CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 9 of 41 - CIA Live

June 11, 2020
life_insurance-1.jpg
1min3010

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 5, 2020
brijesh-a-merja.jpg
1min3110

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.

મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.

ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.


June 5, 2020
checkpost.jpg
1min3180

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ ૪૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.

આ અંગેની વ્યવસ્થા કરવા રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગને જાણ કરી છે. ગૃહ વિભાગે જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. જો કોઇ બહારથી આવતી વ્યક્તિમાં કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો ત્વરિત અસરથી તેનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

June 5, 2020
tabligi-2.jpg
1min2980

કોરોનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયમાં વિઝા નિયમોનો ભંગ કરી ભારતમાં રહેનારા તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને કેન્દ્રના ગૃહ મંત્રાલયે બ્લેક લિસ્ટ કર્યા છે અને જણાવ્યું છે કે તેમને આગામી દસ વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. દેશભરમાં જુદા જુદા રાજ્યની મસ્જિદ અને ધાર્મિક સંસ્થામાં ગેરકાયદે રહેતા વિદેશીઓની માહિતી રાજ્ય સરકારે કેન્દ્રને સોંપ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને બ્લેક લિસ્ટ કર્યા છે.

૨૫ માર્ચથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. 

June 2, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4740

આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.

ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે

ByeByeIndiaOnlyBharat

તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.

इंडियाहीभारत_है

ભારત નામ માટે મુહિમની તવારીખ

આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.

યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે

  • આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
  • ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
  • પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે

ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.

જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1

બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.

June 2, 2020
middleseat-1280x853.jpg
1min3140

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

June 1, 2020
nisarg11.jpg
2min11650

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.

હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત

મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું

તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન

સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે

Reported on 1st JUNE 2020

Symbolic Photo

2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.

IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.

તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.

May 31, 2020
coronaindia-1-1280x1044.jpg
1min2840

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વીતેલા ત્રણ દિવસમાં દેશમાં કોરોના વાયરસ 25 હજારથી વધારે કેસ નોંધાયા છે. શનિવારે ભારતમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોના વાયરસના 8,000થી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં સાતમી વખત સૌથી વધારે કેસ નોંધાયા છે. 

દેશભરમાં શનિવારે 200 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા. અગાઉ શુક્રવારે 270 લોકોએ કોરોનનાને કારણે પોતાના જીવ ગુમાવ્યાા હતા. ભારતમાં શનિવાર રાત સુધી 1,78,823 કેસ નોંધાયા હતા. શનિવારે દેશભરમાંથી કુલ 8,023 નવા કેસ સામે આવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં શનિવાર રાત સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 65,168 હતી. રાજ્યમાં 34 હજારથી વધારે એક્ટિવ કેસ છે. ત્યાંજ ગુજરાતમાંથી શનિવારે 412 નવા કેસ સામે હતા. ત્યાંજ શનિવારે પશ્ચિમ બંગાળમાં 317, ઉત્તર પ્રદેશમાં 262, મધ્ય પ્રદેશમાં 246, બિહારમાં 208, હરિયાણામાં 202, કર્ણાટકમાં 141 અને આસામમાં 128 કેસ નોંધાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે 177 નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી 10 ગર્ભવતી મહિલાઓ છે. 

May 30, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5180

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મરણનો આંક ૪,૭૦૬ પર પહોંચ્યો છે અને એ સાથે જ ભારતે આ મામલે ચીનને પાછળ પાડી દીધું છે. શુક્રવારે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાને કારણે વધુ ૧૭૫ જણનાં મોત થયાં હોવા ઉપરાંત કોરોનાના નવા ૭,૪૬૬ કેસ નોંધાયા હતા, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ કોરોનાના કેસને મામલે ભારતે તુર્કીને પણ પાછળ પાડી દીધું છે અને આ સાથે જ ભારતે કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા વિશ્ર્વના દેશોમાં નવમું સ્થાન મેળવી લીધું છે.

ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૪,૬૩૮ જણનાં મૃત્યુ થયાં હોવા ઉપરાંત કોરોનાના કુલ ૮૪,૧૦૬ કેસ નોંધાયા છે. ભારતમાં પ્રથમ જ વાર એક જ દિવસમાં કોરોનાના વિક્રમજનક ૭,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હતા. બીવીસ મેથી દેશમાં દરરોજ કોરોનાના ૬૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. ભારતમાં કોરોનાના ૮૯,૯૮૭ સક્રિય કેસ છે તો અત્યાર સુધીમાં ૭૧,૧૦૫ દરદી સાજા થઈ ગયા છે અને એક દરદી વિદેશ સ્થળાંતર કરી ગયો છે.

મતલબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૨.૮૯ ટકા દરદી સાજા થઈ ગયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના જણાવ્યાનુસાર ૨૯ મે સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં દેશમાં કુલ ૩૪,૮૩,૮૩૮ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી અને છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૨૧,૭૦૨ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૭૦૬ મૃત્યુ થયાં છે. અને ૧,૯૮૨ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે તો ગુજરાત ૯૮૦, મધ્ય પ્રદેશ ૩૨૧, દિલ્હી ૩૧૬, પ. બંગાળ ૨૯૫, ઉત્તર પ્રદેશ ૧૯૭, રાજસ્થાન ૧૮૦, તમિળનાડુ ૧૪૫, તેલંગણા ૬૭, આંધ્ર પ્રદેશ ૫૯, કર્ણાટક ૪૭, પંજાબ ૪૦, જમ્મુ-કાશ્મીર ૨૭, હરિયાણા ૧૯, બિહાર ૧૫, ઓડિશા અને કેરળ પ્રત્યેક ૦૭, હિમાચલ પ્રદેશ ૦૫, ઝારખંડ, ઉત્તરાખંડ, ચંડીગઢ અને આસામ પ્રત્યેક ૦૪ તો મેઘાલય એક મૃત્યુ સાથે ત્યાર પછીના સ્થાને છે.

May 27, 2020
HCQ.jpg
1min3350

ભારતમાં કોવીડ-19ની સ્થિતિમાં નિદાન, સારવાર સમેતની સઘળી કામગીરીનું સંચાલન જેના શીરે છે એ આઇ.સી.એમ.આર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ભારતમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની હાનીકર્તા સાઇડ ઇફેક્ટ વર્તાતી નથી. આ દવાનો ઉપયોગ કોરોના પ્રીવેન્ટીવ મેડીસીન તરીકે ભારતમાં જારી રહેશે એવી સ્પષ્ટતા પણ આ સંસ્થાએ કરી હોવાનું સત્તાવાર મિડીયા માધ્યમ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું.