CIA ALERT

ઇન્ડીયા Archives - Page 174 of 183 - CIA Live

October 23, 2018
firecrackers.jpg
2min11140

Jayesh Brahmbhatt 98253 44944

દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

  • ફટાકડા અંગે આજરોજ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વના આદેશો આ મુજબ છે.
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફટકડા ફોડી શકાશે.
  • નવા વર્ષ ક્રિસમસ સેલિબ્રેશનના દિવસોમાં રાત્રે 11.45 કલાકથી 00.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે જેઓ આડેધડ રીતે ફટાકડાઓનું વેચાણ કરી રહી છે તેમણે પદ્ધતિસર કેવી રીતે ફટાકડા વેચી શકાશે, નીતિ નિયમોની જાળવણી કેવી રીતે થશે એ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવું પડશે એ પછી તેમને મંજૂરી મળશે એ સંદર્ભનો આદેશ પણ અપાયો છે.
  • લારીઓ કે ફૂટપાથ પર કોઇપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
  • નિર્ધારિત ડેસીબલની મર્યાદામાં અવાજ કરતા હોય તેવા ફટાકડા વેચવાની જ ફટાકડા બજારમાં મંજૂરી આપી શકાશે.

Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.

  • The apex court fixed 8 pm to 10 pm time period for bursting of firecrackers on Diwali.
  • For New Year and Christmas celebrations, bursting of firecrackers will be allowed between 11:45 pm to 12:30 am.
  • However, it restrained e-commerce websites like Flipkart and Amazon from selling firecrackers.
  • It said e-commerce websites will be hauled up for contempt of court if they don’t adhere to the direction.
  • The SC also said that selling of ‘larries’ or series firecrackers will not be allowed in the country.
  • Only the firecrackers with permissible decibel sound limits will be allowed to be sold in the market.
  • The top court asked the Centre to encourage community cracker bursting during Diwali and other festivals in Delhi-NCR.
  • It also directed all the states to explore the feasibility of community cracker bursting during festivals.
  • Station house officers of police station concerned will be held liable if banned firecrackers are sold in their areas.
October 22, 2018
CBI.png
1min4500

CBIમાં બે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચે જામેલા યુદ્ધને ઠારવાના પ્રયાસ રૂપે પીએમઓ એ બન્ને અધિકારીઓને મળવા આવવા માટે તેડું મોકલ્યું છે.

ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં પહેલા અને બીજા નંબરના અધિકારી વચ્ચે હાલ ચાલી રહેલા ઓપન વૉરને કારણે સીબીઆઇ સમેત ભારતની સમગ્ર વિશ્વમાં બદનામી થઇ રહી છે. બન્ને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વચ્ચે આ યુદ્ધ કેવી રીતે શમી શકે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીબીઆઈમાં નંબર એક સીબીઆઈ પ્રમુખ અને નંબર બે વિશેષ નિર્દેશક વચ્ચેનો ઝઘડો ઉકેલવા માટે બંને અધિકારીઓને તેડાવ્યા છે. સાથે જ સીબીઆઈએ માંસના વેપારી મોઈન ખાનને ક્લીન ચિટ આપવાના મામલે SIT CBIના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે.

CBIના પ્રવક્તા અભિષેક દયાળના કહેવા મુજબ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચ આપવામાં મદદ કરનાર મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરુદ્ધ 15 ઓક્ટોબરે કેસ નોંધાયો છે.

October 18, 2018
RSS.jpg
1min17990
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 12, 2018
gd_agarwal.jpeg
1min4570

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 11, 2018
Railways.png
1min3390

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 7, 2018
runwayrepairs.jpg
1min6160
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.

October 4, 2018
icic.jpg
1min7300

બેંક કૌભાંડોમાં જેમના પતિ તેમજ તેમની પોતાની સંડોવણીના થયેલા આક્ષેપો, ફરીયાદો, તપાસ વગેરેને પગલે ભારતની પ્રાઇવેટ સેક્ટર બેંક, આઇસીઆઇસીઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ચંદા કોચરએ બેંકની કાર્યવાહીમાંથી તેમને મુક્ત કરવા અંગે, તેમજ નિયત સમયમર્યાદા કરતા વહેલા નિવૃત કરવાની કરેલી અરજીને ત્વરિત પ્રત્યાઘાત આપતા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની બોર્ડ મિટિંગમાં ચંદા કોચરના તાત્કાલિક અસરથી કામગીરી મુક્ત કરી દેવાયા છે. ચંદા કોચરની જગ્યાએ હવે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના નવા સી.ઇ.ઓ. તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી છે. સંદીપ બક્ષીની પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.

ચંદા કોચર અને તેમની સાથે નવા વરાયેલા સી.ઇ.ઓ. સંદીપ બક્ષી

ચંદા કોચર અને તેમના પતિ સામે અનેક ઇન્કવાયરીઓ ચાલી રહી છે. ચંદા કોચર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની અન્ય શાખાઓ અને કન્સર્ન પેઢીઓમાંથી પણ કાર્યમુક્ત થઇ જશે.

 

October 4, 2018
prithvi.jpg
1min3050

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 18 વર્ષીય પૂથ્વી શો પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી શો 15મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. શોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરીને ડેબ્યૂમાં જ સદી ફટકારી છે. આ સાથે જ ડેબ્યૂમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન બનવા ઉપરાંત પૃથ્વીએ રેકોર્ડ રચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોએ રાજકોટમાં જ રણજી કારકિર્દી આરંભી હતી. પોતાની પ્રથમ જ રણજી મેચમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. મુંબઈમાં સ્કૂલ ક્રિકેટથી તે રનના ઢગલા કરતો આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે તેની આગેવાની હેઠળ ભારતીય અંડર-19 ટીમે જુનિયર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

October 4, 2018
dr.jpg
1min7860

મેડીકો રિપોર્ટસમાં નઠારા અક્ષર ઉપરાંત સમજી ન શકાય તેવી ભાષાનો પ્રયોગ કરનારા ઉત્તર પ્રદેશના ત્રણ ડોક્ટર્સ, ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ

તબીબોના નઠારા (ખરાબ) ઉકેલી નહીં શકાય તેવા અક્ષર હવે તેમના માટે મોટી ઉપાધી સર્જી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો મેડીકો લીગલ કેસમાં તબીબોએ ખરાબ અક્ષરથી પ્રસ્તુત કરેલા રિપોર્ટ બદલ કોર્ટે ત્રણ તબીબોને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારને કોર્ટે ગાઇડલાઇન આપી છે કે રાજ્યમાં તબીબોને સત્વરે ઉકેલી શકાય તેવા સુવાચ્ય અક્ષરથી દરેક રિપોર્ટ કે પ્રિસ્ક્રીપ્શન લખવાની સૂચના જારી કરતો પરિપત્ર કરવામાં આવે.

(તબીબોના આવા અક્ષર સામે ઉત્તર પ્રદેશ કોર્ટે પેનલ્ટી ફટકારી, પ્રતિકાત્મક તસ્વીર)

વિતેલા સપ્તાહે ઉત્તર પ્રદેશના સીતાપૂર, ઉન્નાવ અને ગોંડા જિલ્લાના કેટલાક ક્રિમીનલ કેસોનું હિયરીંગ ઉત્તર પ્રદેશ કોર્ટમાં થયું હતું. એ દરમિયાન ન્યાયાધીશ શ્રી અજય લાંબા અને શ્રી સંજય હરકૌલી નોંધ્યું કે ક્રિમીનલ કેસના મેડીકો લીગલ રિપોર્ટ તૈયાર કરનારા તબીબોના અક્ષરો સૂવાચ્ય હતા. રિપોર્ટ વાંચી શકાય તેવા ન હતા. આ રિપોર્ટ ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાએ તૈયાર કર્યા હતા. બન્ને ન્યાયાધીશની બેન્ચે ત્રણેય તબીબોને કોર્ટ સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કર્યા હતા. તબીબોને ખરાબ અક્ષર અંગે પૂછવામાં આવતા તેઓએ વધુ પડતી કામગીરીનું બહાનું કાઢીને અક્ષર ખરાબ નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્ટે તેમનું કારણ ગ્રાહ્ય ન રાખીને ત્રણેય તબીબો, ડો. ટી.પી. જયસ્વાલ-ઉન્નાવ, ડો.પી.કે. ગોયેલ-સીતાપુર અને ડો.અાશિષ સક્સેના-ગૌંડાને કોર્ટની લાઇબ્રેરીમાં 5-5 હજાર રૂપિયાનો દંડ સત્વરે જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ કોર્ટે રાજ્યના પ્રિન્સીપાલ સેક્રેટરી હોમ્સ, પ્રિન્સીપાલ સેક્રેટરી મેડીકલ એન્ડ હેલ્થ તેમજ ડાયરેક્ટર જનરલ મેડીકલ એન્ડ હેલ્થને સૂચના આપી હતી કે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેમાં મેડીકો રિપોર્ટસ સરળ અને વાંચી શકાય તેવી ભાષામાં તબીબો દ્વારા લખવામાં આવે.

ઉત્તર પ્રદેશ કોર્ટે એવું પણ સૂચન કર્યું હતું કે મેડીકો રિપોર્ટસ કમ્પ્યુટર પર ટાઇપ કરેલા હોય તો સૌથી ઉત્તમ. તેમણે એમ પણ ટીપ્પણી કરી કે તબીબો કાયદાકીય રીતે અપરાધીઓ છટકી શકે તે માટે નઠારા અક્ષરમાં તેમજ બેવડા ધારાધોરણો કાઢી શકાય તેવા શબ્દપ્રયોગો કરતા હોય છે. તેના બદલે મેડીકો રિપોર્ટસ સીધેસીધા રિપોર્ટને એન્ડોર્સ કરે અગર તો તેને મંજૂરી ન આપે એવું સ્પષ્ટ રિપોર્ટિંગ જરૂરી છે.

 

October 3, 2018
sujoki-1280x720.jpg
1min9820

માનવ શરીરને સ્વસ્થ રાખવાની 200 કરતા પણ વધુ ઉપચાર પદ્ધતિ પૈકીની એક ખુબ પ્રચલિત સારવાર પદ્ધતિ સુજોક થેરાપી ની એક દિવસીય કાર્યશાળા સુરતના લાકોઝ ક્લબ ખાતે તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ.

આ કાર્યશાળામાં સુજોક થેરાપીના પ્રણેતા પ્રો. પાર્ક જે, વુ ના સુપુત્ર અને આંતર રાષ્ટ્રીય સુજોક એસોસીએશનના પ્રમુખ ડો. પાર્ક મીન્ચુલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

What is SUJOK?

Sujok is actually a combination of two Korean words; namely “Su” meaning hands and “Jok” meaning feet. So, Sujok means treating on hands and feet. Sujok acupuncture is a natural therapy of healing without drugs or medications.

ડો. પાર્ક મિન્ચુલે વિશ્વભરમાં ચાલી રહેલી સુજોક ગતિવિધિઓ, વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ તથા ભારત દેશમાં સુજોક થેરાપીને કાયદાકીય માન્યતા મળે તે માટે કરાઇ રહેલા વિવિધ પ્રયાસો વિશે સ્થાનિક સુજોક પ્રિય લોકોને વાકેફ કર્યા હતા.

વધુમાં તેમણે ગુજરાતભરમાંથી સ્વસ્થ સમાજના ઘડતર માટે તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.

સુરત ખાતેની સુજોકની એક દિવસીય કાર્યશાળાના અંતમાં ડો. પાર્ક મિન્ચુલે સમાજના શ્રેષ્ઠીઓ સાથે  પણ સુજોક ઉપચાર પદ્ધતિની ઉપયોગીતા તથા સમાજમં સુજોક થેરાપીના માધ્યમથી સમાજના છેવાડાના માનવીને પણ યોગ્ય ઉપચાર મળી રહે તે માટે અપીલ કરી હતી.

આ એક દિવસીય કાર્યશાળામાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, વલસાડ, ભાવનગર વગેરેથી મોટી સંખ્યામાં સુજોક થેરાપીસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીજ્ઞેશ પાટીલ, સંગઠન મંત્રી  ધવલ પાઠક, આઇ.એસ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ રાજુલ પંડ્યા, ઉપપ્રમુખ સીમા દામાણી, સંગઠન મંત્રી પિયુષ રાજ્યગુરુ, ટ્રેઝરર રોમા પંડ્યા, સંયોજક પવન જુનજુનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા લાકોઝ ક્લબના ડાયરેક્ટર બી.કે. ચૌધરી, નીતીન નરવાણી, ડો.કુલ્સુમ વાહેદકલામ, પીયુષભાઇ પટેલ, ઇશાની, પીનલ ભંડારી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Please let us inform for your News, Media coverage, Events reporting etc, on 98253 44944