CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 104 of 126 - CIA Live

May 22, 2019
talaja.gif
1min12330

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
vivek.jpg
1min6530

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.

કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.

જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

May 22, 2019
Keval-Kakka.jpg
1min3740

28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.

નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું

કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.

માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6770

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 19, 2019
Highway.jpg
1min4650

વડોદરા- અમદાવાદ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી જ અમલી થયો છે. જેના કારણે હવે નેશનલ હાઇવે પરની મુસાફરી વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ વે કરતાં વધારે મોંઘી થઇ ગઇ છે. વડોદરા નેશનલ હાઇવે પર મોટરકાર ટોલ ફી ૧૧૦થી વધીને ૧૨૦ રૂપિયા કરવામાં આવી, જ્યારે એલસીવી ફી ૧૭૫થી વધીને ૧૮૫ રૂપિયા, બસ-ટ્રકનો ટોલ ટેક્સ ૩૮૫ કરવામાં આવી છે.

આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઇવે ઉપર વાહન લઇને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા, અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી.

એક્સપ્રેસ વે પર મોટરકારની ટોલ ફી ૧૧૦ રૂ., એલસીવીની ફી રૂ.૧૭૫ અને બસ અને ટ્રકની ફી રૂ.૩૬૫ છે. નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં ૨૦ રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે ૧લી એપ્રિલથી વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.

May 18, 2019
modi_kedardham.jpg
1min8100

આજે શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ પહોંચ્યા છે. ચૂંટણી સભાઓમાંથી વિરામ મળતાની સાથે જ તેઓ ચારધામ પૈકી કેદારનાથ અને બદરીનાથના દર્શને ઉપડ્યા છે. આજે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાનની મુલાકાતને લઇને અહીં ટાઇટ સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીની ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને ડ્યૂટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળવા જણાવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કેદારધામ પહોંચીને મંદિરમાં પ્રવેશ કરીને શિવપૂજા કરી હતી. આવતીકાલ રવિવારે રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે.

વડાપ્રધાન કાર્યાલયે આ અંગેની માહિતી ચૂંટણી પંચને પણ આપી હતી. આયોગે જણાવ્યું હતું કે મોદીની આ યાત્રાથી કોઈ વાંધો નથી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9મી મેના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના રસ્તામાં 300થી વધુ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથના કપાસ 10મેના ખોલવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, ‘વડાપ્રધાનની આ સત્તાવાર મુલાકાત છે, જો કે હજુ આચારસંહિતા લાગુ હોવાનું પીએમઓને યાદ કરાવ્યું છે.’

અમિત શાહ પરિવાર સમેત સોમનાથ પહોંચ્યા

બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવાર સમેત ગુજરાતના જ્યોતિર્રલિંગ સોમના મહાદેવ પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કરી હતી.

શનિવારે અમિત શાહે તેમના પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા તેમજ વિશેષ પૂજા કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ ભાજપ અધ્યક્ષે હોમ સ્ટેટમાં સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. સહ પરિવાર તેમણે સોમનાથ દાદાની અભિષેક પૂજા અર્ચના કરી હતી.

શનિવારે સવારે ભાજપ અધ્યક્ષ તેમના પરિવાર સાથે સૌપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભોળાનાથને શીશ ઝુકાવી પૂજા કરી હતી.

May 17, 2019
shastri.jpg
1min5390
ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કપ્તાનીમાં આઇસીસી વર્લ્ડ કપનો તેનો ત્રીજો ખિતાબ જીતવા 22મીએ અહીંથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતનો પહેલો મેચ તા.પ જૂને દ. આફ્રિકા સામે સાઉથમ્પટનમાં છે. એ પહેલા ભારતીય ટીમ બંગલાદેશ અને ન્યુઝિલેન્ડ સામે અભ્યાસ મેચ રમશે.
આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયાના પસંદ થયેલા 1પ ખેલાડીનો કોઇ કન્ડિશનિંગ કેમ્પ યોજાયો નથી. બધા ખેલાડી 21મીએ મુંબઈમાં ભેગા થશે. 21મીએ સાંજે બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની પત્રકાર પરિષદ યોજાશે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઇજાગ્રસ્ત કેદાર જાધવ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે કે નહીં ?
ભારતને વિશ્વ કપમાં જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કેદાર જાધવની ફિટનેસ સમસ્યા એકમાત્ર ટીમનું ચિંતાનું કારણ છે. જો તે ઇજામાંથી બહાર આવી જશે તો ટીમ સાથે જ ઇંગ્લેન્ડ રવાના થશે. તેના વિકલ્પે રીષભ પંતને સ્થાન મળી શકે છે.
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.
May 17, 2019
gujarat_map-1280x1023.png
1min3390

ગુજરાતમાં ચોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્ય નિયામકે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થતો હોય છે. ત્યારે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થતા ચોમાસુ સારું રહેવાની હવામાન ખાતએ અગાહી કરી હતી. બેઠકમા ઇસરો દ્વારા ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનો લાભ આ વખતે લેવાશે, તેમ જણાવવવામાં આવ્યું હતું. બેઠકમાં એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં ૪૭ જવાનો ધરાવતી કુલ ૧૫ ટીમો વડોદરા અને ગાંધીનગર ખાતે સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમ જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

May 16, 2019
indo_pak-1280x720.jpg
1min6730

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.

ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.

આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.

પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.

ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

May 15, 2019
world_cup_logo.png
1min7490

ભારતના ભાથામાં અનેક તીર: ભારતીય કોચની હરીફ ટીમોને ચેતવણી
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે વિશ્વ કપ માટે ભારતના ભાથામાં ઘણા તીર છે. આથી એ સ્પષ્ટ થાય છે કે હાલાત અનુસાર ટીમ સંયોજન નક્કી થશે. વિજય શંકરને પંસદ કરવા પર એવું માનવામાં આવી રહ્યં હતું કે તામિલનાડુના આ ઓલરાઉન્ડરને નંબર ચાર પર બેટિંગમાં મોકલાશે પણ કોચ શાત્રીએ કહ્યંy છે કે કોઇ પણ ખેલાડીના ક્રમ નક્કી નથી.
રવિ શાત્રીએ જણાવ્યું કે અમારી ટીમમાં ઘણા બધા વિકલ્પ છે. જે જરૂરતના હિસાબે નક્કી કરાશે. અમારા ભાથામા ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે જે નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. મને તેની ચિંતા નથી. અમારા 1પ ખેલાડી કોઈ પણ સ્થાને અને કોઇ પણ વિકેટ પર રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થશે તો તેનો વિકલ્પ હાજર છે.
આઇસીસી વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાવાનો છે. સ્પિન ઓલરાઉન્ડર કેદાર જાધવને આઇપીએલ દરમિયાન ઇજા થઈ છે, જ્યારે ચાઇનામેન બોલર કુલદિપ યાદવ ફોર્મમાં નથી. આ મામલે કોચ શાત્રી ચિંતિત નથી. તેણે કહ્યંy કે હું ચિંતિત નથી. અમે બધા તા.22મીએ ઉડાન ભરવાના છીએ ત્યારે જોશું કે તેમાં કોણ 1પ ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર થયું નથી. અમે ઇંતઝાર કરી રહ્યા છીએ. હજુ ઘણો સમય છે.
કોચ રવિ શાત્રીએ એમ પણ કહ્યંy કે વિશ્વ કપ માટે પહેલાથી કોઇ રણનીતિ ઘડી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે.
આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂર મુજબ ચીજો નક્કી થતી હોય છે. શાત્રીના મતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝનાં પ્રદર્શન જોવાલાયક રહેશે. કેરેબિયન ટીમ જ્યારે ભારત પ્રવાસે હતી ત્યારે મેં કહ્યંy હતું કે આપણે ભલે તેને હરાવી પણ તેઓ શાનદાર ક્રિકેટ રમી રહ્યા છે. એ સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ ન હતા. ઓસ્ટ્રેલિયા વિશે શાત્રીએ કહ્યંy 2પ વર્ષમાં તે સૌથી વધુ વિશ્વ કપ જીતી ચૂકી છે. હવે તેના બધા ખેલાડી વાપસી કરી ચૂક્યા છે અને સારા ફોર્મમાં છે.