CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 29 of 48 - CIA Live

July 17, 2019
posts.jpg
1min3390

ટપાલીઓની ભરતી માટે 14 જુલાઈએ યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા હવે પછી રાખવામાં આવશે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે “તમિળ સહિતની સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા રાખવામાં આવશે. અન્નાડીએમકેની આગેવાનીમાં તમિળ પક્ષોએ કરેલી માગનો સરકારે સ્વીકાર કર્યો હતો.

રવિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ફક્ત અંગ્રેજી અથવા હિંદીમાં હોવાથી તમિળ પક્ષોએ મંગળવારે રાજ્યસભામાં ધાંધલધમાલ કરી હતી. લન્ચ અગાઉના સમયગાળામાં ત્રણ વાર અને બપોરના બે વાગે પછી ગૃહ જ્યારે ફરી શરૂ થયું હતું ત્યારે ફરી અડધો કલાક માટે એમ ચાર વાર કાર્યવાહી ખોરવાઈ હતી. કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે લૉ જસ્ટિસ, કમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટીના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે “તમિળનાડુના મારા મિત્રો સહિત સભ્યોએ ગૃહમાં કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મેં આ બાબતની આજે જ ચકાસણી કરી છે અને 14-07-2019 તારીખે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

July 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5190
જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં નહીં નોંધાઇ હોય તેવી માસ કોપી (સામૂહિક ચોરી)ની ઘટનામાં 959 જેટલા ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરીણામ 2020 સુધી અટકાવી દેવાયા છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં એવી ચોરી કરી કે નિબંધ સરખો લખ્યો, બધા જ જવાબો એટલા સરખા ડિટ્ટો ટુ ડિટ્ટો લખ્યા અને બુદ્ધિ વગરના નકલખોરોએ ભૂલો પણ એક સરખી જ લખે રાખી અને પછી પણ આ બધા જ પાસ થઇ શક્યા નહીં અને અધૂરામાં પૂરું આખો માસ કોપીનો કિસ્સો પકડી પાડવામાં આવ્યો છે. સામૂહિક ચોરી કરનાર અને કરાવનારાઓ પણ એટલી હદે ભાન ભૂલ્યા કે ચોરી કરવા માટેનું સાહિત્ય પણ તમામને એક સરખું જ આપ્યું અને તમામે એક પણ શબ્દ કે વાક્ય આગળપાછળ કર્યા વગર બધું જ ચોરીના કોઇ સાહિત્યમાંથી ઉઠાવીને કોપી કરી દીધું હતું.

બિહાર અને યુ.પી.ના પરીક્ષા કેન્દ્રોમાં આપણે સામૂહિક ચોરીના વાઇરલ થયેલો વિડીયો જોયા, પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરીનો એવો મસમોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં પરીક્ષા પૂરી થઇ, પરીણામો જાહેર થઇ ગયા પછી આખો કિસ્સો ઝડપી પાડવામાં આવ્યો છે.

જ્યાંથી 959 વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી કે જેમાં એક જ સરખા જવાબો, સરખી ભૂલો પકડી પાડવામાં આવી છે એ પરીક્ષા કેન્દ્રો જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના છે, અહીંની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલોના સંચાલકોની પણ સંડોવણી આ કિસ્સામાં બહાર આવવા પામી છે. કેમકે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદના વિદ્યાર્થીઓએ જ્યાંથી સામૂહિક ચોરી ઝડપાઇ છે એ સેન્ટરની સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોમાં એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે પ્રવેશ લીધો હતો.

જ્યાંથી મોટા પ્રમાણમાં માસકોપીના કેસો મળી આવ્યા છે એ પરીક્ષા કેન્દ્રો, અમરપુર (ગીર સોમનાથ), વિસણવેલ (જૂનાગઢ) અને પ્રાચી પીપળા (ગીર સોમનાથ)ના પરીક્ષા કેન્દ્રો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી પરીક્ષા વખતે આ ત્રણેય કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા નહીં લેવાય અને એ કેન્દ્ર રદ કરી દેવામાં આવે તેમ પણ જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓએ પોતાના જવાબોમાં એમ પણ જણાવ્યું હતું કે તેમણે એક્સટર્નલમાં પ્રવેશ લીધો હોવા છતાં તેમની પાસેથી રેગ્યુલર કોર્સમાં ભણતા હોય એ રીતે રૂ.35000 જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ઓનપેપર રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પણ દર્શાવાયા હોવાનું જાણવા મળે છે.

 

July 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min4830

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતના સૌથી નબળા શિક્ષણ મંત્રી નિવડેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના રાજમાં શિક્ષણ ક્ષેત્રના બદમાશ અધિકારીઓ બિન્ધાસ્ત પણે કેવી રમતો રમી જાણે છે તેનો તાજો દાખલો અહીં રજૂ કરી રહ્યો છું.

ગુજરાતમાં જ નહીં દેશમાં મેડીકલ અને ડેન્ટલ એડમિશન પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ થી લઇને કાઉન્સિલો પણ કાર્યરત છે આવી સ્થિતિમાં ગુજરાતના શિક્ષણમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. હાલમાં મેડીકલ અને ડેન્ટલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સરકારે રચેલી પ્રવેશ કમિટીએ ચૂપચાપ પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ શરૂ કરાવી દીધું છે.

મેડીકલ-પેરામેડિકલ પ્રવેશ સમિતિના અધિકારીઓઓ એ માહિતી દબાવી રાખી છે કે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં કયા અનામત વર્ગના પ્રવેશાર્થીઓ માટે કેટલી સીટ્સ ઉપલબ્ધ છે?, આ માહિતી આપ્યા વગર પ્રવેશ સમિતિ કહે છે કે કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું, આવું ધુપ્પલ ફક્ત ગુજરાતમાં જ શક્ય બની શકે

આ લખાઇ રહ્યું છે ત્યારે તા.7મી જુલાઇ સવારે 10 વાગ્યે લેવાયેલા એડમિશન કમિટીની વેબસાઇટની સ્ક્રીન શોટ પરની સૂચના ઘણું બધું કહી જાય છે. એડમિશન કમિટીએ વેબસાઇટ પર જણાવ્યું છે કે હાલમાં ચોઇશ ફિલિંગ ચાલુ છે અને પ્રવેશાર્થીઓએ તા.8મી જુલાઇ 2019 સુધીમાં ચોઇશ ફિલિંગ પૂરું કરવું.

હવે સવાલ એ થાય છે કે મેડીકલ એડમિશન કમિટી કોઇપણ પ્રકારના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ કરાવી જ કેવી રીતે શકે.

સીટ મેટ્રીક્સ એટલે જુદા જુદા અનામત વર્ગના વિદ્યાર્થીઓ, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી સીટસ મળે છે. આ વખતે ઇડબલ્યુએસ કેટેગરી નવી ઉમેરવામાં આવી છે. કેટલી મેડીકલ કોલેજોમાં ઇડબલ્યુએસ છે અને કેટલી મેડીકલ કોલેજોમાં નથી એ અંગે કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓ પાસે નથી. એક તરફ પ્રવેશ કમિટી એવું કહે છે કે વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું અને બીજી તરફ, જેના થકી ચોઇશ ફિલિંગ ચોકસાઇથી કરી શકાય એ સીટ મેટ્રીક્સની જ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પર તા.7મી જુલાઇએ સવારે 10 વાગ્યે લેવામાં આવેલા સ્ક્રીન શોટની આ ઇમેજ ઘણું બધું કહી જાય છે. સીટ મેટ્રીક્સ જાહેર કર્યું નથી અને ચોઇશ ફિલિંગ પ્રક્રિયા આ સમયે જારી છે

સૌથી નબળા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના રાજમાં આ પ્રકારે વાલીઓ વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને કહેવાતી પારદર્શક પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ કમિટી અને સરકાર સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજ અધિકારીઓએ તરકટ રચીને મેડીકલ ડેન્ટલમાં સીટ મેટ્રીક્સ જાહેર થવા દીધું નથી. આવું કરવા પાછળ તેમનો આશય શું હોઇ શકે એ તપાસનો વિષય બન્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ ઝાઝી ગતાગમ નથી હોતી પરીણામે જ્યાં  બાંયો ચઢાવવાની છે, તેઓ શાંતિથી બેસી રહે છે અને બિનજરૂરી મુદ્દાઓ પર આંદોલનો છેડી રહ્યા છે.

July 5, 2019
2Mark_Andew_Charles.jpg
2min6370

फांसी लगाने से पहले आईआईटी हैदराबाद के स्‍टूडेंट ने दोस्‍तों से कहा- जीना मत भूल जाना, एक ही जिंदगी मिली है

iit

ધો.11-12થી જ ટ્યુશનીયા શિક્ષકો વિદ્યાર્થીઓને આઇઆઇટી અને એનઆઇટીના રવાડે ચઢાવી દે છે એવી કહેવાતી બેસ્ટ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં કહી રહ્યા છે કે એવું નથી કે આ સંસ્થાઓમાં બધું જ છે, ફક્ત સ્પર્ધા છે. બિનજરૂરી સ્પર્ધા છે અને માર્કસમાં અવ્વલ, દુનિયાદારીમાં છેલ્લે આવતા હોય, ફ્રસ્ટ્રેશનમાં આત્મહત્યા કરી બેસે છે. આઇ.આઇ.ટી.ના વધુ એક વિદ્યાર્થીએ સુસાઇડ કરીને જીવન ટૂંપાવી દીધું છે.

પોતાની સ્યુસાઇડ નોટમાં આ વિદ્યાર્થીએ વર્ણવેલી વાતો હ્રદયદ્વાવક છે.

દેશનો દરેક વિદ્યાર્થી જે સંસ્થામાં એડમિશન મેળવવાનું સપનું જોય છે તે IIT હૈદ્રાબાદના માસ્ટર્સ ડીગ્રીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. સારી નોકરી નહીં મળતા એન્ડ્રુ ચાર્લ્સએ પોતાનું જીવન જ ટૂંકાવી દેવાનો ખતરનાક રસ્તો અપનાવીને સૌને ચોંકાવી દીધા છે

સ્યુસાઇડ નોટમાં ચાર્લ્સે લખ્યું હતું કે, મારી પાસે નોકરી નથી અને કદાચ મને કોઈ નોકરી મળશે પણ નહિ. કોઈ લૂઝરને હાયર નથી કરતું. મારી ગ્રેડશીટ જુઓ. થોડા વધુ લેટર ઉમેરાશે તો તે આલ્ફાબેટ ચાર્ટ જેવી લાગશે.

વાલીઓ તથા મિત્રોને સંબોધીને લખેલા લેટરમાં માર્કે લખ્યું, “બધાની જેમ મારા પણ સપના હતા. પરંતુ હવે તે ખાલી છે. બધી જ પોઝિટિવિટી, સતત હસતા રહેવું, લોકોને કહેતા રહેવું હું ઠીક છું, ભલે પછી હું ન હોઉં.” માર્કએ મા-બાપને તેમની મહેનતને ન્યાય ન આપી શકવા બદલ માફી પણ માંગી હતી. તેણે તેના વાલીઓને તેને દફન કરવાને બદલે મેડિકલ યુઝમાં વાપરવા માટે વિનંતી કરી હતી. તેણે લખ્યું, “હું ભવિષ્યમાં ડોક્ટર બનનારા વિદ્યાર્થીઓ માટે સારો નમૂનો બની રહીશ.”

ઘરથી બે વર્ષ દૂર, બેસ્ટ ઈન્સ્ટિટ્યુટમાં ભણવાની તક, મારી આસપાસ બેસ્ટ લોકો છે. પરંતુ મેં આ બધું વેડફી નાંખ્યું. તેણે પોતાના બધા મિત્રોની માફી માંગી કહ્યું કે છેલ્લા બે મહિના તેની લાઈફનો બેસ્ટ ટાઈમ હતો.

તેણે તેના મિત્રોને IT ઈન્ડસ્ટ્રીમાં લાઈફ ન બગાડવા સલાહ આપી હતી. તેણે લખ્યું, “અંકિત, રજ્જો, ITમાં કામ કરતા કરતા પોતાની લાઈફ ન ભૂલી જતા. દરરોજ થોડું જીવજો. એક જ જીંદગી મળી છે.

 

वाराणसी के रहने वाले आईआईटी हैदराबाद के एक स्‍टूडेंट मार्क एंड्रू चार्ल्‍स ने पढ़ाई में खराब प्रदर्शन से निराश होकर आत्‍महत्‍या कर ली। मार्क ने आत्‍महत्‍या से पहले एक सूइसाइड नोट लिखकर अपने दोस्‍तों को जिंदगी जीने की सलाह दी।

आईआईटी हैदराबाद में फाइनल इयर के एक स्‍टूडेंट ने मंगलवार को फांसी लगाकर आत्‍महत्‍या कर ली। मार्क एंड्रू चार्ल्‍स नाम का यह छात्र वाराणसी का रहने वाला था। आत्‍महत्‍या से पहले मार्क आठ पन्‍नों का एक सूइसाइड नोट छोड़ गए हैं, जिसे पढ़कर लगता है ‘खराब नंबरों’ और ‘अच्‍छी नौकरी न मिल पाने’ की आशंका की वजह से यह कदम उठाया है।

अपने सूइसाइड नोट में मार्क ने लिखा है, ‘मेरे पास नौकरी नहीं है, शायद मिलेगी भी नहीं। कोई भी किसी लूजर को नौकरी नहीं देता। अपनी ग्रेड शीट देखकर हैरान हूं। … हर किसी की तरह मेरे भी सपने थे। लेकिन अब सब खत्‍म है। ये सारी पॉजिटिव बातें, हमेशा मुस्‍कुराना, लोगों से कहना कि मैं ठीक हूं, जबकि मैं ठीक नहीं हूं।’

अपने इस सूइसाइड नोट में मार्क ने अपने परिवार और दोस्‍तों से माफी मांगते हुए लिखा है, ‘मैंने कभी नहीं सोचा था कि मैं इस तरह आपको निराश करूंगा। मैं इस काबिल नहीं हूं कि आप लोग मुझे याद करें।’

मार्क ने आगे लिखा है, ‘घर से दूर दो साल, सबसे अच्‍छे इंस्टिट्यूट में, मेरे चारों तरफ बेहतरीन लोग थे, लेकिन मैंने सब बर्बाद कर दिया।’ मार्क ने अपने परिवार से अनुरोध किया है कि उनके शरीर को दफनाने की जगह किसी मेडिकल कॉलेज को दान कर दें, ‘मेरी लाश देश के भावी डॉक्‍टरों के किसी काम तो आएगी।’

अपने जीवन के आखिरी दो महीनों को जीवन का सबसे अच्‍छा समय बताते हुए मार्क ने दोस्‍तों से माफी मांगी है वहीं दोस्‍तों से अपील की है कि ‘आईटी इंडस्‍ट्री में जिंदगी बर्बाद न करें’, ‘अंकित, रज्‍जो, आईटी में काम करते-करते अपनी लाइफ मत भूल जाना। हर एक पल को जीना। एक ही जिंदगी मिली है।’

मार्क डिजाइन में मास्‍टर्स डिग्री पूरी कर रहे थे। 5 जुलाई को उनका फाइनल प्रेजेंटेशन था। संगारेड्डी के डीएसपी श्रीधर रेड्डी के मुताबिक, ‘आमतौर पर दोपहर 12 बजे तक सभी स्‍टूडेंट अपने कमरों से निकल आते हैं। लेकिन जब मार्क मंगलवार 2 बजे तक नहीं निकले तो उनके दोस्‍तों को शक हुआ और वे उन्‍हें आवाज लगाने लगे। जब कोई जवाब नहीं मिला तो दरवाजा तोड़ दिया गया, अंदर उन्‍हें छत से लटके हुए मार्क दिखाई दिए।’

फिलहाल आत्‍महत्‍या का मामला दर्ज किया गया है, पुलिस मामले की जांच कर रही है। कॉलेज प्रशासन ने मार्क के घर शोक संदेश भेज दिया है। मार्क के शव को पोस्‍टमॉर्टम के लिए भेज दिया गया है।

आईआईटी हैदराबाद में इस साल यह आत्‍महत्‍या का दूसरा मामला है। इसी साल फरवरी में थर्ड इयर के स्‍टूडेंट अनिरुद्ध ने हॉस्‍टल की सातवीं मंजिल से छलांग लगाकर आत्‍महत्‍या कर ली थी।

July 3, 2019
medical.jpg
1min3190

મેડિકલ પ્રવેશ સમિતિએ આજે નીટ આધારિત કોર્સમાં પ્રવેશ માટેનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રોવિઝનલ મેરિટલિસ્ટમાં કુલ ૨૧૨૧૭ વિદ્યાર્થીઓને સામેલ કરાયા છે. જેમાં આર્થિક રીતે પછાત એટલે કે EWS કેટેગરીમાં ૫૩૯૭, એસઇબીસી કેટેગરીમાં ૭૩૩૪, એસ.સી. કેટેગરીમાં ૧૯૭૧ અને એસ.ટી. કેટેગરીમાં ૧૬૨૫ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે ડોમિસાઇલના નિયમમાં સામાન્ય ફેરફાર કરવામાં આવતાં નવા નિયમમાં આવનારા વિદ્યાર્થીઓનો પણ મેરિટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેડિકલમાં ગઇકાલે ૧૨ કોલેજોને ૨૦-૨૦ લેખે ૨૪૦ બેઠકોની મંજુરી આપવામાં આવતાં EWS કેટેગરીમાં કુલ ૩૪૦ બેઠકોનો સમાવેશ કરી દેવાયો છે. હાલમાં મેડિકલની કુલ ૫૧૪૦ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડેન્ટલની ૧૧૫૫ બેઠકો હાલ ઉપલબ્ધ છે. હજુ સુધી આયુર્વેદ અને હોમિયોપથીમાં કેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે તેની પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કર્યા બાદ કોઇ વિદ્યાર્થીઓને મેરિટલિસ્ટમાં મુશ્કેલી હોય અથવા તો સુધારા વધારા કરાવવા હોય તો આગામી તા.૪ જુલાઇ સુધી ગાંધીનગર ખાતેની મેડિકલ પ્રવેશ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

વર્ષ ૨૦૧૮માં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૭૫ માર્કસ હતા. જયારે ૧૦૦માં ક્રમે આવનારા વિદ્યાર્થીને ૫૮૭ માર્કસ હતા. જેની સામે વર્ષ ૨૦૧૯ એટલે ચાલુ વર્ષે પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૯૦ અને ૧૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૬૩૫ માર્કસ છે. આમ, પ્રથમ ૧૦૦માં જ અંદાજે ૩૦ માર્કસનો તફાવત પડે છે. આજ રીતે ચાલુવર્ષે ૯૦૧માં નંબરે આવનારા વિદ્યાર્થીને ૫૨૩ અને ૧૦૦૦માં ક્રમે અવાનારા વિદ્યાર્થીને ૫૩૦ માર્કસ છે. જેની સામે ગતવર્ષે ૯૦૧માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૧ અને ૧૦૦૦માં ક્રમે આવેલા વિદ્યાર્થીને ૪૬૮ માર્કસ હતા. આમ, ૫૫ માર્કસનો તફાવત ઊભો થાય તેમ છે. એટલે કે ચાલુ વર્ષે મેરિટ ઊચું જાય તેવી શકયતા છે.

મેડિકલમાં સરકારી EWSમાં ૧૧૫૦ બેઠકો વધશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં ૩૪૦ બેઠકો મળી છે. આજ રીતે ડેન્ટલમાં EWS કેટેગરીમાં કેટલી બેઠકો મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઈ નથી. જયારે હોમિયોપથી અને આયુર્વેદમાં કેટલી બેઠકો માટે કાર્યવાહી થશે તે પણ નક્કી નથી ત્યારે EWS લાગુ થશે કે નહીં તેની અનિશ્ચિતતા ઊભી થઇ છે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે હજુ સુધી આ મુદ્દે સરકાર દ્વારા કોઇ સૂચના અપાઈ નથી. ઉપરથી સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

June 27, 2019
CIA_Live_Logo_New2.jpg
2min12760
સુરત અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં કેટલી બેઠકો પર સરકાર પ્રવેશ આપી રહી છે, તેમાંથી કેટલી બેઠકો પર પ્રવેશ અપાયા અને કેટલી બેઠકો ખાલી રહી તેની વિગતો અહીં દર્શાવવામાં આવી છે.

સુરતની કોલેજો

દક્ષિણ ગુજરાતની કોલેજો

જયેશ બ્રહ્મભટ્ટ 98253  44944

 

ઉપરોક્ત માહિતી એડમિશન કમિટી દ્વારા 2019-20ના શૈક્ષણિક વર્ષ માટે આપવામાં આવેલા પહેલા રાઉન્ડના પ્રવેશ અંગેની છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ માહિતી એટલા માટે ઉપયોગી છે કેમકે સરકારી કોલેજોના બાદ કરતા મોટા ભાગની કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે. બ્રાન્ચવાઇઝ જો આપને કોલેજ પસંદ હોય તો મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાની કોઇ જ જરૂરીયાત રહેતી નથી. કેમકે સ્ટેટ ક્વોટામાં મેરીટથી આપવામાં આવતી બેઠકો જ જ્યારે ખાલી પડી રહેતી હોય ત્યારે રૂપિયા ખર્ચીને મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવો એ મૂર્ખામી કહેવાય.

આખા રાજ્યની શું સ્થિતિ, વાંચો અહીં

એક સમયે એન્જિનયિરંગ કોલેજોની ઓછી સંખ્યા અને ડીમાન્ડ વધારે હોવાથી 5-5 લાખ રૂપિયાનું ડોનેશન મળતું હોવાની મલાઇ પારખીને 50થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરીને ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો ધંધો શરૂ કરનારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના અનેક સંચાલકોએ હવે ધંધો બંધ કરવો પડે અથવા તો ધંધો બદલવો (બીજો કોઇક રનિંગ કોર્સ શરૂ કરવો) પડે એવી નોબત આવીને ઉભી છે.

ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીના પહેલા રાઉન્ડના એલોટમેન્ટ સાથે સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન જેવી ધંધાદારીઓની કોલેજોમાં કાગડા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બે, પાંચ, દસ, પંદર જેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ ચલાવવી પડે, અધ્યાપકોને પગાર આપવો પડશે, મેઇન્ટેનન્સ વગેરે આવા સંચાલકોને ધંધો બદલવા માટે મજબૂર કરશે.

ગુજરાત સરકારે રચેલી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ એ સ્ટેટ ક્વોટાની 65,212 માટે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં કુલ 35,460 બેઠકો ખાલી રહી જવા પામી છે, જેમાં 90 ટકા બેઠકો પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલે કે ધંધાદારીઓની કોલેજોની છે.

એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેક્નોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાને રહી.

ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો
34 કોલેજો માત્ર 10% બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો પણ હજુ કન્ફર્મ કેટલા કરશે એ નક્કી નથી
19 કોલેજોમાં માત્ર 10%-25% બેઠકો ભરાઈ
35 કોલેજોની કુલ બેઠકો પૈકી 26%-50% સીટ પર પ્રવેશ અપાયા.
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કુલ 33,271 વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી 31,436એ ચોઈસ ફિલિંગ કર્યું. 29,753 વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. 1683 વિદ્યાર્થીઓના માર્ક્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.
આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ 6,164 સીટમાંથી 1,818 બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જ્યારે બાકીની ખાલી રહી.
June 24, 2019
gseb.png
1min5620

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 21, 2019
paramedical.jpg
1min10390

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં હાલ નીટ 2019 થકી જે કોર્સમાં પ્રવેશ મળે છે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી એમ પાંચ અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

હવે નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના આધારે જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે એવા ફિઝિયોથેરાપી સમેતના 8 પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરાશે અને તે અંગે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પીન નંબર તા.24મી જુનથી એક્સીસ બેંકની નિર્ધારિત શાખાઓ પરથી મળવાના શરૂ થશે.

આ આઠ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા તા.24મી જુન 2019થી શરૂ થશે.

  • ફીઝીયોથેરાપી – Bachelor of Physiotherapy (BPT)
  • બી.એસ.સી. નર્સિંગ – Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક્સ – Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • ઓપટોમેટ્રી – Bachelor of Optometry (BO)
  • ઓક્યુપેશનલ થેરાપી – Bachelor of Occupational Therapy (BOT)
  • ઓડીઓલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • જી.એન.એમ.- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • એ.એન.એમ.- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)
Advertisement Pin 19-20
June 21, 2019
qs.jpg
1min11280

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગની તાજેતરમાં જાહેર કરાયેલી યાદીમાં વૈશ્ર્વિક 200 ટોચની ઈન્સ્ટિટ્યૂટમાં આઇઆઇટી-બૉમ્બે સહિત આઇઆઇટી-દિલ્હી અને આઇઆઇએસસી-બૅંગલુરુનો સમાવેશ થાય છે. આ સિવાય આ યાદીમાં આઇઆઇટી-બૉમ્બેએ દસ સ્થાન આગળ વધી 152 રૅન્ક મેળવી છે. આ રીતે ગ્લોબલ રૅન્કિંગમાં આઇઆઇટી-બૉમ્બેએ દેશની સૌથી ટોચની ઈન્સ્ટિટ્યૂટ તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા વર્ષોથી ફેક્લ્ટી-સ્ટુડન્ટ રૅશિયો અને પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશનમાં સંસ્થાએ સારો સ્કોર કર્યો છે. સંસ્થાની પ્રતિ ફેકલ્ટી સાઇટેશન વૈશ્ર્વિક સરેરાશ કરતા વધુ છે અને તેના દ્વારા કરાયેલા સંશોધનો ઉચ્ચ સ્તરે વિચારણા હેઠળ લાવવામાં આવે છે.

તાજેતરની રૅન્કિંગમાં ઈન્સ્ટિટ્યૂટે રેટિંગ ફોર એકેડેમિકમાં 54.5 પોઇન્ટ અને ઍમ્પ્લોયર્સ રૅપ્યુટેશનમાં 71.2 પોઇન્ટ મેળવ્યા હતા.

સંસ્થાના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્વૉલિટી રિસર્ચ પર વધુ ધ્યાન આપવાને કારણે સંસ્થા રૅન્કિંગમાં સતત આગળ વધી રહી છે. તેમ છતાં અમે વધુ સારું કરવા ઇચ્છીએ છીએ.

આઇઆઇએસસીને પાછળ છોડી દેતા આઇઆઇટી-દિલ્હી દેશની બીજી ક્રમાંકની શ્રેષ્ઠ સંસ્થા બની ગઇ છે. તેમ છતાં ઑવરઓલ રૅન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનું ફેકલ્ટી/સ્ટુડન્ટ રૅશિયો અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રૅશિયો ઘટતો જોવા મળ્યો હતો.

ક્યુએસ દ્વારા યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સની પ્રતિષ્ઠા તેના એડેકેમિક અને એમ્પ્લોયર રૅપ્યુટેશન, ફેકલ્ટી સ્ટુડન્ટ રૅશિયો, પ્રતિ ફેકલ્ટીએ સાઇટેશન અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સના આધારે આંકવામાં આવે છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8800

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતમાં શિક્ષણના નામે રીતસરનો વેપાર કરી રહેલા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સંચાલકોની ધંધાદારી પ્રવૃત્તિઓ હવે વાલીઓ વિદ્યાર્થીઓ પારખી ગયા છે. એક સાથે ત્રણ ત્રણ ડિગ્રી ઇજનેરી કોલેજો ચલાવતા ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની ત્રણયે કોલેજોમાં મોક રાઉન્ડમાં જ જંગી સંખ્યામાં સીટો ખાલી પડી રહી છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભઘવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમ ત્રણેય કોલેજો મળીને સ્ટેટ ક્વોટામાં કુલ 1637 ડિગ્રી ઇજનેરીની સીટો પ્રવેશ માટે રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 280 (ફક્ત 17 ટકા) બેઠકો પર પ્રવેશ ચોઇશ આપી છે.

એડમિશન કમિટીએ આપેલી વિગતો મુજબ ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય ડિગ્રી ઇજનેરી કોલેજોમાં કુલ 1357  બેઠકો (83 ટકા) મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા તો દૂરની વાત પરંતુ, પ્રયોગ માટે લેબોરેટરી, લાઇબ્રેરી, કમ્પ્યૂટર લેબ જેવી માળખાગત સુવિધાઓ નહીં આપતા સંચાલકો ફક્ત રૂપિયા ઉસેટવામાં જ રચ્યા પચ્યા રહે છે. એ તો ઠીક પરંતુ, કોલેજોમાં અધ્યાપકોને પૂરો પગાર પણ નહીં ચૂકવતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે.

અત્યાર સુધી પ્રવેશાર્થીઓ અજાણતામાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, પરંતુ, હવે ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની પ્રવૃતિઓ જગજાહેર થઇ ચૂકી હોઇ, વિદ્યાર્થીઓ આ સંસ્થાની કોલેજોને જાકારો આપી રહ્યા છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનયિરંગ એન્ડ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર અને મહાવીર સ્વામી ડિગ્રી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગ બ્રાંચ તો એવી છે જેમાં એકેય વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ચોઇશ આપી નથી એટલે કે ઇચ્છા દર્શાવી નથી. તમામ 71 બેઠકો મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

આ તો હજુ મોક રાઉન્ડનું પરીણામ છે, હજુ પણ એવા પ્રવેશાર્થીઓ હશે જેઓ એક્ચ્યુઅલ રાઉન્ડમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોની ચોઇશ કાઢીને સુરત કે રાજ્યની અન્ય ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવશે.