CIA ALERT

બિઝનેસ Archives - Page 70 of 76 - CIA Live

August 7, 2018
tv-1280x840.jpg
1min7170

સેમસંગે ગત જુન 2018માં કેટલાંક મોડલ્સના ભાવમાં 10-20 ટકાનો ઘટાડો કર્યો હતો અને હવે લગભગ તમામ સાઇઝના ટીવીના ભાવ ઘટાડ્યા છે. સ્માર્ટફોનની જેમ ટેલિવિઝન માર્કેટમાં પણ બજારહિસ્સો ગુમાવવો પડશે તેવી બીકને કારણે ટીવી માર્કેટની નંબર વન કંપની સેમસંગે છેલ્લા બે મહિનામાં બીજી વખત ટેલિવિઝનના ભાવમાં ઘટાડો કર્યો છે.

કંપનીએ આ વખતે સૌથી વધુ વેચાતા 32થી 43 ઇંચના ટીવીના ભાવમાં પાંચ ટકા (અથવા ₹1,000થી ₹2,500) જેટલો ઘટાડો કર્યો છે જ્યારે 75 ઇંચના વિશાળ કદના ટીવીના ભાવમાં 15 ટકા અથવા ₹45,000નો ઘટાડો કર્યો છે. માર્કેટમાં વેચાતા કુલ ટીવીમાં 80 ટકાથી પણ ‌વધુ હિસ્સો 32થી 43 ઇંચના ટીવીનો હોય છે.

ઓનલાઇન વેચાણ પર ભાર મૂકતી TCL, શાઓમી, BPL, Vu, સાન્યો અને કોડાક જેવી બ્રાન્ડ્સના ભાવ સાથેનો તફાવત ઘટાડવા માટે સેમસંગે નવાં મોડલ લોન્ચ કર્યાના બે મહિનાની અંદર જ તેનો ભાવ ઘટાડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. નવી આવેલી ચાઇનીઝ અને અન્ય બ્રાન્ડ્સે ટીવી માર્કેટમાં 14 ટકા બજારહિસ્સો મેળવી લીધો છે અને સસ્તી કિંમતને કારણે આ બ્રાન્ડ્સની માંગ ધીમે ધીમે વધી રહી છે.

ભાવ ઘટાડ્યા બાદ પણ સેમસંગના 43 ઇંચના ટીવીનો ભાવ ₹37,000 છે, જેની સામે TCLનો ભાવ ₹28,490 અને થોમ્સનનો ભાવ ₹27,999 છે. પરંતુ સેમસંગ અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ (LG, સોની અને પેનાસોનિક)ની જેમ બ્રાન્ડ વેલ્યૂ અને આફ્ટર-સેલ્સ સર્વિસના જોરે ગ્રાહકોને આકર્ષતી રહેશે તેવી અપેક્ષા છે.

વૈશ્વિક સ્તરે ટેલિવિઝન પેનલના ભાવમાં વધારો થયો હોવાથી ઉદ્યોગ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યો હતો તેવા સમયે સેમસંગે ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી LG, પેનાસોનિક અને સોની જેવી હરીફ કંપનીઓ પણ ભાવમાં ઘટાડો કરશે અથવા તો ભાવ યથાવત્ સ્તરે જાળવી રાખશે. પેનાસોનિકે તાજેતરમાં જ 40 ઇંચથી મોટા કદના ટીવીનાં કેટલાંક મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો હતો.

ભાવની બાબતમાં આક્રમક ટીવી બ્રાન્ડ્સ ધીમે ધીમે બજારહિસ્સો કબજે કરી રહી છે અને સેમસંગ આ કંપનીઓના ભાવની બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોને વાજબી ભાવમાં સારી વસ્તુ આપવા માટે સેમસંગે પ્રત્યેક કદનાં એન્ટ્રી-લેવલ મોડલ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.”

August 7, 2018
images.jpg
1min10280

ઓનલાઇન વેચાણને કેન્દ્રસ્થાને રાખીને બિઝનેસ કરતી ચીનની કંપની વનપ્લસે પ્રથમવાર ભારતના ₹30,000થી મોંઘી કિંમતના સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાની સેમસંગ અને અમેરિકાની એપલનું માર્કેટ શેરીંગ સાવ ઘટ્યું છે અને સામે પક્ષે વનપ્લસે 40 ટકા બજારહિસ્સો કબજે કર્યો છે, ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટમાં પણ ચાઇનીઝ કંપનીનું પ્રભુત્વ સ્થપાવાનું શરૂ થઈ ગયું છે એવું કહેવું અતિશયોક્તિભર્યું નથી. ચાલુ વર્ષે હુઆવી, ઓપ્પો, વિવો અને શાઓમી જેવી કંપનીઓ અનેક નવા ફોન લોન્ચ કરવાની હોવાથી ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ વધશે.

વનપ્લસ ઇન્ડિયાના બ્રાન્ડ ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં સૌથી મોટી પ્રીમિયમ બ્રાન્ડ બની ગઈ છે. સતત ત્રણ ક્વાર્ટર્સથી બીજા ક્રમે રહેલી વનપ્લસ 10 ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત, કંપની તમામ સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં કરી રહી છે અને બજારની જરૂરિયાત પ્રમાણે ફોન બનાવવા માટે ભારતમાં R&D સેન્ટરની પણ સ્થાપના કરી રહી છે.

આધારભૂત સાધનોના અહેવાલો મુજબ ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટ મોબાઇલ ફોન ક્ષેત્રમાં ગત એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં વનપ્લસનો બજારહિસ્સો 40.50 ટકા થયો હતો, જે જૂન ’17 ક્વાર્ટરમાં 8.80 ટકા જ હતો. સેમસંગ 34.40 ટકા બજારહિસ્સા સાથે બીજા ક્રમે ધકેલાઈ ગઈ હતી એપલ 13.60 જેટલા વિક્રમ નીચા બજારહિસ્સા સાથે પહેલીવાર ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી.

સમગ્ર મોબાઇલ ફોન માર્કેટની વાત કરીએ તો, સેમસંગ અને શાઓમી વચ્ચે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. સેમસંગે બે ક્વાર્ટર્સ પછી એક ટકા માર્જિન સાથે લીડરશિપ પાછી મેળવી છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, ચાઇનીઝ બ્રાન્ડ્સ હવે ભારતના 62 ટકા માર્કેટ પર અંકુશ ધરાવે છે. 2014માં ચાઇનીઝ બ્રાન્ડ્સ પાસે માત્ર 17 ટકા બજાર હતું, પરંતુ ₹20,000થી ઓછી કિંમતના ફોનના સેગમેન્ટમાં મળેલી સફળતાને કારણે ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો વધ્યો છે.

ભારતના સમગ્ર સ્માર્ટફોન માર્કેટમાં ₹30,000થી વધુ કિંમતના પ્રીમિયમ સેગમેન્ટનો હિસ્સો વોલ્યુમની રીતે 3 ટકા અને આ‌વકની રીતે 12 ટકા છે. આ માર્કેટ વાર્ષિક ધોરણે 19 ટકાના દરે વિકસી રહ્યું છે.

August 6, 2018
sensex-l-express-photo.jpg
1min3500

શુક્રવારની રેલીને આગળ ધપાવતા BSE સેન્સેક્સ સોમવારે સવારે 200 પોઈન્ટ્સ વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટીએ પણ સૌપ્રથમવાર 11,400ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી દીધી હતી. સવારે સેન્સેક્સ 234.56 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચને સ્પર્શી ગયો હતો અને 1 ઓગસ્ટની 37,711.87ની ટોચનો વિક્રમ તોડી નાખ્યો હતો. સોમવારે સવારથી જ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)ની નવી લેવાલી અને અમેરિકન ડોલર સામે રૂપિયાની મજબૂતીને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતને પગલે આજે સવારથી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

નિફ્ટી પણ આજે 1 ઓગસ્ટની 11,390.55 પોઈન્ટ્સની ઊંચી સપાટીને વટાવી ગયો હતો. આજે નિફ્ટીએ 62.80 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 11,423.60 પોઈન્ટ્સની નવી ટોચ રચી હતી.

આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ઈન્ફ્રાસ્ટર્ક્ચર, IT, ટેકનો, ઓટો, FMCG અને ઓઈલ-ગેસ શેર્સ 1.03 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની ભારતીય હવામાન ખાતાની આગાહી બાદ ગ્રામીણ માંગમાં સુધારાની આશા સાથે સોમવારે શેરબજારમાં મજબૂત હવામાન જોવા મળ્યું હતું.

આજે ICICI બેન્ક, SBI, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ONGC, RIL, M&M, સન ફાર્મા, બજાજ ઓટો, NTPC, TCS, ITC, L&T અને પાવર ગ્રીડના શેર્સ 2.59 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે અમેરિકાના શેરબજાર વધીને બંધ રહ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 0.35 ટકા, હોંગકોંહનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડિકેસ 0.14 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

August 5, 2018
china-1280x720.jpg
1min3510

ટ્રેડ વોરના આંચકા ચીની શેરબજારમાં વર્તાવાના શરૂ થયા છે. ચીનની બીજા નંબરની જગ્યા હાંસલ કરતા જાપાન ચાર વર્ષ પછી ફરી વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર ધરાવતો દેશ બન્યો છે.

જાપાનના શેરબજાર વધીને રહેતાં તેનું માર્કેટ કેપ 6.17 ટ્રીલિયન અબજ ડોલર રહેતાં ચીનને ઓવરટેક કરી ગયું જતાં વિશ્વમાં અમેરિકા પછી બીજા નંબરનું સૌથી મોટું શેરબજાર બન્યું હતું. અમેરિકાનું શેરબજાર 31 ટ્રીલિયન ડોલર સાથે વિશ્વના સૌથી મોટું માર્કેટ કેપ ધરાવે છે.

જાપાન પાસેથી બીજા નંબરનું સ્થાન ચીને જાન્યુઆરી 2014માં છીનવી લીધું હતું અને ત્યાર પછી 2015માં માર્કેટ કેપ એક તબક્કે વધીને 10 ટ્રીલિયન ડોલર સુધી વધ્યું હતું. ચીનનો શાંઘાઈ આંક 2018માં ઇમર્જીંગ માર્કેટમાં સૌથી નબળું રિટર્ન આપનારા શેરબજારમાં છે અને તે 17 ટકા તૂટ્યો છે. ચીનનો યુઆન અમેરીકન ડોલર સામે 10 વર્ષની નીચી સપાટી તરફ સરક્યો છે. છેલ્લા છ મહિનામાં ડોલર સામે ચીનની કરન્સી 8 ટકા તૂટી છે અને સતત આઠમાં સપ્તાહમાં ઘટીને રહી હતી. આ સપ્તાહને અંતે યુઆન 6.862ના સ્તરે બંધ રહ્યો હતો.

ચીનની કરન્સી યુઆન ડોલર સામે દસ વર્ષની નીચી સપાટી તરફી સરકી ગઈ છે અને તેના પગલે શેરબજાર પણ વિશ્વના બીજા મોટા શેરબજારનું સ્થાન ગુમાવીને ત્રીજા સ્થાને આવી ગયા છે.

અમેરિકા દ્વારા ચીનના 200 અબજ ડોલરના વેપાર પર 25 ટકા ટેરિફની વધતી પ્રબળ સંભાવના પાછળ ચીનના શેરબજાર ઘટ્યા છે અને તા.3 ઓગસ્ટે વધુ તૂટતાં ચીનની ઇક્વિટીનું માર્કેટ કેપ 6.09 ટ્રીલિયન ડોલરની સપાટીએ ગબડ્યું હતું.

ચીને અમેરિકા પર વળતો પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી પ્રોડક્ટ પર 60 અબજ ડોલરની ટેરિફ લાદવાની ચિમકી આપી છે. અમેરિકાએ તાજેતરમાં ચીનની 200 અબજ ડોલરની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાના સંકેત આપતાં તેના પ્રત્યુતરમાં ચીન પણ અમેરિકાની પ્રોડક્ટ પર ટેરિફ વધારશે.

August 5, 2018
mibala.jpg
1min3190
નરેન્દ્ર મોદી સરકારને આગામી ચૂંટણીમાં પરસેવો પડાવી દે તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને એ એ છે કે સામાન્ય મોબાઇલ કંપનીઓ યેનકેન પ્રકારે બેલેન્સ કાપી લે છે તેમ બેંકોએ સામાન્ય ખાતેદારોના ખાતામાંથી મિનીમમ બેલેન્સ મેઇન્ટેન નહીં કરવા સબબ અબજો રૂપિયા ઉસેટી લીધા છે અને હવે આ પ્રશ્ન મોદી સરકાર માટે અનેક મુશ્કેલીઓ પેદા કરે તેમ છે.
પોતાનાં બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં બેંકોએ સામાન્ય ખાતેદારો પાસેથી અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જે લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ નથી રાખી શકતા તે લોકો માટે જન-ધન યોજના અંતર્ગત લગભગ 30.8 કરોડ બેઝિક સેવિંગ્સ અકાઉન્ટ ખોલવા છતાં પણ બેન્કો દ્વારા વસૂલાયેલી દંડની રકમ ખૂબ જ વધારે અને આકરી છે.
ભારતીય સ્ટેટ બેન્કે મિનિમમ બેલેન્સ નહીં રાખવાનાં કારણે તેમનાં ખાતાધારકો પર સૌથી વધારે લગભગ ૨૪૩૪ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લગભગ ૩૦ ટકા દંડ ભારતની ત્રણ મોટી પ્રાઈવેટ બેંક એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે વસૂલ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં દંડની રકમ બમણી થઈ જવાનું એક કારણ સ્ટેટ બેંક પણ છે. આ વર્ષે એસબીઆઈએ લોકો પોતાનાં ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખે તો તેમની પાસેથી બમણો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
 
આ બેંકોએ વર્ષ ૨૦૧૭-૧૮માં આટલો દંડ વસૂલ્યો હતો:
– SBI – ૨૪૩૪ કરોડ
– HDFC- ૫૯૦ કરોડ
– Axis – ૫૩૦ કરોડ
– ICICI – ૩૧૭ કરોડ
– PNB – ૨૧૧ કરોડ
August 5, 2018
apple.jpeg
1min4460

એપલ માટે ભારતમાં આ વર્ષ સૌથી વધુ કપરું સાબિત થાય તેમ છે. 2018ના પ્રથમ છ મહિનામાં તેના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કંપની વૃદ્ધિના બદલે નફાને વધુ મહત્ત્વ આપે છે અને તેણે ડિસ્કાઉન્ટ તથા ડિસ્ટ્રિબ્યુશનમાં ઘટાડો કર્યો છે તેનું આ પરિણામ છે. કેટલાકે કહ્યું કે તહેવારોની સીઝન અગાઉ સપ્ટેમ્બરમાં કંપની નવા મોડલ લોન્ચ કરે તો વેચાણ વધી શકે છે.

સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 55 ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને ક્રમિક ધોરણે ૩૦ ટકા ઘટાડો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટ્સ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટ્યા હતા જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 46 ટકાનો ઘટાડો થયો હતો.

સિંગાપોર સ્થિત રિસર્ચ કંપની કેનાલિસના રિસર્ચ મેનેજર રુષભ દોશીએ જણાવ્યું કે 2018 એ એપલના બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહેવાની શક્યતા છે. બીજું ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. તેના કારણે ભારતમાં આઇફોન ઉત્પાદકનો બજારહિસ્સો ઘટી શકે છે જે પહેલેથી તેની હાજરી વિસ્તારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. સામાન્ય રીતે વર્તમાન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધતું હોય છે.

પ્રીમિયમ બજારમાં એપલની સ્થિતિ મજબૂત હોય છે પરંતુ તેમાં સ્પર્ધામાં વધારો થયો છે. વનપ્લસ જેવી નવી કંપનીના આગમન તથા સેમસંગની આક્રમકતાના કારણે પ્રીમિયમ મોબાઇલ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં જ એપલનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 20 ટકા થયો હતો જે ગયા વર્ષમાં 43 ટકા હતો.

August 4, 2018
vi-1280x720.jpg
1min3740

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

 

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

July 26, 2018
ama2.png
1min3900

એમેઝોન અને ફિ્લપકાર્ટ વચ્ચે ધંધાકીય યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ, હવે આ બે કંપનીઓ વચ્ચે અનોખું યુદ્ધ એ છેડાયું છે કે બન્ને ભારતમા ંએવા ટેલેન્ટને શોધી રહ્યા છે

એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચેનું ઇ-કોમર્સ ‘યુદ્ધ’ હવે કોલેજોના કેમ્પસ સુધી પહોંચ્યું છે. બંને કંપની શ્રેષ્ઠ યુવા ટેલેન્ટનો શોધમાં IITs,

IIMs અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્‌નોલોજી (NITs) સહિતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ રહી છે. ઇ-ટેલર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને મશિન લર્નિંગ જેવી ઊભરતી ટેક્‌નોલોજિસમાં કર્મચારીઓની ભરતીની યોજના ધરાવે છે.

વોલમાર્ટના ટેકઓવર પછી ફ્લિપકાર્ટને મોટું પીઠબળ મળ્યું છે. પ્રારંભિક સંકેત પ્રમાણે કંપની કેમ્પસ પ્લેસમેન્ટમાં એમેઝોનની લગોલગ રહેવાની શક્યતા છે. ફ્લિપકાર્ટ ગયા વર્ષની તુલનામાં વધુ કર્મચારીઓની ભરતી કરશે. કંપનીએ ફાઇનલ પ્લેસમેન્ટ માટે પહેલી વખત NIT વારંગલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્‌નોલોજી (NIFT), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને FMS દિલ્હીની મુલાકાત લીધી હતી.

IIM કલકત્તાના પ્લેસમેન્ટ સેલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “વોલમાર્ટના ફન્ડિંગને કારણે ફ્લિપકાર્ટ આ વખતે અમારા કેમ્પસમાંથી વધુ વિદ્યાર્થીઓની ભરતી કરશે. આ કંપનીઓમાં વિદ્યાર્થીઓનો રસ ઘણો ઊંચો હોય છે. કારણ કે તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ સંબંધી ભૂમિકા સોંપવામાં આવે છે.”

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ મેઇલ દ્વારા કબૂલ્યું હતું કે, “આ વખતે કર્મચારીઓની ભરતીમાં અમે બિગ ડેટા, મશિન લર્નિંગ, ડિસિશન સાયન્સિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ ઊભરતી ટેક્‌નોલોજિસમાં રિસોર્સિસની જરૂરિયાત વધી રહી છે.” IIM બેંગલોરના પ્લેસમેન્ટ સેલના અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “આ બંને કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ઘણી ઊંચી છે.” IIM બેંગલોર સપ્ટેમ્બરમાં સમર પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી કરશે. તેને બંને કંપની તરફથી રસ દર્શાવતા પત્ર મળ્યા છે.

IIT કાનપુર ઓગસ્ટથી સમર ઇન્ટર્નશિપ શરૂ કરવાની છે. તેના વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક એમેઝોન અને ફ્લિપકાર્ટની રાહ જોઈ રહ્યા છે. જોકે, અહીં ફ્લિપકાર્ટ ‘ફેવરિટ’ છે. IIT કાનપુર પ્લેસમેન્ટ સેલના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટનું કદ નાનું હોવાથી તે એમેઝોનની તુલનામાં વિદ્યાર્થીઓને વધુ ભૂમિકા ઓફર કરે છે.”

ગયા વર્ષે ઓફર્સની સંખ્યા અને વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પગારની બાબતમાં એમેઝોન આગળ હતી. કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેસમેન્ટમાં કંપનીએ (ઇસોપ્સ સહિત) વાર્ષિક ₹30 લાખના પેકેજ ઓફર કર્યા હતા. જ્યારે ફ્લિપકાર્ટની ઓફર ₹૨૧ લાખની આસપાસ રહી હતી.

એમેઝોનના ડિરેક્ટર (ટેલેન્ટ એક્વિઝિશન – ઇન્ડિયા) રાજ કાઝાએ જણાવ્યું હતું કે, “એમેઝોન આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરે છે અને અમે ટેક્‌નોલોજી માટે પેશન ધરાવતા ઉમેદવારોની ભરતી માટે સક્રિય છીએ.” ગયા વર્ષની તુલનામાં એમેઝોન દ્વારા કર્મચારીઓની ભરતીની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.”

ફ્લિપકાર્ટ એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને બિઝનેસ એનાલિટિક્સ પ્રોફાઇલ્સ માટે IIT દિલ્હી, મદ્રાસ, ખડગપુર, કાનપુર, બોમ્બે, ગુવાહાટી, રુરકી, વારાણસી અને હૈદરાબાદની મુલાકાત લે છે. એમેઝોન પ્લેસમેન્ટ માટે અગાઉની રાબેતા મુજબની ૧૦ IITs ઉપરાંત, દેશની અન્ય અગ્રણી સંસ્થાઓમાં પણ ટેલેન્ટની શોધ કરશે.

July 24, 2018
cod.jpg
1min5530

જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ ઓન ડિલિવરી’ શરૂ કરી હતી. કારણ કે એ સમયે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બહુ પ્રચલિત ન હતા અને ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ બાબતે ખચકાટ હતો. ભારતમાં ઇ-કોમર્સની ઝડપી વૃદ્ધિ માટે ‘કેશ ઓન ડિલિવરી’ મહત્ત્વનું પરિબળ રહ્યું છે.

કેશ ઓન ડિલિવરી સિસ્ટમ અન્વયે ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય માર્કેટપ્લેસ પાર્સલ પહોંચાડતી વખતે થર્ડ-પાર્ટી વેન્ડર્સ વતી ગ્રાહકો પાસેથી રોકડ મેળવે છે, પણ RBIના જણાવ્યા અનુસાર ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે એપ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા એગ્રિગેટર્સ કે પેમેન્ટ ઇન્ટરમીડિયરીઝને PSS (પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ) એક્ટ, 2007ની કલમ 8 હેઠળ ડિલિવરી સામે રોકડ લેવાની કોઇ જ સત્તા નથી.

બીજી તરફ કાનૂની નિષ્ણાતો કહે છે કે  ઓનલાઇન શોપિંગ સંદર્ભના કાયદાઓમાં ‘કેશ ઓન ડિલિવરી’ માટે મનાઈ ફરમાવાઈ નથી. કાયદામાં ઇલેક્ટ્રોનિક અને ઓનલાઇન પેમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ ‘કેશ ઓન ડિલિવરી’ના વિકલ્પ દ્વારા મળેલાં નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વેપાર સંગઠનો, યુનિયન્સ, ખેડૂતોનાં જૂથો અને લઘુઉદ્યોગોના ગ્રૂપ FDI વોચના ધર્મેન્દ્ર કુમારે એક પ્રશ્નમાં RBIને પૂછ્યું હતું કે, “ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા કેશ ઓન ડિલિવરી દ્વારા પેમેન્ટ કલેક્શન અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સને તેની વહેંચણી પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ એક્ટ, 2007ના નં.51 હેઠળ પેમેન્ટ સિસ્ટમ અને સિસ્ટમ પ્રોવાઇડરની વ્યાખ્યામાં સામેલ છે કે નહીં. જો જવાબ ‘હા’માં હોય તો આ પેમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ 8 મુજબ અધિકૃત છે કે નહીં?”

મહત્ત્વની બાબત એ છે કે, રિઝર્વ બેન્કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન અંગે કાયદો બનાવ્યો છે કે નહીં. RBIએ જવાબમાં કહ્યું હતું કે, “રિઝર્વ બેન્કે આ બાબતે કોઈ ચોક્કસ સૂચના જારી કરી નથી.” રિઝર્વ બેન્કે ઇન્ટરમીડિયરીઝની ‌વ્યાખ્યા અંગે જણાવ્યું હતું કે, “ઇન્ટરમીડિયરીઝમાં મર્ચન્ટ્સને પેમેન્ટ કરવા માટે ગ્રાહકો પાસેથી ઇલેક્ટ્રોનિક કે ઓનલાઇન પેમેન્ટના વિકલ્પ દ્વારા નાણાં લેતી તમામ એન્ટિટીનો સમાવેશ થાય છે. આ ગૂડ્ઝ પર GST ચૂકવાયેલો હોય તે જરૂરી છે અને આખરી સેટલમેન્ટ તરીકે જે તે એન્ટિટીએ નાણાં મર્ચન્ટ્સને ટ્રાન્સફર કરેલા હોવા જોઈએ.”

July 23, 2018
co_oP_banks-1280x720.jpg
1min3400

રીઝર્વ બૅંકે સહકારી બૅંકોને બજારના જોખમનો સામનો કરવા માટે ઇનવેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રીઝર્વ (આઇએફઆર) ઊભું કરવાનો આદેશ આપ્યો છે.

આ સાથે હવેથી બધી જ શહેરી સહકારી બૅંકોએ એમની લાયાબિલિટી ગમે એ હોય, પણ આઇએફઆર ઊભું કરવું પડશે. રીઝર્વ બૅંકને બધી જ સ્ટેટ કોઓપરેટિવ બૅંકો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅંકોએ પણ આઇએફઆર તૈયાર કરવું પડશે. રીઝર્વ બૅંક સહકારી બૅંકોની કામગીરી પર નજર રાખી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં રીઝર્વ બૅંકે અપર્યાપ્ત મૂડી અને આવકને આધારે અલવર અર્બન કોઓપરેટીવ બૅંક, અલવર, રાજસ્થાનનું લાઇસન્સ રદ કર્યું હતું. આ બૅંકે બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯નું પાલન પણ નહોતું કર્યું.