CIA ALERT

બોલીવુડ Archives - Page 12 of 12 - CIA Live

June 22, 2018
deepika-padukon.jpg
1min10300

તા.22, જૂન 2018

આજે સવારથી જ સોશ્યલ મિડીયામાં એ વાત જોરશોરથી ચગી છે કે બોલીવુડમાં હાલમાં દબદબો ધરાવતા રણવીરસિંહ અને દિપીકા પાદૂકોણ મોટા ભાગે નવેમ્બર અથવા ડિસેમ્બર 2018 સુધીમાં પરણી જશે. જોકે, સત્તાવાર રીતે આ બન્ને હીરો હીરોઇનના કેમ્પમાંથી હજુ સુધી કોઇ વાત જાહેર થઇ નથી. પરંતુ, તેમના અંગત કર્મચારીઓના વર્તુળમાંથી વાત બહાર આવી છે અને આ બન્નેએ પોતાના લગ્ન અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

એક સમાચાર માધ્યમે તો ત્યાં સુધી લખ્યું છે કે તા.10મી નવેમ્બરના દિવસે દિપીકા પાદૂકોણ અને રણવીરસિંહ પ્રભુતામાં પગલાં માંડશે. આજે વહેલી સવારથી જ વિવિધ સોશ્યલ મિડીયામાં દિપીકા અને રણવીરના લગ્નની વાતોએ ધૂમ મચાવી દીધી છે. યુઝર્સ આ બન્નેના લગ્નની વાતોને ટ્રોલ કરી રહ્યાનું પણ જણાય આવે છે.

May 27, 2018
deepika-padukone-10-1280x800.jpg
1min11000

‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે

લગ્નની વાતો તો ક્યારની થયા કરે છે, કારકિર્દીને પ્રાથમિકતા આપી રહેલી બૉલીવૂડની સફળ અભિનેત્રી દીપિકા પદુકોણ હવે સુપર વુમન બનવા જઇ રહી છે. સંજય લીલા ભણસાળી નિર્મિત ‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મને સાઇન કરી છે. દીપિકાની કિસ્મત તેનો પૂરતો સાથ દઇ રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રણવીર સિંહે દીપિકા સાથેના લગ્ન વિશે જણાવ્યું હતું કે ‘અમે બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. લગ્ન વિશે અમારો હજુ કોઇ વિચાર નથી. દીપિકા પણ હવે લાંબા સમય બાદ કામે ચઢી જશે.’

સુપર વુમન પર બની રહેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મકારો હૉલીવૂડની ‘વંડર વુમન’થી પ્રભાવિત થઇને ભારતમાં ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જો દીપિકા સુપર વુમન બનશે તો તેને પણ સુપરહીરોની જેમ સારો અને આકર્ષક કોસ્ચ્યુમ જોઇશે. ફિલ્મી કાનાફૂસી અનુસાર આ વિશે જાણવા મળ્યું છે કે તેનો પોષાક એકદમ સેક્સી અને આકર્ષક હશે. હજુ ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી નથી. આ પોષાકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે, જેથી એક્શન સીન્સ કરતી વખતે દીપિકાને મુશ્કેલીઓેનો સામનો ન કરવો પડે! ફિલ્મ માટે દીપિકાને ભારે મહેનત કરવી પડશે. તેને માર્શલ આર્ટસની સાથે કપરા એક્શન દ્રષ્યો ભજવવાની તાલીમ મેળવવી પડશે. આવતા વર્ષે ફિલ્મના શૂટિંગને શરૂ કરી દેવામાં આવશે.

May 27, 2018
geeta-kapoor-759.jpg
1min10570

ફિલ્મ ‘પાકીઝા’માં અભિનય કરનાર અભિનેત્રી ગીતા કપૂરનું શનિવારે ૫૭ વર્ષની ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું હતું. આ અંગેની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આપી હતી.

ગયા વર્ષે અભિનેત્રીનો પુત્ર રાજા તેને ગોરેગાંવમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં બ્લડપ્રેશરની સારવાર માટે લઇ ગયો હતો. એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગીતાને છોડીને હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો. રાજા કૉરિયોગ્રાફર છે, જ્યારે ગીતાની પુત્રી પૂજા ઍર હોસ્ટેસ છે.

‘પાકિઝા’ અને ‘રઝિયા સુલતાન’ સહિત ગીતાએ ૧૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

ગીતા કપૂરના નિધન અંગે દુ:ખ વ્યકત કરતા અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે ‘ગીતા કપૂરના પાર્થિવ શરીર પાસે ઊભો છું. જેને તેના બાળકો એક વર્ષ પહેલા એસઆરવી હૉસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. આજે સવારે તેમણે વૃદ્ધાશ્રમમાં અંતિમશ્ર્વાસ લીધા. અમે તેની સંભાળ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે પુત્ર અને પુત્રીની રાહમાં દિવસેને દિવસે કમજોર થતી ગઇ’.

પંડિતે જણાવ્યું હતું કે ‘વૃદ્ધાશ્રમમાં સવારે નવ વાગ્યેે તેનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું, જ્યાં તે છેલ્લા એક વર્ષથી હતી. તે કમજોર થતી જતી હતી અને પ્રવાહી પદાર્થ ખાઇને જ જીવી રહી હતી.

એક દિવસ પુત્ર રાજા તેને લેવા માટે જરૂર આવશે અને તેને વૃદ્ધાશ્રમમાંથી લઇ જશે એ જ આશાએ તે જીવતી હતી, એમ પંડિતે જણાવ્યું હતું.

પંડિત અને ફિલ્મમેકર રમેશ તોરાણીએ જ ગીતાનું હૉસ્પિટલનું બિલ ભર્યું હતું અને તેની સંભાળ પણ લીધી હતી.

પંડિતના જણાવ્યા અનુસાર તેના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં બે દિવસ માટે રાખવામાં આવશે, જેથી કરીને તેને લઇ જઇ અંતિમ સંસ્કાર કરે.

જો તેઓ માતાના શબને લેવા નહીં આવે તો સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે, એમ પંડિતે જણાવ્યું હતું.

May 26, 2018
tiger.jpg
1min18030

‘બાગી ટુ’ ફિલ્મની સફળતા પછી ટાઇગર શ્રોફ બહુ ફોર્મમાં આવી ગયો છે. તેની સરખામણી રિતિક રોશન અને સલમાન ખાન સાથે થવા લાગી છે. તેને નવી નવી ફિલ્મો પણ મળવા લાગી છે. તેના પિતા જેકી શ્રોફ અને માતા આયેશા પણ તેની સફળતાથી ખુશ છે. ટાઇગર તેની સખત મહેનતથી આગળ આવી રહ્યો છે અને હજુ પોતાને નવોદિત જ માને છે. ટાઇગર તેની નવી ફિલ્મો અને કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

બાગી ટુ’ની સફળતા. કપરો સમય પણ આવ્યો હતો.

કોઇને અપેક્ષા ન હતી કે ‘બાગી ટુ’ ફિલ્મને આટલી બધી સફળતા મળશે. મારો કહેવાનો અર્થ કે તેમાં સલમાન જેવો કોઇ સ્ટાર ન હતો. મારા નિર્માતા સાજિદ નડિયાદવાલા પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. તેમણે મને કહ્યું કે તેમણે નિર્માતા તરીકે તેમની કોઇ ફિલ્મને આટલી સફળતા મેળવતા જોઇ નથી. હું તો ખુશ થઇ ગયો કે મારું ટેન્શન ઉતરી ગયું. ‘હીરોપંતી’થી ડેબ્યુ કર્યા પછી મારે નિષ્ફળતાનો દોર પણ જોવો પડ્યો હતો. ફિલ્મો નહોતી મળતી. તેની અસર મારા માતા-પિતા પર પણ પડી હતી, પણ ‘બાગી ટુ’ની સફળતા પછી તેમના ચહેરા પર પણ ખુશી આવી ગઇ છે. મારા પિતાએ તો મારી માતાને ભેટીને કહ્યું કે હું મારા પુત્ર માટે ગર્વ અનુભવું છું.

રૂ. ૧૦૦ કરોડની ફિલ્મનો હીરો બની ગયો.

અંગત રીતે મારા પર એની કોઇ અસર નથી થઇ. મારી ફિલ્મને સફળતા મળી તેનાથી જ હું ખુશ છું. મને ફિલ્મ રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં આવે તેવી કોઇ ખેવના નથી. તેના પછી મને બીજી ફિલ્મ મળી તેની મને ચોક્કસ ખુશી છે. હવે હું ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’નું શૂટિંગ કરી રહ્યો છું. ઉપરાંત યશરાજની રિતિક રોશન સાથેની ફિલ્મ પણ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. આથી મને ‘બાગી ટુ’ની સફળતાની અસર દેખાય છે.

રિતિક રોશન સાથે કામ કરવા માટેનો રોમાંચ.

રિતિક રોશન તો મારા બાળપણના આઇડલ અને પ્રેરણા છે. મારી કારકિર્દીમાં આટલી જલદી તેમની સાથે કામ કરવાનું મળતા મારું સપનું સાકાર થયેલું લાગે છે. ફિલ્મમાં અમારા બંનેના સાથે ઘણાબધા એકશન સીન્સ છે. રિતિક સર હંમેશાંથી ગ્રેટેસ્ટ સુપરહીરો છે. હું તેમનો ચાહક છું. તેમની ‘ક્રિષ’ ફિલ્મ જોઇને મને ઇર્ષ્યા પણ થાય છે કે આવી ફિલ્મ મને કરવા મળે તો! મેં તેમની આ ફિલ્મ અગણિત વખત જોઇ છે અને તેમની બૉડી લૅંગ્વેજ અને કશ્ચ્યુમ્સ પર બહુ ધ્યાન આપતો હોઉં છું.

‘ફ્લાઇંગ જાટ’ પછી તારી સરખામણી પણ રિતિક સાથે થાય છે.

મારી સરખામણી રિતિક સર સાથે થઇ શકે નહીં. તે બહુ શ્રેષ્ઠ કલાકાર છે. મારી ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ તો રેમો ડિસૌઝા સરનો પ્રયાસ હતો, જેમાં મને સુપર હીરો બનાવવામાં આવ્યો હતો.

પિતા જેકી શ્રોફે પણ ૩૦ વર્ષ પહેલા સુપરહીરો ફિલ્મ ‘શિવા કા ઇન્સાફ’ કરી હતી.

મારા પિતાની તે ફિલ્મ મારી હંમેશની મનપસંદ ફિલ્મ છે. બાળક તરીકે હું તે ફિલ્મ બહુ જોતો. દરેક બાળકનો પહેલો હીરો તેના પિતા હોય છે. મારા પિતા મારા પ્રથમ સુપરહીરો હતા. મારા માટે તે સુપરમેન અને બેટમેન બંને છે. મને મારા પિતાને દેસી સુપરહીરો બનતા જોવાની બહુ મઝા આવે છે. મારા પિતાએ ક્યારેય જોકે, સુપરહીરો બનવાના પ્રયત્ન નથી કર્યા. તે તેમનામાં કુદરતી શક્તિ છે. તેમની ઊંચાઇ બહુ છે, તેમનો શારીરિક બાંધો સુસજ્જ છે અને તેમની બોડી લૅંગ્વેજ બહુ સારી છે. આથી તે સુપરહીરો જેવા જ લાગે છે. મારે તેમના સુધી પહોંચવા માટે બહુ મહેનત કરવાની જરૂર છે.

તને નવી પેઢીને સલમાન ખાન કહેવામાં આવે છે.

મારા માટે તે બહુ વધારે પડતું છે. તે બહુ સીનિયર કલાકાર છે અને બહુ ઉમદા સ્ટાર પણ. મારી તો હજુ પાંચ જ ફિલ્મો આવી છે. આથી તેમની સાથે સરખામણી કરવી યોગ્ય ન કહેવાય. મારા પિતા સાથે મારી સરખામણી કરવા જેવું તે છે.

દિશા સાથેના તારા સંબંધો.

અમે અંગત રીતે એકબીજા સાથે જે સંબંધો ધરાવીએ તે મારે જાહેરમાં શું કામ કહેવા જોઇએ? અમારી વચ્ચે જે છે તે છે.

May 24, 2018
D-1.jpg
1min10950
65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી,  આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્યે કોરિયોગ્રાફી કરી છે. ‘ગાઝી’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
May 24, 2018
racc3.jpg
1min11140

સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ઈદ પર રીલિઝ થઈ રહેલી ફિલ્મ રેસ-3 સાથે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં પણ ઝંપલાવશે.

સલમાને ફિલ્મ બજરંગી ભાઈજાન સાથે ફિલ્મ પ્રોડક્શન પણ શરૂ કર્યું હતું અને સલમાન ખાન ફિલ્મનું બેનર બનાવ્યું છે. રેસ-3માં સલમાનખાન સહ નિર્માતા તો છે જ અને હવે સલિમ ખાનના નામે તે આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કાર્ય પણ સંભાળશે. સલમાનના પિતા સલિમ ખાન પોતે પણ આ બિઝનેસ પર નજર રાખી રહ્યા છે.

સલમાનની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ માટે બે ડિસ્ટ્રીબ્યૂટર મેદાનમાં હતા પણ આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન સલમાને પોતે જ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું ટ્રેઈલર અને એક સોંગ રીલિઝ થઈ ગયું છે અને તેને ખુબ જ સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે તે જોતા ઈદના તહેવારે રીલિઝ થનારી આ થ્રિલર ફિલ્મને સારો પ્રતિસાદ મળવાની સંભાવના છે.

આ ફિલ્મ રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે અને રમેશ તોરાની આ ફિલ્મના સહ નિર્માતા છે.

May 21, 2018
kareena.jpg
1min12030

કરીના કપૂર ખાનનું કહેવું છે કે છોકરીઓને શિક્ષણ આપવું એ તેમને સશક્ત બનાવવા તરફનું પહેલું સ્ટેપ છે.

kareena

રવિવારે મધર્સ ડે હોવાથી દિલ્હીમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રર્ન્સ ફન્ડ દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં કરીનાએ કહ્યું હતું કે ‘સશક્તીકરણ અને છોકરીઓના શિક્ષણ વચ્ચે એક ડાયરેક્ટ લિન્ક છે. છોકરીઓને શિક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાલ્યાવસ્થા અને પુખ્ત વય વચ્ચે જો પ્રેગ્નન્સી આવી તો એનાથી મમ્મી અને બાળક બન્નેને પ્રૉબ્લેમ થઈ શકે છે. આ માટે પણ બાળકોને એ વિશે એજ્યુકેશન આપવું ખૂબ જ જરૂરી છે. છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. એક દિવસ તેઓ પણ મમ્મી બનશે અને એ માટે તેમને પૂરતી સમજ હોવી જરૂરી છે. તેમને સશક્ત બનાવવા માટે છોકરીઓને એજ્યુકેશન આપવું એ પહેલું સ્ટેપ છે.’