
આયુષ શર્મા લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરવા વડોદરામાં આવ્યો હતો. બોલીવૂડ સ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માની પહેલી ફિલ્મ લવરાત્રી ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં લવરાત્રીના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના પર ત્યારે ભારે પડ્યું જ્યારે તા.13મી ઓગસ્ટ 2018ની રાત્રે પોલીસ તેમની હોટલ સુધી પહોંચી ગઇ હતી.

આયુષ શર્મા અને કો-સ્ટાર વરીના હુસેન ફિલ્મના પ્રમોશન માટે વડોદરા આવ્યાં હતાં અને હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવી રહ્યાં હતાં. આયુષ અને વરીનાએ લગભગ પાંચ વાગ્યે હરણી ઍરપોર્ટથી લઇને સુરસાગર લેકની વચ્ચે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવ્યું. આ બંને સ્ટારે તેમના ચાહકો સાથે વાતો પણ કરી. હેલ્મેટ પહેર્યા વગર સ્કૂટી ચલાવીને આ બંનેએ ટ્રાફિકનો નિયમ તોડ્યો અને આ બંનેની હેલ્મેટ વગરની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ. આયુષ અને વરીનાની તસવીર વાઇરલ થતાં જ પોલીસ પણ એકશનમાં આવી અને સોમવારે રાત્રે એ હોટલમાં પહોંચી ગઇ, જ્યાં આયુષ શર્મા અને વરીના રોકાયાં હતાં. ત્યારબાદ પોલીસે તેમનું ચલણ ફાડ્યું અને બંને સ્ટારને 100-100 રૂપિયાનો દંડ ફટકાર્યો.
સુશાંત સિંહ રાજપુત પહેલી વાર અનોખો અને અલગ પ્રયાસ કરવા જઇ રહ્યો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું છે કે સુશાંત તેના આગામી પ્રોજેક્ટમાં એક સાથે 12 પાત્રો ભજવવા જઇ રહ્યો છે. તમને પણ આ સાંભળીને નવાઇ લાગી ને! જી હા, સુશાંત તેની એક વેબ સિરીઝમાં 540 બીસી થી 2015 સુધીના કાળમાં ભારત દેશમાં જેટલા મહાન વ્યક્તિઓની ગાથાને વણી લેવામાં આવશે.

ખાસ વાત એ છે કે સુશાંત તેના એક મિત્ર સાથે મળીને નિર્માણ આ વેબ સિરીઝનું નિર્માણ કરવા જઇ રહ્યો છે. અભિનયની સાથે હવે સુશાંત નિર્માણ ક્ષેત્રે પણ થોડું ધ્યાન આપવા માગે છે. આ સિરીઝમાં ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામ, ચાણક્ય અને રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન ઐતિહાસિક હસ્તીઓના પાત્રમાં સુશાંત અભિનય કરતો જોવા મળશે. સુશાંત ઇન્ડસ્ટ્રીના વર્સટાઇલ ઍક્ટર છે. તેણે ભારતીય ક્રિકેટર એમ. એસ. ધોનીના જીવન પર બનેલી ‘એમ. એસ. ધોની: ધ અન્ટોલ્ડ સ્ટોરી’માં ધોનીનું પાત્ર ભજવીને સમીક્ષકોની ખૂબ જ વાહવાહી લૂંટી હતી.
હવે તે અભિષેક કપૂર દિગ્દર્શિત ‘કેદારનાથ’માં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તેને અક્ષય કુમારે નકારેલી ફિલ્મ ‘મુગલ’ માટે પહેલા આમિર ખાનનું નામ અખબારોમાં ચમકતું હતું, ત્યારબાદ સુશાંતને પણ આ ફિલ્મ ઓફર કરવામાં આવી એવી ખબરોએ જોર પકડ્યું હતું.
જોકે, આ બધી ફક્ત અફવાઓ જ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં રણબીર કપૂરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. 2019ની નાતાલમાં રિલીઝ થવા જઇ રહેલી ‘મુગલ’ ગુલશન કુમારના જીવન પર આધારિત ફિલ્મ હશે. હવે જોવું એ રહ્યું કે ‘સંજુ’ કર્યા બાદ હજુ એક બાયોપિકમાં રણબીર જોવા મળશે કે નહીં!
રૂ. 34 કરોડની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ)ની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે ફિલ્મ ડિરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી હતી, એમ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ડિરેક્ટર ગુટ્ટેની ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુટ્ટેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 14 ઓગસ્ટ સુધીની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.
ગુટ્ટે સામે ગુડ્સ એન્ડ સર્વિસીસના કોઇ પણ પુરવઠા વિના બિલ અને ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સનો ખોટી રીતે લાભ લેવા સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રા. લિ.એ અન્ય કંપની હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રા.લિ. પાસેથી પ્રાપ્ત એનિમેશન અને મેનપાવર સર્વિસીસ માટે રૂ. 34.37 કરોડની જીએસટીને સાંકળતા 149 બનાવટી ઇન્વોઇસીસ પ્રાપ્ત કર્યાં હતાં. મે, 2018માં ડીજીજીએસટીઆઈએ જીએસટી છેતરપિંડી સંદર્ભે હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુટ્ટેની કંપની હોરાયઝન આઉટસોર્સના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક હતી અને તેણે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના રૂ. 34.37 કરોડના જીએસટી ઇમ્પ્લિકેશન સાથે આશરે રૂ. 266 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હોવાનું બતાવ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.
નિયમ અનુસાર કરચોરી કરવામાં આવી હોય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવાયું હોય કે ઉપયોગ કરાયું હોય અથવા રિફંડ ખોટી રીતે મેળવાયું હોય તેમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમ સંકળાયેલી હોય તો આરોપીને દંડ થઇ શકે અને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે.
એજન્સીનો દાવો છે કે ગુટ્ટેની કંપનીએ જુલાઇ, 2017થી આ બનાવટી ઇન્વોઇસીસ માટે પ્રાપ્ત સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (સીઇએનવીએટી) ક્રેડિટ સામે સરકાર પાસેથી રૂ. 28 કરોડના રોકડ રિફંડનો ખોટી રીતે દાવો કર્યો હતો. ગુટ્ટેએ ખોટી રીતે બિન-અસ્તિત્વની ઇનપુટ ટેક્ટ ક્રેડિટ મેળવી હતી અને બનાવટી ઇન્વોઇસીસને આધારે જીએસટી વિભાગ પાસેથી આઇટીસીના રિફંડનો છેતરપિંડીથી દાવો પણ કર્યો હતો. આવું કરીને ગુટ્ટે અને તેની કંપનીએ કથિત છેતરપિંડી કરી હતી અને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું.
ગુટ્ટેએ ત્રણ ફિલ્મ ‘ઇમોશનલ અત્યાચાર’, ‘ટાઇમ બારા વૈત’ અને ‘બદમાશિયાં’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બનાવી છે, જે 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે એ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં મુખ્ય ભૂમિકા અનુપમ ખેરની છે.
સંજય દત્તની બાયોપિક ‘સંજુ’એ ૨૯ જૂને રિલીઝ થયા બાદ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવીને માત્ર ૧૬ દિવસમાં ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારી બૉલીવુડની આ સાતમી ફિલ્મ છે. ‘સંજુ’એ દસમા દિવસે ૨૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પણ એ પછી ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતાં એને છ દિવસ લાગ્યા છે. ભારતમાં આ ફિલ્મ ૪૦૦૦ સ્ક્રીન પર રજૂ થઈ છે. બીજી તરફ આ ફિલ્મને ૬૫ દેશોમાં પણ ૧૩૦૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે અને એનું વર્લ્ડવાઇડ બૉક્સ-ઑફિસ કલેક્શન ૫૦૦ કરોડ રૂપિયા જેટલું થયું છે.
વળી આ ફિલ્મ સૌથી વધારે બિઝનેસ કરનારી છઠ્ઠા નંબરની હિન્દી ફિલ્મ બની છે. હિન્દી ‘બાહુબલી ૨’એ બૉક્સ-ઑફિસ પર સૌથી વધારે ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ બીજા નંબરે આમિર ખાનની ‘દંગલ’ અને ત્રીજા નંબરે ‘ક્ટk’ છે. ચોથા અને પાંચમા નંબર પર સલમાન ખાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘બજરંગી ભાઈજાન’ છે. હવે એવું લાગે છે કે ‘સંજુ’ ટૂંક સમયમાં ‘બજરંગી ભાઈજાન’ને પાછળ છોડીને પાંચમા ક્રમાંકનું સ્થાન મેળવી લેશે.
સૌથી નવાઈની વાત એ છે કે આ ફિલ્મ કોઈ તહેવાર અથવા તો પબ્લિક હૉલિડે પર રિલીઝ નથી થઈ. વરસાદ ખૂબ જ પડી રહ્યો હોવા છતાં આ ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. આ અઠવાડિયામાં ‘સૂરમા’ અને ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ રિલીઝ થઈ છે. ‘સૂરમા’એ શુક્રવારે ૩.૨૦ કરોડ અને શનિવારે ૫.૦૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘ઍન્ટ-મૅન ઍન્ડ ધ વાસ્પ’ ફિલ્મે શુક્રવારે ૫.૫૦ કરોડ અને શનિવારે ૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. એની સામે ‘સંજુ’એ ૬.૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે.

આમિર ખાન હાલમાં ઓશોની બાયોપિક માટે લુક-ટેસ્ટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ માટે આમિર હા પાડે એ પહેલાં તે લુક-ટેસ્ટ કરવા માગે છે. જો તે લુકમાં આચાર્ય રજનીશ જેવો દેખાયો તો જ તે આ ફિલ્મ માટે હા પાડશે. આ લુક માટે તે હાલમાં પ્રોસ્થેટિક એક્સપર્ટને મળી રહ્યો છે. આમિરને સ્ક્રિપ્ટ પસંદ પડી છે, પરંતુ તે લુકને લઈને થોડો ચિંતિત છે. આ ફિલ્મમાં આમિરે ચાર લુક કરવા પડશે અને એથી જ તે ફિલ્મ માટે હા પાડે એ પહેલાં દરેક લુકને ટેસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે આમિર માથાના આગળના ભાગમાં વાળ વગરના લુકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઓશોની શરૂથી લઈને અંત સુધીની તમામ વાતો કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’માં જે નહોતું દેખાડવામાં આવ્યું એ પણ આ બાયોપિકમાં દેખાડવામાં આવશે.’
આ ફિલ્મમાં મા આનંદશીલાનું પાત્ર આલિયા ભટ્ટ ભજવશે એવી ચર્ચા છે.
ઇન્સ્ટાગ્રામ પર બોલીવુડ અને હોલીવુડમાં હીટ થઇ રહેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાના સૌથી વધુ ૨.૫ કરોડ ફૉલોઅર્સ થઇ ચૂક્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પચીસ મિલ્યન એટલે કે ૨.૫૦ કરોડ ફૉલોઅર્સ થયા છે. તેણે દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે. દીપિકાના ફૉલોઅર્સ વધુ હતા, પરંતુ હવે પ્રિયંકાએ બાજી મારી લીધી છે. પ્રિયંકા તેની અમેરિકન ટીવી-સિરિયલ ‘ક્વૉન્ટિકો’ અને હવે તેના અમેરિકન બૉયફ્રેન્ડ નિક જોનાસને લઈને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે પહેલી સેલિબ્રિટી છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફૉલોઅર્સ છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર ૨૫ મિલ્યન ફૉલોઅર્સ થતાં પોતાની પ્રોફાઇલને શૅર કરતાં લખ્યું હતું કે ‘૨૫ મિલ્યન સ્ટ્રૉન્ગ ફૉલોઅર્સ. તમારા પ્રેમ બદલ આભાર. હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું.’

બોલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતે હાઇગ્રેડ કેન્સરથી પીડીત હોવાનો ખુલાસો કરતા તેના પ્રશંસકોમાં ઘેરા દુખની લાગણીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં સોનાલી બેન્દ્રે અમેરિકામાં સારવાર લઇ રહી છે. બોલીવુડમાં ઇરફાન ખાનની બિમારીના ન્યુઝ બાદ સોનાલી બેન્દ્રેએ પોતાની બિમારી અંગે સોશ્યલ મિડીયા, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને સૌને આંચકાજનક સમાચાર આપ્યા છે.
સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું એ અક્ષરસઃ અહીં પ્રસ્તુત છે.

બોલીવુડના એક સમયના સુપરસ્ટાર, પોસ્ટર બોય અને એ પછી એંગ્રીયંગમેન બનેલા સંજયદતની બાયોપિક ફિલ્મ સંજુએ કમાણીના બધા રેકોર્ડ તોડી પાડ્યા છે. સંજુએ બાહુબલી-2નો ઓપનિંગ વીક એન્ડ બિઝનેસ પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

‘સંજુ’એ બોલિવૂડની મૂવી દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેલુગુ ડ્રામા ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ના હિન્દી વર્ઝનને પણ એણે પછાડી છે. ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’એ એક દિવસમાં 46.50 કરોડની કમાણી કરી હતી.
બોલિવૂડમાં ખાન્સ (શાહરુખ, સલમાન અને આમિર) બોક્સ-ઓફિસના કિંગ ગણાય છે. કેમ કે, તેમની અનેક ફિલ્મ્સે પહેલાં વીકેન્ડમાં જ શાનદાર કમાણી કરાવી આપી છે. શાહિદ કપૂર અને રણવીર સિંઘની ‘પદ્માવત’એ પહેલાં વીકેન્ડમાં સદી ફટકાર્યા બાદ હવે રણબીર કપૂરે પણ આ અચિવમેન્ટ મેળવી છે.
જોકે, રણબીરની લેટેસ્ટ ફિલ્મ ‘સંજુ’એ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવત’ને પાછળ છોડી દીધી હતી. ‘સંજુ’ ફિલ્મે પહેલાં બે દિવસમાં 73 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, રવિવારે તો એણે 46.71 કરોડની કમાણી કરી હતી.
‘‘સંજુ’એ ઇતિહાસ રચી દીધો. કોઈ પણ હિન્દી ફિલ્મ દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ રચ્યો. ‘બાહુબલી 2′ દ્વારા સર્જવામાં આવેલો રેકોર્ડ તોડ્યો. ‘બાહુબલી 2’એ ત્રીજા દિવસે 46.50 કરોડની કમાણી કરી હતી. જોકે, ‘સંજુ’એ એનાથી વધારે ત્રીજા દિવસે 46.71 કરોડની કમાણી કરી હતી. ‘સંજૂ’ ફિલ્મને માઉથ પબ્લિસિટીથી ખાસ લાભ થઈ રહ્યો છે.
તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં

એકેડેમી ઓફ મોશન પીક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા વિક્રમસર્જક 928 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહ રૂખ ખાન, તબ્બુ તેમ જ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ થાય છે. જગપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સંલગ્ન સંસ્થા વૈવિધ્ય વિસ્તારવા ઈચ્છતી હોવાથી અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે.
અકાદમીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે નવા સભ્યોને લીધે મોટા પાયે વૈવિધ્યમાં વધારો થશે. કારણ કે 49 ટકા આમંત્રિત મેમ્બર્સ મહિલા છે તથા 38 ટકા લોકો ત્વચાના વિવિધ રંગ ધરાવે છે. સભ્યો તરીકે 59 દેશના કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. 59 દેશના કલાકારોને સભ્યો તરીકે નોતરાં દેવામાં આવ્યાં છે.
ઓસ્કાર એકેડેમીના નવા આમંત્રિતોમાં ભારતનો દબદબો છે. તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં છે.
યશરાજ ફિલ્મના આદિત્ય ચોપરા તથા નિર્માતા ગુણીત મોન્ગાને પણ આ નામાવલિમાં સ્થાન મળ્યું છે.
ઈમ્તીયાઝ અલીના રોકસ્ટારમાં કામ કરવા બદલ જાણીતા સિનેમાટોગ્રાફર અનિલ મહેતાને, કોસ્ચ્યુમ ડિઝાઈનર ડોલી અહલુવાલિયા તેમ જ મનીષ મલ્હોત્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.
ગયા વર્ષે પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે તેમના બિઝનેસને ફટકો પડ્યો છે.
![]()

નવી ટેક્સ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઇન્ટ પર ટેક્સ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને અપેક્ષા હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેક્સના નિયમોનું પાલન થશે. પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે.
અગ્રણી બુલિયન સંચાલકે જણાવ્યું કે “જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેક્સ ચોરીની ફરજિયાત ચકાસણી અટકાવી દીધી છે.”
કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો
ગોલ્ડ પર ત્રણ ટકા જીએસટી અને 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે. કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો છે. જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના આગેવાને કહ્યું કે ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પૂરતું મર્યાદિત નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી.”
ભારતમાં વર્ષે 800થી 850 ટન સોનાનો વપરાશ થાય છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો 40 ટકા છે. ત્યાર બાદ 25 ટકા હિસ્સો પશ્ચિમ ભારત, 20 ટકા હિસ્સો ઉત્તર અને 15 ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે.
કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણાંમાં રૂપાંતરિત કરીને ડાયરેક્ટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં 40 ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.