

કરણ જોહરનું ધર્મા પ્રોડકશન દિવ્યાંગ પર્વતારોહી અરૂણિમા સિંહા પર બાયોપિક ફિલ્મ બનાવી રહયું છે. રિપોર્ટ અનુસાર અરૂણિમા સિંહાના પાત્ર માટે આલિયા ભટ્ટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ફિલ્મને નિતેશ તિવારી નહીં, પણ મસાન ફેમ ડાયરેકટર નિરજ ઘેવન ડિરેકટ કરશે. આલિયાએ પુષ્ટિ કરી છે કે મારી નિરજ સાથે બેઠક થઇ છે.

હું આ ફિલ્મ માટે રોમાંચિત છું. આ એક જીવનને પ્રોત્સાહિત કરતી કહાની છે. જેને દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. અમને આશા છે કે અરૂણિમા સિંહાની બાયોપિક ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ કરી દેશું. આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની નંબર વન હિરોઇન છે.
તેની નવી ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલિઝ થવાની છે.’ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2 પણ કરી રહી છે. આ ઉપરાંત જમૌલીની આરઆરઆરમાં પણ આલિયા છે. સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં તે સલમાન ઓપોઝિટ
સાઇન થઇ છે.

on the website :
https://www.artistuniteindia.com/2019/03/joint-statement-by-film-makers.html
બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ ભાજપને મત ન આપવા માટે અપીલ કરી છે. તમામ હસ્તીઓએ એક પત્ર લખી કહ્યું કે મત આપીને ભાજપ અને તેના સાથીઓને સત્તામાંથી બહાર કાઢો. અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કાર્નાડ, એમકે રેના અને ઉષા ગાંગુલિ જેવી ચર્ચિત હસ્તીઓનો પણ સમાવેશ છે.
આ તમામ લોકોએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને તેના બંધારણની કલ્પના જોખમમાં છે. ભાજપે મત ન આપો. આ પત્ર ગુરુવારે પ્રકાશિત કરાયો હતો. તેને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટેડ ઇન્ડિયા વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
આ પહેલા 100થી વધુ ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. અહેવાલ મુજબ અપીલ કરનાર ફિલ્મ નિર્માતાઓની યાદીમાં મલયાલમ નિર્દેશક આશીક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દિપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.

Members from all quarters of Bollywood got together to honour the best of Hindi cinema in 2018 at Jio Garden, Mumbai on 23rd March 2019 for the 64th Vimal Elaichi Filmfare Awards 2019. The starry night was hosted by actors Shah Rukh Khan, Rajkummar Rao and Vicky Kaushal. The night was filled with exciting performances and emotional moments as the prestigious Black Lady found its rightful winners.

Here is the complete list of those who won big at the 64th Vimal Elaichi Filmfare Awards 2019.


Critics Best Actor in Leading Role (Male): Ranveer Singh for ‘Padmaavat‘ tied with Ayushmann Khurrana for ‘Andhadhun’
Critics Best Actor in Leading Role (Female): Neena Gupta for ‘Badhaai Ho’
Best Director: Meghna Gulzar for ‘Raazi’
Best Film (Popular): ‘Raazi’
Critics Best Film: ‘Andhadhun’
Best Actor In A Supporting Role (Male): Gajraj Rao for ‘Badhaai Ho’ tied with Vicky Kaushal for ‘Sanju’
Best Actor In A Supporting Role (Female): Surekha Sikhri for ‘Badhaai Ho’
Best Screenplay: Sriram Raghavan, Arijit Biswas, Pooja Ladha Surti, Yogesh Chandekar, Hemanth Rao for ‘Andhadhun’
Best Dialogue: Akshat Ghildial for ‘Badhaai Ho’
Best Original Story: Anubhav Sinha for ‘Mulk’
Best Debut Actor (Male): Ishaan Khatter
Best Debut Actor (Female): Sara Ali Khan
Best Debut Director: Amar Kaushik for ‘Stree’
Best Short Film (Popular Choice): ‘Plus Minus’
Best Actor (Male) for Short Film: Hussain Dalal for ‘Shameless’
Best Actor (Female) for Short Film: Kirti Kulhari for ‘Maya’
Best Short Film (Fiction): ‘Rogan Josh’
Best Short Film (Non-Fiction): ‘The Soccer City’
Gulshan Kumar Award for Best Music Album: Sanjay Leela Bhansali for ‘Padmaavat’
Best Lyrics: Gulzar for ‘Ae Watan’ from ‘Raazi’
Best Playback Singer (Male): Arijit Singh for ‘Ae Watan’ from ‘Raazi’
Best Playback Singer (Female): Shreya Ghoshal for ‘Ghoomar’ from ‘Padmaavat’
RD Burman Award for New Music Talent: Niladri Kumar
Best Cinematography: Pankaj Kumar for ‘Tumbbad’
Best VFX: Red Chillies VFX for ‘Zero’
Best Background Score: Daniel B. George for ‘Andhadhun’
Best Action: Vikram Dahiya and Sunil Rodriguez for ‘Mukkabaaz’
Best Choreography: Kruti Mahesh Midya and Jyothi D Tommaar for ‘Ghoomar’ from ‘Padmaavat’
Best Editing: Pooja Ladha Surti for ‘Andhadhun’
Best Production Design: Nitin Zihani Choudhary, Rakesh Yadav for ‘Tumbbad’

ગુજરાત સરકારે રાજ્યમાં ફિલ્મ નીતિ કેટલાક ફેરફારો કરીને ગુજરાતી ફિલ્મો બનાવનારા નિર્માતાઓને વધુમાં વધુ રાહત અને સહાય આપવાની જાહેરાત કરી છે. હવેથી ગુજરાતમાં એ ગ્રેડ મેળવનારી ગુજરાતી ફિલ્મોને સૌથી વધુ રૂ.50 લાખ મળતાં હતાં, આ કેટેગરીની ઉપર હવે એ પ્લસ ગ્રેડનો ઉમેરો કરીને સબસિડીની રકમ રૂ.50 લાખમાંથી વધારીને રૂ.75 લાખ આપવાની જોગવાઇ કરવામાં આવી છે.
ફિલ્મો માટે ઓછામાં ઓછી સબસિડીની રકમ રૂ.5 લાખ હતી અને નવી પોલિસીમાં પણ રૂ.5 લાખ છે પરંતુ પ્રથમ 100માંથી ઓછામાં ઓછા 41 માર્કસ મેળવે તો રૂ.5 લાખ મળતાં હતાં હવે કોઈ ફિલ્મ 21 માર્કસ મેળવશે તો પણ તેને રૂ.5 લાખની સબસિડી મળશે. નવી પોલિસીમાં જે બીજો મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં સાહિત્યકૃતિ આધારિત કોઈ ફિલ્મનું નિર્માણ કરશે તો તે મળવાપાત્ર સબસિડીની રકમ કરતા રૂ.25 ટકા રકમ વધુ મળશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી જાહેર થતી શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક બન્નેને 2.5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.
સરકારે એક મહત્વનો ફેરફાર ટિકિટ વેચાણ પરથી મળતા માર્કસ પર પણ કર્યો છે સબસિડી માટે 100 માર્કસમાંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પરથી આપવામાં આવશે અગાઉ બે લાખ ટિકિટ વેંચાય તો 20 માર્કસ મળતાં હતાં જે હવે 50 હજાર ટિકિટનો વેચાણ પર પણ મળશે. અગાઉ 100માંથી 20 માર્કસ ટિકિટ વેચાણ પર મેળવવાના રહેતા હતાં જે હજુ પણ એમ જ છે એટલે કે, 20 માકર્સ ટિકિટ વેચાણના તો છે પણ પહેલા 10 હજાર ટિકિટે 1 માકર્સ ગણવામાં આવતો હતો હવે 2500 ટિકિટે એક માર્ક ગણવામાં આવશે. વધુમાં 21 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની નીતિ મુજબ આર્થિક સહાય મળી નથી તેઓને રૂ.5 લાખની ઉચ્ચક રકમ ચૂકવવામાં આવશે. આમ જૂની નીતિની નડતરરૂપ જોગવાઈઓને રદ્દ કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મોને ગ્રેડ વાઇઝ સબસિડી કેટલી મળશે
કેટેગરી 2019 2016
એ પ્લસ ગ્રેડ 75 લાખ નવો ગ્રેડ ઉભો કરાયો
એ ગ્રેડ 50 લાખ 50 લાખ
બી ગ્રેડ 40 લાખ 25 લાખ
સી ગ્રેડ 30 લાખ 10 લાખ
ડી ગ્રેડ 20 લાખ 5 લાખ
ઈ ગ્રેડ 10 લાખ નવો ગ્રેડ
એફ ગ્રેડ 5 લાખ નવો ગ્રેડ
લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.
તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.
‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.
વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર
પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ
આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.
મોદીથી ઇન્સ્પાયર વાર્તા પર આધારીત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ
પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા તથા નિર્દેશક અનિલ નારાયણીની મોટીવેશનલ ફિલ્મ 1લી માર્ચે થશે
રિલીઝ ફિલ્મ થકી થનારી આવકમાંથી વનબંધુ પરિષદ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને કરાશે મદદ સુરત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણની મોટીવેશનલ વાર્તા થી ઈન્સ્પાયર થઈને હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેનું નામ છે ‘ હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ મુંબઈના અંધેરી ખાતે ધ વ્યૂમાં ગત દિવસોમાં આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રીજર લોન્ચ કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ કાવ્ય મુવી પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અર્થ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર અને તાન્યા શર્મા છે,જ્યારે લેખક-નિર્દેશક અનિલ નારાયણી છે. આ ગુજરાતી ફિલ્મમાં કરણ પટેલ,ઓંકાર દાસ માણિકપુરી,અનેશા સૈયદ અને હીરલ પટેલ તથા ૠષિ પંચલ મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાની ભૂમિકા આમિરખાન પ્રોડક્શનની ફિલ્મ પીપલી લાઈવમાં નથ્થાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઓંકાર દાસ નિભાવી રહ્યા છે. ફિલ્મને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક અને ગુજરાતી ફિલ્મના નિર્માતા અનિલ નારાયણીએ બનાવી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી પ્રભાવિત છે. ફિલ્મનું ટીજર મુંબઈ ખાતે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સૌનો ખૂબજ પ્રતિસાદ જોવા મળ્યો. ફિલ્મના પ્રોડ્યૂસર પવન પોદ્દાર એ જણાવ્યું કે ફિલ્મની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ 1લી માર્ચના રોજ રિલીઝ થશે.

વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ થકી થનારી આવકમાંથી વનવાસી વિસ્તોરોના બાળકો માટે શિક્ષણ સહીતની પ્રવૃત્તિ કરી રહેલી વનબંધુ પરિષદ અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહેલા વિરલ દેસાઈની હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનને મદદ કરવામાં આવશે. ફિલ્મના અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે. પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે આજે મોટાભાગના બાળકો સલમાન,શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે,જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે મારૂ ઈન્સ્પીરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી. પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રિતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું. ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે કાફી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે.

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. અગિયાર જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને હજી પણ એ થિયેટરોમાં ચાલી રહી છે. આ ફિલ્મે ૨૩મા અને ૨૪મા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ચોથા અઠવાડિયાના શુક્રવારે ૩.૪૩ કરોડ, શનિવારે ૬.૫૩ કરોડ અને રવિવારે ૮.૭૧ કરોડ સાથે ટોટલ ૧૮૯.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી બસો કરોડની ક્લબમાં દાખલ થશે એવી ચર્ચા છે.
આ ફિલ્મે ૨૩મા દિવસે ૬.૫૩ કરોડનો બિઝનેસ કર્યો છે જે અગાઉ ૬.૩૫ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો. આ સાથે જ ‘ઉરી’એ ૨૪મા દિવસે ૮.૭૧ કરોડનો બિઝનેસ કર્યો છે, જે અગાઉ ૭.૮૦ કરોડની સાથે ‘બાહુબલી ૨’ના નામે હતો.
