કોરોના મહાસંકટ વચ્ચે ઈટાલીથી 44 લાખ લોકો કામ પર પરત ફર્યા
યુરોપમાં કોરોના વાયરસનો ગઢ ઈટાલીમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોના વાયરલ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપ્યા બાદ 44 લાખ લોકો કામ પર પરત ફર્યા છે. ઇટાલીની હવે મુસાફરો માટે કેટલાક એરપોર્ટ પણ ખોલવાની યોજના છે. ઈટાલીમાં મૃત્યની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો થતા લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.
સ્પેનમાં હવે સલૂન જેવા નાના ઉદ્યોગો ખુલી રહ્યા છે. કોરોના વાયરસના પાયમાલથી ખૂબ પ્રભાવિત સ્પેનમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોમવારે સૌથી ઓછા 164 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રોગચાળાથી સ્પેનમાં 25 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જર્મનીમાં, વિસ્તૃત પરીક્ષણને કારણે કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિયંત્રણમાં રહે છે. જર્મનીમાં હવે કેટલીક શાળાઓ ખુલી છે.
Reported on 2 May
ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં મૃતકોની સંખ્યા ઘટી
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.
અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.
World મૃત્યુઆંક 1,66,000 : USA માં જ 41 હજારથી વધુ મોત
વિશ્વસ્તરે કોરોના વાયરસ 1,66,794 લોકોનો ભોગ લઇ ચૂક્યો છે. આ આંકડો સોમવરા સાંજ સુધીનો છે. જ્યારે કુલ કેસોનો આંકડો 24,32,092થી વધુ નોંધાયો છે. આ પૈકી 6,36,929 દર્દીઓ સારવાર દરમિયાન ઠીક થયા છે.
જોકે આંકડાઓને લઇને માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રીય એજન્સીઓ અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી જાહેર કરાયેલા વાસ્તવિક આંકડાનો એક ભાગ છે, કારણ કે કેટલાક દેશો માત્ર ગંભીર કેસોની સારવાર કે તપાસ કરી રહ્યા છે.
વિશ્વસ્તરે કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે જ્યાં કોવિડ-19ને કારણે મરનારાની સંખ્યા 40 હજારને પાર થઇ ચૂકી છે. અહીં કુલ કેસોની સંખ્યા 7,60,570એ પહોંચી છે. જેમાં પ્રતિ દિવસ વધારો જોવા મળી રહ્યો છે. બીજા સ્થાને ઇટાલી છે જ્યાં મૃત્યુઆંક 23660 છે અને કુલ કેસો 178,000થી વધારે સામે આવ્યા ચૂક્યા છે.
સ્પેનમાં પણ કુલ કેસોનો આંકડો 2 લાખને પાર નીકળી ગયો છે, જેમાંથી 20852 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં પણ 19744 લોકો જીવ ગુમાવી બેઠા છે અહીં કુલ 1,54,098 કેસ સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં અત્યાર સુધી 1,25,850 કેસ થયા છે જેમાંથી 16544 લોકોના મોત થયા છે.
સમગ્ર યુરોપમાંથી કુલ 11,83,307 લોકો કોરોનાગ્રસ્ત છે જે પૈકી 1,04,028 લોકો દમ તોડી ચૂક્યા છે. અમેરિકા અને કેનેડામાં કોરોના કુલ 7,93,169કેસ સામે આવ્યા છે. ત્યાં મૃત્યુઆંક 42 હજારથી વધુ છે. પૂર્વ અને દક્ષિણ એશિયામાંથી કુલ 1,66,453કેસ સામે આવ્યા છે અહીં મૃત્યુઆંક 7 હજારથી વધુ છે. પશ્ચિમ એશિયામાંથી કુલ 1,26,793 કેસ સામે આવ્યા છે જેમાંથી 5664 લોકોના મોત થયા છે. આફ્રિકામાં પણ કોરોનાના કુલ 21 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જે પૈકી 1124 લોકોના મોત થયા છે.
બ્રિટનની રાજધાનીના મેયર સાદિક ખાને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે ફેસ માસ્ક ફરજિયાત બનાવવાની યુકેની સરકારને શુક્રવારે વિનંતિ કરી હતી.
દરમિયાન, યુકેમાં કોવિડ-૧૯ના રોગચાળાને લીધે લદાયેલો લોકડાઉન વધુ ત્રણ અઠવાડિયાં એટલે કે ૭ મે સુધી લંબાવાયો છે.
લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો અટકાવવાના પગલાંના ભાગરૂપે ન્યૂ યોર્ક સહિતના દુનિયાના અનેક શહેરમાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયો છે અને તે અસરકારક સાબિત થઇ રહ્યો હોવાથી આપણે ત્યાં પણ, ખાસ કરીને જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકો માટે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત બનાવવો જોઇએ.
બ્રિટનના વિપક્ષ મજૂર પક્ષના નેતા સાદિક ખાને જણાવ્યું હતું કે મેડિકલ માસ્ક આરોગ્ય સેવા માટે કામ કરી રહેલા ડોક્ટરો, નર્સો સહિતના મેડિકલ સ્ટાફ માટે રાખવા જોઇએ, પરંતુ સામાન્ય જનતા જો ફરીથી વાપરી શકાય એવા ફેસ માસ્ક પહેરે તો તેનાથી કોવિડ-૧૯ના રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ મળી શકે છે.
આમ છતાં, લંડનના મેયરની આગામી ચૂંટણીમાંના ખાનના હરીફ રૂઢિચુસ્ત પક્ષના નેતા શોન બેલીએ આક્ષેપ કર્યો હતો કે શહેરના મેયર દ્વારા ટ્રાન્સપોર્ટ ફોર
લંડનના કર્મચારીઓને ફેસ માસ્ક અને અન્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પૂરા પાડવા માટે પૂરતા પગલાં નથી લેવાયા.
કોરોનાના વિષાણુ ચકાસવા સચોટ ટેસ્ટની શોધ
વિજ્ઞાનીઓએ એવા નવા પ્રકારના ટેસ્ટ (તબીબી પરીક્ષણ)ની શોધ કરી છે જેમાં શરીરમાં નોવેલ કોરોના વાઇરસ જો હશે તો એ વધુ ચોકસાઇપૂર્વક અને વધુ ઝડપથી શોધી શકાશે. હાલમાં કોવિડ-૧૯ની મહામારી સામેની લડતમાં પોલીમરેઝ ચેઇન રિએક્શન (પીસીઆર) આધારિત ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ નવા પ્રકારના ટેસ્ટની શોધ સાથે હવે વર્તમાન ટેસ્ટ પરનું દબાણ દૂર થશે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનમાં કોરોના વાઇરસનો ‘આતંક’ શરૂ થયો ત્યાર પછી લાખો લોકોના ટેસ્ટ પીસીઆરની કિટને આધારે કરાયા હતા.
પીસીઆર સંવેદનશીલ પદ્ધતિ છે જેમાં સાર્સ-સીઓવી ટૂ આરએનએ પ્રકારના આ રોગમાં દર્દીના ગળામાંથી સ્ત્રાવનો નમૂનો લેવામાં આવે છે જેથી એમાં સૂક્ષ્મ વિષાણુ હોય તો એ શોધી શકાય. જોકે, કોવિડ-૧૯ મહામારી જેમ-જેમ આગળ વધતી જાય છે એમ લેબોરેટરીના સ્ટાફ પર નવી અને નક્કર શોધ કરવાનું દબાણ વધતું જાય છે. જોકે, સ્વિટ્ઝરલૅન્ડમાં ઝુરિક ખાતેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, ઇટીએચ નામની સંસ્થાના સંશોધકોએ વધુ સચોટ કહી શકાય એવી ટેસ્ટની પદ્ધતિ શોધી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે નવી ટેસ્ટ કોવિડ-૧૯ને કાબૂમાં રાખવા માટે મહત્ત્વની પુરવાર થઈ શકશે. હાલમાં અમુક દેશોમાં કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનિંગ તથા કલ્ચરિંગ નામની પદ્ધતિઓ પણ છે, પરંતુ એમાં પરિણામો વર્તમાન સંજોગો જોતાં ઝડપથી નથી મળી શક્તા.
ભારતમાં કોરોના વાઇરસના પાછલા ૨૪ કલાકમાં ૩૨૭૭ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૬૨,૯૩૯ અને ૧૨૮ દર્દીના મૃત્યુ સાથે કુલ આંક વધીને ૨૧૦૯ પર પહોંચ્યો હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આપી હતી. હાલ સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૧,૪૭૨ થઇ છે અને પાછલા ૨૪ કલાકમાં ૧૫૧૧ મળીને કુલ ૧૯,૩૫૭ વ્યક્તિ સાજી થઇ હતી. આ સાથે સાજા થનારા દર્દીની ટકાવારી વધીને ૩૦.૭૬ ટકા નોંધાઇ હતી. કુલ નોંધાયેલા કેસમાં ૧૧૧ વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે. શનિવાર સવારથી મરણ પામેલા ૧૨૮ દર્દીમાંથી ૪૮ મહારાષ્ટ્રના, ૨૩ ગુજરાતના, ૧૫ મધ્ય પ્રદેશના, ૧૧ પશ્ર્ચિમ બંગાળના, ઉત્તર પ્રદેશના ૦૮ જણ, રાજસ્થાન અને દિલ્હીના ૦૫, તમિળનાડુના ૦૪, આંધ્ર પ્રદેશના ૦૩, પંજાબના ૦૨, ચંડીગઢ, આસામ, તેલંગણા અને હરિયાણાના ૦૧ જણનો સમાવેશ થાય છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય અન્ય રાજ્યોમાં પણ કેસમાં વધારો નોંધાયો છે.
4 May 1 દિવસમાં કુલ 2900 કેસ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ગંભીર રૂપ લઈ રહ્યું છે. સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારે નોંધાયો છે. સોમવારે દેશભરમાં કોરોનાના 2900 મામલા સામે આવ્યા. જે અત્યાર સુધી આ વાયરસના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 45,356 સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા 4 દિવસોમાં દેશમાં કોરોનાના 10,462 કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીના એક્ટિવ કેસોના 34 ટકા છે. સોમવારે દેશમાં કોરોનાના કારણે 99 લોકોના મોત થયા. શનિવારે પણ આટલા જ દર્દીઓના મોત થયા હતા. ભારતમાં કોરોના સંક્રમિત મૃતકોનો કુલ આંકડો 1490 થઈ ગયો છે. જ્યારે 12 હજાર 763 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
Reported on 30 April શુક્રવારે રેકોર્ડબ્રેક 2,333 નવા કેસ, કુલ 37,200
શુક્રવારે દેશમાં કોરોનાના નવા કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે 2,333 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના છે. આખા દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં ગઈકાલે 1,003 કેસ નોંધાયા હતા જેમાંથી 731 માત્ર મુંબઈના છે.
મંગળવારે એક જ દિવસમાં સૌથી વધુ 1,840 કેસો નોંધાયા હતા. જોકે, શુક્રવારનો આંકડો તેના કરતાં પણ 27 ટકા વધારે છે. ગઈકાલના ભારે ઉછાળા બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 37,200ને આંબી ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં આ મહામારીને કારણે 1,222 લોકોના મોત થયા છે જેમાં 68 માત્ર શુક્રવારે જ મોતને ભેટ્યા હતા.
શુક્રવારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર (1,003), ગુજરાત (326), દિલ્હી (223) અને તમિલનાડુ (203)માં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં ગઈકાલે કોવિડ-19માં વધુ 26નાં મોત થયા હતા. રાજ્યનો કુલ મૃત્યુઆંક હાલ 485 પર પહોંચ્યો છે. આ સિવાય ગુજરાત (22), મધ્ય પ્રદેશ (8), રાજસ્થાન (4) અને યુપી તેમજ આંધ્રપ્રદેશમાં 2-2 મોત થયા છે. તમિલનાડુ અને બિહારમાં પણ 1-1 વ્યક્તિના ગઈકાલે મોત થયા હતા.
Update on 29 April 2020
દેશમાં 31,317 કેસ : મૃત્યુઆંક 1,000ને પાર
કોરોનાના કેસોએ દેશમાં એક હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. વિતેલા 24 કલાકમાં 1,840 નવા કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 31,317 પર પહોંચી ગઈ છે. મંગળવારે દેશમાં 69 લોકોના મોત થયા હતા, જે કોરોનાને કારણે એક જ દિવસમાં થયેલા સૌથી વધુ મોત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 31, ગુજરાતમાં 19, એમપીમાં 10, યુપીમાં ત્રણ લોકોના મોત થયા હતા.
અમદાવાદમાં અત્યારસુધીનો સૌથી વધુ એક દિવસનો મૃત્યુઆંક મંગળવારે નોંધાયો છે, જ્યારે મુંબઈમાં પણ એક જ દિવસમાં 25 લોકોના મોત થયા હતા. ગઈકાલે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ નવા 729 કેસ નોંધાયા હતા. તમિલનાડુમાં પણ 121 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાત અને દિલ્હીમાં પણ નવા કેસનો આંકડો અનુક્રમે 226 અને 206 જેટલો ઉંચો રહ્યો છે.
ભારતના ૩૨૫
જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે
જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા
હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા
હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ
પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ
મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું
હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું,
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ
લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર
થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું
કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ
હોવો જોઈએ.દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા
સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ
ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની
સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.
૩ મે સુધીની વિમાની ટિકિટનું પૂરું રિફંડ મળશે
નવી દિલ્હી:
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૨૫ માર્ચ-૧૪ એપ્રિલના
લૉકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન ત્રીજી મે સુધીની ફ્લાઇટ-ટિકિટો બુક કરાવનારા
મુસાફરોને પૂરું રિફંડ મળી શકશે. મંત્રાલયે કહ્યું હતું કે આ પેસેન્જરોને કંઈ પણ
કૅન્સલેશન ચાર્જીસ વગર ફુલ રિફંડ મળશે.ડોમેસ્ટિક ઍરલાઇનોએ લૉકડાઉનને લીધે રદ
કરવામાં આવેલી ફ્લાઇટો માટેના રિફંડ રોકડામાં નહીં આપવાનો તેમ જ એના બદલામાં
ભવિષ્યના પ્રવાસ માટે ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર
કેટલાક મુસાફરો દ્વારા થવાને પગલે મંત્રાલયે આ ખુલાસો ગુરુવારે બહાર પાડ્યો હતો.
સરક્યૂલરમાં જણાવાયું હતું કે ફુલ રિફંડને લગતી આ સૂચના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ
ઍર ટ્રાવેલને લાગુ પડશે.
લૉકડાઉનના
ગાળામાં ૨૦મી એપ્રિલથી મોબાઇલ, ટીવી, ફ્રીજ, લૅપટોપ જેવા ઇલેક્ટ્રિક સાધનો અને
સ્ટેશનરીના સાધનો માટે ઑનલાઇન વેચવાની છૂટ આપવામાં આવશે. લૉકડાઉનને ૩જી મે સુધી
લંબાવવાના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ ગાળા માટેની ગાઉડલાઇન્સ
જાહેર કર્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા ઉપર જણાવ્યા અનુસાર સ્પષ્ટતા કરવામાં આવી
હતી.
જોકે, ઇ કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી કંપનીઓએ પ્રશાસન પાસેથી પોતાના વાહનોને
રસ્તા પર ચલાવવા માટે સત્તાવાર પરવાનગી લેવી પડશે. બુધવારની
ગાઇડલાઇન્સ પ્રમાણે કમર્શિયલ અને ખાનગી સંસ્થાઓને લંબાવાયેલા લૉકડાઉન દરમિયાન કામ
કરવાની છૂટ આપવામાં આવી છે.
આ અગાઉની
ગાઇડલાઇન્સમાં ઇ કોમર્સના ઑપરેટરોને ફક્ત ખાદ્ય પદાર્થો, દવાઓ અને મેડિકલ સાધનો જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચવાની જ પરવાનગી
આપવામાં આવી હતી. સરકારના નિર્ણયને ૨૫મી માર્ચથી લૉકડાઉનને કારણે બંધ થઇ ગયેલા
ઉદ્યોગધંધાઓને ફરી ધીરેધીરે શરૂ કરવાનું પગલું ગણાવાઇ રહ્યું છે.
અમેરિકાની
વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ એક અભ્યાસના આધારે દાવો કર્યો હતો કે કોરોના
વાઇરસ (કોવિડ-૧૯)ના દરદીઓના મૃત્યુના મુખ્ય કારણોમાંના એક એક્યુટ રેસ્પિરેટરી
ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનું જોખમ નિયમિત કસરતથી ઘટાડી શકાય છે. એક જર્નલમાં પ્રસિદ્ધ
થયેલા આ અભ્યાસની સમીક્ષામાં જણાવાયું હતું કે કોવિડ-૧૯ના બધા દરદીઓમાંના ૩ ટકાથી
લઇને ૧૭ ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે,
પણ નિયમિત કસરત કરવાથી તેને ટાળી શકાય છે અથવા
તેની અસર ઘટાડી શકાય છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીસ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેન્શનના
અંદાજ મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના કુલ દરદીઓમાંના આશરે ૨૦ ટકાથી ૪૨
ટકા દરદીઓમાં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઇ શકે છે. ઇન્ટેન્સિવ કેર
યુનિટ (આઇસીયુ)માં દાખલ કરાયેલા કોવિડ-૧૯ના દરદીઓમાં આ ટકાવારી અંદાજે ૬૭ ટકાથી ૮૫
ટકા રહેવાનો અંદાજ છે.
સંશોધનકારોએ
જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો રોગચાળો વિશ્વભરમાં ફેલાયો તે પહેલાંના એક અભ્યાસ
મુજબ સિવર એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમના દરદીઓમાંના ૪૫ ટકા દરદીઓનું
મૃત્યુ થવાની સંભાવના રહે છે.
લઘુમતી વર્ગોની
બાબતોને લગતા પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ગુરુવારે તમામ સ્ટેટ વકફ બોર્ડને આવતા
અઠવાડિયે કોરોના વાઇરસની મહમારી વચ્ચે શરૂ થનારા પવિત્ર રમઝાનના મહિના દરમિયાન
લૉકડાઉનના નિયમોનો તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગને લગતી માર્ગરેખાઓનો કડક અમલ થાય એની
ખાસ તકેદારી રાખવાનો આદેશ આપ્યો હતો.નકવીએ બધા સ્ટેટ વકફ બોર્ડના અધિકારીઓ સાથે
વીડિયો કૉન્ફરન્સિંગ મારફત મીટિંગ રાખી હતી જેમાં નકવીએ તેમને જણાવ્યું હતું કે ૨૪
કે ૨૫મી એપ્રિલે શરૂ થતા રમઝાનના મહિના દરમિયાન નમાઝ પઢવાની અને ઇફ્તાર જેવી
ધાર્મિક ક્રિયાઓ પોતપોતાના ઘરમાં બેસીને જ કરવા વિશે લોકોને જાગૃત કરશો.દેશભરમાં
સ્ટેટ વકફ બોર્ડો હેઠળ સાત લાખથી વધુ રજિસ્ટર્ડ મસ્જિદો, ઇદગાહો, ઇમામવાડાઓ, દરગાહો અને અન્ય ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ છે.
ઉત્તરાખંડ કેબિનેટનો નિર્ણય, સામાન્ય જનતાને ચારધામના દર્શનની મંજૂરી નહીં
ઉત્તરાખંડ કેબિનેટે નક્કી કર્યું છે કે, ચારધામોના કપાટ ખુલતી વખતે સામાન્ય જનતાને ચારેય ધામના દર્શનની
અનુમતિ નહીં મળે. અત્યારે સામાન્ય જનતાને લૉકડાઉન સુધના સમયગાળા માટે ધાર્મિક
સ્થળો પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કેબિનેટે એ પણ નક્કી કર્યું છે કે, ઉત્તરાખંડમાં 17 એપ્રિલથી સચિવાલય અને વિધાનસભા ખુલશે.
કેબિનેટના નિર્ણય અનુસાર, 17 એપ્રિલથી જ મંત્રી પણ વિધાનસભામાં બેસી શકશે. અનુસચિવથી ઉપરના
કર્મચારી સચિવાલય અને વિધાનસભામાં ઉપસ્થિત રહેશે. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ઉદ્યોગ ચલાવવા માટે છૂટ આપવામાં આવી શકે છે પણ
આના માટે સરકારની પરવાનગી લેવી પડશે. ઉદ્યોગ શરૂ કરવા માટે જે-તે જિલ્લાના
કલેક્ટરની પરવાનગીની જરૂર રહેશે.
કેબિનેટે એ પણ નક્કી કર્યું કે, લગ્ન કરવા તથા અંત્યેષ્ટિ કરવાની છૂટ મળશે પણ આના માટે તંત્રની
પરવાનગી જરૂરી રહેશે. 5 લોકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગ્નને પરવાનગી મળશે
જ્યારે અંત્યેષ્ટિમાં 20 લોકોને મંજૂરી હશે.
કેબિનેટે એ પણ નિર્ણય લીધો છે કે, લૉકડાઉનમાં 5થી વધુ વ્યક્તિઓથી વધુ કોઈપણ સાર્વજનિક
સ્થળે પાબંદી રહેશે. સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કેબિનેટે એ
નિર્ણય પણ લીધો કે, આ લૉકડાઉન દરમિયાન રાજ્યમાં રોડ, રેલવે અને હવાઈ એમ તમામ પ્રકારનાો વાહન વ્યવહાર બંધ રહેશે.
સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો
આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના
લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો
છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો
હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.
ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે.
પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.
જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે
ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની
શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200
રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
કોરોનાની અસર મુદ્દે RBI સતર્ક છે
આ સિવાય બેંકોના કર્મચારીઓ અને RBIના 150 અધિકારીઓના સ્ટાફને આભાર વયક્ત કરૂં છું: દાસ
2020 વૈશ્વિક અર્થતંત્ર
માટે સૌથી ખરાબ રહેશે
IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે
જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે:દાસ
નીચા WPIથી અમે ખુશ નથી
લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે
સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શ્રી રવિકાંત દાસએ આજે તા.17મી એપ્રિલના રોજ મિડીયા બ્રિફિંગમાં ભારતના અર્થતંત્ર પર કોવીડ 19ની અસરો ઓછી વર્તાય એ માટે શ્રેણીબદ્ધ પગલાઓની જાહેરાત કરી હતી. જે મુદ્દાસર નીચે મુજબ છે.
શિડ્યુલ બેંકો ડિવિડન્ડ નહિ આપી શકે
બેંકોએ લોન માટે 10% વધારાનું પ્રોવિઝન કરવું પડશે
રાજ્યો માટે WMA લિમિટ વધારીને 60% કરી 30મી સપ્ટેમ્બર, 2020 સુધી આ મર્યાદા
વધશે
2020 વૈશ્વિક અર્થતંત્ર
માટે સૌથી ખરાબ રહેશે
IMFએ વૈશ્વિક GDPનો અંદાજ ઘટાડ્યો છે
જોકે G20માં ભારત સૌથી ઝડપથી વધશે : દાસ
નીચા WPIથી અમે ખુશ નથી
લોકડાઉનને પગલે મોંઘવારી દર ઘટ્યો છે
સિસ્ટમમાં લિક્વિડિટી માટે અમે કાર્યરત, TLTROનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છીએ આજે વધુ 25,000ના લાંબાગાળાના બોન્ડ ખરીદાશે
1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1127
કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.
ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.
ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.
તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.
૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.
ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.
તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.
ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.
કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.
શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.
ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે
Cases : 14,378
Deaths : 480
Recovered : 1,992
Active Cases : 11,906
STATE
Case
Death
Recover
MH
3323
201
331
DL
1707
42
72
TN
1323
15
283
MP
1310
69
69
RJ
1229
11
183
GJ
1099
41
86
UP
849
14
82
TG
766
18
186
AP
572
14
36
KL
396
3
255
KA
359
13
89
JK
328
5
42
WB
287
10
55
HR
225
3
43
PB
202
13
27
BR
83
2
37
OR
60
1
19
UK
40
0
9
CG
36
0
24
HP
36
1
16
AS
35
1
5
JH
33
2
0
CH
21
0
9
Leh
18
0
14
AN
12
0
11
ML
9
1
0
PY
7
0
1
GA
7
0
6
MN
2
0
1
TR
2
0
1
MZ
1
0
0
AR
1
0
0
NL
0
0
0
Reported on 17 April 2020
અમદાવાદમાં દર 24 મિનિટે એક કેસ : સૂરતમાં કેસોની સદી : સ્વયંશિસ્તનો અભાવ કરફ્યુ તરફ દોરી રહ્યો છે : શાકભાજી અને ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી
તા.17મી એપ્રિલે સવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1000 ને પાર થઇને 1021 પર પહોંચી હતી. સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે 590, બીજાક્રમે વડોદરા ખાતેથી 137 અને ત્રીજા ક્રમે સૂરતમાં 102 કેસો થયા છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,021 પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં સમગ્ર રાજ્યમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદના 1, ભરુચના 8, બોટાદના 3, છોટા ઉદેપુરના 1, દાહોદના 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ જિલ્લાના 2 અને પાટણ જિલ્લાના 1 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં બે દર્દીઓના મોત થયા છે, જેમાં એક વડોદરા અને બીજા અમદાવાદના રહેવાસી હતા. આ બંને દર્દ હાયપર ટેન્શનની બીમારી પણ ધરાવતા હતા. હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ 901 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે વેન્ટીલેટર સપોર્ટ પર હોય તેવા દર્દીઓની સંખ્યા 8 છે. રાજ્યમાં અત્યારસુધી 74 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 38ના મોત થયા છે.
સૂરતમાં શાકભાજી ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી
સૂરત શહેરની વાત કરીએ તો શાકભાજી અને ફ્રુટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી. લોકો ગમે ત્યારે શાકભાજી, ફ્રૂટ લેવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. જે લોકો ખાણીપીણીના ધંધામાં હતા, એ બંધ થતા હવે એવા તમામે, તેમજ બેરોજગાર થયેલા મજૂરો, લેબર તમામે મોટા ભાગે શાકભાજી અને ફ્રુટ્સના ધંધા શરૂ કરી દીધા છે. શહેરના મુખ્યમાર્ગોથી લઇને સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોની બહાર, દરેક નાના મોટા ચાર રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શાકભાજી, ફ્રુટવાળાઓની રેકડીઓ, લારીઓ, સાઇકલ લારીઓ, ફૂટપાથો પર ઢગલા જોવા મળે છે. આ લોકોને કારણે લોકો ગમે ત્યારે લૉકડાઉન છે એવી સ્વયંશિસ્ત જાળવ્યા વગર ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે.
Gujart update on 17 April 11 am
અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનિટે એક કેસ મળ્યો
અમદાવાદની સ્થિતિ વિકટ હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શ્રી વિજય નેહરાએ જમાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 302 નવા કેસો નોંધાયા હતા. પાંચ દિવસ પૂર્વે અમદાવાદમાં 242 કેસો હતા. જેમાં 302 ઉમેરાયા. અમદાવાદમાં દરરોજ 60.4 કેસો મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ ખાતે દર 24 મિનિટે કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં આગામી દિવસોમાં દૈનિક 100 કેસો પણ મળવા સંભવ છે કેમકે અમદાવાદ ખાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરવામાં આવ્યું છે. કરફ્યુ મૂકાયો હોવા છતાં અમદાવાદના વિસ્તારોમાં લોકો બેરોકટોક બહાર નીકળી રહ્યા છે.
ગુરુવારે ગુજરાતમાં 163 કેસો મળી આવતા ચિંતાનું મોજું
ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 929એ પહોંચી ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા હતા, તેમાંથી 53 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાળુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવા વિસ્તારમાં આ કેસો નોંધાયા છે.
ગુરુવારે રાત્રે 8 વાગ્યે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જે નવા 58 કેસ નોંધાયા છે, તેમાંથી એકલા અમદાવાદના જ 53 કેસ છે. આ ઉપરાંત સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 58 નવા કેસો નોંધાયા છે, તેમાં 34 પુરુષો અને 24 મહિલાઓ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 9 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે રાજ્યમાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.
ગુજરાતમાં ધંધા-રોજગારોને 20મીથી છૂટછાટ
કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે તેમજ ૨૦મી પછી હોટસ્પોટ અને કોરોના રેડ ઝોન સિવાયના જિલ્લાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની આ જાહેરાત મુજબ ઉદ્યોગ અને વાણિજ્યીક સેક્ટરોને શરતી છૂટછાટ આપવાનું નકકી કર્યું છે.
ગુજરાતમાં પણ તા. ૩જી મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે ત્યારે આ છૂટછાટ ક્ધટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. વાણિજ્યીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિ. કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડોદરાના ડભોઇ ખાતે તાજેતરમાં લૉકડાઉન દરમિયાન કરીયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ઝડપી પાડ્યા હતા આ લૂંટ કરનારા બે પૈકી એકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે તેને પકડનાર પોલીસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોલીસ જવાનનો પણ કેસ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં નિરાશા ફરી વળી હતી.
હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.
દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર
ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.
16 April : દેશમાં કોરોનાના ૧૨૩૮૦ દર્દીઓ, છેલા ૨૪ કલાકમાં ૯૪૧ નવા કેસ
દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે. હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
World update
દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.
All domestic and international air travel of passengers except for security purposes
All passenger movement by trains, except for security purposes
Buses for public transport
Metro rail services
Inter-district and inter-state movement of individuals except for medical reasons or for permitted activities
All educational, training, coaching institutions etc. shall remain closed
All industrial and commercial activities other than those permitted
Hospitality services other than those specifically permitted
Taxis (including auto rickshaws and cycle rickshaws) and services of cab aggregators
All cinema halls, malls, shopping complexes, gymnasiums, sports complexes, swimming pools, entertainment parks, theatres, bars and auditoriums, assembly halls etc.
All social/ political/ sports/ entertainment/ academic cultural/ religious functions/ other gatherings
All religious places/ places of worship shall be closed for public. Religious congregations are strictly prohibited
In case of funerals, congregation of more than twenty persons will not be permitted
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે આજે તા.15મી એપ્રિલે 20મી એપ્રિલથી લૉકડાઉન દરમિયાન કેટલીક પ્રવૃતિઓને ચુસ્ત નીતિ નિયમોના પાલન કરવાની શરત સાથે છુટછાટ આપવાની જાહેરાત કરી છે. અહીં અમે તેનું ગુજરાતી તેમજ અંગ્રેજી અનુવાદ લખી રહ્યા છે. અમારું ઇન્ટરપ્રિટેશન અને સરકારના નોટિફિકેશન વચ્ચે ભેદ હોઇ શકે. અહીં ફક્ત અછડતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાચકોને સરકારના નોટીફિકેશનનો રેફરન્સ જ ઉપયોગમાં લેવા જણાવવામાં આવે છે.
તદુપરાંત હોટસ્પોટ, ક્લસ્ટર કોરન્ટાઇન વિસ્તારમાં કોઇપણ પ્રકારની છૂટછાટો આપવામાં આવનાર નથી. નોટીફિકેશન ગાઇડલાઇન્સ હોટસ્પોટ એરીયાને લાગૂ પડતી નથી.
Activities permitted April 20 onwards
Specific activities have been allowed April 20 onwards which will be operationalized by states, UTs and district administrations while adhering to social distancing measures.
However, exemptions given from April 20 will not be applicable in Covid-19 hotspots or containment zones and industries operating in rural areas will be able to operate only after April 30:
આટલી કામગીરીને આંશિક રીતે છૂટછાટ મળશે
ખેતી, હોર્ટિકલ્ચર, ફાર્મિંગ, ખેત પેદાશો હેરફેર, લે-વેચ, લેવડ-દેવડ
મત્સ્યોદ્યોગ, એકવા કલ્ચર, ઝીંઘા ફાર્મ તેમજ તેના ઉછેર અંગેની પ્રવૃતિઓ
ખાડિયા જમાલપૂર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પોલીસ વડા DGP શિવાનંદ ઝા સાથે મુલાકાત કરી હતી.
ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસની કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ થશે.
ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.
દેશના 170 હોટસ્પોટમાં ગુજરાતના સૂરત સમેત 5 જિલ્લાઓ : ગુજરાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરતા કેસો મળવાના શરૂ થયા
રાજ્યમાં તા.16મી એપ્રિલે સવારે 10 વાગ્યે આરોગ્ય મંત્રી જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના પોઝીટીવ નવા 105 કેસો મળ્યા હતા. જેમાંથી 42 અમદાવાદ અને 35 સૂરતના છે. સૂરતમાં ઉમરવાડા, કતારગામ, માનદરવાજા, મીઠીખાડી અને રૂસ્તમપુરા ખાતે નવા કેસો મળ્યા હોવાનું તેમણે બ્રિફીંગમાં જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ રાજ્યમાં કોરોના સ્થિતિ અંગે માહિતી માટે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 કલાકમાં વધુ 105 કેસ સાથે કુલ કેસનો આંકડો 871 પર પહોંચી ગયો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 64 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20,000થી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 2971 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં પાછલા કલાકમાં અમદાવાદ અને સુરતમાં વધુ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણીનગર, મેમનગર, સરસપુર અને ગોમતીપુરમાં નવા કેસનો નોંધાયા છે. જ્યારે સુરતમાં માન દરવાજા, કતારગામ, મીઠી ખાડી, રુસ્તમપુરામાં નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં મળેલા નવા કેસોની વિગત
સૂરતમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો તા.15મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે 64 હતો જેમાં 22 વધારા સાથે તા.16મી એપ્રિલે સવારે એ વધીને 86 થઇ ગયો છે.
ગુજરાતના કુલ કેસો તા.16મી એપ્રિલે સવારે 11 વાગ્યે
દેશમાં 170 અને ગુજરાતમાં 5 જિલ્લાઓ હોટસ્પોટ જાહેર
કોરોના વાયરસથી અસરગ્રસ્ત 170 જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (રેડ ઝોન) તરીકે તેમજ સંક્રમણની હાજરી ધરાવતા 207 જિલ્લાઓને નોન હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ બાકીના જિલ્લાઓમાં જો વાયરસનું સંક્રમણ નહીં હોય તો તેમને ગ્રીન ઝોન હેઠળ મુકવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના આ માપદંડ હેઠળ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યાં સૌથી વધુ અસર છે તેવા જિલ્લા એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટ (hotspot districts with large outbreaks ) જાહેર કરવામાં આવ્યાં છે.
પાટણ જિલ્લાને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડ અનુસાર જે વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાતું હોય તે જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા તરીકે તેમજ જો સંક્રમણવાળા વિસ્તારમાં એક જ સ્થાન પર સંક્રમણના ઓછામાં ઓછા 15 કેસ થાય તો તેને એક ‘ક્લસ્ટર’ માનવામાં આવશે. આ માપદંડ અનુસાર ગુજરાતનો પાટણ જિલ્લો ક્લસ્ટર ઝોન જાહેર થયો છે.
ગુજરાતમાં પ્લાઝમા થેરાપીથી દર્દીઓની સારવાર કરવાની મંજૂરી મગાઇ
ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)માં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરાપીના ઉપયોગની અરજી કરી છે. રાજ્યના મુખ્ય હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, અમે રવિવારે સંભવિત પ્લાઝમા થેરાપી શરુ કરવાની પરમીશન માટે ICMRને પત્ર લખ્યો હતો. અમે તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.
આ થેરાપીમાં કોવિડ-19ના પેશન્ટના શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની સામે લડવા શરીરમાં બનતા બ્લડ પ્લાઝમાં ઈન્જેક્શનથી આપવામાં આવે છે. કોરોના વાયરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઈન્ફેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે. પ્લાઝમાં થેરાપીમાં લોહીમાંથી આ પ્લાઝમાંને ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીવ બચાવી શકાય.
ગુજરાતમાં રિકવરી રેટમાં ગાંધીનગર પ્રથમ
ભાવનગરમાં અત્યાર સુધીમાં જે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાં સાત કેસમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા ભાવનગરમાં દર્દીઓના સાજા થવાનો દર ૨૬.૯૨ ટકા છે. જ્યારે
ગાંધીનગર પ્રથમ ક્રમે છે જ્યાં પોઝિટિવ દર્દીનો સાજા થવાનો દર ૪૬.૬૭ ટકા છે. ત્યાં ૧૫ પૈકી સાત દર્દી સાજા થઇ ગયા છે. તો
બીજા ક્રમે રાજકોટ છે જ્યાં ૧૮ પૈકી ૮ દર્દી સાજા થઇ જતાં ટકાવારી ૪૪.૪૪ છે. તો
ત્રીજા ક્રમે પાટણ છે જ્યાં સાજા થવાનો દર ૨૮.૫૭ ટકા છે.
ચોથા ક્રમે ભાવનગર છે.
મૃત્યુ દરમાં ગુજરાતના શહેરોની તુલના
ભાવનગરમાં મૃત્યુદર ઉંચો છે. ભાવનગરમાં ૨૬ દર્દીમાં ત્રણના મોત થતાં ટકાવારી ૧૧.૫૪ ટકા થઈ છે. સુરતમાં મૃત્યુદર ૪૦ દર્દીમાં ચારના મોત થતા ટકાવારી ૧૦ ટકા છે. આમ રાજ્યમાં ભાવનગર પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. જોકે વડોદરામાં પણ પાંચ દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે જ્યારે અહીં કુલ પોઝિટિવ કેસ ૧૧૬ ઉપર પહોંચ્યો છે.
લોકડાઉનનું પાલન ન કરે તે વિસ્તારમાં ‘કોરોના કરફ્યૂ’ લદાશેઃ DGPની ચેતવણી
રાજ્યના DGP શિવાનંદ ઝાએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે, લોકડાઉનનું પાલન નહીં થાય તેવા વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવશે. લોકોના હિત માટે 21 દિવસ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પોલીસ અપીલ કરતી આવી છે, છતાં અનેક લોકો તેનું પાલન કરતાં નથી અને કોરોના વકરે તેવી પ્રવૃત્તિ કરે છે. આ કારણે પોલીસ પાસે લોકડાઉનનું પાલન થતું ન હોય તે વિસ્તારમાં કરફ્યૂ લાદવાનો વિકલ્પ જ બચે છે. જે વિસ્તારમાં કરફ્યૂ લગાવાયો છે ત્યાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રહ્યાં છીએ. પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે અને જનતા લોકડાઉનનું કડક પાલન કરે.
કોરોના રસીશોધની દિશામાં ગુજરાતની લેબને મહત્વની લીડ મળી
ગુજરાતમાં કોરોના વાયરસની દવાના સંશોધન
કરનારી ટીમને એક મહત્વપૂર્ણ સફળતા મળી હોવાની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી
કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.
ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ સેન્ટરે
કોરોનાના વંશ સૂત્ર એટલે કે જીનોમ સીક્વન્સની શોધ કરવામાં આવી છે. આ વંશ સૂત્ર
મળ્યા બાદ કોરોના વાયરસની દવા, વેક્સિન તેની આડ અસરો વગેરે જેવી બાબતો
શોધવામાં સરળતા રહેશે.
CMO તરફથી ટ્વિટર પેજ પર આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાત
બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે. દેશમાં રાજ્યની
એકમાત્ર સરકારી લેબોરેટરી છે જેણે કોવિડ-19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને
કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા તથા વેક્સિન
બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ગુજરાત માટે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ કહી
શકાય. આ પહેલા રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓ માટે સસ્તા વેન્ટીલેટર તથા PPE કિટ બનાવવામાં આવી હતી. જે કોરોનાની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. ત્યારે ગુજરાત માટે ગર્વ સમાન
વધુ એક બાબત બની છે.
Reported on 15 April 2020
કોરોનાથી મુક્ત વિસ્તારોમાં ચેપ નહીં ફેલાય એની ખાસ તકેદારી : એક દર્દીના મોત સાથે સૂરતમાં મૃત્યુઆંક 5
ગુજરાતમાં આજે તા.15મી એપ્રિલે સવારે પૂરા થયેલા 12 કલાક દરમિયાન ગુજરાતમાંથી કોરોના પોઝીટીવના વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો પોઝિટીવ દર્દીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 30 થઇ છે.
આજે તા.15મી એપ્રિલે સવારે વધુ નવા ત્રણ પોઝિટીવ કેસ આવ્યા છે. વધુમાં રાંદેરની ૪૫ વર્ષિય મહિલા યાસ્મીનના મોત સાથે કુલ મોતની સંખ્યા 5 પર પહોંચી છે. સૂરતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 50 થઇ છે જેમાં 2 કેસ જિલ્લા વિસ્તારના છે.
આજરોજ તા.15મી એપ્રિલથી ભારતમાં લૉકડાઉન 2.0 લાગૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક નવા અભિગમ સાથે રણનીતિનો અમલ કરી રહ્યા છે. હવે સમગ્ર ધ્યાન હોટસ્પોટ્સમાંથી નવા વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના પહોંચે તેના પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના અનુમાન અનુસાર, જે વિસ્તારોને હોટસ્પોટ્સ જાહેર કરાયા છે ત્યાં કોરોનાને સંપૂર્ણ કાબૂમાં આવવામાં એકાદ મહિનો લાગી શકે છે.
આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યાં જો 28 દિવસ સુધી કોઈ નવો કેસ ના આવે તો ત્યાં
કોરોનાનો પ્રસાર અટકી ગયો છે તેવું માનવામાં આવે છે. તેના કારણે જ લોકડાઉનને પણ
લંબાવવામાં આવ્યું છે.
દેશમાં હાલ 732માંથી 380 જેટલા જિલ્લામાં કોરોના જોવા મળ્યો છે.
રાહતની વાત એ છે કે, 25 જિલ્લા એવા છે કે જ્યાં શરુઆતમાં કોરોનાના કેસ દેખાયા હતા, પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં કોઈ નવા કેસ નથી નોંધાયા.
મંગળવાર રાત્રે 8 વાગ્યા પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશના વિવિધ
રાજ્યોમાં 944 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જે સોમવારે નોંધાયેલા 1,276 કેસની સરખામણીમાં થોડા ઓછા હતા.
મહારાષ્ટ્રમાં મંગળવારે 350 નવા પોઝીટીવ કેસો
અને આ જ રાજ્યમાં 18 લોકોના મોત પણ થયા હતા. સમગ્ર દેશમાં મંગળવાર તા.14મીએ કુલ 34 લોકોના મોત થયા હતા, જેમાંથી અડધાથી વધુ માત્ર મહારાષ્ટ્રમાં હતા.
ભારતમાં અત્યારસુધી કોરોનાને કારણે 393 લોકોના મોત થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જે દેશના 24 ટકા જેટલા થાય છે. મોતના મામલે પણ દેશમાં
જેટલો મૃત્યુઆંક છે તેના 45 ટકા માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
રાહતની વાત એ છે કે દિલ્હી અને તમિલનાડુમાં નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. જ્યારે મંગળવારે એમપી, રાજસ્થાનમાં અનુક્રમે 127 અને 108 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં મંગળવારે પાંચ લોકોના મોત
થયા છે. રાજ્યમાં અત્યારસુધી 10 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં મંગળવારે રાત સુધીની સ્થિતિ
છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 33 કેસ સામે આવ્યા છે. આમ, ગઈકાલ રાતથી અત્યારસુધી રાજ્યમાં કુલ 78 નવા કેસ સામે આવ્યા છે. આજે રાજ્યમાં બે દર્દીના મોત પણ થયા છે. આજે પણ અમદાવાદમાં જ સૌથી વધુ કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજના દિવસમાં પાંચ દર્દીને રજા આપવામાં આવી છે. જેમાં ભાવનગરના બે, અમદાવાદના બે, અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.
મંગળવારે રાત્રે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા હતા. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૯૮૦ જેટલા સેમ્પલ ટેસ્ટિંગને અંતે કુલ ૬૧૭ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૨૬ દર્દીઓનો મોત થઇ ચૂક્યાં છે. અમદાવાદમાં સૌથી વધુ ૩૫૧ કેસ નોંધાયા હતા.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૩૭૫૧ લોકો ક્વોરન્ટીન છે. જેમાંથી ૧૨૨૦૮ હોમ ક્વોરન્ટીન, ૧૩૭૪ સરકારી અને ૧૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. બીજી બાજુ ૨૦ જિલ્લાઓમાં કોરોના વાઈરસ પ્રસરી ચૂક્યો છે. જિલ્લા દીઠ કોરોનાના આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૩૫૧ કેસ અને ૧૩ દર્દીઓના મોત, વડોદરામાં ૧૦૮ અને ત્રણના મોત, સુરતમાં ૪૩ કેસ અને ચાર દર્દીઓના મોત, ભાવનગરમાં ૨૬ કેસ અને બે ના મોત, ગાંધીનગરમાં ૧૬ કેસ અને એકનું મોત, પાટણમાં ૧૪ કેસ અને એકનું મોત, પંચમહાલમાં બે કેસ અને એકનું મોત, જામનગરમાં એક કેસ અને એકનું મોત થયું હતું. કુલ ૬૧૭ કેસમાંથી ૩૩ દર્દીઓ વિદેશ પ્રવાસથી પરત આવેલા ૩૩, આંતરાજ્ય પ્રવાસ કરનારાં ૩૪ અને લોકલ ૫૫૦ દર્દીઓના સમાવેશ થાય છે. કુલ ૨૬ના મોત થયાં છે, જેમાં વિદેશ યાત્રા કરનારાં ત્રણ અને આંતરરાજ્ય પ્રવાસ કરનારાં ત્રણ તેમજ ૨૦ લોકલ દર્દીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે
કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે.
ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં. અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં તા.13મી એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી તા.14મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ 42 નવા કેસો ઉમેરાયા હોવાની માહિતી રાજ્યના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ભારતમાં 3 મે સુધી લોકડાઉન.02, 20 એપ્રિલ સુધી અત્યંત સખ્તાઈથી થશે અમલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે તા.14મી એપ્રિલે સવારે 10 કલાકે દેશને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનાના હોટસ્પોટ્સની ઓળખ કરી પહેલાથી પણ ખૂબ જ વધારે સતર્કતા રાખવી પડશે. જે સ્થળો નવા હોટસ્પોટ્સ્ બની શકે તેમ છે ત્યાં પણ કડક પગલાં લેવા પડશે.
તેમણે કહ્યું કે નવા હોટસ્પોટ્સ આપણા માટે નવા સંકટ પેદા કરશે. આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારાશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારિકાઈથી પરખાશે. ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થઈ રહ્યું છે, તેણે કોરોનાને કેટલો કાબૂમાં રાખ્યો છે તે ચકાસવામાં આવશે. જે ક્ષેત્રો હોટસ્પોટ્સમાં ફેરવાય તેમ નથી ત્યાં 20 એપ્રિલ બાદ થોડી છૂટછાટ મળશે.
જોકે, આ છૂટછાટ શરતી હશે, અને ઘરની બહાર નીકળવાના નિયમ સખ્ત રહેશે. જો લોકડાઉનના નિયમનો ભંગ થશે, અને કોરોના આ ક્ષેત્રોમાં દેખાશે તો તમામ છૂટછાટ પાછી લઈ લેવાશે.
ભારતમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓ
કોરોનાના દર્દીઓ માટે ભારતમાં હાલ એક લાખથી વધુ બેડની સવલત ઉપલબ્ધ છે અને દેશમાં 600થી વધુ હોસ્પિટલોમાં માત્ર કોરોનાના દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. ભારત પાસે ભલે હાલ મર્યાદિત સંસાધન હોય, પરંતુ ભારતના યુવા વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાની રસી બનાવવાનું બીડું ઉઠાવે.
ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67% વધવા સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક
જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું
કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની
તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે.
જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં
તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવાર તા.14મી એપ્રિલે બપોરે બાર વાગ્યે અમદાવાદ ખાતે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં લોકડાઉન વધારવું કે નહીં તે આવતીકાલે એટલે કે મંગળવાર તા.14મી એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર થશે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લૉકડાઉન સંદર્ભે એક્શન પ્લાન કેન્દ્રને સોંપી દીધો છે. ગુજરાતમાં ઉદ્યોગોને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે એવી તેમણે ધરપત પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે તેના માટે ખાસ વિચાર કરવામાં આવશે.
ગુજરાતની વાત કરીએ તો આજે તા.13મી એપ્રિલે સવારે 10 વાગ્યે ગુજરાત સરકારની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં કુલ 22 નવા કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના કુલ 13 કેસો છે. અમદાવાદમાં કેસોની સંખ્યા 295 થઇ છે. સૂરતમાં પોઝીટીવ કેસોની સંખ્યા કુલ 33 થઇ છે જેમાં બે ગ્રામ્ય વિસ્તારના છે. ગુજરાતમાં કુલ 26 લોકોના મોત થયા છે જ્યારે 47 દર્દીઓ રિકવર થઇને પોતાના ઘરે પહોંચી ગયા છે.
સૂરતમાં સોમવારે મળેલા બે નવા કેસો રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 કર્મચારીઓના છે, 1. ઇમરાન હનીફભાઇ પઠાણ 2. શબનમ મકસૂદ અંસારી
કોરોના લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યમાં APL-1 (એબોવ પોવર્ટી લાઇન) કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિમામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે.
રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા 13 એપ્રિલ: રેશનકાર્ડ છેલ્લો નંબર 1 અને 2 14 એપ્રિલ: છેલ્લો નંબર 3 અને 4 15 એપ્રિલ: છેલ્લો નંબર 5 અને 6 16 એપ્રિલ: છેલ્લો નંબર 7 અને 8 17 એપ્રિલ: છેલ્લો નંબર 9 અને 0 18 એપ્રિલ: વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે
આટલું અનાજ મળશે
એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે તેમના હિસ્સાનું અનાજ જતું કરે તો વધુ પ્રમાણમાં લોકોને અનાજ મળી શકે છે.
ઘર બેઠાં જરૂરી સામાન મળે તેવી વ્યવસ્થા થશે ‘હોટસ્પોટ’માં લોકો બહાર ન નીકળે : કેન્દ્રીય ગૃહ મંત્રાલય
‘હોટસ્પોટ’ વિસ્તારોમાં વખતે લોકો ઘરની બહાર ન નીકળે અને કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે રાજ્ય સરકારો જીવન જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોંચ થાય એની વ્યવસ્થા કરી રહી હોવાની માહિતી કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપી હતી.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુન્યા સલિલાએ જણાવ્યું હતું કે જ્યાં વાઇરસ વધુ ફેલાયો હોય એવા હોટસ્પોટ વિસ્તારોમાં રહેતા લોકો ઘરની બહાર ન નીકળે એ માટે રાજ્ય સરકારો જરૂરિયાતની વસ્તુઓની ઘરપહોચ થાય એની વ્યવસ્થા કરી રહી છે. આ માટે તેઓ સ્વયંસેવકો અને સમાજસેવી સંસ્થાઓની મદદ પણ લેશે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે તેઓ આંતરરાજ્ય અને રાજ્યની બહાર દરેક પ્રકારનો સામાન કે વસ્તુઓ લઇને જતા કે આવતા વાહનોને રોક્યા વગર જવા દે. ગોડાઉનો અને કોલ્ડ સ્ટોરેજમાં દરેક પ્રકારની વસ્તુઓ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ કેટેગરીમાં કંપનીઓની અંદરના ગોડાઉનોને પણ આવરી લેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના મજૂરો અને કર્મચારીઓને સરળતાથી પરવાનગીના પાસ મળી રહે એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને અમે એમને એ પ્રક્રિયા સરળ બનાવવાનો આદેશ આપ્યો છે.
અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારાને ₹ ૫૦૦૦નો દંડ
કોરોના સંકટની ચરમસીમાને પગલે હવે લોકડાઉન વચ્ચે પણ કોઇ પણ વ્યકિત જરૂરી કામ માટે માસ્ક કે ચેહરા પર દુપટ્ટો કે રૂમાલ પહેર્યા વગર નીકળશે તો તેને રૂ. ૫ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરા જણાવ્યું હતું કે, માસ્ક વિના બહાર નીકળતા લોકોને ૫૦૦૦નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.૫૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને ત્રણ વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે.
જો કે માસ્કમાં રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે. ૧૩ એપ્રિલની સવારે ૬ વાગ્યાથી તમામ વ્યક્તિએ જાહેર રસ્તા, સ્થળ વગેરે જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત છે. તમામ માસ્ક પહેરે તે જરૂરી છે.માસ્ક પહેરવાથી સંક્રમણ અટકાવી શકાય છે. ૧૩ એપ્રિલથી મનપાની ટીમો રોડ પર ફરશે અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવશે.
રાજ્યમાં કુલ ૧૦ હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ થયા
ગુજરાતમાં કોરોના કેસના પ્રારંભથી રવિવાર તા.12મી એપ્રિલે સાંજે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કુલ ૧૦૯૯૪ લોકોના સેમ્પલ લઇને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 514 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જોકે
ગુજરાતમાં રવિવાર તા.12મી એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન કુલ ૨૬૬૩ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ૬૧ લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રવિવારે સવારે કુલ ૧૧૬ રીપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યાં હતા.
રવિવારે સાંજે વડોદરામાં વધુ ચાર કેસ નોંધાયાં હવે એકલા વડોદરામાં જ કેસનો આંકડો ૧૦૦ ની નજીક પહોંચી ચૂક્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે સવાર સુધીમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩ કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં ૬ વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૪૯૩ દર્દીમાંથી ૨૩ના મોત થયા છે. જ્યારે ૪૨૨ની હાલત સ્થિર અને ૪ દર્દી વેન્ટીલેટર પર છે. ૨૪ કલાક દરમિયાન ૨૬૬૩ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૬૧ પોઝિટિવ અને ૨૪૮૬ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૧૧૬ રિપોર્ટ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ૧૦૯૯૪ ટેસ્ટ કર્યાં, ૪૯૩ પોઝિટિવ, ૧૦૩૯૭ અને ૧૧૬ પેન્ડિંગ છે.
ભારતમાં 6 દિવસમાં બમણા થઇ ગયા કેસો
ભારતમાં 6 દિવસ પૂર્વે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 4500 જેટલી હતી, ફક્ત 6 જ દિવસમાં આ આંકડો બમણો થઇ ગયો છે. રવિવારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9,000ના આંકડાને પાર કરી ગઈ છે. કોરોના વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 300 લોકોના જીવ હણી લીધા છે. માત્ર રવિવારે જ કોરોનાના 763 કેસ સામે આવ્યા અને 39 દર્દીઓના મોત થયા હતા.
ભારત સ્ટેટવાઇઝ કેસીસ તા.13 એપ્રિલ સવારે 11 વાગ્યે
STATE
Cases
Death
MAHARASHTRA
1985
149
DELHI
1154
24
TAMIL NADU
1075
11
RAJASTHAN
804
3
M.P.
564
36
GUJARAT
516
25
TELANGANA
504
9
U.P.
483
5
A.P.
427
7
KERALA
376
2
J.K.
245
4
KARNATAKA
232
6
HARYANA
185
3
WEST BENGAL
152
7
PUNJAB
151
11
BIHAR
64
1
ODISHA
54
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
CHHATTISGARH
31
0
ASSAM
29
1
CHANDIGARH
21
0
JHARKHAND
19
2
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
તા.12મી એપ્રિલે પોસ્ટ કરાયેલા સમાચાર
સૂરતમાંથી કુલ 7 દર્દીઓ રિકવર થઇને ઘરે ગયા
રાજ્યમાં કોરોનાના કન્ફર્મ કેસનો આંકડો 500 ની સંખ્યા નજીક પહોંચી ગયો છે. જોકે, કોરોના પોઝીટીવ કેસો જે વિસ્તારમાંથી મળી રહ્યા છે એ જોતા ગુજરાતના આરોગ્ય વિભાગે અપનાવેલી નીતિને સફળતા મળી છે કેમકે આ એરીયાને હોટસ્પોટ તરીકે જ સ્થાપિત કરીને સીલ કરી દેવામાં આવ્યા છે. એટલે ચિંતાજનક સ્થિતિ કરતા કેસો મળી રહ્યા છે એ બાબત મહત્વની બની છે.
દરમિયાન શનિવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં નોંધાયેલા નવા 90 કેસ બાદ રવિવારે સવારે 10 વાગ્યે વધુ નવા 25 કેસોની જાહેરાત કરવામાં આવી હતી. આ નવા 25 કેસોમાંથી 23 અમદાવાદ અને 2 વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.
એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં જેટલા
પોઝિટિવ કેસ છે જેમાંથી પચાસ ટકા જેટલા એકલા (243 કેસ) અમદાવાદના છે. અમદાવાદ ઉપરાંત, વડોદરામાં પણ કન્ફર્મ કેસનો આંકડો 95 પર પહોચી ગયો હતો.
શનિવારે રાત્રે 8 વાગ્યે સરકારે આપેલી
માહિતી મુજબ રાજ્યમાં જે 468 કન્ફર્મ કેસ નોંધાયા છે તેમાં લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ
બનનારા દર્દીની સંખ્યા 403 જેટલી છે. આ ઉપરાંત, જે 22 લોકોના મોત થયા છે તેમાંથી 16 દર્દીને લોકલ ટ્રાન્સમિશનથી તેનો ભોગ બન્યા હતા.
સરકાર દ્વારા શનિવારે રાત્રે 8 વાગ્યે
આપેલી માહિતી મુજબ 2045 ટેસ્ટ કરાયા છે, જેમાં છેલ્લા 12 કલાકમાં જ 1432 ટેસ્ટ કરાયા છે. કુલ 2045
ટેસ્ટમાંથી 407 સિવાયના તમામ લોકોના રિઝલ્ટ આવી ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા બાર
કલાકમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 15, વડોદરા 18, ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં
ત્રણ દર્દીના મોત પણ થયા છે, અને ત્રણેય મૃતકો અમદાવાદના છે.
આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના
જણાવ્યા અનુસાર, અમદાવાદમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે તે સિવાયના
વિસ્તારોમાં પણ હવે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના જે 14 જિલ્લામા કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો
તેવા જિલ્લામાં પણ સેમ્પલ લેવાનું શરુ કરાયું છે. આજે જુનાગઢ, નવસારી, તાપી, અમરેલી અને બનાસકાંઠામાં સેમ્પલ લેવાયા હોવાનું તેમણે જણાવ્યું
હતું.
રાજ્યમાં હાલ 468માંથી 402 દર્દીઓ એક્ટિવ છે, અને તેમાંથી 4ની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા છે, જ્યારે 398 સ્ટેબલ છે. ડીસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 44 થાય છે જ્યારે 22 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે દરિયાપુર, નવરંગપુરા, જમાલપુર, નારણપુરા, સારંગપુર જેવા વિસ્તારોમાં નવા કેસ સામે આવ્યા છે.
India Update
STATE
Cases
Death
MAHARASHTRA
1761
127
DELHI
1069
19
TAMIL NADU
969
10
RAJASTHAN
700
3
M.P.
532
36
TELANGANA
504
9
U.P.
452
5
GUJARAT
495
23
A.P.
381
6
KERALA
364
2
KARNATAKA
214
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
151
11
WEST BENGAL
134
5
BIHAR
63
1
ODISHA
50
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
ASSAM
29
1
CHANDIGARH
19
0
CHHATTISGARH
18
0
JHARKHAND
17
1
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
ICMRએ કહ્યું કે શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં દેશમાં 1,64,773 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કોવિડ-19ના સંક્રમણ અંગે તપાસ કરવા માટે કુલ 1,79,374 સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 4.3 ટકા લોકો પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યો દ્વારા મળેલા અહેવાલ અનુસાર શનિવારે દેશમાં કોવિડ-19ના 825 નવા કેસ આવ્યા છે. આ પહેલા શુક્રવારે દેશમાંથી 863 જેટલા નવા કેસ સામે આવ્યા હતા.
દેશમાં પહેલીવાર 24 કલાકમાં 1000 કરતા વધારે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આંકડાઓ જોઈએ તો પાછલા 3 દિવસમાં દેશમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી ગયો છે. તેવામાં દેશવ્યાપી લોકડાઉનને હજુ આગામી 2 સપ્તાહ સુધી વધારવામાં આવશે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8300ને પાર થઈ ગઈ છે.
ભારતમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા વધીને 10000 ને પાર થઇ ચૂકી છે. ભારતમાં ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોરોના પોઝિટિવ હોય એવા મોટી સંખ્યામા કેસો મળી આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ તો સમગ્ર દેશના કુલ કોવિડ19 કેસના 37 ટકા છે.
દિલ્હીમાં કોરોનાના સંક્રમણ મામલે ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં આવ્યો હતો પરંતુ
તબલીગી જમાતના કારણે વાત હાથમાંથી જતી રહી. દિલ્હીમાં કુલ કોરોના કેસ પૈકી 79 ટકા કેસ તો કોઈને કોઈ રીતે નિજામુદ્દીન મરકજ સાથે જોડાયેલા છે. રવિવાર તા.12મી
એપ્રિલે ભારતમાં એક દિવસમાં કુલ 763 કેસ આવ્યા હતા જેની સામે સોમવારે 67%ની વૃદ્ધીદર સાથે કુલ 1276 કેસ સામે આવ્યા હતા.
ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામનારની કુલ સંખ્યા 358 થઈ ગઈ છે. જ્યારે હાલ દેશમાં કોરોનાના કુલ 10,450 કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ રેકોર્ડબ્રેક એક
જ દિવસમાં 112 કેસ સામે આવ્યા છે અને અહીં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 589 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં સોમવાર તા.13મી એપ્રિલે કોવિડ-19 સંક્રમણના 352 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2334 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 160 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં સામે આવેલ 352 નવા કેસ પૈકી 242 જેટલા નવા કેસ ફક્ત મુંબઈમાંથી સામે આવ્યા છે.
ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક રમણ આર ગંગાખેડકરે કહ્યું
કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણની
તપાસ માટે કુલ 2,06,212 પરીક્ષણ કરવામાં આવ્યા છે. પાછલા 24 કલાકમાં 156 સરકારી લેબોરેટરીમાં આ પરિક્ષણ થયા છે.
જ્યારે પ્રાઈવેટ 69 લેબોરેટરીમાં કુલ 14855 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રેપીડ ટેસ્ટ અંગે ચીનથી મળનાર કિટના સવાલના જવાબમાં
તેમણે કહ્યું કે આ કિટની પહેલો લોટ 15 એપ્રિલને દેશમાં પહોંચશે તેવી શક્યતા છે.
Cases : 10,363
Deaths : 339
Recovered : 1,036
Active Cases : 8,988
STATE
Case
Death
Recover
MH
2334
160
217
DL
1510
28
30
TN
1173
11
58
RJ
873
3
21
MP
604
43
44
TG
562
16
100
UP
558
5
49
GJ
539
26
54
AP
432
7
11
KL
379
3
198
JK
270
4
16
KA
247
6
59
WB
190
7
36
HR
185
3
29
PB
167
11
14
BR
65
1
26
OR
54
1
12
UK
35
0
5
HP
32
1
13
CG
31
0
10
AS
31
1
0
JH
24
2
0
CH
21
0
7
LADAKH
15
0
10
AN
11
0
10
PY
7
0
1
GA
7
0
5
MN
2
0
1
TR
2
0
0
NL
1
0
0
MZ
1
0
0
AR
1
0
0
Update on 12 April 11 Am
Confirmed Cases : 8,356
Total Deaths : 273
Total Recovered : 716
Active Cases : 7,367
STATE
Cases
Death
MAHARASHTRA
1761
127
DELHI
1069
19
TAMIL NADU
969
10
RAJASTHAN
700
3
M.P.
532
36
TELANGANA
504
9
U.P.
452
5
GUJARAT
495
22
A.P.
381
6
KERALA
364
2
KARNATAKA
214
6
J.K.
207
4
HARYANA
177
3
PUNJAB
151
11
WEST BENGAL
134
5
BIHAR
63
1
ODISHA
50
1
UTTARAKHAND
35
0
HIMACHAL
32
1
ASSAM
29
1
CHANDIGARH
19
0
CHHATTISGARH
18
0
JHARKHAND
17
1
LADAKH
15
0
ANDAMAN
11
0
GOA
7
0
PUDUCHERRY
7
0
MANIPUR
2
0
TRIPURA
2
0
MIZORAM
1
0
ARUNACHAL
1
0
સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર બન્યું કોરોનાનું હૉટસ્પૉટ
મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર એક સમયે વ્યાપારી તેમ જ સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને સૌથી સ્વચ્છ શહેર તરીકે ગણાતું હતું, પરંતુ અત્યારે આ શહેર કોરોના વાઇરસના ચેપની ચપેટમાં આવી ગયું છે અને કોવિડ-૧૯ના હૉટસ્પૉટ બની ગયું છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સતત ત્રીજી વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત ઇન્દોર પખવાડિયાથી કર્ફ્યુ હેઠળ છે. ઇન્દોરની મહાનગર પાલિકાએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન શહેરભરમાંથી કચરો નાબૂદ કર્યો છે અને દરેક ઘર દ્વારા સૂકો તથા લીલો, એમ અલગ કચરો જમા કરવામાં આવે એવી યોજનાને ૧૦૦ ટકા સફળ બનાવી છે. ઇન્દોરમાં કોવિડ-૧૯ના ૧૭૩ કેસ નોંધાયા છે અને ૧૬ જણના મૃત્યુ નીપજ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડવામાં શરૂઆતના તબક્કાઓમાં જે વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી હતી એ બદલ ઇન્દોરના સ્થાનિક વહીવટીતંત્રની ટીકા થઈ રહી છે.
આરોગ્ય ક્ષેત્રના કાર્યકર અમૂલ્ય નિધિએ જણાવ્યું હતું કે ‘ઇન્દોર કમર્શિયલ શહેર છે અને હજારો લોકો રેલવે તથા રોડ માર્ગે શહેરમાં આવતા તથા જતા હોય છે. જોકે, આવા બધા જ મુલાકાતીઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ નહોતું થયું એ વહીવટીતંત્રની મોટી ભૂલ હતી.’ ૩૦ લાખ લોકોની વસતિ ધરાવતા ઇન્દોરમાં જિલ્લા વહીવટીતંત્રએ ૨૩મી માર્ચે શહેરમાં લૉકડાઉન જાહેર કર્યું હતું.
દેશમાં સંખ્યા વધીને છ હજારને આંબી ગઈ
ભારતમાં કોરોના ચેપના દરદીઓની સંખ્યા વધીને છ હજારની નજીક પહોંચી ગઇ છે અને તેમાં સૌથી વધુ માઠી અસર મહારાષ્ટ્રમાં જ થઇ છે તેમ જ ગુજરાતમાં પણ આવા દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
દેશમાં ગુરુવારે કોરોના વાઇરસના રોગચાળામાં ઓછામાં ઓછા ૧૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેમાં મહારાષ્ટ્રમાંના ૯, ગુજરાતના ૩, જમ્મુ અને કાશ્મીરના બે, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુના એક-એક દરદીનો સમાવેશ થતો હતો.
ઓડિશાએ લોકડાઉનને મહિનાના અંત સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને દેશના અનેક રાજ્ય પણ આવું પગલું ભરે એવી શક્યતા છે.
વિશ્ર્વભરમાં આ રોગચાળો ૧૯૨ દેશમાં ફેલાઇ ગયો છે અને અત્યાર સુધીમાં અંદાજે ૮૭,૩૨૦ લોકો મૃત્યુ પામ્યા છે.
ચીન ઉપરાંત અમેરિકા, ઇટલી, સ્પેન, બ્રિટન, દક્ષિણ કોરિયા સહિતના અનેક દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે રોગચાળાને વિશ્ર્વભરમાં મંદી આવવાનો અને તેને લીધે દુનિયાના અંદાજે લાખો લોકો ગરીબ થઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો.
ચીનના વુહાન શહેરમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાનો ચેપ લાખો લોકોને લાગ્યો છે અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વિવિધ સરકાર લૉકડાઉન સહિત આરોગ્ય સુવિધા વધારવા પગલાં લઇ રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.