CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 48 of 48 - CIA Live

May 25, 2018
gseb.png
1min9920

આગામી તા.28ના રોજ ધો.10નું પરિણામ જાહેર થશે તેના ત્રણ દિવસ બાદ તા.31ના રોજ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચીવે જણાવ્યું છે. માર્ચ-2018માં લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, ધો.12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમમા અને ઉ.મા.પ્ર.પરીક્ષા વિજ્ઞાનપ્રવાહની સેમેસ્ટર સિસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-2018માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ-પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો ઉપર તા.31ના રોજ સવારે 11-00 કલાકથી 16-00 કલાક દરમ્યાન થનાર છે. તો રાજ્યની વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા ઉ.મા.શાળાના આચાર્યઆે પોતાની શાળાની માર્કશીટ-પ્રમાણપત્ર મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાની રહેશે.

ધો.12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચ્તર ઉત્તરબુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષીપ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ઉ.મા.પ્ર.પરીક્ષા વિજ્ઞાનપ્રવાહની સેમેસ્ટર સીસ્ટમની ખાસ પરીક્ષા એપ્રિલ-2018માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ તા.31ના રોજ સવારે 8-00 કલાકે બોર્ડની વેબસાઈટ WWW.gseb.org ઉપર મૂકવામાં આવશે.

May 22, 2018
ausi_india.jpg
1min11390

પહાડો વચ્ચેની જગ્યા કૂદી જઈને સેલ્ફી લેવામાં નીચે પટકાતા મોત

‘અંકિતને દરેક સ્થળે સેલ્ફી લેવાનો ક્રેઝ હતો’

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીને સેલ્ફી લેવાનું મોંઘું પડી ગયું હતું. સેલ્ફી લેવાના ચક્કરમાં તેણે પોતાનો જીવ ગુમાવી દીધો છે. ૨૦ વર્ષીય અંકિત નામના આ વિદ્યાર્થીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક જાણીતા પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. તે પહાડો પર ચઢ્યો હતો અને તેના ખડકો વચ્ચેની જગ્યાને કૂદી જઈને દોડી રહ્યો હતો. એવામાં તે ૪૦ ફૂટ નીચે સમુદ્ર કિનારે રહેલા ખડકોમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઐતિહાસિક બંદર એલ્બાની પાસે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી એ સમયે તેના મિત્રો સાથે હતો. તે પર્થમાં અભ્યાસ કરી રહ્યો હતો અને ગુરૂવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં પહાડ પર ચઢીને દોડી રહ્યો હતો. એ સમયે પગ લપસી જતા તે સીધો જ ૪૦ ફૂટ નીચે પટકાયો હતો. સર્ચ અભિયાનમાં એક કલાક બાદ તેની લાશ મળી હતી. તેના મિત્રએ કહ્યું હતું, ‘અંકિત ફોટો લેતી વખતે સાવધ હતો પણ અચાનક તેનો પગ લપસી ગયો હતો.

May 21, 2018
child.jpg
1min11230

આજે જાણીએ નાની ઉંમરે ડિપ્રેશન આવવા પાછળનાં મહત્વનાં કારણો. એની સાથે-સાથે સમજીએ કેટલાક ઉપાયો જેના વડે આપણે આપણાં બાળકોને માનસિક સ્વસ્થતા આપી શકીએ અને ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓથી બચાવી શકીએ.

જીન્સ 

નાની ઉંમરે ડિપ્રેશન આવવા પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ હોય છે જિનેટિક. એ વિશે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘નાની ઉંમરે જો કોઈને ડિપ્રેશન આવે તો એની પાછળ એના જીન્સ જવાબદાર હોય એ શક્યતા સૌથી વધુ રહે છે. ઘરમાં કોઈને અને ખાસ કરીને મમ્મી-પપ્પાને કે ફૅમિલીમાં બીજા કોઈને પણ ડિપ્રેશન કે બીજી કોઈ માનસિક બીમારી હોય તો શક્ય છે કે ઘરનાં બાળકોમાં કે યુવાનોમાં નાની ઉંમરે જ આ તકલીફ આવે. આવું હોય ત્યારે ઘણું સચેત રહેવું પડે છે, કારણ કે નાની ઉંમરમાં આ તકલીફ આવી એનો અર્થ એ છે કે એ ફરી-ફરીને પાછી પણ આવશે. માઇલ્ડ કે મૉડરેટ હોય તો એ ઠીક કરવું સરળ છે. સિવિયર હોય તો સમય લાગે, પરંતુ ઠીક કરી શકાય. એ ઠીક કરીએ તો પણ આ બીમારી ભવિષ્યમાં પાછી આવવાની શક્યતા ઘણી વધુ છે, કારણ કે એ નાની ઉંમરે આવેલી છે. આ ધારીએ એટલી સરળ બાબત નથી. જીવનભર આ દરદીઓ રિસ્ક હેઠળ રહે છે.’

મગજમાં બદલાવ

ફક્ત જિનેટિક કારણોસર જ આ તકલીફ હોય એવું છે નહીં. બીજાં કારણો પણ આ નાની ઉંમરના ડિપ્રેશન પાછળ જવાબદાર હોઈ શકે છે. એ વિશે જણાવતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘ડિપ્રેશન એ કોઈ ભાવ નથી પણ શારીરિક અને માનસિક અવસ્થા છે એ સમજવું જરૂરી છે. મોટા ભાગે એની પાછળનાં કારણો સ્પષ્ટ હોતાં નથી. નિશ્ચિત કારણને લીધે જ ડિપ્રેશન આવે છે એવું હોતું નથી. જોકે ડિપ્રેશન માટે ઘણાંબધાં રિસ્ક-ફૅક્ટર ભેગાં થાય અને આ રોગ થાય એવું મોટા ભાગે બનતું હોય છે. ઘણી વાર એવું બને છે કે મગજમાં કોઈ ખાસ ફેરફાર આવે છે અને એને કારણે નાની ઉંમરમાં ડિપ્રેશન આવે. મગજમાં કોઈ જાતના સ્ટ્રક્ચરલ બદલાવ આવે તો આવું થાય છે. આમ પણ ૧૦-૧૨-૧૫ વર્ષની ઉંમરે શરીરમાં ઘણુંબધું બદલાય છે. શરીરમાં બદલાય છે એને લીધે જ તમારી માનસિકતા અને વર્તન પણ બદલાય છે.’

બાહ્ય કારણો 

આ ઉંમર અને એનો સમયગાળો એવો છે કે જો સાચવી લેવામાં આવ્યો તો જીવન પાર છે, નહીંતર નાની-મોટી ભૂલો અને એ ભૂલોનાં પરિણામો જીવનભર ભોગવવાં પડે છે. આપણે જોઈએ છીએ કે કેટલાંક બાળકો ભણવાના પ્રેશરના કારણે આત્મહત્યા કરતાં હોય છે તો કેટલાંક બાળકો મમ્મી-પપ્પાથી હર્ટ થઈને ઘર છોડીને ભાગી જતાં હોય છે. કેટલાંક બાળકો એવાં છે જેઓ એકલવાયાં અને અટૂલાં બની જતાં હોય છે તો કેટલાંય બાળકો ઉંમરના આ પડાવે ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે. આ બાબતે સ્પષ્ટતા કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘આ ઉંમરમાં એક બાળક ઘણીબધી વસ્તુઓમાંથી પસાર થાય છે અને એ દરમ્યાન કોઈ પ્રકારનું સ્ટ્રેસ તેના માટે અસહ્ય બને અને તે ડિપ્રેશનનો ભોગ બની શકે છે. ભણવામાં કૉમ્પિટિશન, દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ, બધી જ જગ્યાએ ચૅમ્પિયન રહેવાનું અને બધું જ શીખવાનું પ્રેશર, પૉર્ન પ્રત્યેનું આકર્ષણ, શારીરિક બદલાવને લીધે સારા દેખાવાનું પ્રેશર, જે એક્સપોઝર મળે એ બધું જ માણી લેવાનું પણ એક પ્રેશર હોય છે. આ બધામાંથી દરેક બાળક હેલ્ધી રીતે પાર ઊતરી શકે એવું જરૂરી નથી. આ બધાં કારણો સમજાતાં નથી પરંતુ ઘણી અસર કરે છે.’

ઇલાજની જરૂર 

લોકો હંમેશાં એક પ્રશ્ન પૂછે છે કે એક્ઝામનું પ્રેશર તો બધાં બાળકો પર છે, ઉંમર પણ બધાં બાળકોની સરખી છે અને એક્સપોઝર પણ સરખું છે તો પછી ક્લાસમાં ૧૦૦ બાળકોમાંથી કેમ ૧૦ની હાલત જ ખરાબ હોય છે? કેમ હજારોમાં એક બાળક જ આત્મહત્યા કરે છે? લોકોને લાગે છે કે વાંક બાળકનો છે કે તે આ પ્રેશર લઈ નથી શકતું. માનસિક હાલત માટે હંમેશાં વ્યક્તિનો જ વાંક કાઢવામાં આવે છે, પરંતુ એવું નથી. જ્યારે ડેન્ગીના વાયરા ફેલાયા હોય ત્યારે પણ ક્લાસમાં ૧૦ જ જણને આ રોગ થાય છે, બધાને થતો નથી. તો શું ડેન્ગી માટે વ્યક્તિ ખુદ જવાબદાર છે? એક રીતે જોઈએ તો હા, કારણ કે વ્યક્તિની ઇમ્યુનિટી નબળી હોય તો જ એને રોગ થાય. જોકે ઘણી વાર હેલ્ધી હોવા છતાં પણ રોગ થાય છે. આમ વ્યક્તિનો કે બાળકનો વાંક કાઢવાને બદલે આપણે સમજીએ કે બાળકને ઇલાજની જરૂર છે અને તેને મદદરૂપ થઈએ એ અનિવાર્ય છે.

બાળકોને કઈ રીતે બચાવવાં માનસિક રોગોથી?

નાની ઉંમરમાં આપણાં બાળકો ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો ભોગ ન બને એ માટે તેનાં મમ્મી-પપ્પા તરીકે કે ઘરના સદસ્ય તરીકે આપણે શું કરી શકીએ એ જાણીએ મેન્ટલ હેલ્થ લાઉન્જ, અંધેરીના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી પાસેથી.

આપણું જીવન અત્યંત ફાસ્ટ થઈ ગયું છે અને એને ધીમું પાડવાની અત્યંત જરૂર છે. ૧૦૦ વર્ષનું જીવન આપણે ૧૦ વર્ષમાં જીવી રહ્યા છીએ. એક બાળક છથી આઠ કલાક સ્કૂલમાં જાય છે અને એ સિવાયની ઍક્ટિવિટીમાં બીજા ચાર-પાંચ કલાક ફાળવે છે. આવવા-જવાના કલાકો જુદા. આમ લગભગ ૧૨ કલાક તે ફક્ત શીખે છે. સ્પોર્ટ્સ અને મ્યુઝિક જેવી રિલૅક્સ થવાની પ્રવૃત્તિઓમાં પણ કૉમ્પિટિશન ઘુસાડીને બાળકને સ્ટ્રેસમાં નાખવામાં આવે છે. મમ્મી-પપ્પા પણ ૧૨ કલાક કામમાં વ્યસ્ત હોય છે. મમ્મી-પપ્પા પાસે બાળક માટે સમય નથી. આ બધાને કારણે દરેક વસ્તુની ઉંમર ઘટતી જાય છે, કારણ કે એક્સપોઝર ઘણું વધતું જાય છે. પૉર્ન જોવાની, સેક્સ કરવાની, ડ્રગ્સ લેવાની, આપઘાત કરવાની, માનસિક તકલીફો આવવાની બધાની ઉંમર વર્ષ દર વર્ષે‍ ઘટતી જ જાય છે. સમાજમાં આવેલો આ બદલાવ બાળકોના માનસિક પ્રૉબ્લેમ્સ પાછળ ઘણો મહત્વનો છે એ આપણે સમજવું રહ્યું. જિનેટિક કારણો માટે આપણે કંઈ કરી શકીએ એમ નથી, પરંતુ જો આપણે આપણાં બાળકોના માથેથી ભાર ઓછો કરી શકીએ તો પણ તેમની ઘણી મોટી મદદ થશે. બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહે એ માટે આ પાંચ બાબતો પર ધ્યાન આપો.

તેમનો ભણતરનો ભાર થોડો ઓછો કરો. આજના સમયની ડિમાન્ડ છે કે સ્કૂલોએ બદલાવું જ પડશે. રોબોની જેમ માહિતીઓ તેમની સામે ખડકવાનું બંધ કરીને તેમને માણસ સમજીને કામ લેવું જરૂરી છે. દરેક વિષયમાં હોમવર્ક આપવાની પ્રણાલી બંધ થવી જોઈએ. હોમવર્ક જ શું કામ આપવાનું? સ્કૂલમાં ભણ્યા એટલું બસ છે. આખો સમય બાળક ભણ્યા જ કરે તો બીજું કઈ કરી જ નહીં શકે

સ્કૂલમાં ભણતરનો જે ભાર છે એનાથી બમણો ભાર ઘરે મમ્મી-પપ્પા મૂકતાં હોય છે દરેક વાતમાં સરખામણી કરીને. તમારા બાળકને સમજો અને સરખામણીઓ ન જ કરો. જો તેના પર પ્રેશર હળવું કરશો તો તે વધુ સારું પર્ફોર્મ કરશે. બીજા સાથેની સરખામણીમાં તેનો આત્મવિશ્વાસ ઘટશે. હીન ભાવના તેની અંદર આવશે

બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેના માટે તમે અવેલેબલ રહો. આ ખૂબ જ અઘરું થઈ ગયું છે આજના સમયમાં. મમ્મી-પપ્પાને બાળક માટે સમય જ નથી હોતો અથવા એવું થઈ ગયું છે કે મમ્મી-પપ્પા પાસે જ્યારે સમય હોય ત્યારે એ બાળકને આપે. આમાં એવું થાય છે કે બાળકને જ્યારે જરૂર હોય ત્યારે તેણે તેના પ્રૉબ્લેમ્સને કે તેની ભાવનાઓને જાતે એકલાં સંભાળવાં પડે છે. જે બાળક સંભાળી લે છે તે હોશિયાર બની જાય છે, પરંતુ જે નથી સંભાળી શકતું તેની હાલત ખરાબ થઈ જાય છે. બાળકને સમય આપતાં મમ્મી-પપ્પાનાં બાળકો સંતોષી અને આત્મવિશ્વાસથી છલકાતાં હોય છે. બાળકને બીજું કંઈ જ નહીં, તમારો સમય જોઈતો હોય છે. એ ચોક્કસ આપો. દરેક સોશ્યલ પાર્ટીમાં હાજરી નહીં આપો તો ચાલશે, પરંતુ તમારા બાળકને દરરોજ રાત્રે સૂતાં પહેલાં વાર્તા કરવા માટે સમય કાઢો

બાળકોના ખોરાક પર ધ્યાન આપો. બહારનો ખોરાક અને ઘરનો ખોરાક એમાં ઘણો ફરક છે અને આ ફરકની અસર બાળકના માનસ પર પડવાની જ છે. બીજું એ કે જો તેની ડાયટ હેલ્ધી હશે તો શરીર અને મન બન્ને હેલ્ધી હશે

બાળકો આજકાલ રાતે બારથી એક વાગ્યા સુધી અને ઘણાં તો બે-બે વાગ્યા સુધી જાગતાં હોય છે. આ જાગરણ પાછળનાં કારણોમાં તેમનાં ગૅજેટ્સ જવાબદાર છે. ૧૨-૧૫-૧૭ વર્ષે આ પ્રકારના રાત્રિ-ઉજાગરાઓ સામાન્ય બનતા જાય છે એ ચિંતાજનક છે. આ પ્રકારના ઉજાગરા કરવા જ ન જોઈએ. જો તમારા બાળકને આવી આદત હોય તો એ દૂર કરવા પર ભાર આપો. ઊંઘની માનસિક અવસ્થા પર સીધી અસર પડે છે

May 21, 2018
neet.jpg
1min10540

ડૉક્ટર બનવા ઇચ્છતા દીકરાની NEETની પરીક્ષા માટે તેની સાથે કેરળ ગયેલા તામિલનાડુના ૪૬ વર્ષના ગૃહસ્થને હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યા હતા.

કેરળના એર્નાકુલમમાં દીકરો અને તેના પપ્પા એક લૉજમાં ઊતર્યા હતા. સવારે પરીક્ષાના સેન્ટર પર જવા માટે દીકરો લૉજમાંથી રવાના થયો ત્યારે પપ્પાએ તેને વિદાય આપી હતી, પરંતુ થોડા વખત પછી દીકરો કસ્તુરી મહાલિંગમ પરીક્ષાનું પેપર લખતો હતો ત્યારે તેના પપ્પા ક્રિષ્નાસામી હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા હતા.

તામિલનાડુના મુખ્ય પ્રધાન પલનીસ્વામીએ ક્રિષ્નાસામીના મૃત્યુ બાબતે શોક વ્યક્ત કરતાં તેમના પરિવારને મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાંથી ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત સ્ટુડન્ટની મમ્મીની વિનંતીને માન આપીને  કસ્તુરી મહાલિંગમના ઉચ્ચ શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર તરફથી આપવાની પણ જાહેરાત કરી હતી.

March 7, 2017
1200px-Western_India
1min1475

નર્મદા યોજના પેટે નીકળતી આ રકમની વસૂલી માટે ગુજરાત સરકારે છેલ્લાં બે વર્ષમાં વિનંતી કરતા પત્રો લખ્યા હોવા છતાં દાળ નથી ગળી