CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 114 of 126 - CIA Live

January 1, 2019
npa.jpg
1min3460

માર્ચ ૨૦૧૮ના ૧૧.૫ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં બૅંકની ગ્રૉસ નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (જીએનપીએ) ઘટીને ૧૦.૮ ટકા થઈ હોવાનું આરબીઆઇ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૬.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં નૅટ એનપીએ પણ ઘટીને ૫.૩ ટકા થઈ ગયો હોવાનું આરબીઆઈના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૧૫ બાદ જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રની બૅંકોમાં ઍસેટ ક્વાલિટી રિવ્યૂ (એક્યૂઆર) અગાઉ જ જીએનપીએના અર્ધવાર્ષિક દરમાં ઘટાડો જોવા મળ્યો હતો, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

માર્ચ ૨૦૧૮ના ૧૫.૨ ટકાની સરખામણીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં જીએનપીએ સુધરીને ૧૪.૮ ટકા થઈ ગયો હતો તો ખાનગી ક્ષેત્રની બૅંકોનો જીએનપીએ માર્ચ ૨૦૧૮ના ૪ ટકાથી ઘટીને સપ્ટેમ્બર ૨૦૧૮માં ૩.૮ ટકા થઈ ગયો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 31, 2018
jan-dhan.jpg
1min7530

જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.

  • સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
  • બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
  • ત્રીજા ક્રમે બિહાર

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.

નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.

December 28, 2018
surat_police.jpg
1min13270

આગામી તા.31મી ડિસેમ્બર 2018ને સોમવારે 2018ની વિદાય અને 2019ના આગમન પ્રસંગે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાય રહે તે માટે સુરત પોલીસને તમામે તમામ જવાનો સાંજે 5 વાગ્યાથી ઓન ફિલ્ડ હશે એવી જાહેરાત કરતા સુરત પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ વિડિયોમાં જણાવ્યું હતું કે સુરત પોલીસને ત્રણ ફરીયાદો વારંવાર મળે છે, એક દારુડીયાઓ દ્વારા તોફાન મચાવવાની, બીજી ફરીયાદ મહિલાઓ, યુવતિઓની મશ્કરી કરવાની અને ત્રીજી ફરીયાદ રફ ડ્રાઇવિંગ કરવાની. આ ત્રણેય બાબતો પર પોલીસની વોચ રહેશે.

  • સુરત પોલીસના એકેએક જવાનો ઓન ધ ફિલ્ડ હશે
  • 31 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ પર વાહન બંધી
  • 4 પોલીસ ચોકી પર ખાસ પોલીસ કુમક તૈનાત રહેશે
  1. પીપલોદ પોલીસ ચોકી
  2. ગોવર્ધન હવેલી પાસે
  3. એસ.કે. નગર ચાર રસ્તા
  4. ડુમસ લંગર ચાર રસ્તા

પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ નાગરિકોને જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2018ને સાંજે 5 વાગ્યાથી ડુમસ રોડ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નાગરિકો ડુમસ રોડ પર વાહનો લઇને નહીં જઇ શકે, પગપાળા ઉજવણી માટે ત્યાં પહોંચી જશે. તેમણે કહ્યું કે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પોઇન્ટ હશે. કોઇપણ નાગરિક પોલીસની મદદ માગી શકશે. સુરત શહેર પોલીસનો તમામે તમામ સ્ટાફ થર્ટી ફર્સ્ટની રાત્રે ઓન ધ ફિલ્ડ હશે. દરેક જવાન, અધિકારીઓને પોતાની ફરજના સ્થળ જણાવી દેવાયા છે અને તેઓ ત્યાં તૈનાત હશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કંઇપણ ખરી છૂટશે.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માએ ફેસબુક લાઇવ પર આ રીતે ગાઇડન્સ આપ્યું હતું.

#નવા વર્ષની ઉજવણી દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો.#Live #SmartCity #SmartSurat #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India.Our Official Pages :FB Page : @suratcitypoliceInsta : @suratcitypoliceTwitter : @Cp_surat

Posted by Surat City Police on Friday, 28 December 2018

December 27, 2018
airport_authority.jpg
1min3690

કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે.  દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min9740

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4470

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 23, 2018
ganga.jpg
1min13880

ગંગા નદી જે 39 જગ્યાએથી પસાર થઈ રહી છે તેમાંથી ચોમાસા બાદ માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું, એમ સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી)એ હાથ ધરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે.

ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે 41માંથી 37 જગ્યાએ ચોમાસા અગાઉના સમયગાળામાં હળવાંથી લઈને ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું બાયોલોજિકલ વૉટર ક્વૉલિટી અસેસમેન્ટ ઑફ રિવર ગંગા (2017-18)ના સીપીસીબી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કૉર્ટના આદેશને પગલે સીપીસીબી દ્વારા આ અહેવાલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો હતો.

ચોમાસા અગાઉના સમયગાળામાં 41માંથી માત્ર ચાર જ જગ્યાએ ગંગા નદીનું પાણી સ્વચ્છ કે આંશિક પ્રદૂષિત હોવાનું જોવાં મળ્યું હતું તો ચોમાસા બાદ 39માંથી માત્ર એક જ જગ્યાએ ગંગાનું પાણી સ્વચ્ચ જોવા મળ્યું હતું.

ચોમાસા અગાઉ અને બાદ લેવામાં આવેલા ગંગા નદીનાં પાણીનાં નમૂનાઓનું પૃથ્થકરણ કર્યા બાદ તેને ગુણવત્તાની અલગ અલગ પાંચ શ્રેણી (સ્વચ્છ, આંશિક પ્રદૂષિત, હળવું પ્રદૂષિત, ભારે પ્રદૂષિત અને ભયંકર પ્રદૂષિત)માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ચોમાસા અગાઉ 34 જગ્યાએ ગંગાનું પાણી હળવું પ્રદૂષિત તો ત્રણ જગ્યાએ ભયંકર પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની બે ઉપનદી (પાન્ડુ અને વરુણા)ઓ ગંગા નદીમાં પ્રદૂષણ વધારી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ જ્યાંથી પસાર થાય ત્યાં કોઇ પણ જગ્યાએ ભયંકર પ્રદૂષણ જોવા નહોતું મળ્યું.

મોટાભાગનાં સ્થળોએ હળવું પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 22, 2018
governement_spying.jpg
1min3840

 

  • ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ
  • ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું
  • 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે
  • કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે

સરકારે 10 કેન્દ્રીય તપાસ ઍજન્સીને કોઇપણ કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાની, તેના પર નજર રાખવાની અને તેની સાંકેતિક ભાષા ઉકેલવાની સત્તા આપતો આદેશ શુક્રવારે બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે આ સત્તાનો ગેરકાયદે ઉપયોગ રોકવા આમ કરાયું છે તેમ જ માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારા અને ટૅલિગ્રાફ ઍક્ટમાં સંબંધિત જોગવાઇ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે

નિવેદનમાં જણાવ્યું હતું કે 20મી ડિસેમ્બર 2018ની રાત્રે બહાર પડાયેલા નવા આદેશમાં કોઇ સલામતી કે તપાસ ઍજન્સીને નવી સત્તા નથી અપાઇ. આમ છતાં, વિપક્ષો સરકારના આ પગલાંના વિરોધમાં એકત્ર થયા છે અને તેને જનતાના મૂળભૂત અધિકાર અને ગુપ્તતા ધારાનો ભંગ ગણાવ્યો હતો.

સરકારે બહાર પાડેલા આદેશ મુજબ 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે. આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે.

ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ છે.

તેણે જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાના, તેના પર નજર રાખવાના અને તેની સાંકેતિક માહિતી ઉકેલવાના દરેક કૅસમાં કેન્દ્રના ગૃહ સચિવની કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 4 અને ટૅલિગ્રાફ ઍક્ટની જોગવાઇ મુજબ તપાસ ઍજન્સીઓને આ સત્તા અપાઇ હોવાનો સરકાર દાવો કરે છે.

સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારોના સંબંધિત વિભાગોને પણ 2009ના માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ આ સત્તા અપાઇ જ છે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 22માંની જોગવાઇ મુજબ માહિતી આંતરવાના, નજર રાખવાના કે સાંકેતિક માહિતી ઉકેલવાના બધા કૅસ કૅબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની સમીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવા જરૂરી છે. આ સમિતિની બેઠક દર બે મહિને ઓછામાં ઓછી એક વખત મળવી જોઇએ. રાજ્ય સરકારોના કિસ્સામાં આવા કૅસની સમીક્ષા સંબંધિત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિ કરશે.

ઇન્ટૅલિજન્સ બ્યુરૉ, નાકૉર્ટિક્સ ક્ધટ્રૉલ બ્યુરૉ, એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરેટ, (આવકવેરા વિભાગ માટે) સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ, ડિરૅક્ટરૅટ ઑફ રૅવૅન્યુ ઇન્ટૅલિજન્સ, સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન, નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી, રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ, (જમ્મુ અને કાશ્મીર, ઇશાન ભારત અને આસામના સર્વિસ ઍરિયામાં) ડિરૅક્ટરેટ ઑફ સિગ્નલ ઇન્ટૅલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનર મળીને 10 તપાસ ઍજન્સીને સંબંધિત સત્તા અપાઇ છે.

December 21, 2018
startups.jpg
1min3160

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 19, 2018
CIA_Live_Logo_New2.jpg
1min3450

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડીજી કોન્સફરન્સમાં હાજરી આપવા માટે 21 ડિસેમ્બરે ગુજરાત જશે. ગુજરાતમાં બીજી વાર ડીજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીમાં આ કોન્ફરન્સનું આયોજન છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બરને દિવસે ડીજી કોન્સફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાધુબેટમાં આવેલા ટેન્ટસિટીમાં યોજાશે. હાલ ત્યાં મીડિયાને જવાથી મનાઈ કરવામાં આવી છે.

ઑલ ઈંડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી હાજર રહેશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાનની સાથે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

31 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જેને દોઢ મહિના જેટલો જ સમય થયો ત્યાં ફરીથી મોદી એકતાની આ પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.