CIA ALERT

My World Archives - Page 10 of 28 - CIA Live

March 10, 2021
nikhil_madrasi.jpg
1min360

ઉમરગામથી નડિયાદ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ચોક્કસ ભાગોને સમાવતા રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ની ૧૦૪ ક્લબોમાંથી ૬૦ થી ૯૦ સભ્યોની કેટેગરીમાં સુરતની ૮૪ વર્ષ જુની સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતને વર્ષ ૨૦૧૯-૨૦ની કોરોના સહિતની સર્વશ્રેષ્ઠ સામાજિક સેવા માટે સર્વશ્રેષ્ઠ ક્લબ બરોડા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં ઘોષિત કરવામાં આવી હતી અને તે વર્ષના પ્રમુખ રોટેરિયન નિખિલ મદ્રાસીને આ કેટેગરીના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૯-૨૦ના ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન અનીશ શાહ અને ફર્સ્ટ લેડી સ્વાતિબેન શાહના નેતૃત્વ હેઠળ ગત વર્ષે ગોવા ખાતે આયોજિત કોન્ફરન્સમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન માટેનો પ્લેટિનમ એવોર્ડ, કોરોનાની વિશિષ્ટ કામગીરી અને સમગ્ર વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવેલ નોટબૂક, સ્વેટર, આઈ કેમ્પસ, મેડીકલ કેમ્પસ વગેરેની કામગીરીને લક્ષમાં રાખીને બેસ્ટ સર્વિસ પ્રોજેક્ટ ક્લબનો પ્લેટિનમ એવોર્ડ, રોટરીની પ્રવૃત્તિને સમાજના દરેક અંગ સુધી પહોંચાડવા માટેનો બેસ્ટ પબ્લિક ઈમેજનો પ્લેટિનમ એવોર્ડ, શાળા છોડીને ગયેલા બાળકોને ફરી પાછા ભણાવવા માટેના આશા કિરણ પ્રોજેક્ટ માટેનો સિલ્વર એવોર્ડ, સભ્યપદ વૃદ્ધિ માટેનો સિલ્વર એવોર્ડ, વર્ષ ૨૦૧૯-૨૦નો રોટરી સાઈટેશનનો પ્લેટિનમ એવોર્ડ, રોટરી કોમ્યુનીટી કોપ્સની બહુવિધ પ્રવૃત્તિ માટેનો એવોર્ડ ઓફ એકસેલન્સનો એવોર્ડ, પ્રેસિડેન્ટ ઈલેક્ટસ મીટનો એપ્રિસિએશન એવોર્ડ આમ કુલ ૮ અને રોટરી ક્લબ ઓફ સુરતના અન્ય સભ્યોને ૧૦ આમ કુલ ૧૮ એવોર્ડ પ્રાપ્ત કરીને સુરતનું ગૌરવ વધાર્યું હતું.

આ એવોર્ડ સમારોહમાં રોટરી ક્લબ ઓફ સુરતના વર્તમાન પ્રમુખ ડૉ. અજય મહાજન, વર્તમાન મંત્રી તેજસ ગાંધી અને વર્ષ ૨૦૧૯-૨૦ના મંત્રી સંદિપ નાણાવટી પણ ઉપસ્થિત રહ્યા હતા.

રોટરી ઇન્ટરનેશનલના ડિરેક્ટર કમલ સંઘવી અને ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર મનોજ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં વર્તમાન ગવર્નર પ્રશાંતભાઈ જાની, ડીસ્ટ્રીકટ ગવર્નર ઈલેક્ટ સંતોષ પ્રધાન, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની શ્રીકાંત ઇન્દાની, ડીસ્ટ્રીકટ ગવર્નર નોમિની ડેઝીગ્નેટેડ નિહીર દવે, ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નરો આશિષ અજમેરા, પરાગ શેઠ, અશોક કાપડિયા, દેવાંગ ઠાકોર અને નીલાક્ષ મુફ્તી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

March 10, 2021
SGCCI.jpg
1min487

કોવીડ-19 પેન્ડેમિક હોય કે સુરતમાં ભૂતકાળમાં આવેલી રેલ હોય, સુરતમાં જ્યારે જ્યારે કોઇ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે સુરતની સામાજિક, સ્વૈચ્છીક, સેવાકીય બિનસરકારી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો, સંગઠનો દ્વારા સરકારી સિસ્ટમ સાથે ખભેખભા મિલાવીને કામગીરી કરી છે. સુરતમાં આવી હજારો સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રોમાં અવિરત પણે લોકોપયોગી કાર્યો કરી રહી છે. આવી બધી સંસ્થાઓની માહિતીનું સંકલન હજુ સુધી થયું નથી. પરીણામે સુરતની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવી બિનસરકારી સ્વૈચ્છીક, સામાજિક સંસ્થાઓ કે જે બિનધંધાકીય રીતે લોકોપયોગી કાર્યો કરી રહી છે તેમની ડિરેક્ટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપ આવી કોઇ સંસ્થા સાથે સંકળાયેલા હોવ તો ત્વરીત આપની સંસ્થા અંગેની માહિતી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અહીં દર્શાવેલા ઇમેલ પર મોકલશો જેથી ડિરેક્ટરીમાં તેનો સમાવેશ કરી શકાય.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે દક્ષિણ ગુજરાતની સામાજિક ક્ષેત્રે કાર્યરત સેવા સંસ્થા / એનજીઓની ડિરેકટરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી ચેમ્બર દ્વારા વિવિધ સંસ્થાઓને તેઓની માહિતી તા. ૧પ માર્ચ, ર૦ર૧ સુધીમાં અહીં આપેલા ઇ–મેઇલ databank@sgcci.in ઉપર મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચેનું ફોર્મ ભરીને ચેમ્બર ઓફ કોમર્સને મેઇલ કે હાથોહાથ પહોંચાડી શકો

March 10, 2021
nm1.jpeg
3min354

શ્રી સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ, સુરતની યુવા સંસ્થા “સ્પર્શ” ના નવા વરાયેલા પ્રમુખ દેશના મંથન મદ્રાસીનો પદગ્રહણ વિધિ સમારોહ શ્રી અજય લાકડાવાલા, શ્રી કેતન ઝવેરી, શ્રી પારસ જરીવાલા, શ્રી નરેશ મદ્રાસી અને શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીના સાન્નિધ્યમાં સંપન્ન થયો હતો.

સ્વાગત પ્રવચન નીમા ચિંતન ઝવેરીએ કર્યું હતું. નિવૃત્ત થયેલા પ્રમુખ જીગર લાકડાવાલાએ તેમના વર્ષમાં હાથ ધરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો અને ખાસ કરીને કોરોના દરમ્યાન હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ તેમજ આયોજિત કરવામાં આવેલા વેબીનારો વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.

નવા વરાયેલા પ્રમુખ દેશના મદ્રાસીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજના ઉત્થાન અને વિકાસમાં યુવાનોનો વિશિષ્ટ ફાળો હોય છે. જ્ઞાતિના યુવાનોએ વડીલોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરીને બતાવ્યો છે અને તેથી જ જ્ઞાતિના યુવાનોમાં નવી ચેતનાનો સંચાર થયો છે.

જ્ઞાતિના વડીલ શ્રી નરેશ મદ્રાસીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો જે કંઈક કરી શકે છે તે બીજું કોઈ કરી શકતું નથી. વડીલોનું કામ યુવાનોમાં વિશ્વાસ મૂકવાનું છે અને જો યોગ્ય સમયે તેઓને માર્ગદર્શન આપવામાં આવે તો ચોક્કસ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. તેઓએ દેશના મદ્રાસીને હોદ્દાની ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા.

નવી કાર્યવાહક સમિતિની ટીમને સાજનાના મંત્રી શ્રી અજયભાઈ લાકડાવાલાએ શપથ લેવડાવ્યા હતા અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.રિદ્ધિ શાહે આભાર વિધિ કરી હતી અને પદગ્રહણ વિધિ સમારોહનું સંચાલન નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

નવી કાર્યવાહક સમિતિના સભ્યોના નામો નીચે મુજબ છે.

  • પ્રમુખ – દેશના મદ્રાસી
  • તત્કાલીન નિવૃત પ્રમુખ – જીગર લાકડાવાલા
  • ઉપ પ્રમુખ – અક્ષત કચરા
  • મંત્રી – અભિષેક દમણીયા
  • સહમંત્રી – મૈત્રક નાણાવટી
  • ખજાનચી – કિંજલ લાકડાવાલા
  • સહ ખજાનચી – વિરતી જરીવાલા
  • હ્યુમન ડેવલપમેન્ટ ઓફિસર્સ – ધ્વનિ મદ્રાસી, શ્રેયલ કચરા અને હર્ષિલ કણીયા
  • ડિરેક્ટર્સ – રિદ્ધિ શાહ, નીમા ઝવેરી, દર્શન દમણીયા અને મંથન દમણીયા

સળંગ બે દિવસ સુધી આ નિમિત્તે બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ટુર્નામેન્ટનું પરિણામ નીચે મુજબ છે.

સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોની પ્રેસિડન્ટ પેન્થર્સ ટીમ વિજેતા બની હતી અને ફેન્ટાસ્ટિક ફિફ્ટી ટીમ રનર્સ અપ વિજેતા ઘોષિત કરાઈ હતી.

બેસ્ટ બેટ્સમેન : મલય શાહ (કુલ પાંચ મેચોમાં ૩૭૧ રન)

બેસ્ટ બોલર : ચિંતન દમણીયા (કુલ ૭ વિકેટ)

સૌથી વધારે છગ્ગાઓ : મલય શાહ (૫૧ છગ્ગા)

મેન ઓફ ધી સિરીઝ : મલય શાહ

સમગ્ર ટુર્નામેન્ટની કોમેન્ટ્રી “સ્પર્શ”ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મંથન મદ્રાસી અને શ્રી રાજુભાઈ દવાવાળાએ કરી હતી.

March 10, 2021
sch_2.jpg
1min623

સુરતની સરકારી મેડીકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા લાખો રૂપિયાનું ભંડોળ એકત્રિત કરીને મેડીકલ સ્ટુડન્ટસ માટે અનિવાર્ય સ્પોર્ટસ એક્ટિવિટી માટે એક કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું

સુરતની સરકારી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરીને હાલમાં સુરત તેમજ સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાં સ્થાયી થયેલા હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન, એલ્યુમની એસોસીએશન, સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરત દ્વારા તાજેતરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં રમત-ગમત સંકુલનું ઉદઘાટન ગુજરાતના બીજેપી પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યું છે. આ મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલ મેડીકલનો અભ્યાસ કરી રહેલા અને ભવિષ્યમાં કરનારા વિદ્યાર્થીઓ માટે અત્યંત અનિવાર્ય હતું, જેને પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાનું ઋણ અદા કરતા હોય એ રીતે ચૂકવ્યું છે. સુરતની સરકારી મેડીકલ કોલેજમાંથી તબીબ  બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલા ભંડોળમાંથી રૂ.32 લાખના માતબર ખર્ચે આ સ્પોર્ટસ સંકુલ સાકારિત કરવામાં આવ્યું છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં આ રીતે સાકારીત થયેલા રમત ગમત સંકુલના ઉદઘાટન સાથે જ તેન ચર્ચા સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગ પર પડી છે. જુદી જુદી મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવા આગળ આવી રહ્યા છે અને ભવિષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલ સંકુલમાં સાકાર થયેલા રમત ગમત સંકુલ જેવા સંકુલ રાજ્યમાં તેમજ દેશમાં જોવા મળે તો નવાઇ નહીં. અને એટલે જ અમે અહીં લખ્યું છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરીને હાલમાં તબીબી પ્રેક્ટિસ કરી રહેલા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાકારિત સ્પોર્ટસ સંકુલ પ્રોજેક્ટ અન્યો માટે રોલ મોડેલ બની રહ્યો છે.

ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે પણ ઉદઘાટન પ્રસંગે સંકુલને રૂ.5 લાખની સહાય આપવાની જાહેરાત કરી

March 8, 2021
cia_society-1280x880.jpg
1min520

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનેરોઅવસર સ્ત્રીત્વની ભાવના અને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનની ઉજવણી કરે છે. આ વર્ષે, કોવિડ-19 મહામારી સામેના લડાઈમાં ભાગ લેનાર સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા (જેમોલોજી ઈન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકાની સ્વતંત્ર સબસિડિયરી);  જેમ & જવેલરી નેશનલ રિલીફ ફોઉંડેશન (જી.જે.એન.આર.એફ.) એ શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરનું મહિલા સશક્તિકરણ અભિયાન – ‘રાજ ઉપહાર’ના ગિફ્ટ પેકેટ્સથી બિરદાવવામાં આવી હતી.

સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આ અભિયાનની શરૂઆત ૬થી માર્ચના દિવસે કરવામાં આવી હતી.

મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યેકૃતજ્ઞતા દર્શાવતાં આ ગિફ્ટ પેકેટ્સ તેમના સન્માનનું પ્રતીક તો બન્યા જ પણ સાથે જ’રાજ ઉપહાર’માં કામ કરતી સેંકડો આદિવાસી મહિલાઓની આજીવિકાનું સાધન પણ બન્યાં છે! 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. CiA Live News (www.cialive.in)
સુરતના કમિશનર ઓફ પોલીસ, શ્રી અજય કુમાર તોમર (આઇ.પી.એસ.)ના વરદ હસ્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા અભિયાનની શરૂઆત ૬થી માર્ચે કરવામાં આવી. CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરના ટ્રસ્ટી ડૉ. બીજલ મેહતા CiA Live News (www.cialive.in)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરત પોલીસના મહિલા ફ્રન્ટલાઈનર્સને જી. આઈ. એ. ઈન્ડિયા, જી.જે.એન.આર.એફ. અને શ્રીમદ્દ રાજચંદ્ર લવ એન્ડ કેરે સન્માનિત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના મહીલા પોલીસનું સન્માન કરતા જી. આઈ. એ. ઈન્ડિયાના પ્રતિનિધિ. CiA Live News (www.cialive.in)

March 7, 2021
kiit.jpg
2min281

69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ

બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ 2021ના રોજ યોજાયો… ઉદ્ઘાટન સમારોહમાં ઓડિશાના રમત ગમત અને યુવા સેવા તથા ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી તુષારકાંતિ બેહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. જ્યારે વૉલીબૉલફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના મહાસચિવ શ્રી અનિલ ચૌધરી, વી.એફ.આઈ.ના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રોલ કમિટીના ચેરમેન શ્રી રથિન રોય ચૌધરી, માનનીય સાંસદ, કંધમાલ, વી.એફ.આઈ.ના અધ્યક્ષ તથા કે.આઈ.આઈટી અને કે.આઈ.એસ.એસ.ના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંત, કે.આઈ.આઈ.ટીના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ અને પ્રો-વાઈસ ચાન્સલર પ્રો.સસ્મિતા સામંત, કે.આઈ.આઈ.ટી.ના વાઈસ ચાન્સલર પ્રો.એચ.કે.મોહંતી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરી. ડૉ.અચ્યુત સામંતે ઉદ્ધાટન સમરોહની અધ્યક્ષતા કરી જ્યારે ડૉ.ગગનેન્દ્ર દાશ, સચિવ ઓર્ગોનાઈઝિંગ કમિટી, એસોસિએટ જોઈન્ટ સેક્રેટરી, વી.એફ.આઈ., ઓનરરી જોઈન્ટ સેક્રેટરી, ઓડિશા વૉલીબૉલએસોસિએશન અને ડાયરેક્ટર, સ્પોર્ટ્સ, કે.આઈ.આઈ.ટી. તથા કે.આઈ.એસ.એસ.એ ધન્યવાદ પ્રસ્તાવ પસાર કર્યો.

No description available.

મહામહિમ શ્રી બીજૂ પટનાયકજીની 105મી જયંતીના અવસર પર દિવંગત બીજૂ બાબૂને પુષ્પાંજલિ અર્પણ કરી આ સમારોહની શરૂઆત કરાઈ. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૉલીબૉલસંઘના અધ્યક્ષ અને મહાસચિવ પણ ઉપસ્થિત હતા.

No description available.

ભારતીય વૉલીબૉલઈતિહાસમાં પહેલીવાર, ઓડિશાએ એક રાજ્ય તરીકે 68 સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.. અને આ ચેમ્પિયનશિપની યજમાની કરી. ખાસ વાત એ છે કે પહેલીવાર તમામ મેચ ઈન્ડોર કોર્ટમાં લાઈવ સ્ટ્રીમિંગ સાથે રમાશે. તમામ મેચ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમમાં ઓડિશા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ અનુસાર જ રમાશે. ઓડિશાને એક રાજ્યના સ્વરૂપમાં ચાર વૉલીબૉલનેશનલ ચેમ્પિયનશિપ-36મી જૂનિયર નેશનલ વૉલીબૉલચેમ્પિયનશિપ 2009, 41મી નેશનલ સબ જૂનિયર વૉલીબૉલચેમ્પિયનશિપ 2019, 68મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2019-20 અને હવે વર્તમાન 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21 ફાળવવામાં આવી ચૂકી છે. ચારેય ટૂર્નામેન્ટ કે.આઈ.આઈ.ટી. પરિસરમાં આયોજીત કરાઈ છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 1200થી વધુ પુરુષ અને મહિલા વૉલીબૉલખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ, લદ્દાખની ટીમ, વી.એફ.આઈ.ના અધ્યક્ષની ઉચિત અનુમતી સાથે આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. અનેક અર્જૂન એવોર્ડ વિજેતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડી આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

No description available.

આગામી એશિયાઈ ચેમ્પિયનશિપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બેઠકો માટે ભારતીય વૉલીબૉલટીમની પસંદગી આ ચેમ્પિયનશિપના માધ્યમથી કરવામાં આવશે. ભારતીય વૉલીબૉલપુરુષ ટીમની પસંદગી સમિતિમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા, અર્જૂન એવોર્ડ વિજેતા અને ભારતીય વૉલીબૉલટીમના વર્તમાન કૉચ શ્રી.જી.ઈ.શ્રીધરન; અર્જૂન એવોર્ડ વિજેતા ડૉ.દલેલ સિંહ અને શ્રી જાગીર સિંહ રંધાવા સામેલ છે. ભારતીય વૉલીબૉલમહિલા ટીમની પસંદગી સમિતિમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એસ.એ.આઈ)ના શ્રી અજય જાંગરા, શ્રી દલજીત સિંહ અને ભારતીય વૉલીબૉલટીમનાં વર્તમાન કૉચ, સુશ્રી વૈશાલી ફડતારે સામેલ છે. શ્રી પ્રકાશ રોય અને શ્રી એ.રામના રાવ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને અર્જૂન એવોર્ડ વિજેતા આ બંને પસંદગી સમિતિના સંયોજક હશે.. ઉદ્ઘાટન મેચ પુરુષ વર્ગમાં ઓડિશા અને મધ્ય પ્રદેશ વચ્ચે જ્યારે મહિલા વર્ગમાં ઓડિશા અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી.

March 7, 2021
sardardham1_cia.jpg
2min311

સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો

સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય તેની તે હક્દાર છે.

સરદારધામ સુરત યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે મહિલા દિન નિમિત્તે “શક્તિ વંદના” એવમ્ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 600 થી વધુ ભાઇ – બહેનો એ હાજરી આપી હતી. યુવા તેજ – તેજસ્વીની સુરતના ભાઇ – બહેનોએ રાત-દિવસ એક કરીને કાર્યક્રમને સજાવ્યો હતો.

કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા સરદારધામના યુવાશક્તિના સર્વાગી વિકાસ માટેના પાંચ લક્ષબિંદુઓ વિશે વિગતવાર માહિતી અપાઇ હતી.

ગગજી સુતરીયાએ કહ્યું કે…

સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ ઓનલાઇન કાર્યક્રમમાં હાજર રહીને મહિલાદિનની શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ યુવાઓને અભિનંદન આપ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે કહ્યુ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નામના મેળવી રહી છે. પુરૂષોના ગઢ ગણાતા ક્ષેત્રોમાં પણ તે ગાબડા પાડીને આગળ વધી રહી છે. નારીમાં અપાર શક્તિઓ રહેલી છે. જરૂર છે તો ફક્ત તે શક્તિઓને બહાર લાવવાની અને તેને પુરતી તક આપવાની. જયારે તમે એક નારીને શિક્ષણ આપો છો ત્યારે તમે એક પેઢીને શિક્ષણ આપો છો એમ ગણાય. દરેક રાષ્ટ્રની ઉન્નતિનો આધાર તે દેશની સ્ત્રીઓની ઉન્નતિ પર આધાર રાખતો હોય છે.

સ્ત્રી સ્વયં અદભૂત શક્તિસ્ત્રોત

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરના સમાજસેવી અને પ્રખ્યાત ઉદ્દઘોષક શ્રી નેહલબેન ગઢવીએ પોતાનું હદયસ્પર્શી વ્યકતવ્ય આપ્યું હતું. તેમણે મહિલાઓને બિરદાવતા જણાવ્યું કે સ્ત્રી એ શક્તિનું બીજું રૂપ છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સ્ત્રી તે દરેક મુસીબતોનો સામનો કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. ધીરજ એ સ્ત્રીનો ગુણ છે. ઘર- પરિવાર અને લોકો માટે વિખેરાઇ જવું, વિલીન થઈ જવું, ગુમાવી દેવું, ઓગળી જવું એ સમર્પણ દરેક સ્ત્રીનો ગુણ છે. સ્ત્રીને આજ સુધી સમાજે દેવી સ્થાને બેસાડીને તેના માણસ તરીકેના હસવા, રોવા, થાક્વાના હકથી તેને વંચિત રાખી છે. સૂરજ આજે રોજ જો સવારે નીકળતો હોયને તો તેનું એકમાત્ર કારણ આ પૃથ્વી પર સ્ત્રીઓનું રોજે રોજ નવું જોવા મળતું સૌદર્ય છે. પોતાના વક્તવ્ય દ્વારા નેહલબેને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. સ્ત્રીનું અલગ સ્વરૂપ તેમણે જાણે પોતાના વક્તવ્યમાં બતાવ્યું હતું.

કાર્યક્રમમાં અધિકારી અને રાજસ્વી પાટીદાર મહિલાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતનાં યુવા તેજસ્વીની કન્વીનર અને સહકન્વીનર શર્મિલાબેન બાંભણીયા – રાજકોટ, રશીલાબેન ધાનાણી – વડોદરા, દક્ષિણ ગુજરાત સુરત ઝોન કન્વીનરો ઉર્વશીબેન પટેલ અને રીંકલબેન જરીવાલાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત સરદારધામના ઉપપ્રમુખશ્રી- દક્ષિણ ગુજરાત ઝોન દીયાળભાઇ વાઘાણી અને સ્થાપક ટ્રસ્ટીશ્રી મનહરભાઇ સાચપરાએ પણ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

March 4, 2021
sandip_desai.jpg
1min396

સુરત જિલ્લાં આવેલી જિલ્લા પંયાયત, 9 તાલુકા પંચાયતો તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા વિજયને ન ભૂતો ન ભવિષ્યતિ તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લામાં કેટલાક વિસ્તારો તો આઝાદી કાળથી કોંગ્રેસનો ગઢ ગણાતા હતા, એવા વિસ્તારોમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપ દેસાઇ અને તેમની ટીમે માઇક્રોપ્લાનિંગ કરીને ભાજપાના ઉમેદવારોને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સુરત જિલ્લા ભાજપનું સુકાન સંભાળતાની સાથે જ સંદીપ દેસાઇએ દરેક તાલુકાઓ તેમજ ગ્રામ્ય સ્તરે સુરત ભાજપા સંગઠનાત્મક પ્રવૃતિ હાથ ધરી દીધી હતી. સાથોસાથ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે લાગૂ કરેલી યોજનાઓનો સીધો જ લાભ સુરત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને કેવી રીતે આપી શકાય તે માટે સુરત જિલ્લા ભાજપાની ટીમે માઇક્રોપ્લાનિંગ શરૂ કરી દીધું હતું.

સુરત જિલ્લા ભાજપામાં પ્રમુખ સંદીપ દેસાઇ અને તેમની ટીમે કરેલી કામગીરીઓ અને ગુજરાત સરકારના વિકાસની રાજનીતિને કારણે સુરત જિલ્લામાં ભાજપે અભૂતપૂર્વ વિજય સાંપડ્યો છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઇએ આ વિજય માટે ગુજરાત બીજેપી પ્રેસિડેન્ટ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રુપાણી તેમજ સમગ્ર ભાજપા ટીમને શ્રેય આપ્યું હતું. સંદીપ દેસાઇએ સુરત જિલ્લા ભાજપાના તમામ કાર્યકરો તેમજ મતદારોને પણ આભાર વ્યક્ત કર્યો હતો.

May be an image of 2 people

સુરત જિલ્લામાં ચૂંટણીના અંતિમ પરીણામો

સુરત જિલ્લા ભાજપ પરિવારનું આભાર દર્શન

February 25, 2021
pharma.jpg
1min291

સરકારે બુધવારે ફાર્માસ્યુટિકલ અને આઈટી હાર્ડવેર ક્ષેત્રને પ્રોડકશન લિન્કડ ઈન્સેટિવ (પીએલઆઈ) સ્કીમ જાહેર કરી હતી. દેશમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા ૨૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઈન્સેન્ટિવ્ઝ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૨૦-૨૧થી ૨૦૨૮-૨૯ના સમયગાળા માટે ફાર્મા ક્ષેત્રને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના ઈન્સેન્ટિવ્ઝ આપવામાં આવશે.ભારતની ઉત્પાદન ક્ષમતા પ્રત્યે દેશી અને વિદેશી ઉત્પાદકોને આકર્ષવા માટે ભારતમાં લૅપટોપ, સર્વર્સ, કમ્પ્યુટર્સ અને ટૅબ્લેટ્સના ઉત્પાદનને વધારવા માટે સરકારે બુધવારે રૂ. ૭૩૫૦ કરોડની યોજના મંજૂર કરી હતી.

નવી યોજના ૧.૮૦ લાખ રોજગારની તક ઊભી કરવા સાથે આવતા ચાર વર્ષમાં રૂ. ૩.૨૬ લાખ કરોડનું ઉત્પાદન અને રૂ. ૨.૪૫ લાખ કરોડની નિકાસ કરવાનો અંદાજ જાહેર કરાયો હતો.

કૅબિનેટની બેઠક બાદ કમ્યુનિકેશન અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આઇટી હાર્ડવૅર ઉત્પાદનો માટે ઉત્પાદનને જોડતા પ્રોત્સાહન (પીએલઆઇ)ની યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને એમાં લૅપટોપ્સ, ટૅબ્લેટ્સ, ઑલ ઇન વન પીસી અને સર્વર્સનો સમાવેશ કરાયો છે.

રૂ. ૭૩૫૦ કરોડની આ યોજના ભારતને હાર્ડવૅરના ઉત્પાદનમાં વૈશ્ર્વિક હબ તરીકે આગળ લાવવા માટેની છે.

હજુ ગત સપ્તાહ દરમિયાન જ રૂ. ૧૨૧૯૫ કરોડની ટેલિકોમના સાધનોના ઉત્પાદનની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

પીએલઆઇ યોજનાનો લાભ આઇટી હાર્ડવૅર ક્ષેત્રની પાંચ મોટી વૈશ્ર્વિક અને ૧૦ સ્થાનિક કંપનીઓને મળશે. ભારતને આત્મનિર્ભર બનાવવાના આ યોજના સિંહફાળો આપશે. આ યોજના ભારતની ઇલેક્ટ્રોનિક્સની ઇકોસિસ્ટમનો વિકાસ કરશે.

February 22, 2021
CIA_Live_Logo_New2.jpg
2min519

“IIL વર્તમાન શિક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે”: માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, સુપ્રીમ કોર્ટ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL)ની ફાઉન્ડેશન તકતીનું અનાવરણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, માનનીય ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી.રામાસુબ્રમણ્યમના હસ્તે કરાયું. આ અનાવરણ કાર્યક્રમ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર ખાતે યોજાયો. આ સમારોહમાં વરિષ્ઠ વકીલ અને અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (BCIT) ના પ્રમુખ શ્રી મનન કુમાર મિશ્રા, ઓડિશાના એડવોકેટ જનરલ, શ્રી અશોક પરીજા, વરિષ્ઠ એડવોકેટ અને BCITના અધ્યક્ષ શ્રી દેબી પ્રસાદ ધલ, BCITના એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી અને KIIT તથા KISSના સંસ્થાપક પ્રો. અચ્યુત સામંત સહિત ઘણી કાનૂની હસ્તીઓ હાજર રહી હતી અને સભાને સંબોધન કર્યું હતું.

IILની સ્થાપના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (બીસીઆઈટી) તથા KIITTના સહકારથી થઈ છે. જે કાયદા શિક્ષકોના કૌશલ્ય વિકાસ અને વકીલાતના અભ્યાસની સાથે સાથે નિરંતર શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવાત તથા કાયદાના શિક્ષકોની એકેડેમી માટે એક મોડેલ સંસ્થા બનશે. આ સંસ્થા દેશની કાયદાની સ્કૂલોના યુવા શિક્ષકોની સુવિધા વધારશે અને તેમની ખૂબીઓ, વ્યાવસાયિક કુશળતા અને હોશિયારી વધારવામાં મદદરૂપ બનશે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હશે.

ફાઉન્ડેશન સમારોહમાં સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિતે આઈ.આઈ.એલ.ની સ્થાપનાનું સ્વાગત કર્યું અને આ પ્રકારના કાર્ય બદલ BCIT અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે “જીવનમાં પરિવર્તન એકમાત્ર સ્થિર છે, સતત શિક્ષણ દરેક વ્યવસાય માટે અગત્યની છે જે દરેકના જીવનનો મહત્વનો ભાગ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે કદાચ આ એક પહેલું પગલું છે જે સંસ્કૃતિને ફરીથી આત્મસાત કરશે, જ્યારે આપણી પાસે આ પ્રકારની વધુમા વધુ સંસ્થાઓ હશે ત્યારે આપણે આ શિક્ષણ યથાવત રાખવાના વિચારો દરેકના મનમાં મૂળિયા જમાવશે.. માનનીય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય માટે BCI અને KIITને શુભેચ્છાઓ પાઠવી.

ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે “BCI દ્વારા વર્ષ 1988માં બેંગલુરૂમાં સ્થાપિત નેશનલ લૉ યુનિવર્સિટીએ કાયદા શિક્ષણ અને વકીલોની ગુણવત્તામાં એક મોટું પરિવર્તન લાવ્યું. આ જ રીતે IILની સ્થાપના પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં માઈલસ્ટોન છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે BCI અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીના સહયોગથી IIL એવી ફેકલ્ટીઝનું નિર્માણ કરશે જે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરશે. તેમણે એમ પણ કહ્યું કે એવા શિક્ષકોનું પણ નિર્માણ થશે જે વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યોને આત્મસાત કરશે.

આ કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી.વી.રામાસુબ્રમણ્યમે કહ્યું કે હાલ દેશમાં એક હજારથી વધુ લૉ કોલેજ છે. જે દર વર્ષે અંદાજે અઢી લાખ લૉ ગ્રેજ્યુએટ તૈયાર કરે છે. તેમણે કહ્યું કે IIL શિક્ષણવિદો અને વ્યવસાયિકો વચ્ચે અંતર સ્પષ્ટ કરવા પર વિચાર-વિમર્શ કરશે.

શ્રી મનન કુમાર મિશ્રાએ પોતાના સ્વાગત ભાષણમાં કહ્યું કે હાલ કાયદાના શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશમાં કાયદાની કોઈ તાલીમ સંસ્થા નથી. તેમણે પ્રોફેસર અચ્યુત સામંતની પહેલ અને ઉદાર સમર્થન બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી આ સંસ્થા માટે જમીન અને પાયાની સુવિધાઓ માટે જરૂરી તમામ સહાયતા પ્રદાન કરી રહી છે. શ્રી મિશ્રાએ કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાઈન્સેઝ (KISS) કે જે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલતી નિવાસી સંસ્થા છે. અહીં 30 હજાર વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ માધ્યમથી સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પ્રોફેસર સામંતની તેમણે પ્રશંસા કરી.

પ્રોફેસર અચ્યુત સામંતે કહ્યું કે ભુવનેશ્વરમાં રાષ્ટ્ર માટે મહત્વની IIL જેવી સંસ્થાની સ્થાપના, ઓડિશા માટે ગૌરવની વાત છે. KIIT સાથે ભાગીદારી બદલ BCIનો આભાર માનતા પ્રોફેસર સામંતે કહ્યું કે KIIT એક યુવા યુનિવર્સિટી છે, પરંતુ તેને ભારત સરકાર દ્વારા “ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ” ટેગથી નવાજવામાં આવી છે. KIIT ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ્સ એશિયા 2020’ના વિજેતા છે. શિક્ષણવિદો અને સંશોધન ઉપરાંત રમતગમત અને સામાજિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે શ્રી અશોક પરીજાએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં કાયદાના શિક્ષણમાં ખૂબ વધારો થયો છે. વધુમાં કહ્યું કે આજે એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટની સાથે સાથે કાયદા શિક્ષણ યુવાનોની પસંદગીનું ક્ષેત્ર બની ગયું છે. IIL દેશમાં લૉ ફેકલ્ટીની ગુણવત્તા સુધારવામાં લાંબી મંજીલ કાપશે.

આ પહેલા IILનો એક સંક્ષિપ્ત પરિચય આપતાં પ્રસિદ્ધ કાયદા શિક્ષણવિદ પ્રોફેસર એન.એલ.મિત્રાએ કહ્યું કે આ સંસ્થા દેશમાં કાયદા શિક્ષણનું વ્યાવસાયીકરણ કરશે. પ્રોફેસર મિશ્રા જે KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પૂર્ણ ચાંસલર પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ” એકતા, નિર્માણ ક્ષમતા અને ન્યાય” થકી આ સંસ્થાને રાષ્ટ્રીય ચરિત્રની એક સંસ્થા તરીકે વિકસિત કરાશે. આ પહેલ માટે તેમણે BCIની પ્રશંસા કરી..

શ્રી માનસ રંજન મહાપાત્રા, સીનિયર એડવોકેટ અને સભ્ય, વિશેષ સમિતિ, ઓડિશા સ્ટેટ બાર કાઉન્સિલે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો.