CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 10 of 41 - CIA Live

May 22, 2020
loan.jpg
1min3010

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.

કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.

રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.

સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.

વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.

May 22, 2020
coronamapgujarat.png
1min6090

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ૬૪માં દિવસે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૩ હજારને પાર અને મોતનો આંકડો ૮૦૦ને પાર થયો છે. શુક્રવારે સાંજે રાજ્યમાં ૩૬૩ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૩૨૬૮ થઈ હતી જ્યારે વધુ ૨૯નાં મોત સાથે કુલ મોતનો આંકડો ૮૦૨ થયો હતો. જ્યારે અમદાવાદમાં ૩૨૮ સહિત રાજ્યમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઈ હતી.

આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ ૩૯૨ દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ ૨૭૫નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૫,૮૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો હતો. શુક્રવારે નોંધાયેલાં ૨૯ મૃત્યુના કેસ પૈકી ૧૧ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે ૧૮નાં મોત અન્ય બીમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં હતા. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ ૬,૫૯૧ એક્ટિવ દર્દીઓ પૈકી ૬૩ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર હતા તથા ૬,૫૨૮ સ્ટેબલ હતા. ગત ૨૪ કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા ૬,૪૧૦ રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧,૭૨,૫૬૨ સેમ્પલ ટેસ્ટ થયાં હતા.

Reported on 22 May ગુજરાત કોરોના : ૧૦ દિવસમાં ૨૫૬ મોત

ગુજરાતમાં દરરોજ કોરોનાથી થતા મોતના આકડામાં હજુ ઘટાડો થવાને બદલે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. બુધવાર સુધીના છેલ્લા ૧૦ દિવસમાં રાજ્યમાં કોરોનાથી કુલ ૨૫૬ લોકોનાં મોત નિપજ્યાં હતાં. દરરોજ સરેરાશ ૨૫થી ૩૦ લોકોનાં મોત નિપજે છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ ૭૪૯ મોત નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ૬૦૨ મૃત્યુ એકલા અમદાવાદમાં નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે કુલ ૩૦ મોત નોંધાયા હતા. એકલા અમદાવાદમાં નવા ૨૭૧ કેસ અને ૨૬ મૃત્યુ થયાં હતાં. બુધવારે સાંજ સુધીના ૨૪ કલાકમાં કુલ ૬,૦૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે રાજ્યમાં ૧૭૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

છેલ્લા ૧૦ દિવસમાં એક જ દિવસમાં સૌથી વધુ ૩૫ મોત ૧૮ મેના રોજ નોંધાયા હતા. બુધવારે રાજ્યમાં કુલ ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયાની બીજી ઘટના છે. આ પહેલા ૫ મી મેના રોજ ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે જ છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દરરોજ ૩૦૦થી વધારે કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં દરરોજ ૨૫૦થી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં નોંધાયેલા કેસ પર નજર નાંખીએ તો ૨૦મી મેએ ૩૯૮, ૧૯મીએ ૩૫, ૧૮મીએ ૩૬૬, ૧૭મીએ ૩૯૧, ૧૬મીએ ૧૦૫૭, ૧૫મીએ ૩૪૦, ૧૪મીએ ૩૨૪, ૧૩મીએ ૩૬૪, ૧૨મીએ ૩૬૨ અને ૧૧મીએ ૩૪૭ કેસ નોંધાયા હતા.

May 15, 2020
maharashtra_map.jpg
1min3190

મહારાષ્ટ્રમાં મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ વિસ્તારો કોરોનાને ધ્યાનમાં રાખીને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજધાની મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટ વિસ્તારોમાં લૉકડાઉન (Lockdown 4.O in Maharashtra) લંબાવીને 31 મે સુધી કરવામાં આવ્યું છે. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના (Corona in Maharashtra)ને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા એક હજાર પાર થઈ ગઈ છે.

ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ થયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ સ્થળો પર પ્રતિબંધ વધારવાની શક્યતા પર ચક્ચા કરવામાં આવી હતી. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી વિસ્તારવામાં આવ્યું છે.

મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે

May 14, 2020
monsoon.png
1min3940

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના કેટલાક રાજ્યમાં ચોમાસું ત્રણથી સાત દિવસ મોડું બેસવાની અને મુંબઈમાં ૧૦ કે ૧૧ જૂનથી વરસાદ પડવાનો શરૂ થવાની આગાહી કરાઈ છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ચોમાસું સામાન્ય કરતા ત્રણથી સાત દિવસ મોડું શરૂ થશે. દિલ્હીમાં ચોમાસું ૨૩થી ૨૭ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

એ જ પ્રમાણે મુંબઈ અને કોલકાતામાં ચોમાસું ૧૦ કે ૧૧ જૂને અને ચેન્નઈમાં ૧થી ૪ જૂન દરમિયાન શરૂ થાય એવી શક્યતા છે.

જોકે, ભારતના અંતરિયાળ વાયવ્ય વિસ્તારમાં ચોમાસું ૧૫ જુલાઈને બદલે થોડું વહેલું એટલે કે ૮ જુલાઈએ શરૂ થવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ચોમાસું પૂરું થવાની નવી તારીખ ૧૫ ઑક્ટોબર હશે.

દરમિયાન, હવામાન ખાતાના જણાવ્યાનુસાર વાયવ્ય ચોમાસું ૧૬ મે ની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુથી આગળ વધવાની શરૂઆત કરે તેવી શક્યતા છે.

બંગાળના ઈશાન અખાતમાં બુધવારે સવારે ઓછા દબાણનો પટ્ટો સર્જાયો હતો. ૧૫મી મે સુધીમાં તે બંગાળના દક્ષિણ અખાત પર કેન્દ્રીત થવાની અને ૧૬ મે એ વાવાઝોડાંમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા છે.

May 12, 2020
pmmodi.jpg
1min2740

12મી મે ના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઇરસ રોગચાળો અને લૉકડાઉનને લઇને છેલ્લા અઢી મહીનાથી જે સંજોગોમાં દેશ જીવી રહ્યો છે તેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ભાર મૂકતા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, “આ સંજોગોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ભારતના જીડીપીના લગભગ 10 ટકા એટલે કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાશે અને તે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. 

તા.12મી મેથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.” તેમણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની વાત પર સતત ભાર મુક્યો.

તેમણે કહ્યું કે, “ભારત અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધા, તંત્ર જે ટેક્નોલોજી ડ્રિવન છે તથા માંગ જે સપ્લાય સાથે તાલમેલ રાખે છે એમ કૂલ પાંચ સ્તંભ પર ખડો છે.” આફતની વાત કરતાં તેમણે કચ્છનાં ભૂકંપને યાદ કર્યો અને કહ્યું કે તે વિનાશ તેમણે નજરોનજર જોયો પણ છતાં પણ કચ્છ તેમાંથી બેઠું થયું. આપણે જે નક્કી કરીએ તે શક્ય બને જ છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદી શરૂ થઇ ત્યારે લોકો Y2Kની આફતથી ડરતા હતા પણ ભારતે તેનો પણ સામનો કર્યો.

આપણે બહેતર ઉત્પાદન કરીશું, ગુણવત્તા પણ સારી બનાવીશું તથા સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ કરીશું. ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે. જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.  આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.”

તેમણે કહ્યું કે, “સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે. 
 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ અકલ્પનિય સંકટ છે. આ યુદ્ધ જેવી સ્થિતી છે અને વિશ્વ ચાર મહીનાથી તેની સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.”

May 12, 2020
cbse_logo.jpeg
2min4060

ગુજરાત બોર્ડે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ લગભગ પૂરૂં કરી દીધું હોવાના અહેવાલો વચ્ચે સેન્ટ્રલ બોર્ડ દ્વારા હજુ હવે વિદ્યાર્થીઓની આન્સરશીટ ચકાસવાનું ભગીરથ કાર્ય હાથ ધરવા જઇ રહી છે. સેન્ટ્રલ બોર્ડે જાહેર કર્યું છે કે ઉત્તરવહીઓ પરીક્ષકોના ઘરે મોકલવાવવામાં આવશે. સિક્યુરિટી તેમજ પ્રાઇવેશી જળવાય રહે એ માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે અને સર્ટિફાઇડ પરીક્ષકોને ત્યાં દોઢ કરોડ જેટલી ઉત્તરવહીઓ પહોંચાડીને તેની ચકાસણીનું કામ હાથ ધરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોન જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ધો.10 અને ધો.12ના પરીક્ષાર્થીઓની અંદાજે દોઢ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પાર પાડતા અંદાજે 50 દિવસ જેટલો સમય નીકળી જાય તેમ છે. સીધી ગણતરી એવી પણ છે કે સેન્ટ્રલ બોર્ડના પરીણામો જાહેર કરવામાં આ વર્ષે જુલાઇ મહિનો આવી જશે.

With taking the new route of ‘ from home’ amid the lockdown, there may be several concerns about the handling of answers sheets. To address this, board will soon issue security and privacy guidelines to to avoid any mishandling of the answersheets, a CBSE official told .

The board is set to roll out the evaluation process following the approval given by the Ministry of Home Affair to the MHRD. Answersheets will be moved from 3,000 designated schools to the residences of qualified evaluators who will correct it at their homes. The process is expected to be completed in 50 days as 1.5 crore answersheets in 173 subjects needs to be evaluated.

“The guidelines on transportation and security are being formulated and it will be released soon,” said the official.

The permission for evaluation has been granted for all areas except the containment zones.

May 9, 2020
arthurroad_jail.jpg
1min3980

મુંબઈની હાઇ-સિક્યુરિટીવાળી આર્થર રોડ જેલમાં ૭૭ કેદી તથા જેલના કર્મચારીઓ સહિત ૧૦૩ જણની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાયું હતું.

જેલના જે કેદીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને નજીકની હોસ્પિટલોમાં પાઠવાયા હોવાનું અધિકારીએ કહ્યું હતું.કોરોના વાઇરસને કારણે આર્થર રોડ જેલ સહિત આઠ જેલને આઇસોલેટેડ કરવામાં આવી હતી અને લોકડાઉન દરમિયાન જેલના સ્ટાફ સહિત અંદરની કોઇ પણ વ્યક્તિને જેલની બહાર નહીં જવા દેવાનો તથા નવી વ્યક્તિને જેલમાં પ્રવેશવા ન દેવાનો આદેશ અપાયો હતો.

જોકે તકેદારી રાખવામાં આવી હોવા છતાં આર્થર રોડ જેલના કેદીઓ અહીંના રસોઇયાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, એવું કહેવાય છે. મુંબઈ મહાનગરપાલિકાની મદદથી આ તમામ કેદીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

May 8, 2020
gujrat-012.jpg
1min3160

ગુજરાતના જે લોકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતના ૮૦ હજારથી વધુ લોકોને પણ તેમના વતનમાં મોકવામાં આવ્યા છે, એવું મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

May 8, 2020
yogi.jpg
1min4110

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 6, 2020
harshvardhan.jpg
1min4370

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.