CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 25 of 126 - CIA Live

April 27, 2021
madras-high-court.jpg
1min305

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min258

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.

April 26, 2021
weather-forecast.jpg
1min266

રવિવાર તા.૨૫મી એપ્રિલ ૨૦૨૧ના રોજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. જામનગરના જામજોધપુર, કાલાવડ અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. આ માવઠાથી તલ, મગ, અડદ, કેરી જેવા ઉનાળું પાકોને નુકસાન થવાની ભીંતી પ્રવર્તી રહી છે.

ખાંભા પંથકમાં સતત બીજા દિવસે તડકામાંથી વાતાવરણ બદલાઈને વાદળછાયું થઈ ગયુ હતું. તેમજ ખાંભા તેમજ ગ્રામ્ય પંથકમાં માવઠું વરસ્યું હતુ. ખાંભાના ઈંગોરાલા, ભાડ, કોટડા, અનીડા, નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. અહીંયા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉનાળામાં માવઠું પડતા તલ, બાજરી તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે.

રાજકોટ શહેરમાં બપોર પછી ધાબળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાંજે પાંચ વાગ્યાના સુમારે આકાશમાંથી ગાજવીજ શરૂ થઈ હતી. અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને શહેરમાં કેટલાક સ્થળે હળવા વરસાદી છાંટા પડયા હતા.

ગોંડલમાં સાંજે આકાશ વાદળોથી ગોરંભાયા બાદ ગાજવીજ સાથે વરસાદ થતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે ડબલ ઋતુથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તાલુકાના નવા ગામમાં’ અડધા ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો.

જામજોધપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણમાં સાંજે પાંચ વાગ્યે વાતાવરણ પલટાયા બાદ વરસાદી છાંટા પડયા હતા.

જામનગર:’ જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં આજે સાંજે આકાશમાંથી કરા વરસ્યા હતા. આ ઉપરાંત જામજોધપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આવું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઇને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જામજોધપુર ઉપરાંત કાલાવડ પંથકના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

કાલાવડ તાલુકાના ખાનકોટડામાં સૌ પ્રથમ કરા પડયા હતા. ત્યાર પછી કાલાવડ તાલુકાના ખંઢેરા, રણુજા, બેરાજા, મોટી માટલી, ભંગડા, બાંગા સહિતના અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, સુમરી વગેરે ગામોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક કરા પડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઇ છે.

જેતપુર: જેતપુર તાલુકાના વિરપુર, થોરાળા, સેલુકા, મેવાસા, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, જાંબુડી, હરિપર, મોટાભાદરા, લુણાગરા, નાનાભાદરા, દુધીવદર જેવા અનેક ગામોમાં આજે સાંજે અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ કરા સાથે વરસ્યો હતો. જ્યારે આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.

જામકંડોરણા: જામકંડોરણા સાંજના 7-30 કલાકે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ઉનાળુ ખેતીના પાકો તલ, મગ, અડદને નુકસાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.

વિરપુર (જલારામ): વિરપુર પંથકમાં બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વિરપુર તેમજ પંથકના આજુબાજુ વિસ્તારમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો.

ભેસાણ પંથકમાં માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન: સર્વે કરવા કોંગ્રેસની માગણી
ભેસાણ : ભેસાણ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવન સાથે વરસાદ પડતા આઠથી દસ ગામમાં ઉનાળુ તલના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો સર્વે કરીને વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયાએ મુખ્ય મંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભેસાણ પંથકમાં પડેલ કમોસમી વરસાદને લીધે માંડવા, બામણગઢ, ખંભાળીયા, રાણપુર, ખારચીયા, સુખપુર, ભાટગામ અને વિશળ હડમતીયા, મેંદપરા સહીતના ગામોમાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું છે, જેનો સર્વે કરીને વળતર ચુકવવા માગણી કરી છે.

April 26, 2021
Free-vaccinee-1280x720.jpg
1min228

૧૮-૪૫ વર્ષના વય જૂથના તમામને નિ:શુલ્ક કોરોના રસી આપવાનું રવિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા અને રાજસ્થાને જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે કહ્યું હતું કે, ૧.૫ કરોડ ડોઝનો (૧ કરોડ ડોઝ – કોવિશીલ્ડ, ૫૦ લાખ ડોઝ કોવૅક્સિન) ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશે પણ તમામને કોવિડ-૧૯ વિરોધી રસી નિ:શુલ્ક આપવામાં આવશે, તેવું જાહેર કર્યું હતું. દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૨,૧૭,૧૧૩ દરદી સાજા થયા હોવાનું રવિવારે સવારે બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના આરંભથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૧,૪૦,૮૫,૧૧૦ દરદી સાજા થયા હોવાનું પણ બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

દેશમાં કોરોનાવાઇરસ સામેની રસી લેવા ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોની નોંધણી (રજિસ્ટ્રેશન) કોવિન વૅબ પૉર્ટલ અથવા આરોગ્ય સેતુ ઍપ પર કરાવવી જરૂરી છે. આ નોંધણી ૨૮ એપ્રિલથી શરૂ થવાની છે. ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોના રસીકરણની પ્રક્રિયા અને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ કે અન્ય સરકાર માન્ય ઓળખપત્ર) અગાઉની જેવા જ રહેશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રસીની ઘણી માગ છે અને તેથી આ વયજૂથના લોકો માટે રસી લેવા અપૉઇન્ટમેન્ટ જરૂરી છે. રસીકરણ કેન્દ્ર ખાતે ગિરદી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં રસીકરણ માટે વૉક-ઇનની પરવાનગી નહિ અપાય.

હૅલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૪૫ વર્ષથી મોટી વયના લોકોને રસીકરણના સરકારી કેન્દ્રો ખાતે મફતમાં રસી મળવાનું ચાલુ રહેશે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે રસીને લગતી નીતિ છૂટછાટભરી બનાવી હોવાનો અર્થ એવો નથી થતો કે રસી દવાની દુકાનોમાં પણ મળવા લાગશે.

રસીના ઉત્પાદકોએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબૉરેટરીને કેન્દ્રનો પચાસ ટકા જથો આપવો પડશે, જ્યારે બાકીનો તે રાજ્ય સરકારોને આપી શકે છે.

કોવિન પ્લેટફૉર્મ પર રસીના જથા અને ભાવને લગતી દરેક જાણકારી અપાશે.

April 24, 2021
zydus.jpg
1min244
Covid treatment: Zydus gets emergency use approval for Virafin

દેશભરમાં કોરોનાની દવાઓની અછતના ગંભીર પ્રશ્ન વચ્ચે ઝાયડસની વિરાફિનને કોરોનાના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. આ દવાથી શ્વાસ સંબંધિત પરેશાની કાબુ કરવામાં પણ મદદ મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફાર્મા કંપની ઝાયડસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિરાફિનને ભારતીય ડ્રગ નિયામક સંસ્થા ડીસીજીઆઈમાંથી ઈમર્જન્સી ઉપયોગને લઈને મંજૂરી મળી ગઈ છે. જેનાથી વયસ્કોમાં કોરોનાના હળવા સંક્રમણનો ઈલાજ કરી શકાય છે. ઝાયડસે કહ્યું હતું કે, તેની વિરાફિન દવાને કોરોના દર્દીના પરિક્ષણમાં 91.15 દર્દી સાતમા દિવસ સુધી આરટી પીસીઆરમાં નેગેટિવ મળી આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું હતું કે, આ દવાના ઉપયોગથી કોરોના દર્દીમાં ઓક્સિજનની સપ્લાઈની જરૂરીયાતને પણ ઘણા અંશે ઘટાડી શકાય છે.’ આ દવાનો ઉપયોગ હેપેટાઈટીસ સી માટે કરવામાં આવતો હતો.

કંપનીએ કહ્યું હતું કે વિરાફિન એક એન્ટી વાયરલ દવા છે. જે કોરોનાના હળવા સંક્રમણ ધરાવતા દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લઈ શાશે. આ દવાના સિંગલ ડોઝથી જ દર્દીઓના ઈલાજમાં’ ઘણી મદદ મળી શકે છે. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતી સ્ટેજમાં દવા લેવાથી દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને શરીરમાં કોઈપણ અન્ય કોમ્પ્લિકેશનથી પણ બચી શકાશે.

વિરાફિન પ્રિક્રિસ્પશન સાથે મળશે અને હોસ્પિટલ તેમજ મેડિકલ સેટઅપમાં મેડિકલ ઉપયોગમાં લઈ શકાશે. મહત્વની વાત એ છે કે દવાથી ઓક્સિજનની સપ્લાયની જરૂરિયાતને ઘટાડવાની વાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે વિરાફિને પ્રમાણીત કર્યું છે કે તેના લેવાથી દર્દીને સપ્લીમેન્ટ ઓક્સિજનની જરૂર ઘટી શકે છે. એટલે કે દર્દીમાં શ્વાસ સંબંધિત પરેશાની ઘટાડી શકાય છે.

April 24, 2021
maharashtra.jpg
1min246

કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી રાજ્ય પોલીસ દ્વારા કટોકટીની સ્થિતિમાં આંતરરાજ્ય અને આંતરજિલ્લા પ્રવાસ માટે શુક્રવારે ફરીથી ઇ-પાસ સિસ્ટમ શરૂ કરી છે, એમ ટોચના પોલીસ અધિકારીએ કહ્યું હતું.

Travelling outside Maharashtra? Check how to apply for e-pass here | India  News | Zee News

પ્રવાસ, ઓફિસોમાં હાજરી, લગ્નસમારંભો પર રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નવાં નિયંત્રણોનો ગુરુવાર રાતથી અમલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને ૧૪ એપ્રિલથી કડક નિયંત્રણો લદાયા હતા. જોકે સ્થિતિ ન સુધરતાં બુધવારે નવા લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ જણાવ્યું હતું કે શુક્રવારથી ઇ-પાસ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવી છે અને નાગરિકોએ જો કટોકટી હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઇએ. નાગરિકોએ આ માટે વિિંાંત://ભજ્ઞદશમ૧૯.ળવાજ્ઞહશભય.શક્ષ પર અરજી કરવાની રહેશે. આમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને તીવ્ર કટોકટીમાં પ્રવાસના કારણનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે. જો ઓનલાઇન ઇ-પાસ સિસ્ટમનો એક્સેસ જેમની પાસે ન હોય તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઇ-પાસ પ્રાપ્ત કરી શકે છે. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ ફોર્મ ભરવા અને ઇ-પાસ જારી કરવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઇ-પાસ કટોકટીમાં પ્રવાસ કરવા મળે તે માટે નાગરિકોના ઉપયોગ માટે જ છે. અગાઉ આ મહિને અન્ય નિયંત્રણો અમલમાં આવ્યા ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઇ-પાસની જોગવાઇ હાલમાં કરવામાં આવી નથી અને કટોકટીમાં હોય તે તેમને પ્રવાસ કરવો દો એવી સૂચના આપવામાં આવી હતી. જોકે નવા નિયંત્રણો દરમિયાન કટોકટીના પ્રવાસ માટે અનેક વિનંતીઓ કરાઇ રહી હોવાથી આખરે લોકોની સુવિધા માટે ઇ-પાસ સિસ્ટમ ફરીથી શરૂ કરાઇ છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ઇ-પાસ સિસ્ટમ તમામ કટોકટી અને મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે રજૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા લાખો પાસ જારી કરવામાં આવ્યા હતા. હાલમાં મુંબઈ પોલીસે જરૂરી સેવાનાં વાહનો માટે કલર કોડ સ્ટિકર જારી કરવા માટે પ્રણાલી રજૂ કરી છે.

April 23, 2021
gujarat-police.jpg
1min481

ગુજરાત સરકારની તા.૨૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવેથી રાજ્યમાં ફરતા વાહનચાલકો પાસેથી’ પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસૂલી શકશે નહીં.

બેઠકમાં કેટલાક પ્રધાનોએ જ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય ટુ વ્હીલરમાં 3થી 4 હજાર અને ફોર વ્હીલરમાં 8થી 10 હજારનો દંડ વસૂલવામાં આવે છે. વ્હિકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા – અવવામાં ખૂબ તકલીફ થાય છે. પ્રધાનોની ફરિયાદથી મુખ્યપ્રધાને વાહન વ્યવહાર પ્રધાન ફળદુને અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહને આ અંગે સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.

April 23, 2021
supreme.jpg
1min230

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થશે અને આ ઑક્સિજન દર્દીઓની સારવાર માટે મફતમાં આપવામાં આવશે એવી દલીલ કરીને વેદાન્તાએ તમિળનાડુના તુટીકોરિન ખાતેના સ્ટરલાઇટ કોપર એકમને ચાલુ કરવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે વેદાન્તાની અરજીની સુનાવણી કરવાની મંજૂરી આપતા કોરોનાના રોગચાળાને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ તમિળનાડુ સરકારના વાંધા સામે નાખુશ હતી, જેણે વેદાન્તની અરજી પર સોમવારે સુનાવણી કરવાની માગણી કરી હતી.

‘અમે આ બધું જાણીએ છીએ. પ્લાન્ટ અને તેના ઑક્સિજન ઉત્પાદનક્ષમતા દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે એ અમે સુનિશ્ર્ચિત કરીશું. આપણે ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ છીએ. રોગચાળાને કારણે ‘રાષ્ટ્રીય કટોકટી’ જેવી સ્થિતિ છે અને સમસ્યાનું નિવારણ લાવવામાં તમે બાધા નહીં બનો. વેદાન્તાની અરજીની શુક્રવારે સુનાવણી કરવામાં આવશે,’ એમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું.

‘દેશમાં અત્યારે ઑક્સિજનની ભારે જરૂર છે. કેન્દ્ર સરકાર દરેક સ્રોતથી ઑક્સિજનનો પુરવઠો મેળવી રહી છે. વેદાન્તાને તેમનો પ્લાન્ટ ચાલુ કરવો છે. વેદાન્તાને સ્વાસ્થ્ય હેતુ માટે ઑક્સિજનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવે,’ એમ જણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ અને માનવજીવનના રક્ષણની વચ્ચે પસંદગી કરવાની હોય તો આપણે માનવજીવનના રક્ષણની જ પસંદગી કરી શકાય.

April 23, 2021
covid-19-vaccine.jpg
1min212

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min236
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’