CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 121 of 126 - CIA Live

August 28, 2018
Indian-Railways-Solar-Train-866x487.jpg
1min4710

લાંબી મુસાફરીનો કંટાળો આવે છે? જરાય ગભરાવાની જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો છો. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વૉચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત ૧૨૦૦ કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવતાં ઉપરોક્ત ચીજ વસ્તુઓના સેલથી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.

સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ રેલવે વેચાણકર્તાઓના ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન દુરન્તોના એ.સી. કૉચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારે છે.

રેલવેના અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેન્ડરો આવકાર્ય છે અને સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલવેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

વસ્તુઓની ગુણવત્તા પર વિશેેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો એ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.

August 27, 2018
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min11220

વોટ્સએટ્સ દ્વારા તેના વપરાશકર્તાઓને સૂચિત કરવામાં આવે છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન કે જે વ્હોટ્સએપ એપ્લિકેશન પર મેસેજીસ અને મીડિયા ફક્ત બે પક્ષકારો પૂરતા સિમીત રાખે છે પરંતુ, જો વ્હોટ્સ એપ પરના ડેટા Google ના સર્વર્સ પર બૅકઅપ તરીકે સંગ્રહિત કરવામાં આવશે તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની કોઇ ખાતરી વ્હોટ્સએપ આપી શકે નહીં. Google ડ્રાઇવમાં વૉટ્સએટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત નથી.

 

વોટ્સએપ મેનેજમેન્ટે તેની સાઇટ પર અપડેટમાં જણાવ્યું હતું કે 16 મી ઓગસ્ટના રોજ ફેસબુકની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તેણે ગૂગલ સાથે કરાર કર્યો છે, જે યુઝર્સને ઇન્ટરનેટ કંપનીના મેગા સ્ટોરેજ ઓફર પર સંદેશા સંગ્રહિત કરવાની પરવાનગી આપે છે. ગૂગલ (Google) ડ્રાઇવ પર જુદા જુદા હેતુઓના ડેટાને ફક્ત 15 જીબી સુધી સંગ્રહિત કરી શકાય છે.

ભૂતકાળમાં (2017) વપરાશકર્તાઓને સમજાવ્યું હતું કે Google ડ્રાઇવ પર સંગ્રહિત મેસેજિંગ એપ્લિકેશનનો ડેટા એનક્રિપ્ટ થયેલ નથી. જો કે, વોટ્સએટ્સના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સત્તાવાળાઓ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સરકારે એપ્લિકેશન પર મોકલવામાં આવેલા સંદેશાઓની ટ્રેસબિલિટી પ્રદાન કરવા મેસેજિંગ પ્લેટફોર્મ પર ફોન કર્યો છે.

વોટ્સએટ્સએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેના સંદેશાને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને તે ટ્રેસબિલિટીની ઓફર કરી શકતું નથી. એક સ્વતંત્ર સુરક્ષા સંશોધક, સાઈ ક્રિષ્ના કોઠાપલ્લીએ જણાવ્યું હતું કે, “એક વોટ્સએટ યુઝર તરીકે, તમારી પાસે ગૂગલ ડ્રાઇવ પર બેકઅપ લેવાનો વિકલ્પ નથી.” “તેઓ તમને બૅકઅપ લેવાની ફરજ પાડતા નથી. તે એક લક્ષણ છે તેથી, જો તમે Google પર ભરોસો રાખો છો, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમણે ઉમેર્યું હતું કે,” જો કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્કસ વપરાશકર્તા ડેટા માટે Google ને વિનંતી કરે છે, ગૂગલ દ્વારા તમારો ડેટા સરકારી એજન્સીઓને આપી શકાય એમ છે. ”

વૉટ્સએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે, જેનો અર્થ થાય છે કે જે વપરાશકર્તા મોકલે છે તે મેસેજ ફક્ત પ્રાપ્તકર્તા અને મોકલનાર એમ બે વ્યક્તિ દ્વારા વાંચી શકાય છે. કોઇપણ ત્રીજા પક્ષકાર દ્વારા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનમાં કોઇપણ પ્રકારે મેસેજિસ કે ઇમેજીસ ટ્રેસ કરી શકાતા નથી.

 

August 23, 2018
socialmedia1-900px.jpg
1min4620

Jayesh Brahmbhatt   98253 44944

સોશ્યલ મિડીયા પર પોસ્ટિંગ અંગે કોઇ ધારોધોરણો તો ઠીક પણ નીતિ-નિયમો ન હોવાથી કેટલાક લોકો તેને બેફામ દૂરુપયોગ કરીને લોકોને રંજાડી તો રહ્યા છે પરંતુ, તેની સાથોસાથ અફવાઓ ફેલાવીને સામૂહિક હિંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોઇ, ભારત સરકારે આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થાય તે રીતે સોશ્યલ મિડીયા પર કાનુની લગામ કસવાની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે. ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી ગાઇડલાઇન્સ દાખલ કરશે. ગાઇડલાઇન્સની રૂપરેખા તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં રહેલી એક અત્યંત મહત્વની જોગવાઇએ છે કે ફેસબુક કે વ્હોટ્સ એપ પર ખોટા સમાચારો, ઉત્તેજક સમાચારો, અફવાઓ, નિંદા કરતી પોસ્ટ્સ વગેરે મોકલનારના મૂળ સુધી કંપનીઓએ પહોંચવું પડશે એટલું જ નહીં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે. વાંધાનજક પોસ્ટ માટે સ્થાનિક સ્તરે ફરીયાદ થઇ શકે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી પડશે

કેન્દ્ર સરકારની ગતિવિધિઓ જોતા એવું જણાય આવે છે કે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સ એપ સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ 79 હેઠળ આવશે. વોટ્સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે.

સંભવતઃ સપ્ટેમ્બર 2018થી દાખલ થઇ શકે નિમ્નલિખિત જોગવાઇઓ

(1) બોગસ, ખોટો, ઉત્તેજક મેસેજ ફેલાવનારા સુધી પહોંચવું પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(2) અફવાઓ ફેલાવનારા, ખોટા મેસેજ કરનારા સુધી પહોંચ્યા પછી તેમની સામે ફોજદારી દાખલ કરવી પડશે

(3) સ્થાનિક રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અધિકારીઓની નિમણૂંક કરવી પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(4) વાંધાજનક કન્ટેન્ટ ચોક્કસ સમય મર્યાદામાં દૂર કરવું પડશે કંપનીઓએ

સૂચિત સોશ્યલ મિડીયા રેગ્યુલેશન્સ ગાઇડલાન્સમાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિ કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ 2011માં નોટિફાય કરવામાં આવી હતી.

કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા 36 કલાકનો સમય આપવાની જોગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો.

ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી. હવે અમારે IT એક્ટની કલમ 79 હેઠળ માર્ગરેખા જાહેર કરવાની છે. ત્યાર પછી અમે વોટ્સએપ (કે અન્ય ઇન્ટરનેટ કંપની)ને કાયદાનું પાલન નહીં કરવા બદલ જવાબદાર ઠેરવી શકીએ. કાયદો અમને કડક પગલાંના અમલમાં મદદ કરશે. અત્યારે કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી મેસેજનું મૂળ શોધી શકાતું નથી.

August 22, 2018
DRI-Rahul_d.jpg
1min3550

મુંબઈથી દેશભરની બ્લૅકમાર્કેટમાં સપ્લાય કરવા માટે વિવિધ વિદેશી બ્રૅન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ સપ્લાય કરતા ગોડાઉનમાં DRIએ રેઇડ પાડીને ૧.૦૭ કરોડ રૂપિયાનો માલ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. દિલ્હીથી આ બિઝનસ ઑપરેટ કરતો માસ્ટર માઇન્ડ દેશભરમાં માર્લબોરોસ બેન્સન, રોથમૅન્સ જેવી જાણીતી બ્રૅન્ડની સિગારેટ સપ્લાય કરતો હતો.

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉન પર રેઇડ પાડવામાં આવી, દિલ્હીથી ઑપરેટ કરતા માસ્ટર માઇન્ડનું હતું આ ગોડાઉન

raid1

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉનમાંથી ઝડપાયેલો સિગારેટ્સનો જ્થ્થો

raid

આ બિઝનસનું મુખ્ય હબ મુંબઈ હતું એમ જણાવીને DRIએ આપેલી માહિતી મુજબ અહીંની માર્કેટમાંથી દેશભરમાં ડિમાન્ડ મુજબ માલની સપ્લાય કરવામાં આવતી હતી. મુંબઈની ધમધમતી મુસાફિરખાનાની માર્કેટમાં મુંબઇના બે મોટા ડિસ્ટ્રિબ્યુટર્સનાં પાંચથી છ ગોડાઉનમાં વિદેશી સિગારેટ રાખવામાં આવતી હોવાની માહિતી મળી હતી. મુસાફિરખાનામાં આવેલાં કેટલાંક ગોડાઉનમાં રેઇડ પાડવામાં આવી હતી. એમાંથી વિવિધ બ્રૅન્ડની ૧.૦૭ કરોડ રૂપિયાની સિગારેટનાં બૉક્સ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

August 22, 2018
gst.jpg
1min2730

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.

August 21, 2018
doll.jpg
1min4570

અમેરિકન ડોલર રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને બીજા વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ મુખ્ય ચિંતાનો વિષય છે, પરંતુ આ ચિંતાને તમે મૂડીરોકાણની તક ગણીને ફાયદો ઉઠાવી શકો છો. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે ત્યારે આવકનો મુખ્ય સ્રોત નિકાસ હોય અથવા તો જેમનો વ્યવસાય યુએસ ચલણમાં મોટું રોકાણ ધરાવતો હોય એવા ક્ષેત્રને વધારે ફાયદો થાય છે.

ઇન્ફર્મેશન ટેક્‌નોલોજી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં મોટો બિઝનેસ ધરાવે છે, જેથી તેમને સૌથી વધુ લાભ થશે. આંકડાકીય માહિતી મુજબ આઇટી સેક્ટરની નિકાસ કુલ વેચાણના 88.6 ટકા છે અને ત્યાર બાદ નોન-ફેરસ ધાતુ અને હેલ્થકેર સેક્ટરની નિકાસ તેમના કુલ વેચાણના આશરે અનુક્રમે બાવન ટકા અને 51 ટકા છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતીય અર્થતંત્રએ હરણફાળ ભરી છે અને તેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાના વેચાણ થકી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. વેપારખાધ અને સતત વધતા જતા ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં રૂપિયાની કટોકટીભરી અવસ્થામાં જે સ્ટોક સારો દેખાવ કરે અને સંબંધિત બેંચમાર્ક કરતાં વધારે વળતર આપે તેવા સ્ટોકને મહત્ત્વ આપવું જોઈએ.

ફાર્માસ્યુટિકલ્સનું બજાર સતત વધી રહ્યું છે. વર્તમાન માર્કેટના અહેવાલ અનુસાર 2021 સુધીમાં દુનિયાભરમાં દવાઓનો ખર્ચ 1.5 ટ્રિલિયન ડોલર થશે. આ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર તબીબી ખર્ચના ચારથી સાત ટકા અથવા ડોઝિસના 3 ટકા જેટલો છે. રાજકીય અનિશ્ચિતતા હોવા છતાં જનરલ હેલ્થકેરમાં યુએસ સૌથી વધુ વૃદ્ધિ નોંધાવશે જ્યારે ફાર્મા ક્ષેત્રનું ઊભરતું બજાર સમગ્ર દવાના વોલ્યુમના આશરે બે તૃતીયાંશની જરૂર પડશે.

August 19, 2018
brand-Patanjali.jpg
1min10270

છેલ્લા 12 મહિનામાં પતંજલિ આયુર્વેદની વૃદ્ધિને ભારે આંચકો લાગ્યો છે. આ ગાળામાં હરીફોએ અનેક નેચરલ અને હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરીને બાબા રામદેવના સાહસને પડકાર ફેંક્યો છે. પતંજલિના હરીફોમાં મુખ્યત્વે બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે.

ઓક્ટોબરથી માર્ચ 2018ના ગાળામાં પતંજલિના સેલ્સ વોલ્યુમમાં સાત ટકા વૃદ્ધિ થઇ હતી જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર 2017ના ગાળામાં 22 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી તેમ વૈશ્વિક કન્ઝ્યુમર રિસર્ચ કંપની કેન્ટર વર્લ્ડપેનલનો અહેવાલ જણાવે છે. આ આંકડા ઓક્ટોબર-માર્ચ 2017ની ૫૨ ટકા વૃદ્ધિ અને એપ્રિલ-સપ્ટેમ્બર 2016ની 49 ટકા વૃદ્ધિની સરખામણીમાં ઘણા નીચા છે.

ગયા સપ્તાહમાં ક્રેડિટ સુઇસે જણાવ્યું કે પતંજલિના નાણાકીય 2018ના સેલ્સ વોલ્યુમમાં બહુ ઓછો ઘટાડો થયો હતો જ્યારે છેલ્લા ચાર વર્ષમાં તેમાં 100 ટકાના દરે ચક્રવૃદ્ધિ વધારો થયો છે. સ્વિસ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીએ પતંજલિના વાસ્તવિક વેચાણ કે વૃદ્ધિના આંકડા આપ્યા ન હતા. કંપનીએ કહ્યું કે તેણે બજારમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરી છે અને થોડા જ વર્ષોમાં દરેક ઘરમાં જાણીતું નામ બની ગયું છે.

August 18, 2018
irda.jpg
7min317210
Jayesh Brahmbhatt   98253 44944
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ મેડીક્લેમ પોલિસીની નીતિમાં એક ધરખમ અને આવશ્યક ફેરફાર એ કર્યો છે કે મેડિક્લેમનો લાભ લેવો હોય તો મેડીક્લેમ પોલિસી ધારકે એવી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડે કે જે હોસ્પિટલ ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોય. ઇરડા એ તમામ પ્રકારની મેડિકલ પોલિસીમાંથી આ શરત કાઢી નાંખી છે. હવે મેડિક્લેમ પોલિસી ધારક ક્યાંય પણ કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં સારવાર લઇ શક્શે. ઇરડાના આ ફેરફારને કારણે ભારતના હજારો નાના તબીબો ઉપરાંત લાખો મેડિક્લેમ પોલિસી ધારકોને મોટો ફાયદો થશે.
અત્યાર સુધી એવું બનતું હતું કે ગ્રામીણ વિસ્તાર તેમજ એવા નાના નગરો કે જ્યાં 15 બેડથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ, નર્સિંગ હોમ ન હોવાના કારણે મેડિક્લેમ ધરાવતા ગામવાસીઓએ મોટા શહેરોની મોટી હોસ્પિટલોમાં સારવાર કરવા માટે આવવું પડતું હતું. આવી સ્થિતિ ભારતના લાખો મેડિકલેમ ધારકોની થઇ રહી હતી. નાનું દવાખાનું, નાનું નર્સિંગ હોમ ધરાવતા ગ્રામિણ વિસ્તારના તબીબો, છેવાડાના વિસ્તારમાં સક્રિય હોય તેવા તબીબો કે જેમની પાસે 15 બેડથી ઓછા બેડ હોય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમની પાસે કોઇ મેડિક્લેમ ધારકો સારવાર માટે જતા ન હતા, આવા તબીબોને પણ ધંધો રોજગારથી વંચિત રહેવું પડતું હતું.
  • દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકો તેમજ હજારો નાના તબીબોને મોટો ફાયદો
  • ગામડાના નાના નર્સિંગ હોમમાં પણ હવે સારવાર લઇ શકાશે અને મેડિક્લેમ પાસ થશે
  • મેડિક્લેમ પાસ કરાવવા માટે ગરીબ મધ્યમવર્ગીય પોલિસી ધારકોએ મોટી હોસ્પિટલોના બિનજરૂરી ખર્ચાના ખાડામાં ઉતરવું પડતું હતું
આમ ભારતમાં લાખો મેડિક્લેમ ધારકો તેમજ હજારો તબીબોને પડતી આ કઠણાઇને ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ આખરે દૂર કરી દીધી છે. મેડિક્લેમ પોલિસીમાં રહેલી ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોસ્પિટલમાં જ સારવાર લેવાની શરતને કાયમ માટે દૂર કરી દેવામાં આવી છે.
એકલા મુંબઇની જ વાત કરીએ તો 1200 નર્સિગ હોમ્સમાંથી 684 નર્સિંગ હોમ એવા છે કે જ્યાં 15 બેડની સુવિધા નથી તેનાથી ઓછી સંખ્યામાં બેડ ધરાવે છે. મુંબઇના 7500 તબીબોનું સભ્યપદ ધરાવતા ધ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટસ નામના સંગઠન દ્વારા મુંબઇ હાઇકોર્ટ સમક્ષ એવી પિટીશન ફાઇલ કરવામાં આવી હતી જેમાં મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 પથારીવાળી હોસ્પિટલમાં સારવાર લેવાની શરતને કાઢી નાંખવા અંગેની દાદ માંગવામાં આવી હતી.
મુંબઇના તબીબ સંગઠનની પિટીશનની સુનવણી દરમિયાન ગઇ તા.5મી જુલાઇએ મુંબઇ હાઇકોર્ટમાં ઇરડા તરફથી એવું પ્રોસિડિંગ્સ રજૂ કરવામાં આવ્યું હતું કે ઇરડાએ મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 બેડની હોસ્પિટલમાં સારવાર લેવા સંદર્ભની શરતને કાઢી નાંખી છે. ફક્ત એવા નર્સિંગ હોમમાં મેડિક્લેમ ધારકે સારવાર લેવી પડશે કે જેનું રજિસ્ટ્રેશન સ્થાનિક સત્તામંડળ (લોકલ ઓથોરિટી)માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 2010 અન્વયે થયેલું હોવું જોઇએ. અથવા તો શિડ્યુલ ઓફ સેક્શન 56 (1) અન્વયે કાર્યવાહી થયેલી હોવી જોઇએ.
15 બેડની હોસ્પિટલનો કાનૂન સામાન્ય ગરીબ-મધ્યમવર્ગીય પોલિસી ધારકો માટે અન્યાયી હતો કેમકે પોલિસી ધારકોએ ફરજિયાત મોટી હોસ્પિટલ્સમાં સારવાર લેવી પડતી અને તેના બિનજરૂરી ખર્ચાઓ તો સહન કરવા પડતા પરંતુ મોટા ભાગના કિસ્સામાં હેરેસમેન્ટ તેમજ બિનજરૂરી ખર્ચામાં પણ ઉતરવું પડતું હતું. હવે મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ બેડની શરત દૂર થતાં દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકોનો મોટો ફાયદો થયો છે.
ભારતમાં હોસ્પિટલમાં જુદી જુદી કેટેગરીથી દર્દીઓને આકર્ષવામાં આવે છે જેમાં પ્રાઇવેટ એસી રુમ, પ્રાઇવેટ નોનએસી રૂમ, ટ્વીન શેરિંગ રૂમ, જેવા રૂમ તેવો ચાર્જ, જેવી હોસ્પિટલ્સ તેવા તબીબોની ફી ના ચાર્જીસ. ધનવાન પરિવારો મેડિક્લેમ ધરાવતા હોય ત્યારે આવા ખર્ચની ફિકર કરતા નથી હોતા કેમકે તેમની મેડિક્લેમ પોલિસી તમામ સુવિધા સંપન્ન કેશલેશ હોય છે જ્યારે સિમીત મેડિક્લેમ પોલિસી ધરાવતા ધારકો માટે મોટી હોસ્પિટલો ખર્ચાના ખાડા સમાન બની રહેતી હતી.

For English Readers

Courtesy : https://www.moneylife.in/article/irda-removes-hospitalsrsquo-lsquominimum-bedrsquo-condition-for-mediclaim/33531.html

 

IRDA removes hospitals’ ‘minimum bed’ condition for mediclaim

A wrong decision by the insurance regulator bites the dust. The requirement of a hospital to have minimum 15 beds for it to be covered under mediclaim has been scrapped. The benefit to include smaller nursing homes far exceeds the risks of any mediclaim fraud

Insurance Regulatory and Development Authority’s (IRDA) guidelines on standardization in health insurance defined hospital with at least 10 in-patient beds, in those towns having a population of less than 10 lakh and with 15 in-patient beds at other places. It was becoming a big issue for small nursing homes as mediclaim policyholders would not been covered there. Nursing home owners had termed the move as ‘unreasonable’.
In Mumbai, 684 out of 1,200 nursing homes have less than 15 beds. The Association of Medical Consultants (AMC), a body of over 7,500 doctors in the city, had also filed a petition challenging IRDA’s circular on bed restriction for mediclaim cover.
On 5th July, IRDA told the Bombay High Court that it has withdrawn the bed restriction clause. The hospitals will need to be registered with the local authorities under the Clinical Establishments (Registration and Regulation) Act, 2010, or under the enactments specified under the Schedule of Section 56(1) of the said Act.
IRDA’s diktat on bed restriction in the guidelines was seen as not just against smaller healthcare providers but also against the public. Policyholders would have been pushed to undergo treatment at bigger hospitals which in most cases charge more than smaller nursing homes. As such, policyholders feel harassed with partial claims settlement and it will only increase with higher bill amounts from bigger hospitals.
In India, the category of room (private a/c, private non a/c, twin sharing, etc) also determines all the other incremental charges associated with it. The better the room, higher the associated charges even including doctor’s fees. Mediclaim policyholders having high coverage may not negotiate with the hospital on the amount being charged and will avail better facilities even for ordinary hospitalization just to reap the benefit of paying premium to the insurance company over the years.
When a mediclaim policy offers ‘cashless’ at high-end hospitals like Hinduja and Lilavati in Mumbai, it is tempting for the insured to indulge in the best of medical treatment even for non-life-threatening procedures. There can be a huge variation in costs among different hospitals for the same procedure. The insured may not worry, as making a claim is looked at as “payback time” for getting the benefit of premium payment over a period of time. The insurer pays the claim but, ultimately, the insured pays with possible increase in the premium.
Even in the case of Moneylife’s group insurance claim for kidney stone removal, we had excellent small nursing home option nearby which would have provided good, clean and cost-effective treatment. However, the employee had to go for expensive alternative due to lack of cashless facility with these small nursing homes. Imagine, what happens if the nursing home is not even covered under mediclaim. Those who are willing to go even for reimbursement claim would have been ineligible. IRDA has taken right step in backing out of the bed restriction clause.
One of the main reasons that would have prompted IRDA to include the bed restriction in the new health insurance guidelines is the possibility of mediclaim fraud from smaller nursing homes with or without TPA support. But, inflated bills can come from any size hospital. The bigger the hospital, the higher are the charges that are levied. Unnecessary tests can be done by any hospital once you declare that you have mediclaim cover.
Last year, a leading Mumbai-based surgeon (who prefers to remain anonymous) gave insights into working of high-end hospitals. He said, “Insurance companies find it difficult to determine the opaque cost of the implant charged by big hospitals. These hospitals can buy implants as bulk purchases and are also sourced from different places to save on taxes; Maharashtra has 10.5% sales tax plus octroi, Hyderabad has 4.5% while Chennai does not have any tax. Bigger hospitals also sell implants to smaller hospitals at different rates. The MRP (maximum retail price) on the box has no relevance to the actual cost to the hospital. Medicines are purchased by bigger hospitals at an unfathomable discount. Hospitals makes money only from pharma items (implants, medicines), nothing else; otherwise it is a white elephant.”
August 18, 2018
k1.jpg
1min8170

કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કર્ણાટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં ગુરુવારે પડેલા ભારે વરસાદમાં હજ્જારો હૅક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. માળખાકીય સગવડને પ્રચંડ નુકસાન પહોંચ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઓે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત સેંકડોને બોટ અને હેલિકૉપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ટીવી ચૅનલો પર મહિલાઓ અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકૉપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.

એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયો છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઓને બચાવી લેવા ટીવી ચૅનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા.

વૉટ્સ ઍપ વીડિયો ક્લિપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે કેરળ પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડ્યો

અર્નાકુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑક્સિજનના પુરવઠાની તંગી પડતાં દર્દીઓને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઓમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે આફત વધી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ઘઠી રહ્યો છે, તો પેટ્રોલ પંપોમાં સ્ટોક નથી. કેરળમાં 100 વર્ષનું આ સૌથી મોટુ સંકટ છે, અને અત્યાર સુધીમાં કુલ 324 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ પણ કેરળ પહોંચીને હવાઈ નીરિક્ષણ કર્યું. પરિસ્થિતિની સમીક્ષા કરી.

કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે પીએમ મોદી શુક્રવારે મોડી સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેઓએ સવારે સીએમ વિજયન સાથે બેઠક કરી, આ બેઠકમાં પૂરથી થયેલા નુક્સાન અને રાહત બચાવ કાર્યને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત કેરળ માટે 100 કરોડની મદદ જાહેર કરી ચૂકી છે.

ઑગસ્ટ માસની શરૂઆતથી જ વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે 147 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રૂપ પહેલી વાર જોયું છે.

પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઓમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે. કેરળે ચાલુ વર્ષે સૌથી ભયાનક ચોમાસાનો સામનો કર્યો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.

સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રૂ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નોંધવામાં આવી છે.

ગાડગિલ કમિટી (જેને વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજિકલ એક્સપર્ટ પેનલ પણ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ માધવ ગાડગિલના જણાવ્યા પ્રમાણે કમિટી દ્વારા વેસ્ટર્ન ઘાટ વિસ્તારોને ભારે વરસાદથી બચાવવા અંગે ભલામણ કરવામાં આવી હતી. પેનલ દ્વારા ભલામણ અંતર્ગત ખાસ સૂચનો કરવામાં આવ્યા હતાં. જે મુજબ વેસ્ટર્ન ઘાટના 140000 કિ.મી. વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંરક્ષણ વ્યૂહરચના માટે ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કમિટીએ માઇનીંગ તથા કવૉરિંગ પર પ્રતિબંધ મૂકવા પણ ભલામણ કરી હતી, હાઈરાઈઝ ક્ધસ્ટ્રકશન પર પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ સરકારને જણાવ્યું હતું.

NDRFની બચાવ કામગીરી બની ઝડપી

તો NDRFની સાથે સાથે સૈન્ય પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યુ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. તો સેંકડો ગામ ટાપૂમાં ફેરવાઈ ચૂક્.ા છે.

રાહત અને બચાવ માટે સૈન્યના હેલિકોપ્ટર

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૈન્યના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. અલૂવા, કાલાડી, પેરુંબુર, મુવાડ્ડુપુઝા અને ચાલાકુડીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક માછીમારો પણ પોતાની બોટ સાથે સામેલ થઈ રહ્યા છે.

લગભગ સવા બે લાખ લોકો થયા બેઘર

રાજ્યમાં લગભગ સવા બે લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. તમામ લોકોને રાહત છાવણીમાં શરણ અપાઈ છે. NDRFની 51 ટીમ કેરળ મોકલાઈ છે

ટ્રેનથી મોકલાયું પીવાનું પાણી

રનવે પર પાણી ભરાઈ જતા કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થઈ ચૂક્યુ છે. 25થી વધુ ટ્રેન રદ કરાઈ છે, અને કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. દક્ષિણ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યુ છે.

100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે. વીમા નિયામક ઈરડાડુએ તમામ વીમા કંપનીના દાવાની ચૂકવણી કરવા માટે ખાસ શિબિર લગાવવા નિર્દેશ કર્યા છે.

પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 કરોડ રૂપિયા અને ભોજન સહિત જરૂરી સામાન માટે અન્ય  5 કરોડની    જાહેરાત કરી છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેરળના સીએમ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, 10 કરોડની સહાય જાહેર કરી છે. તેલંગાણાએ પણ કેરળને મદદ માટે 25 કરોડ આપવાનું કહ્યું છે.

August 15, 2018
kochi2.jpg
1min3100

કેરળમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે. કોચી એરપોર્ટ પર 18 ઓગસ્ટ બપોરે બે વાગ્યા સુધી બધી જ ફલાઇટોને રદ કરવામાં આવી હતી.  હવામાને વિભાગે વાયનાડ, કોઝિકોડ, કન્નુર, કાસરગોઝ, મલપ્પુરમ, પલક્કઝ, ઈડુક્કી અને એર્નાકુલમમાં ગુરુવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યો છે.

કોચી એરપોર્ટ પર આજે પણ ભાર વરસાદે કારણે ફલાઇટોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા બુધવાર બપોર સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતીમાં સુધાર ન જણાતા 18 ઓગસ્ટ સુધીની ફલાઇટોને રદ કરવામાં આવી છે.
એરપોર્ટનાં અધિકારીએ જણાવ્યું કે,  એરપોર્ટની અંદર અને આજુબાજુનાં વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનાં કારણે એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે બુધવાર સવારનાં વાગ્યાથી 18 ઓગસ્ય 2 વાગ્યા સુધી એરપોર્ટની ફલાઇટો રદ કરવામાં આવી છે.