CIA ALERT

ઇન્ડીયા Archives - Page 179 of 183 - CIA Live

June 28, 2018
ghat1.jpg
1min3550

મુંબઇના ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરે 1.13 મિનીટના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી.
– જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.


– પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
– યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.

પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ

– એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
– જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
– મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
– અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.

June 27, 2018
Monsoon_clouds_near_Nagercoil.jpg
1min10890

વરસાદની બદલાઇ રહેલી સિસ્ટમ ભારત માટે ખતરાની ઘંટી વગાડી રહી છે, જૂન પૂરો થવા આવ્યો પણ હજુ દેશમાં ક્યાંયે વાવણી લાયક વરસાદ પડ્યો નથી કે નથી વોટર સ્ટોરેજમાં નોંધપાત્ર પાણી ભરાવો જોવા મળ્યો છે

ભારતમાં વરસાદની સિસ્ટમ સાવ જ ફેરવાઇ ચૂકી હોવાના નિર્દેશ મળી રહ્યા છે .ભારતમાં સામાન્યઃ મોન્સુન જૂનના પહેલા અઠવાડીયાથી સક્રિય થાય છે. આ વખતે શરૂઆત ત્રણ દિવસ વહેલી થઇ હતી અને એવું લાગ્યું કે ૧૫ જૂન સુધી દેશનો મોટાભાગનો વિસ્તાર તેમાં આવરી લેવાશે. પરંતુ ૧૩ જૂનથી તે પાછું નબળું પડ્યું અને તે ખેચાઇ ગયું છે. આ બાબત ચિંતાજનક છે અને તેના કારણે દેશમાં પાણી અને અન્નનો દુકાળ સર્જાઇ શકે છે.

હાલમાં દેશના અમુક ભાગોમાં જ વરસાદ પડી રહ્યો છે. ૨૬ જૂન સુધી તો વરસાદ સામાન્યપણે દેશના તમામ ભાગોને આવરી લે છે. પરંતુ હાલમાં ચોમાસુ આસામ, મહારાષ્ટ્રના થોડાક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક ભાગો, બિહાર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી હવે વરસાદ શરૂ થયો છે. પરંતુ અત્યારસુધીનો ડ્રાય સ્પેલ ચિંતાનો વિષય છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં અનુક્રમે માઇનસ ૬૩ ટકા, માઇનસ ૪૩ ટકા, માઇનસ ૫૨ ટકા અને માઇનસ ૫૪ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ અનુક્રમે માઇનસ ૩૮ ટકા, માઇનસ ૪૯ ટકા અને માઇનસ ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત રિજનમાં હવામાન વિભાગના પેટા-ડિવિઝનોમાં સ્થિતિ ધૂંધળી છે. ૨૨ જૂનના રોજે માત્ર ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય વરસાદ (માઇનસ ૧૯ ટકાથી પ્લસ ૧૯ ટકા) વરસાદ રહ્યો હતો. ૧૧ રાજ્યોમાં ઓછો વરસાદ રહ્યો છે અને મોટાપાયે ઓછો વરસાદ ધરાવતા ત્રણ રાજ્યો છે. દરમિયાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ (૨૦ ટકાથી ૫૯ ટકા) અને ત્રણ રાજ્યોમાં વધુપડતો વરસાદ (૬૦ ટકા અથવા તેથી વધુ) પડ્યો હતો. દેશમાં વાર્ષિક વરસાદમાં ૧૦ ટકા જિલ્લાઓમાં વધારો થયાનો ટ્રેન્ડ છે, જ્યારે ૧૩ ટકા જિલ્લાઓમાં વરસાદનો ઘટતો ટ્રેન્ડ છે.

આઇએમડીના ત્રણ વિજ્ઞાનીઓ સુરિન્દર કૌર, સુમંત કુમાર દિવાકર અને અશોક કુમાર દાસે ૧૯૬૧ અને ૨૦૧૩ વચ્ચે વિવિધ જિલ્લા અને હવામાનશાસ્ત્રના સબ-ડિવિઝન્સમાં વાર્ષિક અને મોસમી વરસાદના લાંબાગાળાના ટ્રેન્ડનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ ગાળામાં વાર્ષિક વરસાદના ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના અભ્યાસમાં ૬૩૨ જિલ્લા અને ૩૪ જેટલા હવામાનશાસ્ત્ર સબ-ડિવિઝન્સ સામેલ કરાયા હતા.

આ વિશ્લેષણમાં ૬,૯૯૫ જેટલા વરસાદ ગેજ સ્ટેશનોમાંથી દૈનિક વરસાદના રેકોર્ડની પણ છણાવટ કરાઇ હતી. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો અને લક્ષદ્વીપને આ અભ્યાસમાંથી બાકાત રખાયા છે.

June 25, 2018
bombaybaris.jpg
1min11970

સમગ્ર પશ્ચિમ ભારતમાં રવિવારથી શરૂ થયેલા વરસાદે સોમવારે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને સપ્તાહનો પ્રારંભ બોમ્બેવાસીઓ માટે કપરો રહ્યો હતો. વરસાદને કારણે સર્જાયેલી ઘટનાઓના  વિડીયોઝ અને ફોટા સોશ્યલ મિડીયામાં ગરમાગરભ ભજીયા ઉપડતા હોય તે રીતે ટ્રોલ થયા હતા. અહીં

 

 

 

 

June 24, 2018
ewayfeature.jpg
1min11910

વડાપ્રધાન મોદીએ હજુ 20 દિવસ પહેલા જ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો હતો

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચોર-લૂંટારાઓની નજર લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે વડાપ્રધાને ઉદ્‌ઘાટન કર્યું તેના ૨૦ દિવસમાં જ તસ્કરોએ લગભગ અઢી કરોડની કિંમતનું સ્ટ્રીટ ફર્નિચર ચોરી ગયા છે. તસ્કરો જેના પર હાથફેરો કર્યો છે તેમાં સોલાર પેનલ હોય કે ફુવારા, એક્સપ્રેસ વેની વાડ હોય કે સાજસજ્જાનો સામાન એમ બધું જ ચોર ઉપાડી ગયા છે.

(ચોરટાંઓ આવા સ્ટેન્ડ પર સ્થાપિત કરાયેલી સોલાર પેનલ જ ચોરી ગયા)

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ૧૩૫ કિમી લાંબા હાઈવે પર લગભગ ૪૦૦૦ કિલોવોટની સૌર ઊર્જાથી ઝગમગી રહ્યો હતો પણ ચોરટાંઓ આ સોલાર પેનલ જ ઉખાડીને લઈ ગયા છે. ક્યાંકથી તેઓ કન્વર્ટર બેટરી જ ચોરી ગયા છે. બાગપતથી દાસના વચ્ચેના ૫૦ કિમીમાં ૨૫૦ સોલાર પેનલ લગાવાઈ હતી. તેમાંથી અડધાથી વધુ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે.

એક સોલાર પેનલની કિંમત દોઢ લાખ જેટલી છે. આ ઉપરાંત અંડરપાસમાં મરક્યુરી લાઈટની પણ ચોરી થઈ ગઈ છે. પ્લાસ્ટિકના પાઈપ કાપીને અનેક મીટર વીજળીના તાર પણ ચોરાઈ ગયા છે. ઈસ્ટર્ન પેરિફેરલની સુંદરતા વધારવા માટે લગભગ અંદાજે અર્ધા કરોડ રૂપિયાના આ ફુવારા લગાવાયા હતા. મોટા ભાગના ફુવારાઓ ચોરાઇ ગયા છે.

જાણકારો કહે છે કે આ હાઇવે પર રાતના સમયે ચોરી થાય છે. ચોરો અંગે સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પણ અપેક્ષા મુજબ પોલીસ બે કલાક બાદ સ્થળ પર પહોંચે છે.

તસ્કરોએ વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ ઉપાડી લીધું

વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ આ એક્સપ્રેસ વે પર સ્થાપિત કરાયું  હતું, તસ્કરોએ તેના પર પણ હાથફેરો કરી દીધો હતો. આ મિનિએચર જયપુરથી છ લાખ રૂપિયામાં આવ્યું હતું, તેની પણ ચોરી થઈ ગઇ છે.

June 23, 2018
khar_murder.jpg
1min11110

ખારના વૈભવી એપાર્ટમેન્ટ એક્તા એલિટમાં રહેતા વયોવૃદ્ધ માખીજાણી દંપતિને ઓશિકા વડે ગૂંગળાવી કરપીણ હત્યા કરવાની ઘટનાએ સિનીયર સિટીઝન્સની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી દીધા છે

તા.23 જુન, 2018

ખાર (વેસ્ટ)ના વૈભવી વિસ્તારમાં એકતા એલીટ બિલ્ડિંગમાં રહેતા વૃદ્ધ દંપતીની ગઇ તા.20મી જુનએ હત્યા કરી તેમના પહેરેલા દાગીના તેમજ રોકડ રકમની લૂંટ થતાં મામલો સમગ્ર મુંબઇના સિનિયર સિટીઝન્સ સમૂહમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડબલ મર્ડર થતાં ફરી એક વખત સિનિયર સિટિઝનની સુરક્ષા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયા છે. એકતા એલીટ બિલ્ડીંગ માં ૮૫ વર્ષના નાનક ગોપાલદાસ માખીજાણી અને ૮૧ વર્ષનાં દયા માખીજાણી એકલાં રહેતાં હતાં. એવું કહેવાય છે કે આ દંપતિએ કોઇ નોકરાણી નહીં બલ્કે સાક્ષાત મોતને નોકરી આપી હોય, કેમકે ૧૫ દિવસ પહેલાં ૨૪ કલાક માટે કામ પર રાખવામાં આવેલી નોકરાણી ઘટના બાદ ગાયબ થઈ ગઈ હતી.

તા.20મીની મોડીરાત્રે જ જોકે પોલીસે તેને અને તેના સાથીની અટક કરી હતી. ઘરમાંથી રોકડ અને દાગીના પણ ચોરાયાં હોવાથી પોલીસે પ્રાથમિક શંકા નોકરાણી પર વ્યક્ત કરી હતી.

ખાર પોલીસે જણાવ્યું હતું કે ‘દંપતીના દીકરાએ ત્રણ નોકરોને મમ્મી-પપ્પા માટે રાખ્યાં હતાં. એમાંથી એક નોકરાણીની ૨૪ કલાકની ડ્યુટી હતી. નોકરાણીને ૧૫ દિવસ પહેલાં જ નોકરી પર રાખવામાં આવી હતી. ઓશીકાનો ઉપયોગ કરીને દંપતીને ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હતી.  ઘરની તપાસ કરતાં દયા માખીજાણીએ પહેરેલા અને ઘરમાંથી કીમતી દાગીના તેમ જ પૈસાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

June 23, 2018
adhar-pan-cardfeature.jpg
1min3360

તા.23 જુન, 2018

કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન્સ ITR ફાઇલ કરવા તેમજ નવું પાન(PAN) મેળવવા માટે આધાર કાર્ડ સમગ્ર દેશમાં ફરજિયાત બનાવ્યું છે. પાન-આધાર લિંક કરવા માટેની પાંચ મુદતો પડી છે અને હવે છેલ્લી મુદત આગામી તા.30મી જુન 2018 છે. એ પછી કદાચ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી શકે.

જે પાનધારકોએ અત્યાર સુધી પાન-આધાર લિંકિંગ ન કર્યું હોય તેવા લોકોને સીઆઇએ માધ્યમ જણાવે છે કે તા.30મી સુધી પાન-આધાર લિંકઅપ કરાવી લે, અન્યથા બિનજરૂરી મુસિબત ઉભી થઇ શકે તેમ છે. પાન-આધાર લિંક કરવા માટેની અંતિમ મુદત 30-06-2018 નિયત કરવામાં આવી છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ મુદત વધારવા માટે હવે બિલકુલ રાજી નથી. કેમકે પાન-આધાર લિંક માટે સરકારે પાંચમી વખત તેની મુદત લંબાવી છે.

અગાઉ પાન અને આધારને લિંક કરવાની મુદત ગત વર્ષે ૩૧ જુલાઇ 2017, તા.૩૧ ઓગસ્ટ 2017 અને ૩૧ ડિસેમ્બર 2017 મુકર્રર કરવામાં આવી હતી. 2018માં અગાઉ તા. ૩૧ માર્ચ અંતિમ મુદત તરીકે જાહેર થઇ હતી. આધારને અન્ય વિવિધ સેવાઓ સાથે સાંકળવા માટે ૩૧ માર્ચની મુદત વધારવાના સુપ્રીમના અગાઉના આદેશને પગલે સીબીડીટીએ તેમ કર્યું હતું.

આવક વેરા કાયદાની કલમ ૧૩૯ એએ(૨)માં જણાવાયું છે કે પહેલી જુલાઇ, ૨૦૧૭ના રોજે પાન કાર્ડ ધરાવતી અને આધાર મેળવવાને પાત્ર દરેક વ્યક્તિએ તેનો આધાર નંબર ટેક્સના સત્તાવાળાઓને જણાવવાનો રહેશે.

June 21, 2018
choreographer.jpg
1min11750

જયેશ બ્રહ્મભટ્ટ

ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર મોહિતકુમાર ટાકનું પરાક્રમ, છેવટે જયપુર એરપોર્ટ પરથી પકડી લેવાયો

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતીને કારણે ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. મોટાભાગના એરપોર્ટ એલર્ટ મોડ પર આવી ગયા હતા. જોકે, થોડી મિનીટોમાં એ વાત ક્લીયર થઇ ગઇ હતી કે જયપુરથી મુંબઇની જે ફ્લાઇટમાં બોંબ મૂકાયો હોવાનો ફોન આવ્યો હતો એ માત્ર અફવા જ હતી.

ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ પ્લેનમાં બૉમ્બ મુકાયાની ખોટી માહિતી આપતા ફોનના સમયગાળામાં જયપુરથી ઉપડેલી ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડિંગની તૈયારીમાં હતી. લૅન્ડિંગ પછી પ્લેનનો અખત્યાર સિક્યૉરિટી એજન્સીઝે લઈ લીધો હતો અને ત્રણ કલાક સુધી તપાસ કર્યા બાદ આગળના શેડ્યુલ્ડ ઑપરેશન્સ માટે ફ્લાઇટને ક્લિયર કરી હતી.

દરિમયાન ઇન્ડિગો ઍરલાઇન્સની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ચૂકી ગયા પછી એ પ્લેનમાં બૉમ્બ મુકાયો હોવાની ખોટી માહિતી આપનારને તા.20મી જૂનના રોજ CISFના અધિકારીઓએ જયપુર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડ્યો હતો. એ વ્યક્તિ બીજું કોઇ નહીં પરંતુ, ટીવી પર આવતા રિયાલિટી શૉમાં કોરીયોગ્રાફર તરીકે કામ કરતા મોહિતકુમાર ટાક હતો. ડાન્સ રિયલિટી શોના કોરિયોગ્રાફર ૨૪ વર્ષના મોહિતકુમાર ટાંકે બુધવારે પરોઢિયે પાંચ વાગ્યાની જયપુરથી મુંબઈની ફ્લાઇટ ૬-E૨૧૮ રવાના થયા પછી સાડાપાંચ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સના ગુડગાંવ સ્થિત કૉલસેન્ટરમાં ફોન કરીને એ ફ્લાઇટમાં બૉમ્બ મુકાયો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેને ઝડપીને પૂછપરછ કરતા મોહિતકુમારે કહ્યું કે તે ફ્લાઇટ ચૂકી ન જાય તે માટે આવું કર્યું હતું.  CISFએ તેને પકડી પાડ્યા બાદ સાંગાનેર પોલીસ-સ્ટેશનને સુપરત કર્યો હતો.

મોહિત કહે છે ફ્લાઇટ વહેલી ઉપડી ગઇ હતી
મોહિતકુમાર ટાંકનું કહેવું હતું કે ફ્લાઇટનો સમય પાંચ વાગ્યાનો હતો, પરંતુ ૪.૫૨ વાગ્યે રવાના થઈ ગઈ હતી. CISFના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મોહિત સમયસર ઍરપોર્ટ પર પહોંચી ન શક્યો એટલે તેણે ગુડગાંવ કૉલ સેન્ટરમાં ફોન કરીને જયપુરથી મુંબઈની ફ્લાઇટ નંબર ૬-E૨૧૮માં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

June 19, 2018
india-russia-military-alliance.jpg
1min11070

અમેરિકાના આર્થિક પ્રતિબંધોને કારણે ભારતના રશિયા સાથેના ડિફેન્સ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. હથિયારો અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનં બે અબજ ડોલરનું પેમેન્ટ અટવાઈ ગયું છે. જેમાં લીઝ્ડ ન્યુક્લિયર સબસબમરિન INS ચક્રના રિપેરિંગ સહિતના મહત્ત્વનાં પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાના પ્રતિબંધને કારણે આ શક્ય નહીં હોવાથી એપ્રિલ મહિનાથી પેમેન્ટ અટવાઈ ગયું છે. એપ્રિલમાં અમેરિકાના પ્રતિબંધ પછી એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 10 કરોડ ડોલરનું પેમેન્ટ બ્લોક કરી દેવાયું હતું. હાલ બે અબજ ડોલરના પેમેન્ટ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા રાઉન્ડની વાટાઘાટ પછી સમસ્યાનું એક માત્ર સમાધાન રૂપી-રૂબલ ટ્રાન્સફર છે. અત્યાર સુધી ભારત અને રશિયાના ડિફેન્સ કરારમાં પેમેન્ટ અમેરિકન ડોલર્સમાં કરવામાં આવે છે. અમેરિકાના પ્રતિબંધને કારણે અટવાયેલા રશિયા સાથેના સંરક્ષણ સોદાને પાર પાડવા રૂપી-રૂબલ ટ્રાન્સફરનો નિર્ણય લેવાયો છે. બેન્કો દ્વારા પેમેન્ટ કરવાનું મુશ્કેલ જણાઈ રહ્યું હોવાથી બંને પક્ષ કરન્સીના એક માત્ર વિકલ્પનો ઉપયોગ કરવા સક્રિય છે. બંને દેશને નાણાં ટ્રાન્સફર કરવા માટે બેન્ક શોધવામાં મુશ્કેલી નડી રહી છે. કારણ કે જે બેન્ક આ ટ્રાન્ઝેક્શન કરશે તેની પર અમેરિકાના પ્રતિબંધનું જોખમ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત તરફથી જે બેન્કોના નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં વિજયા બેન્ક અને ઇન્ડિયન બેન્કનો સમાવેશ થાય છે. રશિયા તરફથી ભારતમાં તેની સૌથી મોટી બેન્કિંગ એન્ટિટી Sberબેન્કે ચર્ચામાં ભાગ લીધો હતો. જોકે, રશિયાની બેન્કે પેમેન્ટ માટે કોઈ બાંહેધરી આપી નથી. હજુ આ બાબતે નિર્ણય લેવાનો બાકી છે, પણ સમગ્ર કવાયત એવી બેન્કો દ્વારા ટ્રાન્ઝેક્શન પાર પાડવાની છે જેને અમેરિકાના પ્રતિબંધોની ઓછામાં ઓછી અસર થાય.

અન્ય વિકલ્પોમાં રશિયાની પ્રતિબંધ નહીં ધરાવતી એન્ટિટીને પેમેન્ટ કરવાનો છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વિકલ્પ માટેની વિચારણા પડતી મૂકવામાં આવી હતી. કારણ કે તેને લીધે ઘણી કાયદાકીય અને ઓડિટની સમસ્યા ઊભી થવાની શક્યતા હતી. ખાસ કરીને ડિફેન્સ સોદાની ઝીણવટથી ચકાસણી થાય છે.

એપ્રિલમાં અમેરિકાના નવા નોટિફિકેશન્સમાં રશિયાની રોસોબોરોનેક્સપોર્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ભારતીય બેન્કોને રશિયાની ડિફેન્સ કંપનીઓની તમામ લાઇન્સ ઓફ ક્રેડિટ (LoCs) ફ્રીઝ કરવા દબાણ વધારવામાં આવ્યું હતું. તેને લીધે તમામ સોદા અટવાઈ ગયા હતા.

June 16, 2018
chatri1.jpeg
1min22400

ભારતમાં રચનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. ભારતીયોની જીવનશૈલીને સરળત્તમ બનાવે તેવા ક્રિએશન આપણે દિનપ્રતિદિન માણી રહ્યા છે. અહીં અમે આપને જે કહેવા જઇ રહ્યા છે એ હાલ શરૂ થયેલા ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રાથમિકતા જેને આપવામાં આવે છે એ છત્રીને લગતા ક્રિએશન પર છે. કેરેલામાં હાલ એવી છત્રીઓ ચપોચપ ઉપડી રહી છે જેમાં વાઇફાઇ ઇનેબલ ડીવાઇસ છે અને એ મોબાઇલ સાથે કેનેક્ટ થઇને ફોનકોલ્સ, મ્યુઝીક તેમજ અન્ય સુવિધાઓ ચાલુ વરસાદે સરળતાથી પૂરી પાડે છે.

હાલમાં કેરેલા રાજ્યમાં વાઇફાઇ છત્રીની ભારે બોલબાલા છે. વાઇફાઇ અમ્બ્રેલા એ એવી છત્રી છે જે બ્લ્યુ ટુથથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે અને વરસાદમાં જ્યારે યુઝર છત્રી ખોલીને બચવાનો પ્રયાસ કરે છે બરાબર એ જ સમયે મોબાઇલ ફોનમાં કોલ આવે તો એ કોલને પણ એટેન્ડ કરી શકે છે. મોબાઇલ ફોન ભલે ખિસ્સામાં હોય કે કેરીબેગમાં હોય. વાઇફાઇ અમ્બ્રેલાના હાથા પર લાગેલા બ્લ્યુ ટુથ ઇક્વિપમેન્ટને કારણે યુઝર ફોન કોલ એટેન્ડ કરીને વાતચીત કરી શકે છે.

આ અત્યંત શુલભ અને ઉપયોગી વાઇફાઇ અમ્બ્રેલાથી બે ફાયદા થાય છે. વરસાદમાં મોબાઇલ હેન્ડસેટનો ભીનો થતા બચાવી શકાય છે. બીજો ફાયદો ચાલુ વરસાદે છત્રી બે કામ આપે છે. વરસાદથી તો બચાવે છે પરંતુ, સાથોસાથ મોબાઇલ ટોક પણ સરળતાથી થઇ શકે છે.

                                                                                                                                                            (સૌજન્ય આઇબીએન ન્યુઝ ચેનલ)

પોપી અમ્બ્રેલાની ટીવી એડ જે હાલમાં કેરલમાં ધૂમ મચાવી રહી છે

June 9, 2018
suratfire4.jpg
1min11760

આજે સવારથી એક તરફ મુંબઇમાં વરસાદી માહોલની ચર્ચા હતી તો બીજી તરફ ફોર્ટ વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી ઇમારત કોઠારી મેન્સનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મુંબઇની આ આગે નેશનલ ન્યુઝ ચેનલ્સ પર સ્થાન જમાવ્યું હતું તો સાથોસાથ સુરતના પાંડેસરા વિસ્તારમાં શાલુ મિલમાં શુક્રવારે મધરાતથી ભભૂકી ઉઠેલી આગને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ શનિવારે આખો દિવસ મુંબઇ અને સુરતમાં આગની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન રહી હતી.

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

 

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી શાલુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં શુક્રવારે રાત્રે ભયંકર આગ ફાટી નીકળી હતી, અાગની ઘટનાને પગલે સ્લેબમાં પડેલા ગાબડાના કાટમાળ નીચે લેબર દબાય ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓની લપેટમાં બાજુની મિલમાં પણ આગ લાગી જવા પામી હતી. ગંભીરતા પારખીને ફાયર બ્રિગેડએ આ ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે બચાવ-રાહતની કામગીરી હાથ ધરી હતી.

આજે શનિવારના પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો, સ્લેબ પડતા દબાયેલા મજૂરોને ફાયર દવારા બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદ સી.આર.પાટીલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ, બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી

મુંબઈનાં ફોર્ટ વિસ્તારમાં એક છ માળની પ્રખ્યાત બિલ્ડિંગ કોઠારી મેંશનમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે બિલ્ડિંગનો એક ભાગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૧૬ ગાડીઓ અને ૧૧ જંબો ટેંકર યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા હતા. જો કે, બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે તેના પર સંપૂર્ણ કાબુ મેળવવો અશક્ય છે. આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં બે ફાયરબ્રિગેડનાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સવારે ૪.૧૬ વાગ્યે આગ લાગી હોવાની અંગેની જાણકારી ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેની આઠ મિનિટની અંદર જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.