CIA ALERT

WE Archives - Page 32 of 57 - CIA Live

September 30, 2019
dropout.jpg
1min4480

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 24, 2019
icai_logo.jpeg
5min5060

ICAI દિલ્હી કચેરી સામે જોરદાર દેખાવો, ટ્વીટર પર ICAI સામે મોટી ઝુંબેશ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સૌથી વિશ્વસનીય સંસ્થા ગણાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા દેશવ્યાપી ધોરણે લેવામાં આવતી સી.એ. ની જુદી જુદી પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીમાં ધાંધલી થઇ હોવાના સંગીન આરોપો સોશ્યલ મિડીયામાં હાલ ICAI પર કાદવ ઉછાળી રહ્યા છે. હદ ત્યારે થઇ કે ICAI મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી તેને પહોંચાડવામાં આવી હતી.

દરમિયાન આજે તા.24મી સપ્ટેમ્બર 2019ની સવારે નવી દિલ્હી સ્થિત ICAIની વડી કચેરી પર સી.એ.ની જુદી જુદી પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ ICAIની મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

ICAIની નવી દિલ્હી સ્થિત વડી કચેરીની બહાર સી.એ.ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

સી.એ.ની જુદી જુદી પરીક્ષઆ આપનારા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે જ્યારે પરીણામો જાહેર થયા હતા ત્યારથી જ તેમને પરીણામ બાબતે અસંતોષ હતો. મૂલ્યાંકનમાં ગરબડી અંગે સોશ્યલ મિડીયા મારફતે જાણકારી મળી ત્યારે અમારી ફરીયાદ સાચી લાગી છે. ICAI આ મામલામાં દરેક વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહી દર્શાવીને બતાવી દેવું જોઇએ કે ગરબડીની ફરીયાદો સાચી છે કે ખોટી

ICAI દ્વારા વેબસાઇટ પર મૂલ્યાંકન પદ્ધતિ અંગે આ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી હતી

ANNOUNCEMENT- Evaluation of answer books of CA exams
September 21, 2019
It has been brought to our notice that certain adverse reports relating to the system of evaluation of answer books of CA exams are doing the rounds in social media. In this connection, following reforms which have been put in place recently are brought to the attention of the stakeholders in respect of the ICAI examination system

1.Digital evaluation : As communicated in January 2019 Chartered Accountant Student newsletter , continuing further from the pilot e evaluation for first group of Intermediate Nov 2018 exams; all papers of Intermediate and Foundation level exams in November 2019/May 2020 will be put through the digital evaluation mode bringing in following benefitsDoing away with stages of physical handling of answer booksAvoiding variations in marks awarded by examiners.Eliminating scope of any totalling errorsContinuous review of performance of the Examiners on real time basis;Generation of analytical reports enabling quality control checks; and2. Central evaluation: Further the Central Evaluation is being carried out in several papers of CA exams, w.e.f November 2018 wherein examiners evaluate answer books under the supervision of Head Examiner/Associate Head Examiners.

3. Machine based evaluation: Effective May, 2019 exams, objective type questions for 30 marks have been introduced in select papers of Intermediate and Final Exams. Further the Institute has decided to introduce OMR based evaluation for MCQ’s of Elective Papers 6A to 6F of final New course with effect from November 2019 which are machine processed thus avoiding subjectivity.

4.Stepwise marking : Provision regarding stepwise marking is being enforced whereby in case the stepwise marks are not awarded ; it will be deemed as unevaluated answer and stepwise marks will be awarded during the course of re verification of marks

5.Mandatory on-line test for empanelment of examiners: All applicants shortlisted for empanelment as examiners are required to qualify an on-line test in the subject of their choice before inclusion of their names in the Panel of Examiners. It has further been decided that all existing examiners would also be required to undergo an on-line test in their respective subjects, once in 3 years.

Budding students are the backbone of the Chartered Accountancy profession as with them lies the future and growth of the profession. Various endeavours of the Institute through its Board of Studies like World class study material, Live Virtual /Revision Classes, training opportunities for article/industrial training, constant study updates, monthly student journal ,GMCS and ITT batches are targeted to build capability of students providing due scalability .Students are requested to be not to be misled and swayed by any tirade as ICAI stands committed to fulfil their genuine concerns.
દિલ્હીમાં આઇસીએઆઇ સામે થઇ રહેલા દેખાવોમાં હજારો ઉમેદવારો જોડાઇ રહ્યા છે.

#icaipleasechange ટ્વીટર પર આ હેશટેગથી ટ્રોલ થઇ રહી છે ICAI

ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
September 23, 2019
harmanpreet.jpg
1min5000

અમે ભૂતકાળ નહીં ભવિષ્યને ધ્યાને રાખીને રમીએ છીએ : ડબલ્યુ.વી. રમન, કોચ વુમન્સ ક્રિકેટ ટીમ ઇન્ડિયા

તા.24મી સપ્ટેમ્બર 2019ની સાંજથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ તાજેતરની મહિલા ક્રિકેટ ટીમની સિરીઝ હાર અને સુરત ખાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કંગાળ રમત અંગે કશું કહેવાનો ઇન્કાર કરીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબલ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ સુરત ખાતે ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોફરન્સ સંબોધી હતી.

ડબલ્યુ વી. રમને કહ્યું કે તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી ટ્વેન્ટી માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બિલ્ડીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે. ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે.

સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડવો જોઇએ. બાકી બધી જ કન્ડીશનને તેમણે ઓલ વેલ ગણાવી હતી.

T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે 15 મેચો બચી છે : હરમનપ્રિત કૌર, વુમન્સ ટીમ ઇન્ડિયા કેપ્ટન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરએ સુરત ખાતે પ્રેસ કોફરન્સમાં ટીમ ઇન્ડિયા અંગે વાતચીત કરી હતી.

ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ કેપ્ટન હરમનપ્રિત કૌરએ જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે. હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ.

સુરત ખાતે યોજાનારી મેચો ક્યારે વાંચો અહીં http://cialive.in/sdcastadium/

સુરત ખાતેના ગ્રાઉન્ડમાં પહેલી વખત ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ યોજાઇ રહી છે, નવા વેન્યુ પર રમવા માટે તમારે કેવી અને કેટલી તૈયારી કરવી પડતી હોય છે એવા પ્રશ્નના ઉત્તરમાં હરમનપ્રિત કૌરે જણાવ્યું કે ટીમ ઇન્ડિયા હંમેશા જુદા જુદા વેન્યુ પર રમતી હોય છે, ફોકસ એ જ હોય છે કે દરેક ખેલાડી તેની ક્ષમતા અનુસાર બેસ્ટ પ્રદાન કરે.

15 વર્ષિય ખેલાડી સેફાલીને અમે તેની નેચરલ રમત રમવાની છૂટ આપી છે

ફક્ત 15 વર્ષિય ટીમ પ્લેયર સેફાલી અંગે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું કે તેની વયને જોતા અમે તેને તેની નેચરલ ગેમ રમવા માટે જ પ્રોત્સાહિત કરીએ છીએ. 15 વર્ષની ઉંમરે એ ઇન્ડિયન વુમન્સ ટીમ સુધી પહોંચે એ દર્શાવે છે કે સેફાલી એક ક્ષમતાવાન પ્લેયર છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી એ વેળા લેવાયેલી તસ્વીર
September 23, 2019
ielts_toefl.jpg
1min3690

ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.

ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.

ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.

આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.

September 21, 2019
amit-panghal-1280x720.jpg
1min4480

મુક્કાબાજીનો એશિયન ચૅમ્પિયન અમિત પંઘાલ ગઈ કાલે વર્લ્ડ બૉક્સિગં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો હતો. બાવન કિલો વર્ગમાં તેણે રસાકસીભર્યા સેમી ફાઇનલ મુકાબલામાં કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને ૩-૨થી હરાવ્યો હતો. ભારતનો જ મનીષ કૌશિક (૬૩ કિલો વર્ગ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ખેડૂત-પુત્ર કૌશિકે પીટીઆઇને કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીશ જ. મેં ટ્રાયલમાં શિવા થાપાને હરાવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે હવે હું વર્લ્ડ મેડલ જીતીશ જ.’

ભારતનો જાણીતો બૉક્સર વિજેન્દર સિંહ ૨૦૦૯ની સાલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ સ્પર્ધામાં તેનો એ સૌથી સારામાં સારો પર્ફોર્મન્સ હતો અને કૌશિકે ગઈ કાલે કાંસ્યચંદ્રકની તેના જેવી સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે પંઘાલ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કરશે. પંઘાલની આજે ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના શાખોબિદિન ઝોઇરોવ સાથે ટક્કર થશે. ઝોઇરોવે સેમી ફાઇનલમાં ફ્રાન્સના બિલ્લાલ બેન્નમાને હરાવ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત વતી વિજેન્દરની જેમ વિકાસ ક્રિષ્નન (૨૦૧૧), શિવા થાપા (૨૦૧૫) અને ગૌરવ બિધુરી (૨૦૧૭) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. જોકે, પંઘાલે ગઈ કાલે સેમીમાં જીત્યા પછી પત્રકારોને કહ્યું, ‘હું ગોલ્ડ મેડલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખું.’

દરમિયાન, કૌશિકનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ટૉપ-સીડેડ ક્યુબાના ઍન્ડી ગોમેઝ ક્રુઝ સામે ૦-૫થી પરાજય થયો હતો.

September 19, 2019
lalbhai.jpg
1min8730

વિશ્વભરના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટીની યાદીમાં પહેલા ક્રમે બિરાજતા સુરત શહેરમાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસની બની રહી છે અને એમાં દક્ષિણ આફ્રિકાની વુમન નેશનલ ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હામી પુરાવી છે. સુરતની મુલાકાતે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન સૂને લુસએ આજે કહ્યું હતું કે સુરતમાં અવ્વલ દરજ્જાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને હું તેને ડર્બન ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરખાવી શકું.

દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવું લાગે છે સુરતનું લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ એવું સુરતમાં ક્રિકેટ રમવા આવેલી દક્ષિણ આફ્રિકાની નેશનલ વુમન ક્રિકેટ ટીમના કેપ્ટન સને લૂસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ફાસ્ટેસ્ટ સિટી સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડથી આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન પ્રભાવિત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આગામી દિવસોમાં પાંચ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચો રમાવાની છે. બી.સી.સી.આઇ. અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના ઉપક્રમે આ મેચો યોજાવાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી છે અને તા.20 સપ્ટેમ્બર અને 22મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે તેઓ પ્રેક્ટિસ મેચ રમશે. એ પછી પાંચ ક્રિકેટ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ રમાશે.

તા.20 અને તા.22મીની પ્રેક્ટિસ મેચો સવારે 11 કલાકે શરૂ થશે અને તેના માટે કોઇ જ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. શહેરીજનો આ મેચ સ્ટેડીયમ પર જઇને નિહાળી શકે છે.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

સુરતના ગ્રાઉન્ડ પર પહેલી વખત યોજાનારી ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં ભારત અને આફ્રિકાની તમામ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર કરાશે

આ છે આફ્રિકાના મહિલા ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન સુને લૂસ , જેમણે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ સુરત ખાતે પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી.

દરમિયાન આજે આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન અને કોચ તેમજ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનના કેપ્ટન અને મેનેજરએ સુરતના પત્રકારો સાથે વાતચીત કરી હતી.

આફ્રિકન મહિલા ક્રિકેટ કેપ્ટન સુને લૂસે જણાવ્યું હતું કે તેમણે સુરતની પીચનું હજુ નિરીક્ષણ કર્યું નથી પરંતુ, બાકીની ફેસેલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ સ્ટાન્ડર્ડના હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min89170

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 9, 2019
icai_logo.jpeg
1min3380

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.

September 3, 2019
jee_main.png
1min16090

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

August 30, 2019
sda.jpg
1min9900

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.