CIA ALERT

બિઝનેસ Archives - Page 33 of 76 - CIA Live

June 25, 2020
rbi.jpeg
1min2660

કેન્દ્રના પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં ૧૪૮૨ શહેરી કૉ-ઓપરેટિવ બૅન્ક અને ૫૮ આંતરરાજ્ય કો-ઓપરેટિવ બૅન્ક સહિત સરકારી બૅન્કોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.

આ બૅન્કોમાં અંદાજે ૮.૬ કરોડ જેટલા ડિપોઝિટર છે, એમ તેમણે કહ્યું હતું.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડને પગલે લાખો ડિપોઝિટરો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા વચ્ચે પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

અગાઉ, પ્રધાનમંડળે પીએમસી બૅન્ક જેવી કટોકટીનું પુનરાવર્તન ટાળવા અને કો-ઓપરેટિવ બૅન્કોને વધુ મજબૂત બનાવવા બૅન્કિંગ રૅગ્યૂલેશન ઍક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી.

ડિપોઝિટરના નાણાં સલામત હોવાની બાંયધરી પણ તેમણે આપી હતી અને કહ્યું હતું કે એ અંગેનો વટહુકમ ઘડી કાઢવામાં આવશે.

પ્રસારમાધ્યમને સંબોધન કરતા કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિયમિત બૅન્કોને લાગુ પડતા આરબીઆઈના તમામ નિયમો હવે કો-ઓપરેટિવ બૅન્કોને પણ લાગુ પડશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શીશુ લૉન શ્રેણીના લેણદારને વ્યાજમાં બે ટકા રાહત આપવાનો પણ પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

અન્ય પછાતજાતિમાં પેટા વર્ગીકરણના મુદ્દાને ચકાસવા બંધારણની કલમ ૩૪૦ હેઠળ રચવામાં આવેલા પંચની મુદત છ મહિના લંબાવીને આવતા વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધી કરવાના પ્રસ્તાવને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ડેરી, મરઘાંબતકાં ઉછેર કેન્દ્ર અને માંસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંડળે રૂ. ૧૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી.

અવકાશી પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે નવું જ રચવામાં આવેલું ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઈઝેશન સેન્ટર ખાનગી કંપનીઓને પણ ભારતીય અવકાશના માળખાનો ઉપયોગ કરવાની સમાન તક આપશે.

મત્સ્ય, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગીરીરાજસિંહે કહ્યું હતું કે પશુસંવર્ધન માળખા માટે વિકાસ ભંડોળ સ્થાપવાને પણ પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. પાત્ર લાભાર્થીને સરકાર વ્યાજમાં ત્રણ ટકા રાહત આપશે, એમ તેમણે કહ્યું હતું.

મ્યાનમારસ્થિત બ્લૉક એ-૧ અને એ-૩ના વિકાસ માટે ઓએનજીસી વિદેશ લિ. દ્વારા કરવામાં આવનારા વધારાના રોકાણને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

June 22, 2020
petrol-diesel-1.jpg
1min2670

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min3160

Surat Cityની હદમાંથી સચીન GIDC બાકાત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા.18મી જુન 2020ના રોજ જાહેર કરવામાં આવેલા સુરત શહેરના હદ વિસ્તરણમાંથી સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને બાકાત રાખવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસીને સુરત શહેરની હદમાંથી બાકાત રાખવાના કારણે હાલ તુરત તો સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના કરવેરામાંથી બચી ગયા છે. કેમ કે જો સચીન જીઆઇડીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સુરત શહેરની હદમાં સામેલ કરવામાં આવ્યા હોત તો સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોની આકારણી કરીને તેમની પાસેથી વેરા વસુલાત શરૂ કરી શકે અને જાણકારો કહે છે કે સચીનના એકએક ઇન્ડસ્ટ્રીયલ યુનિટને તેના વિસ્તાર પ્રમાણે લાખથી બે લાખ જેટલો વેરો ભરપાઇ કરવાનો આવે એમ છે.

Surat City Limit Expansion Notification

અહીં નિર્દેશ કરાયો છે કે સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયા એક્સક્લુડીંગ

પરંતુ, હાલ તુરત તો સુરત શહેરની હદમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સામેલ કરવામાં આવ્યો ન હોઇ, સચીનના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના તોતીંગ વેરામાંથી બચી ગયા છે પરંતુ, એ ક્યાં સુધી બચી શકે છે એ જોવાનું રહે છે.

કેમકે ભૂતકાળમાં જ્યારે સુરતનું હદ વિસ્તરણ થયું હતું ત્યારે ઉધના, પાંડેસરા વગેરે જીઆઇડીસીનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ, સુરત મહાનગરપાલિકાએ સ્વબળે જ વેરો ઉઘરાવવાનું શરૂ કરી દેતા આખરે એ વિસ્તારોને સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ કરીને તેમને ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે ડીનોટીફાઇડ જાહેર કરવામાં આવ્યા હતા.

પાંડેસરા જીઆઇડીસી સુરત શહેરની હદમાં ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જ પાંડેસરાના ઉધોગો ચાલી રહ્યા હોઇ, સુરત મહાનગરપાલિકા ઉદ્યોગો પાસેથી વેરો ઉઘરાવી શકે. હવે સચીન જીઆઇડીસી ક્યાં સુધી પાલિકાના વેરામાંથી બચી શકે છે એ જોવું રહ્યું.

June 18, 2020
petrol-diesel-1.jpg
1min2550

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

June 16, 2020
petrol-diesel-1.jpg
1min2930

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે દર વધારો થયો હતો. સોમવારે પેટ્રોલના દરમાં ૪૮ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા. ૨નો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના દર પ્રતિ લિટરે રૂ. ૭૫.૭૮થી વધીને રૂ. ૭૬.૨૬ થયા હતા, જ્યારે ડીઝલના દર પ્રતિ લિટરે રૂ. ૭૪.૦૩થી વધીને રૂ. ૭૪.૨૬ થયા હતા, એમ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

સંપૂર્ણ દેશમાં આ વધારો લાગુ થયો છે અને દરેક રાજ્યમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટને આધારે તેના દર અલગ અલગ હશે. સાતમી જૂનથી ઓઇલ કંપનીઓએ દરમાં સુધારો કરવાનું શરૂ કર્યા બાદ સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થયો હતો.

નવ દિવસમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટરે રૂ. પાંચ અને ડીઝલના દરમાં પ્રતિ લિટરે રૂ. ૪.૮૭નો વધારો થયો હતો.

વધારાનું ભંડોળ ભેગુ કરવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માર્ચના મધ્યમાં દરને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

June 13, 2020
petrol-diesel-1.jpg
1min3160

કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.  

દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.  

માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.

June 13, 2020
gst.jpg
1min4080

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.

એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.

આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.

દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.

June 12, 2020
world.jpg
1min3240

કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ આજે તા.12મી જુનને શુક્રવારે સવારે એશિયાના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના ઇન્ડેસીસ પણ લૉઅર ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડયા હતા.

તા.12મી જુનને સવારે ભારતીય સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રારંભિક સેશનમાં જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, IT, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 786.13 પોઈન્ટ્સ અથવા 2.34 ટકાના ઘટાડા સાથે 32,752.24 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે 219.05 પોઈન્ટ્સ અથવા 2.21 ટકાના જંગી કડાકા સાથે 9,862.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.12 ટકા અને 2.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 5.61 ટકા, ONGC 4.60 ટકા, કોટક બેન્ક 4.02 ટકા, NTPC 3.67 ટકા, એક્સિસ બેન્ક 3.05 ટકા, ICICI બેન્ક 3.00 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા 0.50 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે જાપાનનો નિક્કાઈ 1.22 ટકા, ઓસ્ટ્રેલિયા શેરબજાર 1.74 ટકા, ચીન શેરબજાર 0.67 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના શેર્સ ઈન્ડાઈસિસ 5 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

June 11, 2020
vodaidea.jpg
1min3350

ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.

સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.

એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.

ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.

વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.

ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.

આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.

લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.

June 11, 2020
life_insurance-1.jpg
1min3090

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.