CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 115 of 126 - CIA Live

December 17, 2018
fake-health-website.jpg
2min14720

દેશના દરેક રાજ્યોમાં લાખો લોકોને છેતરનારી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓની સાવ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સનું આખું લિસ્ટ વાંચો અહીંયા

  • નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  • આયુષ્યમાન ભારત યોજના
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ઉપરોક્ત યોજનાઓની સરકારની સત્તાવાર વેબસાઇટ કરતા આ જ નામની બોગસ વેબસાઇટસ પર લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભાજપા જેને વિશ્વની સૌથી મોટી વીમા યોજના ગણાવી રહી છે એ આયુષ્યમાન ભારત યોજનાની કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી એનાથી અનેક ગણા લોકો આયુષ્યમાન ભારત યોજનાની બોગસ, સાવ ફેક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ પણ છે કે ગુગલ સર્ચ એન્જિન પર પણ કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક અને આવકારદાયક યોજનાઓ સર્ચ કરવામાં આવે ત્યારે ફેક-બોગસ વેબસાઇટ પહેલા આવે છે અને સરકારની સત્તાવાર વેબસાઇટ સાવ પાછળ જોવા મળે છે. દરરોજ હજારો નહીં પણ લાખો યુઝર્સ સરકારની હેલ્થ સર્વિસીસની બોગસ વેબસાઇટ્સનો શિકાર બનતા હોવાની ગંભીર ફરીયાદો દેશના દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત થતાં આખરે કેન્દ્ર સરકારે આવી બોગસ વેબસાઇટ્સ તેમજ ફેક મોબાઇલ એપ્લિકેશન્સની ની યાદી જાહેર કરીને તેનાથી દૂર રહેવા સામાન્ય લોકોને હિદાયત આપી છે.

કેન્દ્ર સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી આ આરોગ્ય યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઉપરોક્ત યોજનાઓની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવતા તત્વોએ બે-પાંચ નહીં પરંતુ 61 જેટલી મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, 48 જેટલી ફેક વેબસાઇટ્સ શરૂ કરીને ભારતવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કેટલી મજબૂર બની કે કેન્દ્રના આરોગ્ય ખાતાને ખબર છે કે ભારત સરકારની જન આરોગ્ય લક્ષી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવા, લાભાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે ઢગલાબંધ વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ બની છે, કેન્દ્ર સરકારે લોકો જોગ માર્ગદર્શિકા જાહેર કરી છે કે બોગસ વેબસાઇટ્સ કે એપ્સથી દૂર રહેવું. સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખુદ કેન્દ્ર સરકારની યોજનાઓનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી રહેલી વેબસાઇટ્સને બંધ કેમ કરાવી શક્તી નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન વેબસાઇટ્સ કે જે ભારત બહારથી ઓપરેટ થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો ભારતમાંથી ઓપરેટ થતી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દુરુપયોગ કરી રહેલી વેબસાઇટ્સથી દૂર રહેવાની એડવાઇઝરી લોકો જોગ જારી કરી છે, આ વેબસાઇટ્સને સરકાર કેમ બંધ કરાવી શકતી નથી કે તેના પર પ્રતિબંધ કેમ મૂકી શક્તી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.

કેન્દ્ર સરકારે બોગસ જાહેર કરેલી હેલ્થ વેબસાઇટ્સની સંપૂર્ણ યાદી

 ૉ

 

December 15, 2018
shpoin.jpg
1min5960

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 10, 2018
kannor.jpg
1min6550

તા.9મી ડિસેમ્બર 2018ને રવિવારે ક્ધનુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન થતાં કેરળ ચાર આંતરરાષ્ટ્રીય વિમાનીમથકો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન સુરેશ પ્રભુ અને મુખ્ય પ્રધાન પિનારયી વિજયને સવારે મત્તાન્નુર શહેર નજીકના ઍરપોર્ટ પર સંયુક્ત રીતે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી અને એ સાથે વિમાનીમથક સત્તાવાર રીતે કાર્યરત્ થયું હતું. અબુ ધાબી ગયેલી આ ફ્લાઇટમાં ૧૮૬ મુસાફરો હતા.

રાજ્યના બીજા ત્રણ વિમાનીમથકો થિરુવનન્થપુરમ, કોચી અને કોઝિકોડે ખાતે છે. ક્ધનુરનું ઍરપોર્ટ મલબાર અને ક્ધનુરની સાંસ્કૃતિક પરંપરા ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના કોદાગુની પરંપરાને પણ રજૂ કરે છે. ખાસ કરીને મલબાર અને કથકલી, થેય્યમ, યક્ષગણ સહિતના વિવિધ ભારતીય નૃત્યો દર્શાવતા ભીંત પરના રંગચિત્રો આ ઍરપોર્ટની ખાસિયતો છે.

સુરેશ પ્રભુએ ઉદ્ઘાટન પ્રસંગે પ્રવચનમાં કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટની શરૂઆતથી રાજ્યના અને ખાસ કરીને ઉત્તર પ્રાન્તના એકંદર વિકાસ તથા સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા સમાન કહી શકાય.’

આ ઍરપોર્ટ અખાતના દેશોના બિન-રહીશ કેરલાઇટ્સ (એનઆરકે)ને મદદરૂપ થવા ઉપરાંત પર્યટન ઉદ્યોગને તેમ જ નિકાસને વેગ આપશે અને એને પગલે અનેક રોજગારો ઊભા થશે.

મુખ્ય પ્રધાન પી. વિજયને સુરેશ પ્રભુની પ્રશંસા કરી હતી તેમ જ ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આ ઍરપોર્ટ બની રહ્યું હતું એ સમયે હું મોદીજીને મળ્યો ત્યારે તેમનો પણ પ્રતિસાદ ખૂબ સકારાત્મક હતો.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમેન ચન્ડીને આ ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણ ન અપાતાં કૉન્ગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ આ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ભારતીય જનતા પક્ષે પણ બહિષ્કાર કર્યો હતો.

December 8, 2018
surat.jpg
1min13090

Jayesh Brahmbhatt.

તાજેતરમાં સુરત સમેત ભારતના 17 શહેરોને 2035 સુધીમાં વિશ્વના સૌથી ઝડપી ગતિએ પ્રગતિ પામતા શહેરોની યાદીમાં મૂકવામાં આવ્યા હોવાના સમાચારો ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇક પ્રોફેસરના મોઢેથી પ્રસરાવવામા આવ્યા. સુરત સમેત જે 17 શહેરોનો ઉલ્લેખ કરાયો છે ત્યાં ઓક્સફર્ડના એ અધ્યાપક કે તેમના સાથીઓએ કોઇપણ પ્રકારનો ફિઝિકલ રિપોર્ટ, રેન્ડમ સર્વે, સેમ્પલ સરવે પણ કર્યો નથી. ફક્ત બેઠા બેઠા, આમથી તેમથી મળતા સમાચારોને આધાર બનાવાયા ઉપરાંત કેટલાક ચોક્કસ લક્ષ્યાંકો પાર પાડવા માટે રિપોર્ટને સ્પ્રેડ કરવામા આવ્યા હોવાનું પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે. સુરત કે ભારતના 17 શહેરો જો વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હશે કે બનશે તો શું વિશ્વના વિકસિત દેશોના બાદ કરતા બાકીના દેશોના શહેરો કશું કરતા જ નહીં હોય? કોઇ તર્ક કે ટ્રેક રેકોર્ડને આધાર બનાવાયા વગર બે-પાંચ લિટીના સ્ટેટમેન્ટથી સુરત ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બની જશે?

  • ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.
  • ભવિષ્યમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેબ્રિક નહીં પણ ફેબ્રિક તૈયાર થયા પછી અહીં જ રેડીમેડ ગારમેન્ટનો ઉદ્યોગ ખીલતા જુઓ ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સુરતની વાત કરીએ તો સુરતના ગુણગાન ગાતા રિપોર્ટસ ઇન્ટરનેશનલ લેવલ પરથી કેમ શરૂ કરવામાં આવ્યા, આ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીના અધ્યાપકે શરૂઆત કરી છે, હજુ ભવિષ્યમાં વિશ્વની અનેક સંસ્થાઓ કહેશે, સંભવ છે કે વર્લ્ડ બેંકના કોઇ અધિકારી કોઇ  બીચ પર રજાઓ માણતા સુરતના વિકાસ વિશે ટ્વીટ કરશે, સંભવ છે કે અમેરિકાની કોઇ ફાઇનાન્સિયલ સંસ્થા સુરત વિશે ભવિષ્યમાં એવી આગાહી કરશે કે સુરતનો મૃતપ્રાય રિયાલિટી ઉદ્યોગ ફરીથી ધમધમતો થઇ જશે.

હકીકતમાં સુરતના ત્રણ મોટા ઉદ્યોગ કે જે હવે સ્થગિત મોડમાં આવી ગયા છે એને લિફ્ટ કરવા માટે જરૂરી તાકાત કોઇ વ્યક્તિગત વેપારી કે પારિવારીક પેઢી આપી શકે તેમ નથી. (1) સુરતમાં હીરા ઉદ્યોગ કે જે હાલ પારિવારીક પેઢીઓના હાથમાં છે, સિન્થેટિક ડાયમંડના વિશ્વાસઘાતી વેપાર પછી હવે આ ઉદ્યોગમાં વિશ્વસનીયતા ઉદ્યોગસમૂહો જ લાવી શકે તેમ છે. (2) ટેક્સટાઇલ ઉદ્યોગ ફક્ત ફેબ્રિક બનાવે છે, ફાઇબર ટુ ફેશન એટલે કે એન્ડ યુઝર્સ માટે સુરતનું ફેબ્રિક કામ આવતું નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેશન અવસ્થામાં આવે તો જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ ઉમેરાય તેમ છે. (3) સુરતના બાંધકામ ઉદ્યોગની માઠી અવસ્થા ત્યારે જ બદલાઇ શકે જ્યારે કોર્પોરેટ્સ સુરતમાં ઝંપલાવે. હકીકતમાં સુરતના જમીનોના ભાવ એટલી હદે ઉંચા થઇ ગયા છે કે હવે જમીનોના સોદા અટકી ગયા છે. સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા ભાવે મોટી મોટી જમીનો પકડી લીધી છે, એથી વિશેષ ઘણા બિલ્ડરોએ એટલા આડેધડ પ્રોજેક્ટસ તાણી બાંધ્યા છે કે ત્યાં આજે કોઇ લેવાલ નથી. સવા લાખથી વધુ ફ્લેટ્સ, દુકાનો ખાલી હોય એવી સ્થિતિમાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે હવે ઉધોગ સમૂહની આવશ્યકતા રહેલી છે.

અત્યાર સુધી કોર્પોરેટ્સનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે તેમને કોઇ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેઓ ક્યાં તો પોતાનો સરવે કરાવે છે અગર તો આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકો કે સંસ્થાઓએ કરેલા સરવેના આધારે એ દિશા તરફ મીંટ માંડે છે.

ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા ઉદ્યોગપતિઓ ત્યારે જ બચશે જ્યારે કોર્પોરેટ સેક્ટર સુરતમાં ઝુકાવશે

સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ એટલા ઉંચા દરે જમીનો પકડી લીધી છે કે હવે કોઇ વ્યક્તિગત રીતે કે પારિવારિક પેઢી આટલા ઉંચા ભાવે સુરત કે આસપાસની જમીનો ખરીદી નહીં શકે. આવું ને આવું રહેશે તો વિશ્વ વિખ્યાત બનેલા સુરતના અનેક ઉદ્યોગપતિઓ અબજોપતિના સ્ટેટસ પરથી નીચે ઉતરીને કરોડપતિ પર ઉતરી આવશે. સુરતના રિયાલિટી ઉદ્યોગને વેગ ત્યારે જ મળશે જ્યારે જમીનો વેચાશે અને પ્રોજેક્ટસ શરૂ થશે. હવે ઉંચા ભાવની જમીનો ખરીદી શકે તેવું કોઇ હોય તો એ કોર્પોરેટ સેક્ટરની કંપનીઓ જ છે. સુરતમાં હાલ જમીન મકાનનો ધંધો વ્યક્તિગત કે પારિવારીક અને અનઓર્ગેનાઇઝ્ડ મોડમાં ચાલી આવતો ઉદ્યોગ છે પણ હવે આ ઉદ્યોગને લિફ્ટ કરવો હોય તો મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, લખનૌની જેમ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓને જ આ ઉદ્યોગમાં નાંખવી પડે અને તેમને જ ઉંચા ભાવની જમીનો પરવડે અગર તો  આ કંપનીઓ જ તોતિંગ ફાઇનાન્સ કરીને પ્રોજેક્ટ કરી શકે. ભવિષ્યમાં સુરત કે આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો નહીં પણ મલ્ટી સ્ટેટ કે મલ્ટી નેશનલ કંપનીઓ 100 ટકા વ્હાઇટ અમાઉન્ટ સાથે ફ્લેટ્સ, મકાન, દુકાન ઓફર કરતા હશે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

સિન્થેટિક ડાયમંડ માટે બદનામ થયેલા સુરતના હીરા ઉદ્યોગમાં કોર્પોરેટ સેક્ટર પ્રવેશે તો જ શક્ય છે કે ચમક પાછી ફરે

આવી જ સ્થિતિ સુરતના હીરા ઉદ્યોગમાં પણ પ્રવર્તી રહી છે. સિન્થેટિક ડાયમંડના વેપારમાં પોતાનો ચળકાટ ગુમાવી દેનારા ઉદ્યોગપતિઓના પાપે હવે સુરતના હીરા ઉદ્યોગ પર વિશ્વાસ કરનારા ઓછા છે, સુરતના ભોગે અમદાવાદના કારખાનાઓને ભરપૂર કામ મળી રહ્યા છે. દિવાળી પહેલાથી સુરતના હીરા ઉદ્યોગમાં કારીગરોને રજા આપી દેવી પડી હતી. આવી સ્થિતિમાં હવે સુરતના હીરા ઉદ્યોગમાં ત્યારે જ પ્રાણ ફૂંકાય કે જ્યારે કોર્પોરેટ સેક્ટર આ ઉદ્યોગમાં પ્રવેશે. થોડા મહિના અગાઉ જ્યારે રતન ટાટાએ સુરતના એકાદ-બે હીરાના કારખાનાઓની મુલાકાત લીધી ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે હવે તાતા જૂથ અને તેને પગલે દેશના ટોચના ઉધોગસમૂહો હીરા ઉદ્યોગમાં ઝંપલાવશે. બસ આવી ઘડીઓ ત્યારે જ વજૂદમાં પરીણમશે જ્યારે વિશ્વના ખ્યાતનામ લોકોના મોઢેથી સુરતના વિકાસના ગુણગાન ગવાય. ભવિષ્યમાં તાતા, રિલાયન્સ, મહિન્દ્રા, બજાજ, ગોદરેજ જેવી કંપનીઓ હીરા ઉદ્યોગમાં ઝંપલાવે અને કટ એન્ડ પોલીશના યુનિટ્સ શરૂ કરે એવા સમાચારો મળે ત્યારે આ રિપોર્ટને યાદ કરજો.

આંતર રાષ્ટ્રીય સ્તરેથી વખાણો થશે તો જ ભારતના કોર્પોરેટ્સ સુરત ભણી આકર્ષાય 

સુરતના વિકાસના ગુણગાન આંતર રાષ્ટ્રીય સ્તરેથી થાય તો જ સુરતના રિયલ એસ્ટેટમાં ઉંચા ભાવે જમીનો પકડીને બેઠેલા લોકોની જમીનો કે પ્રોજેક્ટસનું ગાડું આગળ ચાલે તેમ છે. એવી જ રીતે હીરા ઉદ્યોગની ચમક કે વિશ્વસનિયતા આંતર રાષ્ટ્રીય સ્તરે પરત ત્યારે જ ફરી શકે કે જ્યારે ભારતના ખ્યાતનામ કોર્પોરેટ્સ ઉદ્યોગ સમૂહો સુરતમાં ઝૂકાવે. કોર્પોરેટ્સને સુરત ભણી આકર્ષવા માટે એક ચોક્કસ કાર્ટેલ રચવામાં આવી છે. આ કાર્ટેલમાં ઘણાં સ્થાનિક ઉદ્યોગપતિઓ પોતાના વિદેશી સંપર્કો મારફતે ઇન્ટરનેશનલ સેલિબ્રિટીઝના મોઢે સુરતના ગુણગાન ગાતા સ્ટેટ્સમેન્ટસ કરાવશે અને ભવિષ્યમાં પણ આપણને એવા ન્યુઝ મળતા રહેશે કે સુરતમાં આમ, સુરતમાં તેમ, સુરતમાં ફલાણું. હકીકતમાં આ બધું ફીલ ગુડ સિવાય કશું નહીં હોય.

સુરતની પોતીકી બાય પ્રોડેક્ટ શું

સુરત પ્રોગ્રેસ ફક્ત વસતિની દ્રષ્ટિએ કરી રહ્યું છે. વસતિને કારણે દરેક ચીજવસ્તુઓની માગ અને સપ્લાય વધ્યા છે. આ બેઝિક પેરામિટર્સ છે. વસતિ વધારો છે એટલે રેલવે ટ્રેનની ફ્રિક્વન્સી તો વધે જ, વસતિ વધારો છે એટલે ફ્લાઇટ્સની આવશ્યકતા તો વધે જ, જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઇને બધી જ જરૂરીયાતોના કાઉન્ટર્સ વધતાં સુરતનનો ઇકોનોમિક ગ્રોથ દેખાય રહ્યો છે.

જાણકારોએ સી.આઇ.એ.ને જણાવ્યું કે વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બનવા માટેની સફળ ઓછામાં ઓછી 3 દાયકાઓની હોઇ શકે. હજુ 2050 સુધી એવા કોઇ હાલ-હવાલ નથી જણાતા કે સુરત વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી બને.

શું છે સુરતની નબળાઇઓ

  1. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે પણ ફક્ત ફાઇબર ટુ ફેબ્રિક સુધી અહીં ફેબ્રિક્સ બન્યા પછી એન્ડ યુઝર્સ સીધા તેનો ઉપયોગ કરી શકે એવો ફાઇબર ટુ ફેશન ઉદ્યોગ નથી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફાઇબર ટુ ફેશન એટલે કે રેડી ટુ વેયર વસ્ત્રો નહી હોવાથી ઉત્પાદનની સાયકલ અધૂરી રહી જાય છે.
  2. સુરતમાં હીરા ઉદ્યોગ છે પણ એ મહદ અંશે જોબ વર્ક અાધારિત છે. એટલે કે કાચા હીરાની આયાત ફક્ત તેના પર કટ અેન્ડ પોલિશની પ્રોસેસ કરવા માટે જ થાય છે. હીરા પર કટ એન્ડ પોલિશની પ્રોસેસ થયા પછી એ ફરી ભારત બહાર મોકલી આપવા પડે છે. સુરતની ઇકોનોમીમાં ટર્ન ઓવર ફક્ત કટ એન્ડ પોલિસની મજૂરી જેટલું જ છે.
  3. સુરતમાં કોઇ એવી પ્રોડક્ટ બનતી નથી કે જે મોનોપોલી આઇટમ હોય અને એવું કોઇ પોટેન્શિયલ નથી કે જેનાથી સુરતમાં બનતી ચીજ વસ્તુઓ ભારત કે વિશ્વના દેશોએ સુરતથી આયાત કરવી પડે.
  4. સુરતના હજીરા વિસ્તારમાં ભારતની દિગ્ગજ કંપનીઓના ફક્ત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. ભારતના આ કોર્પોરેટ્સની હેડ ઓફિસ કે મેઇન ઓફિસ સુરતમાં નથી. રિજિયોનલ કચેરીઓ પણ સુરતની જગ્યાએ અમદાવાદમાં છે, હેડ ઓફિસ કે કોર્પોરેટ ઓફિસ મુંબઇ કે દિલ્હીમાં હોઇ અહીં ઇન્ડસ્ટ્રીયલ ટુરીઝમ પણ બિલકુલ નહીંવત છે.
  5. આંતર રાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધે એવા એકેય પ્રોજેક્ટસ સુરતમાં હજુ સુધી સાકાર કરી શકાયા નથી.
  6. સુરતની એક સાઇડની બોર્ડર પર દરિયા કિનારો હોવા છતાં હજુ સુધી તેને વિકસીત કરી શકાયો નથી. સહેલાણીઓની વાત તો દૂર રહી સુરતના લોકોએ પણ દરીયા કિનારાની મઝા માણવા માટે દક્ષિણ ગુજરાતના દમણ, દેવકા, તિથલ, દાંડી, બોરડી, ઉમરગામ જેવા અન્ય દરિયા કિનારાઓ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
  7. વીકએન્ડ હોય કે તહેવારો હોય સુરતના લોકોએ ઉજાણી માટે રોડ સાઇડ સ્પોટસનો સહારો ન લેવો પડતો હોત.

આવા મુદ્દાઓ શોધવા કે વિચારવા બેસીએ તો મહાનિબંધ પણ લખાય જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોઇ અધ્યાપકે કહી ત્યાં બેઠા બેઠા નિવેદન કરી દીધું અને આપણે તેને માનીને ફીલ ગુડ મોડમાં આવી ગયા. કોઇ તર્કસંગત વાત હોય તો ગળે ઉતરે, પણ ફક્ત 15-20 લિટીના આ ન્યુઝને પગલે સુરતમાં જાણે એવો વાયરો ફૂંકાયો કે રાતોરાત વિકાસની ઉથલ-પાથલ મચી જાય. ટૂંકમાં સુરત શહેરની અત્યાર સુધીની આર્થિક પ્રગતિ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાંથી થતી આવી છે. અનઓર્ગેનાઇઝ્ડનો બહુલ અર્થ એ પણ થાય છે કે સુરતમાં અત્યારપર્યંત અને ઘણું ખરું આજના સંજોગોમાં પણ રોકડીયા આર્થિક વ્યવહારો જ થાય છે. અનઅોર્ગેનાઇઝ્ડ સેક્ટરને હવે ઓર્ગેનાઇઝ્ડ અવસ્થામાં લાવવું પડે અને એ માટે કોર્પોરેટસની જરૂરીયાત વર્તાય રહી છે.

December 8, 2018
google_Play_Store_Logo.png
3min5542

મોબાઇલ ધારક માટે ગુગલ પ્લે સ્ટોર એટલે જાણે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે મનમાં જે શબ્દ આવે તેને પ્લે સ્ટોર પર નાંખીને એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર  પરથી મફતમાં મેળવી તેનો આનંદ ઉઠાવતા હતા. પરંતુ, હવે ગુગલ પ્લે સ્ટોર પરથી મફતમાં મળતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી મોટું નુકશાન જાય તેવી ભીંતી છે. ખુદ ગુગલ પ્લે સ્ટોરે પોતાના નેટવર્કમાથી સાફસૂફી કરતા 22 જેટલી એપ્લિકેશન્સને કાઢી નાંખી છે જે યુઝર્સને ભારે નુકસાન કરે તેમ હતી.

વિશ્વ વિખ્યાત ગુગલ કંપનીએ સ્માર્ટ ફોન માટેના પોતાના એપ્લિકેશન પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશનને તાત્કાલિક અસરથી કાઢી નાંખી છે. આ 22 એપ્લિકેશન એવી છે જે યુઝર્સ સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવી લેતી હતી. આ 22 એપ્લિકેશનન્સની યાદી અત્રે સામેલ છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી એપ્લિકેશન્સમાં કેટલીક એટલી બધી પ્રચલિત એપ્લિકેશન્સ છે જે તેને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા પરથી જાણી શકાય છે. જેમકે સ્પાર્કલ ફ્લેશલાઇટ. અંદાજે 10 લાખથી વધુ લોકોએ સ્પાર્કલ ફ્લેશલાઇટ (ટોર્ચ) એપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી 22 એપ્લિકેશન્સ યુઝર્સને કેવી રીતે ચૂનો ચોપડતી હતી તેની વિગતો આપતા સોફોસ નામની કંપનીએ સંશોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે એપ્લિકેશન્સ યુઝર્સના વધુ પડતા ડેટા ખર્ચી કાઢતા હતા. એથી વિશેષ બેટરીની અવધિ પણ ફટાફટ ઘટાડી દેતી હતી. આ એપ્લિકેશન્સ અનેક વખત યુઝર્સના મોબાઇલ ફોનને હેંગ કરી દેતી કે તેનો ડેટા ચોરી લેતી હતી.

Google recently removed 22 apps from its Play Store. The search giant removed the apps after security researcher Sophos found that these apps are being used for ad fraud by hackers. The list includes some of the popular apps like Sparkle Flashlight with 1 million-plus downloads. “From the user’s perspective, these apps drain their phone’s battery and may cause data overages as the apps are constantly running and communicating with servers in the background. Furthermore, the devices are fully controlled by the C2 server and can potentially install any malicious modules upon the instructions of the server,” warned the Sophos report.

Application Title

Sparkle FlashLight

Snake Attack

Math Solver

ShapeSorter

Tak A Trip

Magnifeye

Join Up

Zombie Killer

Space Rocket

Neon Pong

Just Flashlight

Table Soccer

Cliff Diver

Box Stack

Jelly Slice

AK Blackjack

Color Tiles

Animal Match

Roulette Mania

HexaFall

HexaBlocks

PairZap

December 7, 2018
patidar_paas_logo.jpg
1min5370

અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી

ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન

ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.

દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.

અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.

December 7, 2018
non-agriculture-land-1-728.jpg
2min18530
  • બાંધકામના પ્લાન ઓનલાઇન કરવાની પ્રક્રિયા બંધ કરવી પડી છે
  • એન.એ.ની મેન્યુઅલ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ હતા, હવે કેવી રીતે કામ થશે
  • કમ્પ્યુટર ફ્રેન્ડલી ગ્રાહક નહીં હોય તો ઓનલાઇન પ્રક્રિયા ફરી વચેટીયાઓના હાથમાં જવાનો ભય

રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાના લેવાયેલા નિર્ણયનો અમલ આગામી તા.10મી ડિસેમ્બર 2018થી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આવેલી આઠ મહાનગરપાલિકાઓની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં વિકાસ કાર્યો તેમજ બાંધકામ કરવા માટે મોટા પાયે ખેતીની જમીન બિનખેતીમાં તબદીલ કરવાની આવશ્યકતાઓ રહેલી છે. હાલની એન.એ. સિસ્ટમ બિનપારદર્શક હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર વગર કોઇ જમીન એન.એ. કરી આપવામાં આવતી ન હોવાની ફરીયાદો ઉપસ્થિત થતાં રાજ્ય સરકારે આખરે સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ને બિન ખેતીમાં તબીદલ કરી આપવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

રાજ્ય સરકારે ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરી આપવાની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે તે માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. પોતાની ખેતીની જમીન એન.એ. કરાવવા માંગતા અરજદારો માટે નિમ્નદર્શિત વેબસાઇટની રચના કરવામાં આવી છે.

https://onlinerevenue.gujarat.gov.in/REVENUE/

ઉપરોક્ત વેબસાઇટ પર જઇને એન.એ. કરાવવા માંગતા અરજદારોએ પ્રથમ પોતાની જમીન અંગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વેબસાઇટ પર એન.એ.ની ઓનલાઇન પ્રક્રિયા અંગેનું યુઝર મેન્યુઅલ પણ આપવામાં આવ્યું છે. નીચે મુજબની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

https://onlinerevenue.gujarat.gov.in/REVENUE/StaticAttachment?AttachmentFileName=/pdf/Document/UserManual.pdf

એન.એ. ઓનલાઇન પ્રક્રિયામાં નવા રજિસ્ટ્રેશનથી લઇને અંત સુધીની પ્રક્રિયા અા મુજબની રહેશે.

પેજ-1

પેજ-2

પેજ-3

પેજ-4

પેજ-5

પેજ-6

પેજ-7

પેજ-8

પેજ-9

પેજ-10

પેજ-11

પેજ-12

 

પ્રથમ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન ડોમેન સાથે જંત્રીના ભાવ, લેન્ડ રેકોર્ડઝ, વિલેજ મેપ્સ, જુદા જુદા એપ્લિકેશન ફોર્મ્સ તેમજ ઇ-ધરાની લિંક પણ આપવામાં આવી છે.

December 6, 2018
jica_logo.jpg
1min13540

એક ઝીકા નામનો વાઇરસ આફ્રીકામાં ધૂમ મચાવી રહ્યો છે અને બીજી તરફ ભારતમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે રેલવે ટ્રેકની આસપાસના ગામના ખેડૂતો જીકા નામની કંપની સામે રોષ ઠાલવી રહ્યા છે. જીકા કંપની એટલે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જે.આઇ.સી.એ.). આ એ જ કંપની છે જેને અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માટે રૂ.8 હજાર કરોડની લોન આપવાની છે એવી વાત ચાલી રહી છે. આ કંપની પ્રોજેક્ટની તપાસ માટે આવી રહી છે.

હાલમાં જાપાનીઝ કંપની જીકાનું એક ડેલિગેશન પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઇ રહ્યું છે. જીકા કંપનીનું ડેલિગેશન આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાંથી જ્યાં જ્યાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત તો લેશે જ જીકાના ડેલિગેટ્સ પરંતુ, સાથોસાથે જમીન ગુમાવનારા ખેડૂતોને પણ જીકા કંપનીના અધિકારીઓ મળવાના છે.

સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ જીકા કંપનીના અધિકારીઓ આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ બપોરે 3 વાગ્યે કામરેજ નજીક કઠોરના સ્વામી નારાયણ મંદિર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો, ખેડૂત આગેવાનો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.

December 3, 2018
high_speed.jpg
1min3420

મુંબઇ-દિલ્હી અને દિલ્હી-હાવડા જેવા સૌથી વ્યસ્ત કૉરિડોર પર ટ્રેનની સ્પીડને વધારવા માટે રૂ. ૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેને ટૂંક સમયમાં સરકારની મંજૂર મળી શકે છે. આ પ્રસ્તાવ માટે કેબિનેટ નોટ તૈયાર કરાઇ છે. મંજૂરી મળ્યા બાદ આ બંને કૉરિડોર પર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન દોડી શકે તે માટે ટૅક્નિકલ ફેરફાર કરવામાં આવશે. સૌથી મુસીબતની બાબથ એ છે કે રેલવે પ્રશાસન પાસે પૂરા રેલવે માળખાનો ફ્કત ૦.૩ ટકા ભાગ એવો છે જ્યાં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવી શકાય, તેથી આ પ્રોજેકટ માટે રેલવે પ્રશાસન ખાસ્સા સમયથી યોજના બનાવી રહ્યું હતું.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડાનો માર્ગ એ ટ્રંક રૂટ છે, જેના પર સૌથી વધારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પર અત્યારે મહત્તમ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. સૌથી મુશ્કેલી એ વાતની છે કે આ રેલ કૉરિડોરના અમુક ભાગમાં ટ્રેન મર્યાદિત સ્પીડથી દોડાવાય છે. રેલવેએ અગાઉ આ બંને માર્ગની ટ્રેનોની સ્પીડ વધારવા માટે યોજના બનાવી હતી. આ યોજના હેઠળ આ બંને માર્ગના ટ્રેકને એવી રીતે બનાવવામાં આવશે કે તેના ઉપર ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કાર્ય માટે રેલવેએ ટ્રેક બેસાડવાની સાથે દિલ્હી-મુંબઇના ૧,૩૮૪ કિલોમીટર લાંબા માર્ગ પર અમુક લૅવલ ક્રોસિંગ હટાવવા પડશે. તે સિવાય કોંક્રીટની દીવાલ પણ બનાવવી પડશે. આવી જ રીતે દિલ્હીથી હાવડાના ૧,૪૫૫ કિલોમીટર લાંબા માર્ગ પર ૬૦ લૅવલ ક્રોસિંગને બંધ કરવા પડશે તેમ જ ટ્રેક પર કોઇ ખામી સર્જાય તો તે ટ્રેન આવતા પહેલા જ આ ખામીને દૂર કરવી જરૂરી રહેશે, એની તકેદારી રેલવેએ રાખવી પડશે. હવે આ બંને માર્ગ માટે કેબિનેટ નોટ તૈયાર થઇ છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. આશા છે કે આગામી એક-બે મહિનામાં આ મંજૂરી મળશે અને પછી આ બંને માર્ગ પર કામકાજ શરૂ કરવામાં આવશે.

November 29, 2018
maratha.jpg
1min3980

ગુજરાતમાં પાટીદારો અનામત માટે છેલ્લા 4 વર્ષથી લડત ચલાવી રહ્યા છે, અનામત માટેની લડત કરતા વધારે હવે પાટીદાર આંદોલન ભાજપા અને સરકાર વિરુદ્ધનું આંદોલન બની રહ્યું છે. બીજી તરફ, પાટીદાર આંદોલન જ્યારે પૂરજોશમાં હતું અે સમયે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો ગણગણાટ પણ સંભળાતો ન હતો, આ જે પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો અમલ તા.1લી ડિસેમ્બર 2108થી શરૂ કરવાના ચક્રો ગતિમાન છે.

આ મામલે અસ્સલ સુરતી ભાષામાં સવાલ કરીએ તો એમ પૂછાય કે ગુજરાતમાં પાટીદાર અનામતના મુદ્દે કોને ધંધો કરતા આવડ્યો નહીં ?, સરકાર કે પાટીદાર આંદોલનકારીઓને ?

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત આપવાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર લઇ આવી હતી અને તા.29મી નવેમ્બર 2018ના રોજ તેને વિધાનસભાએ મંજૂરી પણ આપી દીધી છે. વિધાનસભાના ઠરાવના આધારમાં ત્યાંના ઓબીસી કમિશનનો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે પ્રોપર વે માં દરેક પ્રોસિજર કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સુરતી ભાષામાં કહીએ તો કોઇને પણ ધંધો કરતા આવડ્યો નહીં, ખાયા-પીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના જેવો ઘાટ સર્જાયો છે.

મહારાષ્ટ્ર સરકારે શિક્ષણ અને રોજગારી મામલે મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો જેને વિધાનસભામાં કોઇ ખાસ મુશ્કેલી વગર મંજૂર કરાયો છે. આ રિપોર્ટમાં આયોગના પ્રમુખની ભલામણો અને તેના પર સરકાર દ્વારા લેવાયેલા પગલાંની પણ માહિતી અપાશે. સીએમ ફડણવીસે 1 ડિસેમ્બરથી મરાઠા અનામત લાગુ કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારે શિવસેના અને ભાજપે વ્હિપ જાહેર કરી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા કહ્યું છે.

મરાઠાઓને અનામતના ક્વોટા મામલે રાજ્ય પછાત વર્ગ આયોગનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની માગને લઈને વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓને અનામત આપવાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાનો આરોપ લગાવ્યો હતો.

સાથે જ આયોગની ભલામણો પર લેવાયેલા પગલાંનો રિપોર્ટ સદનમાં રજૂ કરવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષ પર સમાજમાં તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યો તો સરકાર મરાઠાઓને અનામત આપવા પ્રતિબદ્ધ હોવાનું પણ કહ્યું.