CIA ALERT

My World Archives - Page 27 of 28 - CIA Live

August 14, 2018
gavli.jpg
1min4990

અન્ડરવર્લ્ડ ડૉનમાંથી રાજકારણી બનેલો અરુણ ગવળી ગાંધી વિચારોની પરીક્ષામાં પહેલા નંબરે પાસ

મુંબઈની દગડી ચાલ પર એક સમયે ગુંડાગીરી કરીને જીવતો અરુણ ગવળી હાલ નાગપુરની જેલમાં સજા ભોગવી રહ્યો છે.
શિવસેનાના નગરસેવકની હત્યાના કેસમાં અરુણ ગવળી નાગપુરની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

દર વર્ષે નાગપુર જેલમાં સહયોગ ટ્રસ્ટ, સર્વોદય આશ્રમ અને મુંબઈ સર્વોદય મંડળ એમ ત્રણેય મળીને ગાંધી વિચારોની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષા સ્વૈચ્છિક હોય છે. જેલમાં એક મહિના પહેલાં ગાંધીના જીવન પરનાં અમુક પુસ્તકો આપવામાં આવે છે અને એના આધારે પરીક્ષા આપવાની હોય છે. અરુણ ગવળીને આ પરીક્ષા આપવાની ઇચ્છા થતાં તેણે પણ આ પરીક્ષા માટે નામ આપ્યું હતું.

અરુણ ગવળીને ગાંધી વિચારોના પેપરમાં કુલ ૮૦ માર્કમાંથી ૭૪ માર્ક મળ્યા છે. જેલમાં રહેલા હજારો કેદીમાંથી ૧૬૦ કેદીઓએ આ પરીક્ષા આપી હતી. એમાં અરુણ ગવળી પહેલા નંબરે પાસ થયો છે.

 

August 13, 2018
sapu4-1280x622.jpg
1min14770

જયેશ બ્રહ્મભટ્ટ

ખાણીપીણી-હરવા ફરવાના શોખીન સુરતીઓને હવે ચોમાસામાં મોન્સુન ટ્રીપનું ઘેલું લાગ્યું છે. શ્રાવણ માસના પહેલા વીકએન્ડ એટલે કે ગઇ તા.11 અને 12 ઓગસ્ટના રોજ સુરતીઓ સાપુતારામાં એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે જાણે કિડીયારું ઉભરાયું હોય. સાપુતારાથી મળેલી તસ્વીરો નિહાળશો તો સ્વયં સ્થિતિ પામી જશો કે શનિ રવિની રજાઓ દરમિયાન સાપુતારા જામ-પેક્ડ હતું.

સાપુતારામાં આવતા સહેલાણીઓ સુરતી જ હતા એવું કેવી રીતે પામી શકાય, એવો પ્રશ્ન સાહજિક થાય. સાપુતારાના પબ્લિક પાર્કિંગ પ્લેશ તેમજ અન્ય સ્થળોએ પાર્ક કરાયેલા વાહનોના નંબરનું રેન્ડમ ચેક કરવામાં આવતા દર 10માંથી 9 ગાડી સુરત પાસિંગની જોવા મળી હતી. એ સ્થિતિ સૂચવે છે કે સાપુતારામાં ગયા વીકએન્ડમાં ઉમટેલા પ્રવાસીઓ પૈકી 90 ટકા સુરતીઓ હતા.

આ તસ્વીરો સિમલાની નથી સાપુતારાની છે

જ્યાં જુઓ ત્યાં ટુરીસ્ટથી છલકાતું હતું સાપુતારા

સાપુતારામાં જાણે રસ્તાઓની પહોળાઇ રાતોરાત ઘટી ગઇ

સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાણીપીણીની કેબિનોમાં માલ ખૂટી ગયો

સોશ્યલ મિડીયા પર સાપુતારાના જ પિક્સ જોવા મળે

વીતેલા વીકએન્ડની વાત કરીએ તો સાપુતારાની મોન્સુન સ્મોલ ટ્રીપ પર ગયેલા શોખીન સુરતીઓ જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં ખાણીપીણી, મોજમજા તો કરી જ સાથે સેંકડોની સંખ્યામાં ફોટોગ્રાફ્સ પણ પાડ્યા અને તેને મોટી સંખ્યામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જેવા સોશ્યલ મિડીયામાં અપલોડ કર્યા. વીકએન્ડમાં સાઉથ ગુજરાતના સોશ્યલ મિડીયા સર્કલમાં સાપુતારા પણ ટ્રોલિંગમાં જોવા મળ્યું હતું.

August 9, 2018
dn3-1280x853.jpg
1min14460

જીદંગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા સમતુલન જરૂરી: ડૉ.ધવલ નાયક

સુરત : અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા સુરતમાં પ્રથમ વખત કાર્ડિયાક સર્જરી સપોર્ટ ગ્રુપના આયોજન સાથે જ હેલ્ધી લાઇફ સ્ટાઈલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીમ્સ હોસ્પિટલ નિષ્ણાંત હાર્ટ સર્જન ડૉ.ધવલ નાયકે જીંદગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા બધી જ વસ્તુઓનું સમતુલન જરૂરી હોવાનું જણાવ્યું હતું.

નાનપુરા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત ઓડિટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના કાર્ડિયાક સર્જરી કરાવી ચુકેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પ્રસિદ્ધ કવિયત્રી ઇશા દાદાવાલાએ ‘મન અને સંબધો’ પર હ્રદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે આજે દુનિયાભરમાં સુરત શહેરને ઓર્ગન ડોનેશન જાગૃતિ અગ્ર સ્થાને લાવવામાં ભાગીરથ પ્રયાસ કરનાર ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે શ્રેણી લાલપુરવાળા એ હ્રદય  અને શરીરને સ્વસ્થ રાખતા ખોરાક વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે સૌએ પૂજા વકીલ  અને નીતા સુરતીયા  સાથે મેડિટેશન અને પ્રાણાયામના સિધ્ધાંતો શિખ્યા હતા.

 

 

-x-x-x-x-

August 9, 2018
we2-1280x853.jpg
1min13700

દૃઢ વિશ્વાસ સાથે આગળ વધો સફળતા જલ્દી મળશે: નરેન્દ્ર સોમાણી

 

 

સુરત : ઔદ્યોગિકનગરી સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથેજ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)એ આજ રોજ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું પ્રી-લૉન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ટીજીબીના નરેન્દ્ર સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક  ઉદ્દબોધન કર્યું હતું. તેમને એક ચાની લારીથી ફાઈવસ્ટાર હોટલ સુધીની પોતાની સફર કહી હતી. વધુમાં કહ્યું હતું કે સફળતા માટે સતત નવું કરવું જોઈએ. જો દૃઢ વિશ્વાસથી આગળ વધો તો સફળતા જલ્દી મળે છે. ત્યારે કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસ કરવું જોઈએ અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ રાખવો જોઈએ.

ડુમસ રોડની ટી.જી.બી. હોટલ ખાતે આયોજિત લોન્ચિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. WEના સ્થાપક રાજેશ માહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોરોનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકીબધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથેWEની સ્થાપના કરી છે.

 

-x-x-x-x-

August 8, 2018
white4-1280x859.jpg
3min6800

એમ, સ્ટ્રાઇક અને પોકેટ– ‘એ બેક ટુ ફિનિશસ્પર્ધા

સુરત :તમામ ઇનડોર સ્પોર્ટ્સમાં, કેરમબોર્ડ ગેમ જ એવી રમત છે જે અત્યંત પડકારજનક છે. તે કોઇ શારીરિક પ્રવૃતિના બદલે બોર્ડ ગેમ છે, તે રમતથી એકાગ્રતા અને ધીરજમાં વૃદ્ધિ થાય છે અને રમત જીતવા માટે ખેલાડીઓમાં કુશળતા અને ચપળતાને પ્રોત્સાહન મળે છે. એક અત્યંત રોમાંચક-રસપ્રદ રમત છે જે પારંગત ખેલાડીઓને ‘‘બ્રેક ટુ ફિનિશ’’થી તંદુરસ્ત માનસિક અભિગમ વિકસાવવા માટે કામે કરે છે, સામેના ખેલાડી પહેલાં રમત રમવાની તક મળે છે.

શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાની કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમિનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની સ્કૂલે ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે પોતાની સર્વશ્રૈષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકારાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે  અને પોતાના વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા માટે ભાગ લેનાર સ્કૂલોની સ્પોર્ટ્સ ફેસેલિટી પોતાના ખેલાડીઓની સાથે છે. રમતને પ્રોત્સાહન આપવું અને વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયત્નો અને સંગઠનની પ્રશંસા કરવા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમે આ કાર્યક્રમની આગેવાની લીધી હતી.

પ્રેસમાં જવાના સમયે ઇલિમિનેશનલ રાઉન્ડ પ્રગતિના પંથે હતું પરંતુ વિવિધ સ્ટ્રાઇક સ્ટાઇલ્સ પછી કોઇ હારયું ન હતું અને રમતને ફિનિશ કરવાની દરેકની જાદુ જેવી ક્ષમતાએ ઊંડી છાપ છોડી હતી !!!!

 

-x-x-x-x-

August 7, 2018
DSC_0360-1280x853.jpg
1min4110

જીદંગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા સમતુલન જરૂરી: ડૉ.ધવલ નાયક

સુરત : અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા સુરતમાં પ્રથમ વખત કાર્ડિયાક સર્જરી સપોર્ટ ગ્રુપના આયોજન સાથે જ હેલ્ધી લાઇફ સ્ટાઈલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીમ્સ હોસ્પિટલ નિષ્ણાંત હાર્ટ સર્જન ડૉ.ધવલ નાયકે જીંદગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા બધી જ વસ્તુઓનું સમતુલન જરૂરી હોવાનું જણાવ્યું હતું.

નાનપુરા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત ઓડિટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના કાર્ડિયાક સર્જરી કરાવી ચુકેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પ્રસિદ્ધ કવિયત્રી ઇશા દાદાવાલાએ ‘મન અને સંબધો’ પર હ્રદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે આજે દુનિયાભરમાં સુરત શહેરને ઓર્ગન ડોનેશન જાગૃતિ અગ્ર સ્થાને લાવવામાં ભાગીરથ પ્રયાસ કરનાર ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે શ્રેણી લાલપુરવાળા એ હ્રદય  અને શરીરને સ્વસ્થ રાખતા ખોરાક વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે સૌએ પૂજા વકીલ  અને નીતા સુરતીયા  સાથે મેડિટેશન અને પ્રાણાયામના સિધ્ધાંતો શિખ્યા હતા.

August 5, 2018
g1-1280x798.jpg
1min4760

 @ Jayesh Brahmbhatt  98253 44944

અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વરસથી રોગ નિરોધક આરોગ્ય સંભાળ પર સતત કાર્યક્રમો કરી રહી છે અને તે અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અવેરનેસના ‘વર્લ્ડ પી.એચ.ડી.’ કોનસેપ્ટ અંતર્ગત જે આઠ આરોગ્યલક્ષી મિશનો છે તેમાના એક મહત્વના હેતુ ‘મિશન ઓક્સિજન’ હેઠળ આજ રોજ સંસ્થાએ પર્યાવરણ માટે નોંધપાત્ર કામ કરનાર શહેરની જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન જોડે મળીને વિશ્વને એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ઝાડને પ્રિય મિત્ર બનાવો.

આ મિશનમાં 5 વરસની નીચેના હિલ્સ નર્સરી સ્કુલ તેમજ અન્ય બાળકો મળીને કૂલ 918 ભુલકાઓએ ભાગ લઇ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે તમામ ઝાડ પર એક મિનિટના સમય ગાળામાં લગભગ 2337 ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અનેરો વિક્રમ નોંધાવ્યો છે. આ માટે બાળકોને છેલ્લા એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને હરિયાળી ધરતી શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવતું હતું. આ પ્રસંગ પૂર્વે આ તમામ બાળકોએ પોતાના વાલીઓ જોડે મળીને પોતપોતાના આંગણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે યુનિવર્સીટી ખાતે બાળકોમાં વૃક્ષો પ્રત્યેનો ઉત્સાહ જોઈ ભાવુક થયેલા હિલ્સ નર્સરીના સ્થાપક શેહનાઝ હિલ્લુવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકો તેમજ વાલીઓએ આ પ્રોજેક્ટમાં ખુબ જ સહયોગ કર્યો અને આ મિશનને સફળ બનાવ્યું. શહેરને લીલુછમ બનાવવાનું બીડુ ઝડપનાર અને ‘ગો ગ્રીન’ પર યુનિક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિહાર સરસવાલાએ જણાવ્યું હતું કે બાળકોમાં પર્યાવરણને બચાવવાની વૃત્તિ જગાવવી ખુબ જ જરૂરી છે કારણકે આવનારા સમયમાં કુદરતમાં થનારા પરિવર્તનને તેઓએ ભોગવવા પડશે, તેથી તેમનામાં જાગૃતિ કેળવવી ખુબ જ જરૂરી છે. અવેરનેસ ટ્રસ્ટના ચેરમેન ડો. વિમલ રાઠીએ આ પ્રસંગે ‘તિરંગા ચેલેન્જ’ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ફ્રેન્ડશીપ બેલ્ટની જગ્યાએ તિરંગા બેલ્ટને જો એક-બીજાને બાંધવામાં આવે તો દેશદાઝની લાગણીઓ વધારે મજબૂત થશે અને સમાજમાં એક નવો ચીલો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે વર્લ્ડ પી.એચ.ડી. નિમિત્તે પણ શહેરમાં અનેક સામાજિક કાર્યક્રમો થવાના છે.

August 4, 2018
id3-1280x720.jpg
1min3910

@  Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની  વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની  આ ૧૨૫ જેટલી   વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો  અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને  મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .

 

August 4, 2018
au8.jpg
2min3920

@ Jayesh Brahmbhatt 98253 44944

 

સુરતની અવંતિકા અને સાહિલ બન્યા ફેસ ઓફ ગુજરાત

સુરત : ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલ “ફેસ ઑફ ગુજરાત”ની ગ્રાંડ ફિનાલેનું આયોજન સરસાણાના પ્લેટીનમ હોલ ખાતેકરવામાં આવ્યૂ હતું.

ગ્રાન્ડ ફિનાલેના અંતે ગર્લ્સમાં સુરતની અવંતિકા શરદ પ્રથમ જ્યારે દેવયાની સિંહ દ્વિતીય અને બીના સોની તૃતીય સ્થાને વિજેતા રહી હતી. તેમજ બોયઝમાં પણ સુરતના સાહિલ અરોરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને સતીશ તિવારી દ્વિતીય તેમજ આર્યન કુકડિયા તૃતીય સ્થાને રહ્યા હતા.

દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32ફાઇનલિસ્ટોનું ચયન કરવામાં આવ્યું હતું જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ હતું.

-x-x-x-x-

August 4, 2018
am4-1280x853.jpg
2min7010

@ JAYESH BRAHMBHATT  98253 44944

 

  • પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીની બેલડીએ પોતાના ગીતોથી સૌને ઝુમાવ્યા
  • અમેઝિયા ફેમિલી ક્લબના3000 મેમ્બર્સે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ ભરપૂર લ્હાવો માણ્યો

સુરત : ગુજરાતમાં સૌ પ્રથમ વખત અને તે પણ સુરતમાં “અમેઝિયાએક્વા લાઈવ કોન્સર્ટ”નું આજરોજ અમેઝિયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના સદસ્યોએ ગીત સંગીતની સાથે-સાથે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો ભરપૂર લ્હાવો માણ્યો હતો.

રાજગ્રીન ગ્રુપના સંજય મોવલિયાઅને અલ્પેશ કોટડીયાએ જણાવ્યું હતું કે અમેઝિયાફેમિલી ક્લબ પોતાના મેમ્બર્સ માટે સતત આ પ્રકારના મનોરંજનથી ભરપૂર આયોજન કરતું રહે છે.ત્યારે આજરોજ અમેઝિયા ખાતે અમેઝિયા એક્વા લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક લાઈવ કોન્સર્ટ, પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો આનંદ અમેઝિયા ફેમિલી ક્લબના મેમ્બર્સે માણ્યા હતા. લાઈવ કોન્સર્ટમાં પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીએ બૉલીવુડના ગીતો રજુ કરી સૌને ડોલાવી દીધા હતા. આ ઉપરાંત 3000થી વધુ મેમ્બરોએ પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ પરિવાર સાથે ભરપૂર  લ્હાવો માણ્યો હતો.

 

-x-x-x-x-