CIA ALERT

ઇન્ડીયા Archives - Page 175 of 183 - CIA Live

October 3, 2018
modi_award.jpeg
1min4770

 

પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ મામલે ઐતિહાસિક કામ કરવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે પીએમ મોદીને સન્માનિત કર્યા. ગુટેરેસે કહ્યું કે પીએમ મોદીએ સ્વીકાર્યું છે કે જળવાયુ પરિવર્તન આપણા માટે ખતરો છે. આપણે જાણીએ છીએ કે આપણને શેની જરૂર છે. ગ્રીન ઈકોનોમી આવનારા દાયકામાં મહત્વની બનવાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું,’આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવા સો કરોડની જનતાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડ ભારતની એ જ પૌરાણિક પરંપરાનું સન્માન છે, જેમાં પ્રકૃતિમાં પણ પરમાત્માનો વાસ મનાયો છે. જેણે સૃષ્ટિના મૂળમાં પંચતત્વના અધિષ્ઠાનનું આહવાન કર્યું છે.’

પીએમ મોદીએ કહ્યું, ‘જુઓ હાલના સમયની માગ છે કે વસ્તીને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનું દબાણ આપ્યા વગર વિકાસ સાથે જોડવામાં આવે. આ માટે હું પર્યાવરણ સાથે ન્યાયની વાત કરું છું. જળવાયુ પરિવર્તનનો પડકાર જળવાયુ સાથે ન્યાય કર્યા વગર ન કરી શકાય.’ તેમણે કહ્યું કે આ સંવેદના અમારા જીવનનો ભાગ છે. ઝાડ પાનની પૂજા કરવી, હવામાન, ઋતુઓનું વ્રત લોકગાથાઓમાં પ્રકૃતિ સાથેના સંબંધની વાત આપણે પ્રકૃતિને હંમેશા સજીવ અને સહજીવ માની છે’

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ‘આજે ભારત માટે ગૌરવનો દિવસ છે. આજે આપણા વડાપ્રધાનને પર્યાવરણ ક્ષેત્રમાં નેતૃત્તવ બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ એવોર્ડથી સન્માનિત કરાઈ રહ્યા છે. પૃથ્વી આપણા માટે ગ્રહ નથી, પરંતુ માતા છે. ભારતમાં જ્યારે મકાન બને છે, તો ભૂમિપૂજન કરાય છે.’

October 2, 2018
farmer.jpg
1min10840

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.

September 29, 2018
flipkart-amazon-1280x720.jpg
1min6450

Jayesh Brahmbhatt  98253 44944

  • બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે
  • ત્રણ અબજ ડોલરનું વેચાણ થશે

ઓનલાઇન શોપર્સની વધી રહેલી સંખ્યા અને તેમાં પણ આગામી નવરાત્રી અને દિવાળીના ફેસ્ટીવલ્સને ધ્યાનમાં રાખીને અમેઝોન અને ફ્લીપકાર્ટે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં નેવર બીફોર ઓફર્સ સાથે આગામી નવરાત્રી દરિમયાન મેગા ફેસ્ટિવલ સેલ લોંચ કરશે. જુદી જુદી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી દિવાળી સુધીમાં અંદાજે 2 કરોડ લોકો 3 અબજ ડોલરની જંગી રકમની ખરીદી કરશે. આ ફેસ્ટિવલ સેલમાં બન્ને શોપિંગ સાઇટ્સ નેવર બીફોર પ્રાઇસની ટેગલાઇન સાથે મોબાઇલ, ગારમેન્ટસ, પરફ્યુમ્સ, હોમએપ્લાયન્સીઝ, ફુટવેયર્સથી લઇને ઇમ્પોર્ટેડ ફુડ સપ્લીમેન્ટસ વગેરે ચીજવસ્તુઓનું વેચાણ કરશે.

  • એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર ફેસ્ટિવ સેલ
  • ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ
  • શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોનને આ વખતની તહેવારની સીઝનમાં મજબૂત વૃદ્ધિનો વિશ્વાસ છે. ખાસ તો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળી રહેલા નવા ગ્રાહકો તેમજ વિવિધતાસભર પ્રોડક્ટ્સ અને અગ્રણી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોવાથી વેચાણ વધવાનો કંપનીને આશાવાદ છે.

ભારતમાં ફ્લિપકાર્ટ સાથે ગળાકાપ સ્પર્ધા કરતી એમેઝોન ઇન્ડિયા 10-15 ઓક્ટોબર દરમિયાન તેનો ફેસ્ટિવ સેલ યોજશે અને ગ્રાહકોને આકર્ષવા માટે તગડાં ડિસ્કાઉન્ટની ઓફર કરશે. વોલમાર્ટ દ્વારા ખરીદવામાં આવેલી ફ્લિપકાર્ટ પણ 10-14 ઓક્ટોબર દરમિયાન તેનો ‘ધી બિગ બિલિયન ડેઝ’ નામનો ફેસ્ટિવ સેલ યોજવાની છે.

70 ટકાથી પણ વધારે નવા ગ્રાહકો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી આવવાની ધારણા છે.” એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.

વનપ્લસ, શાઓમી અને સેમસંગ જેવી મોટી બ્રાન્ડ્સ તેમજ અન્ય પ્રોડક્ટ કેટેગરીની બ્રાન્ડ્સ પણ તેમની પ્રોડક્ટ્સ આ સેલ દરમિયાન વેચવાની તૈયારી કરી રહી છે. કયા સેગમેન્ટ મહત્તમ વૃદ્ધિ કરશે તેવા સવાલના જવાબમાં તિવારીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક કેટેગરી સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે અને મોટા ભાગની કેટેગરીમાં 10 ગણી વૃદ્ધિ થવાનો અંદાજ છે.

અમને અંદાજ છે કે, મોબાઇલ ફોન, ફેશન અને લાર્જ એપ્લાયન્સિસ કેટેગરીનું પ્રદર્શન ઘણું સારું રહેશે.” એક અંદાજ છે કે, ચાલુ ઓક્ટોબર મહિનાના મધ્યમાં શરૂ થનાર ફેસ્ટિવ સેલ દરમિયાન લગભગ બે કરોડ લોકો વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી કરશે, એટલે ત્રણ અબજ ડોલરનું વેચાણ થઈ શકે છે.

શોપક્લૂઝ જેવી નાની કંપનીઓએ પણ 10 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સેલની જાહેરાત કરી છે અને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ, કિચન, ઇલેક્ટ્રોનિક્સ અને એક્સેસરિઝ કેટેગરીમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.

September 26, 2018
missing-kids.jpg
1min5600

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

September 22, 2018
manvendra.jpg
1min6740

આણંદની સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ એમ એસ ડબ્લ્યુ વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાંઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.ૅ એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, ૅઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્ઝ મેડલ જરૂર જીતી લીધો છે.

September 13, 2018
ranjangogoi.jpg
1min5020

જસ્ટીસ શ્રી રંજન ગોગોઇને ગુરુવારે ભારતના 46માં ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા તરીકેનો નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા જારી કરી દેવામાં આવ્યું હતું. ભારતના નવા ચીફ જસ્ટીસ તરીકે શ્રી રંજન ગોગોઇ આગામી તા.3 ઓક્ટોબર 2018ના રોજ શપથ ગ્રહણ કરશે અને તેઓ વર્તમાન ચીફ જસ્ટીશ શ્રી દિપક મિશ્રાના અનુગામ તરીકેનો કાર્યકાળ સંભાળી લેશે.

જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા તરીકેનો કાર્યકાળ નવેમ્બર 2019 સુધીનો રહેશે.

ભારતના નવા ચીફ જસ્ટીશ શ્રી રંજન ગોગોઇનો જન્મ તા.18મી નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ 1978માં વકીલ બન્યા હતા. તેઓ ગોહાત્તી હાઇકોર્ટમાં બંધારણ, ટેક્સેશન તેમજ કંપની મેટર્સના મુદ્દાઓ પર વકીલાત કરી ચૂક્યા છે. તા.28મી ફેબ્રુઆરી 2001ના રોજ તેમને ગોહાત્તી હાઇકોર્ટના કાયમી જડ્જ શ્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.9મી સપ્ટેમ્બર 2-10ના રોજ તેમની બદલી પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તા.12મી ફેબ્રુઆરી 2011ના રોજ શ્રી રંજન ગોગોઇ પંજાબ અને હરીયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા હતા. અંતે શ્રી ગોગોઇ 23મી એપ્રિલ 2012માં સુપ્રીમ કોર્ટમાં જડ્જ નિમાયા હતા.

 

September 13, 2018
isro.jpg
1min13580

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min9480

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 6, 2018
jandhan.jpg
1min3770

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

August 31, 2018
TC.jpg
1min12190

ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

TC

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.

પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’

આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’