CIA ALERT

My World Archives - Page 14 of 28 - CIA Live

September 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4400

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્સર એક એવી બિમારી છે જે પરીવારોને આર્થિક, માનસિક, શારીરિક રીતે પાયમાલ કરી દે છે, જે પરિવારોમાં કમનસીબે કેન્સર પેશન્ટસ છે તેમના માટે સુરતના પૂણા કુંભારીયા રોડ પર આવેલા ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન સંચાલિત

  • ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
  • નિરાલી મેમોરિયલ રેડીએશન સેન્ટર
  • બી.એમ.એફ. ટોમોથેરાપી રેડિયેશન સેન્ટર

આ ત્રણેય સંસ્થાઓ આશીર્વાદરૂપ કાર્ય કરી રહી છે. દર્દીઓને સચોટ, સમયસર, કિફાયતી અને આધુનિક સારવાર મળી રહે તે માટે ભારતીમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સતત નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવી સુવિધાઓ વિકસાવાઇ

ભરત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, નિરાલી મેમોરીયલ રેડિયેશન સેન્ટર ખાતે નવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે જેમાં 1. PETCT અને 2.ટોમોથેરાપી. ગુજરાતમાં પ્રથમ વખત સુરત ખાતે આ પ્રકારની સેવા વિકસાવી દેવામાં આવી છે. કેન્સરના દર્દીઓ માટે આ પ્રકારની સેવા આશીર્વાદ સમાન છે.

PETCT પ્રથમ તબક્કામાં જ કેન્સરનું સચોટ નિદાન

PETCTની સામાન્ય સમજ એ છે કે આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે જેનો ઉપયોગ સિંગલ એન્ટ્રી ગેન્ટી બોક્સ પેસીટ્રોન એમિશન ટોમોગ્રાફી તથા સીટી સ્કેન બન્ને માટે કરવામાં આવી છે. જેના કારણે કેન્સરનું પ્રથમ તબક્કાનું સચોટ નિદાન થઇ શકે છે એટલું જ નહીં કેન્સર સ્ટેજિંગનું પણ ચોકસાઇથી નિદાન થઇ શકે છે. કીમોથેરાપી અને રેડીયોથેરાપી પહેલા અને પછી આપવામાં આવેલી સારવારનું પણ મૂલ્યાંકન થઇ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડિવાઇસને કારણે દર્દીઓનો તકલીફ ઓછી પડે છે અને ઝડપભેર, પીડા રહિત હોવા ઉપરાંત રેડીયેશનનો ઓછામાં ઓછો ઉપયોગ PETCTથી શક્ય બની શક્યો છે.

ટોમોથેરાપી – ગુજરાતમાં એકમાત્ર અત્યાધુનિક ડિવાઇસ સુરતમાં

ટોમોથેરાપીનું એક એવું મશીન છે જેનો ભારતમાં સૌથી પહેલો ઓર્ડર જ સુરતના ભારતીમૈયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો અને ગુજરાતમાં આ પ્રકારનું પહેલું મશીન સુરત ખાતે કાર્યાન્વિત કરી દેવામાં આવ્યું છે. રેડીયેશન આપવાની પ્રક્રિયા માટે આ એક વરદાન સમાન છે અને આ મશીનથી રેડીયેશન આપવાની પ્રક્રિયાને નિયંત્રિત અને એક, બે વખત આપી શકાય તેમ હોવાથી તબીબોને સારવારમાં અત્યંત ઉપયોગી બને છે. સૌથી મહત્વની વાત એ છે કે રેડીયેશનની પ્રક્રિયા દર્દી માટે આરામદાયક બનવા પામી છે. દર્દીની જરૂરીયાત અનુસાર રેડીયેશન આપી શકાય છે. એ બાબત પણ સૌથી મહત્વની છે કે આ ડિવાઇસની મદદથી કેન્સરના દર્દીના શરીર તેમજ ગાંઠમાં થતાં ફેરફારોની ઝીણવટભરી તપાસ, મૂલ્યાંકન શક્ય બની શક્યું છે.

August 28, 2020
kanji_bhalala_cialive.jpg
1min10390

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને વરાછા બેંકના યશસ્વી ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાની સુરત નાગરિક સંરક્ષણ દળના (સિવિલ ડિફેન્સ સુરત યુનિટ) ચીફ વોર્ડન તરીકે તેમજ યુવા આગેવાન વિજય છૈરાની ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકેની વરણી કરવામાં આવી છે. બન્ને મિત્રો પ્રજાકીય કાર્યોમાં જીવન સમર્પિત કરી રહ્યા છે જ, એમા બે મત નથી.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ચીફ વોર્ડન

કાનજીભાઇની વાત કરીએ તો કાનજીભાઇ ભાલાળાએ સુરતને કર્મભૂમિ બનાવી ત્યારથી જ તેઓ સામાજિક કાર્યોમાં એટલા ડૂબેલા રહ્યા છે કે કદાચ તેઓ તેમના પરિવારજનોને પર્યાપ્ત સમય આપી શક્તા નથી. વરાછા રોડ પર કાનજીભાઇ ભાલાળાને સામાજિક ક્રાંતિના પ્રણેતા ગણવામાં આવે છે અને આ દરજ્જો યથાયોગ્ય છે.

સિવિલ ડિફેન્સ સુરત યુનિટ હવે ધમધમતું જોવા મળશે. ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં વહીવટીતંત્રને સમાંતર બચાવ-રાહતની કામગીરીમાં સિવિલ ડિફેન્સ કાનજીભાઇની ટીમ પણ જોવા મળશે એમાં બે મત નથી.

સી.આઇ.એ લાઇવ પરિવાર માને છે કે કાનજીભાઇ ભાલાળાને સામાજિક કાર્યની જવાબદારી આપવી એનાથી વિશેષ તેમનું જાહેર બહુમાન ન હોઇ શકે. સન્માનિય વ્યક્તિત્વ તેઓ દ્વારા કરવામાં આવી રહેલા સામાજિક કાર્યોથી પ્રજવળિત છે જ અને કાનજીભાઇ પોતે એવું દ્રઢ પણે માને છે કે બહુમાન, સન્માન કરવા કરતા સામાજિક કાર્ય, પ્રજાહિતના કાર્યની જવાબદારી એ તેમના માટે વિશેષ બહુમાન બરાબર છે.

સુરત સિવિલ ડિફેન્સ યુનિટના ડેપ્યુટી ચીફ વોર્ડન

1967માં સુરતમાં સિવિલ ડિફેન્સની સ્થાપના કરવામાં આવી હતી

1967માં સુરત સમીપ વિસ્તરેલા હેઝાર્ડસ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને સિવિલ ડિફેન્સની રચના તત્કાલિન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આકસ્મિક કે અકસ્માતજન્ય સ્થિતિ સર્જાય ત્યારે વહીવટીતંત્રો, પોલીસની સાથે સ્વૈચ્છીક વોર્ડન શ્રેષ્ઠ કામગીરી કરી શકે એ હેતુથી સિવિલ ડિફેન્સ સુરત યુનિટને આકાર આપવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર હોદ્દાની રૂએ સુરત સિવિલ ડિફેન્સના મુખ્ય નિયંત્રક હોય છે. સુરત સિવિલ ડિફેન્સનું સ્ટ્રક્ચર એવું છે કે દરેક પોલીસ મથક વાઇઝ ડિવિઝન હોય છે અને દરેક ડિવિઝનના વડાને ડિવિઝનલ વોર્ડન કહેવામાં આવે છે. તમામ ડિવિઝન વોર્ડનની ઉપર વાઇસ ચેરમેન અને ચેરમેન કાર્ય કરતા હોય છે.

કાનજીભાઇ ભાલાળા 2006થી સિવિલ ડિફેન્સમાં જોડાયેલા છે.

August 19, 2020
cia_society-1280x880.jpg
1min4140

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તમારી પાસે છે એની વહેંચણી કરો એ લોકસેવા નથી હોતી બલ્કે જરૂરીયાતમંદોની જરૂરીયાત પૂર્ણ થાય તેવી ચીજવસ્તુ કે સેવાની વહેંચણી કરો એ ખરી લોક સેવા કહેવાય. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ આ જ કર્મમંત્ર પર કાર્યરત હોવાનું ફલિત થઇ રહ્યું છે.

દ્વારા જરૂરીયાત મંદ લોકોને 200 થી વધારે મચ્છરદાનીનું વિતરણ

“સેવા પરમો ધર્મ” ને સાર્થક કરતા રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા “પ્રોજેક્ટ સુરક્ષા” અંતર્ગત ખજોદ વિસ્તાર સ્થિત જરૂરિયાત મંદ લોકોને મચ્છરોનાં ત્રાસથી બચવા માટે 200 થી વધારે મચ્છરદાની નું વિતરણ કરાયુ. મચ્છરદાનીનું સંપુર્ણ સૌજન્ય પેરેન્ટસ રોટરી ક્લબના રો. ઘનશ્યામભાઈ ખુંટ, રો. શૈલેષભાઈ શિહોરા, રો. મહેશભાઈ સવાણી, રો. સંજયભાઈ વી. ચોવટીયા તરફથી મળેલ હતુ. સંપૂર્ણ આયોજન પ્રેસિડન્ટ રો. પ્રતિક વસોયા અને સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેર રો. પારૂલ પાંચાણી, રો. વિભુતી સાવલીયા દ્રારા થયું હતું.

August 15, 2020
dhoni_cia3-1280x960.jpg
2min7320

ધોની સુરતની કાજુકતરીનો દિવાનો હતો, કાજુકતરી ભલે આખા દેશમાં મળતી હોય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. સમાચાર વિશ્વભરમાં એટલા વાઇરલ થયા કે સોશ્યલ મિડીયામાં જ્યાં જુઓ ત્યાં, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ બધી જગ્યાએ ધોની જ ધોની જોવા મળ્યો હતો.

સી.આઇ.એ લાઇવ સુરત બેઝ ડિજીટલ મિડીયા છે. ગુજરાતી વ્યૂઅર્સ, વાચકો માટે અમે ધોની અને સુરતના કેટલાક સંભારણા રજૂ કરી રહ્યા છે.

ડુમસના ભાવિક (B.K.) પટેલ સાથે ધોનીની દિલોજાન દોસ્તી

સુરતના ભાવિક પટેલ (બી.કે.) સાથે ધોનીને એટલી ગાઢ દોસ્તી છે કે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચની બે વીવીઆઇપી ટિકીટ આઇ.સી.સી.એ કેપ્ટન હોવાના નાતે મહેન્દ્રસિંહ ધોનીને આપી હતી. ધોનીએ આ બે ટિકીટ પૈકી એક તેની પત્નીને આપી હતી જ્યારે બીજી ટિકીટ સુરતના ડુમસમાં રહેતા અંગત મિત્ર ભાવિક બી.કે. પટેલને આપી હતી.

સુરત ડુમસના ભાવિક (B.K.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોનીની યારી બયાં કરતી તસ્વીર www.cialive.in

સુરતના ડુમસમાં રહેતા અને ક્રિકેટના જબરદસ્ત ચાહક ભાવિક (બી.કે.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ગજબની દોસ્તી છે. ભાવિક પટેલ અને ધોનીના ફોટા જોઇએ તો એમ જ લાગે કે બન્ને બાળપણના મિત્રો છે.

ધોનીની રિટાયરમેન્ટની ઘોષણા પછી સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડુમસના ભાવિક (B.K.) પટેલે જણાવ્યું કે ધોની સુરતમાં બે વખત આવી ચૂક્યા છે. એક વખત સુરતની એક જાણિતી હોટેલના ઉદઘાટન માટે આવ્યા હતા. ભાવિક પટેલે કહ્યું કે ડુમસ રોડ પર ધોનીએ કાર સેલ્ફ ડ્રાઇવ કરી અને અમે મારા ઘરે પહોંચ્યા હતા. ધોનીએ ભાવિક પટેલને કહ્યું હતું કે કોઇ ટેલેન્ટેડ ક્રિકેટર હોય અને તકલીફમાં હોય તો તેને ખાસ જણાવશો જેથી તેને હેલ્પ કરી શકાય.

ભાવિક પટેલે કહ્યું કે જ્યારે ધોનીને મળવા જતો ત્યારે ખાસ કંઇને કંઇ લઇ જતો. ધોની થોડો ફૂડી પણ છે. એક વખત તેણે મારા ઘરે બનાવેલા થેપલા અને કેરીનો છુંદો (મુરબ્બો) ખાધો હતો અને પછી ધોની માટે સુરતી થેપલા અને કેરીનો મુરબ્બો ફેવરીટ બની ગયા છે. કોરોનાકાળ દરમિયાન લૉકડાઉન પછી પણ ભાવિક પટેલે સુરતથી ખાસ ધોની માટે મુરબ્બો મોકલી આપ્યો હતો.

ધોની સુરતમાં એક હોટેલના ઉદઘાટનમાં આવ્યો હતો ત્યારે ડુમસના ભાવિક બી.કે. પટેલના ઘરે ડુમસ કાર સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો હતો એ વેળાની તસ્વીર www.cialive.in

કાજુકતરી આખા દેશમાં મળે પણ ધોનીને સુરતની જ બહુ ભાવે

ભાવિક પટેલે કહ્યું કે એક વખત તેને મળવા ગયો ત્યારે કાજુકતરીનું બોક્સ લઇને ગયો હતો. બધા મિત્રો વચ્ચે તેણે પેકેટ ખોલીને એક પીસ ખાધો. તેને કાજૂકતરી એટલી ભાવી ગઇ કે પછી હું જ્યારે તેને મળવા જાઉ ત્યારે મારા તેના માટે ખાસ કાજુકતરી લઇ જવી પડે. કાજુ કતરી આમ તો આખા દેશમાં મળે પરંતુ, તેને સુરતનો ટેસ્ટ ભાવી ગયો છે.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
7min12050

PUB G જેવી આંતર રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન ગેમ ડેવલપમેન્ટમાં સુરતના યંગસ્ટર્સની સિમાચિન્હ રૂપી સિદ્ધી (CiA Live Digital Media www.cialive.in)

Jayesh Brahmbhatt 98253 44944

તા.11મી ઓગસ્ટ 2020નો દિવસ ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રમાં સુરતના સાહસિક યંગસ્ટર્સના ગ્રુપે સિમાચિન્હ રૂપ સિદ્ધી હાંસલ કરી છે. આ દિવસ એટલા માટે સુરત અને સુરતીઓએ ખુબ જ ગર્વ કરવા જેવો દિવસ છે કેમકે ઓનલાઇન ગેમિંગ ડેવલપમેન્ટમાં સુરતના યંગસ્ટર્સે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

ચીનને પાઠ ભણાવવા માટે હાલમાં ભારત સરકાર ધ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આયોજીત MyGov Innovative App માં સુરત શહેરની XSQUAD Tech LLP નામની કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આવેલી સ્કારફોલ (SCARFALL) નામની ગેમ આખા ભારતમાં બીજા ક્રમાંકે આવી છે.

ટીમ સ્કારફૉલ ફ્રોમ સુરત-ગુજરાત-ઇન્ડિયા

(CiA Live Digital Media www.cialive.in)

સુરતના યંગસ્ટર્સની બનેલી આ આઇ.ટી. કંપની XSQUAD Tech LLP કંપનીના યુવા સી.ઇ.ઓ. જેમીશભાઇ લખાણી તેમની ટીમ PUBG ટાઇપની શૂટીંગ, ધનાધન ગોળીબારો થાય તેવી થ્રીલિંગ ગેમ ડેવલપ કરનારી સમગ્ર ભારતની એકમાત્ર કંપની છે. સુરતની આ કંપનીએ સ્કારફોલ ગેમ વિકસાવવા પાછળ 4 વર્ષ સુધી અથાગ મહેનત કરી છે. રાત-દિવસ એક કરીને ડિટેલિંગ કરતા કરતા દરેક કડીઓ ટેકનિકલી એવી રીતે જોડી કે ગેમ રમવાવાળાને ક્યાંય એરરનો સામનો નહી કરવો પડે.

Google Play store માંથી ડાઉનલોડ કરી શકાય છે

About the Game

Scarfall, the ultimate battle royale for your mobile. It is online shooting game with survival challenge. One of the best multiplayer game with strategic play.

Experience the journey of real survival shooter on the battlefields. Explore the environments of the shooting battlegrounds with parachute landing from the high speed flying helicopters. Encounter the best strategy action multiplayer game to hit your play store this year. Build up your own rules for the online and offline multiplayer shooter. Survive in the shrinking safe zone with utmost 3 chances to win over the war and be the #1 survivor in unknown battlegrounds.

Featuring team death match and solo death match which you can play online or offline with intense 4v4 squad mode. Play as lone soldier OR with clan to combat with rivals answering the call of duty. Scarfall offers TPS (Third Person Shooter) and FPS (First Person Shooter) play with modern vehicles to roam around quickly and reach the final destination in shrinking circle.

1. GAMEPLAY WITH IMMENSE ACTION
– Splendid 3D graphics with real life animations and environment.
– Perfect aiming and shot system, giving you thrilling experience of the scarfall.
– Exclusive gun fire sound with high quality audio, giving you intense feel of the action battleground.
– Flexible support for low end devices with graphics and other quality settings of the combat.
– Play at your own convenience with customizable game play UI in online and offline mode of shooting games.

2. HIGHLY LOADED WEAPONRY AND VAST ENVIRONMENTS
– Load up guns from different modern weaponry category like machine guns, pistols, sniper rifles or shotguns to have a distinct experience in battleground survival games.
– Play as multiplayer with your friends worldwide to enjoy the best battle royale combat.
– New and amusing warfare environments of gun games in free battleground shooting game.
– Modern armory with high range scopes like 2x, 4x and 8x to shoot opponents of the action games.
– Challenge your friends directly by creating your private room and invite them to join the war of top shooting games.
– Get loaded with 2 primary guns and 1 secondary gun to shoot your rivals at your best in intense combat.
– Powerful explosives, melee weapons and medi-packs to accompany your journey of #1 survival in battleground games.
– Wide range clothing accessories to loot from map and design your own survival character.

3. STAGGERING CLASSIC GAME MODE
– Survival against shrinking zone, with utmost 3 chances to re-spawn in free FPS and TPS gun games with multiplayer combat.
– Enjoy the survival game of the scarfall with thousands of items in the maps to loot and get equipped.
– Open the majestic vaults via keys to receive huge rewards of survival battlefield games.
– Hunt down your enemies with speed booster modern cars on the roads of scarfall.
– Boost your gameplay with enemy detector, exp booster in top free war games.
– Play the daring 24 hour challenges and earn exciting rewards.

4. TPS AND FPS ACTION SURVIVAL WAR
– Scarfall gives you challenging war with dynamic and varied AI system in online and offline war games.
– Win and claim exciting daily bonus and rewards to boost your performance of TPS war.
– Upgrade faster and level up to unlock new powers, armory and rewards and land with flying colors on leader boards.
– Build your strategy to fight in team death match or solo death match mode of FPS shooting battle royale.

Break the battle royale standards and dive into the modern warfare of unknown battlegrounds to be the last man standing in a way of ultimate hit man commando in this modern shooting game. So, grab your guns and bring your guts to survive the ultimate action survival shooter game, Scarfall – The royale combat.

To give feedback write us on :
support@scarfall.net

To stay updated, follow us on:
Facebook : http://facebook.com/scarfall
Twitch : https://www.twitch.tv/phoenixgames51
Discord : https://discord.gg/GRvCj3X

August 12, 2020
rahat.jpg
1min3220

પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીને ઉપરા ઉપરી ત્રણ હાર્ટ એટેક આવતા તેઓએ અંતિમ શ્વાસ ભર્યા છે. તેઓ કોરોના વાયરસથી પણ  સંક્રમિત હતા. મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે 10 ઓગસ્ટના રોજ મોડી રાત્રે તેમને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ ખુદ રાહત ઈન્દોરીએ પણ મંગળવારે સવારે આ વિશે ટ્વીટ કર્યું હતું. 

રાહત ઈન્દોરીએ સોમવારના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતા કાલે મારો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યો છે. મારા માટે દુઆ કરજો કે હું જલ્દીમાં જલ્દી આ બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ શકું. અન્ય એક અપીલ એ છે કે, મને કે મારા ઘરના લોકોને ફોન કરીને તકલીફ ના આપવી, મારી તબિયતના સમાચાર તમને ટ્વિટર અને ફેસબૂક પર મળતા રહેશે. 

નોંધનીય છે કે રાહત ઈન્દોરી પ્રખ્યાત શાયર હતા, આ સાથે જ તેમણે બોલિવૂડમાં પણ કેટલાક ગીતો લખ્યા છે. તેઓ 70 વર્ષના હતા અને ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા હતા.

August 4, 2020
health_card.jpg
1min4160

વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.

આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.

‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.

પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.

August 4, 2020
cia_society-1280x880.jpg
1min3580

વરાછા સુરત, રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટની બહેનો દ્રારા ભાઈ-બહેન ના અતુટ સંબંધ નુ સાક્ષી એટલે કે રક્ષાબંધન પર્વની ઉજવણી. સંસ્થાના પ્રતિનિધિઓએ રાખડીઓ તેમજ મીઠાઈ ઘરે બનાવી કોરોના વોરિયર્સ જેમ કે મહામારીથી રક્ષણકર્તા પોલિસકર્મી અને જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિર નાં માનસીક દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગરૂપ બની ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરી એક પ્રેરણાત્મક કાર્ય પુરૂ પાડયું છે. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટના આ પ્રોજકટ રક્ષાબંધન માં જીવનજ્યોત મંદબુદ્ધિ માનવ મંદિરનાં માનસીક દર્દીઓ ને નાસ્તા નું સૌજન્ય નીતિનભાઈ ધામેલિયા તરફ થી આપવામાં આવ્યું હતું.

માનવતાભર્યુ આ કાર્યક્રમ ક્લબ પ્રેસિડેન્ટ રો. પ્રતિકભાઈ વસોયા અને સેક્રેટરી રો. વિપુલભાઈ બલરના માર્ગદર્શન હેઠળ પ્રોજક્ટ્ ચેર રો. બંસી સેખડા અને રો. હિરલ કિકાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

August 4, 2020
cia_society-1280x880.jpg
1min4790

કપરા કોરોના કાળમાં વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા એકતા ટ્રસ્ટ ના સભ્યો સાથે તા.2 ઓગસ્ટ 2020ના રોજ શક્તિ ફાઉન્ડેશનના ડૉ સોનલ રોચાણી, સીમા કાલા વાડિયા, દર્શના જાની અને રાજશ્રી નાયક દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.

સુરતમાં અત્યાર સુધી કોરોના ને કારણે થયેલા મૃત્યુ બાદ એમના શવો ની અંતિમ ક્રિયા કરનાર અને સુરત ને સંક્રમણ થી બચાવનાર એવા એકતા ટ્રસ્ટ ના અબ્દુલ મલબારી, ફિરોઝ મલિક અને અન્ય તમામ સભ્યો ને રાખડી બાંધી, મીઠાઈ ની સાથે ખાદી ના ટ્રીપલ લેયર માસ્ક અને વિટામિન સી અને ઝીંક ની રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ભેટ આપવામાં આવી હતી.

એકતા ટીમને સિમ્સ સ્ટુડિયો ના સીમા કાલા વાડિયા દ્વારા ડિઝાઇન કરેલા ખાસ ખાદીના, લવિંગ અને કપૂરની સુગંધ વાળા માસ્ક આપવામાં આવ્યા હતા. આ માસ્ક સીએમ વિજય રૂપાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વખાણવામાં આવ્યા છે.

આ અનોખા રક્ષાબંધન વિશે વાત કરતાં ડૉ. સોનલ રોચાણી એ જણાવ્યું હતું કે, “અબ્દુલ ભાઈ અને એમની ટીમ દેવદૂત ની જેમ સુરતના લોકો ની રક્ષા કરી રહ્યા છે. સાચા અર્થમાં એ ભાઈ ની ફરજ નિભાવી રહ્યા છે. એટલે અમે વિચાર્યું કે અમારે એમને રાખડી બાંધીને એમના લાંબા આયુષ્ય માટે કામના કરવી જોઈએ. અમે એમના માટે ખાસ માસ્ક અને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ભેટ આપી હતી”.એકતા ટ્રસ્ટ ના અબ્દુલ મલબારી અને ફિરોઝ મલિકે એમના પ્રત્યેના આ ભાવ માટે આભાર પ્રગટ કર્યો હતો.

August 2, 2020
narendra_gandhi_CiAlive.jpg
2min3860

SR રાવની ડિમોલિશન મેન તરીકેની ઇમેજ ના ખરા હકદાર અને સુરતમાં ભાજપના સૂર્યોદય (98/99) વખતના લોકનેતા નરેન્દ્ર ગાંધીનું નિધન હજારોને આઘાત આપી ગયું

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર નરેન્દ્રભાઇ ગાંધી આજરોજ તા.2 ઓગસ્ટ 2020ના રોજ કોવીડ-19ની સામે ઝઝુમતા ઝઝુમતા મહાપ્રયાણે ચાલી નિકળ્યા. સમાચારે હજારો નહીં લાખો સુરતીઓને આઘાત પહોંચાડ્યો. નરેન્દ્ર ગાંધી આખા બોલા તો એવા કે કાણાને સીધું જ કાણો કહી દે. અને એટલે જ ભાજપના હાલના નેતાઓમાં અળખામણા પણ થયા. જન્મે અને કર્મે અસ્સલ સુરતી, દિલનો ચોખ્ખો માણસ, દાયકાઓ સુધી જાહેર જીવનમાં બેદાગ વ્યક્તિત્વ જીવંત રાખનાર નખશીખ પ્રમાણિક નેતા નરેન્દ્ર ગાંધી પર જો લખવા બેસું તો આખી પી.એચડી.ની થીસીસ લખી શકાય એટલા જોયા જાણ્યા છે. પોતે ડાયાબિટીશથી પીડાય છતાં ઇન્સ્યુલીનના ઇન્જેકશન જાતે જ લઇને નાસ્તાપાણી કે જમવાની વાત આવે એટલે પડ્યો બોલ ઝીલી લઇને અસ્સલ સુરતી ટેસ્ટ આસ્વાદ કરાવવા માટે જાણીતા હતા.

બાલાજી રોડ એમના માટે સુંદરવન જેવું હતું

બાલાજી રોડ પર જઇએ અને નરેન્દ્રભાઇની ઓફીસ ક્યાં એટલે કોઇપણ વ્યક્તિ સીધા ઓફિસ સુધી મૂકી જાય. કોટ વિસ્તારથી પોતાનું રહેઠાણ અઠવાલાઇન્સ બદલ્યું એ પછી પોતાના ઘરે ઓછું રહ્યા હશે પણ બાલાજી રોડ વધારે રહ્યા. કોટ વિસ્તાર અને બાલાજી રોડ જાણે એમને મન સુંદરવન હતું. બેંકનું કામ હોય કે સાર્વજનિક સોસાયટીનું કામ હોય કે પછી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન કે પછી સુરત મહાનગરપાલિકાનું કામ હોય, સવાર પડેને લોકો એમની પાસે પહોંચી જાય અને નરેન્દ્રભાઇ સીધા જ જે તે અધિકારી, કર્મચારીને કામ કરવાની ભલામણો કરી દે.

રાત્રે 1 વાગ્યે ભાગળ પર ડિમોલિશનની મિટીંગ કરતા જોયા છે નરેન્દ્રભાઇને

1995માં સુરતમાં ભાજપનો સૂર્યોદય થયો ગણાય. એ પહેલા કોંગ્રેસ શાસનની બોલબાલો સુરત મહાનગરપાલિકામાં હતી. 1994માં પ્લેગ નામનો રોગચાળો ફાટ્યો અને એ પછી સુરત શહેર જે ખુલ્લી ગટરો માટે વખણાતું એ શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બનવા તરફ આગળ વધ્યું. 1995માં ભાજપે સુરત મ્યુનિસિપિલ કોર્પોરેશનની કુલ 99 સીટો પૈકી 98 પર જીત મેળવી. એ સમયે કાશીરામ રાણા, ફકીરભાઇ ચૌહાણ, અજય ચોક્સી, નરેન્દ્ર ગાંધી જેવા નેતાઓનો દબદબો હતો.

સુરતમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એસ.આર. રાવે જાહેર માર્ગોને પહોળા કરવા માટે એલાન્મેન્ટમાં આવતી મિલ્કતોનું ડિમોલિશન શરૂ કર્યું. એ સમયે એવું કહેવાતું કે સુરતના રાજમાર્ગ પર ડિમોલિશન કરાવી શકે એવી કોઇની તાકાત નહીં. ના તો પોલિટીકલ ગ્રાઉન્ડ પર ના તો વહીવટી તર્જ પર. એ સમયે એસ.આર. રાવની સતત પડખે રહીને ભાજપના નેતા નરેન્દ્ર ગાંધીએ રાજમાર્ગ પરના દુકાનદારોને સમજાવટથી સેલ્ફ ડિમોલિશનનો ટ્રેન્ડ શરૂ કરાવ્યો. જોતજોતામાં રાજમાર્ગ પર એલાયન્મેન્ટનો અમલ થઇ ગયો. સેંકડો દુકાનો શહેર હિતમાં તૂટી. સુરતના મ્યુનિસિપલ કમિશનર એસ.આર. રાવને ડિમોલિશન મેનનું બિરુદ મળવા માંડ્યુ. સુરતનું અનુકરણ ગુજરાત અને ભારતના અનેક નગરોમાં શરૂ થયું. એસ. આર. રાવની ડિમોલિશન મેન તરીકેની ઇમેજ બિલ્ડીંગમાં તત્કાલિન કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીનો સૌથી વધુ ફાળો રહ્યો.

શહેર હિતમાં બાપદાદાની મિલ્કતો તોડી પાડવા કોઇને તૈયાર કરવા એટલે વેચાતી લેવા જેવું કામ હતું, નરેન્દ્રભાઇએ સુપેરે કરી જાણ્યુ

દિવસ રાત જોયા વગર નરેન્દ્ર ગાંધીને સતત એસ.આર. રાવની સાથે ફરતા આ લખનારે જોયા છે. રાત્રે એક વાગ્યે ભાગળ પર પાલિકાના અધિકારીઓ સાથે ઉભા ઉભા જ લાઇનદોરીના અમલ માટે મિટીંગો કરતા નરેન્દ્રભાઇને જોયા ત્યારે લાગ્યું કે નેતા આવા પણ હોય શકે. શહેરના હિતમાં પોતાની મહામૂલી મિલકતને તોડી પાડવા માટે કોઇને સમજાવવા એટલે સીધી જ દુશ્મનાવટ વહોરવાનું એટલે કે વેચાતી લેવાનું કામ કરવાનું. પણ નરેન્દ્ર ગાંધીએ આ કામ સુપેરે પાર પાડ્યું.

પદ મળ્યું તો પણ કામ કર્યું અને ન મળ્યું તો વધારે કામ કર્યું

સુરત ભાજપામાં સૂર્યોદય સમયના નેતા નરેન્દ્ર ગાંધી સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન રહ્યા. એ સમયે એમનો દબદબો એવો હતો કે તેઓ ધારાસભ્ય બનશે એવું દેખીતી રીતે બધાને લાગતું. પરંતુ, એ પછી ભાજપમાં નેતૃત્વ પરિવર્તન થયું અને નરેન્દ્ર ગાંધી જેવા નેતાની સતત ઉપેક્ષા થઇ. આમ છતાં તેઓ સતત સક્રીય રહ્યા. ભાજપના સામાન્ય કાર્યકર તરીકે પણ તેમણે પોતાની કામ કરવાની શૈલી અકબંધ રાખી. એમને લોકો માટે કશું કરવું હતું. જે પ્લેટફોર્મ મળ્યું એ. સુરત પીપલ્સ બેંક થકી હોય કે સુરત રક્તદાન કેન્દ્ર થકી હોય કે પછી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન થકી હોય, સતત લોકો માટે કંઇકને કંઇક પ્રવૃતિ મય જોવા મળતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું તેઓ મને ભાજપામાં લઇ આવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીમાં મને લાવનાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધી આજે સાથ છોડીને જતા રહ્યાં. કોરોનાને કારણે એમનું દુ:ખદ અવસાન થયું…

C.r. Paatil यांनी वर पोस्ट केले शनिवार, १ ऑगस्ट, २०२०

સુરતના સાંસદ દર્શના જરદોષે ફેસબુક પોસ્ટ મૂકી

ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ સંનિષ્ઠ અને પ્રામાણિક પાયાના કાર્યકર્તા, મને રાજનીતિમાં લાવનાર, ભાજપનો ગઢ કહેવાય એવા કવિ…

Darshana Jardosh यांनी वर पोस्ट केले शनिवार, १ ऑगस्ट, २०२०