CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 42 of 48 - CIA Live

September 24, 2018
careerguidance.jpg
1min5200

650 શાળાઓના શિક્ષકોને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલીના તરસાડી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮” ની ઉજવણી કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓમાં શાળાકીય શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના ગુણો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી ‘કરિયર કોર્નર વીક’નું આયોજન થયું છે. સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરી, સુરત અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલા “કારકિર્દી આયોજન સપ્તાહ’ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન (એસ.એસ.સી.), યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉપરાંત સુરત જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે NCERT અભ્યાસક્રમ અને એડોલેસેન્ટ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલે ‘કરિયર કોર્નર વીક’ વિષે વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો છે, જેની મોટાભાગના વિદ્યાર્થીઓને પાયાની જાણકારી હોતી નથી. પૂરતી માહિતીના અભાવે તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કારકિર્દી આયોજન સપ્તાહના આયોજન દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો ઝડપવા માટે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર વિષયક કાર્યક્રમો તેમજ રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દ્વારા શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.

‘કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત કારકિર્દી ઘડતરના તેમજ આયોજનના વિવિધ પગથિયા તેમજ લશ્કર, ફેશન, ટેકનોલોજી, ખેતીક્ષેત્રે તેમજ મેડિકલ અને એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ પ્રકારની રોજગારની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ.એન.રાઠોડ, રોજગાર અધિકારીશ્રી મુકેશભાઈ વસાવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

September 21, 2018
shameful-1280x932.jpg
1min5170

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યની મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ખોટ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન વખતે સામે ન આવે એટલે એમસીઆઇના દર ઇન્સ્પેકશન વખતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અધ્યાપકોની ઉથલપાથલ એટલે કે આડેધડ બદલી કરી દેવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર આવી પ્રેક્ટિસ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે.

ગઇ તા.19 સપ્ટેમ્બર 2018ના રોજ રાજ્ય સરકારે રાજ્યની જુદી જુદી મેડીકલ કોલેજોમાંથી 161 જેટલા અધ્યાપકોની જુદી જુદી કોલેજોમાં બદલી આદેશો કર્યા હતા. આ બદલીમાં એક મોટો લોચો એ પણ લાગ્યો કે રાજ્ય સરકારે એવા અધ્યાપિકાની બદલીનો ઓર્ડર કરી દીધો કે જે હયાત જ નથી. ફેબ્રુઆરી 2018માં કેન્સરથી જેમનું મૃત્યુ થયું હતું એમની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડો. મધુ પંજવાણી કે જેઓ ભાવનગર ખાતે સરકારી મેડીકલ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારજનોએ મિડીયા પર્સન્સને જણાવ્યું હતું કે ડો. મધુ પંજવાણી કેન્સરથી પીડાતા હતા અને ગયા ફેબ્રુઆરી 2018માં તેમનું નિધન થયું હતું. ગઇ તા.19મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 161 અધ્યાપકોની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં ડો. મધુ પંજવાણીનું નામ પણ સામેલ કરી દેવાયું. ડો. મધુ પંજવાણીને ભાવનગર મેડીકલ કોલેજમાંથી જૂનાગઢ ખાતે જીએમઇઆરએસ સેમી સરકારી મેડીકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું ઓર્ડરમાં જણાવાયું છે.

રાજ્યના આરોગ્ય વિભાગની આ બેદરકારીને લીધે તબીબી જગત તેમજ શિક્ષણ જગતમાં સરકારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

 

You can Find us on GOOGLE Play Store

September 20, 2018
medical.png
1min6660

કેગ એ ગુજરાત સરકારની તદ્દન બેપરવાહીની ગંભીર નોંધ લીધી

ગુજરાત સરકારના સાવ જ બેપરવાહીભર્યા વલણને કારણે ગુજરાતમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષથી પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રૂ.750 કરોડની જંગી રકમનું ફંડ લેપ્સ થઇ ગયું છે. કેગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં એવી નોંધ કરવામાં આવી છે કે ગુજરાત સરકારે પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવા અંગેની કોઇ દરખાસ્ત જ ન કરતા આ રકમ તો ગુમાવવી પડી છે પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની એમબીબીએસની કુલ 3900 જેટલી હયાત સીટોમાં વધારો  થઇ શક્યો હોત તે પણ ગુમાવવાનો વખત આવ્યો છે.

કેગએ એ વાતની પણ ઘેરી નોંધ લીધી છે કે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મેડીકલ કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરવામા ંઆવે છે ત્યારે ત્યારે અધ્યાપકોની આડેધડ બદલીઓ કરીને જે તે કોલેજનું સ્ટેટસ બચાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે આ બાબત સૌથી હાનિકર્તા છે. સરકાર જ જો આવું કરશે તો ગુજરાતમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ કેવી રીતે સુધરી શકશે એવી પણ નોંધ કેગ દ્વારા કરવામાં આવી છે.

એટલું જ નહીં પણ ગુજરાત સરકારે રાજ્યમાં મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચને પ્રોત્સાહન મળે તેવી નીતિ નક્કી કરવા માટે વચનો તો બહું જ આપ્યા પણ કમનસીબે હજુ સુધી મેડીકલ રિસર્ચ ક્ષેત્રમાં ગુજરાત સરકારની કોઇપણ પ્રકારની ગાઇડલાઇન્સ હોય તેવું પ્રતીત થતું નથી.

September 18, 2018
classroom_620.jpg
1min5440

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર કરોડો રૂપિયાના ખર્ચે શિક્ષણ સુધારણા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં ધોરણ 6થી 8ના 28 ટકા બાળકોને વાંચતા કે લખતાં પણ આવડતું નથી. જે સરકારની નિષ્ફળતા સૂચવે છે. ગુજરાતમાં ધોરણ 6થી 8ના બાળકોને લખતાં-વાંચતા ન આવડતું હોવા છતાં રાજ્યના શિક્ષણ પ્રધાન દિલ્હી જઈને ધોરણ 6થી 8માં ફરીથી પાસ-નાપાસની પદ્ધતિ શરૂ કરવા માટેની માગણી કરી ચૂક્યા છે.

ગત જુલાઈ માસથી શરૂ થયેલા ગુજરાત સરકારના મિશન વિદ્યા અભિયાનના કાર્યક્રમમાં સરકારી સ્કૂલોની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. જીસીઈઆરટી દ્વારા મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનના પ્રેઝન્ટેશનમાં ધોરણ.6થી 8ના સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓ એટલે કે, 28.38 ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં ન આવડતું હોવાનું બહાર આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે, જો ધોરણ 6થી 8ના બાળકોની આ સ્થિતિ હોય તો પછી ધોરણ 1થી 5ની શું સ્થિતિ શું હશે?

સરકારી સ્કૂલોના બાળકો વાંચન, લેખન અને ગણનમાં પરિપક્વ બને તેના માટે મિશન વિદ્યા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને આ કાર્યક્રમ નિરંતર કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પરંતુ આ કાર્યક્રમે સરકારી સ્કૂલોની સાચી સ્થિતિને ઉજાગર કરી હતી. મિશન વિદ્યા અભિયાન રાજ્યની કુલ 23,474 શાળાઓના નબળા હોય તેવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ધોરણ 6થી 8માં 20 લાખથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય છે. જેની સરેરાશ પ્રમાણે એક ધોરણ.માં 6,66,666 બાળકો અભ્યાસ કરતા હોવાનો અંદાજ લગાવી શકાય. જોકે આ બાળકો પૈકી વાંચન, લેખન અને ગણનમાં 10 ગુણમાંથી 0થી 5 માર્કસ મેળવ્યાં હોય તેવા વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,73,352, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,03,261 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,06,867 થાય છે.જ્યારે ધોરણ.7માં વાચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,61,533, લેખનમાં નબળા હહોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,93,903 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,07,705 થાય છે. ધોરણ. 8માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,57,433, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 1,90,934 અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 2,08,228 થાય છે.

September 8, 2018
saur-1280x720.jpg
1min4880

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી પી.એચડી. કરી રહેલી એક રિસર્ચ સ્કોલરની તેના ગાઇડ દ્વારા જાતીય સતામણી થતી હોવાની ગંભીર ફરીયાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિને કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રિસર્ચ સ્કોલરે ફરીયાદ કરી હતી કે તેના પી.એચડી.ના ગાઇડ દ્વારા તેની જાતીય સતામણી કરવાના ઇરાદે પોતાની કેબિનમાં વારેઘડીયે બોલાવતા અને તેને અણછાજતા પ્રયોગ કરીને પોતાની જાતિય માગણી સંતોષવા માટે મજબૂર કરી રહ્યા હતા. જ્યારે રિસર્ચ સ્કોલરે ગાઇડની ઓફિસમાં જવાનું બંધ કરી દીધું ત્યારે ગાઇડે તેની પી.એચડી.ની થીસીસ પૂરી નહીં કરવા દેવા સબબની ધમકી આપી હોવાની ફરીયાદ પણ રિસર્ચ સ્કોલરે કરી છે.

પી.એચડી. ગાઇડ દ્વારા આ પ્રકારે થતી જાતીય સતામણી અંગે રિસર્ચ સ્કોલર દ્વારા પ્રથમ તેના પરિવારજનોને ફરીયાદ કરવામાં આવી હતી. પરિવારજનોએ હિંમત આપીને લંપટ ગાઇડને સબક શીખવવા માટે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નિલંબરી દવેને ફરીયાદ કરવા જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટિંગ વીસી નિલંબરી દવેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની રિસર્ચ સ્કોલર તરફથી ફરીયાદ મળી છે અને તેના પર તપાસ ચાલી રહી છે. તપાસના અંતે કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે.

September 7, 2018
dental.jpg
1min5310

જયેશ બ્રહ્મભટ્ટ

રાજ્યમાં પહેલી વખત એવું બન્યું છે કે બી.ડી.એસ. બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં આ વર્ષે પ્રવેશ કાર્યવાહીના ત્રણ-ત્રણ રાઉન્ડ પછી પણ 288 બેઠકો ખાલી પડી છે. પ્રવેશ માટે એડમિશન કમિટીએ બૂમો પાડી પાડીને વિદ્યાર્થીઓ અને વાલીઓને બોલાવ્યા હતા. છેલ્લે મોપ અપ રાઉન્ડ યોજ્યો હતો, આમ છતાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે આવ્યા ન હતા. પરીણામે હવે એડમિશન કમિટીએ ખાલી પડેલી 288 બેઠકો જે તે કોલેજોને સોંપી દેવામાં આવી છે. એડમિશન કમિટીએ આ મુજબની સૂચના જારી કરી દીધી છે.

જે બેઠકો ખાલી પડી છે તેમાંથી 99 ટકા બેઠકો ઓપન કેટેગરીમાં ખાલી પડી છે. જાણકારો જણાવે છે કે ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું કે ડેન્ટલ જેવી મહત્વની બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાલ નથી. ઓપન કેટેગરીમાં કુલ 286 બેઠકો ખાલી પડી છે જ્યારે કુલ 288 બેઠકો ખાલી છે.

રાજ્યમાં ડેન્ટલ કોલેજોમાં કેટલી બેઠકો ક્યાં ખાલી પડી તેની વિગતો અત્રે પ્રસ્તુત છે.

September 4, 2018
IIT-1.jpg
1min4160

જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી તા.2જી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. આ સાથે જ આઇઆઇટી જેવી સંસ્થામાં અભ્યાસ કરતા વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનું જીવન રહસ્યમયી સંજોગોમાં ટૂંકાવી દીધું છે.

IIT

આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે જણાવ્યું હતું કે જયદીપ સ્વેઇન પવઈની IIT કૉલેજમાં MTechના પહેલા વર્ષમાં ભણતો હતો અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતો હતો. જયદીપ ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેણે જોગેશ્વરીની હોટેલમાં ગઈ કાલે સવારે જ ચેક-ઇન કર્યું હતું.

વધુ મળતી જાણકારી મુજબ જયદીપ સ્વેઇન મૂળ છત્તીસગઢ વતની હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના પરિવારજનોને તેની આત્મહત્યા અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.

August 31, 2018
schoo-1280x720.jpg
1min6950
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વર્ગ બઢતી અંગેના નિયમો જાહેર કર્યા છે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ટકાનો નિયમ રાખવામાં આવ્યો છે. જોકે, એક નિયમ તરીકે વિદ્યાર્થીને પાસ થવા માટે સિધ્ધી ગુણ અને કૃપા ગુણ ફરજિયાત આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ધોરણ-૧૧ સાયન્સ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ પરીક્ષા માટે ૫૦ ગુણના પેપરમાંથી પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછવાના રહેશે
* બીજી પરીક્ષા માટે ૫૦ ગુણના પ્રશ્નપત્રમાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૧૫ ગુણ અને પ્રથમ પરીક્ષાથી બીજી પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૩૫ ગુણના પ્રશ્નો પુછવાના રહેશે
* વાર્ષિક પરીક્ષા માટે ૮૦ ગુણના પેપરમાં સમગ્ર અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે, જ્યારે ૨૦ ગુણ આંતરીક મુલ્યાંકનના રહેશે
* વાર્ષિક પ્રાયોગીક પરીક્ષા ૫૦ ગુણની લેવાની રહેશે.
* વાર્ષિક પરીક્ષા સહિત વર્ષ દરમિયાન ૩ પરીક્ષા લેવાશે, આ ત્રણ પૈકી વર્ગ બઢતી માટે બે પરીક્ષા આપવી ફરજિયાત છે.
* પાસ થવા માટે વિદ્યાર્થીએ જે તે વિષયમાં ૩૩ ગુણ મેળવવાના રહેશે
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્કૂલો વર્ગ બઢતીના નિયમો ઉંચી કક્ષાના રાખવા ઈચ્છતી હોય તો રાખી શકશે પરંતુ તે પહેલા બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે.
* અકસ્માત થયો હોય ત્યારે એક પરીક્ષા ન આપનાર વિદ્યાર્થી માટે અન્ય પરીક્ષાના ગુણને ટકામાં રૂપાંતર કરી ગેરહાજર રહેલા પરીક્ષાના ગુણ ગણી નિયમ પ્રમાણે વર્ગ બઢતી લાયક ગણવાનો રહેશે.
* વિદ્યાર્થીની શાળામાં હાજરી ૧૦૦ ટકા ફરજિયાત છે, પરંતુ વિદ્યાર્થીની માંદગી, કુટુંબમાં શોક, રહેઠાણ ફેરફાર જેવા કિસ્સામાં તુટ મંજુર કરી શકાશે. જેમાં ૧૫ ટકા સુધીની છુટ આચાર્ય આપી શકશે. ૧૬થી ૨૫ ટકા સુધીની છુટ ડીઈઓ આપી શકશે અને ૨૬ ટકા કરતા વધુ છુટ બોર્ડના સચિવની પુર્વ પરવાનગીથી આપી શકાશે.
* બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ બાળકોને જે છુટછાટ મળે છે તે ધોરણ-૧૧ની શાળાકીય પરીક્ષામાં પણ આપવાની રહેશે.
ધોરણ-૯ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ કસોટી ૫૦ ગુણ, બીજી કસોટી ૫૦ ગુણ, વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણ અને આંતરીક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે.
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ, ચિત્રકામ, સંગીત, સીવણ અને ભરત, કમ્પ્યુટર અધ્યયન જેવા વિષયોની વર્ષ દરમિયાન એક જ વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે.
* દરેક વિષયમાં પાસ થવા માટે ૩૩ ગુણ મેળવવાના રહેશે
આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
August 27, 2018
hom-1280x720.jpg
1min8380

Jayesh Brahmbhatt  98253 44944

ગુજરાત સરકારની મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટેની કમિટીએ હાલમાં પેરામેડીકલ કોર્સમાં હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ચોઇશ ફિલિંગ માટે કોલેજોની જે યાદી ફાળવવામાં આવી છે તેમાં 60 ટકા કોલેજો તો નોટ પરમિટેડ સ્ટેટસ એટલે કે તેમને શૈક્ષણિક વર્ષ 2018-19ના વર્ષ માટે કોલેજ ચલાવવાની પરવાનગી આપવામાં આવી નથી.

ખુદ પ્રવેશ સમિતિ જો આવી નોટ પરમિટેડ કોલેજોને પ્રવેશ યાદીમાં મૂકે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું સમજવું. અહીં નીચે દર્શાવેલી હોમિયોપેથી કોલેજોની યાદી જોઇએ તો રાજ્યમાં હોમિયોપેથીની કુલ 33 કોલેજ છે, પ્રવેશ સમિતિની સત્તાવાર માહિતી એવું કહે છે કે કુલ 33 હોમિયોપેથી કોલેજોમાંથી ફક્ત 11 હોમિયોપેથી કોલેજો જ ચાલુ વર્ષ માટે સક્ષમ સત્તામંડળની પરવાનગી ધરાવે છે, બાકીની કોલેજોને હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.

દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે. હોમિયોપેથી કાઉન્સિલ દ્વારા ખૂબ મોડા એટલે કે દિવાળીના તહેવારો પછી પણ પરવાનગી આપવામાં આવે છે અને ગુજરાત સરકારની કમિટી દિવાળી પછી પણ પ્રવેશ એલોટ કરી દે છે. અહીં કાયદેસર રીતે નીતી  નિયમો અને કાયદાઓની ઐસીતૈસી કરી દેવામાં આવે છે.

એવી પણ બદબૂ આવે છે કે હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોની પરવાનગી મોડી આપવા પાછળ એક મોટું કૌભાંડ છે, મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્યારે સમયસર પ્રવેશ મળતો નથી ત્યારે તેમની ધીરજ ખૂટી જાય છે અને બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લે છે અને બાદમાં મેરીટ નહીં ધરાવતા હોય તેવા મળતીયા વિદ્યાર્થીઓને કાયદેસર રીતે પ્રવેશ મળી જાય છે.

આવું દર વર્ષે થતું હોવા છતાં હોમિયોપેથી કાઉન્સિલથી લઇને ગુજરાત સરકાર સુધી કોઇ દરમિયાનગીરી કરીને સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકાય તેવા પગલાં ભરતું નથી.

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ હોમિયોપેથી કોલેજ માન્ય અને કઇ અમાન્ય

 

પ્રવેશ સમિતિની યાદી મુજબ કઇ આયુર્વેદિક કોલેજ માન્ય અને કઇ અમાન્ય

મેડીકલ પ્રવેશ સમિતિની યાદી મુજબ રાજ્યમાં કુલ 27 આયુર્વેદિક કોલેજો અસ્તિત્વમાં છે અને તેમાંથી ફક્ત 09 જ કોલેજો તા.27મી ઓગસ્ટ 2018 સુધીમાં પરમિશન ધરાવે છે, બાકીની 18 આયુર્વેદિક કોલેજો પાસે 2018-19ના વર્ષ માટેની કોઇ પરવાનગી સક્ષમ સત્તામંડળ પાસેથી મળી નથી.

વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા મૂંઝવણમાં મૂકાઇ ગયા છે કે તેમની તકલીફ સાંભળવા વાળું કોઇ નથી. પ્રવેસ સમિતિએ એ પણ સ્પષ્ટતા કરી નથી કે નોટ પરમિટેડ સ્ટેટસ ધરાવતી કોલેજોમાં પ્રવેશ લેવો કે નહીં લેવો, એથી વિશેષ નજીકના ભવિષ્યમાં કે ચાલુ વર્ષે થોડા દિવસો પછી આ કોલેજોને પરમિશન મળી જશે કે કેમ, પરમિશન મળી જશે તો આ વિદ્યાર્થીઓના પ્રવેશને કાયમ કરાશે કે કેમ ખુદ પ્રવેશ સમિતિ જ વિદ્યાર્થીઓને નરોવા કુંજરોવાની સ્થિતિમાં મૂકી દેતી હોય ત્યારે બીજાનું તો પૂછવું જ શું.

August 27, 2018
medic.jpg
1min13800

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આગામી સપ્ટેમ્બર માસમાં એમબીબીએસ માટેનો નવો અભ્યાસક્રમ લોન્ચ કરશે. આ અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦થી અમલી બનશે, જેમાં મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ લેવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ એમબીબીએસનો અભ્યાસક્રમ ર૧ વર્ષના લાંબા સમયગાળા બાદ બદલાઇ રહ્યો છે.

નવા અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યાં છે તો છેલ્લા ર૧ વર્ષના સમયગાળા દરમિયાન નવી બીમારીઓ તેમ જ લેટેસ્ટ સારવાર પદ્ધતિની બાબતો સમાવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના સમયગાળા દરમિયાન ત્રીજા વર્ષથી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકતા હતા. હવે નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓ પહેલા વર્ષથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિસ એટલે કે અનુભવ મેળવી શકશે. નવા અભ્યાસક્રમના અમલીકરણ પહેલાં એમસીઆઇ પ્રોફેસરને પણ તે અંગેની ટ્રેનિંગ આપશે. જાન્યુઆરી માસમાં આગામી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં બદલાવ કરવાની મંજૂરી એનસીઆઇએ આપી દીધી હતી.