CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 5 of 19 - CIA Live

May 28, 2021
Microbilogy-Lab-Civil-9-1.jpg
3min325

નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની આવી જ મહિલા કર્મયોગીઓની જેઓએ બાળકોની સારસંભાળ, ઘર-પરિવારની દેખરેખ સાથે RTPCR  ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી કરી નારીશક્તિના દર્શન કરાવ્યાં છે. તેમણે કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટ કર્યા છે, અને કોરોનાની સારવાર માટેના પ્રથમ પગલાંરૂપ ટેસ્ટીંગની કામગીરી માટે ઘડીયાળના કાંટાઓ જોયા વિના ૧૨ થી ૧૫ કલાક કામ કર્યું છે. કામનું ત્રણ શિફ્ટમાં વિભાજન હોવા છતાં કામના ભારણના લીધેઓવરટાઈમ કરીને પણ ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કર્યા છે.

               આ લેબનું જમાપાસું એ છે કે અહીં તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૯૦ના સ્ટાફગણમાં ૮૦ મહિલાઓ અને ૧૦ પુરૂષો ફરજ બજાવી રહ્યાં છે. સ્ટાફમાં ૯૦ ટકા મહિલા કર્મયોગીઓ છે, જેઓ RT-PCR ટેસ્ટીંગ લેબમાં જીવના જોખમે કાર્યરત છે અને દૈનિક ૨૫૦૦ થી ૩૦૦૦ નમૂનાઓનું પરીક્ષણ કરે છે.

              દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈનની જવાબદારી પણ વધી ગઈ છે.

              વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં આજદિન સુધીમાં ૨.૬૫ લાખ જેટલા RTPCR ટેસ્ટ કર્યા છે. જેમાં માર્ચ-૨૦૨૦ થી લઈને ફેબ્રુઆરી-૨૦૨૧ સુધીમાં ૧.૩૯ લાખ તથા માર્ચ-૨૦૨૧ થી આજ સુધીમાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. ૯૦ ટકા જેટલી બહુમતીમાં મહિલા સ્ટાફગણ જીવની પરવા કર્યા વિના ૧૦ થી ૧૨ કલાક પીપીઈ કીટ પહેરીને ફરજ નિભાવે છે. ડિપાર્ટમેન્ટમાં ૩૮ ટેકનિકલ સ્ટાફ, ૦૮ સર્વન્ટ, ૧૧ ડોકટર, ૦૪ VRDL સ્ટાફ મળી કુલ ૯૦ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી ૧૦ જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.                 

                  વધુમાં ડો. સુમેયા કહે છે કે, જ્યારે ૨૦૨૦ના વર્ષમાં માર્ચ મહિના દરમિયાન કોરોના કેસોમાં વધારો થતા તાબતતોડ ICMRની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં અમદાવાદ, જામનગર બાદ ત્રીજી લેબ શરૂ કરવાં સુરતની સિવિલને મંજૂરી આપવામાં આવી હતી, શરૂઆતના એ સમયે સુરત શહેરથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કોરોના દર્દીઓના રોજના ૮૦૦ થી લઈ ૧૨૦૦ ટેસ્ટ કરવામાં આવતા હતા. પછી તબક્કાવાર સ્મીમેર અને શહેર, જિલ્લાની અન્ય ખાનગી લેબોને મંજૂરી મળતા ટેસ્ટીંગ શરૂ થયા હતા. ત્યાં સુધી અમારા વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાતની કોવિડ ટેસ્ટીંગ જવાબદારી બખૂબી નિભાવી અને આજપર્યંત અમારૂં કામ ૨૪x ૭ રાઉન્ડ ધ ક્લોક અવિરત છે.’

              કોરોનાની બીજી લહેરમાં પણ માત્ર ત્રણ મહિનાના ટુંકાગાળામાં ૧.૨૬ લાખ જેટલા ટેસ્ટ કર્યા છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, હાલમાં અમે મ્યુકરમાયકોસિસના રોજના ૧૦ સેમ્પલનું પરીક્ષણ કરીએ છીએ. તબીબોથી લઈને સર્વન્ટ સુધીના સ્ટાફના ટીમવર્કથી ટેસ્ટીંગ કાર્ય ચાલી રહ્યું છે. સિવિલની આ લેબમાં ટેસ્ટીંગ માટે ૧૦ મશીનો, બે RNA એક્સટ્રેકશન મશીન ઉપલબ્ધ છે. જયારે જયારે જરૂર પડી ત્યારે રાજ્ય  સરકારે તમામ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

             કોવિડ ટેસ્ટીંગ માટેના નોડલ ઓફિસર અને પ્રોફેસર ડો.નીતા ખંડેલવાલ જણાવે છે કે, સેમ્પલ આવ્યાં બાદ સૌ પ્રથમ વાઈરલ ટ્રાન્સપોર્ટ મિડીયમમાં આવેલ સેમ્પલમાં વાઈરસને લાઈસીસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારબાદ વાઈરસમાં રહેલા RNAને RNA એક્સટ્રેકશન મશીનમાં એક્સટ્રેક્ટ (અલગ) કરવામાં આવે છે. ત્યારબાદ PCR ચેમ્બરમાં અલગ-અલગ કરેલા RNAને માસ્ટર મિકસ ચેમ્બરમાં તૈયાર કરેલ રિએજન્ટમાં ઉમેરી કોવિડ-૧૯ વાઈરસ છે કે નહી તે જોવા માટે RT-PCR મશીનમાં બે કલાક મૂકવામાં આવે છે. RT-PCR મશીનમાં ગ્રાફ જોઈને આ વાઈરસની હાજરી છે કે નહી તે જાણી શકાય છે. આ એક ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા સુધી આશરે ૦૮ થી ૦૯ કલાક જેટલો સમય લાગે છે. રાજ્ય સરકાર અને કેન્દ્રના ICMRના પોર્ટલ પર દરરોજની નિશ્ચિત સમયાવધિમાં ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. 

 આ સમગ્ર પ્રક્રિયા માટે બાયોસેફટી કેબિનેટ કલાસ ટુએ, RT-PCR અને RNA એક્સટ્રેકશન મશીન, માઈનસ ૨૦ ડિગ્રી રેફ્રિજરેટર (જેમાં ૦૬ માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકાય છે) સેન્ટ્રીફ્યુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન જેવા અતિ આધુનિક સાધનોની જરૂર પડે છે એમ તેઓ જણાવે છે.

            ડો. નીતાએ ઉમેર્યું કે દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ અને નવસારીમાં નવી RT PCR લેબ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ અહીંના તબીબો દ્વારા તેમના સ્ટાફગણને ટેસ્ટીંગ માટે ICMR અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર  પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી.સિવિલમાં અમે ઈન્ફેકશન કંટ્રોલ ટીમનું પણ ગઠન કર્યું છે. જે વિવિધ વિભાગોમાં તબીબો, નર્સિંગ અને મેડિકલ સ્ટાફમાં સંક્રમણ અટકાવવાં માટે પણ સતત કાર્યરત છે.  

          વિભાગીય વડા ડો.સુમેયા મુલ્લાંના માર્ગદર્શન હેઠળ અહીં કાર્યરત ડો. ઉલ્લાસ ભાભોર અને ડો.ગીતા વાઘેલા કોવિડ ઇન્ફેકશન કંટ્રોલ, ડો.સંગીતા રેવડીવાલા અને ડો.યોગિતા મિસ્ત્રી મેડિકલ સ્ટાફને તાલીમ, ડો.દિપલ અને ડો.પૂર્વી ગાંધી કોવિડ કામગીરીની તાલીમ, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ, રેસિડેન્ટ ડોક્ટર્સ અને સ્ટાફગણને સેલ્ફ કેર, ડો.તન્વી પાનવાલા અને ડો.વિભૂતિ સેમ્પલ ટેસ્ટીંગમાં ક્વોલિટી કંટ્રોલ, અન્ય જિલ્લાની લેબના સ્ટાફને તાલીમ અને ડો.અલ્પા પટેલ, ડો.ઉલ્લાસ અને ડો.દીપિકા મ્યુકર માયકોસિસના નમૂનાનું પરીક્ષણ, સિનીયર લેબ ટેક્નિશ્યન હેતલ નાયક પણ ટેસ્ટીંગ માટે મહત્વની જવાબદારી નિભાવે છે.       

             આમ, કોવિડ પરીક્ષણ માટે માઈક્રોબાયોલોજી વિભાગનું નમૂનેદાર માઈક્રોમેનેજમેન્ટ રહ્યું છે. જેમાં નારીશક્તિઓએ કાબેલિયત થકી ‘પુરૂષ સમોવડી નારી’નું બિરૂદ સાર્થક કર્યું છે. 

RT PCR એટલે શું? તે કઈ રીતે થાય છે?

RT PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઈન રિએકશન ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેસ્ટમાં વાયરસના આરએનએની તપાસ કરવામાં આવે છે. જેમાં શરીરના મોટા ભાગે નાક અને ગળામાંથી મ્યૂકોઝાની અંદરના સ્તરથી સ્વાઈબ લેવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રિએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR  મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ આપે છે. આ ટેસ્ટ થકી સંક્રમણ કેટલું ગંભીર છે અને આગળ જતાં ઘાતક બની શકે છે કે નહીં તે પણ જાણી શકાય છે. આ ટેસ્ટ દુનિયાના દરેક દેશોમાં ૧૦૦ ટકા વિશ્વસનીય ગણાય છે.

સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોરોનાની બન્ને લહેરમાં ૨.૬૫ લાખથી વધુ RTPCR ટેસ્ટીંગની અભુતપૂર્વ કામગીરી

April 18, 2021
vinesh.jpg
1min335

ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશ ફોગાટ અને અંશુ મલિકે દમદાર પ્રદર્શન સાથે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઘણા મોટા ખેલાડીઓ વિના આયોજિત આ પ્રતિયોગિતામાં વિનેશે દબદબો કાયમ રાખ્યો હતો અને 53 કિલો વર્ગમાં અંક ગુમાવ્યા વિના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત પ્રતિયોગિતામાં કાંસ્ય પદક જીતનારી વિનેશે ફાઇનલમાં તાઈપેની મેંગ હસિહ સામે 6-0થી બઢત મેળવી હતી. આ પ્રતિયોગિતામાં તાઇપેની મેગ સામે વિનેશની બીજી જીત છે જ્યારે અંશુએ ફાઇનલમાં બત્સેત્સેગ અલ્ટાંસેટસેગને 3-0થી પછાડીને સીનિયર વર્ગમાં વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં મંગોલિયન ખેલાડી પાસે અંશુના આક્રમણનો કોઈ જવાબ નહોતો. વિનેશે શરૂઆતી ચરણમાં મંગોલિયાની ખેલાડી અને તાઈપેની ખેલાડી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી જ્યારે સેમીફાઈનલમાં પ્રતિદ્વંદ્વી હુનયોન્ગ ઓહ ઈજાના કારણે રિંગમાં ઉતરી શકી નહોતી.

April 1, 2021
Kirron-Kher-Is-Suffering-From-Blood-Cancer-Confirms-Anupam-Kher-Web.jpg
1min696
Kirron Kher Is Being Treated For Cancer, "Well On Way To Recovery"

ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.

અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”

March 9, 2021
jandhan.jpg
1min372

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.

સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.

સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.

March 7, 2021
swarn_krishna.jpg
1min356

Minister of State Ports, Shipping and Waterways Mansukh Mandaviya on Saturday flagged off the first “All Women Officers’ Sailing” on MT Swarna Krishna from Jawaharlal Nehru Port.

“This is the first time in the world maritime history that a ship is being sailed by all women officers,

#AllWomensailingShip #Womensday #SwarnKrishnaship

February 22, 2021
surat-women.jpg
1min466
Symbolic Photo

50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકામાં મતદાન માટે મહિલાઓ ઉદાશીન

Jayesh Brahmbhatt 9825344944

50 ટકા મહિલા અનામત ધરાવતી સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે પૂર્ણ થયેલા મતદાનના આંકડાનું વિશ્લેષણ કરતા એવી હકીકત સપાટી પર આવી છે કે મહિલાઓમાં મતદાન બાબતે ભારે ઉદાશીન વલણ જોવા મળ્યું છે. 30 વોર્ડ પૈકીના 10 ટકા એટલે ફક્ત 3 વોર્ડમાં જ મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી વધુ નોંધાયું છે. બાકીના 27 વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાનથી 5થી 20 ટકા જેટલું નીચું નોંધાયું છે.

જે સુરતના જે ત્રણ વોર્ડમાં મહિલાઓનું મતદાન પુરુષોથી વધુ નોંધાયું છે એ તમામ શ્રમજીવી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.

  • અલથાણ, બમરોલી અને વડોદ મ્યુનિસિપલ વોર્ડ નં. 29માં 41.40 ટકાના પુરુષ મતદાનની સામે મહિલાઓનું મતદાન 43.20 ટકા નોંધાયું છે.
  • પાંડેસરા-ભેસ્તાન મ્યુનિસિપલ વોર્ડ નં.28માં પણ પુરુષોના 46.43 ટકા મતદાનની સામે મહિલાઓનું ટકાવારી મતદાન 47.18 ટકા નોંધાયું છે.
  • ઉધના દક્ષિણ મ્યુનિસિપલ વોર્ડ નં.24માં પુરુષોનું ટકાવારી મતદાન 47.35 ટકાની સામે મહિલાઓ મતદારોનું ટકાવારી મતદાન 47.76 ટકા નોંધાયું છે.

આ ત્રણેય વોર્ડની મહિલાઓએ શહેરના અન્ય 27 વોર્ડની મહિલાઓ માટે પ્રેરણાદાયી અને પ્રશંસનીય કાર્ય કર્યું છે. અન્ય વોર્ડની તુલનામાં આ ત્રણ વોર્ડની મહિલાઓએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજીને એ લોકશાહીના હિતમાં અદા પણ કરી બતાવી છે.

February 2, 2021
bhavya.jpg
1min348

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી  રહેશે.

ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.

January 7, 2021
Cia_women_train2.jpg
1min794

મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું

CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.

મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે

આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે

મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.

ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.

December 26, 2020
arya-1.jpg
1min885

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માત્ર સિનિયર હોય તેવા અથવા તો લાગવગીયા હોય તેવા અથવા તો મોટા નેતાના મળતીયાઓને જ પોલિટીક્સમાં ખાસ કરીને સત્તામાં હોદ્દા મળતા હોય છે. પરંતુ, કેરળમાં આ ચેઇન તૂટી છે. પોલિટીક્સમાં ખાસ કરીને સત્તાની ભાગબટાઇમાં પરંપરાગત ટ્રેન્ડથી વિપરીત 21 વર્ષિય યુવતિ આર્યા રાજેન્દ્રને મેયર બનાવવાનો નિર્ણય લેવાયો છે. બિનઅનુભવી હોય તો શું થઇ ગયું પરંતુ, એ યુવતિ પોતાની અલગ વિચારધારાથી કેરળના થિરુવનંતપૂરમ શહેરનું નેતૃત્વ તો કરશે જ પરંતુ સાથોસાથ એ પોતાનો અભ્યાસ પણ શરૂ રાખશે. અત્યાર સુધી વિદેશમાંથી આવા સમાચારો મળી રહ્યા હતા. ભારતમાંથી આ સમાચાર મળવા એ ન્યુ ઇન્ડિયાના નિર્માણના સંકેત મળી રહ્યા છે.

ભારતીય પોલિટીક્સમાં યંગસ્ટર્સની સક્રિયતા ખૂબ જરૂરી

તાજેતરમાં કેરળ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી. જેમાં કેરળના મહત્વપૂર્ણ શહેર ગણાતા થિરુવનંતપૂરમ્ ખાતે ક્રાંતિકારી નિર્ણય લઇને સૌથી યંગેસ્ટ કાઉન્સિલર એક યુવતિ નામે આર્યા પર મેયર પદનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આર્યા રાજેન્દ્ર CPI(M) પાર્ટીની સીટ પરથી થિરુવનંતપૂરમ્ ના ચાલા વિસ્તારના એક્ટીવ મેમ્બર હતા અને તેથી તેને થિરુવનંતપૂરમ્ ના મુદ્રાંનમંગલ વિસ્તારની બેઠક પર પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે કાઉન્સિલરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આર્યા રાજેન્દ્ર બી.એસસી. મેથેમેટિક્સનો અભ્યાસ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.

આર્યા દેશના સૌથી યુવાન મેયર બન્યા છે, અને આ સાથે પાર્ટી વઘારે ભણેલી ગણેલી મહિલાઓ આગળ આવે અને લીડર બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

આર્યા રાજેન્દ્રને મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, “આ પાર્ટીનો નિર્ણય છે અને મારે તેનું પાલન કરવાનું છે. ચૂંટણી દરમિયાન લોકોએ મારા પર પસંદગી ઉતારી છે, હું એક વિદ્યાર્થિની છું ત્યારે લોકોએ મારા ભણતરને પણ ધ્યાનમાં રાખ્યું છે, અને તેમનો નેતા ભણેલો હોય તે વિચારીને મારી પસંદગી કરી છે. હું મારું ભણતર ચાલુ રાખીશ અને તેની સાથે મેયર તરીકે મારી ફરજ પણ નિભાવીશ”

December 23, 2020
teachers.jpg
1min316

ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.