Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા પરીણામમાં સુરત શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સ્કુલોનું ટકાવારી પરીણામ સુરત શહેર જિલ્લામાં સૌથી ઉંચું છે. અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ટકાવારી પરીણામ 91.42 ટકા છે.
સુરત શહેર જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્રોના 350થી વધુ બિલ્ડીંગો પરથી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા લેવામાં આવી હતી. આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓનું પરીણામ સૌથી વધુ 91.42 ટકા જ્યારે સુરત શહેર જિલ્લામાં સૌથી ઓછું પરીણામ સુરતના ભાગળ વિસ્તારની સ્કુલોનું 40.70 ટકા આવ્યું છે.
અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ભણતર વખાણવા લાયક કેમ છે એના કારણો જોઇએ તો
- 2019ના પરીણામની સરખામણીએ બહુ જૂજ પરીક્ષા કેન્દ્રો 2020ના પરીણામમાં વધારો કરી શક્યા છે. જેમાં અઠવા કેન્દ્રનો સમાવેશ થાય છે.
- 2020ની ધો.10ની પરીક્ષામાં 91.42 ટકા પરીણામ લાવનાર અઠવાલાઇન્સની સ્કુલોનું 2019નું પરીણામ 89.48 આવ્યું હતું.
- 2019ની તુલનામાં આ વખતે અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓના ટકાવારી પરીણામમાં 1.94 ટકાનો વધારો થયો છે.
- સતત બે વર્ષથી અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું પરીણામ સરેરાશ 90 ટકા રહ્યું છે.
સુરત શહેર જિલ્લાના 48 કેન્દ્રોનું ટકાવારી પરીણામ


ભાગળ કેન્દ્રની સ્કુલોનું પરીણામ 14 ટકા ઘટી ગયું
સુરત શહેરના ભાગળ કેન્દ્ર વિસ્તારમાં આવેલી શાળાઓના ટકાવારી પરીણામમાં 2019ની સરખામણીમાં 2020માં 14 ટકાનો જંગી ઘટાડો જોવાયો છે. ભાગળ કેન્દ્રનું 2019નું પરીણામ 55.20 ટકા હતું જે 2020માં ઘટીને 40.70 ટકા સુધી નીચે ઉતરી ગયું છે. ભાગળ કેન્દ્ર એટલે શહેરના વોલસિટી, કોટ વિસ્તારમાં આવેલી સ્કુલોનો સમાવેશ અહીં થાય છે. અહીંના એજ્યુકેશનનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે.
એવી જ રીતે પલસાણા કેન્દ્રમાં આવેલી સ્કુલોનું પરીણામ પણ 2019ની તુલનામાં 15 ટકા જેટલું નીચે ગયું છે. પલસાણા કેન્દ્રનું 2020નું પરીણામ 63.35 ટકા આવ્યું છે.
વરાછા કેન્દ્રનું 87.35 ટકા અને અડાજણનું 86.44 ટકા પરીણામ

Latest on This Web
- અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહનો જાહેર આભાર કેમ માન્યો? સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર પર જે કર્યું તેનાથી સદીના મહાનાયક ગદગદીત્ થયા
- કો-ઓપરેટીવ સેક્ટરનું ભારતનું સર્વોચ્ચ સન્માન સુરતના કાનજીભાઇ ભાલાળાને નવી દિલ્હી ખાતે રૂ.11 લાખની ધનરાશિ સાથે ઇફ્કો સહકારીતા એવોર્ડ કાનજીભાઇ ભાલાળાને એનાયત કરાયો
- કિરણ હોસ્પિટલની વયસ્ક નાગરીકો માટેની મેડીકલ સિક્યુરિટી સ્કીમ સુપર હીટ, સંકટ સમયની સાકળ જેવી યોજના સિનિયર સિટીઝનોને એક કોલથી તમામ પ્રકારની મેડીકલ સુવિધા પૂરી પાડે છે
- SGCCIનો સીટમે એક્ષ્પો 20થી 22 એપ્રિલ દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે
- સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભભાઇના રાજીનામા બાદ શું કરવું? આજે 21/3/24 સાંજે 6 વાગ્યે ડાયમંડ બુર્સની કોર કમિટીની મિટીંગ મળશે મુંબઇ જ નહીં સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં ખળભળાટ
















