CIA ALERT

બિઝનેસ Archives - Page 32 of 76 - CIA Live

July 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min2980

ઍક્સિસ બૅંક, બૅંક ઑફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બૅંક, આરબીએલ સહિતની દેશની કેટલીક બૅંકોમાં આગામી તા. 1લી ઑગસ્ટથી બૅંકના વ્યવહાર અંગેના નિયમો તેમજ તેની ફી, ચાર્જિસ, પેનલ્ટી વગેરેમાં ધરખમ વધારો અમલમાં મૂકવામાં આવશે. આ બૅંકો ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.

આ બૅંકોમાંથી અમુક બૅંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બૅંકો મીનીમમ બૅલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બૅંક ઑફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બૅલેન્સ રાખવું પડશે.

બૅંક ઑફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બૅલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ. ૧૫૦૦ હતું.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ. ૭૫ દંડ લાગશે.

અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.

ઍક્સિસ બૅંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.

હવે બૅંકે એક કરતા વધુ લૉકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બૅંક પ્રતિ બંડલ કૅશ હૅન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.

કોટક મહિન્દ્રા બૅંકના બચત ખાતા અને કૉર્પોરેટ સેલેરી અકાઉન્ટ હૉલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કૅશ વિડ્રોઅલ માટે ડૅબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.

એ જ પ્રમાણે પ્રત્યેક નૉન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.

ખાતામાં મીનીમમ બૅલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલૅટ આ વૅબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.

કોટક મહિન્દ્રા બૅક ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારક પાસેથી દંડ વસૂલશે.

આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બૅંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.

July 15, 2020
googleforindia.jpg
1min3940

ગૂગલ આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે જેની ડિજિટલ ઇકોસિસ્ટમમાં ગૂગલ પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે. ટોચની ઇન્ટરનેટ કંપનીઓ ભારતમાં પ્રભુત્વ જમાવવા માટે ટક્કરમાં ઊતરી રહી છે.

આલ્ફાબેટની માલિકીની ગૂગલે ભારત માટે યોજના તૈયાર કરી છે. તેની હરીફ કંપની ફેસબૂકે રિલાયન્સ જિયોમાં માર્ચમાં 5.7અબજ ડોલરનું રોકાણ કર્યું હતું અને ગૂગલ તેનાથી બમણું રોકાણ કરવા માંગે છે. તેમાં નાણાં અને પાર્ટનરશિપનું મિશ્રણ હશે તેમ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઈએ સોમવારે ઇટીને આપેલી એક્સ્ક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું.

તેમણે વિડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારત જે સ્થિતિમાં છે તેમાં આ એક વિશિષ્ટ તક છે. અમે ભારતમાં તમામ કદના બિઝનેસ સાથે કામ કરવાની તક જોઈ રહ્યા છીએ.

જિયો પ્લેટફોર્મમાં ગૂગલને રસ છે કે નહીં, અથવા તે વોડાફોન આઇડિયામાં હિસ્સો ખરીદશે કે નહીં તે વાતનો પિચાઈએ સ્વીકાર પણ નહોતો કર્યો અને નકારી પણ ન હતી. તેમણે કહ્યું કે ફંડની સાઇઝ જોતાં તે મોટું રોકાણ કરવા માટેની સીધી તક આપશે.

ગૂગલ અત્યારે ભારતમાં સર્ચ, વિડિયો, મેપ અને ઇ-મેઇલ ક્ષેત્રે અગ્રેસર છે. દેશમાં વેચાતા 90 ટકા સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે.

ભારતમાં ઇ-કોમર્સ અને સોફ્ટવેર ટ્રાન્ઝેક્શન પર છ ટકા જેટલો ટેક્સ લાગે છે જેને કથિત ‘ગૂગલ ટેક્સ’ પણ કહેવામાં આવે છે. તેના પર ટિપ્પણી કરતાં પિચાઈએ કહ્યું કે વિદેશી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ઓઇસીડી (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના ફ્રેમવર્કને લાગુ કરવાની તેઓ હિમાયત કરે છે. તેમણે કહ્યું કે, “કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરવું એ લાંબા ગાળે સમસ્યાના ઉકેલમાં વધારે ઉપયોગી બને છે.”

પિચાઈ એ અમેરિકામાં સૌથી વધારે સફળ ભારતીય ઇમિગ્રન્ટ પૈકી એક છે. તેમણે એચ-1બી વિઝા રદ કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાંની ટીકા કરી છે. 2019માં ગૂગલે સૌથી વધારે એચ-1બી વિઝા મેળવ્યા હતા તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના આંકડા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, “વિચારો અને લોકોના મુક્ત પ્રવાહથી અમેરિકાને ચોક્કસ ફાયદો થયો છે. લાંબા ગાળે તેનાથી દેશો વધારે નજીક આવશે.” તેમણે કહ્યું કે, “ટેલેન્ટ બંને દિશામાં જાય છે. તેનાથી લાંબા ગાળે દેશો અને અર્થતંત્રોને મદદ મળે છે.”

ગૂગલ એવી કંપનીઓની શોધમાં છે જે ભારતમાં તમામ ભાષાઓમાં અત્યંત ઝડપથી સ્કેલ વધારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ક્ષમતા ધરાવતી કંપનીઓમાં ગૂગલને ભારે રસ છે.

July 10, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min3420

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ યસ બૅન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્યોની કુલ લગભગ ૨,૨૦૩ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી હોવાનું અધિકારીઓએ ગુરુવારે કહ્યું હતું.

ઇડી દ્વારા પ્રીવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ બહાર પાડવામાં આવેલા કામચલાઉ આદેશના ભાગરૂપે ડીએચએફએલના પ્રમોટર-બંધુઓ કપિલ તથા ધીરજ વાધવાનની પ્રોપર્ટીઓને પણ ટાંચ મારવામાં આવી છે. એટલું જ નહીં, કપૂરની કેટલીક વિદેશી અસ્ક્યામતો પણ આ કેન્દ્ર સરકારી સંસ્થા દ્વારા સ્થગિત કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

કપૂર તથા તેના પરિવારના સભ્યો સામે આક્ષેપ કર્યો છે કે તેમણે તથા અન્યોએ પોતાની બૅન્ક મારફત મોટી લોન આપવાની સામે કટકી લેવાની સાથે કુલ ૪,૩૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય ગેરરીતિનો ગુનો આચર્યો હોવાનો ઇડીનો આક્ષેપ છે.

ઇડીએ એવું પણ આક્ષેપમાં જણાવ્યું છે કે પછીથી આ કથિત ગુનેગારોએ મોટી લોનને નૉન-પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ફેરવી નાખી હતી.

ઇડીએ માર્ચમાં કપૂરની ધરપકડ કરી હતી અને તે અદાલતી કસ્ટડીમાં છે. 

July 7, 2020
Govind_dholakia.jpg
1min8690

Jayesh Brahmbhatt 98253 44944

સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.

સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.

સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.

ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો

શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.

અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી

તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.

સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે

ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel यांनी वर पोस्ट केले सोमवार, ६ जुलै, २०२०
July 7, 2020
moratorium.jpg
1min5140

બેન્કો અને નોન-બેન્ક ધિરાણકારોનું સિસ્ટમ લેવલ મોરેટોરિયમ 30 ટકાની નીચે પહોંચી ગયું છે કારણ કે, મોટા ભાગના ધિરાણકારો ગ્રાહકોને છ મહિનાનું ફુલ મોરેટોરિયમ નહીં લેવાની સલાહ આપે છે. બેન્કો ગ્રાહકોને સમજાવે છે કે, આટલું લાંબું મોરેટોરિયમ લેવાથી તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે અને ભવિષ્યમાં ઇન્ટર્નલ રેટિંગ્સ ઘટી શકે છે. ધિરાણકારોને બીક પણ છે કે, છ મહિના સુધી લોનના હપતા નહીં ભરવાને કારણે ગ્રાહકોની પેમેન્ટ કરવાની વર્તણૂક પર અસર પડી શકે છે.

એક એક્સપર્ટ ઓપિનિયન એવો પણ છે કે બેન્કો કોઈ ગ્રાહક જૂનથી ઓગસ્ટ માટે પણ મોરેટોરિયમ માંગે તો તેની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને પછી જ રાહત આપવાનો નિર્ણય લે છે.

જે ગ્રાહકો બીજી વખત મોરેટોરિયમનો વિકલ્પ અપનાવવા માંગે છે અમે તેમનું વિગતવાર મૂલ્યાંકન કરીએ છીએ. ગ્રાહકને બીજી વખત રાહત આપતાં પહેલાં તેની પાસે કેટલી રોકડ છે તે ચકાસીએ છીએ. જે ગ્રાહકોએ મોરેટોરિયમ લીધું હોય અને ટોપ-અપ લોન મેળવવા માંગતા હોય તેવા કિસ્સામાં અમે વધારે સાવધાની રાખીએ છીએ.”

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મે મહિનામાં તમામ ધિરાણ સંસ્થાઓને ઓગસ્ટ સુધીના વધુ ત્રણ મહિના સુધી લોનધારકો પાસેથી લોન વસૂલવામાં રાહત આપવાની છૂટ આપી હતી. પ્રથમ મોરેટોરિયમ પિરિયડ (માર્ચથી જૂન)માં ધિરાણકારો પાસેથી લેવાયેલા કુલ લોનનો 50 ટકા જેટલો હિસ્સો સિસ્ટમ લેવલ મોરેટોરિયમનો હતો.

બેંકો ગ્રાહકોને મોરેટોરિયમ નહીં લેવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે આ મફતના પૈસા નથી. મોરેટોરિયમની રકમ પર વ્યાજ પણ લાગે છે, જે ગ્રાહકોને આની સમજ છે તેઓ મોરેટોરિયમ લેતા નથી. મને લાગે છે કે, હવે મોરેટોરિયમ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થશે.

જાણકારો કહે છે કે ગ્રાહકોને હવે મોરેટોરિયમનું ગણિત સમજાઈ ગયું છે અને એક સમયે 35 ટકા લોનધારકોએ મોરેટોરિયમ લીધું હતું, જે હવે ઘટીને 20 ટકા છે. એપ્રિલથી મે મહિનામાં કલેક્શન અસરકારક રીતે બમણું થઈ ગયું છે અને ફરીવાર મેથી જૂનમાં પણ તે બમણું થયું હતું. હવે કલેક્શન પ્રિ-કોવિડ પહેલાંના લેવલના 60 ટકાએ પહોંચ્યું છે.

એક સરવે રિપોર્ટ કહે છે કે હોમ લોનના હપતા ભરવા એ કોઈ પણ ગ્રાહક માટે સૌથી મહત્ત્વની બાબત હોય છે ત્યારે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના માત્ર 20 ટકા ગ્રાહકોએ જૂનમાં મોરેટોરિયમ લીધું હતું, જે ઘણું ઓછું કહેવાય.

મોરેટોરિયમ લેવલ પણ 93 ટકાની ટોચથી ઘટીને જૂનના અંતે 50 ટકા થયું હતું. તેના MFI બિઝનેસનું મોરેટોરિયમ 100 ટકાથી ઘટીને 56 ટકા થયું હતું, જ્યારે સ્મોલ બિઝનેસિસમાં આ લેવલ 42 ટકા થયું હતું.

વર્તમાન લોન મોરેટોરિયમને કારણે ધિરાણકારોની એસેટ ક્વોલિટી અંગેની અનિશ્ચિતતા ઘણી વધી ગઈ છે. જો આમાંથી 10-20 ટકા ડિફોલ્ટ થશે તો બેન્કોનો સ્લિપેજ રેટ વધીને 3-8 ટકા થઈ શકે છે. એજન્સીને અંદાજ છે કે, ગ્રોસ બેડ લોન માર્ચ ’20ના 8.6 ટકાથી વધીને માર્ચ ’21 સુધીમાં 11.6 ટકાએ પહોંચી શકે છે.

છ મહિનાનો મોરેટોરિયમ ઓફર કરવા માટે ઉત્સાહી નથી, તેના કારણે ગ્રાહકની પેમેન્ટ કરવાની વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ગ્રાહકને ખરેખર રાહતની જરૂર છે કે નહીં તેનો વિગતે અભ્યાસ કરીને અમે રાહત આપવાનો નિર્ણય કરીએ છીએ. એમ નિષ્ણાંતો કહી રહ્યા છે.

July 2, 2020
coronil.jpg
1min2870

કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.

આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

June 30, 2020
tatasteel.jpg
1min3140

ટાટા સ્ટીલે 29 June 2020 સોમવારે માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જેમાં તેણે ₹1,615.35 કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ₹2,295.25 કરોડનો નફો નોંધાવ્યો હતો તેમ તેણે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.

કંપનીની સંગઠિત આવક જાન્યુઆરી-માર્ચ 2019 ગા‌ળામાં ઘટીને ₹35,085.86 કરોડ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹42,913.73 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ આ ગાળામાં ₹33,272.29 કરોડ નોંધાયો હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹38,728.87 કરોડ હતો. કંપનીનો શેર બીએસઇ પર 0.82 ટકા ઘટીને ₹321.25 બંધ આવ્યો હતો.

ટાટા સ્ટીલે 2019-’20ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹2,719.58 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 73.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્ટીલ કંપનીએ 2018-’19ના નાણાકીય વર્ષમાં ₹10,283.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

નાણાકીય વર્ષ 2020ના સમગ્ર ગાળા દરમિયાન કંપનીની સંગઠિત આવક ઘટીને ₹1.41 લાખ કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 1.59 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં સંગઠિત ચોખ્ખી ખોટ ₹1,095.68 કરોડ હતી જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹2,430 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

નોન કરન્ટ એસેટ માટે ₹3,141 કરોડના ઇમ્પેરમેન્ટના કારણે કંપનીની નફામાં ગાબડું પડ્યું હતું. કંપનીની સંગઠિત આવક 20.40 ટકા ઘટીને ₹33,769.95 કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં ₹42,423.86 કરોડ હતી.

ટાટા સ્ટીલના બોર્ડે ₹10ના ઓર્ડિનરી શેર દીઠ ₹10ના ડિવિડન્ડની (100 ટકા) જાહેરાત કરી હતી અને ₹10ના પાર્ટલી પેઇડ ઓર્ડિનરી શેર દીઠ ₹2.504ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કોવિડ-19ના કારણે તમામ કંપનીઓને અસર થઈ છે જેમાં ટાટા સ્ટીલ પણ સામેલ છે. લોકડાઉનના કારણે કંપનીના સેલ્સ વોલ્યુમ, મિક્સ અને મળતરમાં ઘટાડો થયો છે.

હાલના ક્વાર્ટરમાં આ અસર માર્ચ 2020ના પાછલા ભાગ પૂરતી મર્યાદિત હતી. કંપનીની યુરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને કેનેડા ખાતેની કામગીરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને જ્યાં મંજૂરી મળી છે ત્યાં સ્થાનિક માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી થાય છે.

June 30, 2020
diamond.png
1min4920

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

file photo diamond factory

આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

June 29, 2020
sensex_down.jpg
1min2930

તા.29મી જુન 2020ને ઉઘડતા અઠવાડીયાના પહેલા દિવસ, સોમવારે વૈશ્વિક લાઇન અને અપેક્ષા મુજબ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ ડાઉન ગેપમાં ખૂલ્યો હતો અને એ પછી વધુ ગગડ્યો હતો. શેરબજાર સવા નવ કલાકે શરૂ થયાની ગણતરીની મિનિટો બાદ સેન્સેક્સ 330 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. વીકલી ઓપ્શન ડેટામાંથી શેરબજાર નીચે ગેપમાં ખૂલવાનો સંકેત મળ્યો હતો.

આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, IT,ટેકનો અને પાવર શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે FMCG, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 255.92 પોઈન્ટ્સ અથવા 0.73 ટકા ગગડીને 34,915.35 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 69.20 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા ગગડીને 10,313.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે પુટની સરખામણીમાં કોલનું વધુ સંખ્યામાં વેચાણ થયું હતું. આ ઉપરાંત એફઆઇઆઇ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેટ શોર્ટ છે, જે ઇન્ડેક્સમાં નજીકના ગાળામાં દબાણનો સંકેત આપે છે.

અમેરિકામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસોથી આર્થિક રિકવરીની પ્રક્રિયા અટકી જવાની શક્યતાને કારણે શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ત્રણ ટકા કરેક્શન આવ્યું હતું.

June 29, 2020
SpiceJet-MAX2.jpg
1min2760

કોરોના અગાઉ તેમની કુલ ક્ષમતાના ૪૫ ટકા જેટલી પ્રવાસી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરવાની સરકારે ઍરલાઈન્સને શુક્રવારે પરવાનગી આપી હતી.

કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના બે મહિના બાદ પચીસ મેથી ઉડ્ડયન ખાતાએ ૩૦ ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક પ્રવાસી ફ્લાઈટ્સ શરૂ કરવાની પરવાનગી આપી હતી.

નવા આદેશમાં આ ક્ષમતા ૩૦ ટકાથી વધારીને ૪૫ ટકા સુધી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જોકે, ૨૩ માર્ચથી બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા આગામી આદેશ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે, એમ તેમણે કહ્યું હતું.