સોનીફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વિસ્તારમાં જંગી લીડની તરફ અગ્રેસર ભાજપાની પેનલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું ભાથું લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ અને પીપલોદના મતદારો સુધી પહોંચી રહેલા ભાજપના ઉમેદવારો શ્રી અશોકભાઇ રાંદેરીયા, શ્રી વ્રજેશભાઇ ઉનડકટ, શ્રીમતી ડિમ્પલબેન કાપડીયા અને શ્રીમતી સુમનબેન ગડીયા જંગી લીડ મેળવવા આગેકૂચ કરી રહ્યા છે. જનસંપર્ક રાઉન્ડ દરમિયાન દરેક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ, શેરીઓ, મહોલ્લા, સમાજ, જ્ઞાતિઓ તરફથી ઉમેદવારોને શ્રીફળ, કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને ઉમળકાભેર આવકાર આપવા સાથે મતદારો તેમને મોટી સંખ્યામાં લીડ અપાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.
નાનપુરામાં કહાર માછી સમાજ તેમજ ખારવા સમાજે પ્રચારના પહેલા જ દિવસે ભાજપાના ઉમેદવારોનું જોરદાર સ્વાગત કર્યું હતું. કહાર માછી સમાજે મતદાનના દિવસે સૌથી પહેલા મત આપ્યા બાદ અન્ય કાર્યો કરવાનું સમાજના દરેક સભ્યોને આહવાન કર્યું હતું.
તા.10મી ફેબ્રુઆરીએ સાંજે પીપલોદ વિસ્તારમાં જનસર્પક રાઉન્ડ દરમિયાન ભાજપાના ઉમેદવારોએ નિર્મળ નગર, એસ.કે. પાર્ક સોસાયટી, દિવ્યજ્યોત એપાર્ટમેન્ટ, એ પછી ગોકુલમ ડેરી નજીક અશોક નગર, ઘોડદોડ રોડ પર ઉદયપુનમ એપાર્ટમેન્ટ, કાકડીયા કોમ્પ્લેકસ વગેરેના મતદારોને રૂબરૂ મળ્યા હતા. દરેક સ્થળો પર ભાજપાની પેનલના ઉમેવદવારોને ઉળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી માટે અધિવક્તા અધિનિયમ, 1961 (Advocates Act, 1961) હેઠળ સંસદ દ્વારા બનાવાયેલી એક બંધારણીય સંસ્થા છે.
ટ્રસ્ટના માધ્યમથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની એક આદર્શ ‘કાયદા શિક્ષક એકેડમી’ની સ્થાપનાની પહેલ કરી છે. આ સંસ્થા વકીલો માટે સતત કાયદાકીય શિક્ષણ અને સંશોધનના કાર્યોનું વહન પણ કરશે.
IIL, ભારતની પ્રખ્યાત ડીમ્ડ યુનિવર્સિટી ‘કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)’ સાથે મળી અને તેની છત્રછાયામાં કામ કરશે.
આજ સુધી કાયદા શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાયદાના ક્ષેત્રમાં કોઈ તાલીમ સંસ્થા નહોતી. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ (IIL)ના માધ્યમથી કાયદા શિક્ષક તથા યુવા વકીલ પોતાના કાર્ય કૌશલ્યને વધારશે.
બી.સી.આઈ. ટ્રસ્ટે વર્ષ 1986માં બેંગ્લોરમાં નેશનલ લૉ સ્કૂલ ઓફ ઈન્ડિયા યૂનિવર્સિટી નામની પહેલી સંસ્થાની સ્થાપના કરી હતી. જે આજે પણ દેશની મોડલ લૉ યુનિવર્સિટી છે. IIL દેશભરમાં આ પ્રકારની પહેલી સંસ્થા હશે. લાંબા સમયથી અમારી કાઉન્સિલ આ પ્રકારની સંસ્થા અંગે વિચારી રહી હતી.
પરંતુ બી.સી.આઈ.ની આ યોજના કોઈને કોઈ કારણથી સાકાર નહોતી થઈ શકી. જોકે, આખરે એક મહાન દૂરદર્શી શિક્ષણવિદ, લોકસભાના માનનીય સભ્ય અને KIIT અને KISS ડીમ્ડ યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતજી સાથે પરામર્શ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્યોએ નિર્ણય કર્યો અને પ્રસ્તાવ પાસ કર્યો કે KIIT યુનિવર્સિટીના સહયોગ અને સમર્થનમાં ઓડિશાના ભુવનેશ્વરમાં Indian Institute of Lawની સ્થાપના કરવામાં આવે. બી.સી.આઈ. ટ્રસ્ટે KIIT સાથે એક કરાર (MoU) કર્યો છે. તે પ્રમાણે KIITએ ભુવનેશ્વરના પટિયામાં આવશ્યક અને અતિ મૂલ્યવાન તથા ઉપયોગી જમીન ફાળવી. આ ઉપરાંત એક લાખ 50 હજાર વર્ગના પ્રસ્તાવિત પરિસરમાં માળખાગત સુવિધાઓમાં થનાર ખર્ચમાં 40 ટકા ખર્ચનું વહન કરવા માટે પણ KIIT રાજી થઈ છે.
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આ સંસ્થા વૈશ્વિક શિક્ષણના નકશા પર સમગ્ર ભારત, ખાસ કરીને ઓડિશા રાજ્યની સ્થિતિને મજબૂત બનાવીને કાયદાના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પ્રભાવ પાડશે. આ સંસ્થા વિશેષ રીતે ઓડિશા અને સામાન્ય રીતે સમગ્ર રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ નિરંતર કાયદાકીય શિક્ષણ, પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિફ્રેશન કોર્સ અને લર્નિંગ કોર્સ ફોર અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રેજોલ્યૂશનથી સંબંધીત કાયદા અને પદ્ધતિઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરશે. મધ્યસ્થતા અને સમાધાન શીખવા અને શીખવવા માટે વિવિધ કેન્દ્રો શરૂ કરાશે.. જેના માધ્યમથી આ કાયદાકીય, ન્યાયીક અને સામાજિક વિકાસના તમામ બિંદુઓમાં સંશોશન કરશે.. જેને પ્રકાશિત અને પ્રદર્શિત કરાશે. આ સંસ્થા નિરંતર કાયદા શિક્ષણના ઉદ્દેશ માટે તાલીમ અને કાયદાકીય શિક્ષણના ગાળામાંથી પસાર થઈ રહેલા વકીલો માટે કાયદાના વિવિધ વિષયો પર કેસબુક, પત્રિકાઓ, સમાચારપત્ર વગેરે (હાર્ડ કોપી અને ઓનલાઈન તથા ઓફલાઈનના માધ્યમથી સોફ્ટ કોપી બંને) પ્રકાશિત કરશે.
સમયાંતરે આ સંસ્થા વકીલો, શિક્ષણવિદ અને ન્યાયવિદ માટે સંવાદ, તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન અને સંચાલન કરશે.
આ સંસ્થા ભારતની અંદર અને બહાર પોતાની પ્રગતી માટે National Law Universities અને અન્ય સારી કાયદા યુનિવર્સિટી, વ્યાવસાયિક એકમો, ન્યાયપાલિકા, સરકારી વિભાગો અને બિન સરકારી સંગઠનો અને વકીલોની વિવિધ સંઘ, બાર એસોસિએશન, સ્ટેટ બાર કાઉન્સિલ તથા દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ કાયદાકીય કાર્યો સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરશે.
પ્રથમ તબક્કામાં IILની નીચે પ્રમાણેની શાખાઓ હશે
1. શૈક્ષણિક સ્ટાફ કોલેજ (ASC)
2. સ્કૂલ ઓફ કન્ટિન્યૂઈન્ગ એજ્યુકેશન (SCE)
3. IIL તાલીમ કેન્દ્ર (IIL-TC)
4. કાયદાની સહાયતા કેન્દ્ર (CLA)
5. વિદેશી ડિગ્રી ધારકો માટે બ્રિજ કોર્સ
IILના મેનેજમેન્ટ માટે ત્રણ એકમ એટલે કે સામાન્ય પરિષદ, કાર્યકારી પરિષદ અને શૈક્ષણિક પરિષદની રચના કરશે અને મેનેજમેન્ટ સંબંધી આ એકમોમાં સર્વોચ્ચ ન્યાયપાલિકા, સરકાર, શિક્ષણ મંત્રાલય, યૂજીસી, શિક્ષણવિદ, કાયદા વ્યવસાયના વરિષ્ઠ સભ્યો, ઓડિશાના મુખ્ય અને અન્ય ન્યાયધીશોનું પૂરતું પ્રતિનિધિત્વ હશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ પ્રારંભિક 3 વર્ષ માટે સંસ્થાના ઉપરોક્ત કાર્યક્રમોને સ્વયં સંચાલિત કરશે. ત્યારબાદ કેટલીક નેશનલ લો યુનિવર્સિટીઝ અને અન્ય પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખતી સંસ્થાઓને પણ IILની જેમ અભ્યાસક્રમ પ્રદાન કરવાની મંજૂરી અપાશે. અમે સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ન્યાયધીશો, પૂર્વ ન્યાયધીશો, પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાતો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલો, બારના પ્રખ્યાત નેતાઓ અને NLU તથા અન્ય પ્રતિષ્ઠિત કાયદા શિક્ષકોના સક્રિય સહયોગ અને ભાગીદારીથી શિક્ષકોમાં કૌશલ્યવર્ધન કરવાનો નિર્ણય કર્યો છે. એવા લોકો જ સંસ્થાના માર્ગદર્શક, પૂર્ણકાલિન શિક્ષક અને અતિથિ શિક્ષક રહેશે.
આ ઉપરાંત બી.સી.આઈ. ટ્રસ્ટ ઉપરોક્ત કાર્યક્રમો માટે વિદેશના પ્રસિદ્ધ લૉ ડીન, શિક્ષણવિદ, જજ અને બારના પ્રતિનિધિઓ તથા સભ્યોને પણ આમંત્રિત કરશે.
ઉપરોક્ત તમામ કાયદાના દિગ્ગજ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપશે. જે ન માત્ર કાયદા શિક્ષકો અને વકલોને લાભાન્વિત કરશે પરંતુ તેઓને ભારત અને વિદેશના પ્રખ્યાત શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કરવાનો અને શીખવાનો સારો અવસર અને મંચ પણ આપવામાં આવશે.
અમારૂં માનવું છે કે આ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ લૉ કાયદાકીય શિક્ષણ અને કાયદાના વ્યવસાયના ઈતિહાસમાં એક ઐતિહાસિક પગલું હશે. જે કાયદા અને ન્યાય સંબંધી શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ બનશે.
અમે ડૉ. અચ્યુત સામંતજી જેવા મહાન વ્યક્તિના આભારી છે. જેમણે અમારા પ્રસ્તાવને સ્વીકાર્યો અને પોતાના ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થાની સ્થાપના માટે ભુવનેશ્વરમાં આટલી મોટી મૂલ્યવાન જમીન પ્રદાન કરી સાથે જ અન્ય યોગદાન પણ આપી રહ્યા છે.
હા, ડૉ.સામંત વાસ્તવમાં મનુષ્યના રૂપમાં એક ભગવાન છે. આપ સૌ જાણો છો ડૉ. સામંતે વિશ્વ સ્તરની બે-બે યુનિવર્સિટી, મેડિકલ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, નર્સિંગ, લૉ, કલા અને અનેક અન્ય મોટી સંસ્થાઓના સંસ્થાપક છે. અંદાજે 35 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને દરરોજ ધોરણ એકથી લઈને અનુસ્નાતક સુધીનું મફત શિક્ષણ આપવા ઉપરાંત તેમના ભોજન, કપડા, રહેવા જેવી તમામ સુવિધા અને સેવાઓ વિનામૂલ્યે આપે છે. અમે દુનિયામાં આવા મહાન વ્યક્તિ અંગે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી. જે આ પ્રકારે કઠોર સેવાને આટલી સરળતાથી શાનદાર રીતે કરી રહ્યા છે.
સામંતજી એક એવા વ્યક્તિ છે જે અવિવાહિત રહ્યા અને તેમના નામે જમીન કે સંપત્તિનો એક પણ ટૂકડો નથી. તેમની પાસે જે કંઈપણ છે તે છે સમાજ, ગરીબ અને અસહાય જનતા તથા યુવાનો માટે છે.
આ બધુ જ તેમણે પોતાની પૂર્ણ આસ્થા, સમર્પણ, દૂરદર્શિતા તથા અથાક પ્રયાસોના આધારે મેળવ્યુ છે. જેમાં ભગવાન જગન્નાથની અસીમ કૃપા છે અને આ જ કારણ છે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સર્વસહમતીથી IIL જેવી અનોખી સંસ્થાને સ્થાપિત કરવાની સંપૂર્ણ જવાબદારી ડૉ. સામંતને સોંપવાનો સંકલ્પ કર્યો છે.
ભગવાન જગન્નાથજી તેઓને દીર્ઘાયુ અને નિરોગી રાખે, કાયદા શિક્ષણ અને કાયદા વ્યવસાયનું કલ્યાણ થાઓ. મનન કુમાર મિશ્રઅધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ વર્ષ 2019/20ની એવોર્ડ સેરેમની દબદબાભેર યોજાઇ હતી.
રોટરેક્ટ વર્ષ 2019/20 દરમિયાન કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમોનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
સમગ્ર વર્ષ દરમિયાન રોટરેક્ટ કલબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી હતી એવા તેવા પ્રોજેક્ટ ચેરમેન, એક્ટિવ મેમ્બર્સ તેમજ સંપૂર્ણ વર્ષ દરમિયાન તન, મન, ધનથી સંસ્થાની પ્રવૃતિઓમાં મદદરૂપ થનાર તમામ મેમ્બર્સને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નવા મેમ્બરો તેમજ તેમને આ વખતે એવોર્ડ નથી મળી શક્યો એ પણ ભવિષ્યમાં એવોર્ડ પ્રાપ્ત કરે તે માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં કુલ 131 વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ સેરેમનીમાં મુખ્ય એવોર્ડ ગણાતા, બેસ્ટ રોટરેકટર તરીકે રો.મંથન કાકડીયા અને રો.વિભૂતિ સાવલિયાને એવોર્ડ એનાયત કરાયો હતો. એ જ પ્રમાણે બેસ્ટ પ્રોજેક્ટ ચેર તરીકે રો. વૈજુલ વિરાણી, રો. કેવલ પોંકિયા, રો. તન્વી માલવિયા, રો. જલ્પા બેલડિયા અને બેસ્ટ સપોર્ટિવ મેમ્બર તરીકે રો.અક્ષય ખેનીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર સેરેમની માં ઘણા મહાનુભાવો તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટો ના હસ્તે મેમ્બરો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રેસિડેન્ટ રો.નીતિન ધામેલિયા અને સેક્રેટરી રો.આશિષ પાંચાણી ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો.નિલેશ નવાપરા અને રો.રવિન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે ઉદઘાટિત કરવામાં આવી હતી. CiA Live
તા.26મી જાન્યુઆરી 2021નો દિવસ સચિન જીઆઇડીસીના કામદારો માટે આરોગ્ય સેવાનું કિરણ લઇને ઉગ્યો હતો. ઘણા સમયથી બંધ અવસ્થામાં પડેલી સચિન જીઆઇડીસીની રોટરી હોસ્પિટલને સચિન ઇન્સ્ટ્રીયલના આગેવાન અને માજી સેક્રેટરી મયુરભાઇ ગોળવાલા તેમજ નિલેશભાઇ ગામીએ પ્રયાસો કરીને ફરી ધમધમતી કરાવી છે.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટિત કરવામાં આવી હતી. CiA Live
આ પ્રસંગે મયુરભાઇ ગોળવાલાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હજારોની સંખ્યામાં કામદારો દિવસ રાત કામ કરી રહ્યા છે, તેમને છાશવારે નાની મોટી બિમારીઓ માટે તબીબી સેવાની જરૂરીયાત વર્તાતી હોય છે. આવી સ્થિતિમાં રોટેરીયન મિત્રો સાથે મળીને સચિન જીઆઇડીસીની રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે અને એ પણ પ્રજાસત્તાક પર્વે.
તા.26મી જાન્યુઆરી 2021ના રોજ સચિન જીઆઇડીસી ખાતે બંધ પડેલી રોટરી હોસ્પિટલને પુનઃ ધબકતી કરવામાં આવી છે. આ હોસ્પિટલને સચિન ઇન્ડસ્ટ્રીયલના આગેવાન મયુરભાઇ ગોળવાલાના હસ્તે ઉદઘાટિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભઆવોએ મયુરભાઇ ગોળવાલા અને તેમન ટીમની કામગીરીને બિરદાવી હતી. CiA Live
મયુરભાઇ ગોળવાલા તેમજ નિલેશભાઇ ગામીએ સચિન વિસ્તારના ઉદ્યોગકારો તેમજ તેમના કારખાના, મિલોમાં કામ કરતા કામદારોને બહોળા પ્રમાણમાં સચિન રોટરી હોસ્પિટલનો લાભ લેવા માટે અપીલ કરી છે.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક – 334 સાથે મળી પ્રજાસત્તાક દિન ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.
દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત અને તેમનુ બંધારણીય પર્વ એટલે પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક – 334 સાથે મળી તિરંગી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં રોટેરીયન મિત્રો, શાળા સાથે સંકળાયેલા સ્ટાફ, વાલીમિત્રો તેમજ વરાછા રોડના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં દરેકના હદયમાં રાષ્ટ્રસેવા માટે સમર્પણની ભાવના પ્રસરે એવા સંદેશો વહેતા કરવામાં આવ્યું હતું. આ સમારોહનું આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. નૌશીક બેલડીયા અને રો. જેમિશ સવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
કમલેશ સેલર. એક મળવા જેવો માણસ. 1990ના દાયકાથી સુરતીઓએ જેને સતત લોકોની સેવા માટે તત્પર રહેતા જોયો હોય એવો સાચો લોક સેવક.
મિત્ર હોવાના નાતે અત્યંત નજીકથી લેખકે કમલેશ સેલરના વ્યક્તિત્વને જોયું જાણ્યું છે. 1995માં ભાજપામાંથી કોર્પોરેટર બન્યા, પાણી સમિતિના ચેરમેન બન્યા. સુરત શહેરના શાસકોમાં આગળ પડતું નામ બન્યા પણ એ નામનું તેમને ક્યારેય અભિમાન નહીં. કોઇપણ જાતના પદ કે પ્રશંસાની ઝંખના કર્યા વગર કોઇપણ વ્યક્તિ ભલેને એ અપરિચિત હોય પરંતુ સતત તેને કોઇપણ મુદ્દા પર મદદ કરવા માટે કમલેશ સેલર હંમેશા તત્પર રહે છે. એ કમલેશ સેલરની લિડરશીપ હેઠળ એક નહીં એવી અનેક સંસ્થાઓ છે જે આ જે વસંતમાં ખીલતા પુષ્પોની જેમ ખીલી ઉઠી છે.
રાંદેર પીપલ્સ બેંક હોય કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, આ સંસ્થાઓનો વિકાસ જોઇને સુરતીઓ ખુશ થાય છે
રાંદેર પીપલ્સ બેંક, એક સમયે અત્યંત નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી એ સમયે જ કમલેશ સેલરે તેનું નેતૃત્વ હાથમાં લીધું. અનેક તકડી છાંયડી, અનેક ટેકનિકલ, કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થઇને એ જ રાંદેર પીપલ્સ બેંકને આજે અપટુ ડેટ અને પ્રોફિટ મેકિંગ સાથે નેત્રદિપક કામગીરી.
એવી જ રીતે જહાંગીરપુરા તાપી કિનારે સ્થિત કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ. અહીં પણ અપર્યાપ્ત માળખાગત સુવિધાઓ વચ્ચે રાંદેર અડાજણ આખા વિસ્તારમાં એક માત્ર સ્મશાનભૂમિ હતી. લોકોને અનેક અગવડો, અસુવિધાઓ થતી હતી. કમલેશ સેલરના નેતૃત્વમાં એક પછી એક કામો થતા ગયા આજે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ કે જ્યાં સામાન્ય સેવકોને કામ કરવાની પણ સૂગ આવે ત્યાં તેમણે કાબિલેતારીફ વિકાસ કામો કર્યા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમયે હંમેશા તેમની સેવાઓ જોવા મળી
શહેરમાં જ્યારે જ્યારે તાપી પૂર કે ખાડી પૂરનો વખત આવ્યો ત્યારે ત્યારે વહીવટીતંત્રોએ કમલેશ સેલરની સેવાઓ લીધી છે. સિમાડા વિસ્તારમાં ફરી વળેલા ખાડી પૂરના સમયે સૌથી પહેલા સ્થળ પર કમલેશ સેલરની ટીમ પહોંચીને બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી. એવી જ રીતે શહેરમાં 1998, 2002 અને 2006ની તાપી રેલ વખતે પણ કમલેશ સેલરની આગેવાની હેઠળ તેમની ટીમોએ સુરતને ઘણી મોટી જાનહાની અને નુકસાનીમાંથી બચાવવાની ભગીરથ કામગીરી કરી છે. કમલેશ સેલર માટે કહેવાય છે કે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતી બિનસરકારી વ્યક્તિ છે.
સ્પોર્ટસનો સૌથી મોટો સમર્થક
કમલેશ સેલર માટે કહેવાય છે કે તેઓ સ્પોર્ટસના સૌથી મોટા સમર્થક છે. ભાણકી સ્ટેડીયમને ડેવલપ કરવાની તીવ્ર માગ કમલેશ સેલરે વખતોવખત કરી છે. એથી વિશેષ સુરતમાં ફુટબોલ એસોસીએશનના સ્થાપકથી લઇને રાષ્ટ્રીયસ્તરની ટુર્નામેન્ટ પણ તેઓ યોજી ચૂક્યા છે.
આવી સંસ્થાઓના જો નામ લેવા જઇએ તો લાંબુ લિસ્ટ થાય કે જ્યાં કમલેશ સેલરે કોઇપણ જાતની ક્રેડિટ, પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાની પરવાહ કર્યા વગર ફક્તને ફક્ત કોઇને મદદરૂપ થવાનો સ્વભાવને અનુસરીને કામો કર્યા.
કોરોના વેક્સિનેશન અભિયાનના અમલ માટે સુરતમાં ઉભા કરવામાં આવેલા કુલ 14 વેક્સિનેશન કેન્દ્રો પૈકીના એક વરાછા રોડ પર આવેલી પીપી સવાણી હોસ્પિટલ ખાતે આજે સવારે સાડા દસ કલાકે પહેલી રસી સુરત મહાનગરપાલિકાના કર્મચારી શ્રી જશવંતભાઇને આપીને આ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરત ઉત્તર વિસ્તારના ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર અને પી. પી. સવાણી ગ્રુપના ચેરમેનશ્રી વલ્લભભાઈ પી. સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાંતિભાઇ બલર તેમજ પીપી સવાણી ગ્રુપના વડીલ આગેવાન શ્રી વલ્લભભાઇ બાપૂજીએ સર્વે સંતુ નિરામય સૂત્ર સાર્થક થાય અને વિશ્વ કોરોના મુક્ત થાય એવા આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે શ્રીજશવંતભાઇને વેક્સિન પ્રમાણપત્ર પણ આપ્યું હતું.
કોવિડ-19 મહામારીએ દેશ અને સમગ્ર વિશ્વમાં અવરોધ ઉભા કર્યા છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત શૈક્ષણિક ગતિવિધિઓમાંથી એક છે. અત્યાર સુધી સ્કૂલ અને કોલેજ ફરીથી શરૂ નથી થઈ. કે.આઈ.આઈ.ટી. ડીમ્ડ યુનિવર્સિટી ‘ન્યૂ નોર્મલ’ને અનુકૂળ થનાર પહેલી સંસ્થા હતી. આ લોકડાઉનની શરૂઆતથી જ 50 દેશોમાં પોતાના 30 હજાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગોનો પ્રારંભ કરનાર દેશની પહેલી યુનિવર્સિટી છે. ઓનલાઈન શિક્ષણ, જે સફળતાપૂર્વક અને અસરકારક રીતે ચાલી રહ્યું છે. જેણે યુનિવર્સિટીના પોતાના શૈક્ષણિક કાર્યક્રમ સંપૂર્ણપણે જાળવી રાખવામાં મદદ કરી છે.. કે.આઈ.આઈ.ટી.એ પોતાની સારી ટેક્નોલોજી અને સારી ઈન્ટરનેટ સ્પીડના કારણે વર્ચ્યુઅલ મોડ પર પરીક્ષાઓ, દીક્ષાંત સમારોહ, સેમિનાર, વર્કશોપ વગેરે જેવી તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓ સુચારૂ રીતે ચલાવી.. વર્ષ 1992માં એક પ્રતિષ્ઠિત વ્યાવસાયિક શિક્ષણ કેન્દ્ર સ્વરૂપે કે.આઈ.આઈ.ટીની સ્થાપના પ્રખ્યાત શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર પ્રોફેસર અચ્યુત સામંતે કરી હતી. જોકે, તેને 1997માં ઉચ્ચ શિક્ષણ કેન્દ્ર તરીકે પણ ખોલવામાં આવી હતી. જેને આધાર વર્ષ માનવામાં આવે છે. વર્ષ 2001માં ડિગ્રી એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ આઉટ થઈ હતી. કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપના બાદ કેમ્પસ પ્લેસમેન્ટમાં ખૂબ જ સફળ ટ્રેક રેકોર્ડ માટે જાણીતી છે. આ પ્રવૃત્તિને જાળવી રાખતાં તેણે 2019-20ના સ્નાતક બેચ માટે ઉત્કૃષ્ટ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કર્યું છે. મહામારીની સ્થિતિ વચ્ચે પણ યુનિવર્સિટીએ પોતાના વર્ષ 2020-21ના પાસ આઉટ બેચ માટે રેકોર્ડ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રાપ્ત કરવા માટે સક્રિય છે. આ પ્રક્રિયા જે પહેલી જુલાઈથી ઓનલાઈન શરૂ થઈ હતી, પહેલેથી જ કે.આઈ.આઈ.ટી ડીમ્ડ યુનિવર્સિટીના સ્કૂલ્સ ઓફ ટેકનોલોજી (એસ.ઓ.ટી)ના લગભગ 80 ટકા યોગ્ય વિદ્યાર્થીઓના પરિણામ સ્વરૂપ છે. કોવિડ-19ની નિરાશાને દૂર કરતા વર્ષ 2021 પાસિંગ આઉટ બેચ માટે કેમ્પસ પ્લેસમેન્ટ હેતુ 90 કંપનીઓએ ઓનલાઈન મુલાકાત કરી છે અને 3500 જોબ ઓફર આપી છે. 2500 એસ.ઓ.ટી. વિદ્યાર્થીને પહેલેથી જ વિભિન્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં રાખવામાં આવ્યા છે. એક હજારથી વધુ વિદ્યાર્થીઓના હાથમાં અનેક ઓફરો છે. વિદ્યાર્થીઓને 30 લાખ રૂપિયા, 24 લાખ રૂપિયા અને 19 લાખ રૂપિયાના ઉંચા સેલેરી પેકેજ સાથે નોકરીની ઓફર મળી છે. જોકે, સરેરાશ સેલેરી 6 લાખ રૂપિયા છે. કંપનીઓ 2021ના એપ્રિલ સુધીમાં કે.આઈ.આઈ.ટીના વધુ 700 વિદ્યાર્થીઓની નિયુક્તિ કરવાના પ્લેટમેન્ટ માટે પ્રતિબદ્ધ છે.. ભલે કેમ્પસ પ્લેસમેન્ટ ઓનલાઈન આયોજીત કરાઈ રહ્યા હોય પરંતુ છેલ્લા શૈક્ષણિક સત્રની તુલનામાં કે.આઈ.આઈ.ટીએ પોતાનો રેકોર્ડ સારો બનાવ્યો છે. કે.આઈ.ટી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.આઈ.આઈ.ટી. સ્કૂલ ઓફ લો માં કેમ્પસ પ્લેસમેન્ટ હજી શરૂ થયું છે અને આશા છે કે આ બંને સ્કૂલ દર વર્ષની જેમ 100 ટકા સફળતા પ્રાપ્ત કરશે. કે.આઈ.આઈ.ટીમાં પ્લેસમેન્ટની સફળતાથી માતા-પિતા અને વિદ્યાર્થી ખુબ ખુશ છે. કોવિડ-19 મહામારી ફેલાયા બાદ વિદ્યાર્થીના માતા-પિતા અને વાલી પોતાના બાળકોના ભવિષ્ય અંગે નિરાશ થઈ ગયા હતા. ખાસ કરીને કેમ્પસ પ્લેસમેન્ટ મુદ્દે. લાંબા સમય સુધી લોકડાઉનના કારણે સંપૂર્ણ કોર્પોરેટ જગતને ઓછા કર્મચારીઓ અને ત્યાં સુધી કે મોટા પાયે છંટણીનો સહારો લેવાના કારણે નોકરીઓનું દ્રશ્ય ધૂંધળું લાગી રહ્યું હતું. જોકે, તમામ અવરોધોની વિરૂદ્ધ કે.આઈ.આઈ.ટી 2020-21ના પોતાના સ્નાતક બેચ માટે ખૂબ જ સારું કેમ્પસ પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સંસ્થાપક પ્રોફેસર અચ્યુત સામંતના નેતૃત્વના કારણે સંભવ થયું છે. જેમણે કોર્પોરેટ જગતમાં કે.આઈ.આઈ.ટીની એક મજબૂત બ્રાન્ડિંગ અને એક અસાધારણ સક્રિય શિક્ષણ અને પ્લેસમેન્ટ સેલ ઉભુ કર્યું છે.. કે.આઈ.આઈ.ટીએ 195 આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક ટાઈ-અપ કર્યું છે. જે વિદેશમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ અવસર આપશે. કે.આઈ.આઈ.ટી ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્લેસમેન્ટની સુવિધા આપે છે. પ્રસિદ્ધ શિક્ષણવિદ્,ઉદ્યોગપતિઓ અને પ્રમુખ હસ્તીઓ, જીવનના દરેક દ્રષ્ટિકોણથી કે.આઈ.આઈ.ટીની મુલાકાત કરે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને અપાર રોકાણ પ્રાપ્ત કરે છે. અભિનવ મંચ નોબેલ લેક્ચર સીરીઝ થકી 22 નોબેર પુરસ્કાર વિજેતાઓએ કે.આઈ.આઈ.ટીમાં દવા, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જૈવ વિજ્ઞાનથી લઈને અર્થ વ્યવસ્થા સુધીના વિષયો પર પ્રવચન આપ્યા છે.. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટી.ના ફોકસનો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે. હાલ લગભગ 100 સંશોધન અને પરામર્શ યોજનાઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ દ્વારા ફંડ મેળવે છે. યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લગભગ 12 હજાર શોધપત્ર વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં પ્રકાશિત કરી છે. 4500થી વધુ શોધપત્રોને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝમાં સ્કોપસ જેવા ઉચ્ચ પ્રશસ્તિ પત્રની યાદીમાં સામેલ કરાયા છે. વાસ્તવમાં વિશ્વસ્તરીય પાયાના માળખાથી વધુ, ઉત્કૃષ્ટ શિક્ષણવિદ્ અને સંશોધન પર કે.આઈ.આઈ.ટીનું ધ્યાન વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમો દ્વારા ઉચ્ચ ગ્રેડમાં એની માન્યતામાં પરિલેખન થાય છે. તેને ભારત સરકાર દ્વારા એક ‘ઈન્સ્ટીટ્યૂશન ઓફ એમિનેન્સ’ સ્વરૂપે માન્યતા અપાઈ છે. આ એન.એ.એ.સી. દ્વારા ‘એ’ ગ્રેડમાં અને એન.બી.એ.દ્વારા એન્જિનિયરીંગ પ્રવાહ માટે ટીયર 1 (વોશિંગટન એકોર્ડ)માં માન્યતા પ્રાપ્ત છે. તેના બી.ટેક.પ્રોગ્રામ્સને પ્રતિષ્ટિત ઈન્સ્ટીટ્યૂશન ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (આઈ.આઈ.ટી), યૂ.કે. દ્વારા માન્યતા મળી છે. કે.આઈ.આઈ.ટી.ને ભારત સરકારની અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટીટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચીવમેન્ટ્સ (એ.આર.આઈ.આઈ.એ.)2020માં ભારતના સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રથમ સ્થાન અપાયું હતું. આ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ એશિયા 2020’ના વિજેતા છે. અનેક પ્રશંસાઓ વચ્ચે તેને એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા 13માં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા- ડી.એલ.શાહ ક્વોલિટી સિલ્વર એવોર્ડ અને વિશ્વકર્મા એવોર્ડથી સન્માનિત કરાય છે. કે.આઈ.આઈ.ટી. પાસે એન.આઈ.આર.એફ., ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.), ક્વાકરેલ્લી સાયમોન્ડ્સ (ક્યૂ.એસ.) અને અન્ય ઘણા રાષ્ટ્રીય અને વૈશ્વિક રેન્કિંગમાં પ્રભાવશાળી સ્થાન છે. દેશમાં સ્પોર્ટ્સને એક યુનિવર્સિટી તરીકે આગળ વધારવા માટે કે.આઈ.આઈ.ટી.નું સૌથી મોટું યોગદાન છે. આ એક શૈક્ષણિક સંસ્થામાં સ્થિત સૌથી વિસ્તૃત અને વ્યાપક પાયો છે. કે.આઈ.આઈ.ટી.એ સેંકડો પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કર્યા છે, જેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓલિમ્પિક, યુનિવર્સિટી રમતોત્સવ, રાષ્ટ્રમંડળ ખેલ અને એશિયન ગેમ્સમાં ભારત માટે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ વેળા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો CiA Live News Report
તા.9મી જાન્યુઆરી 2021ને શનિવારની સંધ્યાએ સુરતના અઠવાલાઇન્સ ખાતેના આદર્શ ભવન ખાતે યોજાયેલા અભિવાદન સમારોહને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે એવી ગર્જના કરી હતી કે કોંગ્રેસ માટે પેજ પ્રમુખની સ્કીમ તેમના નેતા પરેશ ધાનાણીના કહેવા મુજબ સાચે જ અણુબોંબ સમાન પુરવાર થવાની છે. ભાજપાના પેજ પ્રમુખ સમા અણુ બોંબનો પ્રતિકાર કરવામાં કોંગ્રેસ વામણી પુરવાર થઇ છે. સુરતના નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના શ્રી અશોકભાઇ રાંદેરીયા દ્વારા સી.આર. પાટીલ તેમજ સુરત ભાજપાના નવા વરાયેલા હોદ્દેદારોને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા તેમજ ભાજપાના યુવા નેતા રાજુભાઇ સેલર એ ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સીઆર પાટીલનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report
શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ સુરતના એવા નવયુવાનોનું ગ્રુપ છે જે છેલ્લા 30 વર્ષથી સામાજિક, સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળીને લોકહિતના કાર્યો કરે છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ સુરત શહેર ભાજપાના નવા વરાયેલા પદાધિકારીઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 120માંથી 120 બેઠકો મળે તેવી શુભેચ્છા પાઠવવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો CiA Live News Report
શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ, ટીમલીયાવાડ સુરત દ્વારા આ મહાનુભાવોનું અભિવાદન થયું
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ,
સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા,
મહામંત્રી શ્રી મુકેશ દલાલ,
શ્રી કિશોર બિંદલ,
સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ,
ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી,
શ્રી અરવિંદ રાણા,
શ્રી વીડી ઝાલાવડીયા,
શ્રી સંગીતા પાટીલ
શ્રી રણજિત ચીમના
શ્રી પંકજ દેસાઇ
શ્રી લક્ષ્મણ કોરાટ,
શ્રી ભાવનાબેન પટેલ
શ્રી તેજલબેન કાપડીયા
શ્રી રાજેન્દ્ર પાટીલ
શ્રી સુમિત્રાબેન પટેલ
શ્રી વિરલ ગીલીટવાલા
શ્રી ભીખાભાઇ પટેલ તેમજ
શ્રી પ્રવીણભાઇ માળીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સમારોહને સંબોધતા શ્રી સી.આર. પાટીલે કહ્યું કે કાર્યકરો જ ભાજપાની મોટી તાકાત છે. પેજ પ્રમુખ બનાવવા માટે ભાજપાના કાર્યકરો કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે તેના દાખલા ટાંકતા તેમણે કહ્યું કે કોઇ કાર્યકર પાર્ટીની ટિકીટ મળે છે એ માટે પેજ પ્રમુખ કમિટીએ બનાવી રહ્યા છે એવું કહીને તેનું અપમાન નહીં કરી શકાય. શિસ્તબદ્ધ રીતે ભાજપાના કાર્યકરો પેજ પ્રમુખોનું સંચાલન કરી રહ્યા છે. તેમણે પેજ પ્રમુખ થકી ચૂંટણીમાં આસાનીથી વિજય કેવી રીતે મળી શકે તે માટેનું ગણિત આંકડા સાથે સમજાવ્યું હતું.
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયાએ સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report
સી.આર. પાટીલે કહ્યું કે ભાજપાને 100 એ 100 ટકા જીત મેળવવાની આદત પડી ગઇ છે, કાર્યકરોની તાકાતથી ભાજપા આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.
ત્યાગ અને સમર્પણની વાત આવે ત્યારે બહુમતિ લોકો કશું જતું કરવા તૈયાર નથી હોતા, બીજી તરફ આપણી વચ્ચે એવા પણ લોકો છે જેમની પાસે અખૂટ ભંડાર હોવા છતાં તેઓ બધું જ ત્યાગ કરીને પ્રભુને પામવા માટે સન્યાસના માર્ગે ચાલી નીકળતા હોય છે. અહીં હું વાત કરી રહ્યો છું હોંગકોંગમાં પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ, જેમાં દિકરી, માતા અને દાદીમાં ત્રણેય આગામી મે 2021માં સંસાર છોડીને સન્યાસી જીવનમાં પ્રયાણ કરશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓમાં દિકરી પરિષી શાહ તો હોંગકોંગમાં જ ઉછરીને ભણી, ગણીને મોટી થઇ છે.
હોંગકોંગની જાણિતી હીરા પેઢી કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા જૈન પરિવારની દિકરી પરિષી શાહ (23 વર્ષ), માતા હેતલ મહેતા (49 વર્ષ) અને દાદી ઇન્દુબેન શાહ (73 વર્ષ) આધુનિક લાઇફસ્ટાઇલ છોડીને સાધ્વી જીવન વ્યતિત કરશે
ત્રણેય મહિલાઓનો પરિવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા-ધાનેરા સાથે સંકળાયેલા છે અને તેમનો દિક્ષાંત સમારોહ પણ મે મહિનાની 22મી તારીખે ત્યાં જ યોજવામાં આવશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ રામચંદ્ર સમુદાયના સાધ્વી હિતદર્શિતાશ્રીજીના માર્ગદર્શન હેઠળ દીક્ષા ગ્રહણ કરી રહી છે.
હોંગકોંગમાં ઉછરેલી પરિષી શાહ શું કહે છે
સુખ સાહ્યબીથી ભરપૂર સંસારી જીવનનો ત્યાગ કરી રહેલી પરિષી શાહે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતા ભરતભાઇ શાહ હોંગકોંગમાં કે.પી. સંઘવી એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની સાથે સંકળાયેલા છે. પરિષી શાહએ કહ્યું કે તેમનું સ્કુલિંગ હોંગકોંગમાં પૂર્ણ થયું અને એ પછી તેમણે હોંગકોંગમાંથી જ સાઇકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું છે. પરીષીના ભાઇ જૈનમ હાલ અમેરિકામાં ડેટા સાયન્સ વિષયમાં અભ્યાસ કરી રહ્યા છે.
પરિષીએ કહ્યું કે હોંગકોંગથી જ્યારે પણ તેઓ મુંબઇ આવતા ત્યારે મોલ્સ કે મૂવીમાં જઇને આજના જમાના કહેવાતા મોજશોખ કરવાની જગ્યાએ તેઓ માતા સાથે દેરાસરમાં જતા, સાધ્વીઓના સાનિધ્યમાં તેમને દિવ્ય અનુભૂતિ થતી અને એ જ કારણથી તેઓ સાધ્વી જીવન વ્યતિત કરવા માટે પ્રેરાયા હતા. પરિષીએ એક દિવસ પોતાનો નિર્ણય પરિવાર સાથે શેર કર્યો અને તરત જ તેના દાદી ઇન્દુબેન કે થોડા વર્ષો પહેલા તેમના પતિનું નિધન થયું હતું તેઓ પણ પરિષી સાથે સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયા. દિકરી અને સાસુના નિર્ણયથી પ્રેરાઇને હેતલબેને પણ દીક્ષા લેવાનું મનોમન વિચારી લીધું હતું. એક જ પરિવારની મહિલાઓની ત્રણ પેઢી એક સાથે દીક્ષા ગ્રહણ કરશે એવી રેર ઘટના જૈન સંપ્રદાયમાં બનવા જઇ રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.