CIA ALERT

ઇન્ડીયા Archives - Page 87 of 183 - CIA Live

May 1, 2020
sensex_down.jpg
1min3360

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં ઘટાડા વચ્ચે ભારત વિશ્વના ટોચના ૧૦ શેર બજારોની સૂચિમાંથી બહાર નીકળી ગયું છે. વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. આને કારણે ભારતીય શેર બજાર બીયર માર્કેટના દાયરામાં આવી ગયું છે અને ડોલરની સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

શેરબજાર સર્વોચ્ચ સપાટીએથી ૨૦% કરતા વધુ નીચે આવી ગયું છે જેને બિયર માર્કેટના દાયરામાં માનવામાં આવે છે. વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૦ વર્ષમાં આ પાંચમો વખત છે જ્યારે ભારતીય બજારમાં ૪૦% થી વધુનો ઘટાડો થયો છે. અગાઉના ચાર પ્રસંગોમાં બજારને તળિયે સ્પર્શ કરવામાં ૧૦ થી ૨૭ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે બજાર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેના નીચા સ્તરે પહોંચ્યું છે.

કેટલાક નામાંકિત સૂચકાંકો મુજબ ભારતીય મંદી હજુ ઘટાડના નીચા સ્તરે પહોંચી નથી.આ વર્ષમાં ભારતીય બજારના માર્કેટ કેપમાં ૨૭.૩૧%નો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ, ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વર્ષની શરૂઆતની સ્થિતિની તુલનામાં ડોલરના મૂલ્યમાં ૨૭.૩૧ ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે બે લાખ કરોડ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન વાળા બજારોની યાદીમાં નથી. ૧.૫૭ લાખ કરોડ ડોલર સાથે ભારત હવે ૧૧માં સ્થાને છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતીય બજાર ૨.૧૬ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ૧૦માં સ્થાને રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં પણ, ૨.૦૮ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ભારત વિશ્વમાં સાતમાં સ્થાને રહ્યું હતું.

૨૩ માર્ચે ભારત ટોપ -૧૦ ક્લબમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે સેન્સેક્સમાં ૧૩.૧૫%નો ઘટાડો નોંધાયો હતો, જે સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે ભારતીય શેરોનો કુલ માર્કેટ કેપ ૧.૩૧ લાખ કરોડ ડોલર અથવા રૂ. ૧૦૧.૮૭ લાખ કરોડ હતું. ભારતીય બજારમાં સૂચિબદ્ધ તમામ કંપનીઓનો કુલ માર્કેટ કેપ આ વર્ષના ઉપરના સ્તર રૂ. ૧૫૫.૫૪ લાખ કરોડથી ઘટીને હાલમાં રૂ. ૧૨૧.૭૩ લાખ કરોડ પાર પહોંચ્યું છે. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે.

દેશના મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોના કુલ માર્કેટ કેપ (ડોલરમાં)માં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯.૧૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૧૯ માં ૧૧.૯૧ ટકા હતો. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે. ૨૦૧૯ની શરૂઆતમાં તે ૨.૯૭ ટકા હતો.

વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે પાછલા ૧૦૦થી વધુ વર્ષોમાં ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો છે. આવી ઘટના દર ૧૦ વર્ષે એકવાર થાય છે જયારે મુખ્ય શેર સૂચકાંકમાં ૩૫ ટકાનો ઘટાડો થાય છે.

આ પછી સામાન્ય રીતે આર્થિક મંદી આવે છે. બેરોજગારી મોટા પાયે વધે છે અને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. ઐતિહાસિક રીતે ભારતમાં આવી ઘટનાઓ પછી બજારને નીચા સ્તરે પહોંચવામાં સરેરાશ ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગે છે.

May 1, 2020
Rishi-Kapoor.jpg
1min3660

પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.

કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’

બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.

રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.

ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.

કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.

હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’

રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.

રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.

અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.

April 30, 2020
ugc.jpeg
1min17390

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 29, 2020
cbse_logo.jpeg
2min7170

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 28, 2020
corona-1.jpg
1min3280

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
coronavirus.jpg
1min3430

સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે   સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ 21393 કેસ છે. કોરોના સંક્રમણના કારણે 4258 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 681 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે કોરોનાના 16, 454 એક્ટિવ કેસ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં 1409 નવા કેસ સામે આવ્યા છે.

રાહતની વાત એ છે કે  78 જિલ્લામાં ૧૪ દિવસથી કોરોના એક પણ કેસ સામે આવ્યા નથી. આ સિવાય નવ રાજ્યોના 33 જિલ્લામાં પણ કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી. 12 જિલ્લા એવા છે જે 28 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.

 લોકડાઉનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે,  પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટછાટ વધારવામાં આવી છે. આ સિવાય લોટ દળવાની ઘંટી અને પ્રિપેડ રીચાર્જની દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે કોરોનાન કેસોમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં આવનારા પડકારો સામે લડવા માટેનો અવસર મળ્યો છે. લોકડાઉનના કારણે કોરોના વાયરસ નબળો પડ્યો છે. સરકારે જણાવ્યું હતું કે કોરોના આંકડાથી હટીને રણનીતિ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જિંદગી બચાવી એ અમારો મૂળ મંત્ર રહયો છે.

April 23, 2020
amarnath-yatra-.jpg
1min3560

કેન્દ્ર સરકારે સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલુ વર્ષે 2020માં હવે અમરનાથ યાત્રા પૂર્વવત રીતે યોજાશે, પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.  

આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. 

આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં 77 રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ રુટ્ પરથી યાત્રાના અંતિમ પડાવ સુધી દોરી જવાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરુરી કામ અશક્ય છે.  

ઉપરાજ્યપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે. 

April 23, 2020
coronaguj-1280x875.jpg
2min6810

પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તે પૈકી ૮૯ ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, એવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

ડૉ. રવિએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના ૬૫ ટકા, સુરતના ૧૬ ટકા અને વડોદરાના ૮ ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૨૭ જિલ્લામાં ૧૧ ટકા પોઝિટિવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫ સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. 

Reported on 23 April 2020

ગુજરાતમાં તા.23 એપ્રિલે નવા 217 પોઝિટિવ 11ના મોત

24 કલાકમાં જ રાજ્યમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 11 લોકોના મોત થયા છે. આ 271માંથી 151 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે કુલ 3,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજથી દિવસમાં એક જ વખત કોરોનાના આંકડા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હવેથી દરરોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવશે. આ પહેલા દિવસમાં બે વખત આંકડા જાહેર કરવામાં આવતા હતા.

નવા કેસમાં અમદાવાદમાં 151 ઉપરાંત સુરતમાં 41, વડોદરામાં 7, ભરૂચમાં 5, આણંદમાં 3, બોટાદમાં 2, ખેડામાં 2 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન (કોટા) થી ૪૦૦ વિદ્યાર્થીઓને ૧૫ બસ સાથે ગુજરાતમાં લવાયાં

સમગ્ર દેશમાં રાજસ્થાનનું કોટા શહેર કેરિયર સિટી તરીકે ખુબ જ જાણીતું છે. કોટામાં મોટી સંખ્યામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવેલા વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે કપરી સ્થિતિમાં મુકાયા હતા. કોટા શહેરમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓને પોતપોતાના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારે કોટામાં ફસાયેલા રાજ્યના વિવિધ વિસ્તારોના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરત લાવવા ૧૫ બસ મોકલી આપતા ગુરૂવારે ૧૫ બસમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ શામળાજીથી ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વિદ્યાર્થીઓના ચહેરાઓ તણાવમુક્ત બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં શારીરિક ચકાસણી બાદ તેમના વતનમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવશે. કોટાની એક ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ લોકડાઉન લંબાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજસ્થાન સરકાર, કોટા જિલ્લા વહીવટી તંત્ર અને એલન ઇન્સ્ટિટ્યૂટે અન્ય રાજ્ય સાથે મળીને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી હતી.

ગુરૂવારે વહેલી સવારે રતનપુર ચેકપોસ્ટથી શામળાજી થઈ ૧૫ બસ અમદાવાદ સોલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં થર્મલ સ્ક્રીનિંગ અને પ્રાથમિક શારીરિક તપાસ કર્યા બાદ તેમના વતન મોકલી આપવામાં આવશે.

અમદાવાદમાં ૧૦ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાશે

અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૯ માંથી ૭ સ્થળને કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. ૨૦૦૦થી વધુ ઘર, ૧૦૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ અમદાવાદમાં વધુ ૯૫ પોઝિટિવ કેસ નોંધાયાં હતા. શહેરમાં કોરોના કહેર હજી પણ યથાવત છે.

કરિયાણાના અને શાકભાજીના વેપારી પણ હવે વાઈરસના ઝપેટમાં આવી ગયા છે. મણિનગર, આંબલી, નરોડા અને ભાઇપુરાના વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંબલી અને ભાઇપુરાના શાકભાજી વેપારીનો કોરોના પોઝિટિવ નીકળ્યો છે. મણિનગર, પાલડી અને નરોડાના કરિયાણા વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એએમસી માટે કોરોના વાઈરસની ચેન તોડવા મથામણ કરાઈ રહી છે. સામાન્ય નાગરિક બાદ હવે વેપારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાના વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. એએમસી માટે સંપર્કમાં આવેલા લોકોને શોધવા હાલ અશક્ય બન્યું છે.

Reported on 23 April 2020

કોરોના : ગુજરાત હવે નંબર 2

કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે પહોંચ્યું છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હોટસ્પોટ વિસ્તારમાં જેમ જેમ ટેસ્ટ વધતાં જાય છે તેમ તેમ આંકડો વધતો જાય છે. કોરોનાના વધતા કેસની સાથે જ હવે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2407 એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે.

રાજ્યમાં બુધવારની સવાર સુધીમાં નવા ૯૪ કેસ નોંધાયા હતા જ્યારે વધુ પાંચ દર્દીઓના મોત થયા હતા. કુલ ૨૨૭૨ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો હતો. આમ મંગળવારે સવારે નવ વાગ્યાથી બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કુલ ૨૦૬ નવાં પોઝિટિવ કેસ અને વધુ ૧૮ દર્દીઓના મોત થયા હતા.

બુધવારે નોંધાયેલા કેસમાં અમદાવાદના ૬૧ કેસ, બોટાદના ૨૧, રાજકોટ જિલ્લાનો એક, સુરત ૧૭ કેસ, વડોદરા ૮ કેસ અને અરવલ્લીના પાંચ કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નવા ૬૧ કેસ સાથે કોરોના પીડિતોની સંખ્યા ૧૪૩૪ પર પહોંચી છે. અને વધુ ચાર દર્દીઓના મોત સાથે મોતનો આંકડો પણ વધીને ૫૭ પર પહોંચી ગયો હતો. જ્યારે સુરતમાં કુલ કેસોની સંખ્યા ૩૬૪ પર પહોંચી હતી અને મોતનો આંકડો પણ વધીને ૧૨ પર પહોંચ્યો છે એવી જ રીતે વડોદરામાં ૨૦૭ અને મોતનો આંકડો ૧૦ પર પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૧ પર પહોંચ્યો છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

દરિમયાન અમદાવાદમાં બુધવારે નોંધાયેલા ૬૧ કેસની વાત કરીએ તો, તમામ કેસ હોટસ્પોટ એરિયાના છે. જેમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ વિસ્તારના છે.

રાજ્યમાં જિલ્લાદીઠ કેસના આંકડા જોઇએ તો, અમદાવાદ-૧૪૩૪, વડોદરા-૨૦૭, સુરત-૩૬૪, રાજકોટ-૪૧, ભાવનગર-૩૨, આણંદ-૨૮, ગાંધીનગર-૧૭, પાટણ-૧૫, ભરૂચ-૨૪, નર્મદા-૧૨, બનાસકાંઠા-૧૫, પંચમહાલ-૧૧, છોટાઉદેપુર-૭, અરવલ્લી-૧૭, મહેસાણા-૭, કચ્છ-૬, બોટાદ-૯, પોરબંદર-૩ , ગીર-સોમનાથ-૩, દાહોદ-૪, ખેડા-૩, મહીસાગર-૩, સાબરકાંઠા-૩, વલસાડ-૩, જામનગર, મોરબી, તાપી, નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો છે.

April 21, 2020
Rashtrapati_Bhavan.jpg
1min4320

નવી દિલ્હી ખાતે સૌથી પ્રોટેક્ટેડ ગણાતા ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક પરિવારની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે અફરાતફરી મચી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. ઘટનાને પગલે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  

April 20, 2020
coronaguj-1280x875.jpg
7min8780

સોમવારે અમદાવાદના એક સાથે 20 રીકવર : સોસાયટી પ્રમુખો, ગામના સરપંચોને પણ સભ્યોની હેલ્થ પર દેખરેખ રાખવા અપીલ

રાજ્યમાં કોવીડ-19ના વધુને વધુ કેસો મળી રહ્યા છે અને ચિંતાજનક વાત એ પણ છે કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. અત્યાર સુધી કોરોના મુક્ત જિલ્લા તરીકે ગણના થતી હતી એ નવસારી અને વલસાડમાં પણ આજે કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

તા.21મી એપ્રિલે સવારે 11 વાગ્યે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધીને 2088 થઇ છે. સૂરતમાં કેસો વધીને કુલ 338 પર પહોંચી ગયા છે.

સૂરતમાં 338 કેસો થયા

જયંતિ રવિએ ખાસ જણાવ્યું હતું કે શહેરોમાં સોસાયયટીઓ, એપાર્ટમેન્ટસના પ્રમુખો, ગામમાં સરપંચોએ પોતાના રહેવાસી સભ્યોની દેખરેખ રાખતા રહેવું જોઇએ અને શરદી, ખાંસી, તાવ જો કોઇને જણાય તો નજીકના કોવીડ સેન્ટર ખાતે તપાસ કરાવવી જોઇએ જેથી બનતી ત્વરાએ નક્કી કરી શકાય કે જે તે સભ્ય કોરોના પોઝીટીવ છે કે નહીં. આ પ્રકારે કોરોનાને કાબૂમાં મેળવી શકાશે.

ગઇ કાલ તા.20મી એપ્રિલને સોમવારે એક જ દિવસમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. એક દિવસમાં કોરોનાના 20 દર્દીઓને રજા અપાઈ હોય તેવું અમદાવાદમાં પહેલીવાર બન્યું છે.

સોમવારે રાત સુધીની સ્થિતિ

તા.20મી એપ્રિલને સોમવારે રાત્રે 8 કલાકની ગુજરાતની સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ 1939 પોઝિટિવ દર્દીઓ થયા છે. આ પૈકી 131 લોકો સારવાર લઈને ઘરે પરત ફરી ચૂક્યા છે, ક્રિટીકલ હેલ્થ ધરાવતા 19 લોકો વેન્ટિલેટર પર છે અને 1718ની સ્થિતિ સ્ટેબલ છે.

તા.20મીએ રાત્રે 8 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 4212 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 196 કેસ પોઝિટિવ આવ્યા હતાં. આ ઉપરાંત હોમ ક્વોરન્ટીનમાં કુલ 20199 તેમજ સરકારી ક્વોરન્ટીનમાં 3303 અને 247 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

Reported on 20 April 2020

26 દિવસના લૉકડાઉન પછી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપારીક ગતિવિધી આંશિક શરૂ

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1743એ પહોંચી છે. જેમાં 14 વેન્ટિલેટર પર છે જ્યારે 1561ની તબિયત સ્થિર છે. રાજ્યભરમાં કોરોનાના કારણે કુલ 63 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રવિવારે નોંધાયેલા કુલ કેસ પૈકી 239 કેસ એટલે કે 65 ટકા કોરોના પોઝિટિવ કેસ એકલા અમદાવાદમાંથી સામે આવ્યા છે. ત્યાર બાદ ગુજરાતનું સુરત બીજા નંબરનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી રવિવારે 89 કેસ સામે આવ્યા છે. જે બાદ વડોદરા 22 કેસ સાથે ત્રીજા નંબરે છે. આ સાથે જ અમદવાદમાં અત્યાર સુધીમાં કુલ 1101 કેસ, સુરતમાં 242 અને વડોદરામાં કુલ કેસનો આંકડો 180 પર પહોંચ્યો છે.

કોરોના પોઝીટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં પહેલો કેસ જાહેર કરવામાં પાછળ રહ્યું હતું, પરંતુ, બાદમાં હવે પરિસ્થિતિ એક મહિનામાં બદલાઇ ગઇ છે અને ગુજરાત તા.20મી એપ્રિલ 2020ના રોજ પોઝીટીવ કેસોની સરખામણીમાં દેશના ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. રવિવારે એક જ દિવસમાં ગુજરાતમાં 367 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલ એક દિવસના કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1743 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસો છે અને ગુજરાતમાં પણ 75 ટકાથી વધુ કેસો એકલા અમદાવાદ અને સૂરતમાં છે.

ગ્રીન ઝોનમાં આજથી શું શું શરૂ થશે જાણો અહીં

કઈ સેવાઓની આપવામાં આવી છે છૂટ?

  • આયુષ સહિત દરેક સ્વાસ્થ્ય સુવિધાઓ
  • પસંદગીની કોમર્શિયલ અને પ્રાઈવેટ સંસ્થા
  • અનિવાર્ય વસ્તુઓની આપૂર્તિ
  • 50% સુધીની ક્ષમતા સાથે IT અને IT આધારિત સેવાઓ
  • ગ્રામીણ વિસ્તારમાં રહેલા ઉદ્યોગો
  • સમયના પ્રતિબંધ વગર જ કરિયાણાની દુકાનો
  • બ્રોડકાસ્ટિંગ, DTH અને કેબલ સર્વિસ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈલેક્ટ્રીશ્યિન, IT રિપેર, પ્લમ્બર્સ, મોટર મિકેનિક અને સુથાર વગેરેની સેવાઓ
  • રેક કૃષિ અને બગીચાની ગતિવિધિઓ
  • માછલી પકડવાનો વ્યવસાય, એક્વાકલ્ચર ઈન્ડસ્ટ્રી
  • વધારામાં વધારે 50% મજૂર સાથે ચા, કોફી અને રબર જેવા કામ
  • પશુપાલન  
  • બેંક જેવી નાણાકિય સંસ્થા
  • સામાજિક ક્ષેત્ર
  • MNREGAના કામ
  • સાર્વજનિક ઉપયોગની સેવાઓ
  • રાજ્યની અંદર અને બહાર સામાનની દુકાનો
  • સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રના પસંદગીના ઉદ્યોગ/ઔદ્યોગિક સંસ્થા
  • કન્સ્ટ્રક્શનના કામ
  • મેડિકલ, પશુ ચિકિત્સા અને અનિવાર્ય વસ્તુઓ સહિત ઈમરજન્સી સેવાઓ માટે પ્રાઈવેટ વાહન
  • છૂટની શ્રેણી હેઠળ આવતા લોકોને કાર્યસ્થળ પર જવાની અનુમતિ
  • કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારી કાર્યાલય

ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઉદ્યોગ ધંધા શરૂ થયા

ગુજરાતમાં આજે તા.20મી એપ્રિલ 2020ને સોમવારે શહેરી વિસ્તારોની બહાર આવેલા અને ઓર્ગેનાઇઝ સેક્ટરના ઉદ્યોગ ધંધાઓ આંશિક રીતે શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો અને ખેતમજૂરો કામ પર નીકળ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. ઉદ્યોગોને તબક્કાવાર મંજૂરી અપાશે એવું મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતુ.

આજે સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત સરકારના સચિવાલયના કર્મચારીઓએ પણ આંશિક રીતે કામકાજ શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું, ફક્ત સ્થાનિક કર્મચારીઓ આજે સચિવાલય આવ્યા હતા જ્યારે અમદાવાદથી ગાંધીનગર બોલાવવામાં આવ્યા નથી.

શ્રમિકોની ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. ૬ કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં. લોકડાઉન સમયે જપ્ત થયેલા વાહનો નજીવા દંડ સાથે મુક્ત કરાશે. આ નિયમ ૧૮ એપ્રિલ બાદ મુક્ત થનારા વાહનોને લાગુ પડશે.

રાજ્ય સરકાર અન્ન સુરક્ષાધારા હેઠળ ૬૬ લાખ કાર્ડધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. ૧૦૦૦ જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ નિર્ણય અંતર્ગત ૨૦ એપ્રિલે છોટાઉદેપુર, પંચમહાલ અને મહિસાગરના કાર્ડ ધારકોના ખાતામાં રૂ. ૧૦૦૦ જમા થશે.

કચ્છમાં લોકડાઉનમાં લગ્નને લીલીઝંડી: ૨૦થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે

કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને ધીમો કરવા અપાયેલા દેશવ્યાપી લોકડાઉન પાર્ટ ટૂમાં વેપાર-ઉદ્યોગોને શરતી છૂટછાટ અપાઈ છે ત્યારે હવે જિલ્લા સમાહર્તાએ લગ્ન માટે પણ શરતી મંજૂરી આપી છે.

કચ્છના કલેક્ટર પ્રવિણા ડી.કે.એ તમામ તાલુકા મામલતદારોને લગ્નની મંજૂરી આપવા અંગેની સૂચના આપતો પરિપત્ર મોકલ્યો હતો જેના પ્રમાણે તાલુકા મામલતદારો લગ્નને મંજૂરી આપી શકશે. જોકે, લગ્નપ્રસંગે વીસથી વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ક્ધટેઈન્મેન્ટ કે હોટસ્પોટ તરીકે જાહેર થયેલાં વિસ્તારોમાં લગ્ન યોજાઈ નહીં શકે. એટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતી કોઈ વ્યક્તિ લગ્નપ્રસંગમાં ભાગ લઈ નહીં શકે. આ શરતોનું પાલન કરવા તત્પરતા દર્શાવનારાં લોકોને મામલતદારો મંજૂરી પાસ મંજૂર કરશે.

ગ્રીન ઝોનમાં આજથી કેટલીક છૂટછાટો

ગ્રીન ઝોનવાળા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી કેટલીક છૂટો આપવામાં આવશે, પણ હોટસ્પોટવાળા વિસ્તારોમાં સખત પ્રતિબંધો કાયમ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે ૨૦મી એપ્રિલથી કેટલાક ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે અને એ પ્રમાણે રવિવારની મધ્યરાત્રીથી જે ઝોનમાં કોરોના વાઇરસ ફેલાયો નથી એ માટે અમુક સેવાઓ અને ક્ષેત્રોને છૂટ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર ‘જાન ભી જહાન ભી’ સૂત્રને સફળ બનાવવા માટે ગ્રામિણ વિસ્તારોમાં કૃષિ અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવામાં આવશે.

જોકે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લૉકડાઉન દરમિયાન જાહેર કરવામાં આવેલા નિર્દેશો અને પ્રતિબંધોનું સખતાઇથી પાલન કરવું પડશે.

૨૦મી એપ્રિલથી જે પ્રવૃત્તિઓ, ક્ષેત્રો અને વિસ્તારોને ખાસ સવલત આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ સિવાયની સિનેમા હૉલ, મૉલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ, મનોરંજન માટેના પાર્કો, સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક મેળાવડા અને કાર્યક્રમો વગેરે જેવી બધી જ પ્રવૃત્તિઓ પરના પ્રતિબંધો ૩જી મે સુધી યથાવત રહેશે અને સ્વાસ્થ્ય સેવાઓ અને જીવનજરૂરિયાતની વસ્તુઓને લગતી સેવાઓ ઇત્યાદિ ચાલું રહેશે.

મજૂરોને એક રાજ્યમાંથી બીજામાં જવાની મંજૂરી નહિ મળે

કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લાદેલા લોકડાઉનમાં ૨૦ એપ્રિલથી થોડી છૂટછાટ આપવાની અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ શ્રમ મંત્રાલયે આ સંબંધમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અટવાઇ ગયેલા શ્રમિકો (મજૂરો)ને માત્ર રાજ્યમાં કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જ કોવિડ-૧૯ના રોગચાળાથી અસરગ્રસ્ત નહિ હોય એવા વિસ્તારોમાં ૨૦ એપ્રિલથી ચોક્કસ નિયમને આધીન રહીને અવરજવર કરવા દેવાશે. આમ છતાં, તેઓ એક રાજ્યમાંથી બીજામાં જઇ નહિ શકે.

ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે દેશભરમાં લોકડાઉન છે ત્યાં સુધી એટલે કે ૩ એપ્રિલ સુધી શ્રમિકોને એક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી અપાય તો રોગચાળો વધુ ફેલાઇ શકે છે અને તેથી તેઓને નિયમને આધીન રહીને માત્ર રાજ્યમાં જ અવરજવર કરવાની પરવાનગી અપાશે.

India Update on 20 April 2020 at 10am

  • Cases : 17,265
  • Deaths : 543
  • Recovered : 2,547
  • Active Cases : 14,175

India Statwise cases 20 April at 10 am

StateCaseDeathRecover
MH4203223507
DL20034572
GJ174363105
RJ147814183
TN147715411
MP140770127
UP108417108
TG84418186
AP6461542
KL4023270
KA39016111
JK350556
WB3391266
HR233387
PB2191631
BR93242
OR68124
UK44011
JH4220
HP39116
CG36025
AS35117
CH26013
Leh18014
AN15011
ML1110
PY703
GA707
MN201
TR201
MZ100
AR100
NL000