CIA ALERT

યંગિસ્તાન Archives - Page 31 of 34 - CIA Live

December 17, 2018
SDCA_logo.jpg
1min9620

લાલભાઇ સ્ટેડીયમ ખાતે વોલીબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ

(પત્રકાર પરીષદને સંબોધતા સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના શ્રી કનૈયાભાઇ કોન્ટ્રકાટર, શ્રી હેમંત કોન્ટ્રાક્ટર, શ્રી હિતેષભાઇ પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ગાંધી દ્રશ્યમાન છે)

સુરત શહેરની સૌથી પ્રીમિયર સ્પોર્ટસ ક્લબ તરીકે ગણના પામતા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ધ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન દ્વારા તેમના મેમ્બર્સ માટે વધુને વધુ અત્યાધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા બાસ્કેટબોલ, ફુટબોલ અને વોલીબોલની ગેમ્સ માટે સિન્થેટિક્સ કોર્ટ તૈયાર કરાવડાવી તેનું લોકાપર્ણ કર્યું હતું.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીરસમાં વોલીબોલ માટે અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો, એ સમયે રમાયેલી પહેલી મેચની તસ્વીર)

આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપતા શ્રી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર, હેમંતભાઇ કોન્ટ્રાક્ટર, શ્રી હિતેશભાઇ  ડી. પટેલ, શ્રીએસ.એ. રાવલ, શ્રી મયંક દેસાઇ, ડો. નૈમેષ દેસાઇ, નિલેશ પટેલ, વિપુલ મુન્સી, યશેષ સ્વામી, નરેન્દ્ર ગાંધી, સાયમનભાઇ કોરેથ વગેરેએ જણાવ્યું હતું કે સિન્થેટિક્સ કોર્ટ એ રમનારાઓ માટે સુવિધા સંપન્ન હોવા સાથે ફિટનેસ માટે પણ ઉપયોગી છે. આંતર રાષ્ટ્રીય સ્તરે હવે સિન્થેટિક્સ કોર્ટ સર્વસ્વીકૃત બન્યા છે.

(લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં ફુટબોલની રમત માટે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક સિન્થેટિક કોર્ટ પર રમાયેલી પહેલી મેચની યાદગાત તસ્વીર)

આગેવાનોએ જણાવ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશીએશન માટે એવી છાપ હતી કે ફક્ત ક્રિકેટની રમતને જ પ્રોત્સાહન મળે છે પરંતુ, અહીં હવે તમામ પ્રકારની રમતો સ્પર્ધાત્મક રીતે રમી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવામાં આવી રહ્યું છે. હાલના જીમ્નેશિયનને તોડીને નવું અત્યાધુનિક જીમ્નેશિયમ આકાર પામી રહ્યું છે. સ્વીમીંગ પુલ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો બનાવવામાં આવી રહ્યો છે.

વધુમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ પરીસરમાં જ ટૂંક સમયમાં ઇન્ડોર લોન ટેનિસ તેમજ બેડમિગ્ટન કોર્ટનું નિર્માણ કરીને તેને સભ્યો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

ક્રિકેટની રમત અંગે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું કે સુરતને આઇ.પી.એલ. કે અન્ય ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ મળે તે માટે જરુરી માળખાગત સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જેમકે આંતર રાષ્ટ્રીય સ્તરની મેચ માટે મિડીયા સેન્ટર હોવું જરૂરી હોઇ, કુલ 6000ની ક્ષમતા ધરાવતું મિડીયા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.

December 17, 2018
competitive.png
1min13570

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ ♦️

પોલીસ, તલાટી અને બિનસચિવાલયની ભરતી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમામ વર્ગના યુવાન-યુવતીઓ માટે વિના મૂલ્યે એક મહિનાના તાલીમ વર્ગ

✔️ 20 ડિસેમ્બરથી શરૂઆત
********************
એસ.સી., એસ.ટી., ઓબીસી અને જનરલ કેટેગરી સહિત તમામ વર્ગના યુવાન-યુવતીઓ જોડાઈ શકશે.

 સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વિના મૂલ્યે મેળવવાની અમૂલ્ય તક

ભરૂચમાં માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચ ઘ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર ઘ્વારા પોલીસ, તલાટી અને બિનસચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે. જેના માટે ભરૂચ જીલાના યુવાન અને યુવતીઓ મફત તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયુ છે. જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન-યુવતીઓને અપીલ છે

✒️ પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ
**********************
નર્મદા ચેનલ,
સ્ટેચ્યુ પાર્ક પાસે,
ભરૂચ.

✔️ ફોર્મ પરત કરવાની તારીખ
********************
૧૯-૧૨-૨૦૧૮

✒️ વધુ માહિતી માટે સંપર્ક
******************

નરેશ ઠક્કર
મો. 95865 22666
ધર્મેશ પરમાર
મો. 99257 58409
જગદીશ પરમાર
મો. 94271 16916

December 15, 2018
CIA_Live_Logo_New2.jpg
1min4190

કયા સમાજે આજીવીકાનું સાધન પૂરું પાડ્યું

  • ભરવાડ સમાજે પોતાના સમાજના યુવકોને 300 પીકઅપ વાન અને કારનું વિતરણ કર્યું.
  • રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કર્યું

સમાજ યુવાનોનો રોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે હવે સમાજ આગળ આવી રહ્યો છે. તા.14મી ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં ભરવાડ અને રાજપૂત સમાજે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોટા ભાગે સમાજ પોતાના બેરોજગાર નવયુવાનોને યા તો સહાનુભૂતિ આપે છે  યા તો થોડીઘણી આર્થિક મદદ કરી દે છે. પણ આનાથી બેરોજગાર યુવાનોની મુશ્કેલી પૂરી થતી નથી.

ગુજરાતના ભરવાડ અને રાજપુત યુવા સંગઠન દ્વારા પોતાના સમાજના યુવાનોના બેકારીના પ્રશ્નને દૂર કરવા માટે તેમને આજીવીકા સમાન કાર ભેટ આપી છે જેમાંથી જો લાભકર્તા યુવાન ધારે તો આખી જીંદગી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે.

ભરવાડ સમાજના એવા યુવાનોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમની પાસે રોજગારી નથી. ભરવાડ સમાજે યુવકોને 300 પીકઅપ વાન અને કારનું વિતરણ કર્યું. આવો જ કાર્યક્રમ રાજપૂત સમાજે પણ કર્યો. જેમાં રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કરવામાં આવ્યું.

ભરવાડ યુવા સંગઠના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના યુવાનોને 250 ઈકો અને 50 બોલેરો કાર આપવામાં આવી. સમાજના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સમાજના યુવાનોને રોજગારી મળે તે માટે કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

શું છે આયોજન

ભરવાડ સમાજના યુવાનોને 250 ઈકો કાર અપાશે.
50 બોલેરો કાર આપવામાં આવશે.
1500 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે.

રાજપૂત સમાજના યુવાનોને 50 બોલેરો કાર આપવામાં આવશે.
400 લોકોને રોજગારી આપવામાં આવશે.
00 ડાઉનપેમેન્ટ રહેશે, બાકીના હપ્તા આપવાના રહેશે..
આ પહેલા 100 કારનું વિતરણ કરાયું હતું.

કોઇ સમાજ દ્વારા પોતાના સમાજના યુવાનો માટે આ પ્રકારે આજીવીકાનું સાધન આપવાનો આ પ્રયોગ જો દરેક સમાજ અનુસરે તો ગુજરાતમાં મોટા ભાગે બેરોજગારીનો પ્રશ્ન હલ થઇ શકે.

December 12, 2018
sonakshi1.jpg
1min21170

સોનાક્ષી સિંહા સાથે ઑનલાઇન શૉપિંગ સાઇટ ઍમેઝૉન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરીયાદ ખુદ સોનાક્ષીએ ટ્વીટર પર શેર છે.

સોનાક્ષીએ ૧૮,૦૦૦ના બોઝ કંપનીના હેડફોન ઑર્ડર કર્યા હતા, પરંતુ બદલામાં તેને લોખંડનો એક ટુકડો મોકલવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર તેણે કરેલા ઑર્ડરના બદલામાં મળેલા લોખંડના ટુકડાનો ફોટો શૅર કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘મેં કરેલા બોઝના હેડફોનના ઑર્ડરની જગ્યાએ મને શું મળ્યું છે એ જુઓ ઍમેઝૉન. એકદમ બરાબર બંધ થયેલું અને ક્યારેય ઓપન ન કર્યું હોય એવું બૉક્સ દેખાઈ રહ્યું હતું, પરંતુ ફક્ત બહારથી જ. આના કરતાં પણ સૌથી ખરાબ બાબત એ છે કે તમારી કસ્ટમર કૅર સર્વિસ કોઈ મદદ કરવા નથી માગતી. શું કોઈ ૧૮,૦૦૦માં આ ભંગાર ખરીદવા માગે છે? ડરવાની જરૂર નથી, આ ભંગાર હું વેચી રહી છું; ઍમેઝૉન નહીં. એથી તમે જે ઑર્ડર કર્યો હશે એ જ તમને મળશે.’

December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min13490

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.

December 10, 2018
hukka.jpg
1min11280
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 8, 2018
google_Play_Store_Logo.png
3min5542

મોબાઇલ ધારક માટે ગુગલ પ્લે સ્ટોર એટલે જાણે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે મનમાં જે શબ્દ આવે તેને પ્લે સ્ટોર પર નાંખીને એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર  પરથી મફતમાં મેળવી તેનો આનંદ ઉઠાવતા હતા. પરંતુ, હવે ગુગલ પ્લે સ્ટોર પરથી મફતમાં મળતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી મોટું નુકશાન જાય તેવી ભીંતી છે. ખુદ ગુગલ પ્લે સ્ટોરે પોતાના નેટવર્કમાથી સાફસૂફી કરતા 22 જેટલી એપ્લિકેશન્સને કાઢી નાંખી છે જે યુઝર્સને ભારે નુકસાન કરે તેમ હતી.

વિશ્વ વિખ્યાત ગુગલ કંપનીએ સ્માર્ટ ફોન માટેના પોતાના એપ્લિકેશન પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશનને તાત્કાલિક અસરથી કાઢી નાંખી છે. આ 22 એપ્લિકેશન એવી છે જે યુઝર્સ સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવી લેતી હતી. આ 22 એપ્લિકેશનન્સની યાદી અત્રે સામેલ છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી એપ્લિકેશન્સમાં કેટલીક એટલી બધી પ્રચલિત એપ્લિકેશન્સ છે જે તેને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા પરથી જાણી શકાય છે. જેમકે સ્પાર્કલ ફ્લેશલાઇટ. અંદાજે 10 લાખથી વધુ લોકોએ સ્પાર્કલ ફ્લેશલાઇટ (ટોર્ચ) એપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી 22 એપ્લિકેશન્સ યુઝર્સને કેવી રીતે ચૂનો ચોપડતી હતી તેની વિગતો આપતા સોફોસ નામની કંપનીએ સંશોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે એપ્લિકેશન્સ યુઝર્સના વધુ પડતા ડેટા ખર્ચી કાઢતા હતા. એથી વિશેષ બેટરીની અવધિ પણ ફટાફટ ઘટાડી દેતી હતી. આ એપ્લિકેશન્સ અનેક વખત યુઝર્સના મોબાઇલ ફોનને હેંગ કરી દેતી કે તેનો ડેટા ચોરી લેતી હતી.

Google recently removed 22 apps from its Play Store. The search giant removed the apps after security researcher Sophos found that these apps are being used for ad fraud by hackers. The list includes some of the popular apps like Sparkle Flashlight with 1 million-plus downloads. “From the user’s perspective, these apps drain their phone’s battery and may cause data overages as the apps are constantly running and communicating with servers in the background. Furthermore, the devices are fully controlled by the C2 server and can potentially install any malicious modules upon the instructions of the server,” warned the Sophos report.

Application Title

Sparkle FlashLight

Snake Attack

Math Solver

ShapeSorter

Tak A Trip

Magnifeye

Join Up

Zombie Killer

Space Rocket

Neon Pong

Just Flashlight

Table Soccer

Cliff Diver

Box Stack

Jelly Slice

AK Blackjack

Color Tiles

Animal Match

Roulette Mania

HexaFall

HexaBlocks

PairZap

December 7, 2018
GPSC_logo.png
1min15740
  • વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા
  • સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય
  • વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ
  • આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય
  • મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય

જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે જયારે વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાય છે. વર્ગ-૩ ની પરીક્ષામાં પ્રાથમિક કસોટી તથા પરીક્ષા નિયમોની જોગવાઈ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે. આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય છે જયારે મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય છે.

પ્રાથમિક કસોટી પૂરી થયાના ગણતરીના કલાકોમાં OMR

આયોગ દ્વારા ડીસેમ્બર-૧૬ પછીથી યોજાયેલ તમામ પ્રાથમિક કસોટીઓની OMR પરીક્ષા પુર્ણ થયાના ગણતરીના કલાકોમાં આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો પરીક્ષા રાજયવ્યાપી હોય તેવા કિસ્સામાં ૨૪ કલાકમાં OMR વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં સંપન્ન થયેલ વર્ગ-૧ અને ર ની પ્રાથમિક કસોટી ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં સવારે ૧૧ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આયોગની કચેરીથી ઘણાં દૂર અંતરે આવેલા ડાંગ-આહવા કે ભૂજ ખાતે જો પેટા કેન્દ્રો હોય તે પેટાકેન્દ્રો પરથી જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર OMR ઉત્તરવહીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચાડવામાં આવી અને જિલ્લા કેન્દ્રો ખાતેથી આયોગની કચેરી ખાતે લાંબા કિ.મી. નું અંતર કાપી અને આ OMR ઉત્તરવહીઓ આયોગની કચેરી પર લાવવામાં આવી હતી અને કચેરી ખાતે તાત્કાલિક તેનું સ્કેનિંગ કરીને બીજા દિવસે સવારમાં કેટલાક ઉમેદવારો પરીક્ષાના સખત થાકને લીધે નિંદ્રાધીન હતાં તેવી વેળાએ સવારે ૧૦.૦૦ કલાકે આયોગની વેબસાઇટ પર આ OMR અપલોડ કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પારદર્શિતાનો આ એક બેજોડ નમૂનો છે.

તંત્રને શું તકલીફો ઉપસ્થિત થાય

સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે. OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજુઆત પણ કરતાં હોય છે અને આયોગ આ રજુઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે. જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોય શકે ! સમગ્ર પરીક્ષાના સંચાલનમાં આયોગના અધિકારીઓની મહેનત કાબિલેતારીફ છે, સરાહનીય છે.

પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key

આયોગ દ્વારા યોજાતી પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key અને એ પછી પરિણામ પ્રસિદ્ધ કરતા પહેલા આયોગની વેબસાઇટ પર Provisional Answer Key મૂકવામાં આવે છે. આ Provisional Answer Key પર ઉમેદવારોના વાંધાઓ મંગાવવામાં આવે છે અને એના માટે ૧૦ કામકાજના દિવસ જેટલો સમય આપવામાં આવે છે. વાંધા મંગાવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ વાંધાઓ એકાદ અઠવાડિયામાં સંકલિત કરી વિષયવાર નિષ્ણાંતોને મોકલવામાં આવે છે. વિષય નિષ્ણાંત ઉમેદવારોના વાંધાઓ અને તેની સાથે રજૂ કરેલ સ્ત્રોતની ખરાઇ કરી પોતાનો અભિપ્રાય આપતા હોય છે. જરૂર જણાયે કેટલીક વખત આયોગ વધારાના વિષય નિષ્ણાંતનો પણ અભિપ્રાય લે છે. વાંધાઓની સંખ્યાને જોઈને વિષય નિષ્ણાંત માટે ૧૦-૧૫ દિવસ નો સમય જરૂરી છે. એક સાથે ઘણી બધી પરીક્ષાની પ્રક્રિયા આયોગ ખાતે સમાંતર ચાલતી હોય છે. છેલ્લા ૩ વર્ષમાં ૨૦૦ કરતા વધુ પરીક્ષા આયોગે લીધી છે અને આશરે ૧૦,૦૦૦ જેટલા અધિકારીઓને પસંદ કરી સરકારને ભલામણ કરી છે.

જયાં સુધી જા.ક્ર. ૪૦/૧૮-૧૯ ગુજરાત મુલ્કી સેવા તથા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ર નો સવાલ છે ત્યાં સુધી જુલાઇ ૨૦૧૮ માં જાહેરાત પ્રસિદ્ધ કરતી વખતે જણાવવામાં આવેલ કે આ જગ્યાની પ્રાથમિક કસોટી તા.૨૧.૧૦.૧૮ ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ સંભવતઃ ડીસેમ્બર-૨૦૧૮ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન -૨૦૧૯ માં પ્રસિદ્ધ કરવામાં આવશે અને રૂબરૂ મુલાકાત જુલાઇ-૨૦૧૯ માં ગોઠવામાં આવશે. આ જાહેરાત અન્વયેની પ્રાથમિક કસોટી જાહેરાતમાં જણાવેલ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવેલ છે. બાકીના તબકકાઓ પણ નિર્ધારિત સમયમર્યદામાં જ પુર્ણ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે ડિસેમ્બર શરુ થાય છે એમ સમજી કેટલાંક વીરલાઓએ તો તા. ૩૦ નવેમ્બરે રાત્રે ૧૧.૫૯ મિનિટે પરિણામ કયારે આવશે તેની Tweet પર પૃચ્છા કરવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જા.ક્ર. ૯/૧૪-૧૫ ના ઉમેદવારો કે જેઓ અત્યારે નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન અધિકારી કે ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવી રહ્યાં છે તે ઉમેદવારોએ પણ આખરી પરિણામ તા. ૩૧, મે ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થવાનું હતું પરંતુ એક લીટીગેશન ના કારણે ૩૧મી મે એ પરિણામ પ્રસિદ્ધ કરી શકાય તેમ ન હતું તે જાણતા હોવા છતાં તો પણ લગભગ રાત્રે ૧૨ થી ૨ ની વચ્ચે સીન્ડીકેટ બનાવી અને ૧૫૦ થી ૨૦૦ Tweet કરેલ.

કયારેક કયારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વર્તમાન પેઢીની મને ઇર્ષા આવે છે કે અમારી પેઢી વીસમી સદીના છેલ્લા દસકાના ઉત્તરાર્ધમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે GPSC ની જાહેરાત કયારે આવશે ? પરીક્ષા કયારે લેવાશે ? GPSC ની ઓફિસ કયાં છે ? GPSC ના ચેરમેન કોણ છે ? આવી કોઇ પણ માહિતી ન હતી ક્યાં તો ગતાગમ ન હતી. જયારે એકવીસમી સદીના બીજા દસકામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરનાર ઉમેદવારો પાસે પુર્વ નિર્ધારિત પરીક્ષા કાર્યક્રમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાત્રે ૧૨ વાગ્યે કે ૨ વાગ્યે જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ને પરિણામ કયારે પ્રસિદ્ધ કરશો એવું Tweet કરી પૂછી શકાય છે. ૨૦ મી સદીમાં હિંસાના જે પ્રકારો હતાં તેમાં ૨૧ મી સદીમાં એક હિંસાનો ઉમેરો થયો છે અને તે છે ડીજીટલ હિંસા. રાત્રે ૧૨ થી ૨ વચ્ચે બીપ…બીપ…કરીને Twitter પર ૧૦૦-૨૦૦ નોટિફિકેશન નોટીફાય કરવા એને હિંસા ગણવી કે નહીં તે બાબતમાં હજુ અવઢવમાં છું. પણ હું તમામ બાબતોને હકારાત્મકતાથી મૂલવું છું.આ પેઢીના યુવાનો તકની રાહ જોય રહ્યા છે તક મળ્યેથી પોતાની જવાબદારી નીભાવવા માટે ઉત્સુક છે. ભવિષ્યમાં સરકારી અધિકારી બન્યા પછી પણ આવી જ તત્પરતા રાખશે અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે પણ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તત્પર રહેશે એવા હકારાત્મક વિશ્વાસ સાથે આનંદની લાગણી અનુભવું છું.

16 ડિસેમ્બર 2018ના રોજ લેવાનારી પરીક્ષાના ઉમેદવારો જોગ

આગામી ૧૬ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ જયારે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારીની પ્રાથમિક કસોટી યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. જેટલી ઉમેદવારો ઓછી ભૂલો કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય. સૌ ઉમેદવારોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ….

સાભાર ઃ શ્રી દિનેશભાઇ દાસાની ફેસબુક પોસ્ટ…ગુજરાતના યુવાઓના વિશાળ હિતમાં પ્રકાશિત

December 6, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6850

ડિજીટલ ન્યુઝ ક્ષેત્રમાં મોબાઇલ યુઝર્સમાં માનીતી બની ગયેલી ગુજરાતી ન્યુઝ પોર્ટલ  www.cialive.in ને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પત્રકારો, માર્કેટિંગ મેનેજર્સ તેમજ આસિસ્ટન્ટસની આવશ્યકતા છે. રસ ધરાવતા ઉમેદવારોએ મેઇલ આઇ.ડી. cialive@yahoo.com પર તા.16 ડિસેમ્બર 2018 સુધીમાં પોતાની એપ્લિકેશન મોકલવાની રહેશે. જોબ માટે વ્હોટ્સ એપ પર બિલકુલ સંપર્ક કરવો નહીં.

રસ ધરાવતા ઉમેદવારો ગુજરાતી ટાઇપિંગ તેમજ ફોટોગ્રાફી કરી શક્તા હોવા જરૂરી છે. ઉમેદવાર પાસે પોતાનું ટુ વ્હીલ વાહન હોવું જરૂરી.

નીચે મુજબ સ્ટાફની આવશ્યકતા છે

બારડોલી પત્રકાર સંખ્યા 02

વ્યારા પત્રકાર સંખ્યા 02, માર્કેટિંગ સંખ્યા 01

નવસારી પત્રકાર સંખ્યા 02

વલસાડ પત્રકાર સંખ્યા 02

વાપી પત્રકાર સંખ્યા 02, માર્કેટિંગ સંખ્યા 01

દમણ પત્રકાર સંખ્યા 01, માર્કેટિંગ સંખ્યા 01

ભરૂચ પત્રકાર સંખ્યા 01

અમદાવાદ  પત્રકાર સંખ્યા 01

ગાંધીનગર પત્રકાર સંખ્યા 01

રાજકોટ પત્રકાર સંખ્યા 02

ભાવનગર પત્રકાર સંખ્યા 01

જૂનાગઢ પત્રકાર સખ્યા 01

મુંબઇ પત્રકાર સંખ્યા 01

અરજી મોકલવા માટેનો ઇમેઇલ આઇ.ડી. cialive@yahoo.com

November 29, 2018
GOVT-JOBS.jpg
1min6950

  • ગુજરાત ત્રીજા વર્ગની 12 હજાર જગ્યાઓ માટે 38 લાખ અરજી
  • તલાટીની કુલ 1800 જગ્યા માટે 19 લાખ અરજીઓ
  • ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી
  • પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000

સરકારી નોકરી મેળવવા માટે આજકાલ યુવાનોમાં કેટલી હોડ મચી ગઇ છે એની પ્રતીતિ કરાવતી ઘટના આકાર પામી છે. આજના જમાનામાં સરકારી કર્મચારી પછી ભલે એ ક્લાસ-થ્રી પદની કેમ ન હોય, લાઇફ સ્ટાઇલ, કાયદેસરની આવક એટલે કે પગાર અને આકસ્મિક આવક એટલે કે બેનંબરી આવક, ઠાઠ માઠ વગેરે જોઇને યંગસ્ટર્સ પણ હવે સરકારી નોકરી મેળવવા માટે ભારે પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે ક્રિમ ખાતું ગણાય. રેવન્યુ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારથી ખદબદતું ખાતું છે, સૌથી વધુ એન્ટી કરપ્શનના કેસો પણ રેવન્યુ ખાતામાં જ થતાં હોય છે. રેવન્યુ ખાતામાં આવતા તલાટીઓ ભ્રષ્ટાચાર આચરવા માટે સૌથી વધુ કુખ્યાત હોય છે. જમીનના દફતરમાં કોઠા કબાડા કરવા માટે તલાટીઓ ભારે બદનામ હોય છે. અને હવે એ જ તલાટી બનવા માટે શિક્ષિત બેરોજગારોએ કેવી પડાપડી કરી છે તેની વિગતો તલાટી માટે ગુજરાત સરકારે હાથ ધરેલી ભરતી પ્રક્રિયા અન્વયે મળેલી અરજીઓની સંખ્યા પરથી થઇને રહે છે.

ગુજરાતમાં તલાટીની નોકરીને વૈભવી માનવામાં આવે છે અને તલાટીઓને વૈભવશાળી. એવી બહું ઓછી જીવતી વારતા સાંભળવા મળે છે જેની પહેલી લાઇન એમ હોય કે, એક ગરીબ તલાટી હતો. જમીનના કોઠા કબાડા બહાર આવે ત્યારે પહેલું કુકર્મ જો કોઇએ કર્યું હોય તો એ તલાટીનું નામ છાપરે ચઢીને પોકારે. આવી સ્થિતિમાં હાલમાં ગુજરાતમાં તલાટીઓની ખાલી પડેલી 1800 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તલાટી બનવા માટે ભલભલા ઉમેદવારોએ ઝુકાવ્યું છે.

ગુજરાતમાં તલાટીની 1800 જેટલી જગ્યાઓ માટે કુલ 19 લાખ જેટલી અરજીઓ મળી છે.

તલાટી બનવા માટે આટલી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારોએ કરેલી અરજી એ બાબત પણ સૂચવે છે કે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓને અઘરી ગણતા યંગસ્ટર્સ માને છે કે તલાટીની પરીક્ષા સરળતાથી પાસ કરી દેવાશે.

ગુજરાતમાં બેકારીના આંકડા જાણે સતત વધી રહ્યા છે. તા.28મી નવેમ્બરના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી હેરત પમાડે એવી છે. રાજ્યમાં ત્રીજા વર્ગની 12 હજાર ખાલી પડેલી જગ્યાઓ માટે અધધધ 38 લાખ અરજીઓ મળી છે. જેમાંથી 50 ટકા એટલે કે 19 લાખ અરજી તલાટીની પોસ્ટ માટે છે. જેમાં માત્ર 1800 જગ્યાઓ છે. અરજી કરવાની અંતિમ તારીખને હજુ સમય હોવાથી આ આંકડો હજુ વધી શકે છે.

તલાટીની પોસ્ટ માટે સૌથી વધુ અરજીઓ મળી છે. આંકડાઓ પ્રમાણે એક જગ્યાઓ માટે આશરે 1, 055 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યાઓ માટે 4, 84, 000 અરજી મળી છે. એટલે કે એક પોસ્ટ માટે આશરે 1, 449 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલની 9, 713 જગ્યાઓ માટે માત્ર 8, 76, 000 અરજીઓ આવી છે.

સરકારી નોકરી માટેની અરજીઓ અને વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન હોય શકે. કારણ કે ઘણી વાર સારી નોકરીની શોધમાં લોકો એક નોકરી હોવા છતા બીજી માટે અરજી કરે છે. જો કે કૉંગ્રેસે આ આંકડાઓને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ‘ આ આંકડાઓ પરથી સાબિત થાય છે કે રાજ્યમાં બેકારીએ ભરડો લીધો છે. ‘