રિયાલિટી ક્વિઝ શો ‘કોન બનેંગા કરોડપતિ’ એટલે કેબીસી દેશમાં સૌથી લોકપ્રિય શો ગણતરી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લોકોને તેની ઇંતજારી રહે છે. જોકે, હોટફેવરિટ શોની હોટસીટ પર બેસનારા ક્ધટેસ્ટંટ માતબર રકમ જીતતા હોય છે. આ શોમાં જીતનાર એક ક્ધટેસ્ટંટ અત્યારે સૌથી વધારે લાઈમલાઈટમાં આવ્યો છે.
કેબીસીમાં ૧૪ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો, જે બે દસકા પછી આ બાળક ફરી પોતાની સફળતાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૦૧માં કેબીસીમાં સ્પેશિયલ સીઝન કેબીસી જુનિયરમાં ભાગ લીધો હતો, જેમાં ૧૪ વર્ષના રવિ મોહન સૈની નામના બાળકે ૧૫ સવાલના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયાની રકમ જીતી લીધી હતી, જે વાતને બે દાયકા પૂરા થયા છે, પરંતુ હવે તેને આઈપીએસ અધિકારી બન્યા પછી તે લાઈમલાઈટમાં આવ્યો છે.
હવે તે આઈપીએસનું પોસ્ટિંગ પણ મળ્યું છે. ૩૩ વર્ષની વય ધરાવનારા સૈનીનું અત્યારે ગુજરાતના પોરબંદરમાં પોસ્ટિંગ (એસપી) મળ્યું છે. તેણે કહ્યું હતું કે મેં મહત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરમાંથી એમબીબીએસ કર્યું છે તથા એમબીબીએસ પછી ઈન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી કરી હતી. મેં મારા પિતાજીમાંથી પ્રેરણા લઈને આઈપીએસ બનવાનું સપનું સેવ્યું હતું અને એ સપનું ૨૦૧૧માં સાકાર કર્યું હતું, જેમાં ૪૬૧મી રેંક આવ્યો હતો.
જોકે, કેબીસીની વાત કરતા કહ્યું હતું કે ૧૨મી સીઝન બહુ ટૂંક સમયમાં થઈ શકે છે. કેબીસી કાર્યક્રમમાં બિગ-બી જે અંદાજમાં પ્રશ્ર્ન પૂછે છે એ મને સૌથી વધારે ગમે છે. લોકડાઉન પછી આ શો પણ ચાલુ થશે, એવું તેમણે જણાવ્યું હતું.
ગઇ તા.17મી મે 2020ના રોજ જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12 સાયન્સના પરીણામ બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પરીણામથી અસંતોષ હોવાની વિગતો સપાટી પર આવી છે.
પરીણામથી અસંતુષ્ઠ હોય તેવા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરવહીઓનુ રી-ચેકિંગ તેમજ રિ-એસએસમેન્ટ (અવલોકન)ની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રોસેસમાં વિદ્યાર્થી અને વાલીઓને તેમની ઉત્તરવહીનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાવવામાં આવે છે.
આ પ્રોસેસ તા.26મી મે થી શરૂ થઇ છે. ઉત્તરવહીઓનું રિચેકિંગ કે રિએસએસમેન્ટ કરાવવા માટે ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની સઘળી વિગતો માટે બોર્ડ દ્વારા નીચે મુજબની માહિતી રજૂ કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો
નીટ,
ગુજકેટ, જેઇઇ મેઇન્,
એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને
વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.
ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું
આ માટેની સૌથી સાદી અને સરળ
ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા
છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત
કરી રહ્યા છીએ કે ધો.12
બાયોલોજી વિષય ધરાવતા
વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર
પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
નેશનલ લેવલની એન્જિનિયરિંગ કોલેજો
IIT, NIT, IIIT, CSAB માટે અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે, એના માટેની વેબસાઇટનું નામ જોસા (જે.ઓ.એસ.એ.એ.)
ગુજરાતની એન્જિનિયરિંક કોલેજો
ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે
ગુજરાતની ફાર્મસી કોલેજો
બી.ફાર્મ.માં એ ગ્રુપના વિદ્યાર્થીઓ પણ પ્રવેશપાત્ર છે. ગુજરાતની તમામ ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી એ.સી.પી.સી. (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત સરકાર કરે છે, તેના માટે રજિસ્ટ્રેશન અલગ કરાવવું પડે
આર્કિટેક્ચર કોર્સ ચલાવતી કોલેજો
બી.આર્કીટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા કરવામાં આવે છે. તેના માટે પણ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે.
એગ્રિકલ્ચર યુનિવર્સિટી સંચાલિત કોર્સ
ફુડ પ્રોસેસિંગ, ડેરી ટેક્નોલોજી, એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ વગેરે અભ્યાસક્રમો રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે તેના માટે અલગ ફોર્મ ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી કરવું પડે છે.
સ્થાનિક સરકારી યુનિવર્સિટીઓના બી.એસસી. કોર્સ
સ્થાનિક યુનિવર્સિટીઓમાં જેમકે દક્ષિણ ગુજરાતમાં વીએનએસજીયુ, વડોદરામાં એમ.એસ. યુનિ, આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરે જેવી દરેક યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં ચાલતા બી.એસસી.ના અભ્યાસક્રમો માટે સ્થાનિક યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
ઉકા તરસાડીયા, પી.પી. સવાણી યુનિવર્સિટીના કોર્સ
પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જેવી કે ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, અંકલેશ્વર કોસંબા નજીક આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટી વગેરેના અભ્યાસક્રમો માટે આ બન્નેની યુનિવર્સિટીઓની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ
અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે
દક્ષિણ
ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું
સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત
ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત
લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા
અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
કોસંબા સ્થિત પી.પી. સવાણી
યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે
સૂરત
જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ
આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી
યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરીણામ જાહેર થયાને તા.24મી મે એ એક અઠવાડીયું થઇ જશે. હવે વિદ્યાર્થીઓએ શું કરવું, પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ ગાઇડન્સ આપવામાં આવ્યું નથી. હજુ તો નીટ, ગુજકેટ, જેઇઇ મેઇન્, એડવાન્સ્ડ, નાટા વગેરે પ્રવેશ પરીક્ષાઓ પણ બાકી છે. આવી સ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશલક્ષી મૂંઝવણ થાય એ વાત સ્વાભાવિક છે.
ગુજરાત સરકાર દ્વારા કોઇ અભ્યાસક્રમમાં હજુ સુધી પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ નથી, નીચેની વેબસાઇટ જોતા રહેવું
આ માટેની સૌથી સાદી અને સરળ ભાષામાં સમજ શિક્ષણ સર્વદા પખવાડીક જ આપી શકે અને એ પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ. આશા છે કે વિદ્યાર્થીઓની મૂંઝવણ અમે દૂર કરી શકીશું. અહીં એ માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ કે ધો.12 બાયોલોજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓએ હવે પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ક્યાં અને કઇ વેબસાઇટ પર પ્રવેશ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
NEET ના સ્કોરના આધારે પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે અને તેના માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
NEET ના સ્કોર વગર ફિઝિયોથેરાપી સમેતના કોર્સમાં પ્રવેશ કાર્યવાહી (ગુજરાત રાજ્ય) માટે
ગુજરાત રાજ્યમાં આવેલી ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થોટીક્સ, ઓડીયોલોજી વગેરે અભ્યાસક્રમોની કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી ઓનલાઇન થાય છે. આ કોર્સમાં નીટના સ્કોરની આવશ્યકતા નથી. આ માટે નીચે દર્શાવેલી વેબસાઇટ સતત જોતા રહેવું. તા.23મી મે 2020 સુધી નીટ ના આધારે પ્રવેશ આપતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ જ સત્તાવાર માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના સ્કોરના આધારે પ્રવેશ મળે છે એ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
સમગ્ર દેશની સરકારી મેડીકલ ડેન્ટલ કોલેજની 15 ટકા નેશનલ ક્વોટાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી માટે
સમગ્ર દેશમાં આવેલી સરકારી મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષની 15 ટકા બેઠકો પર નેસનલ કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરીને પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ બેઠકો પર મેરીટની ગણતરી ફક્ત નીટ ના માર્કસના આધારે જ કરવામાં આવે છે. આ કમિટીને મેડીકલ કાઉન્સેલિંગ કમિટી કહેવામાં આવે છે.
ઉપરની લિંક ક્લીક કરવાથી નીટ બેઝ મેડીકલ અને ડેન્ટલ કોલેજોની સમગ્ર દેશની 15 ટકા ક્વોટાની બેઠકો પર હાથ ધરવામાં આવતી પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
બી.ફાર્મ. (ફાર્મસી) ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ફાર્મસી (બી.ફાર્મ.), ડોક્ટરેટ ઓફ ફાર્મસી (ફાર્મ.ડી. છ વર્ષનો કોર્સ) તેમજ ડી.ફાર્મ. ડિપ્લોમા ઇન ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશની રાજ્યસ્તરની કાર્યવાહી રાજ્ય સરકાર નિયુક્ત કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. અહીં ધો.12 પીસીબીના 60 ટકા તેમજ ગુજકેટના 40 મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી બી.ફાર્મ. કોર્સમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પેજ ઓપન થશે. એ પૂર્વે આ વેબસાઇટ પરથી પીન નંબર કેવી રીતે મેળવવો તે અંગેની માહિતી મેળવી લેવાની રહેશે.
એગ્રીકલ્ચર સાયન્સ, વેટરનરી વગેરેના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે
ધો.12 બાયોલોજી ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ એગ્રિકલ્ચર સેક્ટરમાં વેટરનરી સાયન્સ, એગ્રિકલ્ચર સાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારની સત્તાવાર કમિટી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવેશ કાર્યવાહીમાં રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ધો.12 પીસીબીના 60 ટકા અને ગુજકેટના 40 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત ગુજરાતમાં આવેલી એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે
ઉપરની લિંક ક્લીક કરવાથી ગુજરાતમાં ધો.12 બાયોલોજી પાસ કર્યા પછી ચાલતા એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સઘળી માહિતી ઉપલબ્ધ બનશે. આ ગુજરાત સરકારની પ્રવેશ સમિતિની સત્તાવાર વેબસાઇટ છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત બી.એસસી. કોલેજોમાં પ્રવેશ માટે
દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્ટેટ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. આ યુનિર્વસિટી સંલગ્ન કોલેજોમાં ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ બી.એસસી. માઇક્રોબાયોલોજી, બી.એસસી. એન્વાયરન્મેન્ટલ સાયન્સ, બી.એસસી. બાયોટેક વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી કેન્દ્રીયકૃત રીતે ઓનલાઇન હાથ ધરવામાં આવે છે.
ઉપરોક્ત લિંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર દોરી જશે. આ વેબસાઇટ પરથી ફર્સ્ટ ઇયર બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગેની લિંક ઉપલબ્ધ થઇ શકશે. તા.23મી મે સુધી આ યુનિર્વસિટીએ બીએસસી પ્રવેશ કાર્યવાહી અંગે કોઇપણ પ્રકારની માહિતી જારી કરી નથી.
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે
દક્ષિણ ગુજરાતમાં ધો.12 સાયન્સ પછી બી.એસસી. તેમજ અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું સંચાલન સુરત જિલ્લામાં બારડોલી નજીક મહુવા રોડ પર આવેલા માલિબા સંકુલમાં કાર્યરત ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ઉપરોક્ત લિંક પર ક્લીક કરવાથી સીધા જ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોમાં વર્ષ 2020માં પ્રવેશ કાર્યવાહીનું હોમ પેજ ઓપન થશે.
કોસંબા સ્થિત પી.પી. સવાણી યુનિવર્સટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી અંગે
સૂરત જિલ્લામાં હાઇવે પર કોસંબા-અંકલેશ્વરની વચ્ચે પી.પી. સવાણી યુનિવર્સિટીનું સંકુલ આકાર પામ્યું છે. આ સંકુલમાં ધો.12 પછી અનેક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. પીપી સવાણી યુનિવર્સિટીમાં વર્ષ 2020માં પ્રવેશ માટેની સઘળી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર પણ હવે શું ? ગાઇડન્સ માટે જોતા રહો CIA Live news portal
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સમગ્ર દેશમાં ધો.12 સાયન્સનું સૌથી પહેલું પરીણામ જાહેર કરવાનું શ્રેય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શિરે જાય છે. બોર્ડનું પરીણામ વહેલું જાહેર કર્યા પછી હવે શું એ અંગે કોઇ જ ગાઇડન્સ કે સત્તાવાર માહિતી સરકાર તરફથી કે વિવિધ પ્રવેશ સમિતિઓ તરફથી કરવામાં આવી નથી. પરીણામે વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્ને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાય ગયા છે.
આવી સ્થિતિમાં શિક્ષણ સવર્દા, સૂરત જે કારકિર્દી ઘડતર ક્ષેત્રમાં છેલ્લા વીસ વર્ષથી સક્રીય છે એ અને સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ દ્વારા ગાઇડન્સ શ્રેણી શરૂ કરવામાં આવી છે. પરીણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. જે અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ પર તબક્કાવાર રીતે ગાઇડન્સ રજૂ કરવામાં આવશે.
અહીં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેતી વગેરેમાં ધો.12 બોર્ડમાં કેટલા માર્કસ જોઇએ અને નીટમાં કેટલા માર્કસ જોઇએ તેની સઘળી વિગતો આપવામાં આવી છે.
નોંધ આ માહિતી 2019ના પ્રવેશ નિયમોને આધારીત છે. દર વર્ષે ગુજરાત સરકારની એડમિશન કમિટી નવું નોટીફિકેશન જારી કરે છે. જેમાં નીતિ નિયમો, ધારાધોરણોમાં ફેરબદલીને અવકાશ છે. અહીં માહિતી એક અછડતા ઉલ્લેખ માટે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને રફ આઇડ્યા મળે તે માટે રજૂ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓએ એડમિશન કમિટીની વેબસાઇટ જોતા રહેવું.
ધો.12 મેથ્સ ગ્રુપ બાદ ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત
ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.
સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.
ગુજરાત બોર્ડે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ લગભગ પૂરૂં કરી દીધું હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ દ્વારા હજુ હવે વિદ્યાર્થીઓની આન્સરશીટ ચકાસવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઇ રહી છે. સેન્ટ્રલ બોર્ડે જાહેર કર્યું છે કે ઉત્તરવહીઓ પરીક્ષકોના ઘરે મોકલવાવવામાં આવશે. સિક્યુરિટી તેમજ પ્રાઇવેશી જળવાય રહે એ માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે અને સર્ટિફાઇડ પરીક્ષકોને ત્યાં દોઢ કરોડ જેટલી ઉત્તરવહીઓ પહોંચાડીને તેની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડના સૂત્રોન જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થીઓની અંદાજે દોઢ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પાર પાડતા અંદાજે 50 દિવસ જેટલો સમય નીકળી જાય તેમ છે. સીધી ગણતરી એવી પણ છે કે સેન્ટ્રલ બોર્ડના પરીણામો જાહેર કરવામાં આ વર્ષે જુલાઇ મહિનો આવી જશે.
With taking the new route of ‘ from home’ amid the lockdown, there may be several concerns about the handling of answers sheets. To address this, board will soon issue security and privacy guidelines to to avoid any mishandling of the answersheets, a CBSE official told .
The board is set to roll out the evaluation process following the approval given by the Ministry of Home Affair to the MHRD. Answersheets will be moved from 3,000 designated schools to the residences of qualified evaluators who will correct it at their homes. The process is expected to be completed in 50 days as 1.5 crore answersheets in 173 subjects needs to be evaluated.
“The guidelines on transportation and security are being formulated and it will be released soon,” said the official.
The permission for evaluation has been granted for all areas except the containment zones.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તા.11મી મે 2020ના રોજ એક જાહેર નોટિસ બહાર પાડીને આગામી તા.26મી જુલાઇના રોજ નીટ પરીક્ષા આપનારા દેશભરના તમામ પરીક્ષાર્થીઓને જણાવ્યું છે કે હાલમાં એવી વિગતો ધ્યાને આવી છે કે કેટલાક લેભાગુ અને બોગસ તત્વો દ્વારા નીટ પરીક્ષાર્થીઓ પાસેથી એપ્લિકેશન નંબર, એપ્લિકેશન ડિટેઇલ્સ તેમજ પર્સનલ ઇન્ફર્મેશન એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના નામે માગવામાં આવી રહી છે.
એન.ટી.એ. (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ સૂચિત કર્યું છે કે એન.ટી.એ. દ્વારા આ પ્રકારે કોઇપણ પરીક્ષાર્થી પાસે કોઇપણ પ્રકારની માહિતી ફોન કોલથી, ઇમેલથી કે મેસેજથી માગવામાં આવી નથી કે ભવિષ્યમાં પણ આવી માહિતી મગાશે નહીં. આ પ્રકારે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી તેમની એપ્લિકેશન સંબંધિત માહિતી માગનારા તત્વો બોગસ અને અનધિકૃત છે. પરીક્ષાર્થીઓ આ પ્રકારે કોઇને પણ માહિતી આપે નહીં.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ મુજબની સૂચના જારી કરી છે
ઉપરની ફાઇલ પીડીએફમાં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
એન.ટી.એ. આવી માહિતી માગનારા સામે કાર્યવાહી કરી રહી છે
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યું છે કે નીટના પરીક્ષાર્થીઓ પાસેથી એનટીએના નામે બોગસ રીતે માહિતી માગનારા ફેક તત્વોની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો વિદ્યાર્થીઓએ આ પ્રકારે કોઇપણ ફરીયાદ હોય તો તેમણે ઉપરોક્ત નોટીસમાં જણાવેલા સંપર્ક નંબરો પર કોલ કરીને જાણ કરવી.
કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે
હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.
બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.
શિક્ષણ મંત્રીએ શું કહ્યું
📢Announcement I have requested all universities to establish a Cell for handling grievances of the students related to examinations and other academic activities arising due to the #COVID19 pandemic. pic.twitter.com/41V0IN8ojK
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 11, 2020
યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે
દેશના શિક્ષણ મંત્રી ડૉ.રમેશચંદ્ર પોખરીયાલે આજે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરતા દેશભરના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષાઓ તા.1લી જુલાઇથી તા.15 જુલાઇ વચ્ચે લેવામાં આવશે. તેમણે સેન્ટ્રલ બોર્ડની સ્કુલો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની આ તારીખોની નોંધ લઇને એ મુજબ કામગીરી આરંભી દેવા જણાવ્યું હતું.
દેશના શિક્ષણ મંત્રીએ ટ્વીટ તરીને માહિતી આપી
लंबे समय से #CBSE की 10वीं और 12वीं की बची हुई परीक्षाओं की तिथि का इंतज़ार था, आज इन परीक्षाओं की तिथि 1.07.2020 से 15.07.2020 के बीच में निश्चित कर दी गई है। मैं इस परीक्षा में भाग लेने वाले सभी विद्यार्थियों को अपनी शुभकामनाएं देता हूँ।@HRDMinistry@PIB_India@DDNewslivepic.twitter.com/NVexiKgVA1
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 8, 2020
CBSE 2020 Board Exams for pending papers of CBSE 12th & 10th will be conducted from 1st To 15th July 2020, tweeted HRD Minister Ramesh Pokhroyal ‘Nishank’. He recently announced exam dates for JEE Advanced 2020 (August 23), NEET 2020 (26 July) & JEE Main 2020 (18 July to 23 July).
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.