KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમથી “ફાઈવ સ્ટાર રેટિંગ” મેળવનારી પહેલી ભારતીય યુનિવર્સિટી બની ગઈ છે. રેટિંગ પરિણામ 27 એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. ક્યૂ. એસ. ક્વેક્વેરલી સાઈમન્ડ્સ લિમિટેડના એક એકમ, ક્યૂ.એસ.ઈન્ટેલિજેન્સની 8 કેટેગરીમાં સંકેતકો (ઈન્ડીકેટર્સ)ની એક મર્યાદામાં સ્વતંત્ર અને અણીશુદ્ધ માહિતી સંગ્રહ અને પ્રદર્શન મેટ્રિક્સના વિશ્લેષણ બાદ KIITને ફાઈવ સ્ટાર સંસ્થા તરીકે પ્રમાણિત કરી દેવાઈ, જે મહત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રેટિંગ આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે.
રેટિંગ એક્સસાઈઝે વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું, જે આઠ કેટેગરીમાં ઉત્કૃષ્ટતાના પૂર્વ સ્થાપિત વૈશ્વિક બેન્ચમાર્ક જેવા કે શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક વિકાસ, અંતરરાષ્ટ્રીયકરણ, ઓનલાઈન લર્નિંગ, સંશોધન, સમાવેશ અને કમ્પ્યૂટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક વિશેષ માપદંડ છે.
KIITએ ચાર કેટેગરીમાં ઉત્તમ 5 અંક પ્રાપ્ત કર્યા અને શેષ કેટેગરીમાં 4 અંક મેળવી સંપૂર્ણ રીતે ફાઈવ સ્ટાર રેટિંગ સુનિશ્ચિત કરી..
ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યૂનિટ પણ પ્રતિષ્ઠિત ક્યૂ. એસ. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગને સંકલિત કરે છે. જોકે, ક્યૂ. એસ. સ્ટાર રેટિંગ સિસ્ટમ મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સની એક વિસ્તૃત શ્રેણીમાં યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. જે પૂર્વ સ્થાપિત અંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે છે. કોઈપણ વિશ્વ રેન્કિંગ એક્સર્સાઈઝની તુલનામાં વ્યાપક માપદંડોને કવર કરીને, સિસ્ટમ રેટેડ સંસ્થાની ઉત્કૃષ્ટતા અને વિવિધતા બંને પર પ્રકાશ પાડે છે.
હજુ ગયા સપ્તાહે જ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ 2021માં KIITના વિશ્વ સ્તર પર 201+ રેન્ક પ્રાપ્ત કરી હતી. બે પ્રમુખ ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ અને રેટિંગ એક્સર્સાઈઝમાં એક બાદ એક પ્રભાવશાળી સ્થાન મેળવવા માટે KIIT ડીમ્ડ યુનિવર્સિટીને અંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ ધપાવાઈ છે. જેને ભારત સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ ટેગ પણ અપાયો છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા “વર્કપ્લેસ ઑફ ધ યર” કેટેગરીમાં KIIT “એવોર્ડ્સ એશિયા 2020″ની વિજેતા પણ છે.
આ સિદ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરતા KIIT અને KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “વર્ષ 2004 બાદથી ક્યૂ. એસ. વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંકલનકર્તા ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યુનિટ દ્વારા સંચાલિત ક્યૂ. એસ. સ્ટાર્સ રેટિંગ સિસ્ટમ દ્વારા KIITને તેની ઉત્કૃષ્ટતા અને વિવિધતાના આધારે ફાઈવ સ્ટાર્સ ઈન્સ્ટીટ્યૂશનનો દરજ્જો અપાયો છે. અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાનો સંકલ્પ કરીએ છીએ”
નુકસાનકારક શબ્દો માટે કર્મ સૌથી મોટો જવાબ છે. આ રીતે કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ડીમ્ડ યુનિવર્સિટી, ભુવનેશ્વર પોતાની બિરાદરી અથવા સમાજ વચ્ચે એક મશાલ વાહક અર્થાત માર્ગદર્શક બનેલી છે. તેની સિદ્ધિઓ માટે કોઈ પ્રવક્તાની જરૂર નથી. 21 એપ્રિલ 2021ના રોજ જાહેર થયેલા ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) ઈમ્પેક્ટ રેન્કિંગ્સ-2021માં KIITને દુનિયાની ટોચની યુનિવર્સિટીઓની શ્રેણીમાં સ્થાન મળ્યુ છે. જીવિકા અને નિષ્પક્ષતા (sustenance & equity)ના માટે KIITની પ્રતિબદ્ધતાની ઓળખ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા મળે છે
સમુદાય આધારિત યુનિવર્સિટીના આંકડા અને યુનિવર્સિટીના પ્રભાવના આધારે દર વર્ષે ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગનું આયોજન કરે છે. જેવું કે KIIT સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals)ના તમામ માપદંડોને પૂરા કરી રહી છે, ટાઈમ્સ હાયર એજ્યુકેશના ઓવરઓલ ઈમ્પેક્ટ રેન્કિંગ દુનિયાભરની યુનિવર્સિટીની સામાજિક જવાબદારીનું મુલ્યાંકન કરે છે.
આ ઉપરાંત એસ.ડી.જી.ની ‘ઓછી અસમાનતાઓ’ (Reduced Inequalities)માં 86મી રેન્ક પ્રાપ્ત થઈ છે. જેના માટે દુનિયાની 100 યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછી એક એકલ પેરામીટરમાં સ્થાન આપવામાં આવ્યું છે. KIITને પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સમાં 101+ રેન્ક મળી અને ક્વોલિટી એજ્યુકેશન એન્જ પીસ એન્ડ જસ્ટિસ એન્ડ સ્ટ્રોગ ઈન્સ્ટીટ્યૂશન્સમાંથી પ્રત્યેકમાં 201+ રેન્ક મળી છે. આટલી પ્રભાવશાળી રેન્ક પ્રાપ્ત કરનાર આ પૂર્વ ભારતની એકમાત્ર યુનિવર્સિટી છે. વર્ષ 2020માં KIITને 501+ રેન્ક આપવામાં આવી હતી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્કપ્લેસ ઓફ ધ યર શ્રેણીમાં KIIT એવોર્ડ્સ એશિયા 2020ની વિજેતા પણ છે.
ધ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ એકમાત્ર વૈશ્વિક પ્રદર્શન શ્રેણી છે જે સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યની નિમિત યુનિવર્સિટીનું આકલન કરે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા ચાર વ્યાપક ક્ષેત્ર જેવા કે રિસર્ચ, સ્યૂવર્ડશિપ, આઉટરીચ અને ટીચિંગમાં ખૂબ વ્યાપક અને સંતુલિત તુલના કરવામાં આવી છે.
KIIT ઉત્કૃષ્ટ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, રિસર્ચ, પબ્લિકેશન વગેરેમાં પ્રભાવશાળી રેન્ક સાથે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે KIIT પોતાની સ્થાપના બાદથી જ પ્રામાણિકતા અને સમર્પણ સાથે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે.
KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંતે કહ્યું કે કેટલીક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને વિશ્વ રેન્કિંગમાં ચિત્રિત કરાઈ રહી છે. જે સ્વયં રાજ્ય માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે “અમને આનંદ છે કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી, ટાઈમ્સ હાયર એજ્યુકેશનની ઈમ્પેક્ટ રેન્કિંગમાં ટોચ પર છે, કારણ કે તેણે સામાજિક જવાબદારીમાં ઉત્કૃષ્ટતા જાળવી રાખવાના ભરચક પ્રયાસ કર્યા છે.”
હાલમાં કોવીડ ૧૯ની સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં હોય તેવા દર્દીઓ કે જેમને ઓક્સીજન સિલિન્ડરની સુવિધા ઘરે જોઇતી હોય તો તેમના માટે સચીન જીઆઇડીસી સ્થિત સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સભ્યો આગેવાન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયાની આગેવાની હેઠળ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ વ્યવસ્થા કરી આપે છે. દર્દીઓના સગા સબંધીઓ સચિન ઇન્સ્ટ્રીઝ ખાતેથી ઓક્સીજન સિલિન્ડર મેળવીને પોતાના ઘરે લઇ જઇ શકે છે.
સચીનના મહેન્દ્રભાઇ રામોલિયા કહે છે કે
સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા હાલમાં શહેરમાં પ્રવર્તમાન કોવીડ ૧૯ મહામારી સમયે જરૂરીયાત મંદ લોકોનેે શક્ય એટલી તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તેમણે કહ્યું કે હાલમાં સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સ્વયંસેવકો શહેરમાં કોઇપણ સ્થળે કોવીડ દર્દીને ઓક્સીજન સિલિન્ડરની જરૂૂૂરીયાત હોય તો તેઓ સચિન ખાતેથી બિલકુલ ફ્રી ઓફ ચાર્જ મેળવી પોતાના ઘરે લઇ જઇ શકે છે. વહેલો તે પહેલાના ધોરણે આ સુવિધા આપવામાં આવી રહી છે.
ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ ડૉ.અચ્યુત સામંત દ્વારા લિખિત પુસ્તક “નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો”નું વિમોચન કર્યુ CiA Live
આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ શ્રી એમ.વેંકૈયા નાયડૂ
2 એપ્રિલ 2021ના રોજ ભુવનેશ્વર રાજભવનમાં “નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો” પુસ્તકના વિમોચન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડૂએ કહ્યું કે આપણે મા, માતૃભૂમિ અને આપણી માતૃભાષાને ન ભૂલવી જોઈએ. આદર્શ મા પર લખાયેલા પુસ્તક “માઈ મધર- માઈ હીરો” જાણિતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર ડૉ.અચ્યુત સામંત દ્વારા લખવામાં આવી છે. મહામહિમ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે “આપણે ઉદ્યમિઓ, શોધકર્તાઓ અને વૈજ્ઞાનિકોની બાયોગ્રાફી વાંચીએ છીએ, પરંતુ માતાની બાયોગ્રાફી લખવી કંઈક અલગ અને અનોખું છે. માતા પર એક જીવની લખવી ખૂબ જ પ્રેરણાદાયક છે.”
ઓડિશાના મહામહિમ રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલે પુસ્તક વિમોચન સમારોહની પ્રશંસા કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે ન માત્ર માનવતાની સેવા કરવી જોઈએ પરંતુ માનવતાની પૂજા પણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવા પ્રારંભિક તબક્કામાં ડૉ.સામંતે આટલું મહત્ત્વપૂર્ણ પુસ્તક લખ્યું છે. જ્યારે હું અચ્યુત સામંતને જોઉં છું તો મને ઠક્કર બાપા યાદ આવે છે.”
આ પ્રસંગે સંબોધન કરતા ડૉ.સામંતે કહ્યું કે તેઓ મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા રહ્યા છે કેમ કે તેમણે બાળપણમાં જ નારી શક્તિની અનુભૂતિ કરી છે. ડૉ.સામંતે વધુમાં કહ્યું કે મહિલા શક્તિ એક રાષ્ટ્ર અને સમાજને સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. જો મહિલા સશક્તિકરણને મહત્ત્વ આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ વિકસિત થઈ શકે છે. આ પુસ્તક મહિલાઓની શક્તિ અંગેનું છે. ડૉ.સામંતે પોતાની માતાનું ઉદાહરણ લઈને તેને વ્યક્ત કર્યું છે.
ડૉ.અચ્યુત સામંતના માતા નીલિમારાની એક સાધારણ મહિલા હતા, જેઓ સમાજની મદદ કરવા માટે કંઈક અસાધારણ સપના અને દૂરદ્રષ્ટિ રાખતાં હતા. તેમની વિચારધારાએ સમાજ માટે કંઈક કરવા માટે ડૉ. સામંત પર ઉંડો પ્રભાવ પાડ્યો. સંઘર્ષોથી ભરેલું જીવન જીવતા નીલિમારાની એક નાનકડા અંતરિયાળ ગામને સ્માર્ટ ગામ અને માનપુરને એક સ્માર્ટ પંચાયતના સ્વરૂપમાં વિકસિત કરી શકતા હતા. કઈ રીતે તેઓ હંમેશા પોતાના પૈતૃક ગામ કલારબંકાના વિકાસ માટે ડૉ. સામંતને આગ્રહ કરતા હતા એ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.
ડૉ.સામંતના પિતાનું અકસ્માતે મોત થતાં તેમના માતા નીલિમારાની માત્ર 40 વર્ષની વયે અસહાય બની ગયા હતાં. આ આપદાએ તેઓને અકલ્પનીય કષ્ટ અને સંઘર્ષમાં ધકેલી દિધાં. પરંતુ તેમણે પોતાની દૃઢ ઈચ્છા શક્તિ, સિદ્ધાંતો અને સંઘર્ષને ક્યારેય છોડ્યો નહીં. પોતાના છેલ્લા શ્વાસ સુધી તેઓ કલારબંકા સ્માર્ટ ગામ અને માનપુર પંચાયતના વિકાસ માટે ડૉ.સામંતને આગ્રહ કરતી રહી હતી.
ડૉ.સામંત જે પણ પ્રાપ્ત કરી રહ્યા છે, તે બંધું જ તેમના માતાના મૂલ્યો અને આદર્શોના કારણે છે. તેમણે ડૉ. સામંત આજે જે કંઈપણ છે તે તેમના માતાના માર્ગદર્શનને આભારી છે, તેમની તમામ સિદ્ધિઓ તેમના માતા નીલિમારાનીને સમર્પિત છે.
સામાજિક સેવાના ધ્યેયને વરેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી કલબ ઓફ સુરતે રૂપિયા પ૧ લાખના ખર્ચે ૭ આધુનિક ડાયાલિસિસ મશીનવાળું ડાયાલિસિસ સેન્ટર ભટાર રોડ સ્થિત શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલમાં જાહેર જનતા માટે અર્પણ કર્યું હતું. આ ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને નજીવા દરે ડાયાલિસિસ કરાવવામાં આવશે.
આ પ્રસંગે આયોજિત સમારોહમાં સંબોધન કરતા રોટરી કલબ ઓફ સુરતના પ્રમુખ અને શહેરના જાણીતા કાન–નાક–ગળાના નિષ્ણાત ડો. અજય મહાજને જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ સુરતના સભ્ય રોટેરીયન ભવાનીબેન મહેતા અને ભૂતપૂર્વ પ્રમુખ રોટેરીયન શ્રી નરેન્દ્રભાઇ મહેતાના માતબર દાનની સહાયથી નાઇજીરીયાની રોટરી કલબ ઓફ વિકટોરીયા આઇસલેન્ડ, લાગોસ તેમજ ધી રોટરી ફાઉન્ડેશન અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૦૬૦ના સહયોગથી રોટેરીયન ભવાની નરેન્દ્રકુમાર મહેતા રોટરી કલબ ઓફ સુરત અને શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર જાહેર જનતા માટે સુપ્રત કરતા અત્યંત આનંદ થાય છે.
હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મદનગોપાલ નારંગે જણાવ્યું હતું કે, શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલ રોજ ૧પ૦૦ ઓપીડીની સેવા આપે છે. આ ઉપરાંત મોટા ભાગની સેવાઓ ઉપલબ્ધ છે જ, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનો ઉમેરો થતા સેવા કાર્યમાં વધુ ઝડપ આવશે. હાલમાં ૭ મશીનની જ જગ્યા હોવાને કારણે ૭ મશીન ધરાવતું જ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની આજુબાજુ વધુ જગ્યાઓ લેવાના પ્રયત્નો ચાલી રહયા છે અને આ જગ્યા પ્રાપ્ત થતા આ સેન્ટરમાં કુલ ર૦ મશીનો મૂકવામાં આવશે.
આ પ્રસંગે આશીર્વચન આપતા રોટરી ગવર્નર રોટેરિયન પ્રશાંતભાઇ જાનીએ જણાવ્યું હતું કે, ૮૪ વર્ષ જૂની સંસ્થા રોટરી કલબ ઓફ સુરતે કાયમી પ્રોજેકટની દિશામાં જે પગલું ભર્યું છે તે નવી દિશા ચિંધનારુ બની રહેશે. રોટરી કલબ ઓફ સુરતે ભૂતકાળમાં સ્વ. અશ્વિન મહેતા મેમોરીયલ પ્લેનેટોરીયમ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગાર્ડન, ઉમરા સ્મશાન ભૂમિમાં વોટર હીટર પ્લાન્ટ અને સોલાર પ્લાન્ટ ઉપરાંત વર્ષો પહેલા નિયોલ ગામમાં અન્ડર ગ્રાઉન્ડ વોટર ટાંકી અને ડ્રેનેજ સિસ્ટમની ભેટ તેમજ સુરતની અન્ય હોસ્પિટલોમાં ડાયાલિસિસ મશીનોની ભેટ તો આપી જ છે પરંતુ આજે સામાજિક સેવાના ક્ષેત્રમાં સૌથી મોટું પ્રદાન થઇ રહયું છે, તે ખૂબ ગૌરવપ્રદ ઘટના છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી તેજસ ગાંધી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ નિખિલ મદ્રાસી, ડિરેકટર અલ્પેશ શેતરંજીવાલા, સુનૈના મહાજન અને નીતાબેન ગાંધી ઉપસ્થિત રહયા હતા.
આકાશમાં તારલાઓ કંઈ એમ જ નથી ચમકતા. તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચયથી ઘણા લોકો સફળતાના શિખર પર પહોંચે છે.. જ્યાં તેઓ એક પ્રતીક બનીને ઉભર્યાં છે. સી.એ. ભવાની દેવી પણ આવા જ રમતવીર તારલાઓની આકાશગંગામાંથી એક છે જેમણે તલવારબાજીમાં ટોક્યો ઓલમ્પિક 2021માં ક્વોલીફાઈ કર્યું છે.
આ માત્ર ભવાની માટે જ ગૌરવની ક્ષણો નથી પરંતુ KIIT ડીમ્ડ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની હોવાના કારણે ભવાની જેવા બાળકોની પ્રતિભાને નિખારવામાં એક વિશ્વસનીય અને અનુભવી પરામર્શદાતાની જેમ KIIT અને KISSને બે નિયમિત લોન્ચ પેડ બનવાનું ગૌરવ મળ્યું છે. આ બંને સંસ્થાના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત હંમેશા મદદ માટે ખડેપગે રહ્યા.. માત્ર રમતગમતમાં ભવાનીની લાંબી શાનદાર યાત્રા માટે જ નહીં પરંતુ એ તમામ લોકો માટે વણમાગી મદદ પ્રદાન કરવા માટે જેમણે રમતની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભલે તે રાષ્ટ્રીય સ્તરે હોય કે અંતરરાષ્ટ્રીય સ્તરે.. તેના પર ક્રેડિટ સ્કોર અટકતો નથી, કારણ કે વર્ષ 2021 ટોક્યો ઓલમ્પિક માટે ભવાની તલવારબાજીમાં ક્વોલીફાઈ કરનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે.
આપણા સૌ માટે એ અવસર કેવો હશે જ્યારે ભારતની એક યુવા મહિલા ખેલાડી લાખો લોકો સામે પોતાના હરીફ સામે કૃપાણની તેજસ્વી કલાની ચમક દેખાડશે..
તમિલનાડુની વતની અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિની ભવાની 25 માર્ચ 2021ની સવારે ઈટલીથી સીધી જ ભુવનેશ્વર પહોંચી. ભુવનેશ્વરના બીજૂ પટનાયક એરપોર્ટ પર પહોંચેલા ભવાની, તેમની માતા અને કોચનું જોરદાર સ્વાગત કરાયું. KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પરિસરમાં ભવાની માટે એક સત્કાર સમારોહ યોજાયો. જ્યાં પ્રતિષ્ઠિત હસ્તીઓ જેવા કે KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત, ઈન્ડિયન ફેન્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી બશીર એ. ખાન, ઓડિશા ફેન્સિંગ એસોસિએશનના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સાહુ, જાણીતા પર્યાવરણવિદ અને ગ્રીન મેન ડૉ. અબ્દુલ ઘની, ફાસ્ટ રનર દુતી ચાંદ, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના વાઈસ ચાંસલર પ્રો.હર્ષિકેશ મોહંતી, KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાંસલર પ્રો. સસ્મિતા સામંતની ઉપસ્થિતિમાં ભવાનીને સમ્માનિત કરાઈ.
તમિલનાડુની વતની ભવાનીએ KIITમાં પોતાના એડમિશન બાદ ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલીફાઈ કર્યું.
એ વાત સૌના માટે ગૌરવથી સહેજ પણ ઓછી નથી કે તે પોતાના સપનાઓની પાંખો પર ઉડી શકે છે. ભવાની પોતે કહે છે કે “બાળપણથી જ હું ઓલમ્પિકમાં ભાગ લેવાનું સપનું જોતી રહી છું. આ સપનાને પૂરું કરવા મારે અનેક સંઘર્ષો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો”. સમ્માન સમારોહમાં સંબોધન કરતા ભવાનીએ આ વાત કરી. સાથે જ ભવાનીએ પોતાના માતા-પિતા અને કોચને આ સફળતાનો શ્રેય આપ્યો, જેમણે બાળપણથી જ તેમનો સાથ આપ્યો.
ભવાનીએ દાવો કર્યો કે ઓલમ્પિકમાં ક્વોલીફાઈ કરવા પાછળ દુતી ચાંદ તેની પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હજારો નવોદિત એથલીટ અને ખેલાડીઓ માટે દુતી એક રોલ મૉડલ છે. જેનો ઉદય આ સંસ્થાનમાંથી એક સર્વશ્રેષ્ઠ દોડવીર તરીકે થયો છે.
મિસ ભવાનીને અભિનંદન પાઠવતાં ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “શિક્ષણ ઉપરાંત KIIT અને KISS સંસ્થાએ રમત અને રમતવીરોને આગળ વધારવા પર ભાર મૂકયો છે. વાસ્તવમાં KIIT અને KISSને એ વાતનું ગૌરવ છે કે તેમના પરિસરમાં રમત માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.” 5 હજારથી વધુ ખેલાડીઓને પહેલાં જ KIIT અને KISSમાં તૈયાર કરાઈ ચૂક્યા છે. ડૉ.સામંતે આશા વ્યક્ત કરી કે દુતી અને ભવાની નિશ્ચિત રીતે આગામી ઓલમ્પિકમાં મેડલ્સ જીતશે.
અન્ય લોકોમાં ભવાનીની મા સી.એ.રમાની, KIITના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ગગનેન્દુ દાશ, રજિસ્ટ્રાર જ્ઞાન રંજન મોહંતી અને અનેક વરિષ્ઠ પદાધિકારીઓ આ અવસર પર ઉપસ્થિત હતા.
सूरत के अडाजण, वेसू और वराछा एरीया में कार्यरत ALLEN करीयर इन्स्टिट्युट के छात्र तनय विनीत तयाल ने इसी मार्च महिने में हूए जेइइ मेइन्स मार्च 2021 की राष्ट्रव्यापी परीक्षा में 99.99 पर्सन्टाइल रेंक हांसल करके पूरे गुजरात में टॉप किया है. ALLEN करीयर इन्स्टिट्युट सूरत में करीब 2500 छात्रो को एन्ट्रन्स एकझाम प्रीपेरेशन करवा रहे है.
सूरत के एलन करीयर इन्सिटट्युट में जेइइ मेइन्स का कोचिंग लेकर मार्च 2021 में हूए जेइइ मेइन्स की राष्ट्रव्यापी परीक्षामें पूरे गुजरात में जिन्होने टॉप रेन्क हांसल किया वह तनय तयाल विजयी मुद्रा में CiA Live Digital Media
सुरत के अडाजण स्थित ALLEN करियर इन्स्टीट्यूट के इन्चार्ज नेहचलसिंघ ने पत्रकारो को जानकारी देते हूए बताया की तनय ने फरवरी 2021 में हूए जेइइ मेइन्स के परीक्षा में भी अग्रक्रम हांसल कीया था और किशोर वैज्ञानिक प्रोत्साहन योजना (के.वी.पी.वाय.) संचालित परीक्षा में भी राष्ट्रीय स्तर पर प्रथम दस स्थान में अपना स्थान जमाया है. तनय तयालने फिजिक्स में 100 में से पूरे 100 पर्सन्टाइल प्राप्त कीए हे.
एलन करीयर इन्स्टिट्युट में कोचिंग पाकर जेइइ मेइन्स मार्च 2021 परीक्षा में पूरे गुजरातमां टॉप करने वाले तनय तयाल और उनके माता-पिता के एलन करियर इन्स्टीट्युट सूरत के मेनेजमेन्टने अभिवादन किया CiA Live Digital Media
आई.आई.टी. बॉम्बे से कम्प्युटर सायन्स में बी.टेक. पढना चाहते है तनय
सी.आइ.ए. लाइव डिजिटल मिडीया से बात करते हूए तनय विनित तयालने कहा की अब उनका फोकस जेइइ एडवान्स्ड की परीक्षा पर रहेगा. आगे जाकर तनय आइ.आइ.टी. बॉम्बे से कम्प्युटर सायन्स में बी.टेक. की पढाई करने का सोच रहे हे.
तनय तयाल दसवीं कक्षा तक फाउन्टेनहेड स्कुल में पढे और उसके बाद उन्होने आर.एम.जी. महेश्वरी स्कुल ग्यारवी कक्षा से जाइन किया है.
સુરતની ગુનાખોરીની દૂનિયામાં એમ જી કનેરિયાનો એક ખોફ હતો અને સિંઘમ ફિલ્મ આવ્યા પહેલા સુરતના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં સિંઘમની છબી ઉભી કરનારા એમ જી કનેરિયાના પોલીસ વિભાગના દિવસોની યાદ તાજી કરાવતી અનેક ઘટનાઓને આ પુસ્તકમાં સરળ ભાષામાં વર્ણવવામાં આવી છે.
માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં જે અધિકારીની ફરજ નિષ્ઠા અંગે આજે પણ દાખલા આપવામાં આવે છે. જેના નામ માત્રથી બુટલેગરો અને ગેંગસ્ટરો કે ગલીના ટપોરીઓ ધ્રુજી ઉઠતા હતા અને જેમના નોકરી કાળ દરમ્યાન ત્રીસથી વધુ વખત એટલે કે લગભગ દર વર્ષે એક વખત બદલી થતી હતી એવા નિવૃત ડીવાયએસપી મથુરદાસ ગોકળદાસ કનેરિયાએ પોલીસ વિભાગમાં સેવા બજાવી ત્યાં સુધીની ઝીણી ઝીણી વિગતો આવરી લઇને જન્મભૂમિ જૂથના સાઉથ ગુજરાતના બ્યુરો ચીફ ખ્યાતી જોષીએ ખમીરવંતી ખાખી નામે પુસ્તક લખ્યુ છે.
ખમીરવંતી ખાખી પુસ્તકનું વિમોચન તા.૧૮મી માર્ચે સુરત શહેરના આંગણે જાણીતા ભાગવત અને રામાયણ કથાકાર રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારી એમ. જી કનેરિયાએ પોલીસ સેવા સાથે સમાજની જે ઉત્તમ સેવા કરી છે તેની જાણકારી આજની પેઢીના યુવાનોને મળી રહે તે આવશ્યક છે. તેના માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યુ છે.
પોતાની કારકિર્દી પર આધારિત પુસ્તક અંગે પ્રતિસાદ આપતા એમ. જી. કનેરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે નિયુક્ત થયા બાદ સુરતમાં પોસ્ટીંગ થયું અને સુરતમાં જે ગુનાખોરીનો વ્યાપ વધતો હતો તેના કારણે ગુનેગારોમાં એક પ્રકારે પોલીસની ધાક હોવી જોઇએ એ ધાક ઉભી કરવા માટે મેં ફ્રી હેન્ડ થી કામ કર્યું હતું. મહીધરપુરા પોલીસ સ્ટેશન હોય ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી દારૂબંધી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ હોય, તમામ બ્રાન્ચમાં નિષ્ઠા પુર્વક ફરજ બજાવીને ગુનાખોરીને કાબુમાં લેવા માટે કામ કર્યું હતું. ખાસ કરીને શહેરમાં 1992ના કોમી તોફાનો બાદ અમદાવાદથી આવેલા ફારૂક મુન્શીએ બાલક, નરેશ નિકમ જેવા લોકોને ઠાર મારીને પોતાની ધાક જમાવી હતી. ફારૂક મુન્શી ઝડપાયા બાદ તેણે પીપલોદ નજીકથી પોલીસ જાપ્તામાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેણે પોલીસ પર ફાયરીંગ કરતા પોલીસ એન્કાઉન્ટરમાં ફારૂક મુન્શી ઠાર મરાયો હતો. ત્યાર બાદ બાબુભૈયાની ટોળકીના દિલીપ મરાઠા અને આસીફ અમદાવાદીને સચિનથી આગળ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. તો ભાજપના મહિલા કોર્પોરેટર નીતાબેન સાતભાયાની હત્યા થઇ ત્યારે તેમને ખાસ ક્રાઇમ બ્રાન્ચમાં પી આઇ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ ગુનાનો ભેદ કઇ રીતે ઉકેલાયો તેની પણ રસપ્રદ વિગતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.
ખમીરવંતી ખાખીના વિમોચન સંદર્ભે લેખિકા ખ્યાતિ જોશીની ફેસબુક વૉલ પરથી તેમને પ્રતિસાદ
ખાખીના કર્મયોગીઓને માનભરી સલામ સાથે ”ખમીરવંતી ખાખી” પુસ્તક અર્પણ…..દેશને આઝાદી ખાદીએ અપાવી પણ દેશમાં શાંતિ અને સલામતી ખાખીએ સ્થાપી. ખાખી પહેર્યા બાદ અનેક એવા પોલીસ અધિકારીઓ છે જેણે અદમ્ય સાહસ અને અદભૂત પરાક્રમ થકી ખાખીની શાનને વધારી દીધી છે.
કોઇની પણ શેહશરમ રાખ્ચા વિના કાયદાનો ભંગ કરનારને કાયદાના પાઠ શીખવનાર નિવૃત્ત ડીવાય.એસ.પી. એમ. જી. કનેરિયાની ૩૫ વર્ષની પોલીસ વિભાગની કારકીર્દી દરમ્યાનની રોચક સાહસગાથાને ખમીરવંતી ખાખી પુસ્તકમાં કલમથી આલેખવાની તક મળી તે માટે હું નસીબદાર. નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ મારામાં વિશ્વાસ રાખીને મને પુસ્તક લખવાની તક આપી તે માટે તેની આભારી છું. ૩૫ વર્ષની પોલીસ વિભાગમાં બજાવેલી સેવા દરમ્યાન ૩૦ વખત કરતા વધુ બદલી કોઇપણ અધિકારીને અકળાવી મૂકે. પરંતુ નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ અડચણ ઉભી કરતા ઉપરી દબાણ નામક પથ્થરોને પડકાર ગણી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કાયદાનો ભંગ કરનારને જેલના સળિયા ગણતા કર્યા હતા.
આવું અદમ્ય સાહસ દેખાડવું એ કોઇ કાચા-પોચાનું કામ નહિ. દિલીપ મરાઠા, ફારૂક મુન્સી, આસીફ અમદાવાદી જેવા ત્રણ-ત્રણ માથાભારે ડોનનાં એન્કાઉન્ટર કરવા એ કોઇ સહેલી વાત નથી. પુસ્તકમાં એક થી એક ચઢે તેવી રોચક સાહસગાથા રૂપી સત્ય ઘટનાઓને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. વાંચકોને ચોક્કસ પસંદ આવશે. બે વર્ષની લાગ-લગાટ મહેનત બાદ પુસ્તક વાંચકો સમક્ષ મૂકી શકાયું છે. ખમીરવંતી ખાખીનું વિમોચન ભાગવત કથાકાર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયું.
એ વેળાએ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી કનુભાઇ ટેલર, વરાછા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્ર ૫ટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, વીએનએસજીયુના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ માકસણા સહિત સુરતના ટોચના ઉદ્યોગપતિઓ, નિવૃત્ત પોલીસ અધિકારીઓ, અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તે આનંદ લટકામાં. દિપકભાઇ રાજ્યગુરૂએ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું તે માટે તેમનો આભાર.
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા રક્તદાન મહાદાન 6.0 નું આયોજન કરી 827 રક્ત બોટલો એકત્ર કર્યાની સાથે રક્તદાતાઓને અવનવી ગિફ્ટો આપી સન્માન કરાયું
રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વર્લ્ડ રોટરેકટ વીક ની ઉજવણી અંતર્ગત પ્રોજેક્ટ “રક્તદાન મહાદાન 6.0” ના આયોજન દ્વારા ઘણી મોટી સંખ્યા માં યુવાનોએ પોતાના રક્ત નું દાન કરી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આ સેવાયજ્ઞમાં લોક સમર્પણ બ્લડ બેન્ક, સરદાર બ્લડ બેન્ક તેમજ સ્મિમેર બ્લડ બેન્ક ની ટીમ ના સહયોગથી તાપી ડિપ્લોમાં કોલેજ કેમ્પસ, કાપોદ્રા ખાતે યુવાનોએ રક્ત બુંદ તરીકે આહુતી આપી 827 બોટલો રક્ત એકત્ર કરાઈ.
આ રક્તદાન મહાદાન ૬.૦ માં સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, વિરોધ પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી, કાપોદ્રા પોલીસ સ્ટેશન ના P.I મે.કે. ઉર્જર સાહેબ, કાનજીભાઈ ભાલાળા, SGCCI ના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, સાહિત્યકાર શ્રી ઘનશ્યામ લાખાણી તેમજ અન્ય કેટલીક સંસ્થાઓ મહેમાન શ્રીઓ એ રક્ત બુંદ તરીકે આહુતી આપી સહકાર આપ્યો હતો. જેનુ સંપુર્ણ આયોજન ક્લબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, ક્લબ સેક્રેટરી રો. વિપુલ બલર ના નેતૃત્વ હેઠળ ક્લબ ટીમ ની સાથે રહી પ્રોજેક્ટ ચેરમેન રો. મિલન ગોયાણી, રો. ભાવિકા ધામેલિયા, રો. ભદ્રેશ સિસોદિયા અને રો. કેવલ તેજાણી દ્વારા કરવામાં આવ્યું.
દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શનિવાર, ૧૩ માર્ચ, ર૦ર૧ના રોજ ‘પ્લેટીનમ હોલ’, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ખજોદ ચાર રસ્તા પાસે, સરસાણા, સુરત ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એકસપોર્ટસ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા. જ્યારે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ૧૯૯૦માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા પ૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજના એવોર્ડ ફંકશનમાં ખાસ કરીને ભારતમાં સંરક્ષણ શસ્ત્રસરંજામનું નિર્માણ શરૂ કરીને શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર સુરતમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી ડિફેન્સ કંપનીને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવી રહી છે. તેમણે કહયું કે, દક્ષિણ ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ એન્ડ ટી કંપનીએ ‘આત્મનિર્ભર ભારત’અભિયાનને સાકારિત કરીને દેશની સીમા ઉપર અભેદ્ય કિલ્લા સમાન સ્વચાલિત કે૯ વજ્ર ટેન્કનું ઉત્પાદન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
મુખ્ય મહેમાન ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને ચેમ્બર જે રીતે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે છે તે ખૂબ જ સરાહનીય પગલું છે. આનાથી સારું કામ કરવા માટે પ્રેરણા મળે છે. એક ઉદ્યોગપતિને જ્યારે એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે અન્ય ઉદ્યોગકારોને પણ તેમની દિશાએ આગળ વધવાની આપોઆપ પ્રેરણા મળે છે. આથી સુરતના અને ઉદ્યોગના વિકાસ માટે પણ આ એવોર્ડ આભારી હોઇ શકે છે. તેમણે વધુમાં કહયું કે, ઉદ્યોગોએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જ રહી પણ તેની સાથે સાથે તેમની સમાજ પ્રત્યે પણ જવાબદારી બને છે. આથી ઉદ્યોગોએ સમાજમાં પણ પોતાનું યોગદાન આપવું જોઇએ. આજે હું મારી જ સંસ્થામાં મુખ્ય મહેમાન તરીકે આવ્યો છું ત્યારે ગર્વની લાગણી અનુભવું છું.
અતિથિ વિશેષ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને આપણે સફળતાને બિરદાવીએ છીએ. સફળ થયેલા ઉદ્યોગપતિની સાથે નિષ્ફળ થયેલા વ્યકિતઓના અનુભવમાંથી પણ બોધપાઠ લેવો જોઇએ. જો કે, આ એક મોટી એકસરસાઇઝ છે અને ચેમ્બર જેવી સંસ્થાએ આ અંગે સંશોધન કરવું જોઇએ. આજનો ખૂબ જ સારો પ્રસંગ છે અને તેમાં મને સુરતની જાણકારી પ્રાપ્ત થઇ છે. વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં શું થઇ રહયું છે તેની ખબર પડે છે.
તેમણે વધુમાં કહયું હતું કે મને લાગે છે કે હવે સુરત, ગુજરાતના કે દેશના નહીં પણ વિશ્વના વિકાસ પામેલા શહેરો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે છે તે અંગે વિચારવું જોઇએ. એના માટે ઉદ્યોગોની સાથે શૈક્ષણિક સંસ્થાઓએ સારી રીતે વિકસિત થવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓ માટે નવા વિકલ્પો શોધવા જોઇએ. નવી ટેકનોલોજી કેવી રીતે અને શા માટે ડેવલપ કરવી જોઇએ? તે દિશામાં પણ આગળ વધવું જોઇએ. સાથે જ લિબરલ આર્ટ્સનો વિષય હોવો જોઇએ. જેથી કરીને વિદ્યાર્થીઓને બધી જ માહિતી મળી રહે.
‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’થી સન્માનિત થયેલા યઝદી કરંજીયાએ જણાવ્યું હતું કે, પાંચ ફૂટના પારસીને તેની આજીવન સિદ્ધી માટે સન્માનિત કરવામાં આવ્યો તે મારા માટે અકલ્પનીય હતું. હું અહીં માત્ર જ્યુરી તરીકે આવ્યો હતો પણ ચેમ્બરે મને જે રીતે બિરદાવ્યો છે તેના માટે મારી પાસે કોઇ શબ્દ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યઝદી કરંજીયાએ તેમની ૬૦ વર્ષની કારકિર્દીમાં કયારેય નાટકનો ઉપયોગ આજીવિકા મેળવવા માટે કર્યો નથી. નાટક થકી જે કઇ કમર્શિયલ એકટીવિટી કરી તેનો ઉપયોગ માત્ર રકતપિત્તના અને કેન્સરના દર્દીઓની સેવા માટે કર્યો છે. તદુપરાંત શહેરમાં કોમી એખલાસભર્યું વાતાવરણ ઉભું કરવા માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આથી ચેમ્બર દ્વારા તેમને ઉપરોકત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R&D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૧૮–૧૯ માટે ૧પ કેટેગરી જેટલા એવોડર્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
આ સંસ્થાઓને એવોર્ડ એનાયત થયા
૧. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર’બ્રાઇટ વિવ્જ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
ર. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસીંગ સેકટર’ગોકુલાનંદ ટેકસ્ચ્યુરાઇઝર્સ પ્રા.લિ. (જીટીએકસ) સુરતને એનાયત કરવામાં આવ્યો હતો.
૩. ‘શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ’સોન્ગવોન સ્પેશ્યાલિટી કેમિકલ્સ – ઇન્ડિયા પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૪. ‘શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’પેસિફીક સ્કૂલ ઓફ એન્જીનિયરીંગને એનાયત કરવામાં આવ્યો હતો.
પ. ‘કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન’પિરામલ ગ્લાસ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૬. ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી’લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ હેવી એન્જીનિયરીંગ ડિવીઝનને એનાયત કરવામાં આવ્યો હતો.
૭. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ’ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એન.પી.સી.આઇ.એલ.)ને એનાયત કરવામાં આવ્યો હતો.
૮. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય એનજીઓ’દીપ – ડેવલપમેન્ટ એફર્ટસ ફોર રૂરલ ઇકોનોમી એન્ડ પિપલને એનાયત કરવામાં આવ્યો હતો.
૯. ‘ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આન્ત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ’અમી ઓર્ગેનિકસ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૦. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ’શ્રી આર.ડી. ઘાયલ એન્ડ શ્રીમતી વી.બી.એન. શાહ માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૧. ‘મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન’આર.એન.જી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – આર.એન.જી.પી.આઇ.ટી.ને એનાયત કરાયો હતો.
૧ર. ‘શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ફોર ધ ઇયર ર૦૧૮–૧૯’શ્રી એમ.આર. શર્મા – ઓપરેશન્સ ડાયરેકટર, કૃભકોને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૪. ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’શ્રી યઝદી કરંજીયાને એનાયત કરવામાં આવ્યો હતો.
૧પ. દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ ફંકશનમાં ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ સરાવગી અને ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક અને ચેતન શાહ તથા માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ચેમ્બરની લાયબ્રેરી કમિટીના એડવાઇઝર સુનીલ જૈને પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સમારોહનો ટૂંકમાં સાર રજૂ કરી સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.