CIA ALERT

બિઝનેસ Archives - Page 43 of 76 - CIA Live

December 12, 2019
sgcci.jpg
1min3990

સૂરતમાં શુક્રથી સોમ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત હીરા-ઝવેરાતનું રાષ્ટ્રીય સ્તરનું સ્પાર્કલ 2019 પ્રદર્શન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આગામી તા.13થી 16 ડિસેમ્બર, શુક્રવારથી સોમવાર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન SPARKLE 2019 સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે. 2020ના વર્ષમાં કારોબાર કરવા માટે સૂરત સમેત ભારતના ખ્યાતનામ ઝવેરીઓ, ઝવેરાત શોરૂમ્સના સંચાલકો જ્વેલરી મેન્યુફેક્ચરર્સને પોતાના ઓર્ડરો નોંધાવશે. સ્પાર્કલ 2019માં ઝવેરાતનું ઉત્પાદન કરતા એક એકથી ચઢીયાતા મેન્યુફેક્ચરર્સ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કન્વેન્શન સેન્ટરની એક છત નીચે ચાર દિવસ સુધી સાથે રહીને કારોબાર કરશે.

સ્પાર્કલ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) ના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, એકઝીબિશન કમિટીના ચેરમેન શ્રી દેવેશભાઇ પટેલ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના પ્રમુખ અને સ્પાર્કલના કન્વીનર શ્રી જયંતિભાઇ સમેત અન્ય આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફુલ સિક્યુરિટી કવર, સ્ટોલ ડિઝાઇનિંગમાં ફેરફાર અને ગ્રીન થીમ પર હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પાર્કલમાં છેલ્લા બે વર્ષથી બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્પાર્કલમાં દિલ્હીના 6, જયપુરના 5, મુંબઇના 19 તેમજ સૂરતના 75 અને અમેરીકાથી એક મળીને ઝવેરાત મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ પોતાની પ્રોડક્ટસનું ડિસપ્લે કરશે. કુલ 125 સ્ટોલ્સ અને 1434 સ્કવેયર મીટર કાર્પેટ એરીયામાં પ્રદર્શન યોજાશે.

સ્પાર્કલમાં આ વખતે શું શું નવું

  • એક્ઝીબિટર્સને લોકલ ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ સ્ટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) આયોજકો તરફથી આપવામાં આવી રહ્યો છે.
  • ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે સ્પાર્કલ 2019. પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્પાર્કલમાં
  • એક્ઝીબિશન દરમિયાન ચોરી-તસ્કરીની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને ડ્યુઅલ એંગલથી એક્ઝિબિશન એરીયાના ખૂણેખૂણાને સીસી કેમેરાથી કવર કરવામાં આવ્યા છે.
  • ફોટો આઇડી વેરીફીકેશન વગર કોઇપણ સ્પાર્કલમાં એન્ટ્રી લઇ શકશે નહીં
  • એક્ઝીબિટર્સ ઇચ્છશે એ વ્યક્તિને જ તેમના સ્ટોલની અંદર બિઝનેશ ટોક માટે આમંત્રિત કરી શકાશે. અન્યથા મુલાકાતીઓએ બહારથી જ ડિસ્પ્લે થયેલી જ્વેલરી નિહાળીને આગળ વધવું પડશે.
  • જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેશનલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ સ્પાર્કલ 2019નું ઉદઘાટન કરશે
  • બોત્સવાના દેશના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ સુશ્રી ગેમ્મા બેગાબોલાવે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પાર્કલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
  • દેશભરમાંથી સ્પાર્કલમાં ઝવેરાત શો રૂમ્સના સંચાલકો આવશે અને તેમના ઓર્ડર મેન્યુફેક્ચરર્સને પ્લેશ કરશે
  • આ વખતે જ્વેલરી મશીનરી ઉત્પાદક એવા અમેરિકાથી એક એક્ઝિબિટર્સ સ્પાર્કલમાં ભાગ લઈ રહ્યા છે.

December 12, 2019
alang.jpg
1min3870

સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ-2019 પસાર થવાને પગલે ભાવનગરના અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડનું કામકાજ વધવાની શક્યતાઓ વધી ચૂકી છે. યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો અંતિમ સફર માટે હાલ ચીન અને તુર્કી જાય છે એ હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ સુધી દોરાય આવે તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. અલંગના શિપરિસાઇક્લિંગ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓના મતે આ બિલ દ્વારા ટર્નઓવર વધશે.

અલંગમાં દર વર્ષે સરેરાશ 250થી 280 શીપ ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.

જાણકારો કહે છે કે સંસદે પાસ કરેલા બિલને પગલે ચોક્કસપણે અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે. આ ખરડો પસાર થવાને પગલે હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરશે.

શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સેક્રટરી નીતિન કણકિયાએ જણાવ્યું હતું કે, “આ બિલ પાસ થવું અમારી માટે સારી બાબત છે. હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.”

અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધજહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોરશિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાના વિશાળ પ્લાન ચાલી રહ્યા છે.

જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક આગામી દિશામાં ઊભી થવાની છે.

December 9, 2019
amul_dahi-1.jpg
1min4530

ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા અમૂલ દહીંની વિવિધ પ્રોડકટ ભાવોમાં ભાવ વધારો ઝીંકાયો હતો જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જ્યારે ૫ કિલોના પેકીંગમાં ૨૫ રૂ. લાઈટ દહીંની જુદી-જુદી વેરાઈટીઓનામાં પ્રતિકિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આમ ગુજરાતી થાળીમાં પીરસાતી કઢીનો સ્વાદ ખાટો બન્યો છે.

નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો હતો. જીસીએમએમએફએ દહીંની પ્રોડકટમાં એક રૂપિયાથી લઈને ૮ રૂ. સુધીનો ભાવ વધારો કર્યો છે. પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું હોઈ તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ઉપરાંત પશુદાણની કિંમતમાં થઈ રહેલો વધારો દહીંના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

December 3, 2019
hdfc-bank-1-1575361318.jpg
1min5790

HDFC બેંકની ઓનલાઇન ટ્રાન્ઝેકશન સિસ્ટમ કોલેપ્સ, લાખો ગ્રાહકોના ટેન્શનમાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં પ્રાઇવેટ બેંકિંગ ક્ષેત્રમાં મોટું નામ અને વ્યાપ વિસ્તાર ધરાવતી HDFC બેંકની નેટ બેંકિંગ અને મોબાઇલ એપ્લિકેશન બન્ને સિસ્ટમ આજે તા.3 ડિસેમ્બર 2019ના રોજ સતત બીજા દિવસે ખોરવાયેલી રહેતા ભારતમાં HDFC બેંકના લાખો ખાતેદારો અને ઓનલાઇન સવિર્સ યુઝર્સમાં મોટી બૂમ ઉઠી છે. કેટલાક ગ્રાહકોએ તો સોશ્યલ મિડીયામાં HDFC બેંકના કામકાજ અંગે પણ શંકા પ્રેરી છે. HDFC બેંક દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નેટ બેંકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન નહીં ચાલવા પાછળ કેટલાક ટેકનિકલ ફોલ્ટ છે, HDFC બેંક આ ફોલ્ટને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

એચડીએફસી બેંકના ગ્રાહકોને આજે પણ નેટવર્કિંગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે જ નેટબેકિંગ અને મોબાઈલ બેકિંગ એપ એક્સેસ ન કરી શકવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિનાની શરૂઆતને કારણે લોકો બિલ પેમેન્ટ અને અન્ય લેવડદેવડ રોકાઈ જવાથી પરેશાન છે.

તા.2જી ડિસેમ્બર 2019ને સોમવારે સવારથી HDFC બેંકની નેટવર્કિંગ સેવા ખોરવાય જવાનો સિલસિલો શરૂ થયો હતો જે મંગળવારે પણ યથાવત રહ્યો હતો. સોમવારે સાંજે 6.15 કલાકે HDFC બેંકએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી સમસ્યા વિશે પોતાના ગ્રાહકોને જાણકારી આપી હતી. મોડી રાત સુધી બેંક પોતાની સેવાઓ શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી.

HDFC બેંકની સ્પષ્ટતા

HDFC બેંકની સ્પષ્ટતા કરતી ટ્વિટ માં જણાવ્યુ હતું કે ટેકનિકલ ગરબડને કારણે અમારા કેટલાક ગ્રાહક નેટબેન્કિંગનો અને મોબાઈલ બેન્કિંગ એપમાં લોગઈન નથી કરી શકતા. અમારા નિષ્ણાંતો આ ગરબડને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે આશ્વસ્ત છીએ કે ટૂંક સમયમાં જ સેવાઓ ફરી શરૂ થઈ જશે.

HDFC બેંકની નેટ બેકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન સવિર્સીઝ તા.2જી ડિસેમ્બર 2019થી બગડી છે અને આજરોજ તા.3 જી ડિસેમ્બરના રોજ પણ આ ધાંધીયા જારી રહેતા લાખો ખાતેદારોએ ટ્વીટર પર HDFC બેંક સામે પસ્તાળ પાડી હતી.

અગાઉ HDFC બેંકે નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી, ત્યારે પણ ગ્રાહકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નવી મોબાઈલ એપને લોન્ચ કર્યા બાદ જૂની એપ ગુગલ એપથી હટાવી લેવાઈ હતી, જેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી.

November 29, 2019
relience.png
1min3770

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે (Dated 28 November 2019) ૦.૭ ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં ૫ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૧૦,૦૧,૫૫૫.૪૨ના સ્તરે પહોંચી હતી. બીએસઇ પર આ શેર રૂ. ૧૫૮૪ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા પછી અંતે ૦.૬૫ ટકાના વાધારા સાથે રૂ. ૧૫૭૯.૯૫ના સ્તરેે, જ્યારે એનએસઇ પર ૦.૭૭ ટકાના ઉછાળે રૂ. ૧૫૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. ગત મંગળવારે ૯.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને ૪૦ ટકા રિટર્ન આપ્યું છે.

November 16, 2019
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min3870

સમગ્ર દુનિયામાં લોકો બચત ખાતા અને જીવન વીમા બાદ હવે સોનાની ખરીદીમાં સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના નવા હેવાલમાં આ મુજબનો દાવો કર્યો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પોતાના હેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોનાની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવા અંગે લોકો ખાસ રસ ધરાવે છે. સોનામાં રિટેલ રોકાણ અને જ્વેલરી માર્કેટના સંબંધમાં નવા ટ્રેન્ડ અંગે માહિતી આપવામાં આવી છે.

રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સોનું સૌથી વધારે લોકોના પસંદગીનો વિકલ્પ બની રહ્યું છે. સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે’ 56 ટકા રિટેલ રોકાણકારોએ સોનામાં ખરીદીને પ્રાથમિકતા આપી છે. આનાથી વધારે લોકોએ બચત ખાતા અને જીવન વીમામાં રોકાણ કરવાને લઇને ઇચ્છા વ્યક્ત કરી છે.

સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકો પૈકી 78 ટકા લોકો એવા રહ્યા છે જે બચત ખાતામાં રોકાણ કરવાને લઇને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી જ રીતે 54 ટકા લોકો એવા છે જે જીવન વીમામાં રોકાણ કરવા માટે ઇચ્છુક છે.

‘આ રિસર્ચ રિપોર્ટ માટે 18000 લોકોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં ચીન, ભારત, ઉત્તરી અમેરિકા, જર્મની અને રશિયા સહિતના દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

November 8, 2019
old_currency.jpg
1min6610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજથી બરાબર 3 વર્ષ અગાઉ તા.8મી નવેમ્બર 2016ના રોજ ભારતમાં રૂ.500 અને રૂ.1000ના દરની ચલણી નોટો રદ્ કરી દેવાના નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીયો પાસે રૂ.500 અને રૂ.1000ની જે ચલણી નોટો હતી તેને બદલવા માટે તા.8મી નવેમ્બર 2016થી તા.30મી ડિસેમ્બર 2016 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

3 વર્ષમાં ભારતીય ચલણી નોટોની સીકલ બદલાઇ ગઇ

2016ની 8મી નવેમ્બરથી શરૂ થયેલી જૂની નોટોની બંધી બાદ આજે તા.8મી નવેમ્બર 2019 સુધીમાં ભારતીય ચલણી નોટોની સિકલ જ બદલી દેવામાં આવી છે. 2000 રૂ.ની નવી નોટ સાથે રૂ.500ની પણ નવી નોટ બહાર પાડવામા આવી હતી. એ પછી તબક્કાવાર રીતે રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.10ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. ત્રણ વર્ષમાં દરેક રકમની ચલણી નોટોની ડિઝાઇન બદલાઇ ચૂકી છે.

ટ્વીટર પર BlackDay ટ્રોલ

નોટબંધીની આજે ત્રીજી વરસીએ સોશ્યલ મિડીયામાં પ્રત્યાઘાત જોવા મળ્યા. ટ્વીટર પર બ્લેકડે ના હેશટેગ સાથે પાંચ હજારથી વધુ ટ્વીટ જોવા મળી રહી છે. કેટલીક ટ્વીટ ફોટા સાથે કરવામાં આવી છે. જેમકે

મોદી સરકાર પર વ્યંગ નાણાંમાં બધા રંગ છે, બ્લેક કરન્સી જ ગૂમ છે

ટ્વીટર પર આ ઇમેજ ભારે ટ્રોલ થઇ રહી છે. જેમાં ઇન્ડિયન કરન્સી નોટ્સમાં બધા જ કલર આવી ગયા છે પણ બ્લેક કરન્સી ગૂમ હોવા અંગેનો કટાક્ષ મોદી સરકાર પર કરવામા આવી રહ્યો છે.

500 અને 100ની જૂની નોટોને શ્રદ્ધાંજલિ

ટ્વીટર પર એક તસ્વીર આ પણ ખૂબ શેર થઇ રહી છે જેમાં રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ ફોટોમાં જૂની નોટોને હાર પહેરાવવામાં આવ્યો છે.

2000ની નોટમાં ચીપ હોવા અંગેની અફવા પણ આ રીતે ફેલાવાઇ હતી

https://twitter.com/i/status/1192653963570466816

November 2, 2019
gst.jpg
1min3270

ઑક્ટોબરમાં તહેવારના દિવસો હોવા છતાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) પ્રાપ્તિ રકમ એક લાખ કરોડ રૂપિયાથી ઓછી રહી હતી. એક વર્ષ અગાઉના ઑક્ટોબરમાં ૧,૦૦,૭૧૦ કરોડ રૂપિયાનું કલેકશન નોંધાયું હતું જે વર્તમાન વર્ષના ઑક્ટોબરમાં ઘટીને ૯૫,૩૮૦ કરોડ રૂપિયા થયું હતું.

૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેકશન ૯૧,૯૧૬ કરોડ રૂપિયા થયું હતું. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે સીજીએસટી રૂપિયા ૧૭,૫૮૨ કરોડ, એસજીએસટી રૂપિયા ૨૩,૬૭૪ કરોડ, આઈજીએસટી રૂપિયા ૪૬,૫૧૭ કરોડ (આયાત પર મળેલા ૭૭૪ કરોડ રૂપિયા સહિત) અને સેસ પેટે રૂ. ૭૬૦૭ કરોડ (આયાત પર મળેલા ૭૭૪ કરોડ રૂપિયા સહિત) રૂપિયા એમ ઑક્ટોબરમાં કુલ ૯૫,૩૮૦ કરોડ રૂપિયાની ગ્રોસ જીએસટી રેવન્યૂ પ્રાપ્ત થઈ હતી.

સપ્ટેમ્બર મહિના માટે (૩૦ ઑક્ટોબર સુધી) કુલ ૭૩.૮૩ લાખ જીએસટીઆર ૩બી રિટર્ન્સ ભરાયા હતા, તેવું નાણાં મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

October 27, 2019
gjepc_logo.jpg
1min3080

વૈશ્ર્વિક આર્થિક મંદી અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં પાંચથી સાત ટકા ઘટે તેવી શક્યતા છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાસ કરીને વિકસીત દેશોની માગમાં ઘટાડો થતાં નિકાસ ૫.૩૨ ટકાથી ઘટીને ૩૦.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત સાલ કુલ (ગ્રોસ) નિકાસ અંદાજે ૪૦ અબજ ડૉલરની રહી હતી, પરંતુ આ વર્ષે નિકાસમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કાઉન્સિલના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલે સરકારને સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવી રાખવા માટે ફિનિશ્ડ જ્વેલરીને આરસીઈપી (રિજિનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ) હેઠળની પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવાનો અનુરોધ કર્યો છે. વધુમાં કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ અત્રે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફેસિલિટેશનના ઉદ્ઘાટન પશ્ર્ચાત્ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કાઉન્સિલે ફિનિશ્ડ ડાયમંડ અને રંગીન રત્નો પરની આયાત જકાત જે હાલ ૭.૫ ટકા છે તે ઘટાડીને ૨.૫ ટકા કરવાની માગણી કરી છે, જ્યારે અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર ઉત્તર ભારત તરફથી નિકાસ વૃદ્ધિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય કાઉન્સિલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી નવાં કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવાનું શરૂ કર્યુ છે અને આગામી સેન્ટરો દિલ્હી, જયપુર, કોઈમ્બતુર અને કોલકાતા ખાતે ખોલવામાં આવશે.

જોકે આગામી ચારથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની નિકાસ ૭૫ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની અને હાલમાં રોજગારોની સંખ્યા જે ૫૫ લાખની છે તેમાં ૧૫થી ૨૦ લાખનો ઉમેરો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિ માટે કાઉન્સિલ દેશભરના ક્લસ્ટર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું

October 24, 2019
fmcg-1280x720.jpg
1min3160

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.