ગત માર્ચ 2020માં કોરોના કાળ શરૂ થયા પછી ભારતમાં બંધ થયેલું પ્રત્યક્ષ સ્કુલિંગ હજુ સુધી શરૂ થઇ શક્યું નથી. ભારતમાં હજુ પણ શાળાકીય અભ્યાસ ઓનલાઇન કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં જેવી શાળા એવી ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટી અને એ રીતે ઓનલાઇન સ્ટડી કરાવવામાં આવે છે. હાલમાં ઝુમ, માઇક્રોસોફ્ટ, ગુગલ, યુ ટ્યુબ જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે સરકારી સ્કુલોના વિદ્યાર્થીઓ હજુ પણ ટેલિવિઝન ચેનલથી અભ્યાસ કરી રહ્યા છે કેમકે તેમની પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા નથી.
બિન આકર્ષક અને કંટાળાજનક બની રહેલી ઓનલાઇન સ્ટડી સિસ્ટમને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે આકર્ષક બનાવી
કંટાળાજનક ઓનલાઇન અભ્યાસના અનેક ઉપદ્રવો વર્તાવાના શરૂ થઇ ચૂક્યા છે. જેમકે વિદ્યાર્થીઓની આંખો બળે છે, સતત ઓનસ્ક્રીન રહેવા સાથે અન્ય સમસ્યાઓ પણ થઇ રહી છે અને હવે ઓનલાઇન સ્ટડી બિનઆકર્ષક બનવા માંડ્યું છે. ટીચર્સને પણ ભણાવવાની મજા આવતી નથી.
સુરતમાં લગભગ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ જેની સાથે સંકળાયેલા છે એ એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે 2021ના પહેલા જ દિવસે ઓનલાઇન સ્ટડીને આકર્ષક બનાવતા એક તરોતાજા સિસ્ટમ પોતાની સ્કુલમાં લોંચ કરી છે અને એ સિસ્ટમનું નામ છે વર્ચ્યુઅલ એક્સેલન્સ.
એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઇ સવાણીએ સ્કુલની ઓનલાઇન સ્ટડી સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર લાવતા વર્ચ્યુઅલ એક્સેલન્સ સિસ્ટમ લોંચ કરી છે.
આ સિસ્ટમ અંગે વધુ જાણકારી આપતા એલ.પી.એસ. ગ્રુપ ઓફ સ્કુલ્સના ધર્મેન્દ્ર સવાણીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ, ટીચર્સ, ગેસ્ટ સ્પીકર્સ તમામને ફીલ આપે છે. એમ્બિયન્સમાં થિયેટર અને સ્ટેજની અનુભૂતિ કરાવે છે. વર્ચ્યુઅલ એક્સેલેન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં યુ ટ્યુબ અને ઝૂમ પણ ઇનેબલ છે પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડીમાં જબરદસ્ત રીતે જકડી રાખે છે અને ઓનલાઇન સ્ટડીને કંટાળાજનક બનાવવાથી દૂર રાખે છે.
ધર્મેન્દ્ર સવાણીએ ઉમેર્યું કે પહેલા જ દિવસે વર્ચ્યુઅલ એક્સેલેન્સનું પરફોર્મન્સ આકર્ષક બન્યું હતું જે અમારા માટે પ્રોત્સાહિત કરનારી ઘટના છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ એક નોલેજ શેરીંગ સાથે જુદા જુદા ચાર અલગ થિયેટર સ્ટેજિસની અનુભૂતિ ઓનસ્ક્રીન કરાવે છે, જેને લઇને નાના બાળકોથી લઇને તેમના પેરેન્ટ, ગ્રાન્ડ પેરેન્ટસ તેમજ ટીચર્સ તમામ માટે એક જ સમયે જુદા જુદા ચાર પ્રકારના કાર્યક્રમો યોજી શકાશે અને તેમાં એક્ટીવ પાર્ટીસિપેસન્સની સાથે સોશ્યલ મિડીયા શેરીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
LP Savani Group of Schools Launched Virtual Excellence System
આજનો આપનો સંઘર્ષ આવતીકાલની પેઢી માટે સરળ જીવન શક્ય બનાવશે
કોરોનાથી બચવા માટે તમે (કોઇપણ નાગરીક) (વ્યક્તિગત પગલાં) કે ફેલાવો રોકવા (જાહેર પગલાં) માટે તમે શું શું કર્યું, કેવા ઉપાયો-ઉપચારો-નુસખા, કિમીયાઓ અપનાવ્યા એ અમને ૧૦૦-૧૨૫ શબ્દોમાં લખીને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે મોકલી આપશો તો અમે એના ગુજરાતી ભાષાની સૌથી વધુ ઝડપથી લોકપ્રિય થયેલી ન્યુઝ વેબ સીઆઇએ લાઇવ પર પ્રકાશિત કરીને આપને તેની યુનિવર્સલ લિંક મોકલી આપીશું. જે આજીવન www.cialive.in ન્યુઝ વેબ પર તો રહેશે જ પરંતુ, સંભારણા તરીકે તમે પણ તમારા મોબાઇલ કે ઇમેલમાં સાચવી શકશો.
સુરત શહેરમાં જેણે હજારો નહીં પણ લાખો મિત્રો બનાવ્યા હશે, સુરતવાસીઓ માટે જેણે જીવનમાં 100થી વધુ વખત રક્તદાન કર્યું હશે અને મિત્રોના કામો કરવા માટે જેણે હરહંમેશ પોતાનું કંઇકને કંઇક સમર્પિત કર્યું છે એવા યારો ના યાર તરીકે જાણીતા સ્વ. નરેન્દ્ર ગાંધીને તેમની જ પ્રિય પ્રવૃત્તિ રક્તદાન કરીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના મિત્ર મંડળે એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.
નરેન્દ્ર ગાંધી મિત્ર મંડળ દ્વારા સ્વ. નરેન્દ્ર ગાંધીના જન્મદિન નિમિત્તે તા.26 નવેમ્બર 2020ના રોજ ગુરુવારે સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી સંસ્કાભવન, દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે રક્તદાન શિબિરનું આયોજનક રવામાં આવ્યું છે.
રક્તદાન પ્રિય પ્રવૃતિ રહી
નરેન્દ્ર ગાંધી માટે રક્તદાન એ પ્રિયપ્રવૃતિ રહી. જીવનભર તેઓ રક્તદાન અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે પોતે સોથી વધુ વખત રક્તદાન કર્યું છે. સુરત રક્તદાન કેન્દ્ર સાથે તેઓ જીવનની છેલ્લી ઘડી સુધી સંકળાયેલા રહ્યા. અને એટલે જ તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂના મિત્રો આજે પણ નન્નો તરીકે જ પ્રયોજે
નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે સુરત નહીં આખા ભારતમાં તેના મિત્રો હશે. જ્યાં પણ હરેફરે મિત્રો બનાવતા એને વાર ન લાગે.
નરેન્દ્ર ગાંધી સ્વભાવે નખશીખ સુરતી. પોતાને ફુલ ડાયાબિટીશ છતાં ખાણીપીણીની વાત આવે, પોતે એકાદ કોળીયો ખાય પણ મિત્ર કહે ચાલો નાસ્તો કરવો છે, બસ આટલું બોલતા જ વાર. નાસ્તાપાણી માટે 20-25 કિ.મી. દૂર જવાનું હોય તો સહેજેય આળસ નહીં. સવારના પહોરમાં કે મોડી રાત્રે મિત્ર માટે એ સદાયે સમય પહેલા પહોંચી જાય. આમ, તો મહેફિલનો માણસ એટલે મિત્રો વગર ચાલે નહીં.
નન્ના માં સહેજે નાનમ ન જોઇ
રૂઆબદાર અવાજ, સ્વભાવ, પર્સનાલિટીને કારણે નરેન્દ્ર ગાંધીને જીવનમાં ક્યારેય ડલ નથી જોયા. સુરતની મોટામાં મોટી બેંક, પીપલ્સ કો.ઓ. બેંકના ચેરમેન જેવા હોદ્દા પર હોવા છતાં સવારે એમ.ટી.બી.ના કટિંગ પણ બિન્દાસ મિત્રો સાથે મહેફિલ જમાવે, ઘણાં તેમને ટકોર પણ કરી કે મોભ્ભાદાર હોદ્દા પર છો ત્યારે નરેન્દ્ર ગાંધીએ બેધડક કહ્યું જેને જે સમજવું હોય તે સમજે, મને જ્યાં મજા આવે ત્યાં હું બેસીસ. લારી પર ખાવામાં ઘણાને લપાતા છુપાતા ખાતા જોયા હશે પણ નરેન્દ્ર ગાંધી વટકે સાથ દોસ્તો સાથે ઉભા રહી જતા, આ જ છે સુરતી સ્વભાવ.
શિક્ષણ, પાલિકા, સ્પોર્ટસ કોઇપણ ફિલ્ડનું કામ લઇને લોકો પહોંચી જાય નન્ના પાસે
નરેન્દ્ર ગાંધીએ સમાજસેવાનો ભેખ ધારણ કર્યો હતો. કોઇપણ ફિલ્ડનું કામ લઇને તેની પાસે લોકો પહોંચી જતા, ક્યારેય તેણે કોઇને કામ નહીં કરી આપવાનો તુકારો નથી કર્યો. હા.. બોલવામાં નહીં બોલવાનું બોલી પણ નાખે, પણ કામનું ફોલોઅપ કામ લઇને આવનારો ભલે ભૂલી જાય નરેન્દ્ર ગાંધી નહીં ભૂલે. કામ થશે કે નહીં થાય તેનો ક્લીયર કટ જવાબ આપે. આ રીતે હજારો નહીં પણ લાખો કામો કરતા લેખકે જોયા છે નરેન્દ્રભાઇને.
દર વર્ષની જેમ આ વર્ષે પણ 21 નવેમ્બર 2020ના દિવસે ભુવનેશ્વર સ્થિત કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વ વિદ્યાલયે 16મા વાર્ષિક દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કર્યું.
આ સમારોહમાં કુલ 7 હજાર 134 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2019-20ની સ્નાતક ડિગ્રી પ્રદાન કરાઈ. વર્ષ 2019-20નો આ સમારોહ વર્ચુઅલી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ભવ્ય આયોજનમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓને આમંત્રિત કરાયા. જેમાં મુખ્ય અતિથિ તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સંસ્થાપક પ્રોફેસર મોહમ્મદ યૂનુસ જેઓ બાંગ્લાદેશના નિવાસી છે. સાથે જ આર્ટ ઑફ લિવિંગના આધ્યાત્મિક લીડર અને સંસ્થાપક પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર ઉપસ્થિત રહ્યા.
આ સમારોહમાં કે.આઈ.આઈ.ટી. વિશ્વ વિદ્યાલયે પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર અને ઈરકૉન ઈંટરનેશન લિમિટેડના અધ્યક્ષ અને એમ.ડી. શ્રી એસ.કે.ચૌધરીને ડી.લિટ.ની ઑનોરિસ કોસા ઉપાધિ (ડિગ્રી)થી સન્માનિત કરાયા. ભારતીય હવામાન વિભાગના મહાનિદેશન ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને ડી.એસ.સીની ઑનોરિસ કોસા ડિગ્રી એનાયત કરાઈ.
આ દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ મુહમ્મદ યૂનુસે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે આપ આપના જીવનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. શિક્ષણ એક વણથંભી, લાંબી અને કષ્ટદાયક યાત્રા છે પરંતુ આ યાત્રા સૌને શીખવે છે કે સમગ્ર વિશ્વને બદલવા માટે આપ કેટલા સક્ષમ બની શકો છો. પ્રોફેસર યૂનુસ જેમણે માઈક્રોક્રેડિટની સામાજિક નવી શોધના ક્ષેત્રમાં વર્ષ 2006નો નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો હતો. કે.આઈ.આઈ.ટી. અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતે વિદ્યાર્થીઓને પ્રોફેસર યૂનુસનો પરિચય આપતાં કહ્યું કે ‘ત્રણ ઝીરોની દુનિયા’ની કલ્પના કરી છે અને સતત તેના પર કામ પણ કરી રહ્યા છીએ. એટલે કે પહેલો ઝીરો ગરીબી (કોઈ ગરીબ ન રહે), બીજો ઝીરો બેરોજગારી (કોઈ બેરોજગાર ન રહે) અને ત્રીજો ઝીરો શુદ્ધ કાર્બન ઉત્સર્જન (સ્વચ્છ પર્યાવરણ). તેમણે કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ વિશ્વ વિદ્યાલયના ઓનર્સ કોસાની ડિગ્રી સ્વીકાર કરવા બદલ પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, ડૉ.મૃત્યુજંય મહાપાત્રા અને શ્રી એસ.કે.ચૌધરીનો આભાર માન્યો.
નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આ મહામારીએ લાખો લોકોના જીવન અને તેમની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. સંસારના 50 ટકા લોકોને જીવન નિર્વાહ કરવામાં સંઘર્ષ કરવાની સાથે સાથે આ મહામારીએ આપણા તંત્રની નબળાઈઓને પણ છતી કરી છે. વિશ્વને એક નવું સ્વરૂપ આપવાનો આ એક સારો અવસર છે, જે વધુ ન્યાયસંગત, વધુ સમાન અને વધુ કોમળ હશે. આપણી વર્તમાન પ્રણાલી ધનના ધ્રુવીકરણથી ગ્રસ્ત છે કારણ કે સમગ્ર વિશ્વમાં 99 ટકા ધન માત્ર એક ટકા લોકો પાસે છે, જેઓ ખૂબ જ ધનાઢ્ય લોકો છે. સાથે જ તેમણે ગ્લોબલ વોર્મિગ અંગે પણ લોકોને સચેત કર્યા જે નજીકના ભવિષ્યમાં જ આપણા અસ્તિત્વ માટે મોટું જોખમ બની શકે છે. વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે તેઓને ઉદ્યમિતાના વિકલ્પ શોધવાનો આગ્રહ કરતા પ્રોફેસર યૂનુસે કહ્યું કે પોતાની કલ્પના અને શિક્ષણ થકી આખી દુનિયાને એક નવું સ્વરૂપ, નવી રચના પ્રદાન કરી શકો છો.
પોતાના સંબોધનમાં મુખ્ય વક્તા પરમ પાવન ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ એક મજબૂત વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો છે. જે નવા પડકારોને અવસર, વ્યાપકતા અને વિનમ્રતાને હંમેશા શીખવા માટે પરિવર્તિત કરવામાં સામર્થ્યવાન છે. તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આંતરિક શક્તિ,દૃઢતા,ધૈર્ય અને રચનાત્મકતાના મહત્વને રેખાંકિત કર્યું. આધ્યાત્મિકતા અને વિશ્વ શાંતિના ક્ષેત્રમાં તેમના મહાન યોગદાન બદલ તેઓને ઑનોરિસ કોસા ડી.લિટ.ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પુરસ્કારમાં ઉલ્લેખ કરાયો છે કે “કોલંબિયા, કોસોવો,ઈરાક, સીરિયામાં સંઘર્ષ ખતમ કરવાના ઉદ્દેશ માટે આપની માનવીય પહેલ માટે દુનિયાના આપની ઋણી છે”
કે.આઈ.આઈ.ટી.એ ડૉ.મૃત્યુંજય મહાપાત્રાને વિજ્ઞાનની સાથે સાથે જીવન બચાવવા માટે વાવાઝોડાની પ્રારંભિક ચેતવણીના ક્ષેત્રમાં શાનદાર યોગદાન માટે ડી.એસ.સી.ની ઑનોરિસ કોસા ડિગ્રીથી સન્માનિત કર્યા. ડૉ.મહાપાત્રા આવી રીતે આ પ્રકારની કુદરતી આફતોમાંથી અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને બચાવી ચૂક્યા છે.કારણ કે તેઓની સચોટ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી સાબિત થાય છે અને એટલે જ હવે લોકોમાં તેઓ ‘સાઈક્લોન મેન ઑફ ઈંડિયા’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભવિષ્યવાણી અનેક વાવાઝોડાને લઈને સાચી પડી છે, જેવાં કે 2013માં ફાહલીન, 2014માં હુડહુડ, 2018માં તિતલી, 2019માં ફાની અને 2020માં અમ્ફાન. ભવિષ્યવાણીના કારણે અનેક નાગરિકોના જાન-માલની સુરક્ષા કરી શકાઈ. ડૉ.મહાપાત્રએ પોતાના ભાષણમાં કહ્યું કે આ પુરસ્કાર સમાજમાં વિજ્ઞાનના યોગદાનને એક માન્યતા છે જે વિદ્યાર્થી તથા વિજ્ઞાન સાથે સંકળ્યાલે લોકોને પ્રોત્સાહિત કરશે.
પોતાના ભાષણમાં શ્રી એસ.કે.ચૌધરીએ કહ્યું કે કે.આઈ.આઈ.ટી અને તેની સહયોગી સંસ્થા કે.આઈ.એસ.એસ.એ છેલ્લા બે દાયકામાં શિક્ષણના ક્ષેત્રમાં આશ્ચર્યજનક રીતે અતિ મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજ માટે આ પ્રકારની સમર્પિત અને મહાન સેવા કરવા બદલ હું કે.આઈ.આઈ.ટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપકને અભિનંદન આપું છું. શ્રી એસ.કે.ચૌધરીના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને પાયાના ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ તેઓને ડી.લિટની ઑનોરિસ કોસા ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ઈરકૉન ઈંટરનેશનલ લિમિટેડે મોટી છલાંગ લગાવી છે અને મહત્વપૂર્ણ અંતરરાષ્ટ્રીય પદચિન્હો સાથે એક અગ્રણી એન્જિનિયરિંગ અને નિર્માણ સંગઠન બની ગયું છે.
કે.આઈ.આઈ.ટી વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રોફેસર વેદ પ્રકાશ, પ્રા-કુલપતિ, પદ્મ શ્રી પ્રો.(ડૉ) સુબ્રત કુમાર આચાર્ય, ઉપ-કુલપતિ ડૉ.હૃષિકેશ મોહંતી, ઉપ-પ્રા-કુલપતિ પ્રો.સસ્મિતા સામંત અને રજિસ્ટ્રાર શ્રી જ્ઞાનરંજન મોહંતીએ પણ દીક્ષાંત સમારોહમાં સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને પોતાની શુભેચ્છાઓ પાઠવી.
પોતાના શાનદાર શૈક્ષણિક પ્રદર્શન માટે પ્રખર પ્રિયેશ (બી.ટેક), સૃષ્ટિ રાજ (એમ.ટેક) અને રોશન ઓઝા (બી.ટેક)એ સંસ્થાપક (ફાઉંડર)ના સ્વર્ણપદક જીત્યા. એવી જ રીતે 23 વિદ્યાર્થીઓને કુલપતિ (ચાંસલર)ના સ્વર્ણપદકથી સન્માનિત કરાયા. જ્યારે 28 વિદ્યાર્થીઓને કુલપતિ(ચાંસલર) રજતપદક મળ્યો. પી.કે.બાલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, પી.પી.એલ. ગોલ્ડ મેડલ,નાનીવાલા મેમોરિયલ ગોલ્ડ મેડલ અને શ્રી કૃષ્ણ ચન્દ્ર પાંડા મેમોરિયલ ગોલ્ડ મેડલ પણ આ અવસર પર પ્રદાન કરાયા. 95 શોધકર્તાઓને પી.એચ.ડી. ડિગ્રીથી સન્માનિત કરાયા.
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના નવનિયુક્ત પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા સમેત સુરત ભાજપની સમગ્ર ટીમે સમસ્ત સુરતવાસીઓને દિવાળી અને નવા વર્ષની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.
ભાજપ, સુરત મહાનગરપાલિકાના પ્રજાજોગ સંદેશમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાના નેતૃત્વમાં તમામ સાંસદો, ધારાસભ્યો, મહામંત્રીઓએ સંયુક્ત રીતે સાલમુબારક પાઠવ્યા હતા.
કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે.
હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે.
રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી મેમ્બર્સ માટે સ્વાસ્થય રત્ન યોજના લોંચ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત જીજેઇપીસીના મેમ્બર્સ અને કર્મચારીઓ માટે ગ્રુપ મેડીક્લેમ સમેત અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સંસ્થા, સુમુલ ડેરી તરફથી સર્વે ગુજરાતીજનોને દિવાળીની શુભેચ્છાઓ. એક સંદેશમાં સુમુલ ડેરી તરફથી તમામને હાલ કોરોના કાળ દરમિયાન આયુ-આરોગ્યમા અભિવૃદ્ધિ થાય એવુ શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના તમામ સભ્યો, પરિવાર વતી પ્રમુખ શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર તથા સેક્રેટરી શ્રી હિતેશભાઇ પટેલ તમામને દિપાવલી અને નવા વર્ષની અનેકાનેક શુભેચ્છાઓ પાઠવે છે.
સર્વેના સ્વાસ્થયપ્રદ નવુ વર્ષ સફળતાપૂર્ણ નિવડે તેવી શુભકામનાઓ
હાલ ના સંજોગહાલમાં NEET રીઝલ્ટ ખૂબ જ મોડું આવ્યું અને એડમિશન પ્રોસેસ હાલ માં શરૂ છે પરંતુ MBBS evergreen field હોવા છતાં COVID પછી MBBS ની ખૂબ જ માંગ વધી છે તેથી વિદેશ માં MBBS કરવા જતાં હતાં પરંતુ હવે વધારે વિદ્યાર્થીઓ જાય છે અને એ માટે ની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે જો તમે બારમા ધોરણમાં BIOLOGY લીધું હોય અને NEETમાં તમે qualify થયા હો તો તમે વિદેશ ના અભ્યાસક્રમો માટે માહિતી મેળવી અને ત્યાં ભણવા હજી પણ જઈ શકો છો એ પણ વર્ષ બગડ્યા વગર.
* How to selectCountry ..મુખ્યત્વે વિદ્યાર્થીઓ ફિલીપાઇન્સ ,રશિયા, ukraine જેવા દેશમાં ભણવા જતા હોય છે પરંતુ તેની સઘળી માહિતી જો મેળવવી હોય અને છેક સુધી ની મુસાફરી માં સાથ ઈચ્છતા હો તો તમે યશ ઓવરસિસ નો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો
* About Yash Overseas✓ વિદેશમાં મેડિકલ પ્રવેશ માટે 2010 થી યશ વિદેશ શિક્ષણ સલાહકાર કંપની છે અને ISO પ્રમાણિત કંપની✓ યશ ની ઓફીસ અમદાવાદ, નાગપુર, સુરત, વડોદરા, લાતુર, મનીલા-ફિલિપાઇન્સ, UFA , રશિયા માં આવેલી છે.
✓ Yash overseas એ વિવિધ દેશોમાં ઘણા વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોકલ્યા છે અને સ્નાતક થઈ અને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે.
✓ ઘણી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પ્રોસેસિંગ ફી નથી
✓ યુનિવર્સિટીઓ સાથે સીધો સંપર્ક છે
✓ USMLE & FMGE(MCI) માટે વિવિધ સ્તરે માર્ગદર્શન અને કોચિંગ મળે આપે છે
✓ સંપૂર્ણ કોર્સ દરમ્યાન સતત સેવા અને સપોર્ટ આપે છે
✓ Yash overseas એ વૈશ્વિક કંપની છે જેમાં વિશ્વભરના ક્લાયન્ટ છે
*વિદેશમાં અભ્યાસ કરવાના ફાયદા
✓ ભારત કરતાં ઓછી ફી
✓ MBBS સાથે USMLE અને NEXT ની તૈયારી પણ કરાવે છે જેથી ભારત આવી ને પરીક્ષા આપી ડોકટર તરીખે પ્રેક્ટિસ કરી શકાય
✓ 15 લાખ સુધીની લોન ગુજરાત ગવર્મેંટ તરફથી માત્ર ચાર ટકાના વ્યાજે મળી શકે
✓ હોસ્ટેલ તથા રહેવા-જમવાની સુવિધા
✓ અપડેટ અભ્યાસક્રમ તથા real body પ્રેક્ટીકલ ના કારણે જ્ઞાન માં વધારો
✓ MBBS કર્યા પછી વિદેશમાં બાયોલોજીના અલ અલગ અલગ વિષયો માં માસ્ટર્સમાં પણ જઈ શકાય
✓ ભારત માંથી અથવા બહારથી MBBS કર્યા પછી 2022 પછી પ્રેક્ટિસ કરવા માટે બધાએ એક સરખી પરીક્ષા આપવાની જોગવાઈ ના કારણે ભારતની બહાર કે ભારતમાં ભણવાનું MBBS કરવાનું એકસરખું જ ગણાય અને બહાર જવાની અને સ્વપ્ન પુરા કરવાની માંગ વધી છે.
USA અથવા UK સિલેબસ પસંદ કરવાં અને તેનું જ્ઞાન મેળવવા અને કોઇ પણ જાતના છુપા ખર્ચ વગર ભણવા & માર્ગદર્શન મેળવા Yash Overseas ની મુલકાત લૉ.
હાલ માં Yash Overseasનેશનલ ગ્રુપ માં કાર્યરત્ છે.મળોનેશનલ ગ્રુપ ( Since 1998 )
National Group,
407-409, Aagam Emporio | Nr.J H Ambani School BRTS bus stop | University road | Vesu, Surat📞- +91 70460 66039
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.