CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 113 of 126 - CIA Live

January 22, 2019
Indian_currency.jpeg
1min6780

નેપાળની સેન્ટ્રલ બૅંકે રૂ. 100થી ઊપરની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ભારતીય ચલણી નૉટ પર પ્રતિબંધ લાદ્યો હતો અને નેપાળમાં ભારતીય ચલણનો છૂટથી ઊપયોગ થતો હોવાથી ત્યાં પ્રવાસે જનાર ભારતીય સહેલાણીઓ પર એની વ્યાપક અસર થવાની શક્યતા છે.

નેપાળ રાષ્ટ્ર બૅંકે રવિવાર, તા.20મી જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરેલા શ્વેતપત્રમાં કરેલી જાહેરાત પ્રમાણે નેપાળી પ્રવાસીઓ, બૅંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 100થી વધુ કિંમતની ભારતીય ચલણી નૉટ રાખવા, વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આદેશમાં જણાવાયું છે કે ભારતની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ચલણી નૉટ વાપરી કે એનો વેપારમાં ઊપયોગ થઇ નહીં શકે. 

નવા નિયમ પ્રમાણે નેપાળી નાગરિકો ભારત સિવાય આ કિમતની ચલણી નૉટો અન્ય કોઇ દેશમાં લઇ જઇ નહીં શકે. એ જ રીતે, નેપાળીઓને અન્ય દેશોમાંથી આ કિંમતની નૉટો લાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, રૂ. 100 કે એથી ઓછી કિંમતની નૉટો વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

કેબિનેટે 13મી ડિસેમ્બર 2019ના રોજ આ શ્ર્વેતપત્ર નેપાળ ગેઝેટમાં જાહેર કરવાનું નક્કી કર્યું હતું, પણ વેપારીઓ અને પર્યટન ક્ષેત્ર તરફથી આની ખૂબ ટીકા કરવામાં આવી હતી અને સરકારને એવું જણાવાયું હતું કે એક તરફ એમણે નેપાળ આવો અભિયાન શરૂ કરીને 2020 સુધીમાં 20 લાખ સહેલાણીઓને નેપાળ આકર્ષવાની યોજના જાહેર કરી છે ત્યારે આ પ્રતિબંધની ઘણી માઠી અસર થશે કારણ કે નેપાળ આવનાર મોટાભાગના ભારતના લોકો સડક માર્ગે આવતા હોય છે અને એમને માટે પોતાના ચલણને ડૉલર કે યુરોમાં કનવર્ટ કરવું ઘણું મુશ્કેલ થઇ પડશે.

એક સર્વેક્ષણ પ્રમાણે 12 લાખ સડક માર્ગે અને હવાઇ માર્ગે 1,60,132 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં આવ્યાં હતાં. સડકમાર્ગે આવનાર ભારતીય સહેલાણીઓ સરેરાશ 5.8 દિવસ રોકાયા હતા અને એમણે રૂ. 11,310નો ખર્ચ કર્યો હતો.

January 21, 2019
vbi.jpg
1min5420
  • કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં

  • 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના

  • શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516

  • પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548

  • મિનરલ સેક્ટરમાં 977

  • એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197

  • પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા

નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 28,360 સમજૂતિપત્રો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 21 લાખ રોજગારીનું સર્જન કરે તેવી સંભાવના છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જોકે તેમણે આ એમઓયુ દ્વારા રાજ્યમાં કેટલું રોકાણ આવશે તેનો કોઈ આંકડો આપ્યો ન હતો.

કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા. શહેરી વિકાસ ક્ષેત્રમાં 1,516, પાવર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં 548, મિનરલ સેક્ટરમાં 977, એન્જિનિયરિંગ અને ઓટો ક્ષેત્રમાં 197, પર્યાવરણ અને વન ક્ષેત્રમાં 313 એમઓયુ થયા હતા.

સમિટમાં કુલ 135 દેશોના 42,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કુલ 1,05,000 રજિસ્ટ્રેશન થયા હતા. સમિટમાં 30 દેશોના રાજદૂતો, સાત વડાપ્રધાનોએ ભાગ લીધો હતો. આ વખતે 15 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા હતા. 1,140 બીટુજી અને 2,458 બીટુબી મિટિંગ થઈ હતી. ટ્રેડ શોમાં કુલ 1,200 સ્ટોલ હતા અને તેમાં ₹15,000 કરોડના એમઓયુ થયા હતા.

ત્રણ દિવસની સમિટના સમાપન સત્રમાં બોલતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હોવાથી આ ઇવેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે. ગુજરાત વિશ્વ માટે પ્રવેશદ્વાર બન્યું છે અને દરેક માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમિટ માત્ર બિઝનેસ અને ટ્રેડ પૂરતી મર્યાદિત ન રહેતાં સામાજિક ઉદ્ધાર માટેનું મંચ બની છે.”

2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનો નિર્ણય લીધા પછી ગુજરાત રોકાણ માટેનું પસંદગીનું ડેસ્ટિનેશન બન્યું છે. 2003ની પ્રથમ સમિટમાં બહુ બિઝનેસ હાઉસે ભાગ નહોતો લીધો. 9મી સમિટમાં વડાપ્રધાનનું વિઝન સંપૂર્ણપણે સાકાર થયું છે.

આ ઇવેન્ટ નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટે પણ આદર્શ પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમિટે એમએસએમઇ પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મંચ પૂરો પાડ્યો છે.

સમિટની સમાપ્તિ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુલ 28,360 એમઓયુમાંથી સૌથી વધુ 21,889 એમઓયુ એમએસએમઇ સેક્ટરમાં થયા હતા.

January 19, 2019
maha_canteen1-1.jpg
1min3590

મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિનમાં વેઇટરની 13 ખાલી પડેલી જગ્યાએ નોકરી માટે 7,000 ઉમેદવારોએ અરજી કરી છે અને.તેમાં મોટા ભાગના અરજદાર ગ્રેજ્યુએટ ડિગ્રી ધારક છે. રાજ્યમાં યુવાનો પાસે નોકરી નથી અથવા જેમની પાસે નોકરી છે તેઓ તેનાથી સંતુષ્ટ નથી એવી ચર્ચાઓ કરતા એવી ચર્ચાઓને વ્યાપક સ્થાન મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રાલયની કેન્ટિન એવી જગ્યા છે જ્યાંથી મહારાષ્ટ્ર કે મુંબઇના જ નહીં બલ્કે દેશભરના અબજો રૂપિયાના પ્રોજેક્ટસના બી રોપાય છે, મહારાષ્ટ્ર મંત્રાલયમાં આવતા જતા લોકો આર્થિક, સામાજિક, રાજકીય રીતે પાવરફુલ મનાય છે અને એટલા માટે જ અહીંથી લાયેઝનિંગનું કામ સરળતાથી થઇ શકે છે.

સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર તાજેતરમાં વેઇટરના પદ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને તે માટેની શૈક્ષણિક લાયકાત ચોથા ધોરણ પાસ હતી. પરીક્ષાની પ્રક્રિયા 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ ચૂકી છે અને હાલમાં નોકરીમાં જોડાવા અંગેની પ્રક્રિયા શરૂ છે. વેઇટરના પદ માટે પસંદ કરવામાં આવેલા 13 અરજદારમાંથી આઠ પુરુષ અને બાકીની મહિલાઓ છે.

મંત્રાલયમાં વેઇટરની નોકરી માટે પસંદ કરવામાં આવેલા 13 જણ પૈકી 12 ગ્રેજ્યુએટ છે, જયારે એક બારમું ધોરણ પાસ છે. આ તમામની વય 25-27 વર્ષ વચ્ચે છે.

બીજીતરફ મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે માત્ર 13 પદ માટે 7,000 અરજીઓ આવી એ દર્શાવે છે કે રાજ્ય અને દેશમાં રોજગારની સ્થિતિ કેટલી ગંભીર છે. ચોથા ધોરણની લાયકાત ધરાવતા પદ માટે ગ્રેજ્યુએટ અરજી કરે આ દુ:ખની વાત છે. દરમિયાન બે કરોડ લોકોને રોજગાર આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા વિરુદ્ધ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પોલીસના 852 ખાલી પદ માટે 10.5 લાખ લોકોએ અરજી કરી હતી. તે જ પ્રમાણે રેલવેમાં પણ 10,000 ખાલી પદ માટે એક કરોડ બેરોજગાર લોકોએ અરજી કરી હતી. મોદી સરકારના જીએસટી અને નૉટબંધી જેવા નિર્ણયને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા, પરિણામે બેરોજગારીમાં વધારો થયો.

January 17, 2019
dancebar1-1.jpg
1min13700
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 11, 2019
Swiggy-Zomato-Banner-Opt.jpg
1min6930
  • ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
  • હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.

એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.

 

January 9, 2019
dhoni.jpg
1min4080
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

January 8, 2019
strike.jpg
1min8140

કેટલીક સેવાઓમાં અડચણો તેમ જ રોકવામાં આવી ટ્રેન સેવાઓ

 

સરકારની કામદાર વિરોધી નીતિ અને શ્રમકાયદામાં એકપક્ષી સુધારાના વિરોધમાં દેશના ૨૦ કરોડ કરતા પણ વધુ કામદારો આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જતા બેંકિંગ સમેતની સંસ્થાઓના કામકાજ ખોરવાય જવા પામ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ) જણાવ્યું હતું કે હડતાળમાં બૅંકોના કર્મચારીઓ સ્વયંભુ જોડાઇ જતા સમગ્ર દેશમાં સજ્જડ રીતે કામ બંધ થયું છે. સરકારે આ હડતાળની ઘેરી અસર પહોંચી છે.

મુંબઇ મહારાષ્ટ્રની વાત કરીએ તો હડતાળની અસર સવારથી જ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી છે. મુંબઈમાં જ્યાં બેસ્ટ બસો થોભી છે, તો ત્યાં જ અન્ય રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ રસ્તા પર ઉતરીને રોડ જામ કર્યાં અને ટ્રેન સેવાઓમાં પણ અડચણો ઊભી કરી. આ બંધમાં દેશના કેટલાય ખેડૂતો અને શિક્ષક સંઘ પણ જોડાયા છે. દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર, બેઁકના કામકાજ અને શાળાઓના ભણતર પર પ્રભાવ પડી શકવાની આશંકા છે. ટ્રેડ યુનિયનોની માંગમાં વેતન વૃદ્ધિ, રોજગાર, પ્રમોશનની સાથે સાથે ન્યુનતમ ટેકાના ભાવમાં વધારા સહિત અન્ય કેટલીય માંગણીઓ સામેલ છે.

બંગાળની વાત કરીએ તો સીએમ મુખ્યયપ્રધાન મમતા બેનર્જીની ચેતવણીની પણ બંગાળમાં કોઈ અસર જોવા મળી નથી. કેટલાય સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકર્તાઓએ રેલ્વે લાઈન બ્લૉક કરી દીધી છે, તો ઓરિસ્સામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટાયરો બાળ્યાં. ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસથી જોડાયેલ પદાધિકારીઓના કહ્યાં મુજબ આ હડતાળમાં ખેડૂતો અને બેઁકના કર્મચારીઓ પણ સામેલ છે.

આજથી શરૂ થતી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે ૧૦ જેટલા સીટીયુએ હાથ મિલાવ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ હડતાળમાં ૨૦ કરોડ કરતા પણ વધુ કામદાર જોડાતાં હડતાળ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની કામદાર તેમ જ જનતાવિરોધી નીતિના વિરોધમાં વિવિધ ક્ષેત્રના કામદારો સૌથી મોટા પ્રમાણમાં જોડાશે, એમ એઆઈટીયુસીના ૧૦ સીટીયુ દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને કહ્યું હતું.

બુધવારે અમે દિલ્હીના મંડીહાઉસથી

સંસદભવન સુધી વિરોધપ્રદર્શન કરતું સરઘસ લઈને જઈશું અને દેશભરમાં એ જ પ્રમાણે વિરોધપ્રદર્શન કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. શ્રમકાયદામાં કરવામાં આવેલા એકપક્ષી સુધારાનો પણ અમે વિરોધ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. સરકાર રોજગાર ઊભો કરવામાં સરિયામ નિષ્ફળ નીવડી છે અને યુનિયનોની ૧૨ મુદ્દાની માગણીની ઘોર અવગણના કરી છે, એમ તેમણે કહ્યું હતું.

January 7, 2019
main10.jpg
1min9440

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 6, 2019
gst.jpg
1min10350

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9680
  • 2019માં નેટ ડેટા વપરાશ ડબલથી 140 ટકા સુધી વધી જશે કેમ 
  • (1) વેલેન્ટાઇન
  • (2) લોકસભાની ચૂંટણી
  • (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને
  • (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019

2019માં (1) વેલેન્ટાઇન (2) લોકસભાની ચૂંટણી અને (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019 આ ચાર એવી મોટી ઇવેન્ટસ થવા જઇ રહી છે કે આ ઇવેન્ટસથી ભારતીયોના દૈનિક ઇન્ટરનેટ ડેટા વપરાશ બમણાથી વધીને જુદા જુદા સરવે તારણો પ્રમાણે પ્રમાણે 140 ટકા સુધી વધી જાય તેવી ગણતરીઓ મૂકાય રહી છે. સૌથી વધુ ડેટા યુઝ મોબાઇલ ધારકો લોકસભાની ચૂંટણી લક્ષી સાહિત્ય જોવામાં કરશે એમ મનાય છે. કેમકે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય વોટર્સને પર રાજકીય પક્ષો, ઉમેદવારો, અપક્ષો, બિનસરકારી સંસ્થાઓ વગેરે જુદા જુદા સાહિત્યનું કાર્પેટ બોમ્બિંગ કરશે. ચૂંટણીના પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ભરપૂર પોસ્ટીંગ્સ થશે, પોસ્ટ્સમાં વિડીયો સૌથી વધુ હશે અને તેના કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શક્યતા જોવાય રહી છે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પણ એ પ્રકારના ડેટા પેકની તૈયારી કરી રહ્યા છે.

(Symbolic Photo)

ભારતમાં 1લી ફેબ્રુઆરીથી જુલાઈ 2019 ના ગાળામાં ત્રણ મોટી ઇવેન્ટસ યોજાશે. પહેલી ઇવેન્ટસ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇનની છે. યંગસ્ટર્સથી લઇને મિડલ એજ ગ્રુપના કપલ્સમાં આ તહેવાર ફેવરિટ હોવાને કારણે નેટ ડેટાનો વપરાશ વધી જશે. એ પછી માર્ચથી મે મહિનામાં IPL રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. એ પુરું થાય ત્યાં લોકસભાની ચૂંટણીઓની ઘોષણા સાથે ભારતીય મોબાઇલ યુઝર્સનો ડેટા વપરાશ રોકેટ સ્પીડથી વધી જશે એવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પરીણામો આવતા સુધીમાં મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઓ અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઇવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને અસામાન્ય રીતે વધી જશે.

સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઇલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો છે અને બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નોંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4G સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે આગામી સમયમાં ડેટા વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે.

એક અન્ય રિસર્ચમાં એવા તારણો સપાટી પર આવ્યા છે કે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દીઠ મહિને 9 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પર્શી શકે.

2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો

2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો

ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તું ઇન્ટરનેટ કહી શકાય. બીજી અને ત્રીજી હરોળનાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે. કારણ કે આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે, પણ રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધનો પ્રારંભ તો આગામી થોડાં સપ્તાહમાં થઈ જશે. આ વખતે માત્ર મેસેજ કે ફોટોગ્રાફને બદલ રાજકીય લડાઈ વિડિયો દ્વારા થવાની ધારણા છે.

સોશિયલ મીડિયા પર લગભગ 90 ટકા ફીડ વિડિયોની હોય છે. 2019ની ચૂંટણીમાં ડેટાનો વપરાશ 2014ની તુલનામાં 10 ગણો વધશે. રાજકીય પક્ષોની માર્કેટિંગ ઝુંબેશ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અપલોડ થતાંની સાથે ડેટાના વપરાશમાં મોટી છલાંગ જોવા મળશે.