CIA ALERT

ઇન્ડીયા Archives - Page 177 of 183 - CIA Live

August 9, 2018
india.jpg
1min6820

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 8, 2018
maratha.jpg
1min9370

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 7, 2018
rakesh-maria-and-meghna-1533547219-lb.jpg
1min5180

અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ ગુના અને આતંકવાદના ઘટનાક્રમને ઉમેરીને લોકોને પોલીસ ખાતાની કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘આ સિરીઝ માટે કન્ટેન્ટ વિશાળ છે, જેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’

રાકેશ મારિયાએ ૧૯૮૧ના બૅચમાં IPSની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૩માં તેઓ ટ્રાફિક-પોલીસ વિભાગમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર હતા અને એ વર્ષે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યાર બાદ તેઓ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને બાદમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર બન્યા હતા. તેમણે ૨૦૦૩માં ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ કેસને ઉકેલ્યો હતો એટલું જ નહીં, તેમને ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસની સાથે આતંકવાદી અજમલ કસબની પૂછપરછ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વેબ-સિરીઝ સંદર્ભે રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘આ આખી જર્નીને ફરીથી જીવવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. મેઘના ગુલઝાર જેવી શાનદાર અને સંવેદનશીલ ડિરેક્ટર એને નવો આયામ આપશે.’

મેઘનાની પ્રશંસા કરતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વાઇસ ચૅરમૅન અમિતાભ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ‘તે દેશની સૌથી વધુ ટૅલન્ટેડ યંગ ડિરેક્ટર્સમાંની એક છે. શહેરના પ્રતિષ્ઠિત ઑફિસર રાકેશ મારિયાના જીવન પર સિરીઝ બનાવવા માટે મેઘના સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમની કરીઅરની સિદ્ધિઓને અને મુંબઈ પોલીસના હજારો સદસ્યોના યોગદાનને તથા આપણા શહેરની આખું વર્ષ ચોવીસે કલાક સુરક્ષા કરતા અધિકારીઓના કામને બિરદાવવામાં આવશે.’

August 7, 2018
fish.jpg
1min4280

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

 

fish1

 

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

 

fish

 

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

August 4, 2018
drug.jpg
1min3730
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે
July 25, 2018
truck-1.jpg
1min3980

ટ્રકચાલકોની હડતાલ પાંચમા દિવસમાં પ્રવેશી છે ત્યારે રોજિંદી જરૂરિયાતની ચીજો, ઘરવપરાશની વસ્તુઓ અને મોબાઇલ ફોનના સપ્લાય પર પ્રતિકૂળ અસર શરૂ થઈ છે. કેટલાક કિસ્સામાં કાચા માલના પુરવઠાના અભાવે ફેક્ટરીઓ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ થોડો વધુ સમય ચાલુ રહેશે તો રિટેલ સ્ટોર્સમાં સપ્લાયની તંગી થવાની આશંકા છે.

ટ્રકની હડતાલને પગલે ઇ-કોમર્સ કંપનીઓના પેકેજની ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. રોજિંદી જરૂરિયાતની ચીજો અને ખાસ કરીને ફળો, ડેરી પ્રોડક્ટ્સના મર્યાદિત પુરવઠાના કારણે ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તમામ કેટેગરીના કન્ઝ્યુ ગૂડ્ઝના સપ્લાય પર માઠી અસર થશે. અત્યારે અમારા સ્ટોકની હેરફેર યોજના મુજબ થઈ રહી છે. જોકે, કેટલાક સ્થળે થોડી મુશ્કેલી છે, જેનો ઉકેલ પછીના દિવસે આવી જાય છે.

ટ્રકચાલકોની હડતાલ એવા સમયે થઈ છે જ્યારે સારા ચોમાસાના કારણે કન્ઝ્યુ ગૂડ્ઝ ઉદ્યોગને પ્રોત્સાહક ક્વાર્ટરનો અંદાજ હતો. કેટલાક અંદાજ મુજબ હડતાલથી ₹૧૦,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. હડતાલને સ્થાનિક કામદાર સંઘોનો ટેકો છે. જેની અસર તમામ સેક્ટર્સને થઈ છે.

કન્ઝ્યુ ગૂડ્ઝ કંપનીઓની ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો સપ્લાય બે દિવસમાં ધીમો પડ્યો છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં સ્થિતિ ઉકેલાશે અને ફળો, શાકભાજીના સપ્લાય પર વધુ માઠી અસર નહીં થાય.

July 23, 2018
GST-28.jpg
1min4140

તા.1લી જુલાઇ 2017ના દિવસે જ્યારે ભારતમાં જીએસટી દાખલ થયો હતો ત્યારે સૌથી હાઇએસ્ટ રેટ 28 ટકાના સ્લેબમાં કુલ 228 જેટલી ચીજવસ્તુઓ સામેલ હતી. 228 ચીજવસ્તુઓનો આંક ગઇ તા.21 જુલાઇ 2018ના રોજ જીએસટી કાઉન્સિલની લેટેસ્ટ મિટીંગ બાદ ઓછો થઇને હવે 35 ચીજવસ્તુઓ પર આવીને ઉભો છે.

GST કાઉન્સિલે સૌથી ઊંચા ૨૮ ટકાના ટૅક્સ-સ્લૅબમાંની વસ્તુઓની યાદી ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં AC, ડિજિટલ કૅમેરા, વિડિયો રેકૉર્ડર, ડિશ વૉશિંગ મશીન અને વાહન જેવી માત્ર ૩૫ વસ્તુઓ બચી છે. છેલ્લા એક વર્ષમાં GST કાઉન્સિલે સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબવાળી ૧૯૧ વસ્તુઓ પરના ટૅક્સ ઘટાડી નાખ્યા છે.

GST ૨૦૧૭ની ૧ જુલાઈએ લાગુ કરવામાં આવ્યો હતો. એ સમયે ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ૨૨૬ વસ્તુઓ હતી. GST કાઉન્સિલે એક વર્ષમાં ૧૯૧ વસ્તુ પરથી ટૅક્સ ઘટાડ્યો છે. GSTના નવા દર ૨૭ જુલાઈથી લાગુ થશે. જે ૩૫ વસ્તુઓ સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબમાં બચી છે એમાં સિમેન્ટ, વાહનોના પાર્ટ્સ, ટાયર, વાહનો માટેનાં સાધનો, કાર, યૉટ, પ્લેન, ઍરેટેડ ડ્રિન્ક્સ અને તમાકુ, સિગારેટ અને પાનમસાલા જેવી આરોગ્ય માટે હાનિકારક વસ્તુનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગળ જઈને મહેસૂલી આવક સ્થિર થયા બાદ કાઉન્સિલ ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ફક્ત સુપરલક્ઝરી અને આરોગ્યને હાનિકારક વસ્તુઓ સુધી મર્યાદિત રાખી શકે છે. એવી આશા કરી શકાય કે દરેક આકારનાં ટીવી, ડિશ વૉશર, ડિજિટલ કૅમેરા, AC પર ૧૮ ટકાના દરે GST લાગુ થઈ શકે છે. સારી સ્થિતિ એ હશે કે ફક્ત આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને જ ૨૮ ટકાના સ્લૅબમાં રાખવામાં આવે.

July 22, 2018
100-1280x720.jpg
1min5900

ઑટૉમેટેડ ટેલર મશીન્સ (એટીએમ)ના ઑપરેટરોએ જણાવ્યું હતું કે નવી રૂપિયા 100ની નૉટો માટે દેશના 2,40,000 ઑટૉમેટેડ ટેલર મશીનમાં સુધારણા કરવા માટે અંદાજે રૂપિયા એક અબજની જરૂર પડશે અને તેના માટે એક વર્ષથી વધુ સમય લાગશે.

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ જાહેર કર્યું હતું કે અમે ટૂંક સમયમાં જાંબુડિયા રંગની રૂપિયા 100ની નવી નૉટ બહાર પાડીશું અને તેના પર મધ્યવર્તી બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલની સહી હશે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે હાલની રૂપિયા 100ની નૉટની સરખામણીમાં નવી નૉટ કદમાં નાની હશે. એક પૅમૅન્ટ સર્વિસના વડાએ જણાવ્યું હતું કે જો એટીએમની સુધારણાનું કામ યોગ્ય રીતે હાથ નહિ ધરાય તો તે પૂરું કરવા એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

કૉફેડરેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે પ્રસારમાધ્યમ દ્વારા સંબંધિત સમાચાર જાહેર કરતા પહેલાં એટીએમના સંચાલકોનો અભિપ્રાય નહોતો લેવાયો.

ભારતીય રિઝર્વ બૅન્કે 2016ના નવેમ્બરની નૉટબંધી બાદ આ પાંચમી નવી નૉટ બહાર પાડશે. અગાઉ, તેણે રૂપિયા 2,000, રૂપિયા 500 અને રૂપિયા 200ની નવી નૉટ બહાર પાડી હતી. એટીએમના સંચાલકોએ જણાવ્યું હતું કે આ મશીનોની સુધારણા પાછળ ઘણો સમય જવાનો હોવાથી એટીએમમાંથી નવી નૉટ કાઢવાની સમસ્યા સર્જાઇ શકે છે.

July 21, 2018
pc-1.jpg
1min6160

છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સનાં દુર્ઘટનાગ્રસ્ત ઍરક્રાફ્ટની યાદી જાહેર

દેશમાં ઍરફોર્સનાં ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઈ ગઈ છે. ગયા જૂન મહિનામાં બે જૅગ્વાર અને સુખોઈ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં હતાં. તા.19મી જુલાઇ 2018ના દિવસે પણ ઍરફોર્સનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ હિમાચલ પ્રદેશમાં તૂટી પડ્યું હતું.

જૂન અને જુલાઈના બે મહિનામાં ત્રણ ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટના તો સામાન્ય છે, પણ જો સુખોઈ અને મિગના ક્રૅશ થવાની ઘટનાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે. લોકસભામાં તા.19મી જુલાઇએ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સની દુર્ઘટનાનો શિકાર થયેલાં ઍરક્રાફ્ટની એક યાદી જાહેર કરવામાં આવી હતી.

આ યાદીમાં લાખો રૂપિયાનાં ઍરક્રાફ્ટ તૂટી પડવાના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા જ હતા, પરંતુ ઍરક્રાફ્ટની સાથે જ શહીદ થનારા ઍરફોર્સના અધિકારીઓ અને જવાનોના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૬૫ મિગ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં છે અને એ પણ દુશ્મન સામે લડ્યા વિના જ. યુદ્ધના મેદાનમાં તૂટી પડનારાં ઍરક્રાફ્ટની સંખ્યા માત્ર 11 છે. ૯૪૬ મિગ ઍરક્રાફ્ટમાંથી બે ૧૯૬૫ની લડાઈમાં, આઠ ૧૯૭૧ની લડાઈમાં અને એક ૧૯૯૯માં કારગિલની લડાઈમાં ક્રૅશ થયું છે.

ઍરફોર્સનાં 8 સુખોઈ ઍરક્રાફ્ટ પણ ક્રૅશ થઈ ચૂક્યાં છે. હેલિકૉપ્ટર્સમાં ચેતક અને MI-૧૭ જેવાં હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ચૂક્યાં છે. એક MI-૧૭ હેલિકૉપ્ટર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ક્રૅશ થયું હતું. ૨૦૧૭ના માર્ચમાં પણ રાજસ્થાનમાં એક હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

બચેલાં ઍરક્રાફ્ટમાંથી કેટલાંક સરકાર દૂર કરવા વિચારી રહી છે, જ્યારે ૧૩૮ મિગ-૨૧ અપગ્રેડ કર્યા બાદ ૨૦૨૨ સુધી ઉડાડવામાં આવશે. મિગના સ્થાને સરકાર HAL દ્વારા તૈયાર કરવામાં આવેલા તેજસને લાવવાની વાત કરી રહી છે. જોકે હાલમાં તેજસ પણ વિવાદમાં સપડાયું છે.

July 19, 2018
cn1.jpg
1min3460

મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.

મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.

એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.

સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.

કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.

નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.

આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.