કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.
છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.
બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.
28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.
15/8/2021 બુધવારથી શરૂ થતાં ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-0ના અપરાજીત સરસાઇના લક્ષ્ય સાથે મેદાને પડશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.
ઇંગ્લેન્ડનો ઇરાદો પલટવાર કરીને શ્રેણી 1-1ની બરાબરી પર લાવવાનો રહેશે. ત્રીજા ટેસ્ટ માટે રાહતની વાત એ છે કે અહીં વરસાદની શકયતા ઓછી છે. આથી ચોથા અને પાંચમા દિવસે હેડિંગ્લેની પિચ પર સ્પિનરોને મદદ મળી શકે છે.
ભારતીય ઇલેવનમાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સ્થાને તક મળી શકે છે. જે બેટિંગમાં તો શાનદાર દેખાવ કરી રહ્યો છે, પણ બન્ને ટેસ્ટમાં તેના ખાતામાં એક પણ વિકેટ નથી. ત્રીજો ટેસ્ટ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.
સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ ખાદ્યતેલ પરનો કરવેરો ઘટાડી દીધો છે. સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે.
Currently, basic customs duty on crude palm oil is 15%, while it is 45% for all other categories of palmolein.
The effective duty, which includes cess and other charges, on crude palm oil will be 30.25%, while for refined palm oil it would be 41.25%
સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને સાડાસાત ટકા કરી દેવામાં આવી છે જેને કારણે તહેવારો દરમિયાન નાગરિકોને થોડી રાહત મળશે. જોકે, સરકારે જાહેર કરેલી આ કપાત ૩૦ સપ્ટેમ્બર સુધી જ હશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આનો સીધો મતલબ વિદેશથી મગાવવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થઈ જશે. દેશની ખાદ્યતેલની કુલ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨.૫ કરોડ ટન જેટલી છે જેની સામે વર્તમાન સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલનું ઉત્પાદન અંદાજે ૭૦થી ૮૦ લાખ ટન જેટલું હોવાને કારણે ભારત સરકાર એક વરસમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦ કરોડ ખર્ચીને ૧.૫ કરોડ ટન ખાદ્યતેલની ખરીદી કરે છે.
ગયા વરસે ભારતે મલયેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી ૭૨ લાખ ટન પામતેલ આયાત કર્યું હતું. બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ૩૪ લાખ ટન સોયાતેલ તેમ જ રસિયા પાસેથી પચીસ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરી હતી.
માગ અને પુરવઠા વચ્ચેની આ ખાઈને કારણે ઘરેલું બજારમાં ભાવ પર અસર જોવા મળે છે.
દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.
ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.
ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું.
ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.
વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
કેન્દ્રે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી એટલે કે ૨૦૧૯ના ઑગસ્ટ બાદ (જમ્મુ અને કાશ્મીરની) બહારની એટલે કે દેશના અન્ય રાજ્યની માત્ર બે વ્યક્તિએ અત્યાર સુધીમાં ત્યાં બે પ્રૉપર્ટી ખરીદી હતી.
કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમને લોકસભામાં પુછાયું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી દેશના અન્ય રાજ્યના કેટલા લોકોએ ત્યાં પ્રૉપર્ટી ખરીદી હતી? નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે આપેલી માહિતી મુજબ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૧૯ ઑગસ્ટ બાદ અન્ય રાજ્યની માત્ર બે જ વ્યક્તિએ બે પ્રૉપર્ટી ખરીદી હતી.
શું જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યની વ્યક્તિને હવે પ્રૉપર્ટી ખરીદતી વખતે કોઇ મુશ્કેલી પડે છે? એવા સવાલનો જવાબ નિત્યાનંદ રાયે નકારમાં આપ્યો હતો.
અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવા સરકારે સોમવારે લોકસભામાં કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ડ ખરડો ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યો હતો.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન વીરેન્દ્રકુમારે કન્સ્ટિટ્યુશન (૧૨૭મો સુધારા)ખરડો ૨૦૨૧ સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો. આ ખરડામાં ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી. દેશનું સ્વાયત્ત માળખું જાળવી રાખવા તેમ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (સોશિયલ ઍન્ડ ઈકોનોમિકલી બૅકવર્ડ ક્લાસ) એસઈબીસીની પોતાની યાદી જાતે તૈયાર કરી તેને જાળવી રાખી શકે તે માટે બંધારણની કલમ ૩૪૨એ, ૩૩૮બી અને ૩૬૬માં સુધારો કરવાની જરૂર છે.
વર્ષ ૨૦૧૮ના કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઍક્ટમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૩૮બી નેશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસના માળખા, ફરજ અને સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૪૨એ ચોક્કસ કોમની એસઈબીસી તરીકે નોંધણી કરવાની રાષ્ટ્રપતિની સત્તા અને યાદીમાં ફેરફાર કરવાની સંસદની સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૬૬ (૨૬સી) એસઈબીસીની વ્યાખ્યા કરે છે.
૧૦૨ કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટે નોકરી અને પ્રવેશમાં એસઈબીસીની નોંધણી કરવાની રાજ્યની સત્તા છીનવી લીધી હોવાનું જણાવતા પાંચમી મેએ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
ઓબીસીને ઓળખી કાઢી તેની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકાર અને સ્વાયત્ત માળખા પર કેન્દ્ર સરકાર હુમલો કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.
જોકે, કુમારે ગયા મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતો તેમ જ કાયદા ખાતા સાથે સલાહમસલત કરી રહી છે અને ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારનું રક્ષણ કરવાના વિકલ્પોની ચકાસણી કરી રહી છે.
ન્યાયાધીશ અશોક ભૂષણના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચમી મેએ મરાઠાઓને આરક્ષણ આપતા મહારાષ્ટ્ર લૉને સર્વાનુમતીથી બાજુએ મૂકી દીધો હતો અને અનામતમાં પચાસ ટકા ટોચમર્યાદા રાખવાના વર્ષ ૧૯૯૨ના મંડલના ચુકાદાને ધ્યાન પર લેવાનું નકારી કાઢ્યું હતું.
આ અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ભારે ધાંધલધમાલ વચ્ચે લોકસભામાં સોમવારે ચર્ચા વિના જ ગણતરીની મિનિટોમાં મહત્ત્વના ત્રણ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી હતી.
ધ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ કન્સ્ટિટ્યુશન (શિડ્યુઅલ ટ્રાઈબ) ઑર્ડર (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ એમ ત્રણ મહત્ત્વના ખરડાને સોમવારે લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ ખરડા મંજૂરી માટે રજૂ કર્યા હતા. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧માં લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઍક્ટ ૨૦૦૮માં સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી.
આ ખરડાનો મુખ્ય આશય નાના અને મોટા ભાગીદારો વચ્ચે વેપાર કરવાનું સરળ બનાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું.
ડીઆઈસીજીસી એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧ તરીકે પણ જાણીતા ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ૨૦૨૧ ખરડામાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સની કામગીરીમાં સુધારો આવી શકે તે માટે ત્રણ મહત્ત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. દરમિયાન, પૅગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ અંગે વિપક્ષે સોમવારે પણ ધાંધલધમાલ ચાલુ રાખતા રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. કૉંગ્રેસ, ટીએમસી અને દ્રમુકે વૉકઆઉટ કર્યો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.
કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ કારગર નીવડે છે.
ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે.
આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ? તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.
જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યોને લોકો પ્લાસ્ટિકના તિરંગાનો વપરાશ ન કરે એનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.
આ પાછળનું કારણ એ છે કે નોન-બાયોડિગ્રેડેબલ વસ્તુઓને નષ્ટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને એ પર્યાવરણ માટે હાનિકારક પણ છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાવેલા સંદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે અને માટે એને ગૌરવભર્યું સ્થાન મળવું જોઇએ.
રાષ્ટ્રધ્વજ માટે બધાના મનમાં આદર, સન્માન અને લાગણીની ભાવના હોય છે, પણ એવી બાબત ધ્યાનમાં આવી છે કે મોટેભાગે લોકો, સરકારી કે અન્ય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા બાબતના કાયદા અને નિયમોથી અજાણ હોય છે. એવી વાત ધ્યાનમાં આવી છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના મહત્ત્વના કાર્યક્રમો વખતે કાગળને બદલે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ ન હોવાથી એ સરળતાથી નષ્ટ નથી થતા અને પરિણામે રાષ્ટ્રધ્વજનું આડકતરી રીતે અપમાન થતું હોય છે. આ કારણસર તમને વિનંતી કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ફ્લૅગ કોડ ઑફ ઇન્ડિયા, ૨૦૦૨ પ્રમાણે લોકો ફક્ત કાગળના જ રાષ્ટ્રધ્વજ વાપરે અને આવા કાગળના રાષ્ટ્રધ્વજ રસ્તા પર કે ગમે ત્યાં ફેંકાવા ન જોઇએ એની તકેદારી રાખવી. આવા ધ્વજને યોગ્ય રીતે ખાનગીમાં ધ્વજનું અપમાન ન થાય એ રીતે નષ્ટ કરવા.
ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.
બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.
ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.