CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 24 of 41 - CIA Live

July 10, 2019
womenfifa-1280x640.jpg
1min11800

fifa womens lesbians માટે છબી પરિણામ

રનર-અપ નેધરલૅન્ડ્સની ટીમમાં પાંચ, આખા વર્લ્ડ કપમાં કુલ ૪૦ લેસ્બિયન ખેલાડીઓ રમી

ત્રણ દિવસ પહેલાં સતત બીજી વાર ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો તાજ જીતનારી અમેરિકાની ટીમની પાંચ ખેલાડીઓ અને કોચ સજાતીય સંબંધો ધરાવે છે એટલે એ સમુદાયના લોકો વિશ્ર્વ કપના આ વિજેતાપદને ‘ગે ક્યૂનિટી’ના મોટા વિજય તરીકે ઓળખાવી રહ્યા છે.

વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાની મહિલા ટીમની મુખ્ય ખેલાડી મેગન રૅપિનો અને ઍશ્લીન હૅરિસ તથા ઍલી ક્રિગર સહિત કુલ પાંચ પ્લેયરો તેમ જ કોચ જિલ એલિસ લેસ્બિયન છે. એમાંથી ઍશ્લીન અને ઍલીએ એકમેક સાથે સગાઈ કરી લીધી છે અને થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાની છે.

અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલૅન્ડ્સને ૨-૦થી પરાજિત કરી હતી. અમેરિકાની મુખ્ય પ્લેયર મેગને એ વિજય મળતાં જ ‘ગો ગેય્ઝ’ એવું મોટા અવાજે બોલીને જીત સેલિબ્રેટ કરી હતી. મેગનને ‘ગોલ્ડન બૂટ’ તથા ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં બેમાંથી એક ગોલ મેગને કર્યો હતો.

મેગને ચૅમ્પિયનપદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ટીમમાં ગે ખેલાડીઓ વગર કોઈ પણ ચૅમ્પિયનશિપ જીતી જ ન શકાય. અગાઉ પણ ક્યારેય ગે પ્લેયરો વિના ચૅમ્પિયનશિપ નહીં જીતી શકાઈ હોય. એ જ વિજ્ઞાન છે.’ વર્લ્ડ કપની રનર-અપ મહિલા ટીમ નેધરલૅન્ડ્સની ટીમમાં પણ પાંચ પ્લેયરો પણ લેસ્બિયન હતી.

એક જાણીતા સામયિકના અહેવાલ મુજબ આ વર્લ્ડ કપમાં રમનારી તમામ ખેલાડીઓમાં ૪૦ પ્લેયરો લેસ્બિયન હતી. તેઓ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (એલજીબીટીક્યૂ) સમુદાયની મેમ્બર છે.

પુરુષ ફૂટબૉલ ખેલાડીઓમાં પણ કેટલાક ગે (હોમોસેક્સ્યૂઅલ) છે અને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં એમાંના કેટલાક પ્લેયરો રમ્યા હતા, પરંતુ તેમણે લેસ્બિયન ફૂટબૉલરોની જેમ જાહેરમાં એનો સ્વીકાર નહોતો કર્યો.

July 6, 2019
budget2019.jpg
1min8690

વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં કેન્દ્રના ગૃહ ખાતા માટે રૂ. 1,19,025 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વરસની સરખામણીએ રૂ. 5,858 કરોડ વધુ છે.

ગૃહ ખાતા માટે ફાળવવામાં આવેલા બજેટમાં મુખ્યત્વે પોલીસ, સરહદી વિસ્તારનું માળખું સુધારવા ઉપરાંત પોલીસ દળનું આધુનિકીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમિત શાહ હાલ ગૃહ ખાતાનો હવાલો સંભાળી રહ્યા હોવા છતાં વર્ષ 2018-19ના સુધારેલા રૂ. 1,13,167 કરોડ કરતાં માત્ર 5.17 ટકા જ વધુ રકમ ગૃહ ખાતા માટે ફાળવવામાં આવી છે.

રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી દિલ્હી પોલીસ માટે રૂ. 7496.91 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ભારત-પાક, ભારત-ચીન તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સરહદ પર માળખાકીય સુવિધા સુધારવા રૂ. 2129 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી તેમ જ ઈશાન ભારતમાં નક્સલવાદવિરોધી કાર્યવાહીમાં રોકાયેલા તેમ જ ક્યારેક આંતરિક સુરક્ષા માટે ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ) માટે રૂ. 23,963.66 કરોડ ફાળવવામાં આવ્યા છે જે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 22,646.63 કરોડ કરતા વધુ છે.

ભારત-પાક અને ભારત-બાંગલાદેશ સરહદની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ-બીએસએફ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 18585.96 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 19,650.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ-સીઆરપીએફ, બૉર્ડર સિક્ટોરિટી ફૉર્સ-બીએસએફ, ઈન્ડો તિબેટન બૉર્ડર પોલીસ-આઈટીબીપી, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફૉર્સ-સીઆઈએસએફ, સશસ્ત્ર સીમા બલ-એસએસબી, આસામ રાઈફલ્સ-એઆર અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ-એનએસજી સહિતના સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફૉર્સ માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 67779.75 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ.કુલ મળીને રૂ. 71,713.9 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંતરિક જાસૂસી માટે જવાબદાર ઈન્ટેલિજન્સ બ્યૂરો-આઈબી માટે અગાઉના વર્ષના રૂ. 2056.05 કરોડને બદલે આ વરસે રૂ. 2384.1 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વડા પ્રધાન, ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના નિકટના પરિવારજનોની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ-એસપીજી માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલા રૂ. 411.68 કરોડની સરખામણીએ વર્ષ 2019-20 માટે રૂ. 535.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બૅરેક, નિવાસસ્થાન, વાહનો, શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી સહિત પોલીસ માળખામાં સુધારો કરવા રૂ. 4757 કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસદળના અત્યાધુનિકીકરણ માટે વર્ષ 2018-19માં રૂ. 3462 કરોડ, સરહદી વિસ્તારમાં વિકાસના કાર્યક્રમ માટે રૂ. 825 કરોડ, જમ્મુ-કાશ્મીરમાંથી સ્થળાંતર કરી ગયેલા અને વતન પાછા ફરેલા લોકોનાં પુનર્વસન અને રાહત માટે રૂ. 842 કરોડ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શન માટે રૂ. 953 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટેની ‘નિર્ભયા’ યોજના માટે રૂ. 50 કરોડ, નેશનલ સાયક્લોન રિસ્ક મિટીગેશન માટે રૂ. 296 કરોડ ફાળવવામાં આવ્યા છે.

વર્ષ 2021ની વસતિ ગણતરીને તૈયારી ચાલી રહી હોવા વચ્ચે એ માટે બજેટમાં રૂ. 621.33 કરોડ ફાળવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ ઉદ્યોગ માટે રૂ. 50 કરોડ, હિન્દી ભાષાના પ્રસાર-પ્રચાર માટે રૂ. 78.09 કરોડ, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોની સહાય માટે રૂ. 4,895.81 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે રૂ. 4,817.48 કરોડ, ચંડીગઢ માટે રૂ. 4,291.70 કરોડ, દાદરા નગર હવેલી માટે રૂ. 1177.99 કરોડ, દીવ અને દમણ માટે રૂ. 821.4 કરોડ અને લક્ષદ્વીપ માટે રૂ. 1276.74 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં દિલ્હી માટે રૂ. 1112 કરોડ અને પુડુચેરી માટે રૂ. 1601 કરોડ ફાળવવામાં આવ્યા છે.

July 4, 2019
rathyatra_2019.jpg
1min3540

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4350

ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે

ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.

અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.

બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.

આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.

July 3, 2019
world_cup_logo.png
1min9080

એક પણ વખત વર્લ્ડ કપ ન જીતનાર ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આજે અહીં વિશ્ર્વ કપ-૨૦૧૯ની તેમની આખરી લીગ મૅચ રમાશે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન માટે સેમીનો પ્રવેશ વધુ કઠિન થઈ જશે. એ જોતાં, આજના પરિણામમાં પાકિસ્તાનને વધુ રસ હશે. ભારત સામેના મુકાબલા સહિત કુલ ચાર મૅચ હારી જનાર પાકિસ્તાનની ટીમ પોતાના બળે આ સ્પર્ધામાં આગળ વધવાને બદલે બીજી મૅચોના રિઝલ્ટ પર વધુ મદાર રાખનારી ટીમ બની છે. આજે ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડમાંથી જે પણ ટીમ હારશે એ સ્પર્ધામાંથી આઉટ નહીં થાય. ઇંગ્લૅન્ડ હારશે તો પાકિસ્તાને બંગલાદેશ સામેની શુક્રવારની મૅચ કેમેય કરીને જીતવી પડશે.

July 3, 2019
mount-2.jpg
1min6130

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

June 28, 2019
trains.jpg
1min5220

27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે : 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છેજે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.

અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે

અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણેવારાણસીસાબરમતિજનસાધારણકોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.

જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે

ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.

અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ

અમદાવાદ-નાગપુરસંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે

અમદાવાદ-ઓખા થી 10 મિનિટ મોડી ઉપડશે

અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.

નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની થી 1:15 કલાકની બચત થઇ છે.

June 28, 2019
instagram.jpg
1min3470
એમેઝોન, અલીબાબા સહિતની કંપનીઓને જોખમ : ઈન્સ્ટાગ્રામના પ્રમુખ મુસેરીએ કરી જાહેરાત
ઓનલાઈન બિઝનેસમાં વર્તમાન સમયે એમેઝોનનો દબદબો છે પરંતુ 10 લાખ વૈશ્વિક યુઝર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામના ઇ બિઝનેસમાં પ્રવેશની એમેઝોન ઉપર જોખમ આવી શકે છે. ઇન્સ્ટાગ્રામના નવા પ્રમુખ એડમ મૂસેરીએ કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામને ઇ કોમર્સ ક્ષેત્રે જોડવા માટેની વિચારણા ચાલી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કારભાર સંભાળનારા મૂસેરીએ સાર્વજનિક રીતે કહ્યું છે કે, તેમની યોજના ઇન્સ્ટાગ્રામને દુકાનદારો, વિક્રેતા અને યુઝર્સને મોટાપાયે જોડવાની છે.
મૂસેરી ઇન્સ્ટાગ્રામને ફોટો શેરિંગ પ્લેટફોર્મમાંથી સેલ્સ પોર્ટલમાં બદલવાની યોજના અંગે વિચારી રહ્યા છે. વર્તમાન સમયમાં ઇ કોમર્સનો વેપાર પ્રતિવર્ષ વૃદ્ધિ પામી રહ્યો છે અને ડિજિટલ કોમર્સ 360ના કહેવા પ્રમાણે 2018માં ઇ કોમર્સથી વૈશ્વિક વેચાણ વધીને 2.86 ટ્રિલિયન થઈ ગયું હતું.
જો કે હજી સુધી ઇ કોમર્સનાં ક્ષેત્રમાં માત્ર ગણીગાંઠી કંપનીઓનો જ દબદબો છે. જેમાં ચીનની અલીબાબા અને જેડી ડોટ કોમ, અમેરિકાની એમેઝોન, ઇબે અને વોલમાર્ટ છે. ઇન્સ્ટાગ્રામે ડાયરેક્ટ સેલ્સનો પાયલોટ પ્રોગ્રામ માર્ચ મહિનામાં શરૂ કર્યો હતો પણ ત્યારે માત્ર 20 બ્રાન્ડ સુધી જ સિમિત હતો. આ બ્રાન્ડમાં ઝારા, બરબેરી, મિશેલ કોર્સ, નાઈકી, એડિડાસ, પ્રાડા વગેરે હતી.
June 28, 2019
india_wi.jpg
1min2630

-વેસ્ટ ઇન્ડિઝ સામે 125 રને એક તરફી વિજય : શમીની 4 વિકેટ

-ભારત 50 ઓવર: 7/268 વેસ્ટ ઇન્ડિઝ 34.2 ઓવર: 143 ઓલઆઉટ

વિશ્વ કપ અભિયાનમાં સડસડાટ આગેકૂચ કરી રહેલી ટીમ ઇન્ડિયાએ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે 12પ’ રને પ્રભાવશાળી વિજય હાંસલ કર્યોં હતો. વિજય રથ પર સવાર કોહલીસેના 6 મેચમાં 11 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલની નજીક પહોંચી ગઈ છે.
સુકાની અને મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીના 72 અને એમએસ ધોનીના અણનમ પ6 રનથી ભારતના 7 વિકેટે 268 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝનો 34.2 ઓવરમાં 143 રનમાં ધબડકો થયો હતો.
ભારત તરફથી શમીએ કાતિલ બોલિંગ કરીને 16 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે ચહલ અને બુમરાહને 2-2 વિકેટ મળી હતી. હાર્દિક-કુલદિપના ફાળે 1-1 વિકેટ આવી હતી.
ભારતે વિશ્વ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પાછલા 27 વર્ષથી ચાલ્યો આવતો અપરાજીત રહેવાનો ક્રમ આજે પણ જાળવી રાખ્યો હતો. પહેલા શાનદાર બેટિંગ અને પછી ચુસ્ત બોલિંગ-ફિલ્ડીંગથી ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.
આઇસીસી ક્રમાંકમાં ફરી નંબર વન બનનાર ટીમ ઇન્ડિયાના પેસ એન્ડ સ્પિન એટેક સામે ગેલ સહિતના તમામ કેરેબિયન બેટધરો નતમસ્તક થઇ ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ 31 રન સુનિલ એમ્બ્રિસે કર્યાં હતા. ગેલ (6), હોપ (પ), પૂરન (28), હેટમાયર (18), સુકાની હોલ્ડર (6) નિષ્ફળ રહયા હતા. ભારતીય ટીમની ટકકર હવે રવિવારે ઇંગ્લેન્ડ સામે થશે.
June 27, 2019
dron.jpg
1min9840

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.