CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 85 of 126 - CIA Live

November 1, 2019
maha_trafic.jpg
1min3640

ગુજરાતમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ આજરોજ તા.1લી નવેમ્બર 2019ને લાભપાંચમથી રાજ્યવ્યાપી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, આરસી બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો વાહન ચાલકોએ વાહન હંકારતા વખતે સાથે રાખવું પડશે, નહીં તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ટ્રાફિકના નવા નિયમો અંગે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે, કાયદા મુજબ કડક અમલવારી કરાશે. હેલ્મેટ વિહોણા અનેક ચાલકોએ જીવ ગુમાવ્યા છે. હવેથી હેલ્મેટ ન પહેરનાર સામે કડક પગલા લેવામાં આવશે. એ સિવાય પણ બીજા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રૂ.500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂ.100 હતો.

કેન્દ્ર સરકાર દ્વારા રૂા.1000 દેડની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ રાજ્યસરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટુ-વ્હીલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઇ દંડ નહીં થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે 100 રૂપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂા.500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂા.1000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

આરસી બુક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઇ વાહન ચલાવતા પકડાશે તો પહેલી વખત રૂા.500 અને બીજી વખત પકડાશે તો રૂા.1000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટુ-વ્હીલર ચલાવવા બદલ રૂા.2000, રૂા.3000 અને રૂા.5000 એમ વાહનોની શ્રેણીના આધારે ક્ષણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. લાયસન્સ વગર વાહન ચલાવનારને રૂા.3000નો દંડ થશે, જો અન્ય કોઇનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂા.3000નો દંડ થશે. ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂા.500 અને બીજી વખત રૂા.1000નો દંડ થશે.

November 1, 2019
marketyard.jpg
1min3410

આજે તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માકેર્ટિંગ યાર્ડ ખુલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ આજે શુક્રવાર સવારથી મગફળી અને કપાસથી ઉભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માકેર્ટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.

એક વેપારીએ જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માકેર્ટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે, પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને શુક્રવારે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે.

October 31, 2019
mumbai_city.jpg
1min4080

પર્યાવરણમાં થઇ રહેલા ફેરફાર પર અભ્યાસ કરતી વિજ્ઞાનીઓ અને પત્રકારોની બનેલી અમેરિકી સંસ્થા ‘ક્લાઇમેટ સેન્ટ્રલ’એ તાજેતરમાં પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી વધુ ગીચ શહેરોમાંનું એક મુંબઈ દરિયામાં વધતી જળસપાટીને લીધે ૨૦૫૦ સુધીમાં ડૂબી જવાની શક્યતા છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૧૧ની વસતિગણતરી મુજબ અંદાજે ૧.૨૫ કરોડ લોકો રહે છે. દક્ષિણ મુંબઈમાં

વર્ષમાં ઓછામાં ઓછું એક વખત મોટી ભરતીને કારણે ઘણું પાણી ભરાઇ જાય છે અને ભવિષ્યમાં આ વિસ્તારની પરિસ્થિતિ વધુ વણસવાની શક્યતા છે.

દરિયામાં વધતી જળસપાટીથી ભારત, બંગલાદેશ અને ઇન્ડોનેશિયા જેવા કેટલાક દેશના કાંઠાવિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે.

સ્કોટ એ. કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસના સંબંધિત અહેવાલમાં દાવો કરાયો હતો કે દરિયામાં વધતી જળસપાટીથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં પાંચથી દસ ગણી વધી જશે.

અહેવાલમાં જણાવાયું હતું કે દરિયાની જળસપાટીમાં થઇ રહેલા વધારાથી અસરગ્રસ્ત દુનિયાના ૭૦ ટકા લોકોથી વધુ લોકો એશિયાના આઠ દેશ – ચીન, બંગલાદેશ, ભારત, વિયેટનામ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને જાપાનમાં જ છે.

દરિયાની મોટી ભરતીથી અસર પામનારા ભારત, બંગલાદેશ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના લોકોમાં પાંચથી દસ ગણો વધારો થવાની ધારણા છે.

અભ્યાસમાં કરાયેલી ધારણા મુજબ દરિયાની વધી રહેલી જળસપાટીની અસર ૨૦૫૦ સુધીમાં અંદાજે ૩૪ કરોડ લોકોને થશે અને આ આંકડો સદીના અંત સુધીમાં વધીને આશરે ૬૩ કરોડ થઇ જશે.

વિજ્ઞાનીઓએ વિશ્ર્વમાં ગ્રીનહાઉસ ગૅસના વધી રહેલા પ્રમાણ સામે ચેતવણી આપી હતી અને તેનાથી રાજકીય સ્થિરતા સામે ગંભીર પડકાર ઊભો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

October 30, 2019
statue-of-unity.jpg
1min7030

૩૧ ઑક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કેવડિયા ખાતે આવવાના છે તે જ દિવસે આદિવાસી સમાજે પોતાના હકોની માગણીઓને લઇને કેવડિયાબંધનું એલાન આપ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની સામે આદિવાસી સમાજની રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરી છે. ગુજરાતની પૂર્વપટ્ટી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં ૩૧ ઑકટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે ૩૧ ઑકટોબરના રોજ કેવડિયા વિસ્તારબંધનું એલાન આપ્યું છે અને આદિવાસીઓના બંધારણીય અધિકારો નષ્ટ કરીને જો કેવડિયા વિસ્તારને બીજું કાશ્મીર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસીઓ ભાજપના ઝંડાને કાયમી તિલાંજલિ આાપી દેશે. ૩૧ ઑક્ટોબરે અમે અહિંસક આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી પંથક સ્વંયભૂ બંધ પાળશે. વધુમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકોને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, તેને પગલે આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ છે. ભાજપ કેવડિયાને કાશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના ૧૨.૫ કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.

October 30, 2019
108.jpg
1min3140

ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષે ૧૦૮ની સેવાઓએ અનેક લોકોની જિંદગી બચાવી હતી. ૧૦૮ને દિવાળીએ ૩,૮૮૫ અને બેસતા વર્ષે ૪,૭૯૫ ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને બેસતા વર્ષે ૨૦.૪૨ ટકાથી વધારે કોલ મળ્યા હતા. ૧૦૮ને દિવાળીએ ગત વર્ષની સરખામણીએ દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતાં કેસની સંખ્યામાં ૩૮૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ઝઘડા અને મારામારીના બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં ૧૨૮ ટકાનો વધારો થયો હતો, જ્યારે અકસ્માત સહિતના ટ્રોમાના વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકા અને નોન વેહિક્યુલર કેસમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.

ઈમર્જન્સી સર્વિસ ૧૦૮ને બેસતા વર્ષે સૌથી વધુ ૭૦૭ કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર, જિલ્લામાં સુરતમાંથી ૫૦૨, દાહોદમાંથી ૩૦૩, વડોદરામાંથી ૨૬૯, રાજકોટમાંથી ૨૨૪ કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ૧૦૮ને અરવલ્લી જિલ્લામાં ૬૪.૭૧ ટકા, મહિસાગરમાં ૫૦.૭૫ ટકા, જામનગરમાં ૫૦.૪૮ ટકા અને બનાસકાંઠામાં ૪૫.૮૮ ટકા, મોરબીમાં ૪૫.૭૧ ટકા વધારે કોલ મળ્યા હતા. સામાન્ય દિવસમાં બર્નના છ કોલ મળતા હોય છે, જ્યારે નૂતન વર્ષે ૨૯ મળ્યા હતા.

આમ આ કેસમાં ૩૮૩.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના ૬૮ની સામે ૧૭૦ કોલ મળતાં ૧૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ ૧૨૭.૯૧ ટકાનો વધારો નોંધાયો હતો.

October 28, 2019
newyear.jpg
1min3220

પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.

આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.

દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

October 28, 2019
modi_diwali.jpg
1min3480

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.

October 27, 2019
kyar_cyclone-1280x707.jpg
1min3670

ગુજરાતના કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઊંધી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ હતી. દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે, જોકે પવનના કારણે સ્થિતિ વણસે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી બાજુ ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને પશ્ર્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં ૧૨૦-૧૩૦ કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ક્યાર દરિયામાં દર ૬ કલાકે ૧૨ કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગીર સોમનાથના ઉનાના દરિયામાં બે બોટે જળસમાધિ લીધી છે. ઉનાના સૈયદ રાજપરાની બે બોટ દરિયામાંથી પરત આવતા સમયે ડૂબી હતી. જ્યારે ભારે પવનના કારણે એક બોટ કિનારે ઊંધી વળી ગઇ હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું છે. સાપુતારામાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.

October 24, 2019
amit_shah1.jpg
1min3130

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તા. ૨૫ અને તા.૨૬ ઑક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાના આશયે શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની એક કૉલેજમાં દિવ્યાંગોને કિટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. બાદમાં કલોલ એપીએમપીના નવા બનેલા કૉન્ફરન્સ હૉલનું લોકાપર્ણ કરશે સાથે નવ નિર્માણ પામનાર એપીએમપી ભવનનું ખાતમુહૂર્ત કરશે. ૨૬મીના શનિવારે અંજલી ફ્લાય ઓવર ઉપરાંત મ્યુનિ.ના ટેનિસકોર્ટ, મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવાસો, વૉર્ડ ઑફિસ સહિતના લોકાર્પણ ઉપરાંત મ્યુનિ.ના કેટલાક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.

October 23, 2019
Sourav-Ganguly.jpg
1min3030

ભારતનો એક સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની બુધવારે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં ૩૯મા પ્રમુખ તરીકે હોદ્દો સ્વીકારશે અને તે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સી. ઓ. એ. (કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ)ની કારોબારી મુદતનો અંત આવશે.

ક્રિકેટ બૉર્ડના પ્રમુખ તરીકે ગાંગુલીની એકમાત્ર ઉમેદવારી છે અને ગૃહ ખાતાના કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો પુત્ર જય સચિવ બનશે.

ઉત્તારાખંડના મહિમ વર્મા નવા ઉપ-પ્રમુખ હશે તથા ખજાનચીપદે અરુણ ધુમાલ અને સહ મંત્રી તરીકે કેરળના જયેશ જ્યોર્જ હોદ્દો સંભાળશે. પણ, ગાંગુલીએ નવા બંધારણ મુજબ આવતા વર્ષે જુલાઈના અંત સુધીમાં પોતાનો હોદ્દો છોડી દેવાનો હોવાથી તે ફક્ત નવ મહિના સુધી પ્રમુખ રહેશે. નવા બંધારણ પ્રમાણે સત્તાધીશ તરીકે છ વર્ષ રહ્યા પછી દરેક વ્યક્તિએ હોદ્દો છોડી દેવાનો રહે છે અને તે ત્રણ વર્ષના કૂલિંગ-ઑફ પિરિયડ બાદ ફરી કોઈ હોદ્દે આવી શકે છે.

ગાંગુલી ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (સી. એ. બી.)ના સચિવ અને ત્યાર પછી, પ્રમુખપદે પણ રહ્યો છે.