સુરત : ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં અગ્રણી હોવાની સાથે વિવિધ દેશોમાં ઉચ્ચ ગુણવત્તાસભર ફેબ્રિક્સ અને ડિઝાઇનર મહિલા વસ્ત્રોની નિકાસ માટે જાણીતું નામ પાર્વતી ફેબ્રિક્સ લિમિટેડ હવે પોતાની બ્રાન્ડ રાઈસીન સાથે રિટેલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર રાઈસીનને રજૂ કરી હતી.

પાર્વતી ફેબ્રિક્સનો આ રજૂઆત પાછળનો હેતુ પ્રવાતને સાથે રાખી વસ્ત્રોની રેન્જનું સર્જન કરવાનો છે કે જે આધુનિક સ્ત્રીના સફળતાપૂર્વક પ્રતિબિમ કરે છે હેતુને ધ્યાનમાં રાખી તેઓનું મહત્વપૂર્ણ લક્ષ્ય ગ્રાહકને ઉત્પાદક સાથે સાંકળવાની તક આપવાનો છે ત્યારે રાઈસીનએ સંસ્કૃતિક અને આધુનિક પ્રભાવના યોગ્ય મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે રાઈસીનના દ્રષ્ટિકોણ પૈકી એક બ્રાન્ડના રૂમમાં પોતાને સ્થાપિત કરવાનો પણ છે જે આધુનિક મહિલાઓને કન્ટેમ્પરરી ફ્યુઝન વસ્ત્રો પ્રદાન કરવાનો છે કે જે ન માત્ર વિશેષ રીતે આરામદાયક હોય પણ સ્ટાઇલિશ પણ હોય વસ્ત્રોની શ્રેણીયો વિવિધ સ્ટાઈલમાં આવે છે જેમાં ફેન્સીસ કુરતા, ટુનિક્સ અને અન્યનો સમાવેશ થાય છે ત્યારે આ બધું જ રાઈસીનને આજની મહિલાઓ માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.

આ અંગે રાઈસીનના કો-ફાઉન્ડર્સ અને પાર્વતી લિયના મેનેજિંગ ડિરેક્ટર્સ વિકાસ અને વિશાલ પચેરીવાલે જણાવ્યું હતું કે અમારું વિઝન દાયકાઓ સુધી જળવાઈ રહે તથા આજની આધુનિક મહિલાઓ માટે આરામદાયક ફેશન પ્રદાન કરવા માટે જાણીતી હોય તેવી બ્રાન્ડના નિર્માણ કર્યું હતું આજે જ્યારેનવીનતમ ફેશન સુધી ગ્રાહકો ઓનલાઈન પહોંચ બનાવી શકે છે ત્યારે અમે ગ્રાહકોને ભૌતિક રૂપે ઓનલાઇન પ્રવાહ જોવાનું તક આપી રહ્યા છે જેમ કે મોટાભાગની બ્રાન્ડ માત્ર MOBS અને EBOS માધ્યમો દ્વારા જ ઉપલબ્ધ છે. સમગ્ર કલેક્શન રાઈસીનની સજાવટ ઈ-કોમર્સ વેબસાઈટ, એમેઝોન, જબૉન્ગ, મિન્ત્રા અને અજજો પર ઉપલબ્ધ રહેશે. હાલ પ્રથમ તબક્કામાં આ વસ્ત્રો શ્રેણીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, સુરત, લખનઉ, ચંદીગઢ, રાજકોટ, ગાઝીયાબાદ, મેરૂત, મુજ્જફરનગર, મુરાદાબાદ, દહેરાદુન, સહારનપુર, આણંદ, નડિયાદ, ગુરુગામ, જલંધર, લુધિયાના અને જમ્મુમાં રજૂ કરવામાં આવી છે.
-x-x-x-x-
































