CIA ALERT

ઇન્ડીયા Archives - Page 95 of 183 - CIA Live

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
3min10520

ભારતમાં 16 March 2020 નોવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યા વધીને 112 થઇ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩ કેસ અને કેરળમાં ૨૨ કેસ નોંધાયા હતા.

ભારતે ઇટાલી અને ઇરાનથી ૪૫૦ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા હતા અને તેમને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા.

રવિવારે મધ્યરાત્રિથી સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓની નોંધણી બંધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાનમાં જવાનું બંધ કરાવ્યું હતું. આ અગાઉ ભારત-બંગલાદેશ, ભારત-નેપાળ, ભારત-ભુતાન અને ભારત-મ્યાનમાર સરહદ પરથી લોકોનું આવનજાવન બંધ કરાવી હતી. જોકે, કેટલાક ચેકપોસ્ટ પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ હજી સુધી ભારતમાં ૧૭ વિદેશી સહિત ૯૬ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક અને દિલ્હીમાં એકનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વધુ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો વધીને ૩૩ થયો હતો. કેરળમાં ૨૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી છ સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકોને ગભરાયા અને રઘવાયા નહી બનવાની અપીલ કરી હતી.

Corona Update : on 14 March 2020

ભારત : 83 કેસ : 2 ના મોત : 10 સાજા થઇ ગયા : 71ની ટ્રીટમેન્ટ ચાલુ : અડધું ભારત બંધ139 દેશોમાં : મૃત્યુઆંક 5429, કન્ફર્મ કેસ 145369

લગભગ અઢી મહિના પહેલા ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 139 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાને વેશ્વિક મહામારી જાહેર કરાયા બાદ મૃત્યુઆંક 5429 સુધી પહોંચી ગયો છે. તેમજ 145369 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

ભારતમાં 10 દર્દી સાજા થઇ ગયા, 71ની ટ્રીટમેન્ટ ચાલે છે, 2 ના મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસે બે લોકોના જીવ લીધા છે. બન્ને વૃદ્ધ વ્યક્તિઓ હતા. સદનસીબ ભારતનું એ પણ છે કે કોરોનાના કહેર વચ્ચે ખુશી થાય તેવા સમાચાર એ છે કે નવા સાત દર્દી અને કેરળના પહેલાના 3 મળીને કુલ 10 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તા.14મી માર્ચે બપોરે 12 વાગ્યાન સ્થિતિએ ભારતમાં કોરોનાના કુલ 83 દર્દીઓ નોંધાયા હતા. જેમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 7 દર્દી સાજા થઈ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે. મતલબ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસ નોંધાયા હતા જેમાંથી 10 દર્દી સાજા થયા છે. હાલ 71 દર્દીઓની સારવાર ચાલી રહી છે કારણકે બેનાં મોત થયા છે.

શનિવારથી અડધું ભારત બંધ અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં વૃદ્ધાનું મોત, ભારતમાં 2ના મૃત્યુ

કર્ણાટકમાં કોરોના વાઇસરથી ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયા બાદ શુક્રવારે દિલ્હીમાં ૬૮ વર્ષની વૃદ્ધાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા ડાયાબિટીસ અને હાઇપર્ટેન્શનથી પીડાતી હતી. વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કોરોના વાઇરસથી વૃદ્ધાનું મૃત્યુ થતાં હવે મરણાંક બે પર પહોંચ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં સારવાર દરમિયાન મગંળવારે વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધ તાજેતરમાં સાઉદી અરેબિયાથી આવ્યો હતો અને તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ઈટાલી : કોરોનાથી એક જ દિવસમાં 250ના મોત

ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે. ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. 

રિપોર્ટેડ ઓન 13 માર્ચ

કોરોના વાઇરસથી ભારતમાં પહેલું મૃત્યુ થયું છે. કર્ણાટકમાં સારવાર દરમિયાન મંગળવારે રાતે ૭૬ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જેને કોરોના થયો હોવાનું ગુરુવારે ક્ધફર્મ થયું હતું. આ વૃદ્ધ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પણ ગયો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ ટ્વિટ કર્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે તબીબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલો વૃદ્ધ કલબુર્ગીનો રહેવાસી હતો. આ વૃદ્ધ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે સાઉદી અરેબિયા ગયો હતો અને ૨૯ ફેબ્રુઆરીએ પાછો ફર્યો હતો. બાદમાં તાવ આવતાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાં ડોક્ટરોએ તેને હૈદરાબાદ લઇ જવાની તેના પરિવારને સલાહ આપી હતી. હૈદરાબાદમાં રાત્રે ૧૧ વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હાઈપર્ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમાથી પીડાતો હતો. તેના મૃતદેહને સરકારી પ્રોટોકોલ પ્રમાણે નિકાલ કરવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કિસ્સો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩

નવી દિલ્હી: ભારતના મહારાષ્ટ્રમાં નવ, દિલ્હી, લડાખ અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં એક અને એક વિદેશી નાગરિક મળીને ૧૩ નવા નોંધાયેલા કેસ સાથે દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩ થયા હોવાની માહિતી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે રાજ્ય પ્રમાણે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં છ, ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં ૧૧ અને લડાખમાં ત્રણ કેસ પોઝિટિવ હોવાની જાણ થઇ છે.

આ સિવાય રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રત્યેકમાં એક કેસ નોંધાયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે અને એમાંથી ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કુલ ૭૩ કનફર્મ્ડ કેસમાંથી ૧૭ વિદેશી, ૧૬ ઇટાલીના પર્યટક અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

ભારતીય ડૉક્ટરોની એક ટીમ ગુરુવારે ઇરાન જવા રવાના થઇ હતી. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકઠાં કરીને તપાસ માટે તેઓ અહીં મોકલશે જેથી એમના આવ્યા અગાઉ ટેસ્ટના પરિણામ જાણી શકાય.

ઇરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયા છે એમાં તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને માછીમારોનો સમાવેશ થાય છે.

કોરોનાની રસી ડેવલપ કરી હોવાનો ઈઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાઈરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, તેવી જાહેરાત ઈઝરાયલના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કરશે, તેવું મીડિયાના એક અહેવાલામાંથી જાણવા મળ્યું છે. વાઈરસના ગુણધર્મો અને રચના સમજવામાં ઈઝરાયલના ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો સફળ થયા છે, તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જો કે સંરક્ષણ મંત્રાલયે મીડિયા અહેવાલને સમર્થન આપ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ‘કોરોના વાઈરસ સામેની વેક્સિન અથવા પરીક્ષણ માટેની કિટ તૈયાર થઈ નથી. ઈન્સ્ટિટ્યૂટની કામગીરી યોજના પ્રમાણે ચાલતી હોય છે. હાલમાં ૫૦થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાઈરસનો ઈલાજ શોધવામાં કાર્યરત છે.’

ઈઝરાયલના સૌથી લોકપ્રિય પોર્ટલ વાયનેટએ ત્રણ સપ્તાહ અગાઉ એવો અહેવાલ આપ્યો હતો કે જાપાન, ઈટાલી અને અન્ય દેશોમાંથી પાંચ વાઈરસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ સેમ્પલ માઈનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતો સહિત વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસાવવાનું સંશોધન સતત ચાલી રહ્યું છે. દોઢ વર્ષ સુધીમાં વેક્સિન વિકસાવી શકાશે, તેવું નિષ્ણાતો માને છે.

ઈઝરાયેલના નેસ ઝિયોના શહેરમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસની દેખરેખમાં આ સંસ્થાનું કામ ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુએ વેક્સિન વિકસાવવાનો ઈન્સ્ટિટ્યૂટને આદેશ આપ્યો હતો.

વિશ્ર્વમાં સંખ્યાબંધ સંશોધકો વેક્સિન વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાણીઓમાં વાઈરસની પ્રવૃત્તિ બાબતમાં ઘણા સંશોધકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે વાઈરસ પ્રાણીઓમાંથી માનવીઓમાં પ્રવેશે છે ત્યારે તેમાં જે બદલાવ થઈ જાય તે સમજવાનો પકડાર મોટો છે.

જાન્યુઆરીમાં વાઈરસથી રોગચાળો ફેલાયો તે પછી ચીને વાઈરસની જિનેટિક સિકવન્સ જાહેર કરી હતી. આ રીતે સંશોધકોને સેમ્પલ વગર વેક્સિન અને સારવારની પદ્ધતિ વિકસાવવાની તક મળી હતી. તાજેતરમાં બોસ્ટનની બાયોટેક્નોલોજિ કંપનીએ વેક્સિન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેનું પરીક્ષણ એપ્રિલમાં કરવામાં આવશે.

March 12, 2020
bitcoin.jpg
1min3050

અઠવાડીયા પહેલા જ ક્રિપ્ટો ના કારોબારમાં ઘૂસેલા સટ્ટોડીયાઓની છાતીના પાટીયા બેસી ગયા

ભારતીય શેરબજારો માટે જે રીતે તા.12મી માર્ચ 2020નો દિવસ કાળમુખો રહ્યો અને ઇન્ટ્રા ડે સૌથી તોતિંગ ઘટાડો સેન્સેક્સમાં 2919 અને નિફ્ટીમાં 868 પોઇન્ટ ડાઉન ફોલ જોવા મળ્યો, આ સમાચારમાંથી કળ મળે એ પહેલા તો ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારના લીલીઝંડી આપ્યા બાદ બીટકોઇનના ધંધામાં પડેલા લોકોએ એક જ સપ્તાહમાં ધોળે દિવસે તારા જોવા મળ્યા હતા. આજે બીટકોઇનનો ભાવ કાલના બંધ ભાવ કરતા 1500 યુએસ ડોલર જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Bitcoin (BTC) made further dramatic losses on March 12, falling below $6,000 for the first time since May 2019

આજે આવેલ ક્રિપ્ટોકરન્સીના કડાકાએ પણ સૌને આઘાત પહોંચાડ્યો છે. 7500 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવ્યા બાદ બિટકોઈન આજના ટ્રેડિંગમાં એકાએક ઘટીને 5700 ડોલર સુધી ગગડી ગયો હતો. એકાએક બિટકોઈન 27% તૂટ્યો અને 5700 ડોલર સુધી ઘટીને એકાએક 6500 ડોલર સુધી રિકવર પણ થયો હતો.

સાંજે 5 વાગે બિટકોઈનનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 23%ના ઘટાડા સાથે 6080 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લીલીઝંડી આપ્યા પછી અનેક સટ્ટોડીયાઓ બીટકોઇન સમેત અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોક્યા હતા

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારને લીલીઝંડી આપી હતી. ભારતીય બેંકો ક્રિપ્ટો કરન્સીના કારોબારીઓને બેંકીંગ ફેસેલિટી આપી શકે એ મતલબના સુપ્રીમ કોર્ટના રૂલિંગ બાદ ભારતમાં અનેક લોકો સત્તાવાર રીતે બીટકોઇન તેમજ અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોકવા માંડ્યા હતા. પરંતુ, આજે કોરોના વાઇરસને પગલે બીટકોઇનના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાએ ભારે કરી હતી. હજુ અઠવાડીયા પહેલા જ બીટકોઇમાં લાખો કરોડો રૂપિયા રોકનારા કેટલાક સટ્ટોડીયાઓના આજે છાતીના પાટીયા બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.

March 12, 2020
sensex_down.jpg
2min3600

કોરોના વાયરસના કારણે આજે ભારતીય શેરબજારોમાં ન ભૂતો ન ભવિષ્યતિ ખુંવારી જોવા મળી હતી. એક જ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અભૂતપૂર્વ અગાઉ ક્યારેય નહીં થયો હોય એટલા પોઇન્ટનો ઘટાડો આજે તા.12મી માર્ચે સેન્સેક્સમાં જોવા મળ્યો હતો.

ગુરુવારે બપોરે સાડાત્રણે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 2919 પોઇન્ટસ અને નિફ્ટીમાં 868 પોઇન્ટનું જંગી ગાબડું પડ્યું હતું.

Sensex tanked 2,919 points or 8.18 per cent to close 32,778; while the broader NSE Nifty plummeted 868 points or 8.30 per cent to settle at 9,590

એ પૂર્વે બપોરે અઢી વાગ્યાની સ્થિતિ અનુસાર, સેન્સેક્સના તમામ 30 શેર્સ અને નિફ્ટીના તમામ 50 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીના શેર્સમાંથી મોટાભાગના આજે પોતાની 52 સપ્તાહની સૌથી નીચી સપાટીને પણ સ્પર્શી ગયા છે.

Major laggards -12%

  • Tata Steel,
  • Axis Bank,
  • ONGC,
  • SBI,
  • Mahindra & Mahindra and
  • Reliance Industries with their stocks sliding as much as 12.11 per cent

બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આઈટીસી 13 ટકાના જંગી કડાકા સાથે 151 રુપિયા પર આવી ગયો છે. આજે સૌથી વધુ ઘટનારા શેર્સમાં ITC ટોચ પર છે. જ્યારે સેન્સેક્સમાં સૌથી વઘુ ઘટનારા બીજા શેરમાં એસબીઆઈ રહ્યો છે. બપોરે અઢી વાગ્યે આ શેર 13 ટકાના કડાકા સાથે 213ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ એક્સિસ બેંક 11 ટકા, ઓએનજીસી 63.80 રુપિયાનો નંબર આવે છે.

દિવસના આરંભે

કોરોનાએ સૌથી વધુ ઉદ્યોગધંધાઓને અસર કરી છે. ભારતીય શેરબજારો કોરોનાના ગભરાટને પગલે ખુંવારીનો ભોગ બની રહ્યા છે. આજરોજ તા.12મી માર્ચને ગુરુવારે ભારતીય શેરબજારોમાં ગભરાટભરી વેચવાલી પ્રારંભિક કલાકમાં જ જોવા મળી હતી, તેને પગલે BSE સેન્સેક્સ માર્કેટ ઓફનિંગ બાદ 1700 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. નીફ્ટીમાં પણ 500 પ્લસ પોઇન્ટનો ડાઉન ટ્રેડ જોવા મળતા અનેક રોકાણકારો નાહી ઉઠ્યા હતા.

ગુરુવારે પ્રારંભથી જ જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 1701.18 પોઈન્ટ્સ અથવા 4.77 ટકા ગગડીને 33,996.22 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 502.90 પોઈન્ટ્સ અથવા 4.81 ટકા ઘટીને 9,955.50 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.76 ટકા અને 6.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ 8.52 ટકા, ONGC 8.16 ટકા, SBI 7.06 ટકા, એક્સિસ બેન્ક 7.05 ટકા, ટેક મહિન્દ્રા 5.88 ટકા, ઈન્ફોસીસ 5.84 ટકા, M&M 5.77 ટકા, બજાજા ફાઈનાન્સ 5.71 ટકા અને રિલાયન્સ 5.59 ટકાનો સમાવેશ થાય છે.

March 12, 2020
visa.jpg
1min4390

કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

March 12, 2020
coronavirus.jpg
1min6460

દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ભયાનક રીતે ફેલાયો છે. અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 122289 કેસ નોંધાઈ ચુક્યા છે અને 4389 મૃત્યુઆંક થયો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સત્તાવાર રીતે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી ઘોષિત કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 62 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તેમજ’ કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી તેવા એક વ્યક્તિનું મૃત્યુ થતા હડકંપ મચ્યો છે. મૃતક વ્યક્તિના સેમ્પલ તપાસ માટે બેંગલુરૂની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઈને ડિપ્લોમેટિક, ઓફિશિયલ, યૂએન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને બાદ કરતા વિદેશથી આવતા તમામ લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા તમામ નાગરિકોને જરૂર વિના વિદેશ પ્રવાસ ન કરવાનું સુચન પણ આપવામાં આવ્યું છે.’ ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના ગ્રસ્ત દેશોમાંથી 948 લોકોને બચાવ્યા છે. જેમાંથી 900 ભારતીય હતા અને બાકીના 48 લોકો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોના હતા. વિદેશમંત્રીના કહેવા પ્રમાણે હવે ઈરાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈરાનમાં 6000 ભારતીય અલગ અલગ વિસ્તારમાં છે. જેમાં 1100 શ્રદ્ધાળુ, 200 છાત્ર અને 1000 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે.’ દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં મિલાનથી 80 મુસાફર સાથેનું એક વિમાન ક્રીનિંગ વિના દિલ્હી એરપોર્ટે પહોંચી ગયું હતું. જેથી દિલ્હી એરપોર્ટમાં પાર્કિંગમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ઈટાલીથી આંધ્રપ્રદેશ પહોંચેલા 75 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ઉપર પુરતી દેખરેખ પણ રાખવામાં આવશે.” 15 ફેબ્રુઆરી 2020 બાદ ચીન, ઈટાલી, કોરિયા, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મની ગયેલા ભારતીય સહિત તમામ લોકોને 14 દિવસ હેઠળ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 958નો વધારો થતા કુલ આંક 9000ને પાર પહેંચ્યો છે. જ્યારે સ્પેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ વગેરેમાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

March 12, 2020
SBI.jpg
1min5050

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.

અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.

એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.

હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.

એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.

March 12, 2020
bjp_logo.png
1min3440

રાજ્યસભાની ૧૭ રાજ્યની ૫ંચાવન બેઠક માટે ૨૬મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપે મધ્ય પ્રદેશ માટે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત પોતાના નવ ઉમેદવારના નામ બુધવારે જાહેર કર્યા હતા. ભાજપમાં જોડાવાના કલાકોમાં સિંધિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે જાહેર કરેલા અન્ય ઉમેદવારમાં આસામ માટે ભુવનેશ્ર્વર કલીતા, બિહાર માટે વિવેક ઠાકુર, મહારાષ્ટ્ર માટે ઉદ્યનરાજે ભોસલે, રાજસ્થાન માટે રાજેન્દ્ર ગેહલોતના નામ જાહેર કર્યા હતા.

આ સિવાય, ગુજરાત માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડ માટે દિપક પ્રકાશ અને મણિપુર માટે લેઇશેમ્બા સાનાજાઓબાના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપે જણાવ્યું હતું કે એમણે બે બેઠક પોતાના સાથી પક્ષના દલિત નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેને મહારાષ્ટ્રમાંથી ફરીથી ચૂંટાઇ આવે એ માટે અને આસામના બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટના બિશ્ર્વજીત ડાઇમેરીને ફાળવી છે.

આ બધાય રાજ્યોમાં ભાજપની બહુમતિ હોવાથી નવેનવ ઉમેદવાર જીતે એવી પૂરી શક્યતા છે. 

March 11, 2020
indiangovernment.jpg
4min5510

Advisory: Travel and Visa restrictions related to COVID-19

In supersession of all earlier advisories issued on the subject the following advisory is issued for implementation with immediate effect

i.    All regular (sticker) Visas/e-Visas granted to nationals of France, Germany and Spain and issued on or before 11.3.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

ii.    All regular (sticker) Visas/e-Visas (including VoA for Japan and South Korea) granted to nationals of Italy, Iran, South Korea and Japan, and which have been issued on or before 3.3.2020 and who have not yet entered India remain suspended.

iii.    Regular (sticker) Visas/e-Visas granted to nationals of China issued on or before 5.2.2020 suspended earlier, continue to be suspended.

iv.    Regular (sticker) Visas/e-Visas granted to all foreign nationals who have traveled to China, Iran, Italy, South Korea, Japan, France, Germany and Spain on or after 1.2.2020 and who have not yet entered India stand suspended with immediate effect.

v.    All aforementioned restricted categories of foreign nationals may not enter India from any air, land or seaport ICPs. Those requiring to travel to India due to compelling reasons may seek fresh visa from the nearest Indian embassy/consulate. Italian and South Korean nationals who are granted fresh visa issued after 05.03.2020 should carry ‘Tested Negative for COVID-19’  medical certificate from designated laboratories of Italy and South Korea. 

Similar certificate needs to be carried by Indian nationals coming from Italy and South Korea.

vi.    Visas of all foreigners already in India remain valid. They may contact the nearest FRRO/FRO through e-FRRO module for extension/conversion, etc. of their visa or for grant of any consular service if they choose to do so.

vii.    Holders of diplomatic passports, official passports, officials of UN and other international bodies, OCI cardholders and air-crew from the above eight countries are exempted from such restriction on entry. However, their medical screening on arrival is compulsory.

viii.    All foreign and Indian nationals entering into India from any port are required to furnish a pair of duly filled self-declaration forms (including personal particulars i.e. phone number and address in India) and travel history to health officials and immigration officials at all arrival ports.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min3250

ધૂળેટીની રજા દરમિયાન ભારતાં એક દિવસમાં કોરોનાના 18 નવા કન્ફર્મ કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ કોરોના દર્દી ધરાવતું રાજ્ય બન્યું હોઇ, કેરળમાં લૉકડાઉન સ્થિતિ સર્જી દેવામાં આવી છે. કેરળમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ડેકલેરેશન ફરજિયાત બનાવાયું છે. કેરળમાં યુદ્ધના ધોરણે કોરોનાગ્રસ્ત દર્દીઓ શોધવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ તા.11મી માર્ચે સવારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે.

મંગળવારે ધૂળેટીના દિવસે મહારાષ્ટ્રમાં 5 નવા કેસો, કેરળમાં 8 નવા કેસો, કર્ણાટકમાં 4 અને જમ્મુકાશ્મીરમાં 1 કેસ કોરોનાનો હોવાનું કન્ફર્મ થતાં ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે. કેરળમાં કુલ 1495 લોકોને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.

કેરળમાં વધુ છ કેસ: સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ

કેરળમાં મંગળવારે કોરોના વાઇરસના વધુ છ કેસ કનફર્મ્ડ થયા બાદ સરકારે વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે શાળા, કૉલેજ અને સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ કરવા સહિત સખત નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે કેરળમાં કોરોના વાઇરસના કુલ ૧૨ કનફર્મ્ડ કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસ વિશે બોલાવવામાં આવેલી કેબિનેટની ખાસ બેઠક બાદ મુખ્ય પ્રધાન પિનારયી વિજયને પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧૧૬ વ્યક્તિ પર નજર રાખવામાં આવી છે, ૧૪૯ વ્યક્તિને વિવિધ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને ૯૬૭ વ્યક્તિને એમનાં ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલા ક્ધર્ફ્મ્ડ કેસમાં ઇટાલીથી પાછા ફરેલા અને પથનમથિટ્ટા જિલ્લાના રાનેના રહેવાસી પતિ-પત્ની, એમનો પુત્ર તથા એમની સાથે રહેતા સગા અને મિત્રોનો સમાવેશ થાય છે.

મંગળવારે નોંધાયેલા નવા છ ક્ધર્ફ્મ્ડ કેસમાં દંપતીનાં વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થાય છે.

આ સિવાય, કોચીમાં પોતાનાં માતાપિતા સાથે સોમવારે ઇટાલીથી પાછા ફરેલા ૧૧ અને ત્રણ વર્ષનાં બે બાળકનો સમાવેશ પણ થાય છે.

ગયા મહિને આ વાઇરસનો ભોગ બનેલા ત્રણ દર્દીને સફળતાપૂર્વક સાજા કરીને એમના ઘરે મોકલ્યા બાદ કેરળમાં કોરોના વાઇરસના આ બીજા નવા કેસ નોંધાયા હતા.

વિજયને જણાવ્યું હતું કે ૩૧મી માર્ચ સુધી બધી જ શાળા, કૉલેજ અને સિનેમાઘરો બંધ રહેશે.

રાજ્ય, સીબીએસઇ અને આઇસીએસઇ બૉર્ડના ધોરણ ૧થી ૭ બંધ રહેશે અને એમની શરૂ થયેલી પરીક્ષાઓ હાલ સ્થગિત રાખવામાં આવી છે.

જોકે, ૧૦મા ધોરણ, ૧૨મા ધોરણ અને વૉકેશનલ હાયર સેક્ધડરીની પરીક્ષાઓ ચાલુ રહેશે. આઠઠમાં અને નવમાં ધોરણની ફાઇનલ પરીક્ષાઓ સમયપત્રક પ્રમાણે યોજાશે.

આ સિવાય, મદરેસા, આંગણવાડીઓ, ટ્યુશન કલાસીસ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે.

નાટ્યગૃહો અને કલા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, મંદિરો અને ચર્ચના ઉત્સવોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

India’s count of coronavirus cases rose by 18 to 62 with eight testing positive from Kerala, five from Maharashtra, four from Karnataka and one from J&K on Tuesday.

ચીનમાં મરણાંક ૩૧૩૬ : વિશ્વમાં ૪૦૧૧નાં મોત

ચીનના કોરોના વાઈરસે ૧૦૦ દેશને ઝપટમાં લીધા છે. ચીનમાં મરણાંક ૩૧૦૦ ઉપર ગયો છે. વિશ્ર્વભરમાં મળીને ૪૦૦૦થી વધુના મોત થયા છે. ચીન બાદ સૌથી વધુ અસર ઈટાલીને થઈ છે, જ્યાં ૩૦૦થી વધુનાં મોત થયા છે, ત્યાર બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, અમેરિકામાં મોત વધારે થયા છે. ચીનમાં ગઈ કાલે ૩૭નાં મોત થયા છે, તેમાં ૨૦નાં મોત હૉટેલ ધરાશાયી થતા થયા છે. ક્વોરેન્ટાઈન સવલતના ઉપયોગમાં લેવાયેલી હૉટેલ તૂટી પડી હતી જેમાં ૮૧ વ્યક્તિ ટેસ્ટિંગ માટે રખાઈ હતી તે જ તૂટી પડતા ૨૦નાં મોત થયાં છે. ૬૧ વ્યક્તિને બચાવી લેવાઈ હતી જેમાં દસ વર્ષના બાળકનો સમાવેશ છે.

કુઆનઝોની શીનજીયા હૉટેલ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. વાઈરસથી અસરગ્રસ્તોનું ટેસ્ટિંગ થતું હતું. વાઈરસનો ચેપ લાગેલા દર્દીની સંખ્યા ૧,૧૦,૦૦૦ થઈ ગઈ છે, તે જોતાં મરણાંક વધી શકે છે. કોરોના વાઈરસ સહુ પ્રથમ ચીનના વુહાનમાં ડિસેમ્બરના અંતમાં ફેલાયો હતો, ત્યાર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ વાર આ શહેરની મુલાકાતે મંગળવારે ગયા હતા. ચીનમાં ૩૧૩૬નાં મોત થયા છે. સૌથી વધુ મરણ વુહાનમાં થયા છે.

March 10, 2020
solar.jpeg
1min3910

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’
સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’

તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.