા ંજ લીધો હતો, તેમની આવી સેવાની કદર રૂપે શાળા પરિવારે રામસિંહ રાઉતની સ્મશાનયાત્રા પણ શાળા પરિસરમાંથી જ કાઢવાનો નિર્ણય લીધો હતો.

૪૨ વર્ષ સુધી ઈમાનદારીથી મુલુંડ (વેસ્ટ)ની નવભારત નૂતન વિદ્યાલય સ્કૂલમાં સેવા આપનાર ૬૮ વર્ષના રામસિંહનું સ્કૂલના પરિસરમાં મૃત્યુ થયા બાદ તેમની અંતિમયાત્રા સ્કૂલમાંથી જ માનભેર નીકળી હતી. આ અંતિમયાત્રામાં સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો, સ્ટાફ અને સ્ટુડન્ટ્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી એટલું જ નહીં, સ્કૂલના મૅનેજમેન્ટ અને સ્ટાફે રામસિંહના મૃતદેહને કાંધ પણ આપી હતી. કોઈ પ્યુનને સ્કૂલ તરફથી આટલી માનભેર અને ભાવભરી વિદાય અપાઈ હોય એવી કદાચ મુંબઈની સ્કૂલોની આ પહેલી ઘટના છે.

ગઇ તા.9મી જૂનને શનિવારે સાંજે રામસિંહને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. સ્કૂલની સામે જ એક પ્રાઇવેટ ડૉક્ટરે રામસિંહને ઇન્જેક્શન અને દવા આપ્યાં હતાં. ત્યારે તેમને રાહત લાગી હતી. જોકે થોડા સમય પછી રામસિંહ સ્કૂલના ઓટલા પર બેઠા ત્યારે તેમને ઊલટી થઈ હતી અને છાતીમાં સખત દુખાવો ઊપડ્યો હતો. રામસિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલાં જ તેમનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યુ થયું હતું.

રામસિંહ તેમના પ્રેમાળ સ્વભાવને કારણે અને રાઉન્ડ ધ ક્લૉક સ્કૂલને સેવા આપતા હોવાથી ટીચરો, સ્ટાફ અને સ્ટુન્ડટ્સમાં લોકપ્રિય હતા. તેમની સ્કૂલ અને કામ પ્રત્યેની વફાદારી અને ઈમાનદારીને કારણે મેનેજમેન્ટે તેમને નિવૃત્તિ પછી પણ પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરીમાં રાખ્યા હતા એટલું જ નહીં, સ્કૂલના જ પાછળના ભાગમાં રહેવાની જગ્યા પણ આપી હતી. ત્યાં રામસિંહ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમના બે પુત્રો નેપાલમાં જ રહે છે અને કામ કરે છે.

 

June 4, 2018
mbbs_1.jpg
2min17160

નીટમાં મિનીમમ કેટલા પર્સન્ટાઇલ જોઇએ

 

 

મેડીકલ, પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો

IIT, NIT, IITમાં જોસા www.josaa.nic.in થકી થતી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ

રાજ્યમાં આવેલી બી.આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

 

 

આજરોજ તા.4 જૂન 2018એ સીબીએસઇ દ્વારા નીટ-2018ના પરિણામો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે રચેલી મેડીકલ એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી હતી. સી.આઇ.એ. લાઇવ દ્વારા આ વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એન.આર.આઇ. ક્વોટામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમના માટે પણ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. અહીં પી.ડી.એફ. ફોર્મેટ લિંક ક્લીક કરશો એટલે ફાઇલ ઓપન થશે.

mbbs_nri

June 4, 2018
neet1.jpg
1min21700

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 4, 2018
neet1.jpg
1min18950

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાતી નીટ પરીક્ષા સામે 2011થી ગુજરાતીઓને વાંધો હતો. 2011, 2013, 2016માં નીટ સામે છેક સુપ્રીમ સુધી લડેલા ગુજરાતી પેરેન્ટ્સને આખરે એક સફળતા મળી કે નીટ ગુજરાતી ભાષામાં લેવાશે. એ પછી પણ નીટની સમસ્યાથી ગુજરાતીઓને છુટકારો મળ્યો નથી.

આજે જાહેર થયેલા નીટ-2018ના પરીણામ સાથે જ ફરી વખત ગુજરાતી વિદ્યાર્થીઓનો નીટમાં રકાસ થયેલો જોવા મળે છે. નીટ 2018માં કુલ 74115 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પૈકી 72351 વિદ્યાર્થીઓએ નીટ 2018 આપી હતી. આજે જાહેર થયેલા પરીણામ બાદ ગુજરાતના ફક્ત 32625 વિદ્યાર્થીઓને નીટમાં ક્વોલિફાય થયેલા જાહેર કરાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નીટ 2018ને ફક્ત મેડીકલ અને ડેન્ટલ માટે કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવી હતી. પરંતુ, ગુજરાત સરકારે ગયા વર્ષથી પેરામેડીકલ કોર્સ જેવા કે આયુર્વેદિક અને હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ નીટનો જ સ્કોર ફરજિયાત બનાવી દીધો છે.

નીટ-2018 રિલેટેડ અન્ય ઝીણવટભરી વિગતો અત્રે પ્રસ્તુત છે.

June 4, 2018
neet1.jpg
1min13070

દેશભરમાં આવેલી મેડીકલ કોલેજાે તેમજ ડેન્ટલ કોલેજાેના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી એક માત્ર પ્રવેશ પરીક્ષા નીટ 2018નું પરીણામ આજે સીબીએસઇએ નિર્ધારિત સમયથી એક દિવસ વહેલા વેબસાઇટ પર ઘોષિત કરી દીધું હતું. નીટનું પરીણામ જાહેર થયાનું જાણતા જ સમગ્ર દેશમાંથી નીટ સીબીએસઇની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું પરીણામ જાણવા માટે મચી પડ્યા હતા અને તેને કારણે પરીણામ જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ સીબીએસઇની વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી.

વધુમાં નીટના સુરતના એકંદર પરીણામની વાત કરીએ તો ચાર વિદ્યાર્થીઓ નેશનલ ટોપ-100 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે જેમાં 15માં ક્રમે સાહિલ શાહ, 18માં ક્રમે તનુઝ પ્રેસવાલા, 40માં ક્રમે વિશ્વા જીનવાલા અને 61માં ક્રમે પાર્થ ધામેલિયાનો સમાવેશ થાય છે.

ઓવરઓલ કટઓફની વાત કરીએ તો આ વર્ષે જનરલ કેટેગરીમાં 119 જ્યારે બાકીની તમામ કેટેગરીમાં કટઓફ માર્ક 720માંથી 118-96 નિર્ધારિત કરાયા છે. જે નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાય છે.

June 1, 2018
gseb.png
1min10480

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

May 31, 2018
aone.jpeg
1min13960

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરિણામો હાલ સમગ્ર શહેર જ નહીં રાજ્યમાં પણ ટોક ઓફ ધ ટાઉન ઇશ્યુ બન્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા જ્યારથી સિટી ટોપ ટેન કે ડિસ્ટ્રીક્ટ ટોપ ટેન જાહેર કરવાની પ્રથા બંધ કરવામાં આવી ત્યારથી બેસ્ટ સ્કુલનો ક્રાઇટેરિયા, એ-વન ગ્રેડ ગેટર્સ એટલે કે એ-વન ગ્રેડ હાંસલ કરતા જે તે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા બની ગયો છે.

આજે તા.31મી મે 2018ના દિવસે ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું. પરિણામમાં સૌથી મહત્વના ફેક્ટર ગણાતા એ-વન ગ્રેડ ગેટર્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કુલ 451 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. આ પૈકી ત્રીજા ભાગના એટલે કે 143 એ-વન ગ્રેડ એકલા સુરતના વિદ્યાર્થીઓએ જ હાંસલ કરી લીધા છે.

સુરત શહેર અને જિલ્લામાં 143 પૈકી કેટલા એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એની મહત્તમ માહિતી સૌથી પહેલા આપવાનો પ્રયાસ સી.આઇ.એ. કરી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે 12.30 વાગ્યા સુધીમાં ટેલી થયેલા સુરત શહેર જિલ્લાના એ-વન ગ્રેડ ગેટર્સ વિદ્યાર્થીઓની સ્કુલ વાર સંખ્યા

આશાદીપ વિદ્યાલય-1            16

આશાદીપ વિદ્યાલય-2           03

આશાદીપ  વિદ્યાલય-3          03

આશાદીપ વિદ્યાલય-4           03

ભૂલકા ભવન શાળા                09

પી.પી. સવાણી હીરાબાગ      08

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ                07

ટેકરાવાળા ઉ.મા.શાળા        05

લીલાબા કન્યા વિદ્યાલય        05

વીએનગોધાણી કન્યાશાળા  03

અંકુર વિદ્યાવિહાર                 02

સ્વામી નારાયણ ગુરુકુળ       02

સરસ્વતી  વિદ્યાલય               02

આ ઉપરાંત એક એક એ-વન ગ્રેડર સ્ટુડન્ટ ધરાવતી શાળાઓમાં ડી.આર. રાણા વિદ્યાસંકુલ, ડી.આર. ઉમરીગર મેમોરીયલ, એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ સ્કુલ, રૂ.સી.મા.પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલ, સંસ્કારદીપ શાળા-મોટા વરાછા, માધવબાગ વિદ્યાભવનનો સમાવેશ થાય છે. 2.30 વાગ્યા સુધીમાં અમે 143 પૈકી 72 એ-વન ગ્રેડર્સનો શોધી શક્યા છીએ.

 

May 31, 2018
language.jpg
1min12720

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરીણામો પર નજર કરીએ તો ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ધો.12 કોમર્સ ભણીને બોર્ડની માર્ચ 2018ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું આજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એક વિકનેસ (નબળાઇ) પણ સપાટી પર આવી. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની એ વિકનેસ હતી ઇંગ્લિશ.

ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇંગ્લિશ વિષયને સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે અને ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી વિષયવાર પરીક્ષાઓના પરીણામમાં સૌથી ઓછું પરીણામ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ કે જે ગુજરાતી માધ્યમની શાળાઓમાં જ ભણાવવામાં આવે છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું પરીણામ અન્ય તમામ વિષયો કરતા ઓછું 64.53 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પરીક્ષા આપનારા કુલ 4.03 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1.43 લાખ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા છે.

ગુજરાત બોર્ડની જ ઇંગ્લિશ મિડીયમની સ્કુલ્સ કે જ્યાં ઇંગ્લિશ વિષય ફર્સ્ટ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે. આ વિષયનું પરીણામ 94.25 ટકા જેટલું તોતિંગ આવ્યું છે.

ઇંગ્લિશ લેંગ્વેજ પહેલેથી જ ગુજ્જુઓની નબળાઇ રહી છે. અગાઉ સાયન્સ સ્ટ્રીમમાં પણ જેઇઇ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવા માટે ગુજરાતમાં વાલીઓએ આંદોલન કરવા પડી રહ્યા હતા.

May 31, 2018
gseb.png
1min13010

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.31 મે 2018ના દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહોની ગત માર્ચ 2018માં લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષાઓના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. આ પરીણામોને જોતા ધો.12 કોમર્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરીણામ ફક્ત 55.55 ટકા જેટલું એવરેજ આવ્યું હતું. આટલું નીચું પરીણામ બોર્ડના ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે એક્સ સ્ટુડન્ટ, ઘરે બેસીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ પડતા વિદ્યાર્થીઓ નાપાસ થતાં પરીણામ નીચું આવ્યું હતું. પરીણામની માહિતી બોર્ડની આ બુકલેટ આધારે મળી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,31,876 વિદ્યર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમનાં ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુરતનું નાનપુર બ્લાઈન્ડ અને મહિસાગરનું લુણાવાડા કેન્દ્ર 11.74% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. આ સાથે આહવા ડાંગ જિલ્લો 77.32% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. તો છોટાઉદેપુર 31.54% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે.

આ વર્ષે કુલ 206 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તો 76 શાળાઓનું 10% કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. પરિણામ મુજબ 451 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 8245 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 30306 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 63241 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે અંગ્રેજી માધ્યમની ટકાવારી 73.77% અને ગુજરાતી માધ્યમની ટકાવારી 54.03% જાહેર થઇ છે.