CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 36 of 48 - CIA Live

March 16, 2019
tejaswi.jpg
1min3213

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક આઇડિયા કિસ્મતને બદલી શકવા સમર્થ હોય છે. આ કહેવતના સાક્ષાત્કાર કરાવતી અનેક ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે. સુરતની બચકાણીવાલા સરદાર સ્કુલની હોનહાર સ્કુલ ગર્લ તેજસ્વી દેસાઇને એક આઇડિયા આવ્યો કે જે રીતે વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઇને ઓક્સીજન બહાર ફેંકે છે એ જ તર્જ પર કોઇ મશીન કેમ કામ ન કરે. આ આઇડિયાને સાકાર કરવા માટે ફક્ત રૂ.50 જેટલો ખર્ચ થયો, બચકાણીવાલા સ્કુલના પ્રિન્સીપાલ જ્યોતિબેન પરીખની આજ્ઞાથી અને કો-ઓર્ડિનેટર સુનિલ જાધવનું માર્ગદર્શન લઇને તેજસ્વી એ પ્રોજેક્ટને પહેલા સુરત લેવલે થયેલા સાયન્સ ફેરમાં પછી ગુજરાત સાયન્સ ફેરમાં પછી નેશનલ સાયન્સ ફેરમાં રજૂ કર્યો. પ્રોજેક્ટ બધાને ગમ્યો, બધાએ પ્રોજેક્ટને બિરદાવ્યો અને હવે સુરતી ગર્લ તેજસ્વી દેસાઇ જાપાનના ટોકિયો ખાતે 20થી 26 એપ્રિલ 2018ના રોજ યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભારતમાંથી કુલ 850 શાળાઓના પ્રોજેક્ટ રજૂ થયા હતા, ગુજરાતમાંથી સુરતની એચએમ બચકાણીવાળા સરદાર સ્કુલની વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇનો એકમાત્ર પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લેવલે જાપાન શકુરા યુથ એક્સચેન્જ માટે શોર્ટ લિસ્ટ થયો છે. આમ, ફક્ત રૂ.50માં સાકાર થયેલો આઇડિયા વર્કિંગ મોડેલ સાથે હવે જાપાનમાં ભારતનું નામ રોશન કરશે.

વૃક્ષ પરથી પ્રેરણા લઇને સુરતી ગર્લ તેજસ્વી દેસાઇએ પ્રોજેક્ટ બનાવ્યો જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજન બહાર તો ફેંકે છે સાથોસાથ વીજળી પણ ઉત્પાદિત કરે છે, આવો પ્રોજેક્ટ અગાઉ કોઇપણ વખત રજૂ થયો નથી

શાળા કક્ષાએ યોજાતા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા કહો કે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કહો) કેટલા બધા ઉપયોગી અને ફળદાયી નિવડે છે એ જાણવું હોય તો આ જીવતી વારતાં વાંચવી પડશે. પાલનપુર પાટીયા ખાતે આવેલી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એચ.એમ.બચકાણીવાળા સરદાર ઇંગ્લિશ મિડીયમ સ્કુલમાં હાલ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેજસ્વી નિરવ દેસાઇને ગત વર્ષે ધો.10માં હતી ત્યારે સુરત શહેર જિલ્લા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં શાળા તરફથી એક પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. કોઇ ચોપડીમાં નથી કે ગુગલ પર પણ નહીં મળે તેવો આઇડિયા તેજસ્વી દેસાઇના મનમાં અંકુરીત થયો. આઇડીયા એ હતો કે ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સીજન બહાર ફેંકે છે તેના જેવું કોઇ યંત્ર, મશીન કેમ ન વિકસાવી શકાય. બસ આ આઇડિયા તેણે આચાર્યા જ્યોતિબન પરીખને કહ્યો. જ્યોતિબેન પરીખે શાળાના કો-્ઓર્ડિનેટર સુનિલ જાધવને તેજસ્વી દેસાઇને માર્ગદર્શિત કરવા જણાવ્યું. શિક્ષક અને વિદ્યાર્થિનીએ પ્રોજેક્ટ પર કામ કરવા માંડ્યું અને શાળાની લેબોરેટરીમાં પ્રોજેક્ટ વિકસાવવા માંડ્યો. કેમકે આ પ્રોજેક્ટ અગાઉ ક્યાંયે કોઇ રીતે રજૂ થયો ન હોઇ, બધું જ કામ જાતે કરવું પડ્યું.

શિક્ષક સુનિલ જાધવ અને વિદ્યાર્થિની તેજસ્વી દેસાઇએ સાયન્સના પ્રયોગોને આધાર બનાવતા બે બિકર લીધા એક બિકરમાં સાંદ્ર મીઠું અને બીજા બિકરમાં ધોવાનો સોડા પ્રમાણસર રાખ્યો. બન્ને બિકર વચ્ચે ટીશ્યુ પેપર સોલ્ટ બ્રિજ બનાવ્યો, પહેલા બિકરમાં ગ્રેફાઇડ કેથોડે અને બીજા બિકરમાં એનાર્ડેનોની મદદથી બન્ને વચ્ચે વાયર જોડી તેના પર મલ્ટીમીટર ફીટ કર્યું. પ્રોજેક્ટ હતો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લઇને ઓક્સીજનને હવામાં છોડવો. આ પ્રોજેક્ટ તો સાકાર થયો પણ સાથોસાથ એક નવીન શોધ એ પણ થઇ કે તેમાંથી તેઓ એનર્જી જનરેશનનો બિલકુલ તરોતાજા પાઠ શીખ્યા. બસ પછી પૂછવું જ શું.

તેજસ્વી દેસાઇ તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ જાપાનના ટોકીયો ખાતે શકુરા યુથ એક્સચેન્જ અન્વયે યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ સાયન્સ ફેર 2019માં ભારત તરફથી પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે

બિલકુલ ફ્રેશ પ્રોજેક્ટ સુરતમાં રજૂ થયો, સુરતમાં પહેલો નંબર, સ્ટેટ લેવલ પર રજૂ થયો ત્યાં પણ પહેલો નંબર પછી નવી દિલ્હી આઇ.આઇ.ટી. ખાતે યોજાયેલા નેશનલ સાયન્સ ફેર 2019માં રજૂ થયો. ત્યાંનું રિઝલ્ટ આવવાનું બાકી છે પરંતુ, જ્યુરીએ દેશભરમાંથી આવેલા 850 પ્રોજેક્ટમાંથી કુલ 42 પ્રોજેક્ટ પસંદ કર્યા તેમાં સુરતની એચએમબી સરદાર ઇંગ્લિશ હાઇસ્કુલની તેજસ્વી દેસાઇનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટને જાપાન ખાતે આગામી તા.20થી 26 એપ્રિલ 2019ના રોજ યોજાનાર શકુરા યુથ એક્સચેન્જ અન્વયેના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી મળી ગઇ. કુલ 41 દેશોના બાળ વિજ્ઞાનીઓ જાપાન ખાતે આયોજિત સાયન્સ ફેરમાં પોતાના પ્રોજેક્ટસ રજૂ કરશે.

જાપાનના ટોકીયો શહેર ખાતે આયોજિત શકુરા યુથ એક્સચેન્જ અન્વયે પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટસમાં ગુજરાત તરફથી સુરતની એચએમબી સ્કુલની તેજસ્વી દેસાઇ એકમાત્ર છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન તેજસ્વી દેસાઇએ અને તેના માર્ગદર્શક સુનિલ જાધવે કહ્યું કે આ બિલકુલ ઓરિજિનલી અમારો પ્રોજેક્ટ છે. વિશ્વમાં અગાઉ ક્યારેય આવી શોધ થઇ નથી. આજે વાતાવરણમાં ભારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ભળીને વાતાવરણ પ્રદૂષિત થઇ રહ્યું છે તેવા સંજોગોમાં આ બેટરી ટાઇપ પ્રોજેક્ટ એવો છે કે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને ઓક્સીજન તો ભેળવે જ છે સાથોસાથ વીજળી પણ પેદા કરી શકે છે. એટલા આ પ્રોજેક્ટને જ્યાં રજૂ કરીએ છીએ ત્યાં સ્વીકૃતિ મળી રહી છે.

તેજસ્વી દેસાઇએ કહ્યું કે લાંબા ગાળે આ પ્રોજેક્ટ વાહનોની બેટરીમાં તેમજ પર્યાવરણના પ્રોજેક્ટમાં સાકાર કરી શકાય તેમ છે. હાલ તો આ પ્રોજેક્ટ માટે તમામ ચીજવસ્તુઓ મળીને ફક્ત રૂ.50નો ખર્ચ થયો છે, આટલા ખર્ચમાં આ પ્રોજેક્ટ છેક ઇન્ટરનેશનલ સાયન્સ ફેર સુધી પહોંચી ગયો છે.

March 15, 2019
mehul_modi.jpg
1min16170

ભલે નરેન્દ્ર મોદી પાસે પી.એચડી.ની ડિગ્રી નહીં હોય પરંતુ, તેમની કામગીરી પર રિસર્ચ કરનાર સુરતના યુવાન વકીલ મેહુલ ચોક્સીએ તૈયાર કરેલા મહાનિબંધને સ્વીકારીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતની સર્વોચ્ચ ડિગ્રી પી.એચડી. એનાયત કરી છે. વિશ્વમાં પહેલી વખત બનેલી ઘટનામાં શ્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિ પર પી.એચડી.ની ડિગ્રી એનાયત થઇ હોય.

નરેન્દ્ર મોદી પર પી.એચડી. કરનાર મેહુલભાઇ ચોક્સીએ સી.આઇ.એ.લાઇવ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેમણે તા.19મી એપ્રિલ 2010ના રોજ તેમના પી.એચડી. પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. યુનિ.ના એમ.પી.એ. ડિપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેસર શ્રી ડો.નિલેશ જોશી તેમના પી.એચડી.ગાઇડ હતા. તેમણે સરકારી સિસ્ટમમાં પોલિટીકલ લિડરની ભૂમિકા, યોજનાઓનું અમલીકરણ, ખાનગી લોકો સાથે લોકભાગીદારી વગેરે જેવા મુદ્દાઓને સાંકળી લઇને થીસીસ તૈયાર કરી હતી.

(નરેન્દ્ર મોદીના ગવર્નન્સ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પી.એચડી.ની ડિગ્રી એનાયત કરી છે)

સુરતના યુવાન ધારાશાસ્ત્રી મેહુલ ચોકસીએ જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમનું પી.એચડી. શરૂ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જ્યારે તેમનું પી.એચડી. પૂરું થયું એટલે કે પી.એચડી. નોટિફિકેશન વીર નર્મદ યુનિવર્સિટીએ ઇશ્યું કર્યું ત્યારે એ તારીખ 13મી માર્ચ 2019ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે બિરાજી રહ્યા છે.

March 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min20210

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીની તારીખ 23મી એપ્રિલ જાહેર કરવામાં આવી છે. હકીકતમાં આ જ દિવસે એટલે કે તા.23મી એપ્રિલ 2019ના રોજ ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2019 લેવાની ઘોષણા કરવામાં આવી છે અને તેના ફોર્મ પણ ભરાઇ ચૂક્યા છે.

અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા 3 વખત ગુજકેટ 2019ની તારીખો બદલવામાં આવી છે હવે લોકસભાની ચૂંટણીને પગલે ચોથી વખત તારીખ બદલવાની નોબત આવીને ઉભી છે.

તા.10મી માર્ચ 2019ના રોજ દેશના ચૂંટણી પંચે ઇલેકશનની તારીખો જાહેર કરી દીધી છે, હવે મતદાનની તારીખમાં ફેરફાર થાય તેવી કોઇ શક્યતા નથી. પરીણામે ગુજરાત બોર્ડે જ ગુજકેટ 2019ની પરીક્ષાની તારીખ બદલવાની ઘોષણા ટૂંક સમયમાં જ કરવી પડે તેવી નોબત હાલ તુરત તો જણાય રહી છે.

We already Reported this

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ ઓફિસમાં બેઠાબેઠા રાજ્યવ્યાપી પરીક્ષાઓના સમયપત્રક વગર વિચાર્યે જાહેર કરી દે છે અને પછી તેની તારીખો બદલવાની ફરજ પડે છે.

ગુજકેટની પરીક્ષા અગાઉ તા.30મી માર્ચે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી તારીખ બદલીને 4 એપ્રિલ 2019 કરવામાં આવી. હવે ફરીથી બોર્ડને એવી માહિતી મળી કે સીબીએસઇ તેમજ અન્ય રાજ્યની પરીક્ષાઓ 4 તારીખે યોજાતી હોઇ, ગુજરાત બોર્ડના અધિકારીઓએ હવે ફરીથી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. હવે નવી તારીખ મુજબ 23મી એપ્રિલ 2019ના રોજ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

March 7, 2019
gseb-1280x720.jpg
1min15460

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે તા.7મી માર્ચ 2019થી શરૂ થયેલી રાજ્યવ્યાપી પરીક્ષામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે ધો.10 હોય કે ધો.12 સાયન્સ અને કોમર્સ હોય તમામ પ્રશ્નપત્રોના 90 ટકાથી વધુ સવાલો ફક્તને ફક્ત પાઠ્ય ક્રમ અને પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા. ધો.12 કોમર્સના અકાઉન્ટન્સી ના પેપરમાં તો દાખલાઓમાં રકમ પણ એ જ પૂછાઇ હતી કે જે પાઠ્ય પુસ્તકમાં છે. ફક્ત નામ બદલીને દાખલાઓ સીધા જ પાઠય પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. આવો જાણીએ તમામ પ્રશ્નપત્રના રિવ્યુ.

Paper Review HSC ફિઝિક્સ

બપોરના સેશનમાં વિજ્ઞાન પ્રવાહમાં આજે પહેલી જ પરીક્ષા ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) વિષયની હતી. પરીક્ષા પૂરી થયા બાદ શહેરની આશાદીપ વિદ્યાલયના શિક્ષક શ્રી મહેશભાઇ શ્યાનીએ આપેલી માહિતી મુજબ ફિઝિક્સનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. ત્રણમાંથી એક મુખ્ય વિષયની અને એ પણ પહેલી પરીક્ષા સરળ અને સારી રીતે પસાર થતા વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા શ્રીમતી મીતાબેન વકીલે તેમના શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલા રિવ્યુ બાદ જણાવ્યું કે 90 ટકાથી વધુ પ્રશ્નો પાઠ્ય પુસ્તકોમાંથી જ પૂછાયા હતા. એમસીક્યુના સવાલો પણ પાઠ્ય પુસ્તકની પાછળ આપેલા સવાલોમાંથી જ પૂછાયા હતા. ફિઝિક્સના દાખલાઓ પણ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાયા હતા. સરવાળે એકદમ સરળ પેપર રહ્યાનું તેમણે જણાવ્યું હતું.

Paper Review HSC અકાઉન્ટન્સી

ધો.12 કોમર્સમાં આજે અકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર અગાઉના તમામ વર્ષો કરતા સરળ રહ્યાના રિવ્યુ સી.આઇ.એ. લાઇવને મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પેપર અંગે ત્યાં સુધી કહ્યું કે મોટા ભાગના દાખલાઓ પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા છે અને કેટલાક દાખલાઓમાં તો રકમ પણ પાઠ્ય પુસ્તકમાં જે છે એ જ રાખીને ફક્ત નામો બદલીને દાખલા પૂછવામાં આવ્યા હતા. જેમણે અકાઉન્ટન્સી વિષયના પાઠ્ય પુસ્તકને જકડીને તૈયારી કરી હશે તેમના માટે આજે 100માંથી 96-98 માર્કસ લાવવા સરળ બની રહેશે.

Paper Review SSC એનસીઇઆરટી બેઝ્ડ

આજે એનસીઇઆરટી બેઝ્ડ પાઠ્યક્રમ સાથે ધો.9 અને ધો.10 અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજનું પ્રશ્નપત્ર હતું. વિદ્યાર્થીઓ તેમજ બોર્ડ બન્ને માટે આ પહેલી વખતની પરીક્ષા હતી. એનસીઇઆરટી આધારિત સિલેબસની પૂર્વતૈયારી રૂપે વિદ્યાર્થીઓને જે પ્રકારે પેપરનું માળખું આપવામાં આવ્યું હતું તે જ પ્રમાણે પ્રશ્નપત્ર આવતાં પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જણાયા હતા.

Paper Review SSC

પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સી.આઇ.એ. લાઇવ ટીમે પરીક્ષાર્થીઓ તેમજ પરીક્ષા બાદ ગુજરાતી વિષય શિક્ષકોને પૂછીને પ્રશ્નપત્ર અંગે રિવ્યુ લીધા હતા. જેમાં તારણ એ આવ્યું કે પહેલું પેપર ગુજરાતી વિષયનું બહું જ સહેલું હતું. વિદ્યાર્થીઓને કોઇ ખાસ મુશ્કેલી ન થાય તેટલું સરળ પેપર રહેતા ધો.10ના વિદ્યાર્થીઓ હસતા મોઢે આજે પહેલા દિવસની પરીક્ષાના અંતે બહાર આવ્યા હતા.

ભૂલકાભવન પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતી સોનલબેન દેસાઇએ સી.આઇ.એ.ને ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર અંગે જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્ર પાઠ્ય પુસ્તક આધારિત હતું. એ ત્યાં સુધી કે ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલા નિબંધ પણ પાઠ્ય પુસ્તકમાં નિર્દેશિત વિષયમાંથી જ પૂછવામાં આવ્યા હતા. સોનલબેને કહ્યું કે ગુજરાતી વિષયની તૈયારી જે વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકના આધારે કરી હશે એ વિદ્યાર્થીઓને આજનું પેપર સાવ સરળ ઉપરાંત સ્કોરિંગ લાગ્યું હશે.

વધુમાં આજે સુરત શહેરના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

 

March 6, 2019
gseb-1280x720.jpg
1min4700

  • વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
  • ધો. 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા
  • 2018 માં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા
  • આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 18.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યા 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.
  • ધોરણ 10ની પરીક્ષા 11,59,762 વિદ્યાર્થીઓ
  • ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો
  • 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે
  • 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ
  • ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે
રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 7.05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓમાં 6,222 જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  ધોરણ 10માં ગુજરાત બોર્ડ દ્વારા એનસીઇઆરટી આધારિત અભ્યાસક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દાખલ કરી તેના આધારે પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા કરી હતી.  જેમાં ચાલુ વર્ષે 12,694 વિદ્યાર્થી એનસીઇઆરટી આધારિત ધોરણ 10ની પરીક્ષા આપશે જેમાં 12,263 રેગ્યુલર વિદ્યાર્થી અને 431 રિપિટર વિદ્યાર્થીનો સમાવેશ તાય છે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ
  • વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો
  • ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓ
  • ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓ
  • સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302
રાજ્યભરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 1,41,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ-એ (ગણિત)માં 57,511 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ગ્રુપ-બી (જીવવિજ્ઞાન)માં 89,760 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ગ્રુપ એબી (ગણિત-જીવવિજ્ઞાન)માં 31 વિદ્યીર્થીઓની નોંધણી થઇ છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમના રિપીટર વિદ્યાર્થીની સંખ્યા 10,302 છે.
  • સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી
  • 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી
  • ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ
  • સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરમાંથી કુલ 5,33,626 વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં 3,59,375 નિયમિત, 95,075 રીપીટર, 7335 આઇસોલેટેડ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે. જ્યારે ખાનગી નિયમિત 40,960 અને ખાનગી રીપીટર 30,881 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા માટે 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત વર્ષે બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 11,03,674 વિદ્યાર્થી નોંધાય હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીની સંખ્યામાં 56,088નો વધારો થયો છે. એવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના કુલ 1,47,302 વિદ્યાર્થી નોંધાયા છે જેની સામે ગત વર્ષે 1,34,671 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
આમ ગત વર્ષ કરતા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 12,631નો વધારો થયો છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રાહના કુલ 5,33,626 વિદ્યાર્થીઓની સામે ગત વર્ષે 4,76,634 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની સંખ્યામાં 56,992નો વધારો થયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને લઇને પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પરીક્ષા સારા વાતવરણમાં પૂર્ણ થાય તે માટે શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવાટી તંત્ર દ્વારા પૂર્વ કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  આ સાતે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી મુકવામાં આવ્યાછે. ઝોનલરૂમને પમ સીસીટીવી ની નજર હેઠળ રાખવામાં આવ્યા છે.
સંવેદનશીલ પરીક્ષા મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. શાળાઓની આજુબાજુના ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નિયમનું પાલન ન કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
March 5, 2019
exams.jpg
1min5160

જયેશ બ્રહ્મભટ્ટ

તા.7મી માર્ચ 2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ ધરાવતા સુરત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહ્યા પૂર્વેનો માહોલ એ વાતની ચાડી ખાય છે કે સુરત હવે પરીક્ષામય બની રહ્યું છે. સુરતમાં દર ચૌથા ઘરે એક બોર્ડનો પરીક્ષાર્થી હોય તેટલી જંગી સંખ્યામાં પરીક્ષાર્થીઓ આ વખતે નોંધાયા છે. પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને ગુડલક-ગીફ્ટસ આપવા માટે મિત્રો, સંબંધીઓ, શુભેચ્છકો વગેરેની આવન-જાવન વચ્ચે સ્વાભાવિક છે કે પરીક્ષાર્થી ઉચાટમય બન્યો છે.

આજે તા.5મી માર્ચે સુરત શહેર જિલ્લામાં જ્યાં જ્યાં જે જે શાળાકીય ભવનોમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં પરીક્ષાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થા દર્શાવવાના સમયે પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા, સ્કુલ બિલ્ડીંગ, માહોલ વગેરે ચકાસવા માટે વાલીઓ સાથે આવ્યા હતા. ઘણાંને બેઠક વ્યવસ્થાથી અસંતોષ હતો તો ઘણાંને બેઠક વ્યવસ્થાથી સંતુષ્ઠિ જણાતી હતી.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

February 28, 2019
vnsgu_logo.jpg
1min17600

આજે સુરતની મુલાકાતે આવેલી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં આવતા વેંત પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે યુનિવર્સિટીના સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, હોકી ગ્રાઉન્ડ તેમજ સ્વીમીંગ પુલ જેવા બિલકુલ રેડી પ્રોજેક્ટસ સમર્પિત કરતા જણાવ્યું હતું કે ભાજપા સરકાર ખેલે ગુજરાતને પ્રોત્સાહિત કરી રહી છે અને યુનિવર્સિટી જેવા વિશ્વ વિદ્યાલયોએ ગુજરાતી ખેલાડીઓને પ્લેટફોર્મ મળે, સ્પર્ધાત્મક માહોલ મળે એ માટે રમતગમત માટે માળખાગત સુવિધાઓ વિકસાવવી જોઇએ.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે યુનિવર્સિટીના નવનિર્મિત હોકી ગ્રાઉન્ડને વિદ્યાર્થી સમર્પિત કરવામાં આવ્યું હતું.

સુરતની મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ યુનિવર્સિટીના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વીમીંગ પુલનું પણ ઉદઘાટન કર્યું હતું.

અત્રે એ ખાસ નોંધનીય છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટસના મૂળ પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના શાસનકાળ દરમિયાન રોપાયા હતા. પૂર્વ કુલપતિ ડો. ઠાકરએ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી રમતવીરોને જુદી જુદી રમતો માટેની માળખાગત સુવિધાઓ મળે તે માટે આધુનિક પ્રોજેક્ટના મંડાણ કર્યા હતા. આજે એ પ્રોજેક્ટસ સાકાર થઇ ચૂક્યા છે ત્યારે યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોએ ડો.ઠાકરની દીર્ઘદ્રષ્ટીની પ્રશંસા કરી હતી.

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min17850

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે

 

February 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4060

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની ૯૦ ટકાથી લઈ ૩૫ ટકા સુઘી બેઠકો ખાલી રહી છે.

  • એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો
  • ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ
  • ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ
  • એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ
  • રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની ૨૨૨૬૬૭ જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૨૨૨૬૬૭ માંથી માંડ ૧૦૯૭૨૪ જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે ૧લાખ ૧૨ હજાર ૯૪૩ બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ ૪૯ ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે ૫૧ ટકા બેઠકો ખાલી છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી અને ટેક્નિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને પીપીપી ધોરણે ડીગ્રી-ડીપ્લોમા, ઈજનેરી કોલેજો ખોલવા માટે વાર્તાલાપ થાય. સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેક્નિકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે.

રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણની સતત અધોગતિ અને અવદશા માટે અપૂરતા અધ્યાપકો, લેબોરેટરી, લાયબ્રેરી સહિતની સુવિધાનો અભાવ, ફી ના અતિ ઊંચા ધોરણો, રોજગારની સતત ઘટતી જતી તકો અને દિશાવિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગની ૬૩૮૪૬ સીટોમાંથી ૩૦૫૨૧ સીટો ભરાઈ છે. એટલે કે ૪૭ ટકા બેઠકો ભરાઈ છે જ્યારે ૫૩ ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની ૪૭૩૨ સીટોમાંથી માત્ર ૫૮૯ સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની ૧૨ ટકા જ સીટો ભરાઈ છે જ્યારે ૮૮ ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની ૨૭ ટકા સીટો ભરાઈ છે જ્યારે ૭૩ ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી સીટોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની ૬૦ ટકાથી ૯૦ ટકા બેઠકો ખાલી રહી છે. એક તરફ હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો જ્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમની બેઠકો ખાલી છે.

February 2, 2019
nitin_pethani.jpg
1min3920

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17માં કુલપતિપદે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિન માધવજીભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે તેમની નિમણૂંક પણ કરાવી છે.

નીતિન માધવજીભાઈ પેથાણીનો જન્મ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે બિનવિવાદાસ્પદ છાપ ધરાવે છે. પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા નીતિનભાઈ પેથાણી હાલ વિરમગામની દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય તરીકે હાલ ફરજ બજાવે છે. નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠા સમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. 2012થી 2015 દરમિયાન નીતિન પેથાણી ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે  નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી અદા કરી ચૂક્યા છે.