અમીધારા વાડી ખાતે સુરત ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજે જ્ઞાતિજનો માટે કોવીડ-19 આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું


રાંદેર, અડાજણ, અમરોલી, કોસાડ, મહિધરપુરા તેમજ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં બહુલ વસતિ ધરાવતા સુરતના કણબી પટેલથી ઓળખાતા સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ દ્વારા પોતાના જ્ઞાતિબંધુઓ માટે રાંદેર રોડ પર આવેલી અમીધારા પાટીદાર સમાજની વાડી ખાતે આજે કોવીડ-19 આઇસોલેશન સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો.

અમીધારા વાડી ખાતે કુલ 35 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઓલપાડ-ચોર્યાસી કડવા પાટીદાર સમાજના હોય અને કોવીડ-19 એસિમ્ટમેટીક પેશન્ટ હોય, એવા દર્દીઓ જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને હોસ્પિટલના ખર્ચ ભોગવી શકે તેમ ન હોય એવા કોરોના પોઝીટીવ જ્ઞાતિજનોને અહીં આઇસોલેશનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આ સમાજમાંથી આવતા અડાજણના કોર્પોરેટર શ્રી પી.એમ. પટેલે તેમજ સંજયભાઇ પટેલએ (ક્રિષ્ણા રેસ્ટોરેન્ટ અડાજણ) જણાવ્યું હતું.

તેમણે આપેલા માહિતી અનુસાર અમીધારા વાડી ખાતે જ્ઞાતિજનો માટે શરૂ કરવામાં આવેલા કોવીડ-19 આઇસોલેશન સેન્ટર ખાતે બે-ત્રણ ઓક્સીજન ઇનપુટ્સ ઇક્વિપમેન્ટ પણ મૂકવામાં આવશે. કેટલાક દર્દીને જો ઓક્સીજનની જરૂર પડે તો એ માટે બે-ત્રણ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. એ સિવાય બાકીના એવા જ્ઞાતિના દર્દીઓ હશે જેમના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય એ લોકો અહીં દાખલ થઇને ટ્રીટમેન્ટ કરાવી શકશે.
વધુ સમાચારો વાંચો
- અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહનો જાહેર આભાર કેમ માન્યો? સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર પર જે કર્યું તેનાથી સદીના મહાનાયક ગદગદીત્ થયા
- કો-ઓપરેટીવ સેક્ટરનું ભારતનું સર્વોચ્ચ સન્માન સુરતના કાનજીભાઇ ભાલાળાને નવી દિલ્હી ખાતે રૂ.11 લાખની ધનરાશિ સાથે ઇફ્કો સહકારીતા એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને એનાયત કરાયો
- કિરણ હોસ્પિટલની વયસ્ક નાગરીકો માટેની મેડીકલ સિક્યુરિટી સ્કીમ સુપર હીટ, સંકટ સમયની સાકળ જેવી યોજના સિનિયર સિટીઝનોને એક કોલથી તમામ પ્રકારની મેડીકલ સુવિધા પૂરી પાડે છે
- SGCCIનો સીટમે એક્ષ્પો 20થી 22 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
- સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇના રાજીનામા બાદ શું કરવું? આજે 21/3/24 સાંજે 6 વાગ્યે ડાયમંડ બુર્સની કોર કમિટીની મિટીંગ મળશે મુંબઇ જ નહીં સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં ખળભળાટ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
