શાળાના શિક્ષણને લગતી બધી માહિતી આપતું અને દેશની ૧૫ લાખ શાળાને જોડતા શાળાના શિક્ષણ માટેના પોર્ટલ ‘શગુન’નું કેન્દ્રીય એચઆરડી પ્રધાન રમેશ પોખરીયાલ નિશાંકે બુધવારે ઉદ્ઘાટન કર્યું હતું. બધી શાળાઓને જીઓ ટેગ કરવામાં આવી છે અને એમણે આપેલી બધી જ માહિતી આ પોર્ટલ દ્વારા જાણી શકાશે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.
સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય
રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના
ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ
જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી
શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે
પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.
અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના
શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી
જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ
માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી
ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો
શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ
કરતા હોય છે.
આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં
મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક
અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં
ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા
સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં
વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ
સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં
વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.
જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા
જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા
ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ
બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ
પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ,
જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી
તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવાર કે જેણે સાયન્સફેરમાં રજૂ કરેલા ડ્રેેનેજ ક્લીનીંગ મશીનના પ્રોજેક્ટ આંતર રાષ્ટ્રીય સ્તરે જાપાન ખાતે યોજાઇ રહેલા સ્કુલ સાયન્સ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, આ નિમિત્તે નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા
દગડીઆંબા ગામે રહેતી આશા પવારે પોતાના જિલ્લા સ્તરની શાળાકીય વિજ્ઞાન મેળાની
હરીફાઇમાં ગટર સાફ કરવાનું વર્કિંગ મોડેલ
બનાવીને રજૂ કર્યું હતું, જે જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે વિજેત બન્યા બાદ ભારતમાં
રાષ્ટ્રકક્ષાના સાયન્સ ફેરમાં પણ આ બાળવિજ્ઞાનીનો ડ્રેનેજ ક્લીનીંગ મશીન પ્રોજેક્ટ
વાહવાહી લૂંટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગની દિકરી આશા પવારનો
ડ્રેનેજ ક્લીનીંગ મશીનનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાનના આંતર
રાષ્ટ્રીય સ્તરના સ્કુલ સાયન્સફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા દગડીઆંબા ગામે રહેતી આશા પવાર પિતાની છત્રછાયા બાળપણથી ગુમાવી ચૂકી છે. છેવાડાના આદિવાસી જિલ્લાની આશા પવારે ન તો ડ્રેનેજ જોઈ છે કે ભૂગર્ભ ડ્રેનેજ, પરંતુ આ વિદ્યાર્થિનીએ સ્કૂલના વિજ્ઞાન મેળામાં ગટર સાફ કરવા માટેનું યંત્ર બનાવ્યું હતું જેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.
દેશમાંથી આવેલી ૮૫૦ કૃતિઓમાંથી ૬૬ પસંદ કરવામાં આવી હતી, જેમાંની દગડીઆંબા ગામની સ્કૂલની આશાનું ગટર સાફ કરતું યંત્ર પણ પસંદ કરવામાં આવ્યું છે.
એક વર્ષમાં આપણા ભારત દેશમાં સર્વે મુજબ અંદાજિત ૩૦ હજાર સફાઈ કામદારો ગટરમાં ઊતરવાના કારણે મૃત્યુ પામતા હોય છે. જે ન બને એ માટે આશાએ એક આશા બાંધી હતી અને એમાં સફળતા મળતાં આશા પવારે મશીન બનાવ્યું છે જેના થકી ગટરનું પાણી કે કચરો સીધો બહાર આવી શકે છે જે પ્રોજેક્ટને તૈયાર કરવા માટે દગડીઆંબાના શિક્ષકે પણ આશાને સારો સહકાર આપ્યો છે.
નવસારીના વિરવાડી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દત્તક લઈને વધુ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક બાળકીઓમાં રહેલી શક્તિઓને ખિલવવા માટે સદાય અગ્રેસર રહેતા લોકોએ આ દીકરીને સન્માની છે, જેના કારણે કામ કરવાની વધુ ધગશ મળી છે.
MBBS અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે.
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.
ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.
NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાન એ સ્વતંત્રતા પર્વે અનેરું સાહસ ખેડીને સોનગઢથી બારડોલી સુધીના 73 રનિંગ કિલોમીટર લાંબા રૂટ પર નોનસ્ટોપ સ્કેટિંગ ચલાવીને વિક્રમ સર્જ્યો છે.
આજકાલ કેટલો ડિજિટલ જમાનો છે… છોકરાઓ રડે તો આપણે એમને ફોન આપી દઈએ છીએ, છોકરી કે છોકરો જમે નહીં તો ફોન આપી દઈએ છીએ, ઘણી વખત તો મમ્મી કે પપ્પા પોતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકોને ફોન આપી પોતે સ્વતંત્ર થઈ જાય છે. ‘બહાર રમવા નથી જવાનું લે આ મોબાઈલ લે’ આવા શબ્દો નો પ્રયોગ આજકાલ વધી રહ્યો છે?
બારડોલીના સાગર ઠાકર તેમના પુત્રો રુદ્રાક્ષ અને રિધાનએ 14મી ઓગસ્ટ એ વ્યારાથી શરુ કર્યું હતું મિશન લોંગેસ્ટ સ્કેટિંગ
મોબાઇલથી થતી માઠી અસરથી આપણે સૌ પરિચિત છીએ, એના માટે કોઈ લાંબો લેખ લખવાની જરૂર નથી. બાળકોની કેળવણીમાં આજકાલ મોબાઈલ ખૂબ અગત્યનો બનતો જણાતો જાય છે? શું મોબાઈલ વગર બાળકોને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત ના રાખી શકાય? બાળકોને મોબાઈલથી દૂર રાખવાં માટે બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરાવી શકાય. પિતા એક એવા વ્યક્તિ હોય છે જે પોતાના બાળકોને પોતાનાથી એક ડગલું આગળ જોવા ઇચ્છતા હોય છે, પિતાનું અનુકરણ બાળકો હંમેશા કરતા હોય છે તેથી જ પિતાની એક ફરજ છે કે બાળકોને કંઈક એવી પ્રવૃત્તિ તરફ વળાવવા કે તેઓમાં નાનપણથી જ સાહસ અને ધગશ બંને વધે. આ કોન્સેપ્ટ ને ધ્યાનમાં રાખી સરદાર નગરી બારડોલીનો એક સાહસિક યુવાન સાગર ઠાકર પોતાનાં બે નાના બાળકો રુદ્રાક્ષ_ઠાકર (ઉંમર ૯ વર્ષ) અને રિધાન_ઠાકર (ઉંમર ૬ વર્ષ) બંને ને સાથે લઈને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો જ્યારે ૭૩ મો સ્વાતંત્રતા દિન મનાવી રહ્યા હતા ત્યારે સાગર ઠાકર બંને બાળકો સાથે ૭૩ km નું અંતર સ્કેટિંગ દ્વારા કાપી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા કરવાનું સાહસ ખેડી રહ્યા હતા
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાનએ ગઇકાલ, બુધવાર, ૧૪મી ઓગષ્ટ ના દિવસે વ્યારા મુકામેથી શરૂ કરી સોનગઢ થઈ બારડોલી ખાતે નિર્વિધ્ને પરત ફર્યા હતા.
MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.
મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.
તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.
નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.
બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.
ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.
ગુજરાતની એડમિશન કમિટીએ આપેલા પ્રવેશનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે સરકારી મેડીકલ કોલેજ કે જ્યાં સૌથી સસ્તી ફી હોય છે ત્યાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત મેરીટ મેળવવામાં છોકરીઓ આ વર્ષે નિષ્ફળ નિવડી છે.
સરકારી કોલેજોમાં 70 ટકા બેઠકો પર બોયઝ (મેલ), છોકરાઓને પ્રવેશ
સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા બેઠકો પર ગર્લ્સ (ફિમેલ), છોકરીઓને પ્રવેશ
કુલ 6 સરકારી કોલેજોમાં એમબીબીએસની 1265 બેઠકો (C.I.A. Live)
882 બોયઝ અને 383 ગર્લ્સને સરકારી એમબીબીએસની સીટ પર પ્રવેશ મળ્યો
સેમી ગવર્નમેન્ટ મેડીકલ કોલેજોની સ્થિતિ
અર્ધ સરકારી (સેમીગવર્ન્મેન્ટ) મેડીકલ કોલેજોમાં આ વખતે કુલ 1600 બેઠકો પર ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ ફાળવ્યા છે. જેમાં બોયઝ (મેલ) છોકરાઓની સંખ્યા 951 (59.43 ટકા) જ્યારે ગર્લ્સ (ફિમેલ), છોકરીઓની સંખ્યા 649 (40.56 ટકા) છે. (C.I.A. Live)
ગુજરાતમાં આવેલી મેડીકલ કોલેજોમાં તમામે તમામ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયા બાદ સરકારની પ્રવેશ સમિતિએ ઘોષણા કરી દીધી છે કે એમ.બી.બી.એસ.માં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે હવે એકપણ બેઠક ખાલી પડી નથી.
સૌથી ખર્ચાળ સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની સ્થિતિ
ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની 1710 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 52 ટકા એટલે કે 888 બેઠકો પર બોયઝ (મેલ) છોકરાઓને પ્રવેશ મળ્યા છે જ્યારે 48 ટકા એટલે કે 822 બેઠકો પર ગર્લ્સ (ફિમેલ) છોકરીઓને પ્રવેશ મળી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સેલ્ફફાઇનાન્સ મેડીકલ કોલેજોમાંથી એમબીબીએસ કરવું એટલે ઓછામાં ઓછા રૂ.30લાખથી રૂ.80લાખ જેટલો ખર્ચ ફક્ત ફીનો થાય છે. (C.I.A. Live)
2019માં ગુજરાતની તમામ મેડીકલ કોલેજોમાં છોકરા-છોકરીઓની સંખ્યા
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાએ
તેની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે સી.એ. ફાઇનલ્સ જુનો અને નવો કોર્સ બન્ને તેમજ
સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ તા.13મી ઓગસ્ટ મંગળવારે સાંજે અથવા તો
મોડામાં મોડું તા.14મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવશે.
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગત
પરીણામ ઇમેલ, વ્હોટ્સએપ, એસ.એસ.એસ. વગેરેથી મળી શકશે. આઇ.સી.એ.આઇ.ની બે વેબસાઇટ્સ
પરથી પણ પરીણામો જાણી શકાશે.
The Institute of Chartered Accountants of India (ICAI) is
likely to declare the Chartered Accountants Final Examination (Old course & New Course) and Foundation Examination
results either on Tuesday evening (August 13, 2019) or on Wednesday (August 14,
2019).
Along with the CA final and foundation results, the ICAI
will also release
the All India merit (up to the 50th Rank), which can be
accessed by candidates on the official websites – icaiexam.icai.org,
caresults.icai.org and icai.nic.in.
For accessing the result at the above mentioned websites the
candidate will have to enter his/her registration no. or PIN no. along with
his/her roll number.
The Final Examination (Old course & New Course) and
Foundation Examination were held in May-June 2019.
Candidates will also get the CA final and foundation results
on their registered e-mail IDs. To register their request, candidates should
visit the official website – icaiexam.icai.org. All those registering their
requests will be provided their results through email on the e-mail addresses
immediately after the declaration of the result.
Candidates can also pull in their Final Examination (Old
course & New Course) and Foundation Examination May-June 2019 results with
marks through SMS.
For getting results through SMS candidates should type:
i) For Final Examination result the following:-
Final Examination (Old Course)
CAFNLOLD (space) XXXXXX (Where XXXXXX is the six digit Final
examination roll number of the candidate), e.g. CAFNLOLD
000128
Final Examination (New Course)
CAFNLNEW (space) XXXXXX (Where XXXXXX is the six digit Final
examination roll number of the candidate), e.g. CAFNLNEW
000128
ii) For Foundation Examination result the following:-
CAFND (Space) XXXXXX (where XXXXXX is the six digit
Foundation Examination roll number of the candidate), e.g. CAFND
000171 and send the message to: 58888 – for all mobile
services.
બેટી પઢાવો બેટી બચાવો જનજાગૃતિ માટે ઉત્તર પ્રદેશથી લંડન સુધીની અંદાજે 25 હજાર કિ.મી.ની બાઇક રેલી પર ઉપડેલી સુરતની બાઇકિંગ ક્વીન્સને એક પછી એક કડવા અનુભવો થઇ રહ્યા છે. એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ખોવાયા બાદ હવે બે બાઇકિંગ ક્વીન્સની આખેઆખી બાઇક જ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમથી ચોરાઇ જવાની ઘટના બની છે.
બાઇક યાત્રા કરીને લંડન જવા નીકળેલી સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલની તસ્વીરમાં દ્રશ્યમાન બાઇકસ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતેથી ચોરાઇ જવા પામી છે.
ગઇ તા.22મી જૂનએ રશીયામાં એક બાઇકિંગ ક્વીન જીનલ શાહનો પાસપોર્ટ ચોરાઇ ગયા બાદ જીનલ શાહે સ્વૈચ્છીક રીતે યાત્રામાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો, આ ઘટનામાંથી બાઇકિંગ ક્વીન્સને કળ વળે એ પહેલા તો આજરોજ તા.11મી ઓગસ્ટ 2019 ને રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે એવા સમાચાર આવ્યા કે વેસ્ટ નેધરલેન્ડસના એમ્સ્ટરડેમ ખાતે સુરતની બે બાઇકિંગ ક્વીન્સ સારીકા મહેતા અને રુતાલી પટેલએ જે હોટેલમાં રાત્રી રોકાણ કર્યું હતું એ હોટેલના કમ્પાઉન્ડમાંથી બન્નેની બાઇક જ ચોરાઇ ગઇ છે.
આ અંગે બાઇકિંગ ક્વીન્સના ઓફિશ્યલ ફેસબુક પેજ પર આ સૂચના ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 5 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી.
બાઇકિંગ ક્વીન્સએ બે બાઇકો ચોરાય જવા અંગે નેધરલેન્ડસ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ સારીકા મહેતા અને રુતાલી પટેલ પોતાની બાઇક રેલી જારી રાખશે. આજે તેઓ નેધરલેન્ડસમાંથી બાઇક હાયર કરીને લંડન પહોંચવા માટેની યાત્રા આવતીકાલ તા.12મી ઓગસ્ટ 2019થી શરૂ કરશે.
ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસએ ખુદ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ 2019 પરીક્ષાનું અવમૂલ્યન કર્યું છે. સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજોને ધંધો મળે તે માટે હવે એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી એફિલિયેટેડ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે 2019માં ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા ધો.12 પાસ ઉમેદવારોને પણ પ્રવેશ આપવામાં આવશે.
ગુજકેટ વગર જ પ્રવેશ આપવાનો હતો તો મહેનત કરીને ગુજકેટ પાસ કરનાર વિદ્યાર્થીઓનો શું વાંક ગુનો હતો
એડમિશન કમિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના ઇશારે આ પ્રકારનો ધંધો કર્યો હોવાનું કહેવાય છે. જો ગુજકેટ વગર જ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ આપવાનો હોત તો
જેમણે મહેનત કરીને માર્કસ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો હતો,
પહેલેથી જ ગુજરાત સરકારે ગુજકેટ વગર પ્રવેશ આપવાની જાહેરાત કેમ ન કરી.
જો ગુજકેટ પરીક્ષા વગર જ પ્રવેશ આપવાનો હોય તો ગુજકેટ લેવાય છે શું કામ
શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે માત્રને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ધંધો મળે તે હેતુથી એડમિશન કમિટી દર વર્ષે આ પ્રકારે ગુજકેટ પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપે છે.
જેમણે ગુજકેટ પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર હતી કે તેમને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળવાનો નથી, આથી એવા વિદ્યાર્થીઓ ગત જુન 2019માં જ ફર્સ્ટ ઇયર બી.એસસી. કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ લઇ ચૂક્યા છે, હવે આવા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોના ઇશારે એડમિશન કમિટીએ ગુજકેટ વગર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ આપવાના દરવાજા ખોલ્યા છે.
ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તા.9મી ઓગસ્ટ 2019ના રોજ એવી જાહેરાત કરવામાં આવી છે કે જેમને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઉપરોક્ત જાહેરાત અનુસાર કાર્યવાહી કરવી. આ જાહેરાતમાં
ખુદ સરકારે ગુજકેટનો નિયમ બનાવ્યો છે
અગાઉ ગુજરાત સરકારે જીટીયુ હસ્તકની ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ પરીક્ષા ફરજિયાત હતી એ મરજિયાત કરીને ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરી હતી. ધો.12 પીસીએમ થીયરીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને જીટીયુ સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટેની મેરીટ યાદી તૈયાર કરવાનો નિયમ સરકારે જ બનાવ્યો છે. હવે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો નથી ભરાઇ ત્યારે સરકારે આવી ખાનગી કોલેજોને ધંધો કરાવવા માટે પોતાનો જ નિયમ તોડીને હવે ગુજકેટ વગર જીટીયુ સંલગ્ન પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. નંબર 5 પર એવી જોગવાઇ પણ સામેલ કરવામાં આવી છે કે જેમણે ગુજકેટ પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.