CIA ALERT

ઇન્ડીયા Archives - Page 178 of 183 - CIA Live

July 18, 2018
modi2.jpg
1min3570

આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મોદી સરકાર સામે ચાર વર્ષમાં પહેલી વખતનો પ્રસંગ છે કે વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હોય.

કેન્દ્ર સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્પીકર સુમીત્રા મહાજને સ્વીકાર્યો હતો. અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી હતી જો કે હજુ તેના પર ચર્ચાનો સમય નિશ્ચિત થયો નથી. સંસદમાં મોદી સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતા સરકાર સામે મોટું સંકટ ઘેરાયું છે. જો કે એક અંદાજ મુજબ સરકાર પાસે સાંસદોનું સંખ્યાબળ પુરતું છે જેને પગલે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બહુમત માટે 268 સંસદની જરૂર છે.

 

July 12, 2018
pilot-1.jpg
1min5000

ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.

ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.

તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.

એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા  વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.

યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.

July 12, 2018
net.jpg
1min3430

સરકાર નેટ ન્યુટ્રાલિટી અંગેના નિયમ સમાવવા ટૂંક સમયમાં ટેલિકોમ લાઇસન્સમાં ફેરફાર કરશે. તેમાં કન્ટેન્ટને બ્લોક કે ધીમું કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહત્ત્વની સેવાઓ માટે ફાસ્ટ લેન ફાળવાશે અને ‘કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક’ને કંપનીઓના અધિકારક્ષેત્રની બહાર મૂકવામાં આવશે. ટેલિકોમ કમિશન (TC)એ તા.11મી જુલાઇ 2018ના રોજ ટેલિકોમ નિયમનકર્તાની નવેમ્બર 2017ની ભલામણોને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હતી. આ સાથે ઓપન ઇન્ટરનેટને ટેકો આપવાના ભારતના વલણને સમર્થન મળ્યું છે. નેટ ન્યુટ્રાલિટીના સમર્થકોએ આ પગલાને આવકાર્યું હતું. જોકે, ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેને લીધે ઇનોવેશન પર અસર થવાની શક્યતા છે.

ટેલિકોમ કમિશને નવી ટેલિકોમ પોલિસી ‘નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018’ને મંજૂરી આપી હતી. પોલિસીનો લક્ષ્યાંક ભારતમાં ૨૦૨૨ સુધીમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ આકર્ષવાનો અને રોજગારી સર્જનનો છે. કેબિનેટને બે સપ્તાહમાં નવી પોલિસી રજૂ કરવામાં આવશે.

નેટ ન્યુટ્રાલિટી અંગે ટ્રાઇની તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. કેટલીક મહત્ત્વની સર્વિસિસ સિવાય તમામ બાબતોમાં નેટ ન્યુટ્રાલિટીના મહત્ત્વના સિદ્ધાંતોને અનુસરવામાં આવશે.

DoT દ્વારા આ મહત્ત્વની સેવાઓને નોટિફાય કરવામાં આવશે. આ બાબત અન્ય દેશોની પદ્ધતિ મુજબની છે. ટ્રાઇ સાથેની ચર્ચા કરીને આગામી કેટલાક મહિનામાં મહત્ત્વની સર્વિસિસ અંગે નિર્ણય લેવાશે. જોકે, આ માળખું હાલ નવું અને સતત બદલાતું હોવાના કારણે સરકાર અક્કડ વલણ નહીં અપનાવી શકે.

પેનલ ટેલિકોમ કંપનીઓની સેવાની ગુણવત્તા નક્કી કરવા ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ (TMPs)નું માળખું નક્કી કરશે. ઉપરાંત નેટવર્કની સિક્યોરિટી, ઇમરજન્સી સર્વિસિસ, કોર્ટના આદેશનો અમલ અને સરકારના દિશાનિર્દેશ પારદર્શક હશે તો તેને પણ સમાવવામાં આવશે.

DoT ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) લાઇસન્સમાં તાત્કાલિક ફેરફાર કરશે, જે ઓપન વેબના સિદ્ધાંતોને આધિન રહેશે. નિયમો માટે કેબિનેટની મંજૂરી જરૂરી નથી, પણ અમલ પહેલાં તેમને નોટિફાય કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષની સઘન વાટાઘાટ પછી ફ્રી ઇન્ટરનેટનો માર્ગ મોકળો થયો છે.

નેટ ન્યુટ્રાલિટી અંગે મોબાઇલ ફોન ઓપરેટર્સ વિરુદ્ધ કન્ટેન્ટ પ્રોવાઇડર્સ અને એપ મેકર્સ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેઓ કોઈ પણ કેસમાં મતભેદ નહીં કરતા હોવાથી નિયમનની જરૂર નથી. જ્યારે એપ મેકર્સે કોઈ ભેદભાવ વગર સ્પષ્ટ નિયમોની માંગણી કરી હતી.

July 12, 2018
indianeco.jpg
1min4090

વર્લ્ડ બૅન્કના 2017ના વર્ષના સુધારેલા આંકડા મુજબ ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્ર્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 ટ્રિલ્યન યુએસ ડૉલરની ઊંચાઈને સર કરી હતી, જ્યારે ફ્રાન્સે 2.582 ટ્રિલ્યન યુએસ ડૉલર પર હોવાનું એક સમાચાર સંસ્થાએ બુધવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

અમેરિકાએ તેનો પહેલો ક્રમ જાળવી રાખ્યો હતો અને ત્યાર પછી ચીન, જાપાન, જર્મનીનો ક્રમ હતો. બ્રિટન 2017ના પૂરા થતા વર્ષે 2.622 ટ્રિલ્યન યુએસ ડૉલરના જીડીપી દર સાથે પાંચમા ક્રમે રહ્યું હતું.સરકારના ખર્ચ અને રોકાણના કારણે ભારતના અર્થતંત્રએ 2018ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 7.7 ટકાનો આર્થિક વિકાસ સાધ્યો હતો, પરંતુ તેનાથી જીડીપીના વિકાસને રોકી શકાયો નહોતો એ, નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષે પણ નીચા સ્તરે ગબડયો હતો.નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 2018-19માં 7.5 ટકાના દરને આંબી જશે. ભારતને એવી આશા છે કે, 2018ના અંતમાં વિકાસદર 7.4 ટકાનો થશે અને 2019માં એ 7.8 ટકા સુધી પહોંચશે. એ ઊંચાઈએ પહોંચતાં જ નજીકના હરીફ ચીનને બે વર્ષમાં 6.6 ટકા અને 6.4 ટકાના દરે પાછળ રાખી દેશે, તેવું આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું હતું.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ (ડબલ્યુઈએલટી) 2018, સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ ફોરકાસ્ટે જાહેર કર્યા મુજબ ઈન્ડિયા બ્રિટન અને ફ્રાન્સને પાછળ ધકેલી દઈ 2018 સુધીમાં વિશ્ર્વની પાંચમા ક્રમની આર્થિક સત્તા બની જશે.

એપ્રિલ, 2018માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, 2018માં ભારત 7.4 ટકાનો વિકાસદર સાધશે અને 2019માં એ વિકાસદર 7.8 ટકાનો થઈ જશે અને ચીનને પાછળ રાખી દઈને દક્ષિણ એશિયામાં ઉપરનો ક્રમ હાંસલ કરશે.

આઈએમએફના જણાવ્યા મુજબ ભારત એશિયન-5 દેશોમાં સ્થિર અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. 2017માં ચીન 6.8 ટકા સાથે સૌથી આગળ હતું, જ્યારે ભારતનો વિકાસદર 6.7 ટકા હતો. જેના કારણે ચીને ઝડપથી વિકસતા અર્થતંત્રનું બિરુદ મેળવ્યું હતું, જે છેલ્લાં કેટલાક વર્ષોથી જળવાઈ રહ્યું છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, 2016ના વર્ષમાં ભારત 7.1 ટકાના વિકાસદર સાથે ઝડપથી વિકસતા અર્થતંત્રવાળો દેશ હતો, પરંતુ 2016માં નોટબંધીના તેમજ જીએસટી લાદવા જેવાં પગલાં લેવાવાના કારણે ભારતનો વિકાસદર ઘટીને 6.7 ટકા પર પહોંચ્યોે હતો. 2017માં એ વિકાસદરમાં પણ ઘટાડો થયો હતો.

July 7, 2018
law1.jpg
1min11530

કાયદા પંચે સ્પોર્ટ્સમાં જુગાર અને સટ્ટાને નિયંત્રિત કરવા ભલામણ કરી છે. આજે સરકારને સુપ્રત કરવામાં આવેલા વિગતવાર અહેવાલમાં પંચે એવો અભિપ્રાય આપ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી શકાય તેમ ન હોવાથી તેને કાયદા દ્વારા નિયંત્રિત કરવી જ સારું રહેશે.

પંચના અહેવાલ પ્રમાણે સંસદ રાજ્યો માટે આદર્શ કાયદો ઘડી શકે છે અથવા તો બંધારણની કલમ 249 કે 252 હેઠળ તેને મળેલી સત્તાઓનો પ્રયોગ કરીને કાયદો ઘડી શકે છે. આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં રાજ્યના વિષયમાં કાયદો ઘડવાની સત્તા છે.

પંચે જુગાર માટે 18 વર્ષની લઘુતમ વય નિર્દિષ્ટ કરી છે. તેણે એવી પણ ભલામણ કરી છે કે જુગાર અને સટ્ટાના તમામ વ્યવહારોને ઓપરેટર અને ખેલીના આધાર કે પાન કાર્ડ સાથે લિન્ક કરવા જોઇએ. અહેવાલમાં તો એમ પણ જણાવાયું છે કે કેસિનો/ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા એફડીઆઇ નીતિ પણ હોવી જોઇએ. મેચ ફિક્સિંગ અને સ્પોર્ટ્સ ફ્રોડને કડક સજા સાથે ફોજદારી ગુનો ગણવો જોઇએ એવું સૂચન કરવામાં આવ્યું છે.

પંચનું વડપણ ધરાવતા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) બી એસ ચૌહાણે એવો મત વ્યક્ત કર્યો છે કે જુગાર પર નિયંત્રણ લાદવાથી છેતરપિંડી અને મની લોન્ડરિંગને શોધી કઢાશે. જોકે પંચના એક સભ્યએ બહુમતી અભિપ્રાય સામે વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. પ્રોફેસર એસ સિવાકુમારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પંચ સમક્ષ સ્પોર્ટ્સમાં સટ્ટાનો મુદ્દો ક્યારેય રીફર ન કર્યો હોવાથી પંચનો અહેવાલ સર્વગ્રાહી ન કહી શકાય.

July 6, 2018
isro.jpg
1min3310

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ અવકાશયાત્રીઓને તાકીદની પરિસ્થિતિમાં ઉગારવા માટેની નવી ડિઝાઇનવાળી ક્રૂ એસ્કેપ સિસ્ટમની 5 જુલાઇ 2018ના દિને સફળ ફ્લાઇટ ટેસ્ટ કરી હતી.

ઇસરોએ જણાવ્યું હતું કે ક્રૂ એસ્કેપ સિસ્ટમના યોજાનારા શ્રેણીબદ્ધ પરીક્ષણમાંનું આ સૌપ્રથમ પરીક્ષણ હતું. અવકાશયાન છોડવાની કામગીરી અચાનક રદ કરવી પડે તો એવા તાકીદના સમયે અવકાશયાત્રીઓને ક્રૂ મૉડ્યુલ સાથે લૉન્ચ વેહિકલથી સલામત સ્થળે લઇ જવા માટેની આ ખાસ યંત્રણા તૈયાર કરાઇ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની યાદીમાં જણાવાયું હતું કે લૉન્ચ પૅડ ખાતે કોઇ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો ક્રૂ મૉડ્યુલને ઝડપથી સલામત સ્થળે ખેંચી જવા તૈયાર કરાયેલી પ્રથમ ‘પૅડ અબૉર્ટ ટેસ્ટ’ સફળ રહી હતી.

July 4, 2018
1min10380

વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

death

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.

July 3, 2018
a1.jpg
1min11760

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

July 2, 2018
adhar-pan-cardfeature.jpg
1min10940

આયકર વિભાગના પોલિસી મેકિંગ વિભાગે પૅનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની મુદત લંબાવીને 31-03-2019 સુધી વધારી છે. પાંચમી વખત સરકારે આધાર લીંક યોજનાની મુદત લંબાવી છે.
ઇન્કમટેક્ષ વિભાગના જણાવ્યા મુજબ સેકશન ૧૩૯ એએ (૨) અનુસાર ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં પૅનકાર્ડ મેળવનાર દરેક માટે તેને આધાર સાથે લીંક કરવું ફરિજયાત છે.

શનિવારે રાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ એકટમાં સેકશન ૧૧૯ હેઠળ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને (પાન) બાયોમેટ્રિક આઈડી (આધારકાર્ડ) સાથે જોડવાની મુદતમાં વધારો કરી ૨૭ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને અન્ય સેવા સાથે લીંક કરવાની આખરી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ આપી હતી.

બાયોમેટ્રિક સ્કીમની ખરાઈને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં પાંચ જજની બનેલી ખંડપીઠે આધારલીંક અંગે સમયમર્યાદા જાહેર કરી હતી. નવા પાનકાર્ડની માગણીમાં અને ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવામાં સરકારે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે.

કુલ ૩૩ કરોડ ફાળવેલા પૅનકાર્ડમાંથી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬.૬૫ કરોડ પૅન આધાર સાથે લીંક થયા છે.

આ અગાઉ પાન સાથે આધાર લીંક અપ અંગેની વધારવામાં આવેલી સમયમર્યાદા જુલાઈ ૩૧, ઓગસ્ટ ૩૧, ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ અને માર્ચ ૩૧, જૂન ૩૦ ૨૦૧૮ સુધીની હતી જે હવે વધારીને ૨૭ માર્ચ ૨૦૧૯ સુધીની કરવામાં આવી છે.

June 30, 2018
vidaadhar.jpg
1min12190
આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. UIDAIએ પહેલી જૂલાઈ એટલે કે કાલથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે. આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ ‘બેકાર’ બની જશે. જો કે બેકારનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે.
શું હોય છે VID?
આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા 1 જૂલાઈથી અનિવાર્ય થશે.
આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.